Langotiya - 8 in Gujarati Fiction Stories by HardikV.Patel books and stories PDF | લંગોટિયા - 8

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

લંગોટિયા - 8

જીગર બોલ્યો, “તમે મને વિના સંકોચે કહી શકો છો. તમારી મદદ કરવાથી મને સારું લાગશે.” વંદના બોલી, “એકચુલી જીગર વાત એમ છે કે આ ટ્રેન આપણને બોટાદ ત્રણ કે સાડા ત્રણે પહોંચાડશે. જોકે સ્ટેશનની બાજુની કોલોનીમાં જ મારું ઘર છે પણ તુ તો જાણે છે ને આફ્ટર ઓલ તો હું ગર્લ છુ. રાત્રે મને એકલી મુસાફરી કરવામાં ડર લાગે છે. તો તને કોઈ પ્રોબ્લેમ ન હોય તો મને મારા ઘર સુધી પહોંચાડી દઈશ?” જીગર કહે, “બસ, આટલી જ વાત. અરે હું તો ઘબરાઈ ગયો કે વળી શુ કામ હશે. વાંધો નય હું જરૂર આવીશ. પણ મને એક વાત ન સમજાઈ.”
વંદના કહે, “કઈ વાત?” જીગર કહે, “એજ કે તમેં રાત્રે મુસાફરી કરવાનું પસંદ કેમ કર્યું? આઈ મીન છોકરીઓને કદી આવા સમયે એકલું ટ્રાવેલ ન કરવું જોઈએ.” વંદના કહે, “યાર એ તો મને પણ ખબર છે પણ કાલ મારા કાકાના ઘરે વાસ્તુ પૂજન છે અને મુહૂર્ત નવ વાગ્યાનું છે. તેથી આજ જ નીકળવું પડ્યું.” જીગર કહે, “ખરેખર બહાદુર છો. મેં પણ કદી આવી હિંમત નથી કરી. બસ ક્યારેક કરી લવ છું.” વંદના કહેવા લાગી, “આજ તો ખૂબ થાકી ગઈ. તો જીગર તું જાગે છે ને? તો હું સુઈ જાવ છુ. બોટાદ આવે એટલે મને જગાડજે.” જીગરે કહ્યું, “હા વાંધો નય. ગુડ નાઈટ.” વંદના પણ ગુડ નાઈટ કહીને ઊંઘી ગઈ.
જીગરે કદી પણ વિચાર્યું નહતુ કે કોઈ છોકરી તેની સાથે આટલી બધી વાતો કરશે અને ખાસ તો કોઈ અજાણી છોકરી. પણ ગમે તે હોય વંદનાએ જીગરને પોતાની વાતોમાં એટલો જકડી રાખ્યો કે થોડા સમય માટે જીગર દીપકની વાતોને ભૂલી ગયો. તેના ચહેરા પર ફરી સ્મિત આવી ગયું. તે પણ ઈશ્વરનો આભાર વ્યક્ત કરી ઊંઘી ગયો.
ઘણો સમય વીત્યો અને સવા ત્રણ વાગ્યા કે બોટાદ આવી ગયુ. જીગર જાગી ગયો અને વંદનાને જગાડતા બોલ્યો, “ઉઠો આપણી મંઝિલ આવી ગઈ. ઘરે નથી જવું?” વંદના ઉઠી ગઈ અને કહેવા લાગી, “ના ના જવુ છે. ચાલો..કેવું મસ્ત જોલું આવી ગયું હતું.”
બંનેએ સ્ટેશનથી ઘર તરફ ચાલવાનું શરૂ કર્યું. થોડેક આગળ ચાલ્યા કે ટી સ્ટોલ આવી. તે જોઈને જીગર બોલ્યો, “તમે ચા પીશો? તો બંને ચા પીને ઘરે જઈએ.” વંદના બોલી, “હા જરૂર.” બંને ચા પીવા ઉભા રહી ગયા. ચા પીતા પીતા જીગરે પ્રશ્ન કર્યો, “તમે સ્ટડી કરો છો?” વંદના કહે, “હા મારુ બારમું રનિંગ છે પણ હું એક્સટર્નલમાં છું એટલે કે સ્કૂલ નથી જતી. અને તુ સ્ટડી કરે છે કે પછી કોઈ જોબ?” જીગર બોલ્યો, “ના ના હું પણ સ્ટડી કરું છું. મારુ પણ દસમુ રનિંગ છે. જોબ તો ન કહી શકાય પણ પપ્પાની બેગની દુકાન છે. ક્યારેક પપ્પાની ગેરહાજરીમાં હું સંભાળું છું.”
વંદના કહે, “ગુડ. સારી વાત છે. તો દસ પછી શું વિચાર છે? આર્સ, કોમર્સ કે સાયન્સ?” જીગર કહે, “આમ તો કોમર્સ રાખીશ જેથી અમારો બિઝનેસ વધારી શકું.” વંદના કહે, “સારું સારું તો હવે ઘર તરફ જઇએ. કારણ કે ઘરે ચિંતા કરતા હશે.” જીગર કહે, “હા ચાલો ચાલો.”
બંને રસ્તા પર ચાલ્યા જતા હતા એવામાં જીગર બોલ્યો, “એક પ્રશ્ન પૂછું? જો તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો?” વંદના કહે, “હા બોલને.” જીગર કહે, “તમે અત્યારે જ કહ્યું કે ઘરે બધા ચિંતા કરતા હશે તો કોઈ લેવા કેમ ન આવ્યું. આઈ મીન તમારા પપ્પા કે ભાઈ કોઈકને તો તમને લેવા આવવું જ જોઇએ ને?” વંદના કહે, “જીગર તારો પ્રશ્ન વ્યાજબી છે. કોઈ લેવા ન આવ્યું એનું કારણ એ છે કે પપ્પા બીમાર છે અને ડોક્ટરે તેમને આરામ કરવા જણાવ્યું છે. રહી ભાઈની વાત તો મારે ભાઈ નથી. મારા મમ્મી પપ્પાની બસ હું એક જ સંતાન છું. જોકે કાકા આવત પણ મારે એમને સરપ્રાઈઝ આપવી છે.” જીગર કહે, “સોરી મને ખબર નહતી. મારો ઈરાદો..” વંદના કહે, “વાંધો નય મને પણ ખબર છે કે તારો ઇરોદો મને દુઃખી કરવાનો ન હતો. ઊલટું મને ગમ્યું કે તને પ્રશ્ન તો થયો કે કોઈ લેવા કેમ ન આવ્યુ?” જીગર કહે, “થેંક્યું પણ તમે જામનગર ક્યાં કામથી આવ્યા હતા? આઈ મીન કોઈ કામથી કે મારી જેમ ફરવા.” વંદનાએ કહ્યું, “હા મારી ફ્રેન્ડ કૃપાના મેરેજ હતા.”
બંનેએ ઘણો રસ્તો કાપી નાખ્યો હતો. થોડેક દૂર ચાલ્યા ત્યાં વંદના બોલી, “બસ આ આવી ગયુ મારુ ઘર.” જીગર કહે, “તો હું નીકળું. ઓકે બાય.” વંદના બોલી, “આમ ભાગવા કેમ લાગ્યો. મારે ઘરમાં તો આવ. મારા ઘરના પૂછશે આટલી રાત્રે કોની સાથે આવી તો હું શું કહીશ?” જીગરે કહ્યું, “તમને સાચે જ લાગે છે કે મારે તમારી સાથે આવવું જોઈએ. કારણ કે મને તો ડર લાગે છે. કદી આવી પરિસ્થિતિ જોઈ નથી એટલે.” વંદના કહે, “તું ચિંતા કેમ કરે છે હું છું ને. બસ તારે ખાલી અંદર આવી ઘડીક બેસી નીકળી જવાનું છે.”
જીગર ઘબરાયો તો ખરો પણ છતાં તેણે અંદર જવા માટે પગ ઉપાડ્યો. વંદના બોલવા લાગી, “મમ્મી મમ્મી. દરવાજો ખોલ. હું આવી ગઈ.” અંદરથી અવાજ આવ્યો, “કોણ વંદુ. બેટા તુ છે?” વંદના બોલી, “હા હું જ છું. જલ્દી દરવાજો ખોલને.” વંદનાના મમ્મીએ દરવાજો ખોલ્યો. જીગર અને વંદના અંદર ગયા. તેના મમ્મી બોલ્યા, “તને ના પાડી હતી તેમ છતા તે રાત્રે મુસાફરી કેમ કરી? વળી પાછી બે ત્રણ સ્ટેશન ગયા પછી મને કોલ કરીને જણાવ્યું. તને ભાન છે કે નઇ? આમ રાત્રે નીકળી જવાય?” વંદના બોલી, “મમ્મી હવે જે થઈ ગયુ એ થઈ ગયુ છોડને. પપ્પા સુઈ ગયા ને? તેમને દવા આપી? અને તેમને આ વાતની ખબર નથીને?” તેના મમ્મી બોલ્યા, “આ વખતે તેમને કીધું નથી પણ હવે ધ્યાન રાખજે.” વંદના બોલી, “હા હા. મમ્મી જો આ જીગર છે. મારો ફ્રેન્ડ. તે જ મને અહીં હેમખેમ લઈ આવ્યો, હાપાથી મારી સાથે છે. બોટાદનો જ છે.”
તેના મમ્મી જીગરને કહેવા લાગ્યા, “આભાર દીકરા. ક્યાં રહે છે?” જીગર કહે, “અહીં જ સવગણનગરમાં” વંદનાના મમ્મી બોલ્યા, “હમ્મ. તારા પપ્પાનું નામ શું છે?” જીગર બોલ્યો, “કનુભાઈ.” વંદનાના મમ્મી બોલ્યા, “કનુભાઈ..માર્કેટમાં પેલી બેગની દુકાનવાળા?” જીગર બોલ્યો, “હા એ જ.” વંદનાના મમ્મી બોલ્યા, “હમ્મ તો ઠીક.” જીગર બોલ્યો, “તો માસી હું નીકળું. વળી ઘરના ચિંતા કરશે.” વંદનાના મમ્મી બોલ્યા, “હા ઠીક છે. પણ કાલ જો ફ્રી હો તો કાલ અહીં આવજે. વાસ્તુ પૂજન છે.” જીગર કહે, “હા વાંધો નય. નવરો થઈશ તો જરૂર આવીશ. તો હું નીકળું.”
જીગર ઘરની બહાર નીકળી ચાલવા લાગ્યો ત્યાં પાછળથી વંદના આવી. તે કહેવા લાગી, “જીગર આલે આ કાગળમાં મારો ફોન નંબર છે. જો તારે દસમા ધોરણના અભ્યાસ માટે કોઈ પણ પ્રકારની મદદ જોઈતી હોય તો મને કોલ કરજે. અને ખાસ કાલ તારે જરૂર વાસ્તુ પૂજનમાં હાજરી આપવાની છે. એક ફ્રેન્ડ માટે તુ એટલુ તો કરીશ ને?” જીગર કહે, “હવે તમે ફ્રેન્ડ કહી જ નાખ્યો છે તો ના કેમ પાડી શકું. હા જરૂર આવીશ. ઓકે બાય.” વંદના કહે, “હા ધ્યાનથી ઘરે જજે અને પહોંચીને જસ્ટ મેસેજ કરી નાખજે. ઓકે કાલ મળીએ. ભૂલતો નઈ.”
જીગર આગળ ચાલવા લાગ્યો. તે વિચારવા લાગ્યો અને હસતો હસતો બોલવા લાગ્યો, “શુ થઈ રહ્યું છે. કોઈ છોકરી આટલી બધી ફ્રેંડલી નેચરવાળી કેમ હોઈ શકે. મળ્યા તેનો કલાક પણ નહીં થયો હોય. મારા પર તેને આટલો વિશ્વાસ કેમ આવી ગયો? એની વે થેંક્યું ગોડ. એક વંદના છે જેણે મારા પર આંખ બંધ કરી વિશ્વાસ મુક્યો અને એક દીપક છે જેણે મારી કોઈ કિંમત ન કરી. વાંધો નય એને પણ ક્યારેક એની ભૂલ સમજાશે.” તે ધીમે ધીમે ઘર સુધી પહોંચી ગયો. તેણે જેન્તીભાઈને ફોન કર્યો, “કાકા હું ઘરે આવી ગયો છું. તમે કોઈ ચિંતા ન કરતા.” જેન્તીભાઈ બોલ્યા, “અલ્યા મેં તને કીધું’તુને સ્ટેશન પર મને કોલ કરજે હું લેવા આવીશ. વાંધો નય આવવામાં કોઈ તકલીફ નથી પડીને?” જીગર બોલ્યો, “ના કાકા. વાંધો નય હું કાલ મળું તમને અત્યારે સુઈ જાવ છું.” એમ કહી તેણે કોલ કટ કર્યો. તેને વંદનાની વાત યાદ આવી. તેને નંબર સેવ કરી મેસેજ કરવાનો પ્રયત્ન કર્યો અને પોતાને કહેવા લાગ્યો, “મારે તેને મેસેજ કરવો જોઈએ?”
To be continued....
Thanks for reading