Vikruti - 30 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-30

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-30

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-30
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
     વિહાન અને આકૃતિ વચ્ચે વણસતા સંબંધને મેઘાએ અને મેહુલે મળી સોલ્વ કરી દીધા અને કોઈને ખબર ના પડે તેમ બંને આકૃતિની બર્થડે પાર્ટીમાંથી નીકળી ગયા.આકૃતિ,વિહાન અને ઈશા એ વાતને સમજી ના શક્યા પણ બંનેનો આભાર માની ત્રણેય નીચે આવ્યા.આકૃતિના મમ્મીએ આકૃતિને વિક્રમ સાથે હરિદ્વાર મોકલવા ફોર્સ કર્યું એટલે આકૃતિ તૈયાર થઈ ગઈ.
   ‘મહેતાં જેલમાંથી નાસી ગયો’એવા સમાચાર લઈ રાધે આવ્યો એટલે કૌશિક હચમચી ગયો.વાઘેલા સાથે થોડી નોકજોક કરી કૌશિકે કોર્ટની તારીખ પહેલા મહેતાને પકડવાની બાંહેધરી આપી દીધી અને બીજીવાર વિહાનને કૉલ કર્યો.હવે આગળ…
     કૌશિક ચાલાક હતો,તેણે મહેતાં અને ત્રિવેદીનું કૉલ રેકોર્ડિંગ સાંભળ્યું એટલે એ સમજી ગયો હતો કે તેને છોડાવવા નક્કી કોઈ આવશે એટલે તેણે એક દાવ રમ્યો.રાધેને ઘરે મોકલી એ ચોકીએ આવ્યો.રાત્રે કોન્સ્ટેબલ પારસ ડ્યુટી કરતો.તેને પોતાનો પ્લાન સમજાવી કૌશિકે ડ્રોવરમાંથી મહેતાની તૈયાર કરેલી ફાઇલ લીધી. બહાર નીકળતી વખતે જાણીજોઈ તેણે મહેતાના લોકઆપની ચાવી મહેતાને નજરે ચડે એવી રીતે રાખી દીધી અને બહાર જઈ જીપમાં બેસી રહ્યો.
     થોડીવાર પછી દબેપાવ મહેતાં બહાર નીકળ્યો.તેણે રાધેની જેમ જ પારસને પણ મબલખ રૂપિયાની લાલચ આપી હતી.એ નોહતો જાણતો કે આ કૌશિકની જ ચાલ છે.પારસે કૌશિકના પ્લાન અનુસાર મહેતાની વાતોમાં ફસાઈને લોકઅપ ખોલી દીધી.
      બહાર નીકળી મહેતાં રોડ તરફ ગયો ત્યાં પાછળથી કૌશિકની જીપ આવી.મહેતાને માથાનાં પાછળના ભાગમાં વાર કરી કૌશિકે મહેતાને બેહોશ કરી દીધો અને જીપમાં રાખી દીધો.તેણે વિહાનને કૉલ કરી એક અવાવરું રૂમની વ્યવસ્થા કરવા કહ્યું.અત્યારે એ બીજા કોઈની મદદ લઇ શકે તેમ નોહતો એટલે જ તેણે વિહાનને કૉલ કર્યો હતો.
      મહેતાને રાખવા વિહાનનું જ ઘર મળી ગયું એ વાત જાણી કૌશિક ખુશ થઈ ગયો.ત્યાં કોઈને શક પડે એમ પણ નોહતો.કૌશિકે મહેતાનાં હાથ-પગ બાંધી દીધા.મોં પર અને આખો પર પટ્ટી લગાવી દીધી જેથી એ ક્યાં છે તેની જાણકારી તેને ના મળે.વિહાનના ઘરે જઈ કૌશિકે મહેતાને એક પિલર સાથે બાંધી દીધો.હવે મહેતાનું હલનચલન કરવું  શક્ય નોહતું.
      રાત્રે વિહાન કૌશિકના ઘરે ગયો ત્યારે કૌશિકે તેને બધી વાત કહી અને આગળ શું કરવું એ સમજાવ્યું.કાલે વિહાનને ત્રિવેદીને મળવા જવાનું હતું.કોર્ટની તારીખ પહેલાં મહેતાં વિરુદ્ધ બની શકે એટલી માહિતી મળી રહે એવો કૌશિકનો પ્રયાસ હતો.રાધે જ્યારે કૌશિકને ઉઠાવવા આવ્યો ત્યારે વિહાન વોશરૂમમાં હતો એટલે રાધેને કંઈ ખબર ના પડી.જેવો રાધે નીકળ્યો એટલે કૌશિક ચોકીએ જવા તૈયાર થયો અને વિહાન ત્રિવેદીને મળવા.
      પીએસઆઇ વાઘેલા કૌશિકને મળી ગયો એટલે તેણે વિહાનને કૉલ લગાવી પૂછ્યું, “વિહાન ક્યાં પહોંચ્યો?”કૌશિકે પૂછ્યું.
“બસ ત્રિવેદીના ઘર પાસે જ પહોંચ્યો.”વિહાને કહ્યું.
“એને કહેજે કે મહેતાએ રાધેને આપવા પચાસ હજાર રૂપિયા આપે અને મહેતાં વિશે બની શકે એટલી જાણકારી મેળવવાની કોશિશ કરજે”કૌશિકે કહ્યું.
“હું પૂરો પ્રયાસ કરીશ”કહી વિહાને કૉલ કટ કરી દીધો.રાધે ચા-સિગરેટ લઈ આવ્યો.ચા પીને સિગરેટ પીતાં આગળ શું કરવું એ વિચારમાં કૌશિક ખુરશી પર બેસી રહ્યો.
       વિહાને ત્રિવેદીના ઘરે જઇ ડોરબલ વગાડી.ત્રિવેદી હોસ્પિટલ જવા તૈયાર થઈ ગયો હતો.
“વિહાન તું?”ત્રિવેદીએ પૂછ્યું.
“હા,કાલુપુર ચોકીએથી એક ફરમાન આવ્યું છે,મહેતાએ ઇનામ આપવા કહ્યું છે”વિહાને કોડવર્ડમાં કહ્યું.
“વેઇટ”કહી ત્રિવેદી રૂમમાં ગયો અને તિજોરીમાંથી એક પોલીથીનનું પેકેટ લઈ આવ્યો.
“કેટલું ઇનામ છે?”ત્રિવેદીએ પૂછ્યું.
“એક પેટી”વિહાને કહ્યું.
“આલે સાઈઠ ટકા, બાકીનું ઇનામ મહેતાં છૂટશે પછી મળી જશે એમ કહેજે”ત્રિવેદીએ સાઈઠ હજાર વિહાનના હાથમાં રાખી કહ્યું.વિહાન ઉભો થયો એટલામાં ત્રિવેદીનો ફોન રણક્યો.
“xxx, તારે બીજા પાસે જ કામ કરાવવું હતું તો મને શું કરવા વચ્ચે ઘાલ્યો?”ગુસ્સામાં વાઘેલા બરાડ્યો.
“શું?”ત્રિવેદીએ પૂછ્યું.
“મહેતાને તો કોઈક બીજું છોડાવી ગયું, જો પહેલાં જ બીજાને કહ્યું હતું તો મને કેમ વચ્ચે ઘાલ્યો?”વાઘેલા ગુસ્સામાં તમતમી ગયો હતો, “મારે મારો હિસ્સો જોવે,નહીંતર હું બધું બાફી મારીશ”ધમકી આપતા વાઘેલાએ કહ્યું.
“તને તારો હિસ્સો મળી જશે,મહેતાં નીકળી ગયો એ મહત્વનું છે”કહી ત્રિવેદીએ કૉલ કટ કરી દીધો.
“વિહાન એક ખુશ ખબર છે”ત્રિવેદીએ ખુશ થઈ કહ્યું, “મહેતાને પેલાએ છોડાવી લીધો છે”
     ત્રિવેદીના મતે જેણે મહેતાને કૉલ કરવા આપ્યો હતો તેણે જ મહેતાને છોડાવવામાં મદદ કરી હતી.ત્રિવેદીએ ખુશ થઈ વિહાનને બાકીની રકમ પણ આપી દીધી.કૌશિકના પ્લાન મુજબ જ બધુ ઘટી રહ્યું હતું.મહેતાં જેલમાંથી નીકળી ગયો છે એવી ખબર મહેતાનાં લોકો સુધી પહોંચી ગઈ હતી.વિહાને પ્લાન મુજબ પોતાના પાસાં ફેંક્યા.ત્રિવેદીને ખુશ જોઈ તેણે વાત છેડી, “ત્રિવેદી એક વાત પૂછું?”
“હા બોલ બોલ,આજે તું પૂછીશ તેનો જવાબ મળશે”ત્રિવેદીએ હસીને કહ્યું.
“આ મહેતાંને એક જ છોકરો છે બરોબર? હવે તેને મહેતાના ધંધા વિશે કંઈ ખબર નથી તો મહેતાંએ કોના માટે આટલા બધા રૂપિયા ભેગા કર્યા છે?”વિહાને અંધારામાં તીર માર્યું.
     ત્રિવેદી એક પલ માટે ચૂપ રહ્યો,તેણે ઘડિયાળ પર નજર કરી અને તેની પત્નીને કૉફી લાવવા કહ્યું.
“વાત જૂની છે,મહેતાં એક મધ્યમ વર્ગનો આદમી હતો.એક દિવસ તેની પત્નીને અચાનક પેટમાં દુખાવો થતા તેને એ મારી પાસે લઈ આવ્યો હતો.ત્યારે રૂપિયાની લાલચમાં મેં તેને નિચોવી નાખ્યો હતો.તેની એક દીકરી હતી જેને એ ખૂબ જ પ્રેમ કરતો.મહેતાંની પત્નીને એક ચૅપી રોગ હતો જે વધુ વિફરતો જતો હતો.એ ચૅપી રોગની અસર તેની દીકરી પર પણ પડી.અહીં કોઈ ખાસ સુધારો ન દેખાતા મહેતાં બંનેને બીજા હોસ્પિટલમાં ખસેડયા અને બસ ત્યાંથી શરૂઆત થઈ મહેતાનાં કાળા કામોની”ત્રિવેદીએ નિસાસો ખાતા કહ્યું.ટેબલ પર કોફીના બે મગ આવ્યા.
       ત્રિવેદીએ કૉફી હાથમાં લઈ વાત આગળ ચલાવી,“બીજા હોસ્પિટલમાં મહેતાની પત્નીનો ઈલાજ ના થયો અને એ મૃત્યુ પામી,પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેની પત્નીને કોઈ ઝેરી સ્પ્રે સૂંઘવાથી આ દુખાવો થયો હતો,તેની દીકરી તો બચી ગઈ પણ મહેતાં પોતાને આ નર્કમાં પડતા ના બચાવી શક્યો”
“કદાચ મહેતાં તને ક્રૂર લાગતો હશે પણ જ્યારે તારા મમ્મીને હોસ્પિટલાઈઝ કર્યા હતા ત્યારે એ વારંવાર ફોન કરી ખબર પૂછતો હતો અને તારા મમ્મીને કંઈ થાય નહિ એવી સૂચના આપતો હતો”ત્રિવેદીએ કહ્યું.
“તો તેની દીકરી ક્યાં છે અત્યારે? અને અનિલ કોનો દીકરો છે?”વિહાને પૂછ્યું.
“તેની દીકરી ક્યાં છે એ તો ખબર નહિ પણ પછી મહેતાંએ બીજા લગ્ન કરી લીધા હતા અને અનિલ જન્મ થયો,થોડાં વર્ષો પછી મહેતાએ હરકિશન નામના વ્યક્તિ સાથે બિઝનેસ શરૂ કર્યો,હકીકતમાં તો એ બિઝનેસ નામનો જ હતો,મહેતાં પોતાના કાળા કામો છુપાવી શકે એ માટે જ મહેતાએ હરકિશન સાથે પાર્ટનરશીપ કરી હતી પણ એ બિઝનેસ લાંબો ચાલ્યો નહિ અને હરકિશને પાર્ટનરશીપ તોડી પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો”
“તેને એક દીકરી છે તો એ શા માટે આવા દેહવ્યાપારના સોદા કરે છે?એ પણ એક દીકરીનો પિતા છે તેને ના સમજવું જોઈએ?”ભાવનાઓમાં વહી વિહાને દલીલ શરૂ કરી.
“હવે એની પાછળ પણ કોઈ સ્ટૉરી હશે પણ મને નથી ખબર તું મહેતાને જ પૂછી લેજે.”કોફીનો મગ ટેબલ પર રાખી ત્રિવેદી ઉભો થયો, “હવે મારે લેટ થાય છે,આઈ થિંક તારે પણ નીકળવું જોઈએ”
     વિહાન ઉભો થયો.બંને ઘરની બહાર નીકળ્યા.
“વિહાન તું એક બાઇક ખરીદી લે”ત્રિવેદીએ સલાહ આપતા કહ્યું, “તારે સરળતા રહેશે”
“હા બસ બે-ચાર દિવસમાં એ જ કરવાનો છું”વિહાને વિચારીને કહ્યું એટલામાં તેનો ફોન રણક્યો.
“વિહાન ક્યાં છે તું હું તને મળવા તારા ઘરે આવી પણ અહીં તો તાળું છે,મારે થોડીવારમાં નીકળવું છે”આકૃતિએ કૉલમાં કહ્યું.
     વિહાન થડકી ગયો,તેના ઘરે મહેતાને રાખવામાં આવ્યો હતો, “તું..તું મારા ઘરે કેમ આવી? હું તો બહાર છું”
“ઓહ તો હું વેઇટ કરું છું અહીં”આકૃતિએ કહ્યું.
“મારે લેટ થશે,હું સીધો તારા ઘરે જ આવીશ”વિહાને કહ્યું અને કૉલ કટ કરી દીધો.આકૃતિ ઉદાસ થઈ પાછી ફરી.
“ચાલ વિહાન તને ડ્રોપ કરતો જાઉં”ત્રિવેદીએ કહ્યું.
“થેન્ક્સ પણ મારો દોસ્ત આવે છે તો હું તેની સાથે નીકળી જઈશ”વિહાને કહ્યું એટલે ત્રિવેદી પોતાની કાર લઈ નીકળી ગયો.
     ત્યાંથી શટલ કરી વિહાન કાલુપુર આવ્યો,કૌશિક વિહાનની રાહ જોઈ બેઠો હતો.
“જાણકારી મળી?”વિહાન આવ્યો એટલે કૌશિકે પૂછ્યું.કૌશિકે વિહાનને ચાની કીટલી પર મળવા બોલાવ્યો હતો.
“હા,મળી પણ કોઈ કામની નથી.મહેતાં કેવી રીતે આ ધંધામાં ફસાયો એ વાત ત્રિવેદીએ કહી”વિહાને ત્રિવેદી સાથે થયેલી વાતચીત કૌશિકને કહી.
“આટલું આપણાં માટે ઘણું છે,મહેતાને હવે કોઈ નહિ બચાવી શકે”કૌશિકે ખુશ થઈ કહ્યું.
“તો હું નીકળું?મારે એક અગત્યનું કામ છે”વિહાને કહ્યું.
“હા,હવે હું સંભાળી લઈશ,પરમ દિવસે હું તને ખુશીના સમાચાર આપીશ”કૌશિકે કહ્યું, “તું બે દિવસ ઘરે ના જતો,નાહક મહેતાને ખબર પડશે તો તું ફસાઈશ,તું બે દિવસ મારા ઘરે આવી જજે”
      વિહાન અને કૌશિક છુટા પડ્યા.વિહાને સમય જોયો તો બપોર થઈ ગઈ હતી.તેને આકૃતિ યાદ આવી.આકૃતિ સવારે તેને મળવા આવી હતી. વિહાને આકૃતિને કૉલ લગાવ્યો.
“વિક્કી…”સામેથી આકૃતિએ કહ્યું, “અમે નીકળી ગયા હવે આપણે થોડાં દિવસ પછી મળશું”
       વિહાને નિસાસો ખાધો.આકૃતિએ કૉલ કટ કરી દીધો.વિહાને ઇશાને કૉલ લગાવ્યો.
“હા બોલ વિહાન”ઇશાએ કહ્યું.
“મળી શકીશ?”
“હા,ક્યાં આવે છો બોલ”ઇશાએ કહ્યું.
“આપણે મહેતાની ઑફિસે જઈએ, ત્યાં કોઈ વાત જાણવા મળે તો”વિહાને કહ્યું.
“તું મને એડ્રેસ મોકલ હું અડધી કલાકમાં પહોંચી”કહી ઇશાએ કૉલ કટ કરી દીધો.
     વિહાન હજી થોડું ચાલ્યો ત્યાં એક દસ વર્ષનો છોકરો વિહાનને એક ચિઠ્ઠી પકડાવી દોડવા લાગ્યો.વિહાને તેને બૂમ પાડી પણ ત્યાં સુધીમાં એ છોકરો નીકળી ગયો હતો.
(ક્રમશઃ)
     શું કૌશિકે મહેતાને ગોંધી રાખી સૌની આંખોમાં ધૂળ નાખી દીધી છે?કૌશિક કોર્ટની તારીખ પહેલાં મહેતાને મહેફુસ રાખી શકશે કે એ પહેલાં મહેતાં નાસી છૂટશે?શું વિહાન અને ઈશા મહેતાની ઓફિસેથી કોઈ માહિતી મેળવી શકશે?
   વિહાનને ચિઠ્ઠી મળી તેમાં શું લખ્યું હશે?,જે લખ્યું હશે એ સૌને નવા રહસ્ય તરફ લઈ જશે કે એ ચિઠ્ઠી મોકલનાર વ્યક્તિનું રહસ્ય ખુલશે?જાણવા વાંચતા રહો.વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)