Result- Exam Ya Life - Part 1 in Gujarati Motivational Stories by Jay Dharaiya books and stories PDF | પરિણામ-પરીક્ષાનું કે જીંદગીનું - ભાગ 1

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

પરિણામ-પરીક્ષાનું કે જીંદગીનું - ભાગ 1

નમસ્કાર વાંચકમિત્રો!! હું છું જય ધારૈયા!! મારી આ સ્ટોરીનો પહેલો ભાગ તમને પસંદ આવશે તેવી આશા રાખું છું..આ ભાગ વાંચ્યા પછી કોઈ પણ ભૂલ જણાય કે પછી વાંચવાની મજા આવે તો મને જરૂર થી અભિપ્રાય આપજો.. તમારો અભિપ્રાય મારી માટે અમૂલ્ય રહેશે....


રાજેશ ધ્રૂજતો ધ્રૂજતો ઓફિસનો દરવાજો ખોલીને કહે છે,"મેં આઈ કમ ઇન સર"
"યસ કમ ઇન" સરે પરવાનગી આપી.
"સર આ અમારો બાબો છે રાજેશ અને અમે રાજુલા ગામમાંથી 2 મહિના પહેલા જ અહીંયા આ સુરત શહેરમાં આવ્યા છીએ" રાજેશ ના પપ્પા બોલ્યા.
"હું તમારી શું મદદ કરી શકું" સરે પૂછ્યું.
"સાયબ અમે તમારી સ્કુલની ઘણી સારી વાતો હાંભળી સે,અને મારા રાજેશ ને તમારી સ્કુલ માં દાખલ કરવો સે" રાજેશ ની અભણ મા એ કહ્યું.
"ચોક્કસ અમે તેને એડમિશન આપશું પણ તેણે ક્યાં ધોરણમાં દાખલ કરવાનો છે"સરે પૂછ્યું.
"સર હું 9 માં ધોરણ માં હતો,અને મારે 10 માં ધોરણ માં એડમિશન જોઈએ છે" રાજેશ ડરતા ડરતા બોલ્યો.
સર રાજેશ ના ડરને સારી રીતે સમજતા હતા એટલે સરે હસી ને કહ્યું કે,"બેટા ડરવાની જરૂર નથી,તને હું ઇન્ટરવ્યૂ માં સહેલા સવાલ જ પૂછીશ"
         સર ઇન્ટરવ્યૂ લેવાનું ચાલુ કરે છે.
"બોલ બેટા 1 2 કેટલા થાય?"સરે રાજેશને પૂછ્યું.
"સર આ તો એકદમ સિમ્પલ છે1 2=12 થાય"રાજેશે કહ્યું.
રાજેશ ને તરત જવાબ આપતો જોઈ રાજેશની મા બોલી,"સાયબ જોયું મારો ગગુડો કેટલો હોંશિયાર સે!"
"અરે માજી તમારા ગગુડાએ તદ્દન ખોટો જવાબ આપ્યો છે" સરે ગુસ્સામાં કહ્યું.
ઇન્ટરવ્યૂ આગળ વધ્યું અને સરે સવાલ પૂછ્યો "આપણું રાષ્ટ્રીય ગીત કયું છે બેટા" સરે પૂછ્યું.
"સર આપણું રાષ્ટ્રીય ગીત સંદેશે આતે હે,સંદેશે જાતે હે આ બોર્ડર ફિલ્મ નું ગીત આપણું રાષ્ટ્રીય ગીત છે" રાજેશે પૂરા જોશમાં જવાબ આપ્યો. 
       "આઈ એમ સોરી પણ અમે આટલા નબળા વિધાર્થીને અમારી સ્કૂલમાં ના રાખી શકીએ" સરે ગુસ્સામાં કહ્યું.
          આ સાંભળીને રાજેશના પિતા સરની સામે કરગરવા લાગ્યા અને ઘણી બધી વિનંતી કરી અને રાજેશ ની માંએ સર ને કહ્યું,"સાયબ મારા સોકરાને કાંઈ આવડતું નથી એ વાત તમારી સાચી પણ તમે આયા એને રાખશો તો આગળ થી એને બધું આવડી જાશે, સાયબ રાખી લો મારા ગગુડાં ને" આવું કહી રાજેશની માં સરના પગમાં પડી ગઈ.
"અરે માજી આ શું કરો છો!! પહેલા તમે ઉભા થાવ.. અને ઓકે કાલ થી તમારા છોકરાને મોકલી દેજો સ્કુલે". સરે કહ્યું.
આ સાંભળીને રાજેશ અને તેના મમ્મી પપ્પા ખુશીથી ઉછળી પડ્યા.
          રાતના 11 વાગ્યા હતા રાજેશ પોતાની રૂમ માં સુઈ ગયો હતો અને તેના મમ્મી રાજેશના પપ્પાને કહેતા હતા કે, "મારા સોકરાને હું મારી જેમ અભણ નહિ રહેવા દવ,એને હું ભણાવી ગણાવીને મોટો અફસર બનાવીશ,અને હાર ઘરની શોકરી હાથે પરણાવીશ" રાજેશ ના પપ્પાએ હકારમાં માથું હલાવ્યું અને કહ્યું,"હા આપણે ભલે ના ભણ્યા પણ રાજેશને તો મારે ભણાવવો જ છે પછી ભલે ને મારે ખુદ ને વહેંચવો પડે"
      સવાર ના 6.30 વાગ્યા હશે ને ત્યાં તો વાન વાળો આવી પણ ગયો રાજેશ પણ સ્કુલે જવા તૈયાર હતો."એય ભઇલા મારા ગગુડા નું ધ્યાન રાખજે હો,અને ગાડી હરખી હકાવજે ને બધા ને હેમ-ખેમ પોગાડી દેજે સ્કુલે"રાજેશની મમ્મી એ કહ્યું.
       રાજેશ સ્કુલનો પહેલો દિવસ ભરે છે ને થાક્યો પાક્યો ઘરે આવે છે અને સુઈ જાય છે.આવી રીતે 4 થી 5 મહિનામાં તો રાજેશ ની પ્રિલીમીનરી એક્ઝામ આવી જાય છે.રાજેશ ચિંતામાં મુકાય જાય છે કારણ કે પોતે કાંઈ વાંચ્યું નથી હોતું.ઉપરથી ઘરેથી પણ તેના પપ્પા પ્રેસર આપવાનું સ્ટાર્ટ કરે છે અને સ્કુલમાં પણ તેને પ્રેસર અપાય છે કે "તારે સારા ટકા લાવવાના છે"રાજેશ પરીક્ષાના 10 દિવસ પહેલા રાત દિવસ એક કરીને તનતોડ મહેનત કરે છે અને આખરે એ દિવસ આવી જ જાય છે જ્યારે રાજેશે પરીક્ષા આપવા જવાનું હોય છે.રાજેશ પોતાની સ્કુલ પર પોતાનું પહેલુ પેપર આપવા પહોંચે છે.
"અરે રાજેશ આજે ગુજરાતીનું પેપર છે બતાવજે હો અમને,મને તો કઈ નથી આવડતું" સુરેશે કહ્યું.
"અરે એમાં થોડું કહેવાનું હોય સુરેશ,હું ચોક્કસ તને બતાવીશ" રાજેશે સુરેશને કહ્યું."
[પરીક્ષા સ્ટાર્ટ થવાનો બેલ વાગે છે રાજેશ અને તેના મિત્રો વર્ગખંડમાં જાય છે અને બધા વિધાર્થીઓ પેપર લખવાનું સ્ટાર્ટ કરે છે]
"ઓય..છી...છી..છી...છી.. રાજેશ પેલો સમાનાર્થી શબ્દ બતાવને!"સુરેશે કહ્યું.
"હા લે જલ્દીથી જોઈ લે,હું થોડોક આમ બેસી જાવ છું" રાજેશે કહ્યું.
"હાઈશ!પહેલું પેપર તો પૂરું થયું" રાજેશ પેપર પૂરું કર્યા પછી મનોમન બોલ્યો.
"રાજેશ તારો દિલથી આભાર હો,મને સમાનાર્થી શબ્દ બતાવવા માટે" સુરેશ ખુશ થઈને બોલ્યો.
એક્ઝામ નો લાસ્ટ દિવસ આવે છે અને ત્યારે બધાનું ગણિત નું પેપર હોય છે.
"સાલું આજે તો મને કંઈ નથી આવડતું,આજે મારી મદદ કરજે સુરેશ" રાજેશ ઉદાસ થઈને સુરેશને ખર છે.
"અરે ભાઈ તું જરાક પણ ના મુંજાતો,તારો ભાઈ બેઠો છે ને પછી શું ટેન્સન લેવાનું" સુરેશે રાજેશને આશ્વાસન આપતા કહ્યું.
[ગણિત નું પેપર ચાલુ થાય છે અને રાજેશને કાંઈ આવડતું ના હોવાને કારણે તે ઉદાસ થઈને બેસે છે]
"ઓય... સુરેશ....છી...છી...છી... તને કવ અય..અલ્યા રચના દેખાડી દે જલ્દી" રાજેશ છાનોમાનો સુરેશને કહે છે.
"હા લે આ રચના અને પ્રમેય જલ્દીથી લખી લે"સુરેશ રાજેશ ને ધીમેથી કહે છે.
"મને તો લાગે છે કે સાલા મારા તો આ ગણિતમાં જ હાઈએસ્ટ માર્ક આવવાના છે" રાજેશ પેપર પૂરું કરીને તેના મિત્રોને મોજ થી કહે છે.
     હવે પરીક્ષા પુરી થઈ જાય છે હવે ખાલી રાહ હોય છે પરીક્ષાના પરિણામની!રાજેશ સહિત બધા વિધાર્થીઓ પરિણામની રાહ જોવા લાગે છે.1 મહિનો વીતી જાય છે અને પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે છે.

શું હશે રાજેશની પરીક્ષાનું પરિણામ?

રાજેશ પાસ થશે કે ફેઈલ થશે?અને ફેઈલ થશે તો એના મમ્મી-પપ્પા નું રિએક્શન શું હશે હવે શું થશે રાજેશની જીંદગીમાં આ બધું જોવા માટે વાંચતા રહો"પરિણામ-પરીક્ષાનું કે જીંદગીનું"
 
       મિત્રો તમને મારું કામ પસંદ આવ્યું હોય તો મારો ઉત્સાહ વધારવા માટે તમે મને તમારો કિંમતી અભિપ્રાય આપી શકો છો અને મને માતૃભારતી પર ફોલો કરી શકો છો..