....... લગભગ હવે સોમનાથ પહોંચવાને દોઢથી પોણા બે કલાક જેવો સમય બાકી હતો.
ત્યાં જ વિશુનું Bye આવી ગયું.
કરણે પણ Bye કહી દીધું અને ભલે એ હજી અજાણી હતી પણ એણે "Take Care" લખી મોકલાવી દીધું.
વિશુએ પણ સામેથી "Take Care" મોકલ્યું.
4 વાગવાની તૈયારી હતી. કરણ અડધે રસ્તે પહોંચી ગયો હતો. એક/સવા એક કલાકમાં તે સોમનાથ પહોંચી જવાનો હતો.
કરણ અચાનક જ ઉઠી ગયો. બસને 5 મિનિટ માટે સ્ટોપ આપેલો હતો. તે મોઢું ધોઈને આવી ગયો. ઇન્સ્ટાગ્રામ પર તે પોતાના પેજની ફીડ ચેક કરવા લાગ્યો. દરેક પોસ્ટ પર લાઈક કરવા લાગ્યો ત્યાં જ એના ફોનમાં msg નોટિફિકેશન વાગી.
એ msg નોટિફિકેશન વિશુની હતી.
કરણને વિચારમાં પડી ગયો,"કોઈ છોકરી સામેથી આમ મેસેજ કદાચ તો નાં જ કરે, લાગે છે આ ફેક ID છે..!"
છતાં પણ એણે મેસેજ કર્યો,"Hiii.."
વિશુએ સામેથી કીધું,"Hello."
કરણે મેસેજ કર્યો,"ખોટું નાં લાગે તો એક વાત પૂછું?"
"હા..! પૂછો.!"વિશુએ સામેથી કીધું.
"ખોટું નાં લગાડતા પણ શું તમે ખરેખર Girl જ છો ને?" કરણ એ કીધું.
"કેટલી વાર પૂછવું છે યાર? હા હું છોકરી જ છું..!"વિશુએ કીધું.
"ઓકે..!" કરણે કીધું.
કરણને હજી પણ વિશ્વાસ નહોતો આવતો કે એ ખરેખર એક છોકરી જ છે.
તેણે વિશુને પૂછ્યું,"શું હું તમારો એક ફોટો જોઈ શકું?"
"ના..!હો.! હું કોઈને મારો ફોટો નથી બતાડતી અને એમાંય છોકરાઓને તો જરાઈ નઈ..!?" વિશુએ કીધું.
"તો તમારુ ID fake છે એમ જ સમજુ ને?" કરણે કીધું.
"હું કોઈને મારો ફોટો નથી બતાડતી બીજા બધા વેદનાં fan ને પૂછી જોવ..!?" વિશુએ કીધું.
"ઓકે. ! પણ તકલીફ શું છે એ તો કયો.!?" કરણે પૂછ્યું.
મેસેજ સીન ન થયો, કરણને લાગ્યું કદાચ એને આ વાત ગમી નહીં; એટલે એણે આ વાત પર વધુ કહેવાનું છોડી દીધું.
કરણ ફરીથી પેજની ફીડ ચેક કરવા માંડ્યો.
એક પોસ્ટ વાંચી એમાં લખ્યું હતું," પ્રેમની શરૂઆત હંમેશા ફ્રેન્ડશીપથી જ થાય છે...!" આ પ્રકારનો બેહૂદો સવાલ એણે વિશુને ધ્યાનમાં લઈને કર્યો...
અને એ એક વખત મલકાઈ ગયો..(હસો તમે પણ હસો-????)
એ બસની બારી બહાર જોઈને વિચારવા લાગ્યો કે જો એ ફેક ID જ છે તો હું એના વિશે શું કામ વિચારું છું?? ?
ત્યાં જ વિશુનો મેસેજ આવ્યો," sorry.. late reply આપવા માટે..!"
કરણનું ધ્યાન તો હજી બારી બહાર જ હતું. એણે તો હજી મેસેજ પર ધ્યાન નહોતું આપ્યું. એ ફરીથી ફીડ ચેક કરવા લાગ્યો.
એક બીજી પોસ્ટ વાંચી એમાં લખ્યું હતું," જે છોકરી late reply માટે સોરી બોલે એ દિલથી બોવ સારી છોકરી હોય છે." પોસ્ટ પર લાઈક કરીને તે બીજી પોસ્ટ જોવા માટે સ્ક્રોલ કરવા લાગ્યો.
અચાનક એનું ધ્યાન મેસેજ પર ગયું. એણે મેસેજ વાંચ્યો; પેલી પોસ્ટ એને યાદ આવી ગયી અને કરણ ફરીથી વિચારમાં પડી ગયો,'શું એ ખરેખર છોકરી જ હશે?' એનું મગજ એ સ્વીકારવા તૈયાર જ નહોતું કે એ છોકરી હશે..!?
છતાં એણે વાત ચાલુ જ રાખી.
"Hiii..." કરણે મેસેજ કર્યો.
થોડી વાર પછી વિશુએ સામે મેસેજ કર્યો," Hello"
કરણ સોમનાથ પહોંચવાની તૈયારીમાં હતો એટલે એણે સીધું "Bye" જ મેસેજ કરી દીધો અને એનું reason લખતા કીધું કે,"મારો સ્ટોપ આવી ગયો છે હું પછી વાત કરું. Bye....take care..."
વિશુએ પણ કરણને "bye...take care.." કહી દીધું.
કરણે એના પપ્પાને ફોન કર્યો,"Hello, પપ્પા; હું આંય(અહીં) બસ-સ્ટેન્ડે પહોંચી ગ્યો છું, તમે ક્યાં છો?"
કરણના પપ્પાએ કીધું,"બસ-સ્ટેન્ડથી મંદિર સાવ નજીક જ થાય છે, અમે મંદિરની બહાર જ ઉભા છીએ. જલ્દી આવ પછી ટ્રેન પકડવાની છે."
"હા હું આવું છું..!" કરણે કીધું.
10-12 મિનિટમાં કરણ મંદિર પાસે પહોંચી ગયો અને ત્યાં જ સામે એનાં પપ્પા-મમ્મી અને નાની બહેન ઉભા હતા.
"અરે.!! આંય....આંય...!(અહીં..અહીં..)" કરણના પપ્પાએ બુમ પાડી.
"હા.. હા.." કરણ બોલ્યો..
બધા મંદિરમાં દર્શન કરવા માટે જલ્દી જલ્દી અંદર જાય છે. હજી તો મંદિરના ગ્રાઉન્ડમાં માંડ પહોંચ્યા હતા, ત્યાં બુટ-ચંપલ કાઢવાના હતા. સહેજ આગળ ગયા તો ડાબી બાજુ બુટ-ચપ્પલ રાખવાની સ્પેશ્યલ દુકાન હતી.ત્યાં બુટ-ચપ્પલ રાખી ટોકન લીધું અને બાજુની દુકાન પર તમામ સામાન અને મોબાઈલ સહિતની વસ્તુ રાખી, કારણ કે મંદિરની અંદર આવી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની પરમિશન ન્હોતી.
આગળ વધ્યા.. ત્યાં સિક્યુરિટી ગાર્ડ બોડી ડિટેક્ટર લઈને ઉભા હતા. બધાને ડિટેક્ટર વડે તપાસી એ બાદ જ અંદર આવવા દેતા હતા.
હવે પહોંચે છે મંદિરની અંદર. સામેથી જ્યાં ભગવાન પ્રસ્થાપિત કરેલા છે આખો ગૃહ સોનાનો. સામાન્ય માણસ તો જોઈને અભિભૂત જ થઈ જાય.
ત્યારબાદ એ મંદિરની બીજી બાજુ ઉપરથી જ દૂર દરિયા કિનારો દેખાય. અને એ જે મસ્ત દેખાવ હતો શાયદ કોઈ ખરેખર ત્યાં જ રહેવાનું પસંદ કરી લે, કારણ કે સાંજની જે beauty હોય એ મસ્ત જ હોય..એ પણ દરિયા કિનારે એટલે..!?
દરિયા કિનારો જોઈને બધા ફરીથી નીચે આવ્યા અને ટોકન આપીને ચપ્પલ અને સામાન લઈ લીધો. હવે દરિયાકિનારાનો પાસેથી અનુભવવાની વાત આવી પણ ટ્રેઈનનો સમય થઈ જવાનો હતો. રસ્તામાં ચાલતા જ એ દરિયાકિનારો જોયો અને એક થી બે સેલ્ફી લઈ ચાલતા બન્યા.
15 મિનિટ અને પહોંચ્યા રેલવે સ્ટેશન... ટિકિટ બારી એ જઈને ટિકિટ લીધી
અને ટિકિટ અધિકારી બોલ્યો,"જલ્દી જાવ ટ્રેઈન ઉપડવાનો ટાઈમ થઈ ગયેલ છે... હમણાં ઉપડી જશે..."
અને કરણ બોલ્યો," પપ્પા તમે લોકો ચાલતા થાવ હું ટિકિટ લઈને આવું છું.!"
કરણ જલ્દી જલ્દી ટિકિટ લઈને પહોંચી ગયો. એના મમ્મી-પપ્પા હજી ટ્રેઈન કોચમાં ચઢતા હતા. એટલે તેને વધુ સમય ન લાગ્યો.
5:30 વાગી ગયા હતા અને ટ્રેઈન ઉપડવાનો સમય પણ હતો; ખુશી થઈ એ બધાને કે સમયસર ટ્રેઈનમાં પહોંચી ગયા.
સીટો ખાલી જ હતી એટલે કરણ સિંગલ સીટ પર બેઠો.
એ ફરીથી એની ફીડ ચેક કરવા લાગ્યો. એક પોસ્ટ બનાવેલી રાખી હતી એ પેજના ફીડમાં પોસ્ટ કરી.
થોડી વાર પછી ટ્રેઈન ઉપડી ગયી. કરણના આખા પરિવારને હાશ થઈ...
કરણે ફરીથી વિશુને મેસેજ કર્યો, કદાચ એ રીપ્લાય આપી દે અને હજી એક વખત એ છોકરી છે કે નહીં? એ વાત પર confirmation લઈ લે.
કારણે રાહ જોઈ કે જો એ છોકરો હશે તો જલ્દીથી રીપ્લાય આપશે પણ રીપ્લાય આવ્યો જ નહીં. કરણને થોડાક અંશે વિશ્વાસ બેસવા લાગ્યો કે એ છોકરી જ છે.
એને આટલું બધું વિચારવું એટલે પડતું હતું કે એની સાથે આ ઓનલાઇન relationમાં દગો મળ્યો હતો. કોઈ છોકરાએ છોકરી બનીને એની સાથે વાત કરી હતી અને આવી વાત એ કોઈને કહી શકે એમ પણ નહોતો કારણ કે જો એ કહે તો બધા હસે એની ઉપર. એણે આ વાત છુપાવીને રાખી હતી પણ શું જાણે એને શુ થયું કે આજે પહેલી વખત એણે એ વાત કોઈ બીજાને કહી હોય.
શનિવારની રાત હતી આ તો અને કાલે રવિવાર હતો કરણે વિચાર્યું કે કદાચ કાલે રવિવાર છે અને એ ઓનલાઈન તો આવશે જ એટલે કાલે જ હું એની સાથે વાત કરી લઈશ અને confirm કરી લઈશ.
ત્યાં જ એની બહેન એની પાસે આવી અને કહેવા લાગી,"ભાઈ મને barbie નાં video જોવા આપ.! પપ્પા આને કયો આપે ફોન..!"
કરણ બોલ્યો," થોડીક જ વાર હો....!"
કરણે You tube ચાલુ કરી આપ્યું અને એ આરામથી ટ્રેઈનની બારી પાસે માથું રાખી આંખો બંધ કરી અને એને ઊંઘ આવી ગયી.
ત્યાં જ એને એક સપનું આવ્યું અને એમાં એક અજાણી વ્યક્તિ એની સાથે વાત કરી રહી છે. એ એને કહે છે,'તું કેટલી મસ્ત દેખાય છે..?? તું આમ જ રહેજે જરાય બદલતી નહીં...હો...! તું મારી દોસ્ત બનીને રહેજે અને ક્યારેય મને છોડતી નહીં.'
સામેથી તે વ્યક્તિ બોલે છે,'અરે! અરે! હું તને મૂકી દઈશ તો મને "તમે" કહીને કોણ બોલાવશે? મારી વાત કોણ માનશે? અત્યારે ભલે તું મને "તું" કહેતો હોય પણ તને ગુસ્સામાં જોવાની મજા અને પ્રેમથી સમજાવવાનો લુફત કોણ ઉઠાવશે હૈં..!?'
કરણને સપનામાં અવાજ સાંભળ્યો,'ચાલ! હવે ઉઠ સ્ટેશન આવી ગયું..
કરણ બોલ્યો,'તું જા હું આવ્યો..!'
કરણ તો હજી સપનામાં જ રખડતો હતો.
ત્યાં જ કરણની બહેને પાછો એક વખત અવાજ આપ્યો એ પણ કાનમાં,'એ ભાઈ ઉઠ.. ટ્રેઈન પાટાની નીચે ઉતરી ગયી છે..!'
ત્યાં જ કરણ એ રીતે ઝપકી મારી કે સીટની બાજુમાં ઉભેલ એક-બે જણ પણ ડરી ગયા.(? ? ? ?)
3-5 મિનિટમાં પ્લેટફોર્મ આવી ગયું અને કરણ માંડ માંડ આંખ ખોલતો પ્લેટફોર્મ પર ચાલવા લાગ્યો. એક વખત તો એ ગોથું(ગુલાંટ) જ ખાઈ જવાનો હતો પણ રહી ગયો.
15 મિનિટ પછી ઘરે પહોંચી ગયો અને જેવો સુઈ ગયો તે બીજે દિવસે સવારે જ જાગ્યો. પહેરેલા જ કપડામાં સુઈ ગયો એટલી ઊંઘ આવી એને..
?????????????????????
શું જાણી શકશે કરણ વિશુ છોકરી છે કે નહીં એ બાબતને? રાહ જુઓ આવતા ભાગની..! ત્યાં સુધી પહેલા 4 પાર્ટ વાંચી શકો છો..!