The Author Mehul Joshi Follow Current Read એક હસીના થી... - ભાગ 1 By Mehul Joshi Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books गोमती, तुम बहती रहना - 7 जिन दिनों मैं लखनऊ आया यहाँ की प्राण गोमती माँ लगभग... मंजिले - भाग 3 (हलात ) ... राजा और दो पुत्रियाँ 1. बाल कहानी - अनोखा सिक्काएक राजा के दो पुत्रियाँ थीं । दोन... डेविल सीईओ की स्वीटहार्ट भाग - 76 अब आगे,राजवीर ने अपनी बात कही ही थी कि अब राजवीर के पी ए दीप... उजाले की ओर –संस्मरण नमस्कार स्नेही मित्रो आशा है दीपावली का त्योहार सबके लिए रोश... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Mehul Joshi in Gujarati Short Stories Total Episodes : 2 Share એક હસીના થી... - ભાગ 1 (22) 1.6k 4.1k 4 એહમદ અને હસીના ખુદા એ બનાવેલી એક સુંદર જોડી હતી . કહેવાતી ગરીબી માં પણ ખૂબ આનંદ થી રહેતા હતા, એહમદ આઠમા ધોરણ માં ભણતો હતો ત્યારે જ એના ફોઈ જુબેદા એ એના શૌહર સલીમ ને કહી દીધું હતું કે હસીના કા નિકાહ મેં અપને ભાઈ ઇમરાન કે બેટે એહમદ સે હી કરવાઉગી. ત્યારે તો સલીમ કઈ નૉહતો બોલ્યો પણ સલીમ ની ઈચ્છા એવી હતી કે એના ભાઈ ઉસ્માન ના મોટા છોકરા એઝાઝ સાથે હસીના નું થાય. બસ ત્યારથી હસીના માટે નિકાહ ની વાત ના બીજ નું વાવેતર થઈ ચૂક્યું હતું. સલીમ અને ઝુબેદા ને સંતાન માં એક માત્ર હસીના હતી. હસીના અને એહમદ મોડાસા ની ઉર્દુ સ્કૂલ માં જોડેજ ભણતા હતા. બંને એકબીજા ને પસંદ પણ કરતા હતા. ધોરણ દસ ની પરીક્ષા આપી અને એક દિવસ અચાનક સલીમ નું માર્ગ અકસ્માત માં મૃત્યુ થયું. ઝુબેદા પર તો જાણે આભ તૂટી પડ્યું. સલીમ ની દફનક્રિયા પુરી થઈ ને કુટુંબ નું રાજકારણ શરૂ થયું ઉસ્માને ઝુબેદા ને કહી દીધું સલીમ ને મેરેકુ વાદા કિયા થા હસીના કી શાદી વો એઝાઝ સે રચાયેગા. ઝુબેદા એ કહ્યુ લેકિન મુજસે કભી એસી બાત નહીં કી હૈ. ફિર ભી લડકી કિ મરજી હુઈ તો દેખેગે. બસ પછી તો વારંવાર ઉસ્માન નું દબાણ વધવા લાગ્યું. એક બે વખત મૌલવી જોડે પણ દબાણ કરાવી જોયું પરંતુ ઝુબેદા દીકરી ની ઈચ્છા જાણતી હતી એણે મૌલવી ને કહ્યું એની છોકરી ને પસંદ આવશે એમ કરશે. એક દિવસ ઉસ્માને બધા ને ભેગા કર્યા જુબેદા ના ભાઈ ઇમરાન ને પણ બોલાવ્યો અને કહ્યું આજે હસીના નો ફેસલો થઈ જાય કે એ કોની દુલ્હન બનશે. મૌલવી પણ હાજર હતા, પરંતુ આગલી રાત્રે જ ઉસ્માને હસીના ને ધમકી આપી હતી કે અગર તું શાદી સે મના કરેગી તો તેરી માં રસ્તે પે આ જાયેગી અને ઉસ્માન ચાલ્યો ગયો હતો. હસીના એ વખતે એના વાલીદ સલીમ ને યાદ કરી ને ઘણું રડી હતી. મૌલવી ની હાજરી માં હસીના એહમદ નું નામ લઇ શકી નહીં પરંતુ એઝાઝ માટે પણ હા કહી શકી નહીં. બસ એટલુંજ બોલી કે વહી કરુંગી જો મંજુરે ખુદા હોગા. ઘણી બહેસ ચાલી કોઈ નક્કર નિર્ણય ના આવી શક્યો. ત્યારે મૌલવી એ ઉપાય સુચવ્યો ખુદા ના દરબાર માં એઝાઝ અને એહમદ ના નામની ચિઠ્ઠી મૂકીએ અને ત્યાંથી એ ચિઠ્ઠી હસીના ઉપાડે જેનું નામ આવે એ ખુદા નો હુકમ માનવો અને એ હસીના નો શૌહર બને. અને એમજ થયું પાક નમાઝ અદા કરવામાં આવી અને ત્યારબાદ હસીના એ ચિઠ્ઠી ઉપાડવાની હતી. હસીના સામે ચિઠ્ઠી માત્ર ન હતી. એની સામે એનું ભવિષ્ય નક્કી થવાનું હતું. ઇમરાન ખાનદાની પણ ગરીબ હતો જ્યારે ઉસ્માન પૈસાદાર પણ ઉદ્ધત હતો. અને એવાજ ગુણ એમના દીકરાઓ માં હતા. ધડકતા હૈયે હસીના આગળ વધી રહી હતી. મનમાં ખુદા ની બંદગી શરૂ જ હતી એ ખુદા ને વારંવાર કહી રહી હતી કે એ ખુદા મુજે એહમદ દેદે ઉસકે બાદ તુજસે કભી કુછ નહીં માંગુગી. અને કહેવાય છે કે સાચી બંદગી ખુદા ક્યારેય અવગણતો નથી. અને હસીના એ ચિઠ્ઠી ઉપાડી અને મૌલવી ના હાથ માં આપી. મૌલવી ચિઠ્ઠી ખોલી રહ્યા હતા અને એક ગભરાહટ થી ઝુબેદા અને હસીના એમની સામે જોઈ રહ્યા હતા. મૌલવીજી એ જેવી ચિઠ્ઠી ખોલી અને એમણે કહ્યું એહમદ! ઉસ્માન સિવાય સૌ કોઈ બોલી ઉઠ્યા 'આમીન' . બસ હવે ઉસ્માન કઈ કરી શકે એમ ન હતો. હસીના હવે એહમદ ની થવાની નક્કી થઈ ચૂક્યું. ઝુબેદા ખુબજ ખુશ હતી. મૌલવી એ હસીના ના વાલીદ ન હોઈ હસીના ના નિકાહ ની જવાબદારી ઉપાડવા ઉસ્માન ને ફરમાન પણ કરી દીધું. ઉસ્માન હવે કાઈ કરી શકે એમ નૉહતો પરંતુ એના શેતાની દિમાગ માં એક સાથે હજારો વિચારો શરૂ થઈ ચૂક્યા હતા. એ કોઈપણ સંજોગોમાં હસીના અને એહમદ ની શાદી થવા દેવા માંગતો ન હતો. બસ બીજા દિવસ થી જુબેદા ને વાતવાતમાં સાંભળવાનું શરૂ કરી દીધું. સલીમ કઈ મૂકી ને નથી ગયો કે બધી જવાબદારી હું લવ. હા જો હસીના એ એજાજ ને પસંદ કર્યો હોત તો વાત કઈ અલગ હતી.(ક્રમશઃ) › Next Chapter એક હસીના થી... ભાગ 2 Download Our App