નમસ્તે મિત્રો આ આલેખ શ્રીમદ ભગવદ ગીતા જયંતી નિમિત્તે લખેલો છે.શ્રીમદ્ ભગવદ્ગીતા એટલે શું?
આજે આપણે ગીતાજી વિશે થોડી જાણકારી મેળવીશું,અને ગીતાજીના પાઠ કરવાનું શું મહત્વ છે એની પણ થોડી જાણકારી મેળવીશું.
ગીતા એટલે આપણા જીવનમાં ઊઠતા દરેક સવાલનો જવાબ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે આપણા સંસારિક જીવન તેમજ જ્ઞાન-વૈરાગ્ય જીવનના દરેક પ્રશ્નોના જવાબ આપેલા છે.
એટલે જ સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે"
"गीता सुगीता कर्तव्या, किमन्यै: शास्त्रविस्तरै:।
या स्वयं पद्मनाभस्य,मुखपद्माद् विनिःसृता।।"
એટલે કે એમ કહેવા માંગે છે કે"બધા જ શાસ્ત્રોનો સાર ગીતાજીમાં આવે છે તો બધા શાસ્ત્રો ને ભણવાની શું જરૂર છે?"
શ્રીમદ ભગવતગીતા ની સામાન્ય જાણકારી આવે છે કે કુરુક્ષેત્ર ની અંદર ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જ્ઞાન આપ્યું હતું. એ જ્ઞાન એ જ શ્રીમદ ભગવતગીતા.
શ્રીમદ ભગવતગીતા ની અંદર ૧૮ અધ્યાય આપેલા છે. ભગવાન શ્રીકૃષ્ણે એમાં સાંખ્ય યોગ,કર્મ યોગ,ભક્તિ યોગ જેવા અનેક યોગ તેમજ કર્મ ના બે માર્ગ પણ બતાવ્યા છે.
અહીં હું દરેક અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે શું કહ્યું હતું અને તેનું નામ ભગવદ ગીતામાં શું છે એ જાણકારી આપીશ.
**********************************************
પ્રથમ અધ્યાય:-
અધ્યાયનું નામ:-"અર્જુનવિષાદ યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-47
મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન પોતાના પરિવારજનોને જોઈને યુદ્ધ કરવાથી વિમુખ થઈ જાય છે અને વિષાદ કરે છે એનું નામ એટલે કે અર્જુનવિષાદ યોગ.
અર્જુનવિષાદ યોગ માં સંજય અને ધૃતરાષ્ટ્ર નો વાર્તાલાપ આવે છે તેમજ પિતામહ ભીષ્મ અને દુર્યોધનનો સંવાદ પણ આવે છે.
આધ્યા ની અંદર યુદ્ધ કરતા મુખ્ય મુખ્ય શુરવીરો ની ગણના તેમજ તેમનો સામર્થ્ય અને વીરતાનું કથન કરવામાં આવ્યું છે.
બંને સેનાઓ ના શંખધ્વનિ તેમજ કયા કયા શંખ વગાડે શંખ ના નામ સાથે આપવામાં આવ્યું છે.
અર્જુન દ્વારા બંને સેનાઓ વચ્ચે લઈ જઈને બંને સેનાઓ નું નિરીક્ષણ કરવાની માંગણી કરવી. તેમજ પોતાના પરિવારજનો મિત્રો ને જોઈને તેમજ અને પિતામહને જોઈને યુદ્ધ ન કરવાની તેની પ્રતિજ્ઞા તેમજ વિષાદપૂર્ણ આ અધ્યાયમાં આવે છે.
**********************************************
બીજો અધ્યાય:-
અધ્યાયનું નામ:-"સાંખ્ય યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-72
બીજા ધ્યાન અંદર ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરે છે તેમજ સાંખ્ય યોગ જ્ઞાન આપે છે. અર્જુનની કાયરતા અંગે શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ પણ થાય છે. ક્ષત્રિય ધર્મ અને તેના અનુસાર યુદ્ધ આવશ્યકતા અને તેનું વર્ણન.
કર્મયોગનો પણ વિષય આમા જણાવવામાં આવ્યો છે. કર્મની મહત્તા પણ આમા જણાવવામાં આવી છે.
સ્થિર બુદ્ધિ પુરુષો અને તેના લક્ષણો નું વર્ણન પણ આ ધ્યાનમાં કરવામાં આવેલું છે.
**********************************************
ત્રીજો અધ્યાય:-
અધ્યાયનું નામ:-"કર્મ યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-43
આયોગ ની અંદર ધર્મની આવશ્યકતા તેમજ જ્ઞાનયોગ અને કર્મયોગ અનુસાર અનાસક્તભાવે નિયત કર્મ કરવાની શ્રેષ્ઠતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
યજ્ઞ-યાગાદિ કર્મના આવશ્યકતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
જ્ઞાનવાન અને ભગવાનને માટે પણ કર્મોની આવશ્યકતા નું નિરૂપણ પણ કરવામાં આવ્યું છે.
અજ્ઞાની અને જ્ઞાન ના લક્ષણો અલગ પાડ્યા છે તથા રાગ-દ્વેષથી રહિત થઈને કરવા માટે પ્રેરણા કરવામાં આવેલી છે.
**********************************************
ચોથો અધ્યાય:-
અધ્યાયનું નામ:-"જ્ઞાનકર્મસંન્યાસ યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-42
સગુણ ભગવાન નો પ્રભાવ અને કર્મયોગનો વિષય અધ્યાયમાં નિરુપણ કરવામાં આવેલો છે.
યોગી મહાત્મા પુરુષોના આચરણ અને એમનો મહિમા પણ આમાં દર્શાવવામાં આવેલો છે.
ફળસહિત જુદા-જુદા યજ્ઞોનું કથન પણ કરવામાં આવેલું છે તેમ જ જ્ઞાનનો મહિમા પણ આપેલો છે.
**********************************************
પાંચમો અધ્યાય:-
અધ્યાયનું નામ:-"કર્મસંન્યાસ યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:- 29
આ અધ્યાયની અંદર અર્જુન ભગવાનને સાંખ્ય યોગ અને કર્મયોગ ના નિર્ણય કરવાનું કહે છે.
ભગવાન સાંખ્યયોગી અને કર્મયોગનાં લક્ષણો તથા તેમનો મહિમા જણાવે છે.
અધ્યાયમાં બીજો જ્ઞાનયોગનો વિષય તેમજ ભક્તિ સહિત ધ્યાન યોગ નું વર્ણન કરવામાં આવેલું છે.
**********************************************
છઠ્ઠો અધ્યાય:-
અધ્યાયનું નામ:- "આત્મસંયમ યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-47
આ અધ્યાય ની અંદર ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન ને કર્મયોગનો વિષય અને યોગારૂઢ પુરુષોના લક્ષણોનું વર્ણન કરે છે.
આત્મા ઉદ્ધાર માટે ભગવાન ની પ્રેરણા અને ભગવત પ્રાપ્ત થયેલા પુરુષો ના લક્ષણો અધ્યાયમાં છે.
આધ્યા ની અંદર વિસ્તાર પૂર્વક ધ્યાન યોગનો વિષય પણ આવેલો છે.
તેમજ યોગભ્રષ્ટ પુરુષની ગતિનો વિષય તથા ધ્યાન યોગનો મહિમા પણ જણાવવામાં આવેલો છે.
**********************************************
સાતમો અધ્યાય:-
અધ્યાયનું નામ:- "જ્ઞાનવિજ્ઞાન યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:- 30
આ અધ્યાયની અંદર વિજ્ઞાન અને જ્ઞાનના સમયના વિષય દર્શાવવામાં આવ્યું છે.
બધા જ પદાર્થો મા કારણરૂપ ભગવાનની વ્યાપકતાનું કથન પણ કરવામાં આવેલું છે.
તેમજ આસુરી સ્વભાવ ના માણસો ની નિંદા અને ભગવદ્ ભક્તો ની પ્રશંસા કરવામાં આવેલી છે.
અન્ય દેવતાઓની ઉપાસનાનો વિષય તેમજ ભગવાનના પ્રભાવ તેમજ સ્વરૂપને ન જાણનારા ઓ ની નિંદા અને જાણનારાઓ નો મહિમા દર્શાવાયેલો છે.
**********************************************
આઠમો અધ્યાય:-
અધ્યાયનું નામ:- "અક્ષરબ્રહ્મ યોગ"
આ અધ્યાય માં શ્લોકો:-28
આ અધ્યાયની અંદર અધ્યાત્મ અને કર્મ વગેરે ના વિષયમાં અર્જુને પરમાત્માને પૂછેલા પ્રશ્નો અને પરમાત્માએ અર્જુનને આપેલા યોગ્ય ઉત્તરો નું વર્ણન કરેલું છે.
આ અધ્યાયમાં પણ ભક્તિયોગનો વિષય કહેવામાં આવેલો છે.
તેમજ શુક્લ અને કૃષ્ણ માર્ગ ના વિષય પણ દર્શાવવામાં આવેલો છે.
**********************************************
નવમો અધ્યાય:-
અધ્યાયનું નામ:- "રાજવિદ્યારાજગુહ્ય યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-34
આ અધ્યાયની અંદર પ્રભાવ સહિત જ્ઞાનનો વિષય નિરૂપિત કરવામાં આવેલો છે.
તેમજ આ જગતની ઉત્પત્તિ નો વિષય પણ આમાં આપેલો છે.
ભગવાન નો તિરસ્કાર કરનાર આ સોરી પ્રકૃતિના માણસને માણસ ના પ્રકાર.
સર્વાત્મા સ્વરૂપે પ્રભાવિત ભગવાનના સ્વરૂપનું વર્ણન.
સકામ અને નિષ્કામ ઉપાસનાનું ફળ તેમજ નિષ્કામ ભક્તિ નો મહિમા પણ દર્શાવવામાં આવેલો છે.
**********************************************
દસમો અધ્યાય:-
અધ્યાયનું નામ:- "વિભૂતિ યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-૪૨
આ અધ્યાય ની અંદર ભગવાનની વિભૂતિ અને યોગ શક્તિ નું કથન તથા એમને જાણવાનું ફળ આમાં આપેલું છે.
ફળ અને પ્રભાવ સહિત ભક્તિ યોગ એટલે કે ભક્તિયોગમાં જવાથી શું ફળ મળે છે,અને આનો પ્રભાવ શું છે એનુ વર્ણન પણ કરવામાં આવી છે.
અર્જુન એ કરેલી ભગવાનની સ્તુતિ તેમજ ભગવાન દ્વારા પોતાની વિભૂતિઓ અને યોગ શક્તિ નું કથન કરવુ.
**********************************************
અગિયારમો અધ્યાય:-
અધ્યાય નુ નામ:-"વિશ્વરૂપદર્શન યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-55
આ અધ્યાય ની અંદર ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના વિશ્વરૂપ દર્શન કરાવ્યા હતા.
વિશ્વરૂપ ના દર્શન કરવા માટે અર્જુન ની પ્રાર્થના નું વર્ણન, ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપ નું વર્ણન,સંજય દ્વારા ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને વિશ્વરૂપનું વર્ણન.
અર્જુને જોયેલા ભગવાનના વિશ્વરૂપનું વર્ણન અને એમની સ્તુતિ.
આ ભગવાન દ્વારા પોતાના પ્રભાવનો વર્ણન અને અર્જુનને યુદ્ધ માટે ઉત્સાહિત કરવો.
વિશ્વરૂપ દર્શન જોઈને ભયભીત થયેલા અર્જુને ચતુર્ભુજ સ્વરૂપ ના દર્શન કરવાની માંગ કરવી.
ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપ ના દર્શન ના મહિમા નું કથન તથા ચતુર્ભુજ એટલે કે સૌમ્ય રૂપ દેખાડવું.
અનન્ય ભક્તિ વિના ચતુર્ભુજ ના દર્શન ની દુર્લભતા નું અને ફળ સહિત અનન્ય ભક્તિનું કથન
**********************************************
બારમો અધ્યાય:-
અધ્યાયનું નામ:- "ભક્તિયોગ"
આજે માં શ્લોકો:-20
આ અધ્યાય મા સાકાર અને નિરાકાર નાપાસ થવાનો નિર્ણય ભગવત પ્રાપ્તિના ઉપાયો દર્શાવવામાં આવેલા છે.
તેમજ ભગવત્પ્રાપ્ત પુરુષોના લક્ષણો પણ આપેલા છે.
**********************************************
તેરમો અધ્યાય:-
અધ્યાયનું નામ:- "ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-34
આ અધ્યાયની અંદર ઘણાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ દર્શાવવામાં આવેલો છે.
જ્ઞાન સહિત પ્રકૃતિ પુરુષના વિષય નું પણ વર્ણન કરવામાં આવ્યું છે
**********************************************
ચૌદમો અધ્યાય:-
અધ્યાયનું નામ:-"ગુણત્રયવિભાગ યોગ"
અધ્યાયમાં શ્લોક:- 27
ગુણત્રયવિભાગ યોગ માં ભગવાન શ્રીકૃષ્ણે ત્રણેય ગુણોનું વર્ણન કરેલું છે. ત્રણે ગુણો સત્વ,રજસ્,તમસ્
જ્ઞાનનો મહિમા તથા પ્રકૃતિપુરુષથી જગતની ઉત્પત્તિનું વર્ણન પણ કરવામાં આવેલું છે.
ભગવત પ્રાપ્તિનો ઉપાય તથા ગુણાતીત પુરૂષો ના લક્ષણો દર્શાવવામાં આવેલા છે.
**********************************************
પંદરમો અધ્યાય:-
અધ્યાયનું નામ:- "પુરુષોત્તમ યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-20
સંસાર વૃક્ષનું કથન અને ભગવદ્ પ્રાપ્તિ નો ઉપાય દર્શાવવામાં આવ્યો છે.
જીવાત્માનો વિષય,ક્ષર,અક્ષર,પુરુષોત્તમ વિષય,પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપનો વિષય નિર્દેશ પણ કરવામાં આવ્યો છે.
**********************************************
સોળમો અધ્યાય:-
અધ્યાયનું નામ:- "દૈવાસુરસંપદ્વિભાગ યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-24
આ અધ્યાય ની અંદરદૈવી અને આસુરી સંપદા નું કથન કરવા માં આવેલ છે.
તેમજ આસુરી સંપદા ના માણસો અને એમની અધોગતિ નું વર્ણન કરવામાં આવ્યું છે.
શાસ્ત્ર વિપરીત આચરણ ને ત્યજવાની અને શાસ્ત્ર અનુકૂળ આચરણ કરવાની પ્રેરણા પણ આપવામાં આવી છે.
**********************************************
સત્તરમો અધ્યાય:-
અધ્યાયનું નામ:- "શ્રદ્ધાત્રયવિભાગ યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-28
આ અધ્યાયની અંદર શ્રદ્ધાનો તથા શાસ્ત્ર વિપરીત ઘોર તપ કરનારાઓનો સમાવેશ કરવામાં આવેલો છે.
આહાર,યજ્ઞ,તપ અને દાન ના જુદા જુદા ભેદો તથા એમના અલગ અલગ પ્રકાર દર્શાવવામાં આવેલા છે.
કયો મનુષ્ય કયો આહાર લે કયો યજ્ઞ કરે તો શું ફળ મળે એનું નિરૂપણ પણ કરવામાં આવેલું છે.
"ઓમ તત્સત"આ પ્રયોગ ની સમજુતી પણ આપવામાં આવેલી છે.
********************************************
અઢારમો અધ્યાય:-
આ અધ્યાયનું નામ:- "મોક્ષસંન્યાસ યોગ"
આ અધ્યાયમાં શ્લોકો:-78
આ અધ્યાય ગીતાજી નો અંતિમ અધ્યાય છે. આ અધ્યાય અંદર ત્યાગનો વિષય દર્શાવવામાં આવેલો છે.
ત્રણે ગુણો ના અનુસાર જ્ઞાન,કર્મ,કર્તા,બુદ્ધિ,ધૃતિ અને સુખના જુદા જુદા ભેદ દર્શાવવામાં આવેલા છે.
ફળ સહિત વર્ણધર્મનો વિષય,જ્ઞાનનો વિષય તેમજ ભક્તિ સમય દર્શાવવામાં આવ્યો છે.
અંતિમ અધ્યાયમાં ગીતાજીના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવેલું છે.
**********************************************
આ ૧૮ અધ્યાયની અંદર ભગવાન શ્રીકૃષ્ણે જીવન જીવવાના માર્ગો,તેમજ શું કરવું શું ના કરવું,તેમજ મોક્ષ પ્રાપ્તિ માટેના યોગ સાંખ્ય યોગ અને કર્મ યોગ આ વિશેની માહિતી આપી છે.
હવે આપણે ગીતાજીના પાઠ નું મહત્વ જાણીશું.
કોઈપણ વસ્તુ વગર માહાત્મ્યની હોતી નથી. જ્યારે ગીતામાં તો કહેલા એક એક શબ્દ નું કરોડો નું મહત્વ છે.
ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં જ્ઞાન સિવાય એક પણ અક્ષર ની વાત કરી નથી. ગીતાજીનો એક એક અક્ષર આપણા જીવનમાં ઉતારવા લાયક છે. માટે ગીતાજીનું અધ્યયન કરવું જોઇએ અને અને આપણે જીવનમાં ઉતારવી જોઈએ.
ગીતાજીમાં થી આપણા જીવનના અનેક પ્રશ્નોનો હલ મળી આવે છે.
તેમજ એનું અન્ય મહત્વ પણ છે. જેમકે
"गीता शास्त्रमिदं पुण्यं, यः पठेत् प्रयतः पुमान्।
विष्णोः पदमवाप्नोति,भयशोकादिवर्जित:।।"
અર્થાત્ આ ગીતા નામનો શાસ્ત્ર જે પુણ્ય આપનારું છે જે તેનું ધ્યાન કરે છે તે ભય અને શોક ત્યજીને ભગવાન વિષ્ણુના ધામની પ્રાપ્તિ કરે છે.
"मल निर्मोचनं पुंसां जल स्नानं दिने दिने।
सकृत् गीताम्भसि स्नानं संसारमलनाशनम्।।"
જેમ માણસો પોતાના શરીરનો મેલ દૂર કરવા માટે સ્નાન કરે છે, તેમજ આ ગીતારૂપી જળથી સ્નાન કરવાથી સંસારના મોહ માયા રૂપી મળ નો નાશ થાય છે.
"सर्वोपनिषदो गावो दोग्धा गोपाल नन्दनः।
पार्थो वत्सः सुधीर् भोक्ता दुग्धं गीतामृतं महत्।।"
બધા જ ઉપનિષદો વેદો તેમજ બધું જ જ્ઞાન એ ગાય સ્વરૂપ તેમજ એને દોહવા વાળા ભગવાન શ્રીકૃષ્ણ અને પાર્થ એટલે કે વાછરડું અને સારા બુદ્ધિ વાળા માણસો એ ભોક્તા બને અને જે વસ્તુ ઉત્પન્ન થાય એ શ્રીમદ્ ભગવદ્ ગીતા ના નામથી ઓળખાય છે.
આ મહાત્મ્ય પરથી એવું જાણવા મળે છે કે "દરેક શાસ્ત્ર અનુસાર દરેક ગ્રંથોનું દરેક પુરાણ દરેક વેદ-ઉપનિષદ નો સાર શ્રીમદ્ ભગવદ્ ગીતા માં આવરી લેવામાં આવ્યો છે.માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યયન આવશ્યક છે."
ગીતા નામનું ગંગાની જો પાન કરી લઈએ તો આપણને પુનર્જન્મ લેવાની જરૂર થતી નથી. આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે."ગીતા ગંગોદક પુનર્જન્મ ન વિદ્યતે"આ સુખથી અહીંયા સાર્થક થાય છે.
આટલું કહીને હું અહીંયા વિરામ આપું છું. ફરીથી ગીતા જયંતી નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરું છું કે દરેક વાચક મિત્રો ને સારા માર્ગની પ્રાપ્તિ થાય તેમજ આ જ્ઞાનની પ્રાપ્તિ થાય.
દરેકને મારા જય શ્રી કૃષ્ણ
રાધે-રાધે