My Mansi -1 in Gujarati Fiction Stories by Dhaval Limbani books and stories PDF | મારી માનસી -૧

Featured Books
Categories
Share

મારી માનસી -૧

        ધડામ કરતો બોલ માનસી ને માથા પર લાગે છે.
      
       ઓય મમ્મી !!!!
  
          ( બોલ જુએ છે અને વિચારે છે કે રવિ સિવાય કોઈ નહીં હોય. આજે રવિવાર છે એટલે આ નમુનાને રજા એમ બોલતી બોલતી બહાર આવે છે )
    
        એલ્યા રવીડા................    ઉભો રહે તુ.
      
          તને મે કેટલી વાર કીધુ છે કે હુ જ્યારે કામ કરતી હોય ત્યારે તુ અહી ક્રિકેટ ના રમ.
તું છે ને મને બોવ જ હેરાન કરે છે હો.
તું હવે મારા હાથ નો મેથી પાક ચાખીશ.
મને લાગે છે કે તુ મને બસ ધરતી ઉપર હેરાન કરવા જ આવ્યો છો.
તારા બોલ ને  હું જ દેખાવ છું તો એ બસ મને જ લાગે છે ?
તારે તો બીજુ કાંઈ કામ જ નથી, બસ મને હેરાન કરવાની અને પોતાને મઝા માણવાની..

                   અરે મારી માનુડી તું તો મારા દિલ નો ટુકડો છો તને થોડી હુ હેરાન કરું . આતો મારા બોલ ને તારી પાસે આવવુ હોય એમા હુ શુ કરું કહે મને..
બાકી તને હેરાન કરવાનું તો મને સપના માં પણ વિચાર ના આવે એમ કહી થોડુ  થોડુ મલકાય છે. એ જોઈ માનસી રવિ પાછળ દોડે છે અને રવિ ને પકડી ને મારે છે.

રવિ : અરે બસ બસ... એ બસ કર મારી માં બસ કર કેટલુ મારીશ મને. યાર તુ એક જ છે જેની સાથે હુ મસ્તી કરુ  અને આમ પણ તારા સિવાય બીજુ છે પણ કોણ અહીં જેની સાથે હુ મસ્તી કરી શકુ. ( માનસી મારવાનું ચાલુ રાખે છે )

માનસી : આજ તો હું તારો હળવો બનાવીશ અને આખા ગામ ને ખવડાવીશ જો તું..

રવિ : અરે sorry માફ કરી દે હવે નહીં મસ્તી કરું બસ.
રવિ કાન પકડે છે અને માનસી મારવાનું બંધ કરે છે..

           એ આપણે સ્ટોરી તો ચાલુ કરી પણ એ તો જોયું જ નહીં કે આ બંને નમૂના છે કોણ જે સ્ટોરી ના સ્ટારટીંગ માંથી જ ધબધબાટી બોલાવે છે. તો ચાલો જોઈએ...

( રવિ અને માનસી બાળપણ ના ગાઢ મિત્રો.

બાળપણ થી સાથે રહેલા.
આખી સોસાયટીમા આ બંને નું રાજ અને માન પણ. ખાસ તો બધા ના માનીતા અને બધા ના પ્રિય.
બંને જણા સાથે મોટા થયા,
ભણવામાં સાથે રહ્યા ,
જ્યાં હોય ત્યાં સાથે જ જાય,
દરરોજ સાથે જ જમે,
કોલેજ પણ સાથે કરી,
પિક્ચર જોવા માં સાથે ,
શોપિંગ માં સાથે,

        આવું તો  ઘણુ બધુ.

               પરંતુ દુઃખ ની વાત એ હતી કે રવિ જ્યારે નાનો હતો ત્યારે જ એમના મમ્મી પાપા ગુજરી ગયેલા. પણ પછી રવિ ને એમના કાકા એ મોટો કર્યો અને ભણાવી ગણાવી સારી નોકરીએ લગાડેલો.

          રવિ ને ઘણુ ખરાબ પણ લાગતુ અને દુઃખી પણ રહેતો હતો કારણકે એના મમ્મી પાપા ના હતા બધુ કામ એ કરે.પણ સારી વાત એ હતી કે આશામાસી રવિ ને પૂરો સાથ અને સહકાર આપતા. ( આશામાસી - માનસી ના મમ્મી ) એમ જોઈએ તો રવિ ને અડધો મોટો તો એમને જ કરેલો કેમ કે રવિ most of the ટાઈમ તો આશામાસી ના ઘરે જ હોય. ક્યારેક માનસી આવે રવિ ના ઘરે અને રવિ ની મદદ કરે. બાકી તો આખો દિવસ એ માનસી ના ઘરે માનસી ના ફેમેલી જોડે રહે , અને આશામાસી ને  કામ માં મદદ કરે , બધા સાથે મસ્તી કરે, અને બધા ને ખુશ રાખે)

આશામાસી - એલ્યા રવિ. સાંભળે છે ?
                   જલ્દી નીચે આવ.
                    તને એક વાત કહેવાની છે.

રવિ : હા બોલો.... શુ સવાર સવાર માં બુમો પાડો છો માસી.     અમારા જેવા નાજુક છોકરાઓ ડરી જાય. હા હા હા..
શુ વાત છે ?
કેમ એટલા બધા ખુશ દેખાવ છો ?
શુ થયું ? મને પણ કહો ને!

આશામાસી : એ ડરી જવા વાળી ..
                  એલ્યા રવી ....માનસી માટે એક મસ્ત માંગુ આવ્યું છે અને છોકરો પણ સરસ છે. કાલે એ લોકો માનસી ને જોવા આવવાના છે અને તારે જ બધુ કામ પાર પડવાનું છે..

(  રવિ થોડી વાર થંભી જાય છે. જાણે એનું હૃદય બંધ થઈ ગયેલું હોય એવું લાગે છે
આસપાસ નુ વાતાવરણ એમને શાંત લાગવા માંડે છે.
આજુ બાજુ નો અવાઝ એને સંભળાવ વાનો બંધ થઈ જાય છે ,
રવિ ને એવું લાગે છે જાણે બધું જ સ્ટોપ થઈ ગયું હોય.

કાઈ પણ બોલ્યા વગર એ ચૂપચાપ સાંભળી રહ્યો છે અને આશામાસી જે રવિ ને કહી રહ્યા છે એમાં  બસ પોતાનુ ડોકું હલાવી હા મા હા મેળવી રહ્યો છે )

પણ જે રવિ ના દિલ મા હતુ એના થી રવિ ને ખૂબ જ દુઃખ થાય છે.

તો શું હતું રવિ ના દિલ માં અને આગળ શું શું નવા નવા twist આવે છે એ માટે વાંચતા રહો મારી માનસી...

નોંધ :- સોરી મિત્રો. ઘણા લોકો લવ ની ભવાઈ -7 માટે ઘણો wait કરી રહ્યા છે મને મેસેજ કરી રહ્યા છે , કોલ કરી રહ્યા છે  પણ મારા વ્હાલા વાચકમિત્રો  આ નવલકથા પણ લખાઈ ગયેલ હોવાથી અને બોવ ખાસો ટાઈમ લખાઈ ગયેલી ના રહે એટલા માટે આ નવલકથા ને publish કરું છું અને હા  લવ ની ભવાઈ -૭ ખૂબ જલ્દી થી આવશે ...

Thank You .....

? Mr. NoBody..