Check and Mate - 14 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | ચેક એન્ડ મેટ 14

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ચેક એન્ડ મેટ 14

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

Part:-14

યોગેન્દ્ર ગુરુ ની પેકેટ વાળી વાત ગોવિંદ ડેવિડ ને જણાવે છે.. સોનુ, સોનાલી અને સુમિત પુણે માં જલસા કરી રહ્યાં હોય છે. પછી ડેવિડ પોતાનો પીછો કરતી વ્યક્તિ ને દગ્ગુ ખતમ કરી નાંખે છે. નફીસા અને રોજર પોતપોતાની રીતે વેશ બદલી આકાશ સહાની ની ઉલ્લુ બનાવે છે.. આકાશ નફીસાનાં રૂપ નો દિવાનો બની જાય છે. ડેવિડ વસીમ નામનાં વ્યક્તિને કોલ કરીને કંઈક તૈયાર રાખવાનું કહે છે અને પોતે પણ મુંબઈ જવાનું વિચારે છે.. હવે વાંચો આગળ... !!

***

અદિતિ વર્મા ઉર્ફ નફીસા ની આકાશ સહાની સાથેની મુલાકાતો દિવસે અને દિવસે વધી રહી હતી.. નફીસા સળંગ એક અઠવાડિયાથી આકાશ ની સાથે રાતે પબમાં જોડે જ ડ્રીંક લેતી.. અને ક્યારેક નફીસા રોજર જોડેથી ડ્રગ્સ પણ મંગાવતી.. આકાશ ને પહેલાં ડ્રગ્સ ની લત હતી પણ ઘણાં સમયથી એને ડ્રગ્સ નું સેવન નહોતું કર્યું.. પણ નફીસા આકાશ ને પાછો ડ્રગ્સ નો બંધાણી બનાવી ગઈ હતી.

રોજર ઉર્ફ ઓમ નફીસા ને તો નકલી ડ્રગ્સ રૂપે ચોકલેટ કે મિન્ટ પાવડર આપતો પણ જે ડ્રગ્સ નફીસા આકાશને આપતી એ ઓરીજીનલ ડ્રગ્સ રહેતી.. હવે આકાશની ડ્રગ્સ ની લત ખરેખર વધી ગઈ હતી.. અને આજ ડેવિડની યોજનાનો મુખ્ય પોઈન્ટ હતો.. !!

આકાશ સહાની રોજ રાતે જ્યારે નફીસા ને હોટલ ડ્રિમલેન્ડ ગાર્ડન મુકવા જતો ત્યારે થોડી ઘણી શારીરિક છૂટછાટ લેવાનો પ્રયત્ન જરૂર કરતો.. પણ એ વધુ આગળ વધી શકતો નહોતો કેમકે નફીસા એને બહુ ચાલાકીથી આગળ વધતાં રોકતી હતી.. પણ એ જાણતી હતી કે વધુ સમય આકાશને આમ કરતો રોકવો શક્ય નહોતો.. પણ એ પોતે બહુ જોરદાર અદાકારા નીકળી અને આકાશને ફક્ત પોતાનાં રૂપ નો જામ પીવડાવતી રહી.. આકાશ પોતાને પામવા વધુ અને વધુ બેતાબ બને એવું નફીસા ઇચ્છતી અને એવું થવું એમનાં આગળનાં આયોજન માટે જરૂરી હતું.

***

ડેવિડે જે દિવસ આકાશ સહાનીનાં ઘરે રોબરી માટે નક્કી કર્યો હતો અને આડે હવે ફક્ત બે દિવસ જ બાકી હતાં.. સુમિત નો કોલ આવ્યાં પછી ડેવિડ બીજાં દિવસે જ મુંબઈ આવી પહોંચ્યો હતો.. મુંબઈ આવીને ડેવિડ સીધો વસીમ ને મળવા ગયો.

"અરે ડેવિડ ભાઈ.. તમે આમ અચાનક.. મને એમ કે તમે હજુ છ-સાત દિવસ પછી જ આવશો.. "ડેવિડ ને પોતાનાં ગેરેજમાં જોઈ વસીમે કહ્યું.. વસીમ ભીંડી બજાર માં પોતાનું કાર મોડીફાઇડ નું ગેરેજ ચલાવતો હતો.. જ્યાં નાની મોટી દરેક કારને મોડીફાઇડ કરાતી હતી.

"એતો હવે થોડું કામ હતું એટલે વહેલો આવી ગયો.. બાકી મેં કહ્યું હતું એમ એ કામ કરી દીધું ને.. ?"ડેવિડે પૂછ્યું.

"હા ભાઈ.. બધું થઈ ગયું છે.. બસ હવે થોડું લાસ્ટ ટચઅપ આપી પેઈન્ટ કરું એટલે તમે તમારી આપેલી વસ્તુ લઈ જજો.. તમે જે દિવસે કહ્યું એ દિવસે તમારું કામ હું પૂરું કરી દઈશ.. "વસીમે કહ્યું.

"એતો કરવું જ પડશે.. "ડેવિડે કહ્યું.

"ડેવિડ ભાઈ બહુ મોટા પ્લાનીંગમાં લાગો છો.. બાકી આવું વિચિત્ર કામ કોઈ આપે નહીં.. ?"વસીમે સવાલ કર્યો.

"અરે તું તારા કામથી કામ રાખ.. તારું અડધું પેયમેન્ટ તો તને મળી ગયું છે.. બીજું હું જ્યારે ડિલિવરી લેવા આવીશ એ દિવસે પૂરું આપી દઈશ.. "આટલું કહી ડેવિડ લંગડાતા પગલે વસીમનાં ગેરેજમાંથી નીકળી ગયો.

વસીમનાં ગેરેજમાંથી નીકળી ડેવિડ સીધો પોતે જ્યાં રોકાયો હતો એ ચાર્લી હોટલમાં આવ્યો.. અને પોતાનાં રૂમમાં જઈને ગોવિંદે Whatsup કરેલાં આકાશ સહાનીનાં ઘરની પ્રિન્ટ ને ધારીધારીને જોવા લાગ્યો.. ડેવિડ દરેક CCTV કેમેરા ને માર્ક કરતો અને કેમેરો ક્યાં સુધી વીડિયો ઉતારી શકે એ એનાલીસીસ કરી રહ્યો હતો.. જ્યારે બધું જોઈ લીધું ત્યારે ડેવિડનાં ચહેરા પર એક ઘેરી ઉદાસી ફરી વળી અને એ મનોમન બોલ્યો.

"આકાશ સહાની નાં ઘરમાં કોઈ એવો ખૂણો નથી જ્યાં CCTV કેમેરા ના હોય.. હા એનાં રૂમ ની બિલકુલ સામે કેમેરો નથી પણ આખું ઘર કેમેરાથી ફૂલ નજરબંધ છે એટલે cctv કેમેરાની નજરમાં આવ્યાં વગર ત્યાં ચોરીને અંજામ આપવો અશક્ય છે.. તો હવે આગળ કંઈક નવું વિચારવું પડશે.. પણ શું.. ??"

ઘણા સમય સુધી ડેવિડે પોતાની વિચાર શક્તિને જોર આપ્યું પણ એને કંઈ સૂઝ્યું નહીં.. ડેવિડ ની નજર હજુપણ પ્લાન પર મંડાયેલી હતી અચાનક એક વસ્તુ જોઈ ડેવિડ નાં ચહેરા પર એક ગજબની ખુશી છવાઈ ગઈ... ડેવિડે તાત્કાલિક પોતાનો મોબાઈલ કાઢ્યો અને ગોવિંદ ને કોલ કર્યો.

"હેલ્લો.. સત્યધર હું સુલતાન વાત કરું.. "ડેવિડે સાચું નામ છુપાવતાં કહ્યું.

"હા બોલો ને ભાઈ.. પણ આમ અચાનક અડધી રાતે.. કંઈ નવાજુની.. ?"મોડી રાતે પોતાનાં પર ડેવિડનો આમ અચાનક કોલ આવવું ગોવિંદને વિચિત્ર લાગ્યું.. કેમકે ડેવિડે કહ્યું હતું કે હવે રોબરી ની વાત કરવા જ તને કોલ કરીશ.

"નવાજુની જ છે ભાઈ.. "આટલું કહી ડેવિડે cctv કેમેરા થી કવર થતાં ડિસ્ટન્સ વિશે ગોવિંદ ને જણાવ્યું.

"તો હવે આગળ.. આતો મોટી તકલીફ થઈ ગઈ.. પણ મેં તમને પહેલાં બધી ડિટેઈલ વાળો પ્લાન મોકલાવ્યો હતો એ તમે ચેક નહોતો કર્યો.. "ગોવિંદે કહ્યું.

"હા ચેક તો કર્યું હતું.. પણ મને પછી ખબર પડી કે આકાશનાં ઘરે હાઈ ફ્રિકવનસી કેમેરા છે અને મેં ડિસ્ટન્સ વિશે ની પ્રોપર ગણતરી કરી નહોતી એટલે અત્યારે આ નવી પ્રોબ્લેમ ઉભી થઇ.. "પોતાની જાતને પરફેક્ટ માનતો ડેવિડ અત્યારે પોતાની ભૂલ ને કબૂલ કરતાં ખચકાઈ રહ્યો હતો.

"તો બીજો કોઈ રસ્તો નથી.. ?"ગોવિંદે પૂછ્યું.. ડેવિડ ની વાત સાંભળતાં જ એની તો જાણે ઊંઘ જ ઉડી ગઈ હતી.

"હા બીજો રસ્તો છે.. પણ એ માટે તારે થોડો સહકાર આપવો પડશે.. "ડેવિડે કહ્યું.

"હા બોલો.. હું શું કરી શકું છું.. ?"ગોવિંદે કહ્યું.

ત્યારબાદ ડેવિડે ગોવિંદ ને શું કરવાનું હતું એ વિશે ટૂંકમાં માહિતી આપી દીધી.. જે સાંભળી ગોવિંદ બોલ્યો.

"માની ગયા બોસ.. તમારી બુદ્ધિ ને સો સો સલામ.. કાલે તમે કહ્યું એમ થઈ જશે.. "

"હા તો પછી મળીએ પરમદિવસે.. "આટલું કહી ડેવિડે કોલ કટ કરી દીધો.

ગોવિંદ સાથે વાત કર્યા બાદ ડેવિડે પાછો કોઈકને કોલ લગાવ્યો અને કાલે જ પોતાનાં એડ્રેસ પર એક પાર્સલ મોકલવા માટે કહ્યું.. અને પછી નિરાંતે સુઈ ગયો.. !!

રોબરીનાં એક દિવસ પહેલાં ડેવિડ કંઈક એવું કરવા જઈ રહ્યો હતો જે એમનાં પ્લાનમાં નહોતો.. પણ એને પોતાની જાત પર વિશ્વાસ હતો એટલે એ આશ્વસ્થ થઈ શાંતિ થી નસકોરાં બોલાવી સુઈ ગયો.

***

ડેવિડે ગોવિંદ ને કહ્યું હતું કે એ આકાશ સહાનીનાં ઘરની ટેરેસ પર આવેલી વોટર ટેન્ક માં સારા એવાં પ્રમાણમાં કચરો નાંખી દે.. ટેરેસ પર કોઈ કેમેરા હતાં નહીં તો પણ આ કામ બહુ ચાલાકીથી કરવું જરૂરી હતું એ ગોવિંદ બરોબર જાણતો હતો.. કેમકે એકવાર તો નસીબે એને બચાવી લીધો હતો પણ હરબાર એવું થાય એ જરૂરી નહોતું.

બપોરે જ્યારે બધાં સુઈ ગયાં ત્યારે ગોવિંદે ગરમી હોવાથી પક્ષીઓ માટે પાણી ભરેલું પાત્ર ધાબે મુકવા જવાનું બહાનું કાઢી ટેરેસની વાટ પકડી.. હાથમાં એક પાણી ભરેલું કુંડું હોવાથી કોઈને એનાં પર શક જવાની ગુંજાઈશ જ નહોતી.

ગોવિંદ ટેરેસ પર આવ્યો અને પોતાનાં ખિસ્સામાં છુપાવી રાખેલ માટી અને કાંકરા ને ઉપર રાખેલી વોટર ટેન્ક માં નાંખી દીધાં.. અને ટેરેસ પર જે છોડનાં કુંડા હતાં એમાંથી પણ જે માટી હાથમાં આવી એ લઈને પણ ટેન્ક માં નાંખી દીધી.. ડેવિડ નાં કહ્યા મુજબનું આ કામ ગોવિંદે બહુ સિફતથી અને બહુ સરળતાથી કરી દીધું.

કામ પૂર્ણ થઈ ગયાં બાદ ગોવિંદે ડેવિડ ને મેસેજ કરીને પોતે એનાં કહ્યા મુજબનું કામ કરી દીધું છે એ જણાવી દીધું.. હવે આગળ શું કરવાનું છે એ પણ ડેવિડે ગોવિંદને કહ્યું હતું એટલે હવે આવતીકાલ ની રાહ જોવાની હતી જ્યારે એમની cctv કેમેરા ની સમસ્યાનો નિકાલ થઈ જવાનો હતો અને એનાં એક દિવસ પછી એ લોકો આકાશનાં ઘરે ચોરી કરી પોતપોતાની બધી પ્રોબ્લેમો દૂર કરી શકવાનાં હતાં.

ગોવિંદ સાથે વાત થયાં બાદ ડેવિડે પુણેમાં પોતાનાં દોસ્ત વિનાયક ને ઘરે હાજર સુમિત ને કોલ લગાવ્યો.

"બોલો ડેવિડ ભાઈ.. હું તમારા કોલ ની જ રાહ જોઈને બેઠો હતો.. "સુમિતે કોલ ઉપાડતાં જ કહ્યું.

"મેં તમને એટલા માટે કોલ કર્યો હતો કે આપણાં નક્કી કર્યા મુજબ રોબરી કરવાની ડેટ આવી ગઈ છે.. આપણે એ પણ નક્કી થયું હતું કે કોઈ કારણોસર રોબરીની તારીખ બદલવી પણ પડે.. "ડેવિડે કહ્યું.

"હા એતો યાદ છે.. તો શું કોઈ મેટર બની છે.. ?"સુમિતે પૂછ્યું.. અત્યારે સુમિત ની જોડે હાજર સોનુ અને સોનાલીનાં કાન પર સુમિત અને ડેવિડ વચ્ચેની વાત પર મંડાયેલા હતાં.

"ના એક નાની પ્રોબ્લેમ હતી પણ એ સોલ્વ થઈ ગઈ છે.. એટલે આપણે રોબરી ને નક્કી કરેલી તારીખે જ અંજામ આપીશું.. હું નફીસા અને ઓમ ને પણ આ વિશે જાણ કરી દઉં.. "ડેવિડે કહ્યું.

"સારું.. તો બીજું કંઈ.. ?"સુમિતે પૂછ્યું.

"બીજું તો તમને એ કહેવાનું કે હવે પરમદિવસે રાતે આપણે રોબરી ને અંજામ આપવાનો હોવાથી તારે,સોનાલીએ અને સોનુએ કાલે રાત સુધીમાં મુંબઈ પહોંચી જવાનું છે.. ક્યાં આવવાનું છે એનું એડ્રેસ હું તમને કાલે મોકલાવી દઈશ.. "ડેવિડે કહ્યું.

"સારું તો કાલે રાતે મળીએ.. "આટલું કહી સુમિતે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

સુમિત સાથે વાત પૂરી કર્યા બાદ ડેવિડે ઓમ અને નફીસા ને મેસેજ કરી પરમદિવસે નક્કી કર્યા મુજબ જ એમનાં પ્લાન ને અંજામ આપવાનો છે એ જણાવી દીધું.

ત્યારબાદ ડેવિડે એક પાર્સલ ખોલ્યું.. જેમાં એક બોક્સ હતું.. આ એજ પાર્સલ હતું જે વિશે ડેવિડે કોઈ અજાણ્યાં વ્યક્તિને કોલ કરી મોકલાવાનું કહ્યું હતું... એ બોક્સમાં કોઈક અલગ પ્રકારનો પાવડર હતો.. ડેવિડે એ પાવડર ને હાથમાં લઈને સુંઘ્યો અને પછી એમાંથી કંઈક બનાવવા લાગ્યો. !!

***

ડેવિડ નો મેસેજ મળતાં ની સાથે જ નફીસા એ આજે રાતે છેલ્લું નિશાન તાકી દેવાનું નક્કી કરી દીધું હતું... ઓમ પણ ડેવિડ નો મેસેજ વાંચી ખૂબ જ ઉત્સુક હતો કેમકે આ પ્લાન ની સફળતા એમની જીંદગી ને સમૂળગી બદલી દેવાની હતી.

રાતનાં 10 વાગવા આવ્યાં હતાં.. નફીસા અત્યારે અદિતિ વર્માનાં વેશમાં THE NIGHTS OUT પબ માં પહોંચી ચુકી હતી.. આજે પણ નફીસા એ અદિતિ વર્મા નો આબેહૂબ વેશ ધારણ કર્યો હતો.. આજે એક ટાઈટ સ્કર્ટ અને નાભી દર્શન કરાવતાં આકર્ષક ટોપમાં એનું રૂપ ખીલી રહ્યું હતું.. પબ માં ઘણાં લોકોની નજર નફીસા ઉપર સ્થિર હતી.. પણ નફીસા ની નજર અત્યારે પબનાં દરવાજા તરફ સ્થિર હતી.

હજુ સુધી આકાશ સહાની પબમાં આવ્યો નહોતો.. પણ એ નક્કી આવવો જોઈએ એવું નફીસા ચોક્કસપણે માનતી.. કેમકે આકાશની આંખોમાં પોતાને પામવાની તીવ્ર ઈચ્છા એને જોઈ હતી. આકાશ સહાની નું આ પાગલપન એને અહીં આવવા મજબૂર કરશે એવું નફીસા ને ખબર હતી.. અને બન્યું પણ એવું આકાશ થોડીજ વારમાં તો પબ માં આવી ગયો.

દૂરથી જ નફીસા તરફ હાથ લંબાવીને આકાશ એની તરફ આવ્યો અને એની નજીક આવી એને ગળે લગાવીને બોલ્યો.

"કેમ છો.. ડિયર.. sorry હું આજે થોડો લેટ પડ્યો.. "

"ઈટ્સ ok.. પણ આજે હું તને એક સ્પેશિયલ વાત કહેવા માગું છું.. "આકાશનાં હાથ પર પોતાનો હાથ રાખી નફીસા બોલી.

નફીસા નું આમ બોલવું અને પોતાની તરફ ની આત્મીયતા જોઈ આકાશ ને સુખદ આંચકો લાગ્યો.. એ નફીસા ની આંખો માં પોતાની આંખો પરોવીને એ શું કહેવા જઈ રહી હતી એ ઉપર પોતાનું સમસ્ત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો.

"આકાશ હું ત્રણ દિવસ પછી અમેરિકા જતી રહેવાની છું.. "નફીસા બોલી.

"શું.. કહ્યું અમેરિકા.. પણ કેમ આમ અચાનક.. ?"નફીસા ની આ વાત સાંભળી આકાશ સહાનીને મોટો ઝાટકો લાગ્યો.

"આકાશ.. મોમ નો કોલ હતો.. એમને સ્ટોર માં રીનોવેશન કરાવવાનું છે એટલે મારે એમની હેલ્પ માટે જવું પડશે.. "નફીસા એ જવાનું કારણ આપતાં કહ્યું.

"પણ યાર તારે મને કહેવું તો જોઈએ ને.. "આકાશ નફીસા ની અમેરિકા પાછાં જવાની વાત સાંભળી દુઃખી સ્વરે બોલ્યો.

"હું સમજુ છું યાર.. મને પણ અહીં તારી કંપની માં બહુ મજા આવી.. હું જેટલું એન્જોય કરવા માંગતી હતી એટલું કરી લીધું.. આકાશ thanks for all you give to me.. "નફીસા આભારવશ સુરમાં બોલી.

"Thanks કહેવાની જરૂર નથી.. "આકાશે કહ્યું.

"પણ જતાં પહેલાં હું તને કંઈક ગિફ્ટ આપવા માંગુ છું.. "નફીસા બોલી.

નફીસા કઈ ગિફ્ટ ની વાત કરી રહી હતી એની તાલાવેલી થતાં આકાશ સહાની એ પૂછ્યું.

"કેવી ગિફ્ટ.. અને ક્યાં છે.. એ ગિફ્ટ.. ?"

"એ ગિફ્ટ હું છું.. આકાશ હું જાણું છું તું મને પામવા માંગે છે.. તારે મારી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે.. તો એક વાત તને જણાવી દઉં કે હું પણ તારી સાથે ફીઝીકલ રિલેશન માણવા બેતાબ છું.. અને એક બીજી વાત કે હું વર્જીન છું.. હું મારી વર્જિનીટી તને ગિફ્ટ તરીકે આપવા માંગુ છું.. "નફીસા હવે ડેવિડનાં પ્લાન મુજબ બરાબર બોલી રહી હતી.

નફીસા ની આટલી બોલ્ડ અને પોતાને ગમતી વાત સાંભળતા જ આકાશ સહાની તો મનોમન ખૂબ હરખાઈ ગયો.. એમાં પણ નફીસા ઉર્ફે અદિતિ વર્જીન છે એ સાંભળતા જ એ અતિશય ખુશ થઈ ગયો પણ એને પોતાની ખુશી ચહેરા પર છલકાવા દીધી નહીં. આકાશે નફીસા સામે જોયું અને પ્રેમથી પૂછ્યું.

"નફીસા હું પણ એ ખુબસુરત પળનો ક્યારનોય ઇંતજાર કરતો હતો.. તો આપણે ક્યારે એ માટે મળી શકીએ.. ?"

"અત્યારે તો મારે પ્રિયડ ચાલે છે.. એટલે બે દિવસ તો એ શક્ય નહીં બને એટલે પરમદિવસે રાતે 8 વાગે મને હોટલ પરથી પીકઅપ કરી લેજે.. "નફીસા અદિતિની એક્ટિંગ બખુબી નિભાવી રહી હતી.

"Ohk.. તો પરમદિવસ હું તને પીકઅપ કરવા તારી હોટલે આવી જઈશ... "આકાશ બોલ્યો.

"પણ આકાશ એક બીજી નાનકડી પ્રોબ્લેમ છે.. ?"નફીસા એ કહ્યું.

"હા બોલ ને સ્વીટહાર્ટ.. શું પ્રોબ્લેમ છે હવે.. ?"આકાશ પ્રેમપૂર્વક બોલ્યો.

"પણ આપણે કોઈ હોટલ પર કે ગેસ્ટ હાઉસમાં નહીં મળીએ.. મને પોલીસ રેડ થી બહુ ડર લાગે છે.. કેમકે હું રહી NRI.. જો એવું કંઈ બને તો પોલીસ કેસ થાય અને હું એ બધાં માં ભરાવા માંગતી નથી.. "નફીસા એ કહ્યું.

"અરે આટલી નાની વાત.. મારુ આલીશાન ફાર્મહાઉસ છે ને આપણી માટે.. ત્યાં કોઈ ટેંશન નહીં.. "આકાશે કહ્યું.

"ત્યાં મારે નહીં પણ તારે ટેંશન છે.. "નફીસા મનોમન બબડી.

ત્યારબાદ નફીસા એ હેલ્થ નું બહાનું કાઢી આકાશને પોતાને હોટલ સુધી ડ્રોપ કરવાની વિનંતી કરી.. જેનો આકાશે સહર્ષ સ્વીકાર કર્યો અને નફીસા ને એ રોકાઈ હતી એ હોટલ સુધી પોતાની કાર લઈને મુકતો આવ્યો.. આકાશ અત્યારે પરમદિવસે અદિતિ ઉર્ફ નફીસા સાથે થનારી મુલાકાત ની કલ્પના માં ખૂબ જ પ્રસન્ન હતો.. અદિતિ એને બહુ તડપાવી ચુકી હતી.. હવે નજીકમાં એ તડપ નો અંત આવવાનો હતો એ વિચાર જ આકાશ નાં રોમેરોમ આનંદ પેદા કરી રહ્યો હતો.. !!

***

હોટલ પર પહોંચીને નફીસા એ ઓમ ને કોલ કરી આકાશ સાથે કરેલી સઘળી વાતચીત ની વિગત જણાબી દીધી.. નફીસા ની આકાશ સાથે થયેલી વાતચીત સાંભળી ઓમ એ કહ્યું.

"યાર તું તો બોલીવુડમાં નહીં હોલિવુડમાં હોવી જોઈએ.. તારી એક્ટિંગ તો ભલભલા ને ઉલ્લુ બનાવી દે.. મારાં હાથમાં હોય તો તને આ અદિતિનાં રોલ માટે એકાદ ઓસ્કાર તો આપી જ દઉં.. "

"હા મારા મજનુ.. વખાણ બહુ ના કરીશ નહીં તો ફુલાઈ જઈશ તો મારું ફિગર બગડી જશે.. "નફીસા એ હસીને કહ્યું.

ત્યારબાદ થોડી અહીંતહીં ની વાતો કરીને બંને સુઈ ગયાં.. સૂતાં પહેલાં નફીસા એ મેસેજ કરી ડેવિડ ને પણ આજે રાતે જે કંઈપણ બન્યું એ બધું શબ્દશઃ જણાવી દીધું.

ડેવિડ અત્યારે ચાર્લી હોટલનાં પોતાનાં રૂમમાં બેઠો હતો.. અત્યારે એનાં હાથમાં એક બૉમ્બ હતો.. એક ટાઈમ બૉમ્બ.. ડેવિડે આ બૉમ્બ એને જે પાર્સલ મંગાવ્યું હતું એમાં રહેલાં પાવડરમાંથી બનાવ્યો હતો.. એ પાવડર એમોનિયમ નાઈટ્રેટ હતો જેનો ઉપયોગ બૉમ્બ બનાવવામાં થાય છે.

"આ છે મારાં પ્લાન ની છેલ્લી રુકાવટ નો પરફેક્ટ તોડ.. હવે મને કોઈ નહીં રોકી શકે આકાશ નાં ઘરે રોબરી કરતાં"ડેવિડ એકલો એકલો જ જોરથી બબડયો.. અને પછી જોરજોરથી હસવા લાગ્યો!!

વધુ આવતાં અંકે.

ડેવિડ કઈ રીતે cctv કેમેરા ની પ્રોબ્લેમ ને દૂર કરશે.. ?? પોતે બનાવેલાં બૉમ્બ નો ડેવિડ શું ઉપયોગ કરવાનો હતો.. ?? શું આકાશ ડેવિડનો પ્લાન જાણી શકશે.. ?? ડેવિડ અને એનાં અન્ય સાથીઓ કઈ રીતે પ્લાન ને આખરી ઓપ આપવાના હતાં.. ?? વસીમ જોડે ડેવિડ શેની ડિલિવરી લેવાની વાત કરતો હતો.. ?? જાણો આ દિલધડક થ્રિલર નોવેલ ચેક એન્ડ મેટ નાં નવા ભાગમાં.

આ નોવેલ અંગે આપનો કોઈપણ અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.. મારી અન્ય નોવેલ બેકફૂટ પંચ અને ડેવિલ એક શૈતાન પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.. આભાર.. !!

- જતીન. આર. પટેલ