Miss You - 2 in Gujarati Fiction Stories by Savan M Dankhara books and stories PDF | નહીં ભુલાય-પાર્ટ-2

Featured Books
Categories
Share

નહીં ભુલાય-પાર્ટ-2

મિત્રો આપ સૌના મારી બુક ડાઉનલોડ કરો છો તેમ તેમ  હું વધુ લખવા માટે પ્રોત્સાહિત થયો છું.અને આપ સૌનો હું આભારી છું. તમે કાઈ પણ તમારા સજેશન અથવા સલાહ સુચન મને આપી શકો છો .
       MOBILE NO. 9624515540(wp)
Email :-dankhara.savan12@gmail.com
        



ધોરણ 10 માંથી પાસ થઈને સંજય વિજ્ઞાન પ્રવાહ માં એડમીશન મેળવે છે. ઘરમાં પપપ્પાને એ પસંદ ના હતું, કેમ કે ઓછા ટકા હોવાથી પપ્પાને હતું ક કે સામાન્ય પ્રવાહ માં એડમીશન લે તો સારું વિજ્ઞાન પ્રવાહ તેની લાયકાત નથી, પણ એની જિદ ને કારણે એના પપ્પાએ વિજ્ઞાન પ્રવાહમાં એડમીશન અપાવી દીધું.    
          શાળાનું  વેકેશન ખુલે છે . પ્રથમ દિવસે સંજય શાળામાં પગ મૂકે છે . થોડા દિવસો તો માજા આવી , પણ ભાઈ નો એ આનંદ ના રહ્યો જે પેલા જે શાળા માં હતો એ. પ્રથમ દિવસે શાળામાં પગ મુકતા મનો મન બહુ આંનદ હતો . બધાને એક ક્લાસ માં બેસાડવા માં આવ્યા.અલગ અલગ પીરિયડ્સ પ્રમાણે એક પછી એક શિક્ષક ક્લાસ માં આવતા ગયા .અને બધા નો પરિચય પૂછતાં ગયા.
પરંતુ ક્લાસ માં સૌથી ઓછા ટકા લાવનાર વિધાર્થી સંજય હતો . એમ પણ આપણા શિક્ષણ માં પહેલા ટકાવારી જોવાય છે . એ વિદ્યાર્થી ની હોશિયારી કે આવડત ને કોઈ જોતું જ નથી .
         ક્લાસ માં સૌથી ઓછા ટકા આવવાથી દરેક શિક્ષકો ને પણ હતું કે કોઈ ડફોળ છોકરો હશે અને ડોનેશન અથવા ઓળખાણ ને કારણે અડમિશન મળ્યું હશે. શાળાનો પહેલો દિવસ આમ જ નીકળી ગયો . પણ તેને એક વાત મનમાં ને મન માં મુંજવતીહતી. તેને ઓછા ટકા આવ્યા એનો કોઈ ગમ પણના હતો. તે તો બસ એક ધુન MASTER ના અનુભવની ડાયરી વાળી તે તને આગળના ભાગ માં વાંચી ચુક્યા છો.
        પણ સંજય ને એ વેટ નો ગમ હતો કે તેને કોજ શાળામાં ઓળખતું પણ ના હતું બધાજ નવા નવા મોડેલો હતા . એમાં જૂનો કોઈ મિત્ર પણ સાથે ના હતો . એટલે બસ એકલું એકલું લાગતું હતું .પરંતુ SCIENCE માં પ્રવેશ મેળવવાનું એનું સ્વપ્ન પૂરું થતા તે એકલપણું ભુલાવી દેતું હતું.
         આજે શાળામાં બીજો દિવસ છે. સમય કરતાં સંજય થોડો વહેલા આવી આવી ગયો . કલાસ ના તેમજ શાળા ના બીજા વિધાર્થીઓ આવી ગયા હતા . અને બધા અલગ અલગ સભાઓ કરી વાતો ના ગપ્પા મારી રહ્યા હતા . તે શાળામાં કોઈ ના નામ જાણતો ના હતો પણ કાલે ક્લાસ માં હતા એ લોકો ની સાથે થોડો દૂર જઇ ને ઉભો રહયો. ત્યાં નીતિન નામ નો છોકરો તેની સામે સ્માઈલ આપી ને શુભ સવાર કહે છે.એને  બને એક બીજા નો પરિચય કરી .પેલા કઇ શાળામાં હતો ?ક્યાં ટ્યૂશન માં જતો ? ક્યાં રહે ? ..... વગેરે પ્રશ્નો પૂછી થોડો ગ્રુપ માં ભળી જાય છે. ને શાળાનો બેલ વાગે છે. બધા જ વિધાર્થીઓ આગળ જગ્યા લેવા અથવા તો અમુક મારી જેવા ડફોળ પાછળ ની પાટલીએ બેસવા ઝડપથી શાળામાં દોડી જય છે.
         કલાસ માં આવતા પ્રાર્થના કરવામાં આવે છે.વર્ગ શિક્ષક  હાજરી પુરે છે. ત્યારબાદ ક્લાસ માં ટકાવારી પ્રમાણે  બેસાડવા માં આવે છે.એટલે સંજય ને લાસ્ટ પાટલી પર બેસવા નો વારો તો હતો જ એટલે એ સૌથી પહેલા ઉઠીને છેલ્લી પાટલી પર બેસી ગયો અને આખો ક્લાસ તેના પર હસવા લાગ્યો.
            ક્લાસ માં સાથે 23 છોકરીઓ પણ હતી અને 42 છોકરાઓ હતા .એમ ટોટલ 65 ની સંખ્યા હતી . તે 65 વિદ્યાર્થીઓ માં સૌથી ઓછા ટકા વાળો વિદ્યાર્થી પણ સંજય પોતે હતો . એટલે ક્લાસ માં સૌથી પહેલા સમજીને જ ભાઈ પાછળ બેસી ગયા. આ પાછળ ની પાટલીમાં તેની સાથે નીતિન અને અંકિત લાસ્ટ પાટલી પર આવે છે. અને ધીરે ધીરે એક દિવસ માં બને સાથે સંજય ને ફાવી જય છે. અંકિત અને નીતિન પેલેથી જ સાથે હતા અને આ જ શાળામાં હતા તેથી બધાજ શિક્ષકો તેને ઓળખતા હતા . કલાસ માં પણ તેને મોટાભાગ ના જુના વિદ્યાર્થી ને પણ ઓળખાતા હતા 
આમ આજે શાળામાં બીજા જ દિવસથી ત્રિપુટી નો મેળાપ થયો
આગળ ની વાર્તા આવતા અંક માં જેમાં ગુડી પણ એન્ટ્રી લે છે.