Vikruti - 23 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-23

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-23

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-23
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
       કૌશિકની મદદ લઇ વિહાન મહેતા સાથે ક્રોસ ગૅમ રમે છે.એકબાજુએ મહેતાને હેલ્પ કરે છે એવું જતાવે છે અને બીજીબાજુ એ જ કૌશિકને મહેતાની બાતમી આપે છે.મહેતા ગિરફ્તાર થઈ ગયો એ વાત જાણી પોતાની બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે એમ વિચારી એ ખુશ થાય છે અને આકૃતિને મળવા જાય છે.આકૃતિને મળી વિહાન ઇશાને મહેતા વિશે જણાવવાનું વિચારી તેને મળવા બોલાવે છે.
       ઇશા મહેતાની બધી વાતો કહેવાના ઈરાદાથી જ વિહાનને મળવા જાય છે.ઈશા કોઈ વાત કહે એ પહેલાં વિહાન મહેતા વિશે ઇશાને પૂછે છે.હવે આગળ…
“વિહાન તું સિગરેટ પીએ છે?’વિહાનના હાથમાં સિગરેટ જોઈ ઈશા ચોકી ગઇ.
“મારે તને જે વાત કહેવી છે એ માટે જરૂરી છે”વિહાને કહ્યું.
“એવી તો શું વાત છે જે માટે તું વ્યસન કરે છે?આ હેલ્થ માટે ડેન્જર છે તને ખબર છે ને? અને આપણે ફ્રેન્ડ છીએ કોઈ પણ વાત બેજિજક કહી શકીએ,તું આ સિગરેટ રહેવા દે પ્લીઝ”ઇશાએ વિહાનના હાથમાંથી સિગરેટ છીનવી લીધી,સિગરેટના બે કટકા કરી ફેંકી દિધી, “બોલ હવે,શું કહેતો હતો તું?”
“હું બ્લેકમેઇલિંગનો શિકાર થયો છું”વિહાને કહ્યું.
“શું?”
“હા,મને થોડા દિવસથી બ્લેકમેઇલ કરવામાં આવે છે”વિહાને એક ઊંડો શ્વાસ ભરી વાત શરૂ કરી.
“મારા મમ્મીને હાર્ટએટેક આવ્યો એટલે હું મહેતા પાસે ગયો હતો,ત્યારે તેણે મને રૂપિયા સાથે ‘એક ફ્લેટના દસ્તાવેજો છે' એમ કહીને એક બ્રિફકેસ આપ્યું.એ બ્રિફકેસ મારે ડૉ.ત્રિવેદને આપવાનું હતું.હું જ્યારે હોસ્પિટલ આવતો હતો ત્યારે એક રિક્ષાએ મને ટક્કર આપી અને એ બ્રિફકેસ ખુલ્લી ગયું.તેમાં દસ્તાવેજો સાથે વિશ છોકરીઓની માહિતી હતી જે ગાયબ થઈ હતી.તેમાં એકવીસમું નામ આકૃતિનું હતું.”
     ઈશાની આંખો પહોળી થઈ ગઈ, “મતલબ આકૃતિ કહેતી હતી એ સાચું હતું,એ કિડનેપ થઈ હતી”
“હા,મને બ્લેકમેઇલ કરવા મહેતાના ગુંડાઓએ તેને કિડનેપ કરી હતી,હું મહેતા પાસે પહોંચ્યો એટલે તેણે મને આકૃતિ અને મમ્મી સાથે રહેલાં ગુંડાઓ સાથે વિડીયોકોલ કરાવ્યો,હું ત્યારે ડરી ગયો હતો એટલે મેં તેની બધી વાતો સ્વીકારી લીધી. જ્યારે હું બહાર આવ્યો ત્યારે એક છોકરી મને આ ચિઠ્ઠી આપી ગઈ”વિહાને પોકેટમાંથી ચિઠ્ઠી કાઢી.
“આ કોણે આપી ખબર છે?”વિહાને પૂછ્યું.
“કોણે?”
“રીટાએ,એને પણ કોઈ બીજી છોકરીએ આપી છે અને જાણવા જેવી વાત તો એ છે કે એ ચિઠ્ઠી મોકલનાર છોકરી આપણી કોલેજની જ છે અને મહેતાની બધી જ વાતો તેને ખબર છે.”
“મતલબ આ બધું મહેતા જ કરે છે? રીટા ક્યાં છે?”ઇશાએ વિહાન પાસે વધુ વાત જાણવા પૂછ્યું.ઇશાની વાત સાંભળી વિહાન ચૂપ થઈ ગયો.
“રીટાનું મર્ડર થઈ ગયું,મહેતાના લોકોએ તેને ગોળી મારી દીધી.મેં બધી વાત ઇન્સપેક્ટર કૌશિકને કહી દીધી અને તેણે એરપોર્ટ પરથી જ મહેતાને પકડી લીધો.”વિહાને કહ્યું.
“તું પહેલાં પણ પોલીસની મદદ લઇ શક્યો હોત ડફર,કારણ વિના બિચારી રીટા ફસાઈ ગઈ”ઇશાએ ગુસ્સો કરતા કહ્યું.
“અરે મહેતાનું નેટવર્ક સ્ટ્રોંગ છે,એની સાથે ઘણા લોકો છે,કોણ છે એ ખબર નહિ પણ તેની વાતો પરથી લાગતું હતું કે એ મોટો ગેમ્બલર હશે અને બધાને પોતાના ઈશારા પર નચાવી શકતો હશે.”
“તો આ કૌશિક તેના ઈશારા પર ના નાચતો?”ઇશાએ પૂછ્યું.
“ના,એ મહેતાનો વિરોધી હતો,તેના જ ગુંડાઓએ મને માહિતી આપી,એ બિચારા પણ આ જાળમાંથી છૂટવા માંગે છે.”
“કોણે બાતમી આપી તને?”ઇશાએ પૂછ્યું.
“તને ખબર છે હોસ્પિટલમાં આપણી સાથે રાજુ નામનો વ્યક્તિ હતો,એ અને તેની સાથે રઘુવીર નામનો વ્યક્તિ પણ છે”વિહાને કહ્યું.
“તું આ બધું મને કેમ કહે છે? આકૃતિને તે આ વાત કહી?”ઇશાએ અકળાતા કહ્યું.
“ના,એ કારણ વિના ચિંતા કરે અને મારા કારણે તેને કોઈ પ્રોબ્લેમ ન થાય એ વિચારી મેં તેને ના કહ્યું.મારે કોઈકને તો આ વાત કરવી હતી.તારી સિવાય બીજું વ્યક્તિ મને યોગ્ય ના લાગ્યું એટલે મેં તને કહ્યું”વિહાને ખુલાસો કરતા કહ્યું.
“ગૂડ,સારું કર્યું.હવે આગળ શું?”ઇશાએ પૂછ્યું.
“મહેતાં તો ગિરફ્તાર થઈ ગયો છે તો પણ મને એક વાત નથી સમજાતી. હું કંઈ એવો ખાસ માણસ નથી કે મારી પાછળ આટલા લોકો હોઈ શકે.તો આ બધું થવા પાછળનું કારણ શું હશે?”વિહાને મગજ કસતા કહ્યું.
“હવે એ તો આ ચિઠ્ઠી મોકલનાર વ્યક્તિ જ જણાવી શકે”ઇશાએ તર્ક કાઢતાં કહ્યું.
“પણ હવે તો મહેતાં ગિરફ્તાર થઈ ગયો,તો શા માટે એ ચિઠ્ઠી લખે?”વિહાને કહ્યું.ઇશાને પણ આ વાત સાચી લાગી.વિહાનને મેહતાથી બચાવવા જ એ વ્યક્તિએ ઇશાને પણ ચિઠ્ઠી લખી હતી.હવે મહેતાંથી વિહાનને કોઈ ખતરો નથી તો શા માટે એ વ્યક્તિ કોઈને ચિઠ્ઠી લખે?
    ઇશાને પણ આવી ચિઠ્ઠીઓ મળી છે અને એ પણ વિહાનને બચાવવા મથતી હતી એ વાત ઇશાએ વિહાનને ના કહી.વિહાન હવે મહેફુસ હતો એ વાત જાણી ઇશાને ખુશી થઈ પણ વિહાને જે રીતે મહેતાની વાત કરી એ પરથી ઇશાને સમજાય તો ગયું જ હતું કે આવા કામ પાછળ એકલો મહેતા ના હોય.કદાચ હજી વિહાન પુરી રીતે સુરક્ષિત નથી.
“તે મહેતાં વિશે માહિતી મેળવી?જો એ ચિઠ્ઠી મોકલનાર વ્યક્તિ મહેતા વિશે એટલું બધું જાણતું હોય તો નક્કી એ મહેતાના ધંધાનો હોઈ શકે અથવા એવી વ્યક્તિ જેને મહેતાનાં આવા કામ પસંદ ના હોય અને તારા પણ પરિચયમાં હોય.”ઇશાએ તર્ક કાઢતા કહ્યું.
“મહેતાને એક છોકરો છે અનિલ.મને બસ આટલી જ ખબર છે અને મારા કોન્ટેકમાં તો તું,ખુશી અને આકૃતિ જ છો.હું કોઈને અમદાવાદમાં ઓળખતો પણ નથી.”વિહાને કહ્યું.
“એક મિનિટ તે શું કહ્યું હતું હમણાં? રીટાને ચિઠ્ઠી મોકલનાર વ્યક્તિ આપણાં કોલેજની જ છે બરાબર? તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ તો?”ઇશાએ કહ્યું.
“હા પણ એ વ્યક્તિ કોણ છે એ કેવી રીતે ખબર પડશે?”
“એકવાર શરૂઆત તો કરીએ,આમ પણ તારે હવે મહેતાથી કોઈ ખતરો છે નહીં તો કોશિશ કરવામાં શું વાંધો છે?”ઇશાએ સમજી વિચારીને શબ્દો ગોઠવ્યા.વિહાનને ખબર નોહતી કે ઈશા શા માટે તેને આવું કહી રહી છે પણ વિહાને સહમતી દર્શવતા ડોકું ધુણાવ્યું.
“હવે છોકરીઓ મળી ગઈ છે તો આવતા વિકમાં કૉલેજ સ્ટાર્ટ થઈ જશે અને આપણે ત્યાંથી જ શરૂઆત કરીશું,કાલે આકૃતિનો બર્થડે છે તું હવે તૈયારી શરૂ કરી દે નહીંતર મેડમને ખોટું લાગી જશે”ઇશાએ વિહાનનો મૂડ હળવો કરવા મજાક કર્યું.
“હા યાર,કંઈ વિચારવું પડશે,તું ક્યારે આવીશ મને લેવા?”વિહાને પૂછ્યું.
“સૉરી યાર,કાલે થોડું કામ છે સો હું સાંજે જ ફ્રી થઈશ.તારે આકૃતિને કોઈ જગ્યાએ લઈ જવાનો પ્લાન હોય તો મારું પ્લેઝર લઈ જા”
“હા પ્લાન તો છે પણ તારા વિના કેમ થશે?”
“ખુશીને કહેજે,એ લઈ આવશે આકૃતિને”ઇશાએ આછાં સ્મિત સાથે કહ્યું.
“ચાલ મને ડ્રોપ કરી જા,મમ્મી ઘરે રાહ જોતી હશે”ઈશા ઉભી થઇ, “બી કેરફુલ હા,મહેતાનાં લોકો કદાચ તારા પર નજર રાખતાં હશે”ઇશાએ વિહાનને ચેતવતા કહ્યું.
***
       વિહાનને મળી આકૃતિ ઘરે પહોંચી.આવતી કાલે તેનો બર્થડે હતો એટલે એ ખુશ હતી.કાલે એ એકવીસ વર્ષ પુરા કરવાની હતી.આજે એ માટે જ તેણે પટિયાલા ડ્રેસ પહેર્યો હતો.પટિયાલા ડ્રેસ એને જચતો એવું વિક્રમે કહેલું.વિક્રમ અને આકૃતિએ બાળપણ સાથે વિતાવેલું.વિક્રમના પપ્પા આર્મી મેન હતા.તેઓએ વિક્રમને નાનપણથી જ બોડીંગમાં મોકલી દીધો હતો એટલે ખુશી અને આકૃતિ બંનેએ સાથે એજ્યુકેશન મેળવ્યું હતું.આકૃતિ ક્યારેક વિક્રમ સાથે વીડિયોકૉલમાં વાતો કરી લેતી.
     આકૃતિ વિહાનના આજના વર્તનથી અંજાય ગઈ હતી. વિહાન પહેલા પણ આવી વાતો કરતો પણ આજે તેની વાતોમાં જુદી જ છાંટ હતી.વિહાન હદ બહારનો ખુશ હતો પણ એ જતાવી ના શક્યો એ આકૃતિ જાણી ગઈ હતી.આકૃતિએ જન્મદિવસ પર કયો ડ્રેસ પહેરવો એ અગાઉથી જ નક્કી કરી લીધુ હતું પણ વિહાને આજે જે વાત કરી હતી એ પરથી તેણે પોતાનું મન બદલ્યું હતું.કાલે એ, એ જ રેડ ટોપ અને બ્લેક એન્કલ જીન્સ પહેરવાની હતી જેમાં વિહાને તેને પહેલીવાર જોઈ હતી.વિહાન માટે આ સરપ્રાઈઝ હતું.
     આકૃતિ વિચાર કરતી સોફા પર બેઠી હતી એટલામાં તેના મમ્મી ઇલાબેન કિચનમાંથી બહાર આવ્યા.આકૃતિએ સોફા પર બેઠીને જ ઇલાબેનને હગ કર્યો.આકૃતિની આ ટેવ હતી.બહારથી ઘરે આવે એટલે પહેલું કામ આ જ કરતી.આકૃતિ હવે બાલિક બની ગઈ હતી પણ તેની મમ્મી પાસે એ જ બાળપણવાળી આકૃતિ બનીને રહેતી.ઇલાબેન પણ હંમેશા આકૃતિના માથે હાથ ફેરવી તેને હગ કરતા. ઇલાબેનનું આજે આકૃતિ પાસે આવવાનું કારણ બીજું હતું.
“બેટા”ઇલાબને વહાલથી આકૃતિના માથાં પર હાથ ફેરવતા કહ્યું, “કાલે તું એકવીસ વર્ષની થઈશ,બોલ તારે શું જોઈએ છે?”
“મમ્મી મારે કંઈ નથી જોતું,તમે બસ બધા જન્મમાં મારી મમ્મી બની રહો એવું ભગવાન પાસેથી વરદાન જોઈએ”આકૃતિએ તેની મમ્મીને ટાઈટ હગ કરતા કહ્યું.
“હું તારી પાસેથી કંઈ માંગી શકું?”ઇલાબેને હળવાશથી કહ્યું.
“હા મમ્મી”આકૃતિએ તેની મમ્મીની લાગણીના આવેગમાં વહેતાં કહ્યું.એ જાણતી નોહતી કે તેની મમ્મી આકૃતિને ઇમોશનલ કરી શું વાત કરવા માંગતા હતા.
“આજે શીલાનો ફોન આવ્યો હતો,તારા માટે એક છોકરો જોયો છે,તું ફ્રી હોય તો કાલે મળી લેજેને.”આકૃતિને ફોસલાવતા ઇલાબેને કહ્યું.
“મમ્મીમી..”આકૃતિએ નારાજ થતા કહ્યું, “તમે તો શિલામાસીને ઓળખો છો ને,એને બીજું કોઈ કામ જ નથી.જ્યારે ત્યારે મારુ જ લોહી પીવે છે”
“મને બધી ખબર છે આકૃતિ, પણ આ વખતે તારા પપ્પાએ પણ તૈયારી બતાવી છે અને તેના જ દોસ્તનો કોઈ છોકરો મળવા આવે છે”ઇલાબેને આકૃતિને સમજાવતા કહ્યું, “તું એકવાર મળી તો લે જે.ના પસંદ આવે તો વાત પૂરી.આપણે ક્યાં તને ત્યાં પરણાવી જ દેવી છે”
     આકૃતિએ પરાણે હામી ભરી.ઇલાબેન ખુશ થઈ ફરી કિચનમાં ચાલ્યા ગયા.આકૃતિ ફ્રેશ થઈ ડિનર ટેબલ પર આવીને બેઠી રહી.તેનો ચહેરો મુર્જાયેલો હતો,કાલનો પૂરો દિવસ એ વિહાનને આપવા માંગતી હતી પણ તેના મમ્મીએ આ વાત કરી એટલે આકૃતિનો ઉત્સાહ ઓછરી ગયો હતો.
***
    વિહાન ઇશાને ઘરે ડ્રોપ કરી તેની પ્લેઝર લઈ ઘરે આવ્યો.આકૃતિને કેવી રીતે સરપ્રાઈઝ આપવું અને ગિફ્ટમાં શું આપવું એ વિચાર વિહાનની પુરી રાત લઈ લેવાનો હતો એટલામાં આકૃતિનો કૉલ આવ્યો.
“હાય,કેમ અત્યારે કૉલ કર્યો?”ઉતાવળમાં વિહાને પૂછી લીધું.આકૃતિ કોઈ દિવસ રાત્રે કૉલ ના કરતી એટલે વિહાનને થોડું અજુગતું લાગ્યું.
“કેમ ના કરાય?તું મારો બોયફ્રેન્ડ છો અને હું તને ગમે ત્યારે કૉલ કરી શકું”આકૃતિએ ગુસ્સામાં કહ્યું.
“હું તો કહું છું તું રોજે કૉલ કર”વિહાને મસ્કો માર્યો, “પણ તું કોઈ દિવસ અત્યારે કૉલ નથી કરતી એટલે તારી ચિંતા થઈ,બોલ કોઈ સીરીયસ વાત નથીને?”
“યાર શું કહું,કાલે મને પપ્પાના ફ્રેન્ડનો છોકરો જોવા આવવાનો છે”આકૃતિએ ઉદાસ થતા કહ્યું.
“મતલબ કાલે તું મને નહિ મળે?”વિહાને ગભરાઈને કહ્યું.
“મળીશ જ ને,એટલે જ કૉલ કર્યો પાગલ.કાલે હું પપ્પાને તારા વિશે વાત કરવાની છું એટલે હવે મારા મમ્મી-પપ્પાને મળવાની તૈયારી કરી લેજે”આકૃતિએ શરમાતા કહ્યું.
“ઑકે,ચાલ હવે મને જમી લેવા દે,હું જમીને કૉલ કરું તને”વિહાને કહ્યું.
“રૂક ઓય,સુન”આકૃતિએ કહ્યું.
“હા બોલ”
“આઈ લવ યુ”આકૃતિએ ધીમેથી કહ્યું.વિહાનના દિલની ધડકન વધી ગઈ.આકૃતિ એટલા વહાલથી જ બોલી હતી કે કોઈની પણ ધડકન વધી જાય.
“કેમ ચૂપ થઈ ગયો?”વિહાને જવાબ ના આપ્યો એટલે આકૃતિએ પૂછ્યું.
“કેમ અચાનક?”વિહાને પૂછ્યું.
“તે જ કહ્યું હતું કે શબ્દો ઓછાં લાગે તો હગ કરી લેવાય અથવા આઈ લવ યુ કહી દેવાય.હવે અત્યારે હગ તો કરી ના શકું એટલે આઇ..લવ..યુ”આકૃતિએ ફરી કહ્યું.
“આઈ લવ યુ ટુ”વિહાને રૂખસુખ અવાજે કહ્યું.
“શું યાર,તારામાં ફીલિંગ જ નહીં..હુહ”આકૃતિ મોં બગાડી કહ્યું.
“અચ્છા,આઈ..લવ..યુ,બસ હવે ખુશ?’વિહાને કહ્યું.
“હા,બાય”આકૃતિએ મોબાઈલ પર કિસ કરી ફોન કાપી નાખ્યો.
(ક્રમશઃ)
     સૌથી મોટો પ્રશ્ન : ચિઠ્ઠી મોકલનાર વ્યક્તિ કોણ હશે?બીજો પ્રશ્ન : ઇશાના મગજમાં શું રમત ચાલી રહી હશે?આકૃતિ તેના પપ્પાને કન્વીન્સ કરી શકશે કે પછી આકૃતિને જોવા કોઈ છોકરો આવશે? આવશે તો વિહાનની હાલત શું થશે?વિહાને આકૃતિ માટે શું સરપ્રાઈઝ પ્લાન કર્યું હશે? જાણવા વાંચતા રહો.વિકૃતિ.
 Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)