Memory in Gujarati Adventure Stories by Nikunj Virani books and stories PDF | Memory  (યાદશકિત)

Featured Books
Categories
Share

Memory  (યાદશકિત)

Memory (યાદશકિત)
     કહેવાય છે કે આપણા મેમોરી પાવર (યાદશકિત) પર પોતાનો કાબુ હોય છે. યાદશકિત માણસની એક અખુટ શકિત છે.માણસનુ મગજ યાદોથી ભરેલું રહે છે પછી એ સારી યાદો હોય કે પછી ખરાબ યાદો. વાત યાદશકિતની છે તો એક વાત યાદ આવી રહી છે. જે હું  અહી કહેવા જઈ રહયો છું.
     વાત એ સમયની છે જે સમયે હું બીજા ધોરણમા ભણતો હતો. હું ભણવામાં હોંશિયાર અને શાંત હતો.અમે જે મકાનમાં રહેતા હતા તે ભાડાંનું હતુ. મારી શાળા અને ઘરનું અંતર લગભગ 1 કિમી જેટલું હતુ. દરરોજ ચાલતા જવાનું અને ચાલતા ફરી ઘરે આવવાનું. શાળાનો સમય સવારનો હતો. અમે પહેલા માળે રહેતા હતા.પણ અમારે થોડા દિવસો માટે બીજે રહેવા જવાનું થયુ. આવુ એટલા માટે થયુ કારણકે મકાનમાલિક બીજો માળ બાંધી રહયા હતા. અમે થોડા દિવસો માટે તે ઘરથી લગભગ 6 કિમી દૂર આવેલા મારા ફોઈને ઘરે રહેવા ગયા. અમારી પાસે બાઈક તો હતી નહી પણ પાપા પાસે એક સાયકલ હતી. પાપા દરરોજ મને શાળાએ મૂકી જતા હતા અને ફરી લઈ જતા હતા.પાપા મને દરરોજ શાળાએ મૂકી જતા અને પછી કામ પર જતા. બપોરે ફરી મને લેવા માટે આવતા. હું પાપાની સાથે સાયકલની પાછળની સીટ પર બેસીને ઘરે  (ફોઈના ઘરે) જતો. પાપા ફરી જમીને કામ પર જતા અને સાંજે ઘરે (ફોઈના ઘરે) આવતા. આવુ થોડા દિવસો સુધી ચાલતું રહયુ.
     હું જે શાળામાં ભણતો હતો ઍ શાળામાં દર મહિનાની આખર તારીખમાં વહેલી રજા પડી જતી હતી. એ દિવસે શાળામાં ચાર તાસ જ ચાલતાં. શાળા લગભગ 10ઃ30  એ છૂટી ગયી હતી. એ દિવસે પાપા મને સવારે શાળાએ છોડી ગયા. અને પછી કામ પર જતા રહયા. તેમને એ દિવસે યાદ ન રહયું કે તે દિવસ મહિનાની આખર તારીખ છે. શાળા એના નિયમમુજબ વહેલી છૂટી ગયી. બધા પોતપોતાના ઘરે જતાં રહયા.  હું બેઠો બેઠો પાપાની રાહ જોઈ રહયો હતો. રડી રહયો હતો. ઘણો સમય થઈ ગયો પણ પાપા આવ્યા નહી. મને થયું કે પાપા હવે લેવા આવશે નહિ. એટલે મે શાળાએથી ઘરે જવાનું નકકી કરી લીધું અને એ પણ એકલાંજ. મે ધીમે ધમે ચાલવાનું શરુ કર્યુ્. રડતો જાવ ને ચાલતો જાવ. રસતો લાંબો અને  અઘરો હતો. વચમાં રેલનાં પાટા પણ આવતાં હતા. ધીમે ધીમે હું આગળ વધી રહયો હતો. તે વખતે મોબાઈલ ફોન પણ કોઈકોઈ પાસે જ જોવા મળતા.
     બીજીબાજુ  પાપા કામ પરથી છુટીને મને લેવા માટે શાળાએ આવી ગયા. પણ હું શાળામાં હતો જ નહી. પાપા ચિંતામાં આવી ગયા. તેઓ શાળાના આચાર્ય્ પાસે ગયા. આચાર્ય્ ને મારા વિશે પૂછયું પણ એમને પણ મારા વિશે કંઈ જ ખબર હતી નહિ. પાપા પણ ચિંતામાં મૂકાઈ ગયા. પાપા, આચાર્ય્ અને બીજા શાળાના બધા જ મને શોધવાના કામમા લાગી ગયા. તે વખતે મોબાઈલ હતો નહિ એટલે ફોઈના ઘરે કોન્ટે્કટ કરવો અઘરું હતું. બધાંએ મને બહુ જ શોધવાની કોશિશ કરી પણ બધાં જ અસફળ રહયાં.
બીજીબાજુ મે ચાલવાનું શરુ રાખ્યું હતું. મે ધીમેધીમે સાવચેતીથી ચાલવાનું શરુ રાખ્યું હતું. પાપાને ચિંતા થઈ રહી હતી કે હું કયાં ખોવાઈ ગયો. અચાનક પાપાને થયું કે લાવ એકવાર ઘરે જોઈને આવું. પાપાએ ચિંતામાંને ચિંતામાં ઘરે જવા માટે સાયકલ દોડાવી. પાપા થોડા સમય પછી ફોઈનાં ઘરે પહોચ્યા્. ફોઈના ઘરે પહોચીને પાપાનાં જીવમાં જીવમાં જીવ આવ્યો. મને જોઈને પાપા ખૂબજ ખુશ થઈ ગયા. પાપાએ બધાંને પૂરી ઘટના જણાવી.બધાં મારી યાદશકિતથી નવાઈ પામી ગયાં. બધાંજ ખુશ.