Dosti - 5 in Gujarati Fiction Stories by Bindu Trivedi books and stories PDF | દોસ્તી - 5

Featured Books
  • कडलिंग कैफ़े

    “कडलिंग कैफ़े”लेखक: db Bundelaश्रेणी: समाज / व्यंग्य / आधुनि...

  • पारियों की कहानी

    पारियों की कहानीएक छोटा सा गाँव था, जहाँ के लोग हमेशा खुश रह...

  • Love Story

    𝐎𝐧𝐥𝐲 𝐃𝐞𝐬𝐢𝐫𝐞 एक इनोसेंट लड़के की कहानी वो लड़का मासूम था......

  • अंश, कार्तिक, आर्यन - 6

    वो जब तक बाहर बैठा आसमान को निहारता रहा ।आसमान के चमकते ये स...

  • A Black Mirror Of Death

    Crischen: A Black Mirror Of DeathChapter एक – हवेली का रहस्य...

Categories
Share

દોસ્તી - 5

                   13 માર્ચ   મંગળવાર, મેઘા  તેની મમ્મી આરતી બેન સાથે તેમના ચેક અપ માટે ફાઇન હેલ્થ હોસ્પિટલ આવી  હતી.લગભગ સાડા ત્રણ થવા આવ્યા હતા, આરતી બેન ને છેલ્લા બોન ટેન્સિટી ચેકઅપ માટે અંદર લઇ ગયા હતા. તેના ફૈબા રમાબેન કોફી લેવા અને પગ છૂટો કરવા ગયાં.ત્યા જ મેઘા ની ફોન ની રીંગ વાગી. મેહુલ નું નામ જોઈ તેના મો પર હાસ્ય આવી ગયું. મેઘા એ ફોન ઉપાડ્યો સામેથી મેહુલ નો અવાજ સંભળાયો,"હેલ્લો, મેઘૂ ." હેલ્લો,બોલ,જરા જલદી જલદી વાત કરજે  હું મમ્મી ને લઇને હોસ્પિટલ માં આવી છું" . મેઘા એ કહ્યું. ," પરમદિવસે 15  માર્ચ, યાદ છે ને.તારે પૂના આવવાનું છે. " મેહુલે કહયું. મેઘા એ વાત પતાવવા કહયું " હા હા જરૂર આવીશ. આધાર કાર્ડ પણ સાથે લાવીશ બસ હવે ફોન મૂકું."

                 પાછળ થી  રમાબેને મેઘા ના ખભા પર હાથ મૂકતાં કહ્યું "કોનો ફોન હતો? કોની સાથે વાત થતી હતી? કયા જવાની તૈયારી થાય છે?" મેઘા એ થોડી ખિસયાણી પડી ગઈ. બે સેંકડ માટે કંઇ બોલી શકી નહીં જાણે કોઈ ચોરી પકડાઈ ગઈ હોય  . પછી સ્વસ્થ થતા બોલી, "એતો અમારા કોલેજ ની  ઈન્ડસ્ટ્રીયલ વિઝિટ  ટ્રીપ છે.તેના માટે  વાત કરતી હતીં."રમાબેને આંખ જીણી કરતાં પૂછ્યું. "કોલેજ ની ફાઇનલ પરીક્ષા પછી ઇન્ડસ્ટ્રીયલ વિઝટ?" 

                   વાત આગળ વધે તે પહેલા નર્સ આરતી બેન ને લઈ આવી.મેઘા એ રાહત નો શ્ર્વાસ લીધો. નર્સે જણાવ્યું બધા ટેસ્ટ પતી ગયાં છે, રીપોર્ટ ગુરવારે 15 મી એ  આવશે .મેઘા વિચાર માં પડી ગઈ. પોતાની મમ્મી નો હાથ પકડી હોસ્પિટલ માં થી બહાર નીકળી ગઈ. 
                                

                     15 માર્ચ ગુરુવાર, એક ચાલીશ વાગ્યા હતા  મેઘા પૂના  ના એસિયાડ બસ ડેપો પર દસ મીનીટ થી મેહુલ ની રાહ જોઈ રહી હતી. તેના મનમાં મેહુલ ના વિચાર કરતા તેની મમ્મી આરતી બેન ની ચિંતા  વધારે હતી.બધા રીપોર્ટ તો બરાબર હશે ને  ? તે સકારાત્મકવિચાર રાખી ભગવાન ને યાદ કરી રહી હતી ત્યારે દૂર થી મેહુલ  જોર જોરથી એક હાથ હલાવતો દેખાયો , તેના બીજા હાથ માં બે ગુલાબ ના હાર હતાં. અને મોઠા પર ખૂશી હતીં .મેઘા   મમ્મી નો વિચાર  ખંખેરી મેહુલ તરફ વધી.હાથ લંબાવી અભિનંદન આપ્યા ત્યા  જરા વિજળી નો ચમકારો થયો. બંને વાતોમાં મશગૂલ આગળ વધી ગયા.  

                           મેહુલ  ના મિત્ર અનંત ની કાર માં  બધાં દસ મીનીટ માં  કોર્ટ માં પહોંચી  ગયા. મેહુલ ના બે ત્રણ મિત્રો  ત્યા  હાજર હતા.બધું  એકદમ બરાબર  તૈયાર હતું, ફકત સપના હજી આવી ન હતી. મેઘા એ મેહુલ ની ફીરકી લેવા નું  ચાલું કર્યુ , " તારી સપના આવશે કે બીજા કોઈ ને પકડી સહી કરાવવી પડશે?"મેઘા એ હસી હસીને કહ્યું. " "બીજા ની શા માટે તમે તો હાજર જ છો".અનંત હજી વાકય પૂરું કરે તે પહેલા મેહુલે તેને ટોકતા કહયું,"વેરી ફની, સપના નો ફોન હતો.તેની બસ  પંચર પડી ગઈ હતી. બેંગલોર કંઇ નજીક તો નથી જ ને."મેઘા ને અનંત પર ગુસ્સો આવ્યો પણ તેણે પોતાના પર સંયમ રાખીને  પોતાની મમ્મી ના ટેસ્ટ ની  વાતો શરૂ કરી.હજી બે મીનીટ થઈ ત્યા તો સપના આવી પહોંચી. 

    
                       સપના ફોટા માં હતી તેના કરતાં વધારે સુંદર લાગતી હતી.  તેની આંખો બદામી હતી, વાળ લીસા કાળા કમર સુધી ના હતાં. તેની  ગોરી  ત્વચા તડકામાં લાલ થઈ ગઈ હતી.  સપના મેઘા ને મળતાં જ ભેંટી પડી. મેઘા  સપના  ને પહેલીવાર મળી  હતી ,પણ થોડી જ વારમાં બંન્ને   બહેનપણી  બની ગઈ. સપના અને મેહુલે જજ સામે હસ્તાક્શર કર્યા , હાર તોરા પહેરી ફોટા પાડી કાનૂની રીતે પતિ પત્ની બની ગયા.સપના ને બેંગલોર ની બસ પકડવાની હતી. મેઘા ને પણ મુંબઈ જવાનું હતું. જમવાનું પતાવી મેહુલ, સપના  અને મેઘા  બસ સ્ટેન્ડ પર આવ્યા. 

                    સપના  ની બસ આવી ગઈ. તેણે મેઘા  સાથે હાથ મિલાવ્યો પોતાનો ગુલાબ નો હાર મેઘા ના હાથ માં આપી મેહુલ ના ગળે વળગી  બસ માં બેસી ગઈ. દુલ્હન ચાલી ગઇ. મેહુલ ને મેઘા   હાથ માં હાર  પકડી ને ઉભા રહી ગયા. અચાનક નાનો વિજળી નો ચમકારો થયો. 
@@@@@@@@@@@@@@@@@@@@@@@