Premiraja Devchand - 2 in Gujarati Moral Stories by Pawar Mahendra books and stories PDF | પ્રેમીરાજા દેવચંદ-૨

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

પ્રેમીરાજા દેવચંદ-૨

પ્રેમી રાજા દેવચંદ-૨

     રાજા દેવચંદ પથ્થર પરથી મળેલ વિંટી લઇ મહેલે જતો રહ્યો હતો,તે વીંટી રાજા દેવચંદને મળેલ કિમતી પૈકી ત્રીજી અનમોલ ભેટ હતી . રાજાને અન્ય બે અનમોલ રત્નોની પ્રાપ્તી  અેકદમ યુવાન વયે જ પ્રાપ્તી થઇ  હતી...
       
   રાજા દેવચંદને બાળપણથી જ શિકાર કરવાનો ઘણો જ શોખ હતો ,રાજકુમાર અેકવાર પોતાનો ઘોડો લઇ શિકાર કરવા  સવારના સમયે ભુખ્યો જ જંગલમાં નિકળી   ગયો હતો. 
      
       તે વખતે ઉનાળ‍ાના મે મહિનાના દિવસો ચાલતા હતા .કુમાર જંગલમાં તે સમયે ભુલો પડયો ,દેવચંદ ભુખ્યો તરસ્યો જંગલમાં  જવાથી તે વિચાર તો હતો કે ખાવા માટે કાંઇ પણ મળી જશે પણ પાણી વગર બધું અશક્ય છે, તે પાણીના શોધમાં ભટકવા લાગ્યો, તે ‍આસપાસના બધા જ જંગલ ખુંદી વળ્યો  ,પણ તેમને પીવા માટે પાણી ટીપુંય નહિં મળ્યું ....

      
      જંગલમાં ફરતાં ફરતાં રાજાને ઢોર ચરાવતો ‍અેક વૃધ્ધ ગોવાળીયો મળ્યો, તેમને જઇને કહે છે કાકા આજુબાજુ  પીવા માટે પાણી મળશે છે ખરું ? 

ગોવાળીયો : હા બેટા સામે ડુંગર દેખાય છે ત્યાં અેક નાનકડો કસબો છે અને અે કસબાનાં છેડે કુવો છે ત્યાં ચોક્કસ પાણી મળશે.

રાજકુમાર: ઘણો આભાર કહીને ઘોડા ઉપર બેસી કાકાને હાથ ઉંચો કરી માન દઇ કસબા તરફ આગળ  વધ્યો.
    
       રાજકુમાર ભર બપોરે  કસબા પાસેના છેડે આવેલ કુવા ઉપર પાણી પીવા પહોંચી ગયો, કુવા નજીક જઇને જુઅે છે તો પાણી કાઢવા માટે કાંઇ સાધન ન હતું. કુવાનું પાણી પણ ઉનાળા સમયે છેક તળીયે જતુ રહ્યું હતું, રાજા દેવચંદથી નહિં કુવો છોડીને જવા ઇચ્છા થતી કે નહિં કુવામાં ઉતરવા માટે કોઇ ઉપાય હતો, બસ તેમના પાસે પાણી ભરવા માટે કોઇ આવે તેના સિવાય બધા જ રસ્તા બંધ દેખાતા હતા. પાણી ભરવા કોઇ આવશે તેની રાહ જોવા રાજા ત્યાંજ ઘોડાને બાંધીને ઝાડના છાંયડે બેસી પડ્યો .

           ર‌ાજા થોડીવાર રાહ જોયા પછી સામેથી  કોઇ ઘડુલા લઇને આવતું નજર આવ્યું, તેમને જોઇ રાજ‍ાને  લાગેલ તરસ છીપાવાની થોડી આશા જાગી તેના ચહેરા ઉપર તેજ આવી ગયું ને તે ઝાડના છાંયડેથી ઉઠીને કુવા પાસે ગયો ...

         ગામના કસબામાંથી પાણી ભરવા આવેલ યુવાન છોકરી ખુબ જ સુંદર હતી, તે અેકદમ સામાન્ય ઘરની લાગતી હતી . આ યુવાન  છોકરીના રૂપમાં કુમાર તરસ ભુલી તે સુંદરી સૌદર્યમાં મોહિત થઇ ગયો , છોકરીઅે પ‍ાણી ભરવા માટે લાવેલ બે ઘડા ભરાય ગયા ત્યાં સુધી રાજકુમાર તો આંખોથી જાણે પલકારા મારવાનું પણ ભુલી ગયો હોય તેવી  નજરેથી અેકીટસે જોઇ રહ્યો હતો.. કુમારને લાગેલ તરસ પણ છોકરીના યૌવનથી જાણે છીપાઇ ગઇ હતી .
            
     પાણી ભરવા આવેલ યૌવના તો તેની ધુનમાં કુવામાંથી  દોરડાથી પાણી ખેંચીને ઘડામાં રેડયે જતી હતી. જ્યાં સુધી પાણી ભરાય ગયું ત્યાં સુધી કુમાર કાંઇ બોલી શક્યો ન હતો  , તે છોકરી પાણી ભરી ઘડા ઉપાડીને જવા માંડી ત્યારે તે છોકરીના સૌદર્યમાં ખોવાયેલો કુમારને ભાન આવ્યું અને પોતે પાણી પીવા આવ્યો છે  યાદ આવ્યું, પછી છોકરીને કહે છે,

હે સુંદરી!!  મને તરસ લાગી છે,કૃપા કરીને મને થોડું પાણી પીવડાવશો?


         યુવાન સુંદરીને રાજકુમારના આ શબ્દો સાંભળી તેમના ઉપર દયા આવી. સુંદરી ઝટપટ માથે મુકેલા ઘડા ઉતારી મુકીને કુવામ‍‍ાંથી પાણી કાઢીને પાયું, આ સેવાથી રાજાને સુંદરી પ્રત્યે વધારે લાગણી ઉપજી આવી અને કહે છે ...

હે સુંદરી! હું રાજકુમાર દેવચંદ છું,  તમારું  નામ કહી મારા ઉપર કૃપા કરશો?

સુંદરી:  (શરમાતી હળવેથી) દેવબાઇ

કુમાર: હે દેવબાઇ હું  સોનગીરનો રાજકુમાર તમને મારા મહેલની રાણી બનાવા માગુ છું આ મારો પ્રસ્તાવ સ્વિકારો!!!!


      દેવબાઇ આ યુવાન રાજકુમાર ઉપર પહેલીથી જ વારી ગઇ હતી, પણ તે અનાથ પરિવારની હોવાથી તે વિચારો પાંગરવા માટે માત્ર મનનાં શબ્દો શબ્દો જ  લાગતા હતા, ‍અને આ લગ્નનો પ્રસ્તાવ અેમનાં માટે ઇશ્વરે આપેલ કૃપા સમાન હતો, દેવબાઇ ખુશીથી  સ્વિકારે છે અને દેવબાઇ રાજાને કહે છે કે હું અનાથ છું સાથે મારા કરતાં અેક નાની બહેન પણ છે,હું અને બહેન સિવાય મારા પરિવ‍ારમાં કોઇ નથી..

રાજા: હે માહિ!  હું માનવતા પ્રેમી છું હું અનાથને રાણી બનાવવા માટે મારી જાતને ધન્ય માનું છું.રાજા  કુવાન‍‍ા આજુબાજુ નજર ફેરવી કોઇ છે કે નથી તે જોયા બાદ દેવબાઇને બાથમાં ભરી આંલીગન કરે છે. આ દેવબાઇ જ રાજકુમારની પહેલી ભેટ હતી.

(નાની બહેનનું દેવબાઇની શોધમાં નિકળવું અને રાજાને બીજા ક્રમનાં રત્નની પ્રાપ્તી થવી ક્રમશઃ)