આપણે ત્યાં એક કહેવત છે. જેવો સંગ તેવો રંગ આજના સમયમા કોઈ વ્યક્તિ ભલે ગમે એટલી સારી કેમ ના હોય પણ તેની ઓળખાણ તો તેના આજુબાજુના વાતાવરણ અને તે કેવા લોકો સાથે રહે છે તેના આધારે જ થાય છે. આપણી અંદર ભલે ગમે એટલા સારા વિચાર કેમ ના હોય પણ જો સંગ ખરાબ હશે તો તે સારા વિચાર નુ અસ્તિત્વ જ નહી રહે.
એક માણસને માણસ બનાવે છે તેની અંદર રહેલા સંસ્કાર, તેની પ્રામાણિકતા, તેના વિચાર બાકી આપણામાં અને જાનવરમા શુ કરક.
કોઇ પણ માણસને સારામા સારી રીતે જીવન જીવવા ધર્મ, સારા વિચાર અને સારા સંગની જરુર પડે છે.
સૌથી મહત્વનો પાયો છે ધર્મ. તમે કોઇ પણ ધર્મમા માનતા હોય કે પછી કોઇ પણ સંપ્રદાયમા તમે જેટલા ભગવાનની નજીક રહેશો એટલા સારા વિચાર તમારી અંદર આવશે. કોઇ આસ્તિક અને નાસ્તિક વચ્ચે ભેદ એટલોજ હોય છે કે આસ્તિક વ્યક્તિ ભગવાન મા આસ્થા ધરાવે છે બિજા પર વિશ્વાસ કરે છે તેની મદદ કરે છે કણ કણમા ભગવાન છે તેવુ તે માને છે જ્યારે નાસ્તિક કહે છે દુનિયામાં ભગવાન છે જ નહીં. હુ પોતેજ સર્વસ્વ છુ મારે કોઈ પણ વ્યક્તિ ની જરૂર નથી.
માણસ માણસમાં ઘણો ફરક છે. દરેક વ્યક્તિ ના પોતાના કોઇ સપના હોય છે કાઈક કરવાની ચાહત હોય છે પણ તે સંગ એવા વ્યક્તિનો કરે છે જેના કોઇ સપના જ નથી. જીવનમાં કાઈ કરવાની ઇચ્છા જ નથી. અને તેના કારણે તે વ્યક્તિ ના સપના બસ વિચાર બનીને રહી જાય છે. તે ક્યારેય સફળ થતા નથી.
ધર્મ સારા વિચારો અને સારા વ્યક્તિ નો સંગ માણસને માનસિક શાંતિ આપે છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઇ માનસિક રીતે અપસેટ હોય કે નિરાશા અનુભવતા હોય ત્યારે કોઇ મંદિરમાં જઈને બેસો, ધાર્મિક પુસ્તકો વાચો, સારા મિત્રોની સાથે થોડો સમય પસાર કરો તેનાથી મનને ઘણી રાહત થશે
એક કહાની સ્વરૂપે આ વાતનુ વર્ણન કરૂ છુ.
એક કુટુંબ હતુ. તેમા એક સ્ત્રી તેનો એક દિકરો અને એક દિકરી ત્રણ લોકો રહેતા હતા.તે સ્ત્રીનુ નામ રેખા હતુ. તેની છોકરીનુ નામ દિવ્યા અને છોકરાનુ નામ અમીત હતુ.રેખાબેનના લગ્નના દસ વર્ષમા તેના પતિ બિપિન ભાઈનુ કાર એક્સિડન્ટ મા મ્રુત્યુ થયુ. ત્યારે દિવ્યા લગભગ સાત વર્ષની હતી અને અમીત પાંચ વર્ષ નો હતો. રેખાબેનના સાસરીયાના લોકો તેને ખૂબ હેરાન કરતા હતા પણ આ બિચારી પોતાના બાળકોના ચહેરા જોઈ બધુ ચુપચાપ સહન કર્યા કરતી. બિપીન ભાઈના મ્રુત્યુના બે વર્ષ થઈ ગયા હતા. રેખાબેન હજુ તે શોક માથી બહાર આવ્યા નહોતા. બસ આખો દિવસ રડ્યા જ કરે, બહારના લોકોનો ગુસ્સો પોતાના છોકરાઓ પર ઉતારે. પોતાનુ ઘર તે ભાડાની આવક માથી ચલાવતા. ભાડુ પણ માત્ર ત્રણ હજાર રૂપિયા તેમાં ઘર પણ ચલાવવાનુ અને બન્ને બાળકો ને ભણાવવાના પણ. આવકનો બિજો કોઈ સ્ત્રોત તેના ઘરમાં હતો નહીં. તેમા પણ તેની જેઠાણી અને સાસુ સસરા તેની સાથે દરરોજ ઝધડ્યા કરતા.
રેખાબેનની જીદંગી એક જગ્યાએ સ્થીર થઈ ગઈ હોય તેવુ લાગતુ. તે કારણ વગર ક્યાય બહાર પણ ના જતા. દરરોજ તેને આત્મહત્યાના વિચારો આવતા તેને એવુ લાગતુ કે દુનિયામાં મારૂ કોઇ છે જ નહી. પરંતુ તે તેના નાના નાના બાળકો માટે જીવતી હતી. તેની બધી આશા તેના બાળકો ઉપર ટકી હતી.
એક દિવસ રેખાબેનના દુરના સબંધી તેને ત્યા બેસવા આવ્યા. તેનુ નામ રમાબેન હતુ. તે વૈષ્ણવ સંપ્રદાયમા માનતા હતા. ભગવાનમા તેને ઘણી આસ્થા હતી. તે રોજ ઠાકોરજીની ઘરે સેવા કરતા નીત્ય સત્સંગ કરતા અને બેઠકજીએ જતા. તેમણે રેખાબેનને કહ્યુ: તુ ઘરમા જ આખો દિવસ પુરાઈને શુ રહે છે. બહાર નીકળ તો જીવન માણી શકિશ આ બધાનો સામનો કરવાની તાકાત મળશે. મારા ઘરે નિત્ય આવ સત્સંગ કર, બેઠકજીએ દર્શન કરવા જા, છોકરાઓ ને પણ લઇ જા. તો જીદંગીનો ઉદ્ધાર થશે.
રેખાબેનને તેની વાત ગળે ઉતરી ગઈ. તે દરરોજ રાત્રે રમાબેનને ત્યા સત્સંગમા જતા. ત્યાં બિજા ઘણા વૈષ્ણવો આવતા. ધીમે ધીમે રેખાબેનને વૈષ્ણવ સંપ્રદાયમા અને પુષ્ટિમાર્ગ મા રસ પડવા લાગ્યો. દરરોજ તે બાળકોને લઈ બેઠકજીએ દર્શન કરવા જાય. ધીમે ધીમે બધી સમસ્યાઓ દૂર થવા લાગી. તેની જેઠાણી તેની સાથે ઝધડો કરતી પણ તે તેની વાતમાં ધ્યાનના આપતી.
રેખાબેને તેના બાળકોને ભણાવ્યા. માત્ર ત્રણ હજાર રૂપિયાના ભાડામાં તે બાળકોને ભણાવતી અને ઘરનો ખર્ચો પણ કાઢતી.
સમય વિતતો ગયો બન્ને બાળકો મોટા થયા. કોલેજ પુરી કરી અને તે પણ રેખાબેનના માર્ગે આગળ વધવા લાગ્યા. ધાર્મિક, પ્રામાણિક અને સંસ્કારી થયા. જ્યારે તેની જેઠાણી જે માત્ર રેખાબેનની સાથે ઝધડ્યા કરતી તેનો છોકરો આવારા અને તેની મમ્મી જેવો ઝધડાળુ થયો.. તેના લગ્ન બાદ તેની પત્ની સાથે પણ વારંવાર ઝધડો કરતો.
દિવ્યા અને અમિત બન્ને ભાઈ-બેન બેન્કમા જોબ કરવા લાગ્યા. ધીમે ધીમે આર્થિક સ્થિતિ સુધરવા લાગી. રેખાબેનના ઘરમાં કોમ્પ્યુટર, વોશિંગ મશીન, ઘરઘંટી, ગાડી, કુલર, ફ્રીજ વગેરેનો વસવાટ થઇ ગયો.
એક સારા સંગથી અને સારા વિચારથી આખી જિંદગી બદલાઈ ગઈ રેખાબેનની.
સ્ટોરી ગમી હોય તો રીવ્યુ જરુર આપજો અને કાઈ ભુલ હોય તો પણ જણાવજો જેથી હુ મારી ભુલ સુધારી શકુ