Vaasna ni niyati - 14 in Gujarati Love Stories by Nimish Thakar books and stories PDF | વાસનાની નિયતી - પ્રકરણ-14

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વાસનાની નિયતી - પ્રકરણ-14

જયદેુવ અને તોરલ નાસીને લગ્ન કરવામાં સફળ રહ્યા. બંનેએ ભાવનગરમાં દામ્પત્યજીવન શરૂ કર્યું. પરંતુ તોરલના મનમાં પોતે માતૃત્વ ધારણ કરી શકતી ન હોવાની ભિતી મનમાં ઘર કરી જાય છે. બંને લગ્નનાં છ મહિને હનીમુનમાં જાય છે. હવે આગળ….

*******

“તારું મોઢું કેમ કરમાયેલું છે જાન ?” કુલુ-મનાલીની હોટલના રૂમમાં રાત્રે સૂતાં સૂતાં જયદેવે તોરલ સામે જોતાં પૂછ્યું.

“ના. બસ કાંઇ નહીં.” કહી તોરલે વાત વાળી લેતાં કહ્યું. તેણે જયદેવના ગળામાં પોતાના બંને હાથ પરોવી દીધા. અને તેના આશ્લેષમાં નજીક સરકી. સાચી વાતનો ખુલાસો કરી તે જયદેવનો મૂડ બગાડવા નહોતી માંગતી.

“એમ કાંઇક પ્રેમ કરો તો મજા અાવે. મારાં તોરલરાણી” કહેતાં જયદેવે પણ તેની ફરતે પોતાના મજબૂત હાથો વીંટાળી દીધા. બંને પડખાભર સૂતાં સૂતાં એકબીજાને ચીપકી રહ્યાં. બંનેનાં લવ સેશનની હજુ તો આ શરૂઆતજ હતી.

“પ્રેમ તો આપણે ચોવીસે કલાક કરતાંજ આવ્યા છીએને.” તોરલે જયદેવની આંખોમાં આંખ પરોવી હોઠેથી કામુક સ્મિત વેર્યું.

“હા. એ તો આપણે લગ્ન પહેલાંથીજ પ્રેમ કરીએ છીએને ? પણ હવેની વાત જુદી છે. ત્યારે તું મારી પ્રેમિકા હતી. હવે પત્ની છો.” જયદેવે એક હાથ તોરલને વીંટાળેલો રાખી બીજા હાથે તોરલની ચીબુક પકડી પોતાના હોઠ વડે હળવેકથી ચુંબન કરતાં કહ્યું. તેના શરીરમાં ધીમે ધીમે પ્રેમનો આવેગ શરૂ થવા લાગ્યો હતો.

“બસ, હવે બોલવાની જરૂર નથી.” કહી તોરલે પોતાના કોમળ હોઠ જયદેવના હોઠા સાથે ચાંપી દીધા. જયદેવની મૂછના વાળ તોરલના ચહેરાને અડતાં સ્પર્શનો મીઠો અનુભવ કરાવી રહ્યા હતા. એ દીર્ઘ ચુંબનનો રસાસ્વાદ બંનેએ માણ્યો. હવે તોરલના તનબદનમાં પણ કામુકતાની આગ પ્રજ્જવલિત થવા લાગી હતી. આજ  તો તે ઇચ્છતી હતી. ચહેરા પર કામુકતાનું આવરણ તેના મનમાં રહેલી ચિંતાને ઢાંકી દેતા હતા.

“મારી રાણી...મારી જાન..માય લવ...” જયદેવના મોઢામાંથી લાંબા ઉચ્છવાસ સાથે કામુક ઉદ્ગાર નિકળી રહ્યા હતા. તે તોરલના ચહેરા પર ધસી આવતી વાળની લટને સરખી કરવા સાથે તોરલના સમગ્ર ચહેરા પર આંગળી ફેરવી રહ્યો હતો. સાથે એક હાથ તોરલની કોમળ પીઠ પર, કમરે, જાંઘ, સ્તન અને આખા શરીર પર હળવેથી ફરી રહ્યો હતો. લગ્ન પછી બંને વચ્ચે કામેચ્છાના આવેગમાં પતિ-પત્નીનાં સંબંધોની પવિત્રતા ભળી ગઇ હતી. એ બંનેનાં મનને અસીમ આનંદની અનુભૂતિ કરાવતો હતો. લગ્ન પહેલાં બંનેએ બાંધેલા શરીર સંબંધમાં એક નર અને એક માદા વચ્ચે સ્થપાતા શરીર સંબંધનો આવેગ હતો. જેમાં વાસના અને વિજાતીય આકર્ષણ વધુ હતું. જ્યારે હવે બંનેમાં એકબીજાને શરીર સુખ આપીને આનંદ પામવાનું તત્વ ઉમેરાયું હતું. બંને જાણે એકબીજામાં ખોવાઇ જવા સાથે હૃદયમાંથી એકબીજાને સુખ અને માત્ર સુખની અનુભૂતિ કરાવવાનાં સ્પંદનો મુક્ત કરી રહ્યાં હતા.

“મારા દરબાર..દરબાર...” કરતી તોરલ પણ જયદેવની કાનપટ્ટી પાસે ગરમાગરમ શ્વાસોચ્છવાસની લયબદ્ધતા સાથે ઉંહકારા કરતી હતી. તેણે પોતાના બંને હાથ જયદેવની ગરદન ફરતે વીંટાળી દીધા. અને હડપચી જયદેવનાં ખભા સાથે ઘસતી રહી. પરીણામે જયદેવની છાતી સાથે ચીપકી ગયેલા તેના સ્તનયુગ્મનું હળવું મર્દન જયદેવનાં શરીરમાં કરંટ સાથે કામનો પ્રચંડ આવેગ જન્માવી રહ્યું હતું.

“તમે મને કાયમ આજ રીતે પ્રેમ કરતા રહેશોને દરબાર ?” તોરલે ધીમા પણ લયબદ્ધ અવાજ અને શ્વાસની ગરમી જયદેવની કાનપટ્ટી પાસે છોડતાં કહ્યું.

“કેમ જાન ? તને મારા પર વિશ્વાસ નથી ?”

“તમારા વિશ્વાસે જ તો હું ચાલી નિકળી છું.”

“તો પછી ?” જયદેવે પોતાનો ચહેરો ઉંચો કરી તોરલની હડપચી પકડી પોતાનાં સખત હોઠ હળવે રહીને તોરલનાં કોમળ હોઠ પર ઘસતાં પૂછ્યું.

“ક્યારેક વધારે સુખ પણ ત મને ખોઇ બેસવાનો ડર જન્માવી દે છે.” તોરલે સિફતપૂર્વક ફરી પોતાનાં મનની મુંઝવણને હોઠ પર ન આવવા દીધી.

બંને એકબીજાને પ્રેમભર્યા શબ્દોની આપલે સાથે ફોરપ્લેનો આસ્વાદ માણી રહ્યાં હતા. એકબીજા પ્રત્યેના પ્રેમને લીધે કામક્રીડા વખતે તેમનામાં એક પ્રકારનો સમર્પણભાવ લગ્ન પછી જાગૃત થવા લાગ્યો હતો. આથી મનનાં ભાવો શારિરીક ક્રિયાઓને આપોઆપ જન્મ આપતા હતા. જયદેવ પણ તોરલને હળવેકથી સહેલાવતો તેનાં અંગો પરથી એક પછી એક વસ્ત્ર દુર કરતો ગયો. બંને નગ્ન શરીરો અડધી કલાક સુધી એકીબીજાને થકાવતાં રહ્યાં. અને પરિતૃપ્તિનાં સંતોષ સાથે છૂટાં પડ્યાં. જયદેવ એજ અવસ્થામાં તોરલને વળગીને ઉંઘી ગયો. પણ તોરલની આંખોમાં ઉંઘ હોવા છત્તાં પોતે પ્રેગ્નન્ન થતી ન હોવાની ચિંતા ફેણ ચઢાવીને બેઠી થતી હતી. લગભગ 1 કલાક સુધી તોરલને માતૃત્વ પ્રાપ્ત ન થવાની ભયાવહ કલ્પનાઓ સતાવતી રહી. માંડ અડધી રાત્રે તેની આંખો મિંચાઇ.

સવારે જયદેવની આંખો ખુલી ત્યારે તોરલ તેને અઢેલીને સુતી હતી. આંખો મીંચીને સૂતેલી તોરલનો ચહેરો જયદેવના મનમાં અજીબ સ્પંદનો પેદા કરી રહ્યો હતો. તેનામાં સમાઇ જવાની વૃત્તિ ફરી બળવત્તર કરવા લાગી. પોતાની ખુલ્લી છાતી સાથે ઘસાતાં તોરલનાં સ્તનનો કરંટ તેનામાં ફરી રાત્રિ જેવોજ આવેગ જન્માવવા લાગ્યો. તેણે ફરી તોરલનાં હોઠ પર પોતાનાં હોઠ હળવેથી લગાડી દીધા. શ્વાસની ગરમીનો અનુભવ થતાંજ તોરલની આંખો પણ ખુલી ગઇ. પતિને પોતાનાં પર ઝૂકેલો જોઇ તેનામાં પણ ફરી સાથ માણવાની ઇચ્છા થવા લાગી. બંને ફરી એકબીજામાં ખોવાઇ ગયાં. સવારના પહોરમાં મનની તાજગી સાથે કામનો આવેગ ભળી જતાં તેઓ જાણે એકબીજાને હંફાવવાની હોડમાં લાગી ગયાં. પૂરી પંદર મિનીટ સુધી બે યુવાન શરીરો એકબીજાને મસળવાની હોડમાં લાગ્યા હતા. અંતે પરિતૃપ્તિનો આનંદ તેઓનાં મોઢા પર છવાઇ રહ્યો. પરાકાષ્ઠાનો આનંદ અનુભવતાં જયદેવ અને તોરલ એકબીજાની આંખોમાં આંખ પરોવીને તાકી રહ્યાં.

(ક્રમશ :)


વોટ્સએપ : 9825612221 અથવા ઇન્સ્ટાગ્રામ : thakernimish પર આપનાં પ્રતિભાવો જરૂર આપો.