Return of shaitaan - 6 in Gujarati Fiction Stories by Jenice Turner books and stories PDF | Return of shaitaan - Part 6

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

Return of shaitaan - Part 6

હેલો દોસ્તો આપ કેમ છો? આગળ ના ભાગ માં આપડે વાંચ્યું કે કેવી રીતે રાજ લોરા ને મળે છે અને લોરા તેના અને તેના પિતા ના સિક્રેટ પ્રોજેક્ટ વિષે કહે છે. અને ટેક્નિશિયન પરેશાન છે કેમેરા નંબર ૮૬ ના ખોવાઈ જવાથી.હવે આગળ ...

એ ટેક્નિશિયન ને ફરી વાત ચાલુ કરી અને સામે વાળા ટેક્નિશિયન ને પૂછ્યું કે,"હેલો હું વાત કરું છુ તમને સામે કોઈ કોફી કલર નું કબાટ કે પછી દાદર નીચે જતો હોય એવું ક્યાંય દેખાય છે?

સામેથી જવાબ આવ્યો,"ના એવું તો કઈ નથી દેખાતું"

"આભાર તમારો." આટલું કહી ને આ ટેક્નિશિયને ફોન કટ કરી નાખ્યો.

એક નાની સાઈઝ ની કેમેરો અને એ પણ વાયરલેસ. એને એ પણ ખબર હતી કે એ આ ૩૨ બિલ્ડીંગ માં ગમે ત્યાં હોય શકે. જે હાલ્ફ માઈલ ની રેડિયસ માં ગમે ત્યાં હોઈ શકે.એક જ કલુ હતો કે તે કોઈ અંધારી જગ્યાએ છે.પણ કેવી રીતે ખબર પડે કે ક્યાં છે. આટલી બધી બિલ્ડીંગ માં ગમે ત્યાં હોઈ શકે અને કદાચ મહિનાઓ લાગી જાય તો પણ ખબર ના પડે કે કેમેરો ક્યાં છે.ઓકે આ તો એક પ્રોબ્લેમ હતો જ પણ બીજો પ્રોબ્લેમ તો આનાથી પણ મોટો હતો . અને એ હતો કે ખોવાયેલા કેમેરામાંથી જે ઇમેજ મળી રહી હતી તે કોઈ ડિવાઇસ ની હતી. ટેક્નિશિયને આ પહેલા આવું ડિવાઇસ ક્યારે પણ જોયું ના હતું. ડિવાઇસ ના બેઝ પર ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે જેવું કઈ દેખાતું હતું.

જો કે આ ટેક્નિશિયન ને ખતરનાક સંજોગો માં કેવી રીતે કામ કરવાનું તેની પૂરતી ટ્રેનિંગ આપવામાં આવી હતી પરંતુ અત્યારે તે થોડો પેનિક થઇ રહ્યો હતો.તેને પોતાના હૃદય ના ધબકારા સંભળાતા હતા. અને પોતાને શાંત કરતા કહ્યું," ગભરાઈશ નહિ.ડોન'ટ પેનિક."કોઈક તો જાણતુ જ હશે કે આ શુ છે. એમ પણ આટલી નાની વસ્તુ થી શુ ખતરો હોઈ શકે. તો પણ આ વસ્તુ અહીંયા હોવી અને કેમેરા નું ચોરાઈ જવું એ ખતરાની નિશાની તો હતી જ. આજ નો દિવસ પણ બધા દિવસ જેવો જ રહે તો સારો.તેણે ઊંડા શ્વાસ ભરતા કહ્યું.

સુરક્ષા એ આ ટેક્નિશિયન માટે હંમેશા અગ્રતા પર જ રહી છે. અને તે આજે પણ કોઈ જોખમ ઉઠાવા માટે તૈયાર ના હતો. તેણે ફરીથી સ્ક્રીન પર આવતી ઇમેજ માં તે ડિવાઇસ ને જોયું અને તેને લાગ્યું કે આ કોઈ ભયંકર તોફાન આવાનો સંદેશ છે આ વિચાર સાથે જ તેને રિસિવર ઉઠાવ્યું અને ઉપરી અધિકારી ને ફોન લગાવ્યો.

*******************************

ઘણા બધા બાળકો ને એ દિવસ યાદ નથી હોતો જયારે તે પોતાને પિતાને પહેલી વાર મળે છે. પરંતુ લોરા ને બધું જ યાદ છે. હંમેશા થી જ તે સિએના ના ઓરફેન એજ માં રહેતી હતી. કેથોલિક ઓરફેન એજ જે ફ્લોરેન્સ શહેર ની નજીક હતું.તે ક્યારે કેવી રીતે પોતાના માતા પિતા થી દૂર થઇ હતી તેને કશુ જ યાદ ના હતું. નન( કેથોલિક સિસ્ટર) તેને બે વખત ડિનર માટે બોલાવી ચુકી હતી. પણ તેને કઈ સાંભળ્યું જ ના હોય એ રીતે બહાર બેસી ને વરસાદ ને જોવા લાગી.તે હાથ સહેજ બહાર કાઢી હથેળી માં વરસાદ નું પાણી લેવા લાગી. નન એ તેને ફરીથી બોલાવી ને કહ્યું કે ," લોરા માય ચાઈલ્ડ પ્લીસ અંદર આવી જા અહીં તો ન્યુમોનિયા થઇ જશે તને." પણ તે તેની જગ્યા એ થી હલી નહિ.

થોડી વાર માં એક યંગ જુવાન પ્રિસ્ટ (પાદરી) ત્યાં આવ્યા. તે લોરા ની પાસે ગયા . લોરા ની લાગ્યું કે હમણાં મારો હાથ ખેંચી ની મને અંદર લઇ જશે પણ આનાથી ઉલટું તેઓ આવી ની લોરા ની સાથે વરસાદ માં રમવા લાગ્યા. તેમને લોરા ની કહ્યું કે,"તું બહુ સવાલ કરે છે એવું આ સિસ્ટર લોકો કહે છે."

"શું સવાલ કરવા ખરાબ છે?"

"ના રે જરા પણ નહિ," તેમણે હસતા હસતા જવાબ આપ્યો.

લોરા એ ફાધરને પૂછ્યું,"તમે અહીંયા શુ કરો છો ?

"એ જ વિચારું છુ જે તું વિચારે છે કે વરસાદ ક્યાંથી આવે છે." ફાધર એ કહ્યું.

"હું વિચારતી નથી પણ મને ખબર છે કે ક્યાંથી આવે છે." લોરા બોલી.

"અચ્છા ક્યાંથી આવે છે?"

"સિસ્ટર ફ્રાન્સિસ્કા કહે છે કે વરસાદ ના બિંદુઓ એ એન્જલ્સ એટલે કે દેવદૂતો છે જે સ્વર્ગ થી આવે છે અને આપણા પાપ ધોઈ ને જતા રહે છે." લોરા એ જવાબ આપ્યો.

"વૉઉં બહુ સરસ તું પણ આવું જ વિચારે છે?" ફાધર એ પૂછ્યું.

"ના જરાપણ નહિ. વરસાદ નીચે પડે છે કેમ કે બધું જ નીચે પડે છે.બધું જ." લોરા બોલી.

"ઓકે યંગ લેડી તારી વાત સાચી છે કેમ કે ગુત્વાકષઁણ તેનું કામ કરે છે." ફાધર એ જવાબ આપ્યો.

"ફાધર શુ કામ કરે છે?"

"તને ગુરત્વાકષઁણ નથી ખબર ? બહુ ખરાબ કહેવાય. એ ઘણા સવાલ ના જવાબ આપે છે." ફાધરે કહ્યું.

"પ્લીસ મને કહો એ શુ છે." લોરા ઉભા થતા બોલી.

"હા ચોક્કસ પણ પહેલા તું તારું ડિનર ફિનિશ કરી લે." ફાધર એ કહ્યું.

એ જે યંગ ફાધર હતા એમનું નામ હતું ડો. લિયોનાર્દો વેત્રા. જે એક એવોર્ડ વિનિંગ ફિજીક્સ ના વિદ્યાર્થી હતા.હજુ પણ તે યુનિવર્સિટી માં હતા. લિઓનાર્દો અને લોરા બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા. સીસ્ટરો ની કડક નીતિ નિયમ ની દુનિયા માં તેમની એક પોતીકી દુનિયા હતી. લોરા લિઓનાર્દો ને ખુબ હસાવતી અને લિઓનાર્દો લોરા ને ઘણું બધું શીખવાડતા. વિજ્ઞાન બને નો ફેવરેટ ટોપિક હતો. તેઓ બંને કલાકો સુધી ચર્ચા કરતા. લાઈટ , તારા,ગ્રહો અને પ્રાકૃતિક સૌંદર્ય બંને ઈશ્વર અને વિજ્ઞાન ની નજર થી શીખતાં. લોરા ની ભણવાની અને નવું નવું શીખવાની ધગસ બંને ને વધારે નજીક લઇ આવી. લિઓનાર્દો લોરા નું રક્ષણ એક દીકરી ની જેમ કરતા.

લોરા ખુબ જ ખુશ હતી. તેને ક્યારે પણ એ ખબર ના હતી કે જયારે એક બાપ નો હાથ દીકરી ના માથા પર હોય તો કેવું લાગે. જયારે બધા શિક્ષકો લોરા ના સવાલ ના જવાબ હાથ માં એક ફૂટપટ્ટી મારી ને આપતા ત્યારે લિઓનાર્દો કલાકો ના કલાકો સુધી લોરા ને બુક માં થી બધું સમજાવતા અને જ્યાં સુધી લોરા ને સંતોષ ના થાય ત્યાં સુધી તેને જવાબ આપતા. તેઓ લોરા ને પણ પૂછતાં કે તારું શુ માનવું છે આ વાત પર.લોરા ખુબ જ ખુશ હતી અને મન માં તે પ્રેય કરતી કે ફાધર લિઓનાર્દો અહિયાંથી ક્યારેય ના જાય પણ એક દિવસ આ ભયાનક સપનું સાચું પડી ગયું.

ફાધર લિઓનાર્દો તેની પાસે આવ્યા અને કહ્યું,"લોરા માય ચાઈલ્ડ હું સ્વિટ્ઝર્લૅન્ડ જાવ છુ મને જીનીવા ની યુનિવર્સીટી માં ફિજીક્સ માં આગળ ભણવાનો મોકો મળ્યો છે."

"ફિજીક્સ મને લાગ્યું કે તમે ઈશ્વર ને પ્રેમ કરો છો." લોરા સહેજ ભીના અવાજ માં બોલી.

"હું ઈશ્વર ને જ પ્રેમ કરું છુ લોરા એટલા માટે જ મને ઈશ્વર ના નિયમો શીખવા છે. ફિજીક્સ ના નિયમો ઈશ્વરે કેનવાસ પર દોરેલા ચિત્ર સમાન છે.તેમનું માસ્ટરપીસ છે." ફાધર પણ સહેજ ભીના અવાજ માં બોલ્યા.

લોરા ની સબર નો બંધ તૂટી ગયો અને તે રડવા લાગી. તેની આંખમાં થી આંસુ સુકાવાનું નામ લેતા ના હતા. તેને બીક લાગી રહી હતી કે તે ફરી એકલી થઇ જશે. તેને ફરીથી પિતા ખોવા પડશે. તે ત્યાંથી દોડી ને દૂર જવા લાગી. લિઓનાર્દો પણ તેની પાછળ ગયા.અને તેના માથા પર પ્રેમ થી હાથ ફેરવતા બોલ્યા," લોરા માય ચાઈલ્ડ એક ખુશી ના સમાચાર છે મેં સુપિરિયર સાથે વાત કરી છે. હું તારા અડોપ્શન ના પેપર મૂકીને જાવ છુ તને ગમશે હું તને અદોપ્ત કરું એ?"

ફાધર ની આંખો માં પણ આંસુ હતા.

"ફાધર અદોપ્ત એટલે શુ?"લોરા એ આંસુ લૂછતાં લૂછતાં પૂછ્યું.

ફાધર એ તેને અડોપ્શન નો મતલબ સમજાવ્યો.

લોરા ની ખુશી નો પાર ના રહ્યો.તે જોરથી ફાધર ને ભેટતા બોલી,"હા ફાધર હા ફાધર " ખુશી માં તે રડવા લાગી.

ફાધર એ તેને કહ્યું કે હમણાં તો તેને જીનીવા જવું પડશે અને ત્યાં જઇ ને તે ઘર સેટ કરશે અને ૬ મહિના માં તેને બોલાવી લેશે.

એ ૬ મહિના લોરા ની જિંદગીના સૌથી કપરા દિવસો હતા.અને ફાધરે તેમનું વચન પાડયું હતું. તે નવ વર્ષ ની થાય તેના ૫ દિવસ પહેલા જ ફાધર એ તેને જીનીવા બોલાવી લીધી હતી. તેને જીનીવા ઇન્ટરનેશનલ સ્કૂલ માં એડમિસન મળી ગયું હતું. દિવસે તે સ્કૂલ માં ભણતી અને રાત્રે તે અને ફાધર વિજ્ઞાન ની નવી નવી વાતો શીખતાં ફાધર તેને ટેલિસકોપ થી નવા નવા ગ્રહો અને તારાઓ બતાવતા. તે ખુબ જ ખુશ હતી.

ત્રણ વર્ષ પછી ફાધર લિઓનાર્દો ને CERN દ્વારા બોલવા માં આવ્યા અને બંને બાપ દીકરી ત્યાં આવી ગયા. આગળ જઈ ને લોરા એ પણ ફિજીક્સ માં ડિગ્રી મેળવી અને તેમની જોડે ત્યાં જ કામ કરવા લાગી.

****************

લોરા ની બોડી માં થી એક લખલખું પસાર થઇ ગયું. તેની આંખો માંથી આંસુ નીકળવા લાગ્યા. તેને વિચાર આવ્યો કે મારા પિતા હવે મને ક્યારે પણ જોવા નહિ મળે તે ખુબ જ દુઃખી થઇ ગઈ. અત્યારે તેને તેના પિતાજી પાસે જવું હતું પણ કોહલર અને આ અજનબી એનો પીછો છોડે તેમ ના હતા. તેના પિતા ની ગેરહાજરી તેને ખુંચી રહી હતી.છેલ્લા ૩ ૪ કલાક થી તેનું દિમાગ ચકડોળે ચઢ્યું હતું. તે વિચારી વિચારી ને થાકી ગઈ હતી કે તેના પિતા ની હત્યા કોઈ કેમ કરે?

સવારના દસ વાગ્યા હશે જયારે તે રિસર્ચ ના કામે ગઈ હતી અને કોહલર નો ફોન આવ્યો. તારા પિતાનું ખુન થયું છે જલ્દી આવી જા. ગરમ જગ્યા એ હોવા છતાં અત્યારે ઠંડી નું લખ લખું પસાર થઇ ગયું.અને ઉપરથી કોહલર નો ફીલિંગ કે ઈમોશન વગર નો અવાજ વધારે તકલીફ આપતો હતો.અત્યારે તે ઘરે આવી ગઈ હતી પણ કયા ઘરે? CERN એનું ઘર હતું પણ અચાનક તેને બધું અજાણ્યું લાગવા લાગ્યું. જે તેને આ ઘર માં લાવ્યા હતા તે અચાનક જ ગાયબ થઇ ગયા.

ડીપ બ્રિથિંગ એણે પોતાની જાત ને શાંત કરતા કહ્યું. નહિ તો સવાલો ની રમઝટ ચાલ્યા જ કરશે.મારા પિતા નો હત્યારો કોણ છે કેમ હત્યા થઇ? આ અમેરિકન માણસ(રાજ )અહીંયા શું કરે છે? કોહલર તેના પિતા ને જોવાનું કેમ ના પાડે છે? લેબ માં પહેલા કેમ આવ્યા? કોહલર એ કહ્યું હતું કે તેના પિતા ની હત્યા નો કોઈ પુરાવો છે તો એ કયા પુરાવા ની વાત કરે છે? કોઈ ને પણ ખબર ના હતી કે અમે કયા પ્રોજેક્ટ પાર કામ કરી રહ્યાં હતા એણે જો કોઈ ને ખબર પણ પડે તો મારા પિતા ની હત્યા શુ કરવા કરે? ઓહ સ્ટોપ ઈટ એ મન માં જ બોલી.

જેમ જેમ તે લોકો LHC ટનલ માં અંદર જતા હતા તેમ તેમ લોરા ની ધડકનો તેજ થતી જતી હતી. આજ તે દુનિયા ની સૌથી મોટી ઉપલબ્ધી અનાવૃત્ત કરવા જઇ રહી હતી.જે તેના પિતા એણે લોરા ના અથાગ પ્રયત્નો બાદ મળી હતી.લોરા એ કઈ જુદું જ વિચાર્યું હતું. CERN ના ટોપ વિજ્ઞાનીઓ હાજર હશે આ લેબ માં એણે બધાના ચેહરા પર ચમક હશે આ ઉપલબ્ધી જોઈ ને .એણે પછી તેના પિતા કહેશે કે આ લોરા નો આઈડિયા હતો જે આ પ્રોજેક્ટ ને રીયલ બનાવા માં હેલ્પ કરે છે. એણે પછી બધા કહેશે કે જેવા બાપ તેવી દીકરી.આ મોમેન્ટ ને તેઓ જોડે શેર કરવાના હતા.પણ આ શુ કેટલી એકલી હતી લોરા કોઈ ના હસતા ચેહરા નહિ કોઈ વિજ્ઞાનીકો નહિ બસ એક અમેરિકન સ્ટ્રેન્જર એણે મેક્સમિલિઅન કોહલર.

મેક્સમિલિઅન કોહલર . આ માણસ તેને શુરુઆત થી જ પસંદ ના હતો. હા એ વાત સાચી કે ધીરે ધીરે તે કોહલર ની અપાર બુદ્ધિ ક્ષમતા ની રિસ્પેક્ટ કરતા શીખી ગઈ હતી.પણ તેનું જરૂરત થી વધારે રુખુ વલણ લોરા ને સહેજે પસંદ ના હતું. કોહલર વિજ્ઞાનિક દ્રષ્ટિ થી વિચારનાર માણસ એણે તેના પિતા લિઓનાર્દો ધર્મ અને વિજ્ઞાન બને માં માનનાર પરંતુ આજ સુધી લોરા ને યાદ નથી કે કોહલર અને તેના પિતા ની કોઈ નાની સરખી વાત માં પણ કોઈ આર્ગ્યુમેન્ટ કે લડાઈ થઇ હોય. હંમેશા બંને એ એકબીજાની રિસ્પેક્ટ કરી છે. જીનિયસ માણસો ....... હંમેશા બીજા જીનિયસ ની કદર કરે છે.

જીનિયસ ... મારા પિતા ...ઓહ dad where are you ? .......

લિઓનાર્દો ની લેબ એક લાંબો હૉલવેય પાર કરી ને પછી આવે છે.ત્યાં બને સાઈડ પર ફ્રેમ કરેલા કેનવાસ લગાવેલા હોય છે. જે આડી ઉભી લાઈનો જેવા હતા. રાજ એ જોઈ રહે છે તેની સમાજ માં કઈ નથી આવતું. રાજે તેનું આખું કરીઅર સંજ્ઞાઓ સંકેતો અને ચિત્ર ની ભાષા સમજવામાં કાઢ્યું છે પણ ડેફિનેટલી આ ચિત્રો કૈક અલગ હતા. આડી તેડી લાઈનો કૈક અલગ જ હતી.

"scatter plots કણૉ ની એકબીજા સાથે અથડાવાની ક્રિયા ની આ કમ્પ્યુટર દ્વારા રજૂઆત છે. આ z particle છે. મારા પિતા એ આની ખોજ કરી હતી. પાંચ વર્ષ પહેલા સંપૂર્ણ એનર્જી કોઈ ભાર નહિ.મેટર એ બીજું કઈ નથી બસ એક બંધ એનેર્જી છે." લોરા રાજ ની સામે જોતા બોલી.

" ઓકે થૅન્ક યુ " રાજ એ જવાબ માં કહ્યું. અને તે વિચારવા લાગ્યો કે અને દોસ્તો શું વિચારશે અગર જો તે લોકો ને કહેશે કે તે આ વિકેન્ડ LHC ટનલ માં હતો.

"લોરા મારે તને કહેવું જોઈએ કે આજે સવારે હું આ લેબ માં આવી ને ગયો તારા પિતા ને શોધવા માટે પણ હું સરપ્રાઈઝડ છુ કે તારા પિતા એ કી પેડ નો સિક્યુરિટી કોડ ચેન્જ કરી નાખ્યો. "એક ઈલેકટ્રીક ડિવાઇસ બતાવતા કોહલર બોલ્યા.

"ઓહ સોરી તમને ખબર જ છે કે પ્રાઇવસી ને લઇ ને તેઓ કેટલા ચોક્કસ હતા.અમારા બંને સિવાય કોઈ ની પાસે આ લેબ નો એક્સેસ ના હતો.

"હા વાંધો નહિ તું ડોર ને ઓપન કર."કોહલર બોલ્યા.

લોરા એક સેકન્ડ માં ઊંડો શ્વાસ લીધો અને અને એક મશીન ની આગળ આવી ને ઉભી રહી પછી ત્યાં હતા એ પગથિયાં પર ઉભી રહી અને પછી તે મશિન ની સાથે તેની આંખો મેચ કરી.ઘીરે રહી ને મશીન માં થી લાઈટ નીકળી અને તેની આંખો ની આજુ બાજુ ફરવા લાગી.

"રેટિના સ્કેન છે અવિશ્વશનીય સિક્યુરિટી છે જે બે જ જણ ની આંખો ના સ્કેન માટે ઑથોરાઈઝડ છે હું અને મારા પિતા."લોરા બોલી.

રાજ એકદમ ભયભીત થઇ ગયો. તેની આગળ લિઓનાર્દો ની લાશ નો ચેહરો આવવા લાગ્યો. લોહીથી ખદબદ ચેહરો અને અને એક આંખ બદામી કલર ની અને બીજી આંખનું સોકેટ ખાલી.તે આ બધું ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો.પણ આ તેણે શુ જોયું રેટિના સ્કેન ની નીચે ની સાઈડ માં સફેદ કલર ની ટાઇલ્સ માં સુકાઈ ગયેલા લોહી ના ધબ્બા.

લોરા ની નજરો માં હજુ એ આવ્યું ના હતું. જેવો દોર ઓપન થયો એવી જ તે અંદર ચાલી ગઈ.

કોહલર એ સખત ચેહરા સાથે રાજ ની સામે જોયું. જાણે એને કહી રહ્યો ના હોય કે ,"મેં કહ્યું હતું કે ખોવાયેલી આંખ ની પાછળ જરૂર કોઈ મોટું રાઝ છે."

ક્રમશ:

થેન્ક યુ દોસ્તો મારો નોવેલ વાંચવા અને રેટિંગ આપવા માટે. વાંચતા રહો રીટર્ન ઓફ શૈતાન.( દોસ્તો પેરિસ ના Notre કેથેડ્રલ જ્યાં આગ લાગી એ પણ મારી સ્ટોરી માં આગળ આવશે જયારે સ્ટોરી લખી ત્યારે ખબર ના હતી કે આટલી સદીઓ પુરાણું ચર્ચ નો આવો હાલ થશે)