Maa ni Mamta in Gujarati Classic Stories by Bhavesh Dayatar books and stories PDF | માં ની મમતા

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

માં ની મમતા

છંમ..... છંમ.....છંમ......................
અંધારી રાત માં એ જરાક ડરી ગયો હતો...  કારણ કે ત્યારે માહોલ જ એટલો ડરામણો ને અને એટલો જ વિકરાળ હતો... એક તો એ કાળી અંધારી રાત અને ઉપર થી એ વરસતો મૂશળધાર વરસાદ. અને વરસાદ નુ પણ એ એવુ વરવુ રુપ હતુ કે જેની કલ્પના કરવા બેસો તો પણ હદય માં થી એક લખલખુ પસાર જાય.....
કદાચ ઘડીયાલ માં રાત નાં 12:30 જેવો સમય થયો હશે? અને....સાહિલ ની ઊંઘ ઓંચીતી ઉડી ગઇ... અને તેની નઝર ચોતરફ ફરવા લાગી..ઘડી ભર તો એને એવો આભાસ થયો કે એ કોઇ સપનુ તો નથી જોઇ રહયો ને. છતા પણ ગભરાટ  માં તેણે જેમતેમ કરી ને અંધારા એ ઓરડા માં ચારેકોર નજર ઘુમાવી પણ તેનો એ પ્રયત્ન સાવ નિષફળ ગયો... કારણ કે અંધારા એ ઓરડા માં તેનો સગો હાથ પણ તેને નજર નહોતો આવતો..થોડી ક્ષણો માટે તો તેણે મગજ ને કેટલા બધા વિચારો ના વમણ માં વલોવી નાખ્યા.કે ખરેખર તે જાગે છે કે ઊંઘ મા છે..છતા પણ જેમતેમ કરી તેણે તકીયા માં થી માથુ ઉંચુ કરી ને એ પથારી માથી ઉંચો થયો....અને હાથ મા ઘડીયાલ બાંધવા ની તો એને સાવ ટેવ જ નોહતી માટે  ઘડીયાલ માં સ્પષ્ટ કેટલા વાગ્યા હશે તેની માત્ર એ કલ્પના કરવા લાગ્યો..તેણે કપાળ પર બાજેલા એ પરસેવા ના એ બુંદો ને એકજ ઝાટકે હથેળી થી લુંછી નાખ્યા અને.... અને પોતે જ મનોમન બબડવા લાગ્યો કે આટલી રાતે આ ઝાંઝર નો આ મીઠો અવાજ આવે છે ક્યાથી???
સાહિલે પરાણે ડોક ઘુમાવી ને પાછળ નજર કરી ને જોયુ પણ વિજળી ના ચમકારા માં વરસાદ થી ભીંજાયેલ દેશી બાવળ ની ડાળખી સીવાય બીજુ કશુજ જોવા ના મળ્યુ.. અને પોતે પણ નીંદર ની ત્રવા માથી ક્ષણ ભર પહેલા જ નિકળ્યો હતો.. માટે હવે તેને પણ મહેસૂસ થવા લાગ્યુ કે તે પોતે તેના પોતાનાજ ઓરડા માં છે જ્યાં ખાટલા ની આગળ પાછળ બન્ને બાજુ બારસાખ તો છે..પણ..... હજુ તેમા દરવાજા નાખવાના તો બાકી જ છે. 

બાપુજી હજુ દરવાજા નથી નાખતા...
એમ મનોમન બબડતા તેણે પથારી માંથી ઉભા થઇ ને જેમતેમ કરી ને બલ્બ ની સ્વીચ ઑન કરી.....અને બન્ને કમાડ વગર ના દરવાજા ઉપર સેકંડ ના ચોથા ભાગ મા નજર કરી લીધી.. પણ તેને નેવા માંથી વરસતી વરસાદ ની અવીરત ધારા સિવાય કંઇજ ના દેખાયુ.. ને દેડકા ના એ લયબધ્ધ અવાજ સીવાય બીજુ કંઇ ના સંભળાયુ..મનોમન એક લાંબો સ્વાસ લઇ બલ્બ પાછો બંધ કરી ને પોતાની પથારી મા પાછુ લંબાવી ને દરવાજા ની સામે પાછી દ્રષ્ટી કરી... ક્યારેક ક્યારેક થતી વિજળી ના ચમકારા મા લીમડા ની ભીની થયેલી એ ડાળખીયો ને જોતા જોતા એ વિચાર માં પડયો...કે કદાચ ઘડીયાલ મા 1 વાગ્યો વાગ્યો હશે.. પણ આ ઝાંઝર નો અવાજ કેમ આવ્યો હશે.....? અને થોડુ મગજ ઉપર એણે જોર પણ આપ્યુ અને વિચારવા લાગ્યો કે આ ઝાંઝર નો અવાજ એણે લગભગ ચાર થી પાંચ મિનિટ સુધી આગળ ના દરવાજે  થી પાછળ ના દરવાજે....અને પાછળ ના દરવાજે આગળ ના દરવાજે કોઇ ધીમે ધીમે ચાલતુ હોય તેવુ સાંભળ્યું...અને મનોમન વિચારવા લાગ્યો....કે ના તો કોઇ તેની ગર્લ ફ્રેન્ડ છે કે નાતો કોઇ છોકરી તેના તરફ એટલી આક્રષાઇ છે કે તેના ઓરડા સુધી ખેંચાઇ આવે..... !!!
   હશે કોક............  એમ વિચારતા વિચારતા તેના હૄદય ના વાગતા અનિયમીત ધબકારા નીયમીત થયા.. અને તે નીંદરરાણી ની આગોશ માં લપેટાય ગયો... અને એના પ્રવાસ ધાક ને લીધે ક્યારે આંખ મીંચાયી ગઇ એ ખબર જ ના પડી......

ક્રમસ