Vikruti - 35 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-35

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-35

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-35
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
       વિહાન ઘરની બહાર નીકળે છે ત્યાં રાજુ આવી ‘રાઘવ’ના મર્ડરના સમાચાર આપે છે,વિહાન મર્ડર કરનાર અનિલને મળવા જાય છે ત્યાં તેને વિશ્વાસ ન આવે તેવી વાતો જાણવા મળે છે,અંતે મહેતાં તેને ‘બચ્ચાં’કહી બોલાવે છે.
   બીજીબાજુ ગંગા આરતી પુરી થયા બાદ વિક્રમ અને આકૃતિ એક ઘાટ પર બેસીને વાતો કરતાં હોય છે.એટલામાં વિક્રમ પ્રેમનો એકરાર કરે છે, આકૃતિ ગુસ્સે થઈ ચાલવા લાગે છે અને ચક્કર ખાયને પડી જાય છે. હવે આગળ…  “આકૃતિ શું થયું યાર,આઈ એમ સૉરી પ્લીઝ”આકૃતિના ગાલે થપલી મારતાં વિક્રમ રડવા લાગ્યો.
      આકૃતિએ કોઈ પ્રતિસાદ ના આપ્યો એટલે વિક્રમે ‘હેલ્પ પ્લીઝ’ એવી બુમો પાડી. થોડે દુર ગાઈડ એક ફેમેલીને ઘાટો વિશે સમજાવતો હતો.એ બધાને વિક્રમનો મોટો અવાજ સંભળાયો.સૌ વિક્રમ પાસે આવ્યા અને આકૃતિને ટોળું વળી ગયા.આકૃતિને ઊંચકી હોસ્પિટલમાં ખસેડવામાં આવી.
“વિક્રમ” કહેતાં આકૃતિ સફાળી બેઠી થઈ.આજુબાજુ જોયું તો વાતાવરણ બેમુન શાંત હતું.આકૃતિને કપાળે પરસેવો વળી ગયો.નસો ઉભરાઈ આવી હતી.શ્વાસોશ્વાસની ગતિ બમણી હતી.
“હાય રામ, સપનું હતું હાહાહા”પોતાની કફોડી હાલત પર હસતા આકૃતિ સ્વગત બોલી.આકૃતિએ બાજુના બેડ પર નજર કરી,વિક્રમ ત્યાં નોહતો.ઘડિયાળ પાંચ પચીસનો સમય દેખાડતી હતી.
“લે આપમેળે જાગી ગઈ”બાથરૂમમાંથી બહાર નીકળતા વિક્રમે કહ્યું, “મને લાગ્યું મોડી રાત્રે સૂતી એટલે મારે તને જગાવવા મહેનત કરવી પડશે”
“ગૂડ મોર્નિંગ”આળસ મારોડતાં આકૃતિએ કહ્યું, “ભયાનક સપનું આવ્યું યાર અત્યારે”
“વેરી ગૂડ મોર્નિંગ, તારા સપનાની વાત આપણે પછી કરશું, તું અત્યારે જલ્દી ફ્રેશ થઈજા આપણે લેટ થાય છે”
“પણ યાર સાંભળ તો સહી…”
“જો એક તો અત્યારે તું આટલી બધી ક્યૂટ લાગે છે અને હવે તારી વાતો સાંભળવા બેસી જઈશ તો ગંગામૈયાને લાગી આવશે એટલે અત્યારે રહેવા જ દે”ફ્લર્ટ કરતાં વિક્રમે કહ્યું.
“હા હવે,તારી આ મીઠી વાતો તું જ જાણે”હસતાં હસતાં આકૃતિ ફ્રેશ થવા ચાલી ગઈ.
     દસ મિનિટમાં આકૃતિ ફ્રેશ થઈ તૈયાર થઈ ગઈ.બંને ગંગા આરતી માટે નીકળી પડ્યા.આરતી પુરી કરી બંને એ ઘાટ પર આવી બેઠા.
“બોલ હવે શું કહેતી હતી તું?”વિક્રમે પૂછ્યું.
“અરે મને સપનું આવ્યું હતું કે તું આ ઘાટ પર બેસીને મને પ્રોપોઝ કરે છે”
“હાહાહા,પછી?”વિક્રમે પૂછ્યું.
“ખાસ તો યાદ નહિ પણ મેં તારી વાત મજાકમાં લીધી એટલે તે મને કિસ કરી,મેં તને એક ઝાપટ મારી પછી તું નાદાનીભરી વાતો કરતો હતો એટલે હું ઉભી થઇ ચાલવા લાગી અને આગળ જઇ બેભાન થઈ ગઈ”
“હાહાહા,આકૃતિ યુ આર ટુ મચ”હસી હસીને લોથપોથ થતા વિક્રમે કહ્યું.
“શું હસે છે?સાચું કહું છું અલા”આકૃતિએ ચિડાઈને કહ્યું.
“હા તો હું ક્યાં ખોટું કહું છું?કાલે મેં તને કિસ નહિ કરું એવી વાત કરી હતી એટલે તને ઝંખના રહી ગયેલી”વિક્રમે આકૃતિને સમજાવતા કહ્યું, “અને હા સવારના સપનાં સાચા પડે હો બેબીડોલ ધ્યાન રાખજે”
“હેહેહે,કિસ અને તારી સાથે?ચહેરો જોયો પહેલાં, આપણાં પૂર્વજો જેવો છે,વાંદરો”વિક્રમને છેડતી આકૃતિ ઉભી થઇ દોડવા લાગી.
“જો વિક્કી અહીંયાથી હું નસકોરાં ફુલાવતી ચાલતી હતી,પેલું ગ્રુપ છે ને એ તરફ મેં નજર કરી અને…”આકૃતિ થોડી આગળ ચાલી ઢળી પડી.
“બસ હવે તારી આ સપનાની વાતો બંધ કર અને ઉભી થઇ જા,તારો સીન પૂરો થઈ ગયો”ઘાટ પરથી ઉભા થતાં વિક્રમે કહ્યું. 
    વિક્રમ આકૃતિ તરફ ચાલતો આવ્યો.આકૃતિ હજી કોઈ પ્રતિક્રિયા નોહતી આપતી.
“ઉભી થા નાટકબાજ નહીંતર પાણીમાં ફેંકી દઈશ”આકૃતિને હાથ લંબાવતા વિક્રમે કહ્યું.આકૃતિએ કોઈ પ્રતિક્રિયા ના આપતી.વિક્રમે નીચે ઝૂકી આકૃતિનો હાથ પકડ્યો.
“ચાલ ચાલ ઑય બોવ થયું હવે”વિક્રમે આકૃતિને ઢંઢોળી. આકૃતિની તો પણ કોઈ પ્રીતિક્રિયા ના મળી.વિક્રમે આકૃતિને હલબલાવી પણ આકૃતિ નિર્જન વસ્તુની જેમ જ સ્થિર હતી.વિક્રમ ગભરાઈ ગયો.
“આકૃતિ શું થયું યાર”આકૃતિના ગાલે થપલી મારતાં વિક્રમ રડવા લાગ્યો.
      આકૃતિનો કોઈ પ્રતિસાદ ના આપ્યો એટલે વિક્રમે ‘હેલ્પ પ્લીઝ’ એવી બુમો પાડી. થોડે દુર ગાઈડ એક ફેમેલીને ઘાટો વિશે સમજાવતો હતો.એ બધાને વિક્રમનો મોટો અવાજ સંભળાયો.સૌ વિક્રમ પાસે આવ્યા અને આકૃતિને ટોળું વળી ગયા.આકૃતિને તત્કાલ અસ્પતાલ ખસેડવામાં આવી.
      આ કોઈ સ્વપ્ન નોહતું,આકૃતિ સાચે બેહોશ થઈ પડી ગઈ હતી.આકૃતિનું અચાનક બેહોશ થવું વિક્રમ માટે આઘાતજનક સાથે અવિસ્મય હતું.થોડીવાર પહેલા હસી-મજાક કરતી આકૃતિ વિક્રમના ખોળામાં માથું ઢાળી પડી હતી.
“ભૈયા થોડી તેજ ચલાઓ પ્લીઝ”બેબાકળો થયેલો વિક્રમ વારેવારે બોલતો જતો અને આકૃતિની હથેળી ઘસી તેને ભાનમાં લાવવાના નિરર્થક પ્રયત્નો કરતો હતો.
‘આકૃતિને શું થયું હશે?’
***
    વિહાન સ્ટેચ્યુવત્ મહેતાને તાકી રહ્યો,મહેતાનાં હોઠ પર રમતું સ્મિત વિહાનને ડરામણું લાગ્યું.મહેતાં ચાલાક હતો,ભલભલા ઈમાનદાર વ્યક્તિને ખરીદી પોતાના તાબા નીચે લાવી શકે એટલો શક્તિમાન હતો.‛તેના માટે જેલમાંથી છૂટવું ડાબા હાથનો ખેલ છે’ એ અનિલની વાતો પરથી પુરવાર થઇ ગયું હતું.
“મહેતાં,તું! અત્યારે! અહીં!?”વિહાનનો અવાજ તરડાઈ ગયો.
“વિહાન,પહેલાં મને કદી જોયો ન હોય એમ ચમકે છે શા માટે?હું મહેતાનું ભૂત નથી સદેહ મહેતાં જ છું”મહેતાં ખડખડાટ હસ્યો.
      વિહાન સ્વસ્થ થવા મથી રહ્યો હતો પણ સ્વસ્થતા કોઈ ગુનેગારની માફક તેનાથી દૂર ભાગતી હતી.
“હા,તારા સમાચાર મળ્યા એટલે અનિલ પાસે દોડી આવ્યો”મહામહેનતે ધ્રુજતાં વિહાન બોલ્યો.
“અનિલ તું બહાર વેઇટ કર અમારે અગત્યની વાત કરવી છે”કોરી આંખ કરી મહેતાએ હુકમ આપ્યો.
      અનિલ ડોકું ધુણાવી ચાલવા તૈયાર થયો.
“એક મિનિટ અનિલ”વિહાને અનિલને અટકાવ્યો,“એને બધી જ ખબર છે,કોઈ વાત છુપાવવાની જરૂર નથી.”
“અનિલ મેં શું કહ્યું તને?” મહેતાંની આંખ લાલ થઈ એટલે એકવીશ વર્ષનો અનિલ ચુપચાપ બહાર નીકળી ગયો.
      મહેતાએ અંદરથી બારણું બંધ કર્યું,સ્ટોરરૂમમાં પડેલી પુરાણી ખુરશી પરથી ધૂળ હટાવી બેઠો અને સિગરેટ સળગાવી.
“વિહાન,તારી સાથે શું થઈ રહ્યું છે એ તો તું જાણી જ ગયો હશે.તારા પરિવારને કારણે મારો પરિવાર વિખાયો હતો,હવે હું તારો પરિવાર વિખીશ.”મહેતાએ શાંતિથી કહ્યું જાણે આવા કામો કરવા તેના માટે તણખલું ખસેડવા જેવું હોય.
“મારા મોટાબાપુની ભૂલની સજા મને કેમ આપે છે?મેં તારું શું બગાડ્યું?”
“બગાડ્યું તો મેં પણ કોઈનું નોહતું!,છતાં મારી સાથે છળ થયુંને!?પહેલાં તારા બાપને પાયમાલ કર્યો હવે તારી વારી”મહેતાએ નફટાઈથી કહ્યું, “તને શું લાગે તમને એ હવેલી છોડવા માટે હસમુખદાસના દીકરાઓએ ફોર્સ કર્યું હતું? ના બકા,એ મારું જ કામ છે,ભૂલ તારી મમ્મી અરુણાની જ છે.તારા બાપ શ્યામના મૃત્યુ પછી મેં કેટલીવાર કહ્યું કે ‘મારી રખેલ બનીને રહે તને જાહોજલાલી કરાવીશ' પણ એ એકની બે ના થઇ,અંતે મારે આ પગલું ભરવું પડ્યું”મહેતાએ સિગરેટનાં ફૂલા ખેરતાં કહ્યું.
“સંભાળીને વાત કર મહેતાં”વિહાનનો અવાજ તીખો થયો, “રખેલ તારી પત્ની હતી,મારા મોટાબાપુની”
“વિહાનનન..”મહેતાં બરાડયો, “ભૂલ નહિ તું મારા ઘરમાં છે,હું ચાહું તો તને એક સેકેન્ડમાં ખતમ કરી શકું”
“વેઇટ,તું મને ઉશ્કેરવા માંગે છે રાઇટ?,હું ગુસ્સામાં કોઈ ગલત કદમ ઉઠાવું અને તું સિફતથી છટકી શકે.ના એટલો બેવકૂફ નથી.તું એ જ જાણવા માંગે છે ને કે મહેતાં જેલમાં હતો તો અત્યારે અહીં કેમ?”ખુરશી પરથી મહેતાં ઉભો થયો અને હસ્યો.
      હકીકતમાં વિહાન એ વાત જાણવા ઉત્સુક હતો.તેણે બધા કામો સાવધાનીથી અને મહેતાની જાણ બહાર કર્યા હતા તો મહેતાને કેવી રીતે ખબર પડી કે પોતે તેની સાથે નથી?
‘કદાચ રાજુ અથવા રાઘવ મહેતાના ચમચા હોય, ‘રાઘવ’ મરી ગયો એવી ખોટી વાત કહી અનિલનું નામ આપ્યું હોય એટલે હું અનિલને મળવા આવું અને મહેતાં બધી વાત કહી શકે.કદાચ કૌશિકનો કોન્સ્ટેબલ પણ ગદ્દાર હોય શકે અને બધી જ વાતો મહેતાં સુધી પહોંચાડતો હોય,એક વાત પણ અવગણી ના શકાય હવે’વિહાન બધી વાતોમાંથી તર્ક કાઢવા મથી રહ્યો હતો.
“વિહાન તે મને અન્ડરએસ્ટીમેન્ટ લીધો,તને એમ હશે કે મહેતાં પોતાના કામોમાં વ્યસ્ત હશે એટલે કોઈ વાત જાણી નહિ શકે અને તું ચૂપચાપ બધી વાતો કૌશિકને કહી દઈશ,હું તારી રજેરજથી વાફેક છું,તું પણ તારા બાપ જેવો જ નીકળ્યો.”મહેતાં શ્વાસ લેવા અટક્યો, “તું ક્યારે કોને મળતો એ બધી વાતની મને ખબર હતી,હું ચાહેત તો તને ગમે ત્યારે એક્સપોઝ કરી શકેત પણ તારા કોન્ટેકમાં આવવાનું મારું પ્રયોજન શું છે એ તું જાણતો જ નથી એટલે હર વખતે મેં તને માફ કર્યો છે”
“શું?,કેવું?,પ્રયોજન?”
“મારી એકની એક માં વિહોણી દીકરી તને દિલ દઈ બેઠી છે,મેં તેને મારા આ ધંધાથી દૂર રાખી છે. એની ઝંખના સંતોષવા,એના સુખ ખાતર એની જાણ બહાર મેં તને નોકરીએ રાખ્યો,તેને સ્વપ્નેય ખ્યાલ નથી કે હું શું કરું છું. તું જીવતો છે એ એને આભારી છે.તું તારી એ આકૃતિને ભૂલી મારી દીકરી સાથે લગ્ન કરવાની માનસિક તૈયારી રાખજે અને એમાં જ તારી ભલાઈ છે”
“હાહાહા”વિહાન ખડખડાટ હસી પડ્યો, “તને શું લાગે?તારા આ કાળા કામો તારી દીકરીની જાણ બહાર થતા હશે?એણે જ તારી બધી બાતમી આપી છે,તારી નાની-નાની ચહલપહલની ચિઠ્ઠીઓ લખીને એ મોકલતી અને તને જેલ થઈ એ વાતથી તો એ ખુશ છે”
       જે મહેતાં થોડીવાર પહેલાં રુઆબ સાથે વાતો કરતો હતો તેનું મોઢું વિહાનની વાત સાંભળી નિમાણું થઈ ગયું.
“ઇમ્પોસીબલ..ઇમ્પોસીબલ, બને જ નહીં.તને તો ઇન્સ્પેક્ટર કૌશિક અને પેલી છોકરી દીપ્તિ ચિઠ્ઠીઓ મોકલતાં”
“દીપ્તિ? એ જ તો તારી દીકરી છે ને?”વિહાન ગુંચવાયો.
     હાથમાંથી છટકતી બાજી ફરી હાથમાં આવી હોય એમ મહેતાં હસ્યો, “એ મારી દીકરી નથી,એ તો આજે પરલોક સિધાવશે”
“તો તારી દીકરી કોણ છે?”વિહાને પૂછ્યું.
(ક્રમશઃ)
      કોણ હશે મહેતાંની દીકરી?આકૃતિ કેમ બેહોશ થઈ ગઈ?મહેતાં વિહાન સાથે શું કરશે?શું વિહાન અને આકૃતિ મળશે?જાણવા વાંચતા રહો.વિકૃતિ.
        28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની કલમે ‘લવ,લાઈફ અને કન્ફ્યુઝન’ નામે નવી નૉવેલ રજૂ થઈ છે.અચૂક વાંચજો.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)