Vikruti-Making of Vikruti - 1 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ - મેકિંગ ઑફ વિકૃતિ ભાગ-1

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

વિકૃતિ - મેકિંગ ઑફ વિકૃતિ ભાગ-1

મેકિંગ ઑફ 'વિકૃતિ'
ભાગ-1
લેખક – મેઘા ગોકાણી
(પહેલાં ભાગમાં મેઘા ગોકાણીનો અનુભવ લખેલ છે.)
સાંજ ઢળતી રહી અને ચંદ્રની ખુશી વધતી રહી ,
ધોળા દિવસમાં સૂરજના ડરે છુપાયેલ તારાઓ ડોકિયું કરતા દેખાયા,
અને રાતરાણી ખીલી કળીમાંથી ફૂલ બનતી દેખાઈ,
ચારેતરફ ઝાકળની બુંદોએ તેનું વર્ચસ્વ ફેલાવ્યું,
પીળા તડકાની જગ્યાએ સફેદ સ્ટ્રીટ લાઈટ રાહ દેખાડવા લાગી ,
વેહલી સવારના સૂરજને ધિક્કારતા લોકોની આંખો ચાંદનીને જોઈ એના પ્રેમમાં પડવા લાગી,
તો ક્યાંક અંજવાળામાં છુપાતા આંસુએ રાતના અંધારામાં વહેવાનો રસ્તો શોધી કાઢ્યો,અને એ યાદ સાથે ચંદ્રને પણ કોશતા મેઘા રાતને બાહુપશમાં લેતા સવારની ચાહમાં ઊંઘી ગઈ.
        આ શબ્દોના ખેલ મને સમજાતા નહતા અને હું એને સમજવા પણ નહતી માંગતી.હું સીધા અને સામાન્ય શબ્દોમાં મારી કાલ્પનિક વાર્તાઓ લોકો સુધી પહોંચાડવા માંગતી હતી પણ કલાકર કયારેય સંતોષાતો નથી એની કલા ની ભૂખ હંમેશા વધતી જ રહે છે. હું પહેલા જે લખતી હતી એ સવાર ની ચા હતી. હા સવાર ની ચા. 
      જેમ આખો દિવસ એક ચા પી ને કામ ન ચલાવી શકીએ એ મુજબ બસ લખાણ માં ખાલી અલગ સ્ટોરી આપીએ તે ન ચાલે. શબ્દોરચના, યુનિક હેવી વર્ડ્સ, વાર્તા ને લોકો સામે સમક્ષ કરવા ની પધ્ધતિ ,જોડણી જેવી અનેક વસ્તુ થી એક પરફેક્ટ થાળી બનાવી પડે અને વાંચકો સામે પેશ કરવી પડે. જેને વાંચી વાંચકો નું મન ભરાય અને વાંચકો ના મંતવ્યો થી એક લેખક ની ભુખ વધે. 

તો એમ સમજી લો ને કે મને ફક્ત સવાર ની ચા બનાવતા જ આવડતી હતી હવે મને નાસ્તો બનાવવા ની ઈચ્છા જાગી. પણ શીખું ક્યાં થી ? વાંચન નો શોખ નથી મને અને એ વાત મારા જીવન નો સૌથી મોટો ગેરલાભ છે. તો વગર વાંચને એટલે કે રેસિપી વિના હું નાસ્તો બનાવતા શીખું કેવી રીતે ?

એક દિવસ ફેસબુક માં મેર મેહુલ નામ ના વ્યક્તિ ની મને ફ્રેન્ડ રિકવેસ્ટ આવી. એમના પ્રોફાઈલ માં જોયું તો ખબર પડી એ પણ માતૃભારતી માં લખે છે. એ સમયે થોડી hi hello જેવી વાતો થઈ. અને ત્યાર બાદ એક દિવસ કોઈ એ માતૃભારતી ના લેખકો નું વ્હોટ્સએપ માં ગ્રુપ બનાવ્યું. અને ત્યાં અમારી વાત ફરી શરૂ થઈ. અને અચાનક મને એક દિવસ વિચાર આવ્યો કે મને રેસિપી વાંચવી નથી ગમતી પણ કોઈ સાથે મળી ને કામ કરું તો એમને જોઈ હું કંઈક નવીન નાસ્તો પકાવતા જરૂર થી શીખી જઈશ . એને એ જ વિચાર ને ધ્યાન માં રાખી એક દિવસ મેં મેહુલ ને મેસેજ કર્યો કે ચાલો સાથે મળી ને સ્ટોરી લખીએ.
અને એને હામી ભરી. આ રીતે ધીરે ધીરે અમે વાતો કરી અને વ્હોટ્સએપ માં જ મેસેજ દ્વારા સ્ટોરી નો પ્લોટ ડિસ્કસ કર્યો. મેં મેહુલ ની સ્ટોરીઝ વાંચી હતી મને એ અંદાજો આવી ગયો હતો કે લવસ્ટોરી લખવા માં એમની પકડ ઘણી મજબૂત છે. અને લવસ્ટોરી બનાવવા માં મારી ખાસિયત.

બસ આ રીતે અમે વિકૃતિ ની શરૂઆત કરી. નામ થી લઈ અને પોસ્ટર નું કામ મેં સાંભળ્યું અને સ્ટોરી ની એડિટિંગ નું બધું કામ મેહુલે સાંભળ્યું. 
આ રીતે બસ શરૂઆત થઈ. પહેલો ભાગ મેહુલે લખ્યો એટલે કે વિહાને તેની કહાની સંભળાવી અને બીજો ભાગ મેં એટલે કે આકૃતીએ. 
મારા આઈડિયા અનુસાર બંને લેખક એક એક ભાગ લખે અને એ ભાગ સ્ટોરી ના હીરો હિરોઇન જ કહેતા હોય એ મુજબ કંઈક અમે 7-8 ભાગ પૂરા કર્યા.
         અંતે એ દિવસ આવી ગયો જ્યારે પહેલો ભાગ માતૃભારતી પર કંઈક છ વાગ્યા ની આસપાસ બહાર પડવા નો હતો. એ દિવસે બપોરે મને નીંદર ન આવી.પણ થયું એવું કે એ જ દિવસે માતૃભારતી પર ટેક્નિકલ કામ ચાલતું હતું તો , પહેલા તો પેલો પાર્ટ મોડો રિલીઝ થયો અને કંઈક અડધો કલાક મોડો બહાર પડ્યા બાદ જ્યારે મેં સ્ટોરી નું પોસ્ટર જોયું તો માતૃભારતી વાળાઓ એ તે બદલી નાખ્યું હતું. પોસ્ટર પર ફક્ત મેહુલ નું જ નામ હતું. એ દિવસે હું જેટલા ઉત્સાહ થી વિકૃતિ ના પહેલા પાર્ટ ની રાહ જોઈ ને બેઠી હતી એટલીજ દુઃખી થઈ. અને ત્યાર બાદ મેહુલે થોડા મેઈલ અને ફોન કર્યા અને થોડા દિવસો બાદ મારુ નામ એડ થયું. દુઃખ તો થાય જ ને કારણકે મહેનત અમારા બંને ની હતી.

         આવી રીતે વિકૃતિ નું એન્જીન સ્ટાર્ટ થયું. પણ કંઈક 4-5મા ભાગ થી લોકો નો રિસ્પોન્સ ઠંડો પડી ગયો. એને એ દિવસે ફરી મારો કોન્ફિડન્સ પડી ભાંગ્યો. પણ મેહુલે હિંમત ન હારી. અમે આગળ ના ભાગ લખતા ગયા ,લખતા ગયા , મેહુલ અપલોડ કરતો ગયો. અને બસ વિકૃતિ પાટે ચઢી ગઈ અને દોડવા લાગી. 
         ત્યાર બાદ વિકૃતિ સાથે અમારી સફર પણ શરૂ થઈ. દ્વારકાથી શિહોર વચ્ચે નું અંતર અમે દરરોજ નક્કી કરતા ફક્ત વ્હોટ્સએપ દ્વારા.  
            અમે ચાર - પાંચ ભાગ આગળ ચાલતા જેથી કોઈક વખત કોઈ વિઘ્ન આવી જાય અને કોઈ કારણોસર અમે આગળ નો ભાગ ન લખી શકીએ તો કોઈ ટેન્શન ન રહે. શરૂઆત માં અમે એકબીજા ને એક અઠવાડિયા ની મુદ્દત આપતા એક ભાગ લખવા માટે. અને ચાર દિવસ બાદ રિમાન્ડર આપતા કે "ચાલો હવે તમારો ટર્ન છે પાર્ટ મોકલવા નો."  
         એ જ દરમિયાન વિહાન અને આકૃતી ની પેહલી મુલાકાત , વરસાદ , ઈશા , કોલ્ડડ્રીંક , મા એ આપેલ શર્ટ જેવી નાની નાની વાતો જોડાતી રહી અને લવસ્ટોરી બનતી રહી.આવી રીતે પહેલા ઇન્ટરવેલ સુધી સ્ટોરી ચાલી. હવે મેહુલે વિચાર્યું કે લવસ્ટોરી તો થઈ હવે કંઈક થ્રિલ આવું જોઈએ. જેથી લોકો બોર ન થઈ જાય અને શરૂઆત માં ભગવાન નો માણસ બનેલ મહેતા  વિલન બની ગયો.અરે એ વચ્ચે પણ એક વાત બની. આપણા માસ્ટર શેફ મેહુલે કિચન ની બાજી સાંભળી લીધી અને રેસિપી નું કામકાજ મને સોંપી દીધું. એટલે કે શબ્દો મેહુલે જોડ્યા અને કહાની મેં. વિકૃતિ નું લખાણ મેહુલ કરે અને વાર્તાનું ઘડતર મારા ભાગે.
       મહેતા ના વિલન બન્યા બાદ વિકૃતિ ના વાંચકો પણ વધ્યા અને અમારા પર જિમેંદારીઓ પણ વધી. દરેક નવા ટ્વિસ્ટ લાવવા પર અમારી કેટલીય ચર્ચાઓ થતી. અને ઘણી વખત એવું બન્યું હોય કે અમારા બંને ના મત એક જ ટ્વિસ્ટ માટે અને સ્ટોરી આગળ વધારવા માટે અલગ રહેતા. અને પછી આવે કપરી પરીક્ષા . એટલે કે બંનેએ વિચારેલ ટ્વિસ્ટ ને સામેવાળા ના માઈન્ડ માં કેવી રીતે ફિટ બેસાડવો? અને વધુ પડતી એ દલીલ માં વિજેતા હું જ બનતી. 
          એ નાસ્તા ના ઇંગરીડિયન્ટસ અને મસાલા હું નક્કી કરતી પણ કેટલા પ્રમાણ માં વાપરવા અને ક્યારે વાપરવા એ મેહુલ નક્કી કરતો. અને એ જ સમય દરમિયાન માસ્ટરશેફ એ કહ્યું કે હવે વિકૃતિ અઠવાડિયા માં ત્રણ વખત આવશે. પહેલા મને ચિંતા એ હતી શું એ પાર્ટ્સ લખવા માં પહોંચી વળશે ? અઠવાડિયા ના પાંચ પાર્ટ તેને લખવા ના હતા. હા હું મદદ કરાવતી લખવા માં પણ વધુ બોજો તો મેહુલ પર જ હતો. પણ એને કરી બતાવ્યું. છેલ્લા પાર્ટ સુધી મેં એને અનેક મેસેજ કરી અને કહ્યું હતું કે આપણે લખવા માં પાછળ રહી ગયા અને એ એક જ જવાબ આપતો , બેન ચિંતા ન કરો એક પણ ગેપ નહીં પડે.પહોંચી વળશું.

            એ સમય દરમિયાન મારે હરિદ્વાર ફરવા જવા નું થયું. એક અઠવાડિયા સુધી હું ત્યાં ફરી અને હજુ દ્વારકા પહોંચી નહતી ત્યાં મેહુલ ભાઈ નો મેસેજ આવ્યો કે હવે આપણે આકૃતી ને હરિદ્વાર ફરવા મોકલવા ની છે.અને એ પર થી જ વિક્રમ નું કેરેક્ટર નક્કી થયું અને આકૃતી ની બીમારી પણ. પહેલા મને વિક્રમ ની જરૂર નહતી લાગતી પણ મેહુલે કહ્યું એને વિહાન ને જેલેસી ફિલ કરાવી છે તો પછી શું વિક્રમ ની એન્ટ્રી અને વિહાન ની જેલેસી વાળો પાર્ટ મેં મારા હાથે તૈયાર કર્યો. એટલે કે મેં પણ નાસ્તો બનાવવા માં મસાલા નો ઉપયોગ કરતા શીખ્યો.  
       હવે સમય હતો કંઈક અલગ ટ્વિસ્ટ નો.પણ શું? બૉલીવુડ ફિલ્મ ની જેમ સાઈડ હીરો હિરોઇન  ના મૃત્યુ વિના ફિલ્મ અધૂરી લાગે એમ ઈશા ની મૃત્યુ મેં હરિદ્વાર થી દ્વારકા પાછી ફરતા સમયે ટ્રેન માં નક્કી કરી .
       અરે એક વાત તો રહી જ ગઈ . મેહુલ ને સ્ટોરી ના બધા કેરેકટર પર ક્રશ. પણ એમાં થી આકૃતી નું તો વિહાન સાથે ગોઠવાયેલ. હવે એમને ઈશા પસંદ હતી પણ એની મૃત્યુ ના સમાચાર સાંભળી વિહાન ને તો લાગતા લાગે પણ પહેલો આઘાત મેહુલ ને લાગ્યો હતો.બર્થડે પાર્ટી અને ત્યાર બાદ હરિદ્વાર સુધી આકૃતી ની સફર. મારી , આકૃતી અને વિક્રમ ની હરિદ્વાર ની સફર તો ગંગા આરતી સુધી જ સીમિત રહી ગઈ .અને એ સફર દરમિયાન અમદાવાદ માં થયેલ ઘટના ક્રમ મુજબ  વાંચકો ના મન માં એક મોટો સવાલ આવી ગયો હતો કે   મહેતા ની દીકરી  કોણ ? 
        પહેલા અમે નક્કી કર્યા મુજબ ઈશા ને અમે મહેતા ની દીકરી બનાવી હતી.  પણ મેહુલે અચાનક વિચાર્યું કે હવે મહેતા ની દીકરી ખુશી ને રાખીએ. અને માનવું પડશે એ વાત પર એને મને કન્વીનશ કરી લીધી.  અને મારે ઈશા ના પિતા ને બદલવા પડ્યા. 
       અહીંયા વાત એમ બની કે વિહાન નું કેરેકટર પૂરેપૂરી રીતે મેહુલ ઓગાળી ની પી ગયો. પણ મારી એ ઈચ્છા હતી કે આકૃતી અને વિહાન હજુ એક વખત મળે. એ વાત પર ઘણા દિવસ અમારી દલીલો ચાલી અને અંતે મેહુલે વિહાન અને આકૃતી ને ન મળવા દીધા.

         હવે સમય મારો આવ્યો બોસ. ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ લાવે છે પેલો માણસ. અબ મેરી બારી.ખુશી ને શરૂઆત થી જ આટલી શાંત અને પ્રેમાળ બતાવી હતી એ હવે  મારા થી હજમ ન નહતું થતું. અને  એના કેરેકટર સાથે કંઈક નવું કરવા ની ઈચ્છા થઈ. અને અંતે મેં ખુશી ને સાઇકો બનાવવા નું નક્કી કર્યું. પણ મારી એ વાત મેહુલ ને પચી નહીં . શાયદ ખુશી પર એને ક્રશ હશે. કારણકે એ એક જ બચી હતી હવે તો.
          ખુશી ને સાઇકો ન બતાવવા બનતા પ્રસાય મેહુલે કરી જોયા. કેટલા નવા નવા પેત્રા આજમાવ્યા.પણ હું ટસ ની મસ ન થઈ અને અંતે મેહુલ માની ગયો. મન મારી મેહુલે ખુશીને વિલન બનાવી. અનિલ વિહાન ની મોત નું કારણ બને હું એમ ઇચ્છતી હતી. એટલે મેહુલે અંત ના ભાગ માં મારી મચકોડી થોડો રોલ અનિલ ને આપ્યો જરૂર થી. પણ છેલ્લા ભાગ માં ખુશી ને સારી દેખાડવા ના પૂરા પ્રયત્નો કર્યા છે . વિહાન ના પ્રેમ માં પાગલ ખુશી જાણીજોઈ આકૃતી ના મૃત્યુ ની વાત છુપાવતી હોય અને આકૃતી ના મૃત્યુ ને પ્રકૃતિ નો ઈશારો સમજતી હોય કે હવે વિહાન ફક્ત ખુશી નો જ છે. 
       પણ મેહુલભાઈ આપણા વાંચકો સમજદાર છે.જેમ ખુશી મહેતા ની દીકરી છે એ રાજ ખુલ્યા પહેલા જ જાણી ગયા હતા એમ જ  એ લોકો સમજી જ ગયા કે આ વાર્તા ની વિલન તમારી ખુશી નીકળી.
કેમ સમજી ગયા ને તમે લોકો ?
વાંચકો નો ભરપૂર પ્રેમ મળ્યો છે વિકૃતિ ને. તમને એક સરસ વાનગી ચાખવા મળી અને મને બનાવવા નો મોકો મળ્યો. 
હવે ચા અને નાસ્તો તો બનાવતા શીખી ગઈ. હવે સમય છે લંચ બનાવવા નો.
જોઈએ હવે ક્યા શેફ સાથે જોડાઈએ કે પછી ફરી મેહુલભાઈ સાથે જ લંચ બનાવવા ની કોશિશ કરીએ.
        છેલ્લે મેહુલ માટે આટલું કહીશ કે નવા શહેર માં શિફ્ટ થયા બાદ , નવી જોબ ના પ્રેશર નીચે અને અમદાવાદ ની બિઝી લાઈફ માંથી અઠવાડિયા ના પાંચ પાર્ટ વિકૃતિ ના લખવા સહેલી બાબત નથી. એ જ વાત મારે તારી પાસે થી શીખવી છે. જ્યાં હું પહેલા પાંચ દિવસ માં એક પાર્ટ લખતી ત્યાં સાત દિવસ માં પાંચ પાર્ટ લખવા વાળા માણસ સાથે કામ કરી મને મજા આવી.થેન્ક યુ મેહુલ.
        આગળનો ભાગ મેહુલ તરફથી…