tara ma hu ketlo!? in Gujarati Fiction Stories by Nupur soni books and stories PDF | તારા માં હું કેટલો!?

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

તારા માં હું કેટલો!?



"આવો તે કોઈ સવાલ હોઈ!"
ઓફીસ જવાનું મોડું નથી થતું હવે?!આ લે તારું ટિફિન...ને હવે જા તો સારી વાત છે.."

કેતકી એ વિનય ના હાથ માં ટિફિન આપતા કહ્યું.
વિનય ત્યાં થી હલવાનું નામ નો'તો લેતો .... એ બસ એક જ વાત ને ગાંડા ની જેમ વાગોળ્યા કરતો હતો. કેતકી એને દરવાજા સુધી બે વાર નાના બાળક ની જેમ હાથ પકડી ને મૂકી આવી...પણ વિનય ફરી ઘર માં આવી ગયો. વિનય બોલ્યો, ખબર નહિ પણ આજે તને છોડી ને જવાનુ મન નથી થતું...કેતકી મારા સવાલ નો જવાબ આપી દે...હું ખુશી-ખુશી ચાલ્યો જઈશ.
કેતકી એ હળવે થી અટ્ટ-હાસ્ય વેર્યું. ધીમે થી કહ્યું... તું આટલી પણ નથી ઓળખી શક્યો મને?
"ના કેતકી એવું કશું નથી,હું તને ઓળખું છું એટલે જ પૂછું છું"
કદાચ મારા કરતાં વધારે હું તને ઓળખી શક્યો છું...
'એમ!'
'હા. એમ'
'હવે વાતો ના ગપ્પાં જ મારીશ અહીં બેઠા-બેઠા?.. ઘડિયાળ માં જો...કેટલો લેઇટ થઈ ગયો છે તું'
"કોઈ વાંધો નહીં ...એક દિવસ ઓફીસ નહિ જાવ તો ચાલશે. હો ને...તારા થી વિષેશ કઈ નથી કેતકી."
'મને કહે તું...મારે જાણવું છે'
'લે! એ તો તું જાણે જ છે ને!?'
'ના.'
'શું ના?'
'હું કશુ જ નથી જાણતો'
'તો કઈ નહીં'
'બોલ ને કેતકી'
'શું પણ'
'મારા પ્રશ્ન નો જવાબ'
'આજ અચાનક તારું આ ગાંડપણ ક્યાં થી આવી ગયું છે.. વિનય તારી તબિયત તો ઠીક છે ને?!'
"
મને કશુ જ નથી થયું... આઈ એમ એબ્સયુલ્યુટલી ફિટ&ફાઈન. વચ્ચે વાત નહિ નાખ કેતકી મારે તારા મોઢે સાંભળવું છે"વિનય નિરાશ થઈ ને ડાઇનિંગ ટેબલ ની ચેર ખેંચી ને બેસી ગયો.
કેતકી કિચન માં જતી રહી.
"તે આજ નક્કી કરી ને જ રાખ્યું લાગે...તારે નથી જ જવું ને?!"

'
ના.'

'
તો જા...ચેન્જ કરી આવ'

'
નહિ'

'
કેમ'
'બસ. મારી મરજી'
'અચ્છા..કઈક ખાઈ તો લે'
'ભૂખ નથી'
'ગુસ્સે છે?'
'તને શું લાગે'
'ઓકે'
'શું ઓકે..કઇ ઓકે નથી'

'
આટલી નાની વાત માં આટલો ગુસ્સો?!'
'વાત ભલે નાની રહી..મારા માટે બહુ મોટી છે'
'ઠીક છે,ક્યારેક જરૂર કહીશ'
'અત્યારે..કહી દે ને કેતકી' 'પ્લીઝ'

'
ઠીક છે ...સાંભળજે'
પરિવાર નું એક નું એક સંતાન હોવા ના નાતે ઘણી સુખ - સગવડ માં ઉછરેલી. બધા ની ખૂબ લાડકી...નાની હતી ત્યારે બધા એવું જ કેહતા કે ઘર-જમાઈ લાવો છે કેતકી માટે.

મને ત્યારે કોઈ ખબર ન પડતી એટલે બધા ની સાથે મેં પણ એવું માની લીધેલ કે મારે ક્યાંય જવાનું નથી ધીમે-ધીમે મોટી થઈ...હવે હું સ્વપ્ન જોવા લાગી હતી...મને દુનિયાદારી ની સમજ હતી. મને એવું થયું કે મારું પણ ખુદ નું એક ઘર હોઈ..પતિ હોઈ...માં-બાપ સમાન સાસુ સસરા હોઈ..ભાઈ સમાન દેવર હોઈ... પરંતુ ઘર ના લોકો ની અપેક્ષા એ આ બધું સ્વપન જ રહેવાનું હતું...એનો ખ્યાલ હતો જ મને..
તને યાદ છે?..એ દિવસે મારી ગાડી ના ટાયર માં પંચર પડેલું...ને લાસ્ટ પેપર હતું... ત્યારે બસ સ્ટોપ પર પેલી વાર મેં તને જોયેલો. એ ક્ષણે જ મને એવું થઈ ગયેલ કે જિંદગી તો આમની જોડે જ જીવાય. તારા વિશે કોઈ જ માહિતી ન હતી.. ઘણાં પ્રયત્નો પછી તારી ઓફીસ અહીં બસ-સ્ટોપ પાસે જ છે એમ જાણવા મળ્યું હતું... ઘરે પહોંચી તો મેં જોયું કે મારા માટે ઘણા લોકો આવ્યા છે...મેં મારા મમી ને પુછ્યું... 'આ લોકો શા માટે આવ્યા છે?' તને જોવા આવ્યા છે બેટા.
'કેમ?'
'હવે તારી ઉંમર થઇ ગઈ છે બેટા,આમા ના ઘણા છોકરા ઘર જમાઈ બનવા તૈયાર છે'
'પણ.....'
'પણ શું?'
'તું કહીશ તેમ જ થશે'
'વાત એ છે જ નહીં મમ્મી'
'તો?'
'હું હજી આ બધા માટે રેડ્ડી નથી'
'તારા પપ્પા ની વાત ને હું ન ટાળી શકુ બેટા'
'હું પપ્પા સાથે વાત કરી લઈશ. ને આ બધુ શું છે..ઘર-જમાઈ બનાવી ને રાખવો કોઈ ના દીકરા ને એ કેટલા અંશે સાચું લાગે તમને?
'પણ એ લોકો એમની મરજી થી....'
કેતકી એ વાત કાપી..મરજી નહીં મમ્મી..તમે બધું છોડીને આવ્યા હતા ને?!...દાદા-દાદી ની કેટ-કેટલી અપેક્ષા ઓ હતી ને તમારી પાસે થી....તો જે-તે છોકરા ના માતા-પિતા ની પણ કંઈક અપેક્ષા હશે ને!'
'તું આ વિશે જાજુ ન વિચારીશ...એના માટે અમે છીએ'
કેતકી ચૂપ થઈ ગઈ.
'અત્યારે તું મળી લે...પછી જોયું જશે'
શો-પીસ ની જેમ ગોઠવી દેવામાં આવી મને...મેં બધા ને અણદેખા જ કર્યા.
મારા મગજ માં માત્ર તું જ હતો... મને બીજું કંઈ જ દેખાયું નહિ.
'કેતકી... કેતકી....ક્યાં ખોવાઈ ગઈ છે?'મારા પપ્પા સામે જ હતા. મેં સીધું કહી દીધુ... "પપ્પા હું હજુ લાઈફ માં કૈક કરવા માગું છું...અત્યારે તો આ વિચાર માંડી જ વાળો."
'તું હજુ નાની છે...તને આમાં ખબર ન પડે જાજી...
નાની છું તો શી ઉતાવળ છે તમારે...
આરગ્યુમેન્ટ કરી ને ખુદ ને તારા માટે રિઝર્વ રાખી.
એ દિવસ પૂરતી વાત ટળી ગઈ...પરંતુ મારી મરજી વિરુદ્ધ આ શીલ-શીલો કાયમ ચાલુ રહ્યો...
તારી સાથે મારી મુલાકાત થઈ..પરિચય માં આવ્યા... હું તો તને પહેલા જ મારો....
તને પણ મારા માં ભીતર કૈક દેખાયું... જે તને તારું લાગ્યું....
હવે આપણે મનો-મન એક મેક ના થઇ ગયેલા...
આ વાત જ્યારે મેં મારા પરિવાર ને જણાવી તો વિનય એ લોકો એ એવો પ્રશ્ન કર્યો કે ....શુ તે ઘર -જમાઇ બનશે?...
મને ખ્યાલ હતો ...તું માંરા માટે બધું કરી છૂટીસ...હું બધું જ સહન કરી શકું પણ તને તારા જમીર નો સોદો કરતા કેમ જોઈ શકું! તું તારી નજર માં નીચે પડ....તો સાથે હું પણ પડું...મેં બધા પ્રયત્નો કરી લીધા.... પપ્પા એની જીદ પર અડગ રહ્યા...જો સહેજ નમતું મૂક્યું હોત તો....
મારુ હોવું...મારુ અસ્તિત્વ બધું તારી સાથે જોડાઈ ગયું...
હું મારું સર્વસ્વ હારી ગઈ હતી...ને બાજી માં તને જીતી ગઈ હતી...
તારા સુખ-દુઃખ બધું જ મારું હતું...
તારા જીવન ની દરેક બાબતમાં હવે મારો હિસ્સો હતો...
તારા હસવા નું કારણ હું જ હતી...
અંતે થયું એવું.... કે જે ન થવું જોઈએ...
મારે આવવું પડ્યું તારી પાસે... બધા ની વિરુદ્ધ જઈને... સમાજ... દુનિયા...પરિવાર...બધા ને એક તરફ છોડી...
આજે પણ તારી સાથે જ છું...
ને તું એમ પૂછે છે...કે...તારા માં હું કેટલો?!