My Dream reality - 3 in Gujarati Detective stories by અવિચલ પંચાલ books and stories PDF | મારા સપના ની હકીકત - ૩

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

મારા સપના ની હકીકત - ૩

(અત્યાર સુધી જોઇ કે મારી યાદશક્તિ પાછી આવ્યા બાદ વિજય મને પૂછે છે કે મને શું શું યાદ આવ્યું? ત્યારે હું વિજય ને અર્ચના અને મારી વચ્ચે થયેલા ઝઘડા વિશે જણાવ્યું.) હવે આગળ..

વિજય અને અમન સાથે વાત કરી ને હું તરત એ રૂમ માં થી બહાર નીકળી ને લોબી માં ચાલવા લાગ્યો અને જ્યારે હું એ લોબી ના છેડા પર પહોંચ્યા ત્યારે ત્યાં એક મંદિર આવેલું હતું પણ આ મંદિર માં ફક્ત ત્રણ જ વિશાળ મૂર્તિ હતી.

તેમાં ડાબી બાજુ ની મૂર્તિ મહાલક્ષ્મી ની હતી જ્યારે જમણી બાજુ ની મૂર્તિ પાર્વતી ની હતી પણ વચ્ચે ની મૂર્તિ થોડી અલગ હતી કારણ કે તેના એક હાથ માં સુદર્શન ચક્ર હતું અને બીજા હાથ માં ત્રિશૂળ હતું.

એટલે મેં તરત વિજય ને બોલાવ્યા અને તેને આ મૂર્તિ વિશે પૂછ્યું તો વિજયે મને કહ્યું " વચ્ચે ની મૂર્તિ રુદ્રવિષ્ણુ એટલે શંકરનારાયણ ની છે."

વિજય ની વાત સાંભળી ને મેં એ મૂર્તિ ને પ્રણામ કર્યા ને પાછો ફર્યો ત્યારે સામે એક હોલ દેખાયો એ હોલ મેં પ્રવેશ કર્યો ત્યારે વિજય પણ મારી સાથે આવ્યો. આ હોલ માં અલગ અલગ શસ્ત્રો મૂકેલા હતા.

એ શસ્ત્રો માં થી મેં એક ત્રિશૂળ ઉપાડ્યું એટલે તરત વિજય ગભરાઈ ગયો અને મને પૂછ્યું કે હું હવે શું કરવાનો છું?

ત્યારે મેં વિજય ને કહ્યું કે જે મારે કરવું જોઈએ તે હું ચોક્કસ કરીશ.તમેં કોઈ પણ મને રોકવા નો પ્રયત્ન કરશો નહિ અને જો કોઈ મારી સામે આવશે તો હું તેને સજા ફટકારી ને જ રહીશ.

એટલા માં સત્યજિત એ હોલ માં આવ્યો.સત્યજિત મારા હાથમાં ત્રિશૂળ અને વિજય ને મારી સાથે ઉભો હતો એ જોઈ ને આખી વાત પામી ગયો હતો. તેથી તેણે મને પૂછ્યું કે શું અર્ચના સાથે લડવા માટે જઇ રહ્યો છું?

તો મેં જણાવ્યું કે હું મારી પત્ની નું અપહરણ કરનાર વિરુદ્ધ લડવા માટે જઇ રહ્યો છું.

ત્યારે સત્યજિત મને કહેવા લાગ્યો કે અર્ચના એ રિધ્ધી નું અપહરણ નથી કર્યું પણ રિધ્ધી પોતાની ઈચ્છા થી અર્ચના સાથે ગઈ છે.

મેં સત્યજિત ની વાત સાંભળી પરંતુ હવે મને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો સાથે દુઃખ પણ થયું હતું. ગુસ્સો એ વાત નો હતો કે મારી બહેન જ મારી પત્ની ને પોતાની સાથે લઈ ગઈ હતી અને દુઃખ એ વાત નું હતું કે હું મારી પત્ની નું રક્ષણ ના કરી શક્યો.

મેં ત્રિશૂળ ને બીજા હાથ માં લઇ ને બીજા હાથમાં ગદા ઉઠાવી અને તરત એ હોલ માં થી બહાર નીકળી ગયો અને મંદિર પાસે ઉભો રહી ગયો અને ભગવાન ને પ્રણામ કર્યા એટલા માં વિજય અને સત્યજિત દોડી ને મારી પાસે આવ્યા.

મેં તે બંને ની આંખો માં ડર જોયો એટલે હું થોડું હસ્યો એટલે બંને ના ચહેરા પર ડર તરી આવ્યો.સત્યજિત ધીરે કંઈક બોલવા જતો હતો એ પહેલાં જ મેં બંને ને જણાવી દીધું કે હું પૂર્ણભદ્ર બનવા નો છું.

આટલું કહીને મેં મારા હાથ માં રહેલા ત્રિશૂળ ને સીધું પકડ્યું અને ગદા ને ખભા પર મૂકી પછી વિજય ને સંબોધી ને કહ્યું કે ત્રિશૂળ મહાદેવ શિવ નું પ્રતીક છે અને ગદા શ્રીહરિ વિષ્ણુ નું પ્રતીક છે.

મારી વાત પૂરી થઇ એટલે હર્ષ તેની લેબોરેટરી માં મારી પાસે આવ્યો અને કહ્યું કે રિધ્ધી કઈ જગ્યાએ છે તેની જાણકારી મળી ગઈ છે. હર્ષ ની વાત સાંભળી ને મેં મારૂ રૂપ બદલી ને હું રાહોડિયમેન એટલે કે આર્યવર્ધન બની ગયો.

અને હર્ષ કહેવા પ્રમાણે રિધ્ધી સમુદ્ર ના તળિયે વસેલા નગર વરુણવન માં હતી ત્યાં જવા માટે નીકળી ગયો.
હું એક સ્ટારશિપ માં વરુણવન તરફ જતો હતો.અત્યારે હું આર્યવર્ધન હતો એટલે હું આ દુનિયા ની યાદો માં ખોવાઈ ગયો હતો ત્યારે જ સ્ટારશિપ નું લોકેશન સિસ્ટમ સિગ્નલ આપવા લાગ્યું કે વરુણવન આવી ગયું છે.


એટલે હું તરત શિપ ને autopilot કરી ને શિપ ના કોમ્પ્યુટર ને આકાશ માં જ ગોળ ચક્કર મારવા નો આદેશ આપી ને શિપ ની બહાર નીકળી ગયો અને ખુલ્લા સમુદ્ર માં છલાંગ મારી દીધી.


થોડી જ વાર માં હું સમુદ્ર ના તળિયે પહોંચી ગયો ત્યારે મારા સામે જ વરુણવન આવેલું હતું પણ આ રાજ્ય માં પ્રવેશ કરવું સહેલું ન હતું. આ રાજ્ય નો રાજા વિશ્રર હતો. તેની ત્રણ દીકરી ત્રિદેવી એટલે સરસ્વતી, મહાલક્ષ્મી,પાર્વતી ની પ્રતિનિધિ હતી. વિશ્વર ની ત્રણેય દીકરીઓ ઝોયા, સેરાહ, નેમિશીસ વરુણવન ની છેલ્લી અને મુખ્ય રક્ષક હતી.

સેરાહ એ મારી શ્રેષ્ઠ મિત્ર પણ હતી એટલે મારે રિધ્ધી ની પાસે જવા માટે સેરાહ સાથે લડવાનું હતું.એટલે હું વરુણવન ના મુખ્ય પ્રવેશદ્વાર પર પહોંચ્યા પછી મેં તે દ્વાર ના બે રક્ષકો ને લડવા માટે કહ્યું અથવા મને અંદર જવાની મંજૂરી આપવા માટે કહ્યું.

તેમણે મને પોતાની સાથે લડવા માટે કહ્યું એટલે મેં તેમની સાથે લડાઈ શરૂ કર્યા પછી થોડી વાર માં તે બંને ને બેભાન કરી દીધા એટલે મેં એ નગર માં પ્રવેશ કર્યો.હવે પછી નગર ના કિલ્લા નો પ્રવેશદ્રાર આવ્યો

મિત્રો આ વાર્તા આગળ નો ભાગ પ્રસ્તુત વાર્તા નો અંતિમ ભાગ છે. આ વાર્તા મારા તરફથી મારી બહેન માટે ની ભેટ છે. 

આ વાર્તા ના માટે ના તમારા પ્રતિભાવ જરૂર થી આપશો. જો તમેં આ યુદ્ધમાં ભાગ લેશો તો તમે કોના પક્ષે લડશો એ પણ ચોક્કસ જણાવશો.