Vikruti - 32 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-32

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-32

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-32
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
    ઈશા અને વિહાન મહેતાંની ઑફિસે મહેતાં વિશે જાણવા જાય છે, ‘અનિલ જે મહેતાનો દીકરો છે એ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં છે જ નહીં’એવું તેઓને જાણવા મળે છે. વિહાનને મળેલી ચિઠ્ઠીમાં એ છોકરીએ તેને ગાંધીબ્રિજ નીચે મળવા બોલાવ્યો હોય છે,ત્યાં ખુશીને જોઈ વિહાન ચોંકી જાય છે.
    બીજીબાજુ વિક્રમ અને આકૃતિ દહેરાદુન જવા નીકળી જાય.છે,આકૃતિ અને વિક્રમ વચ્ચે થોડી મસ્તી થાય છે અને બંને ડિનર સાથે કરે છે. હવે આગળ...
"આપણે પહેલા દેહરાદૂન કેમ ન ગયા ?"બીજે દિવસે ટ્રેનની મુસાફરી બાદ હરિદ્વારની હોટેલમાં પ્રવેશતાં આકૃતી બોલી.
"બેબીડોલ એમાં એવું છે કે જો સીધા મારા ઘરે ગયા હોત તો મારી માતાજી અને બાપુજી તને અઠવાડિયા સુધી ઘરમાં બેસાડી રાખેત અને તારી પાછળ મારે પણ અઠવાડિયું દેહરાદૂનમાં જ રહેવું પડેત. સિંગાપોર જતા પહેલા મારે હરિદ્વાર ફરવું હતું તો...." રીસેપ્શન પરથી ચાવી લેતા વિક્રમ બોલ્યો.
"શાણો હો બાકી."આકૃતિએ ચીમટો ભરી કહ્યું.બંને રૂમમાં પહોંચ્યા.
"અહીંયા ટ્વીન બેડ છે તો તું ચુઝ કરી લે કયો બેડ તારે જોઈએ છીએ." વિક્રમ હજુ બોલતો હતો ત્યાં બે બેડમાંથી ડાબા તરફના બાલ્કનીની પાસે પડતા બેડ પર આકૃતી  બેસી ગઈ. 
“વાહ કહ્યા પહેલા બેડ ચુઝ કરી લીધો,સારું ચાલ હું ફ્રેશ થઈ આવું તું લંચનો ઓર્ડર આપી દે."કહી વિક્રમ ફ્રેશ થવા ચાલ્યો ગયો.
    વિક્રમ ફ્રેશ થઈને બાથરૂમની બહાર આવ્યો ત્યાં આકૃતી બેડ પર ઘસઘસાટ ઊંઘી ગઈ હતી.વિક્રમે આકૃતીને ઊંઘમાંથી ન ઉઠાડી.એ તૈયાર થઈ નીચે લંચ કરવા નીકળ્યો એ પહેલાં આકૃતીનો ફોન સાયલન્ટ કરી દીધો જેથી એને કોઈ ડિસ્ટર્બ ન કરે.
      નવ વાગ્યે આકૃતી આંખ ચોળતા બેડ પર બેઠી થઈ. "ઉઠો ઉઠો મેડમ,આપણે ‘લંચ’ કરવા જવાનું છે" ‘લંચ’ શબ્દ પર ભાર આપતા વિક્રમ પાસેના બેડ પર બેઠો થયો.
"તું કેમ ટોન્ટ મારતો હોય એવું લાગે છે???" આકૃતી બેઠી બેઠી બગાસું ખાતા બોલી."કેટલા વાગ્યા?"
"બસ નવ વાગ્યા મેડમ,રાતના નવ જ વાગ્યા."વિક્રમ બેડ પરથી કૂદતાં મોટેથી બોલ્યો,"આજનો દિવસ તો ફેઈલ મારો."
"હે .. સાચે ?" આકૃતી સફાળી ઉભી થઈ ગઈ.
"સાચે વાળી..હવે તૈયાર થઈ જા,લંચ તો ન કર્યું ડિનર કરવું કે નહીં તારે?હું નીચે ઉભો છું પાંચ મિનિટમાં નીચે આવ અને સુઈ ના જતી પાછી."કહેતા વિક્રમ દરવાજાની બહાર નીકળી ગયો.
****
 “ખુશી તું?”વિહાને ગુંચવાઈને કહ્યું, “તું ચિઠ્ઠી મોકલતી?”
“ખુશી?”ખુશીની પાછળ ઉભેલી ઈશા પણ બોલી.
“તમે બંને અહીં શું કરો છો?,વિહાન તું તો કૌશિકના ઘરે હતો ને?”વિહાનને જોઈ ખુશીને આશ્ચર્ય થયું.
“તને કેવી રીતે ખબર અને તું અહીં શું કરે છે?”વિહાને ઉંચા અવાજે કહ્યું.
“મને બધી ખબર છે, કેવી રીતે મહેતાએ તને ફસાવ્યો અને 
કેવી રીતે તું કૌશિકને મદદ કરે છે એ બધી જ મને ખબર છે”ખુશીએ કહ્યું, “જે દિવસે તારી મમ્મીને હાર્ટએટેક આવ્યો તે દિવસથી મને કોઈ છોકરી ચિઠ્ઠી મોકલે છે અને તારા પર નજર રાખવા કહે છે”
“તે મને કહ્યું કેમ નહિ અને એ ચિઠ્ઠીનો તે વિશ્વાસ પણ કરી લીધો?”વિહાને ગુસ્સામાં કહ્યું.
“હું તને કહેવાની જ હતી પણ એમ કરવાથી આપણે બંને મુશ્કેલીને વ્હોરી લેત એટલે ના કહ્યું અને એ ચિઠ્ઠીમાં જે લખ્યું હતું એ બધું સાચું હતું એટલે મેં વિશ્વાસ કર્યો હતો”ખુશીએ સફાઈ આપતા કહ્યું.
“તો અત્યારે કેમ કહે છે?”ઇશાએ પૂછ્યું.
“મને એ છોકરીએ મળવા બોલાવી હતી અને મને વાઈટ ડ્રેસ પહેરવા કહ્યું હતું,પહેલાં તો મને અજુગતું લાગ્યું કે વાઈટ ડ્રેસ શા માટે કહ્યું હશે પણ એ છોકરીને મળવું અગત્યનું હતું એટલે કંઈ વિચાર્યા વિના હું તૈયાર થઈ ગઈ”
“મને સમજાય છે,એ મને વાઈટ ડ્રેસમાં મળશે એવું કહ્યું હતું એટલે તને વાઈટ ડ્રેસ પહેરવા કહ્યું,હકીકતમાં એ આવશે જ નહીં અને બધાને ગોટાળે ચડાવશે”વિહાને કહ્યું.
“ના વિહાન,એ છોકરીએ મને પણ કહ્યું હતું”ઈશા વચ્ચે બોલી, “મને પણ આ બધી ચિઠ્ઠીઓ મળેલી,તે કહ્યું એ પહેલાની મને બધી જ ખબર છે”ઇશાએ અચકાતા અચકાતા કહ્યું.
“શું બકો છો યાર,તમને બધાને ખબર હતી તો કેમ છુપાવીને બેઠા હતા?”વિહાને અકળાઈને કહ્યું.
“વિહાન…”ઇશાએ કહ્યું, “અમે તારી સેફટી ઇચ્છતા હતા”
     વિહાન માથું પકડી બેસી ગયો.
“કોણ છે યાર એ?કેમ આપણી સાથે ગેમ રમે છે?”વિહાન વિચારતો બેસી રહ્યો.થોડીવારમાં એક વાઈટ ડ્રેસ પહેરેલી છોકરી વિહાન પાસે આવી ઉભી રહી.
“હાય વિહાન,ગ્રેટ જોબ.તું મારા મિશનમાં સફળ થયો”એ છોકરીએ કહ્યું.ત્રણેય એ છોકરી સામે તાકી રહ્યા.
“હું જ તમને બધાને ચિઠ્ઠી મોકલતી,હું દીપ્તિ મહેતાં.હરકિશન મહેતાની દીકરી” છોકરીએ કહ્યું.
“શું?તું મહેતાની દીકરી છો?”ખુશીએ આશ્ચર્ય સાથે પૂછ્યું.ખુશીના ચહેરા પર જે હાવભાવ હતા એ જ હાવભાવ વિહાન અને ઇશાના ચહેરા પર પણ હતા.
“તમારા બધા સવાલના જવાબ મારી પાસે છે બસ પાંચ મિનિટ મને સાંભળી લો”દીપ્તિએ કહ્યું,“મારા મમ્મી એક બીમારીમાં મૃત્યુ પામ્યા હતા,હકીકતમાં એને કોઈ બીમારી નોહતી,મારા પપ્પાને ફસાવવા કોઈએ તેને ઝેરી સ્પ્રે પમ્પ કર્યો હતો, મમ્મીના મૃત્યુ પછી મારા પપ્પાએ આ રસ્તો અપનાવ્યો,મારા નાનાએ સમજીને મને પોતાની સાથે રાખી લીધી.મારા પપ્પાએ બીજા લગ્ન કરી લીધા અને અમે છુટા પડી ગયા.વિહાન તારા વિશે મને પહેલેથી જ ખબર છે,તે જે દિવસથી જોબ જોઈન કરી એ દિવસથી મારી નજર તારા પર હતી.મેં રાજુ અને રાઘવને પણ આવી રીતે ચેતવેલા,તેઓ મારી વાત સમજી ના શક્યા.તું સમજદાર છો એટલે તું એ રસ્તે ના ચડ્યો.”દીપ્તિએ કહ્યું.
“શું નોનસેન્સ વાતો બકે છે?”વિહાને ગુસ્સામાં કહ્યું, “ તું એ દિવસે જ મને કહી શકી હોત,અત્યાર સુધી આ બધો ડ્રામા કરી તું શું મજા લેવા માંગતી હતી?”
     દીપ્તિ રડમસ થઈ ગઈ,તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યું.
“વિહાન..વિહાન કુલડાઉન”ખુશીએ વિહાનને સમજાવતા કહ્યું, “એ બિચારી પોતાની સફાઈમાં કંઈક કહે છે,પહેલાં પુરી વાત તો સાંભળી લે,પછી રિએક્શન આપજે”
“યુ આર રાઇટ વિહાન,હું મજા લેવા માંગતી હતી.જો બાળક ભૂલ કરે તો મમ્મી-પપ્પા ટોકી ટોકીને સમજાવે છે પણ જો મમ્મી-પપ્પા જ ભૂલ કરે તો તેને કોણ સમજાવે,મેં તને પહેલા ના કહ્યું કારણ કે હું ડરતી હતી.”દીપ્તિએ રડતાં રડતાં કહ્યું, “ત્યારે મારા પપ્પાને મેં લાખવાર સમજાવ્યા હતા પણ એ ના સમજ્યા,હું તને પણ સમજાવી શકી હોત પણ તેની શું ગેરેન્ટી હતી કે ત્યારે તું મારી વાત સમજી જ શક્યો હોત?ત્યારે તો તું મહેતાંબાબા મહેતાંબાબા કરી તેને ભગવાન માની બેઠો હતો”
“ફોરગેટ ઇટ,હવે તે અમને અહીં કેમ બોલાવ્યા એનું કારણ આપી દે બસ,કોણ શું હતું અને શું કરે છે એ જાણવામાં મને જરાય રસ નથી”વિહાને તોછડાઈથી કહ્યું.
“તમને લોકોને મેં હેરાન કર્યા તેની માફી માંગવા અહીં બોલાવ્યા હતા અને બની શકે તો મારા પપ્પાને માફ કરી દેજો,એણે જે કર્યું એ પણ છે તો મારા પાપા જ”દીપ્તિએ રડતાં રડતાં કહ્યું.
      ખુશીથી ના રહેવાયું.એ પણ હિબકે હિબકે રડવા લાગી.વિહાને અને ઇશાએ બંનેને સંભાળીને શાંત કરી.
***
"સારી એવી ઠંડી છે અહીંયા તો." આકૃતીને આવતા જોઈ વિક્રમે કહ્યુ.
"ના રે કંઈ એવી ખાસ નથી.ચાલ હવે ભૂખ લાગી છે કંઈક ખાઈએ." આકૃતી વિક્રમનો હાથ ખેંચી ચાલવા લાગી.
"ગુજરાતી,ફાસ્ટ ફૂડ કે ચાઈનીઝ કે પછી ઈટાલિયન?" વિક્રમે આજુબાજુ નજર કરતાં પૂછ્યું બોલ્યો.
"અમમ ઇટાલિયન ખાઈએ ..." આકૃતીએ જવાબ આપ્યો.
    પાસેના રેસ્ટોરન્ટ જઇ બંનેએ પાસ્તા અને પીઝાનો ઓર્ડર આપ્યો.
“વિહાન સાથે હોત તો વધુ મજા આવેત નહિ?”વિક્રમે આકૃતિને છેડતાં કહ્યું,”ચાલ વિડયો કરીએ”
“એ તો અત્યારે ઘસઘસાટ ઊંઘી ગયો હશે અને તું જમવામાં ધ્યાન આપ”આકૃતિએ હસીને કહ્યું.
"ચાલો હવે જઈને સુઈ જઈએ."રેસ્ટોરન્ટની બહાર નીકળતા પોકેટમાં હાથ નાખતા વિક્રમે કહ્યું.
“આટલું જલ્દી શું છે હજુ તો દસ જ વાગ્યા છે."બંને હાથની હથેળી ઘસડતા આકૃતીએ કહ્યું.
"કાલે સવારે છ વાગ્યે ગંગા આરતી કરવા જવાનું છે બેબીડોલ,તું સાથે આવી તેનો આભાર તો માનવો પડશે ને એટલે પાંચ વાગ્યે ઊઠી જવું પડશે."પોતાનો શર્ટ આકૃતિને ઓઢાડતા વિક્રમે કહ્યું.આકૃતિએ વિક્રમ તરફ જોઈ સ્માઈલ કરી.
"વિક્કી ફરવા આવ્યા હોઈએને ત્યાં સમય ન જોવાનો હોય,બસ એ જગ્યાને પુરી રીતે માણી લેવી જોઈએ, દરેક મોમેન્ટ જીવી લેવી જોઈએ.જેમકે અત્યારે તને અને મને બંનેને ઠંડી લાગે છે બરાબર ને? તો આવી ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ છે અને આભાર એ ગંગાજીનો નહિ આ ગંગાજીનો માનવો પડે"પોતાની તરફ આંગળી ચીંધી આકૃતિએ સામેની તરફ આઈસ્ક્રીમ પાર્લર તરફ જોયું.
"પાગલ છે કે શું ,આટલી ઠંડીમાં આઈસ્ક્રીમ ..." વિક્રમ બોલતો રહ્યો અને આકૃતી તેને ખેંચી ત્યાં લઈ આવી. આકૃતીએ ચોકલેટ કેન્ડીનો ઓર્ડર આપ્યો, વિક્રમ બહારથી મટકીમાં ગરમ દૂધ લઈ આકૃતી સામે આવ્યો અને બોલ્યો , "આવી ઠંડીમાં ગરમ દૂધ પીવાય બેઅક્કલ." 
"આકૃતી આ મેઈન બજાર છે હરિદ્વારની,અહીંયાથી પાંચ મિનિટ દૂર જ હર કી પૌડી આવેલ છે .આપણે સવારે ત્યાં જ જવાના છીએ." વિક્રમે સામેની તરફ આંગળી ચીંધી કહ્યું.
"પણ આપણે તો સવારે ગંગા ઘાટે જવાના છીએ ને ?" 
     વિક્રમે આકૃતીનો હાથ ખેંચી એની આઈસ્ક્રીમમાંથી બાઈટ ભરતા કહ્યું,"એ બધું એક જ છે,એ જગ્યાનું નામ હર કી પૌડી છે." 
"અચ્છા......" પોતાની આઈસ્ક્રીમ પાછી ખેંચતા આકૃતી બોલી. "અને આ માર્કેટ અત્યારમાં કેમ બંધ થવા લાગ્યું ?" 
"આ અમદાવાદ થોડી છે કે રાતના બાર-એક વાગ્યે લોકો માણેકચોકમાં જાય, અહીંયા તો બધા ભોલેના ભક્ત એટલે રાત પડ્યે ....." વિક્રમે વાક્ય અધૂરું છોડ્યું એટલે આકૃતી સમજી ગઈ.
"મારે પણ પીવું છે." આકૃતી વિક્રમ સામે જોઈ બોલી.
"શું ....?" વિક્રમ ઉભો રહેતા લગભગ ચીસ પાડી ગયો."શું પીવું છે ....?" 
     આકૃતી પણ ઉભી રહી, થોડું સિરિયસ મોઢું બનાવી વિક્રમનો હાથ પકડતા બોલી ,"વિક્રમ મારું મન થાય છે કે હું પણ પીવું........."
"પણ શું ?" વિક્રમ બોલ્યો.
"ગરમ દૂધ." આકૃતી વિક્રમના હાથમાંથી ગરમ દૂધની મટકી ખેંચી અને દોડી .વિક્રમ તેની પાછળ દોડ્યો.
"મારી આઈસ્ક્રીમ મને પૂછ્યા વિના ખાધી હતી ને હવે તું જો." 
"અરે ગરમ દુધને આઈસ્ક્રીમ બંને સાથે પેટમાં જશે તો ગડબડ થઈ જશે પાગલ." વિક્રમ આકૃતીની નાદાની જોઈ હસવા લાગ્યો.
(ક્રમશઃ)
     શું ગજબ થઈ રહ્યું છે?એકબાજુ વિહાન રહસ્યો ઉખેળવા મથ્યો છે અને બીજીબાજુ આકૃતિ-વિક્રમના સબંધ નવી દિશામાં પગલું ભરી રહ્યા છે.શું આકૃતિ અને વિક્રમ વચ્ચે કોઈ ‘સીન’ થશે?ચાલો માન્યું કે કોઈ સીન થયો તો વિહાનનું શું?તેણે તો મેઘા અને મેહુલના કહેવાથી આકૃતિ પર ભરોસો કરી લીધો હતો.
    ગજબ કહેવાય નહીં,બંને બાજુ કેવી વિપરીત પરિસ્થિતિ છે.આગળ શું થશે એ જાણવાની ઈચ્છા તો અમને પણ થઈ રહી છે પણ એ માટે ‘વિકૃતિ’ વાંચતા રહેવું પડશે તો મળ્યા આગળના ભાગમાં એક નવા રહસ્ય સાથે.ત્યાં સુધી વિચારો આગળ શું થઈ શકે.
  28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની ‘લવ લાઈફ અને કન્ફ્યુઝન’ નવી નૉવેલ રજૂ થઈ છે.તેની કલમે કલમે લખાયેલી દિલધડક સ્ટૉરી અચૂક વાંચજો.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)