Jivan maru tari yado sathe nu in Gujarati Fiction Stories by Kajal Nikhil Patel books and stories PDF | જીવન મારું તારી યાદો સાથે નું...ભાગ ૧

Featured Books
Categories
Share

જીવન મારું તારી યાદો સાથે નું...ભાગ ૧

અમદાવાદ આવતા ની સાથે જ એ જૂનો અમોલ બહાર આવી રહ્યો હતો જે બે વર્ષ પેહલા ક્યાંક ખોવાઈ ગયો હતો. અમદાવાદ માં પગ મૂકતાંની સાથે જ આ શહેર માં વિતાવેલી એક એક પળ એની આંખો સામે થી પસાર થઈ રહી હતી.' એ સમય એને યાદ આવી રહ્યો હતો જ્યાં ઋજુતા હતી એના જીવન માં,એની યાદો સાથે જીવન જીવી રહેલા અમોલ ને અમદાવાદ આવ્યા પછી જાણે  એ ઋજુતા પાસે આવી ગયો  હતો એવો અનુભવ થય રહ્યો હતો.  
 ૠતુજા એ અમોલ ના જીવન નું એક મુખ્ય કારણ હતું જેના માટે એ જીવન જીવી રહ્યો હતો.  ઋતુજા એ અમોલ ની પાસે જ હતી.એની યાદો માં એના મુખ પર વરસી રહેલા સ્મિત માં અમોલ એ  ઋજુતા તા મય જીવન જીવી રહ્યો હતો.અને ઋતુજા એ હમેશાં અમોલ ના પાસે જ રહી અને તેથીજ એના ગયા પછી પણ અમોલ ની પાસે એના સિવાય કોઈ આવી ના શક્યું.
ફોન ની રીંગ વાગી અને અમોલ નું ધ્યાન તૂટ્યું .ફોન ઉપાડતાં જ ટાઇમ જોઈ એ ફફદી ઉઠ્યો સાંજ ના છ વાગ્યા હતા.ઋતુજા ની યાદો ખોવાયેલા અમોલ ને ખબર જ નહી રહી અમદાવાદ એ જે કામ માટે આવ્યો હતો એની મિટિંગ નો સમય થય ગયો  હતો .અને ત્યાં સમય સર જવું ખૂબ જરૂરી હતું અમોલ માટે.
ઋજુતા એક સરળ અને સહજ ભાવ ધરાવતી એક રૂપાળી છોકરી તેજસ્વી મુખ એને કોઈ ને પણ મૂગ્ધ કરી લે એવું સ્મિત.જીવન ને પ્રમાણિકતા થી જીવતી અને વર્તન માં માયાળુ હતી.અમોલ એને ઋતુજા એક જ કોલેજ માં અભ્યાસ કરતા હતા.અને બંને પેહલી વાર કોલેજ માં જ મળ્યા હતા.અને ત્યાર થી જ ઋતુજાં અમોલ ના જીવન નું મુખ્ય ભાગ બની ગયો હતો. અનાથ આશ્રમ માં મોટી થયેલી ઋજુતા પોતાના ભણતર પૂરું કરવા કોલેજ સાથે એક કોફી શોપ માં  પાર્ટ ટાઈમ જોબ કરતી હતી.અને અમોલ ત્યાં રોજ કોફી પીવા જતો હતો એમ તો એક જ ક્લાસ માં હોવા થી એક બીજા ને જાણતા હતા.પણ મિત્રતા ની શરૂઆત આ કોફી શોપ થી થય હતી. બન્નેવચે વાત ચીત ઓછી થતી પણ  અમોલ રોજ કોફી  શોપ માં આવતો ત્યાર બાદ ઋજુતા ના જોબ નો ટાઇમ પૂરો થાય ત્યાં સુધી એની રાહ જોતો.ત્યાર બાદ ઋજુતા ની હોસ્ટેલ સુધી ચાલી ને એને મૂકવા જવું એ અમોલ ના દિવસ નો મહત્વ નો ભાગ હતો .આમ ને આમ સમય વીતતો ગયો અને સમય સાથે એમનો સબંધ પણ એક ગાઢ મિત્રતા માં ફેરવાય ગયો .ઋજુતા ને વાચવા નો શોખ હતો.એક દિવસ એક બુક વાચતા વાચતા અમોલ ને એક પ્રશ્ર્ન કર્યો.અમોલ તારા માટે પ્રેમ એટલે શું? વેદના કે પછી સ્મિત. અમોલ વિચાર તો રહ્યો.એને આવી રીતે વિચારતા જોઈ ઋજુતા એ કહ્યું મને કઈ જ ઉતાવળ નથી.તું તારે વિચારી ને જવાબ આપજે.કોલેજ પૂરા થવાને હવે માત્ર બે દિવસ બાકી હતા અને અમોલ નક્કી કરી લીધું હતું કે હવે એ ઋજુતા ને પોતાના દિલ ની વાત કેહવાની .છેલ્લા દિવસે કોલેજ નો ટાઇમ પૂરો થય જાય પછી મળવા નું રાખ્યું હતું. બન્ને કોલેજ ની બાજુમાં આવેલા પાર્ક માં મળવા ના હતા.અમોલ આજે એક કલાક જલ્દી આવી ગયો હતો.અને ઋજુતા ને પોતાના દિલ ની વાત કેહવા ની પૂરી તૈયારી કરી ને એની રાહ જોઈ રહ્યો હતો.પણ ઋજુતા ત્યાં આવીજ નહી અમોલ એની રાહ જોતો રહ્યો  પણ ઋજુતા આવી જ નહી........
 @@@@@@@@@@@@@@@@@@@@@મિટીંગ પૂરી થઈ અને અમોલ હોટેલ માં આવ વા માટે નીકળ્યો.ત્યાં એને અચાનક સુ થયું એને ગાડી બીજી તરફ ગુમાવી ગાડી ચલાવતા ચલાવતા એ મનો મન ગુઠાય રહ્યો હતો કોઈ અસહ્ય વેદના સાથે મુખ ના ભાવ બદલાઈ રહ્યા હતા.અને એક જગ્યા એ આવી ને ગાડી રોકી .કોઈ ઘર હતું અને ઘર પર નામ હતું ઋજુતા .