The Author Journalist Urvisha Vegda Follow Current Read માધવરાયનુ માધવપુર By Journalist Urvisha Vegda Gujarati Spiritual Stories Share Facebook Twitter Whatsapp Featured Books શ્રીમદ્ ભગવદ્ ગીતા - સંપૂર્ણ ૐ ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ ગરુડ પુરાણ અનુક્રમણિકા ૧. પ્રથમ અધ્યાય निलावंती ग्रंथ - एक श्रापित ग्रंथ... - 1 निलावंती एक श्रापित ग्रंथ की पूरी कहानी।निलावंती ग्रंथ Love at First Slight - 29 Rahul's Hotel Room, SingaporeRahul walked into his lavis... The Village Girl and Marriage - 3 The child of Diya was not normal. When her elder brother and... Trembling Shadows - 6 Trembling Shadows A romantic, psychological thriller Kotra S... Secret Affair - 16 As winter melted into spring, Inayat and Ansh found themselv... THE MIRROR KEEPER The village library stood like a quiet guardian in the heart... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share માધવરાયનુ માધવપુર (32) 1.3k 4.8k 9 શ્રીકૃષ્ણના પગલે પગલે ન જાણે કેટલીયે લીલાઓસંકળાયેલી છે. સૌરાષ્ટ્રમાં એવી અનેક જગ્યાઓ છે જયાં કનૈયાની લીલાઓને વર્ણવતી અને એમના ઉપસ્થિત હોવાની અનુભૂતિ કરાવે છે. આવા તમામ સ્થળોની સાથે સાથે કૃષ્ણની વાતો ક્ષણે ક્ષણે વણાયા કરી છે. મોહનની મોરલીની યાદ અપાવતુ આવું જ એક સ્થળ એટલે 'માધવપુર'. પોરબંદરથી સોમનાથ જતા કોસ્ટલ હાઇવે પર માધવપુર શોભી રહ્યુ છે. તો આવો જોઈએ માધવપુરની એક નાનકડી ઝલક માધવપુર.......શબ્દ સાંભળતા જ ખ્યાલ આવી જાય છે કે આ સ્થળનો સબંધ નકકી કૃષ્ણ સાથે હોવો જોઈએ. હા, એવુ જ છે. અહી પૌરાણિક મંદિરો, કુંડ, વાવ, તીર્થો અને પાડ્યાઓ આવેલા છે, જે કોઇને કોઇ રીતે કૃષ્ણ એટલે કે અહીના માધવપ્રભુ સાથે જોડાયેલા છે. અહી શ્રી ભગવાન માધવરાયનુ સુંદર ધામ આવેલુ છે. માધવપ્રભુનું મંદિર હોવાથી આ ગામ માધવપુર તરીકે ઓળખાય છે. કહેવાય છે કે હજારો વર્ષો પહેલા આ મંદિર દરિયામાંથી નીકળી આવેલુ જેમા ભગવાન માધવરાય અને શ્રી ત્રીકમરાયની મૂર્તિ બિરાજમાન હતી. આજે આ મૂર્તિઓને બદલી દેવામા આવી છે અને તેનું સ્થાન બાજુની હવેલીમા કરવામા આવ્યુ છે. " મધુવન" માધવપુરમાં નંદનવન સમાન આ મધુવન આવેલુ છે. અહીની લોકમાન્યતા પ્રમાણે ભગવાન શ્રી માધવરાય અને રુક્ષ્મણીના વિવાહ અહી થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીનુ હરણ કરીને અહી લાવ્યા હતા અને પછી અહીં તેમના વિવાહ થયા હતા. અહીં દરવર્ષે રામનવમીએ મેળો ભરાય છે. જેમા માધવ રુક્ષ્મણીના વિવાહ ધામધૂમથી ઉજવવામા આવે છે. મેળો યોજાતા વિસ્તારને રાહીતળ તરીકે ઓળખવામા આવે છે. આ મેળાનો આનંદ લેવા લોકો ઠેકઠેકાણે થી આવે છે. સૌ પ્રથમ અહીં હોળીના પડવે ભગવાન માધવપ્રભુની કંકોત્રી લખવામાં આવે છે અને સૌને સામૂહિક આમંત્રણ આપવામાં આવે છે. ચૈત્ર મહીનાની નોમના દિવસથી મેળો ચાલુ થાય છે અને તેરસના દિવસે પુરો થાય છે; નોમના દિવસે સાંજે ઠાકોરજીનું ફુલેકું કાઢવામાં આવે છે. 'તીર્થરાજ કદંબકુંડ' આ કુંડ મધુવનમાં વચ્ચેના ભાગમાં આવેલો છે. કહેવાયછે કે માધવરાયજીએ આ કુંડનું સ્થાપન કર્યુ હતું. મધુવનની વચ્ચે સર્વોત્તમ તીર્થની સરખામણીએ ત્રણેય લોકમાં આવું બીજું એક પણ તીર્થ નથી. કહેવાય છે કે રુક્ષ્મણીની કૃપા સિવાય આ કુંડમા સ્નાન કરવા ખુદ દેવો પણ સક્ષમ ન હતા. આ કુંડમાં વિધિ પ્રમાણે સ્નાન કરવાથી સાત ગોત્ર અને એકસોએક કૂળનો ઉધ્ધાર થાય છે. અહીં બીજા ઘણા પવિત્ર તીર્થો છે ચોરીમાયરા, રુક્ષ્મણી મઠ, પંચેશ્ર્વર મહાદેવના અખંડ ધૂણો, મધુઆશ્રમ, ગોપકુંડ તેમજ રમણીય દરિયા કિનારો. સૌના આકર્ષકનુ કેન્દ્ર છે આ વિશાળ દરિયા કિનારો. મીઠું સંગીત છે આના ઘુઘવતા અવાજ માં છે. સમગ્ર ઘેડની સુંદરતા છે આ દરિયો. આ દરિયાની મજા માણવા ઠેકઠેકાણે થી આવે છે લોકો માધવરાય ના માધવપુર મા ઠેરઠેર થી લોકો આવે છે અહી માધવરાય ના દર્શન કરવા તેમજ માધવરાય ના વિવાહ નો ઉત્સવ માણવા. પાંચ દિવસ સુધી ચાલતા આ મેળા મા હોળીના પડવે માધવ રુક્ષ્મણીના લગ્ન ની કંકોત્રી લખાય છે ત્યારબાદ રામનવમી થી તેરશ સુધી માધવ રુક્ષ્મણીનો લગ્નપ્રસંગ ધામધૂમથી ઉજવવામા આવે છે. જેમા હવેલી થી મધુવન સુધી રાસ ની રમઝટ જામે છે અને બધા ભકતો ગુલાલ થી રંગાઈ ને માધવ ના રંગ મા રંગાઈ છે. માધવરાય ની જાન મા ધેડ પ્રદેશ ના પાતા ગામના લોકો પહેલા વધામણું કરે છે. ત્યાર બાદ રુક્ષ્મણી નુ મામેરુ પુરવામા આવે છે. આમ પાંચ દિવસ સુધી આ પ્રસંગ ઊજવવામા આવે છે. "ફાટેલી ધરતી મા ધબકાર છે અહી " " ઘુઘવતા દરિયા મા મીઠું સંગીત છે અહી " આવો કયારેક આવો મારી ઘેડની ધરા મા આવો.આવો કયારેક આવો મારા માધવરાય ના માધવપુર મા આવો. Download Our App