golu na ganpatibapa in Gujarati Children Stories by Rinku shah books and stories PDF | ગોલુ ના ગણપતિબાપા

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

ગોલુ ના ગણપતિબાપા

#MDG

એક નાનકડું ટાઉન ઘણીબધી સગવડો ધરાવતું ટાઉન હતું .ત્યાં ભરપુર પ્રાકૃતિક સોંદર્ય  ધરાવતું હતું પર્વત ,નદીઓ ,વોટરફોલ અને ત્યાં નો સનસેટ તો અદભુત હતો .સુર્ય  ને ત્યાં આથમતો જોવો તે એક અદભૂત લહાવો હતો.એ સીવાય પૌરાણિક નાનકડું એક ગણપતીબાપા નું મંદિર પણ હતું .જે ખુબજ પ્રાચીન હતું .

ત્યાં એક નાનકડા ઘર માં પોતાના દાદા,મમ્મી અને પપ્પાં સાથે રહેતો હતો ૧૦ વર્ષ નો ગોલુ એટલે કે ગજકર્ણ તેના સ્વર્ગવાસી દાદી ભગવાન શ્રી ગણેશ ના પરમભક્ત હતા.એમણે જ તેનુંણામ રાખ્યું હતું .ગોલુ ના દાદી નું અવસાન બે વર્ષ પહેલા જ થયું હતું  .ત્યારે તે ગોલુ ને એક ભગવાન શ્રી ગણેશ ની એક મુર્તિ આપી ને ગયા હતા જે ખુબ જ પ્રાચીન અને ફળદાયી હતી .ગોલુ નાનો હતો ત્ય‍ારથી જ તેના દાદી સાથે રહી ને તે પણ તેમની પુજા પાઠ કરતા શીખી ગયો હતો.

તેના દાદી ના સ્વર્ગવાસ થયા પછી તે ખુબજ એકલો પડી ગયો.અને ઘીમેઘીમે તે ગણપતિબાપા ની મુર્તી સાથે વાત કરતો.ઘરની,સ્કૂલની,મિત્રો ની.તે તેમને પોતાના મિત્ર સમજતો.તેને લાગતું કે તે મુસીબત મા હશે ત્યારે તે તેની મદદ કરવા જરૂર આવશે.

ગોલુ વિદ્યામંદિર માધ્યમિક શાળા માં ભણતો હતો.જયાં માત્ર દસ ધોરણ સુધી જ અભ્યાસ થતો.જેથી ત્યાના લોકો તે પછી ભણતર છોડી દેતા હતા.

સ્કુલ ના મુખ્ય ટ્રસ્ટી હરીશભાઇ એક સારા માણસ હતા પણ થોડા લાલચુ અને કાચા કાન ના હતા.કોઇની વાત માં જલ્દી આવી જતા.ગોલુ ના બીજા ત્રણ મિત્રો હતા.બબલી,રાજુ અને મોન્ટુ. લ

એક દિવસ સ્કુલ મા કોમ્પિટીશન હોય છે.જેમા જજ તરીકે મયંકભાઇ આવે છે.જે શહેર ના એક મોટા બિઝનેસમેન હોય છે.તે આ ટાઉન ની કુદરતી સુંદરતા , વોટર ફોલ અને પ્રાચીન મંદિર ને બધું જોઇ ને અંજાઇ જાય છે.અને સ્કુલ ની જમીન પર એક ફાઇવસ્ટાર હોટેલ બનાવવા નું સપનું જોવે છે.

કોમ્પિટીશન માં બબલી વીનર બને છે.બધા મિત્રો ખુબ જ ખુશ હોય છે.પણ બધા ને ખબર નથી હોતી કે પછી તો તેમના પર મુશ્કેલી આવવા ની છે

મયંકભાઇ હરેશભાઇ ને ખુબ જ સમજાવે છે.પહેલા તો હરેશભાઇ બાળકો ના ભવિષ્ય સાથે ચેડા કરવા ની ના પાડે છે પછી મયંકભાઇ તેમને મોટી રકમ ઓફર કરે છે.તેમને આલીશાન ભવિષ્ય ના સપના બતાવે છે.અને હરેશભાઇ માની જાય છે.

તો હવે બાળદોસ્તો ગોલુભાઇ ની સ્કુલ બંધ થઇ જશે.ધીમે ધીમે આ વાત પુરા ટાઉન આખા મા જાહેર થઇ જાય છે.અને જાહેરાત પણ થઇ જાય છે કે સ્કુલ બે મહીનામાં બંધ.

બધા ખુબ જ ચિંત‍ા મા આવી જાય છે.બધા હરેશભાઇ ને મનાવવા ની કોશિશ કરે છે પણ તેમની આંખો પર તો રૂપિયા ની નોટો જ છવાયેલ હોય છે.તે કશુંજ માનવા તૈયાર થતા નથી .

ગોલુ ના મમ્મી પપ્પા તેને બોર્ડિંગ સ્કુલ મા મુકવા ની વાત કરે છે.ગોલુ તો ખુબ જ દુખી થઇ જાય છે.તે તેના મિત્રો અને પરિવાર ને છોડી કયાય જવા માંગતો નથી .

તે તેના રૂમમાં જઇ ને તેના દાદી ના અને તેમણે આપેલા તેના પ્રિય ગણપતીબાપા ની મુર્તી સામે બેસી ને રડે છે.

" ગણપતી બાપા તમે તો મારા ફ્રેન્ડ છો.ને મારી સ્કુલ ને બચાવી લો .મારે મારું ઘર,મિત્રો અને તમને છોડી ને કયાય નથી  જવું .પ્લીઝ મારી હેલ્પ કરો ને.તમે તો કઇ પણ કરી શકો છો

પ્લીઝ આવું કેમ કરો છો.તમે મારી હેલ્પ નહી કરો ને તો હું તમારી કીટ્ટા.
અગર તમે મારી હેલ્પ કરશો તો હું ગુડ બોય બની ને રહીશ.પ્રોમિસ"

ગોલુ રડતા રડતા સુઇ જાય છે.પણ એમ ગોલુ ના ગણપતી બાપાં તેને રડવા થોડી દે તેમને આવવું જ પડે ને.

બીજા દિવસે ગોલુ ના ઘરે કોઇ આવે છે.વહેલી સવારે બધા ઉઠી જાય છે.દરવાજો ખોલતા સામે એક ગોલમટોલ પેટ વાળા,તેમનું મુખ લડ્ડુ જેવુ અને હાઇટ મિડીયમ તેવા એક ભાઇ બેગ લઇને ઉભા છે.

" કોણ છો તમે ભાઇ?" ગોલુ ના પપ્પા

" હેલો હું તમારી મમ્મી ના ફ્રેન્ડ પાર્વતીબેન નો દિકરો ગણેશ."તે તેમની મમ્મી અને ગોલુ ના દાદી નો ફોટો બતાવે છે.

" આવો અંદર કેમ આવવા નું થયું ભાઇ ? " ગોલુ ના દાદા
" અંકલ મને તો બોલાવવા મા આવ્યો છે.અહી એક ખાસ કામ થી .તો શું હું થોડા દિવસ અહીં રહી શકું છું ? અને હું ભાડું ચુકવી દઇશ અંકલ" 

" હા હા કેમ નહી બેટા પણ પૈસા ની વાત નહી કરવા ની તુંએમ જ રહી શકે છે બેટા"

"ગોલુ ગણેશ અંકલ ને તારા રૂમમાં લઇ જા તો " ગોલુ ના પપ્પા

ગોલુ કમને તેમને પોતાના રૂમમાં લઇ જાય છે.
" અંકલ તમે કેમ આવ્યા છો અહીં .મારા રૂમમાં ભાગ પડાવવા" 

" અરે તું જ તો બોલાવે છે અને પછી તું જ કહે છે કે કેમ આવ્યા છો."ગણેશજી

" અરે અંકલ મે ક્યારે કહ્યું આવવા માટે?" ગોલુ

" તો કાલે રડી રડી ને કોણ કહેતુ હતું નહી આવો તો કિટ્ટા ." ગણેશજી

" પણ આ તો મે મારા ગણપતીબાપા ને કહ્ય હતું .તો તમે મારા ગણપતીબાપા વાઉ" ગોલુ જોર થી ચીસ પાડે છે અને તેમને વળગી પડે છે.

" શસસ આ આપણું સિક્રેટ છે .હવે હું આવી ગયો છું ને હું બધા ની તકલીફ દુર કરી દઇશ"
ગોલુ ની મમ્મી ચા લઇ ને આવે છે.

"અરે વાહ ગણેશ અંકલ તો તારા મિત્ર બની ગયા છે ને પાક્કા"

" હા મમ્મી."

બીજા દિવસે ગોલુ ગણેશ અંકલ ને તેમના મિત્રો ને મળવા લઇ જાય છે.તે તેના મિત્રો ને કહે છે કે આ અંકલ અાપણી સ્કુલ બચાવવા મા આપણી મદદ કરશે.

" પણ અંકલ આપણે શું કરીશું ? " રાજુ

" આપણે પ્લાન ઓફ એકશન બનાવીશુ.જેમા ત્રણ કામ કરવા ના છે." ગણેશ અંકલ

" એ શું ?" બબલી

" બબલી તું એક લેટર લખ આપણા માનનીય શ્રી  શિક્ષણમંત્રી ને જેમા હાલ ની બધી વાત લખ લે આ એડ્રેસ તેના પર પોસ્ટ કરી દે.
 
રાજુ તું અને ગોલુ હરેશભાઇ ના પત્ની અને બાળકો ને મળો અને તેમની મદદ માંગો

અને મોન્ટુ તું આ બધું સોશિયલ મિડીયા પર અપલોડ કર તારા મોટાભાઇ ને મદદ લઇને."

"પણ અંકલ આ બધું કરવા થી શું થશે? હરેશ અંકલ થોડી માની જશે એમને તો રૂપિયા જ દેખાય છે અમારું ભવિષ્ય નહી અમે કયાં જઇશુ ભણવા એની તો એમને કોઇ ચિંતા જ નથી " બબલી.

" હું આવી ગયો છું ને હવે તમારી બધી તકલીફો દુર કરી દઇશ ખાલી મે કહ્યું છે એટલું કરો." ગણેશ અંકલ .

મોન્ટુ તેના ભાઇ પાસે જાય છે એ પહેલે થી સોશિયલ મિડીયા મા સક્રિય હોય છે. તો તે બન્ને જણા મળી ને આ બધી વાતો અપલોડ કરી છે અને જોત જોતા માં તો તે ફેલાઇ જાય છે.

બીજી બાજુ બબલી તો ભણવા મા અને આ બધી પ્રવુતી મા બહુ જ હોશિયાર હોય છે.તે એક ખુબજ સરસ અને સરળ ભાષા માં પત્ર લખે છે જેમા તેમની બધી તકલીફો જણાવે છે અને પછી ગણેશ અંકલે આપેલા એડ્રેસ પર તેને પોસ્ટ કરી દે છે.

અને આપણા ગોલુ અને રાજુ તો બોલવા મા બહુ હોશિયાર એ તો હરેશભાઇ ના હોય તે સમયે તેમના ઘરે જઇ ને તેમના પત્ની અને બાળકો ને સમ્રગ વાત જણાવી ને ખુબ જ સમજાવી ને પોતાના પક્ષ મા લઇ લે છે.

આમ ગણેશ જી ના નેતૃત્વ હેઠળ બાળસેના તૈયાર થઇ રહી છે પોતાના ભવિષ્ય માટે લડવા .ધીમેધીમે તેમની લડાઇ મા બીજા બધા બાળકો પણ જોડાય છે.અને તેમના માતા પિતા પણ તેમા જોડાય છે.

શિક્ષણમંત્રી તો વિદેશ ગયાં હોય છે.તેટલે બબલી એ લખેલો પત્ર તો પહોંચી જાય છે.પણ તેમના સુધી નથી પહોંચતો.

સામે મંયકભાઇ ને આ બધી બાબત ની ખબર પડે છે.અને એ તો ડરી જાય છે કે અગર હરેશભાઇ ડરી ને ના પાડી દીધી તો તેમનું સપનું કરોડપતિ બનવાનું તો કેન્સલ થઇ જશે.

 તે હરેશભાઇ ને ફોન કરે છે.અને તેમને વધારે પૈસા ઓફર કરે છે.અને આ બધી ફોર્માલીટી જલ્દી પતાવવા કહે છે.હરેશભાઇ પણ વધારે રૂપિયા મળવા ના કારણે ખુબ જ ખુશ હોય છે.

અહીં ગોલુ અને ગણેશજી ને ખબર પડે છે કે શિક્ષણમંત્રી તો વિદેશ ગયાં છે.

" ગણપતિબાપા તમે તો ભગવાન છો ને તો તમે તો બધું ચપટી વગાડતા જ રોકી શકો છો તો આ બધું કેમ કરવા નું ?"

" ગોલુ મારા વ્હાલા ગોલુ હું ઇચ્છુ તો એક મિનિટ મા તમારો પ્રોબ્લેમ સોલ્વ પણ હું  તેવુ કરવા નથી માંગતો હું ઇચ્છૂ છું કે તમે બાળકો પોતાની મહેનત અને પોતાના પ્રયત્નો થી આ લડાઇ જીતો હું તમને દરેક જગ્યા એ સાથ આપીશ અને મને વિશ્વાસ છે જીત તમારી જ થશે." ગણેશજી

" પણ આ બધું કરવા છતા પણ હરેશ અંકલ ના માન્યા તો?" ગોલુ

" મારા પર વિશ્વાસ રાખ હું છું ને હું મારા પ્રિય બાળકો નું ભવિષ્ય ખરાબ નહી થવા દઉ." ગણેશજી

" ઓહ વાઉ મારા ગણપતિબાપા " એમ કહી ને ગોલુ તો તેમને હગ કરે છે.

અહીં ગણેશજી ની ક્રુપા સમજો કે ચમત્કાર  શિક્ષણમંત્રી તેમના નિયત સમય કરતા વહેલા વિદેશ થી પાછા આવી જાય છે.અને તે અહીં અવી ને બબલી એ લખેલો પત્ર વાંચે છે.તે વાંચી ને તે ખુબ જ ગુસ્સે થાય છે.કેમકે તેમને બાળકો ખુબ જ પ્રિય હોય છે.અને બાળકો ના ભવિષ્ય સાથે ચેડા થાય તે વાત જાણી ને તે ખુબ જ ગુસ્સે થઇ જાય છે.

બીજી બાજુ મોન્ટુ એ સોશિયલ મિડીયા પર જે મેસેજ વાુરલ કર્યો હતો તે ઘણા બધા લખો સુધી પહોંચે છે.અને ઘણા બધા બાળકો ના અને શિક્ષણ ના સપોર્ટ મા આવે છે તે લોકો તે એકઠાં થઇ ને તે જગ્યા એ જવાનું નક્કી કરે છે.અને એક રેલી કાઢવા માટે પણ પરવાનગી લે છે.

બીજી બાજુ હરેશભાઇ તો ૧ જ દિવસ મા આ સોદો પતાવી ને સ્કુલ મયંકભાઇ ને હસ્તક કરવા ના છે એવી જાહેરાત થઇ જાય છે.

પણ અાપણા ગણેશજી નો સાથ અને બાળકો ની ખરી મહેનત હોય તો હાર થોડી મળે.હરેશભાઇ તો પોતાને મળવા વાળા અઢળક રૂપિયા ના સપના મા જ ખોવાયેલા છે.
સામે તેમના પત્ની અને બાળકો આ વાત થી ખુશ નથી તે આ બધું રોકવા માંગે છે.


તેમના પત્ની તેમને આ પાપ કરવા થી રોકવા માંગે છે એટલે તેઓએ ગોલુ અને અન્ય બાળકો નો સાથ આપવા નું નક્કી કર્યું હોય છે

" ગણેશ અંકલ આપણા શિક્ષણમંત્રી ની ઓફિસ માથી તો કોઇ જવાબ ના અાવ્યો હવે શું કરીશું "

 તેટલા મા મોન્ટુ ભાગતો ભાગતો આવે છે.
" તમને ખબર છે આપણે ઇન્ટરનેટ પર વાયરલ મેસેજ ને ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો હતો અને અાપણા સપોર્ટ મા તેઓ બધા કાલે પરવાનગી સાથે એક મૌન રેલી કાઢવા ના છે."

" વાહ આ તો બહુ સારી વાત છે બાળકો આપણે પણ બધા બાળકો અને તેમના માતા પિતા પણ તેમા જોડાઇશુ" ગણેશ અંકલ

તેટલા મા ત્યાં હરેશ અંકલ ના પત્ની અને બાળકો આવે છે.

" અમે પણ તમારી સાથે છીએ .અમે તમને સપોર્ટ કરીશું અનર તમારી સાથે આ રેલી મા જોડાઇશુ અમે તેમને સ્કુલ બંધ કરાવી ને મોટા પાપ મા પાડવા નથી ઇચ્છતા.અત્યારે તો તેમની આંખ ઉપર રૂપિયા ની પટ્ટી લાગેલી છે." 

" અરે વાહ આ તો ખુબ જ સારી વાત છે." ગણેશજી

" અમે તેમનવ સમજાવવા નો ખુબ પ્રયાસ કર્યો પણ તે સમજવા માટે તૈયાર નથી .તેઓ નું  કહેવું છે કે આ કોઇ સરકારી નહી પણ મારી પોતાની જમીન છે તો તેની સાથે હું કઇપણ કરી શકુ."

" ગણેશ અંકલ આ આન્ટી ના સમજાવવા થી ના માન્યા તો આ બધા થી થોડી માનશે" ગોલુ
જેના જવાબ મા ગણેશજી ખાલી હસે છે.
બીજા દિવસે મૌનરેલી માટે ઘણા 
બધા લોકો આવી પહોંચ્યા હોય છે.તે સિવાય બાળકો તેમના માતા પિતા અને  આપણા વ્હાલા ગણેશજી તો ખરા જ ને.

તે બધા રેલી કાઢી ને હરેશ ભાઇ ના ઘરે જાય છે.હરેશભાઇ એ તો આ બધા થી ડરી ને પોલીસ ને પણ બોલાવી ર‍ાખ્યા હોય છે.

મૌન રેલી શરૂ થાય છે અને તેઓ હરેશભાઇ ના  ઘરે પંહોચવા નુ નક્કી કરે છે.અંતે તેઓ હરેશભાઇ ના ઘરે પંહોચે છે.જયાં ગણેશજી ,બબલી ,ગોલુ ,રાજુ ,મોન્ટુ અને હરેશભાઇ ના પત્ની અને બાળકો અંદર તેમને મળવા જાય છે.

જયાં જઇ ને ગણેશજી હરેશભાઇ ના બાળકો ને બોલવા કહે છે.
" પપ્પા અમને આવા પૈસા નથી જોઇતા જેના કારણે આપણા ટાઉન ના બધા બાળકો ભણ્યા વગર રહી જાય અગર આ સ્કુલ બંધ થઇ જશે તો અમે પણ ભણવા નું છોડી દઇશુ."

હરેશભાઇ તેમના બાળકો ની ધમકી થી ડરી જાય છે.તે કઇંક આગળ બોલવા જાય તે પહેલા પોલીસ ની સાયરન વાગે છે.અને એક મોટા કાફલા સાથે માનનીય શિક્ષણમંત્રી આવી પહોંચે છે.તેઓ ખુબ જ ગુસ્સા મા હોય છે.તે અંદર જાય છે.

" હરેશભાઇ તમે છો આ રહ્યા કાગળ અને આ જમીન સરકાર તમારી જોડે થી ખરીદી ને બાળકો માટે એક મોટી શાળા અને કોલેજ બનાવશે જેમા બધી જ સગવડો હોય.હવે આ ટાઉન ના બાળકો ને ભણવા માટે કયાય બહાર નહી જવું પડે."

શિક્ષણમંત્રી ના આવવા થી હરેશભાઇ ડરી ગયાં હોય છે.જે ઓફર તેમણે આપેલી હોય છે તે મંયકભાઇ એ આપેલ ઓફર કરતા ઓછી હોય છે.હજી તેમને પૈસા નો જ વિચાર હોય છે.

જે ગણેશજી સમજી જાય છે.તે હરેશભાઇ પાસે જાય છે.અને તેમનો હાથ પકડે છે.ગણેશજી ના હાથ પકડતા જ જાણે હરેાસભાઇ ને દિવ્યતા નો અનુભવ થાય છે.તે હળવાશ અનુભવે છે.જાણે તેમની આંખો પર થી પૈસા ની પટ્ટી હટી જાય છે.

" મારા વ્હાલા બાળકો મને માફ કરી દો હું પૈસા ના મોહ માં આંધળો થઇ ગયો હતો મને બાળકો નું ભવિષ્ય દેખાયું નહી પણ હવે મારી આંખો પર થી પૈસા ની પટ્ટી હટી ગઇ છે.હવે આ સ્કુલ બંધ નહી થાય.

માનનીય શિક્ષણમંત્રી જી આપને આ જમીન ખરીદવા ની જરૂર નથી હું મારી સ્વેચ્છાએ આ જમીન સરકારશ્રી ને અર્પણ કરું છું અને આ ટ‍ાઉન મા કોલેજ અને અગિયાર ,બાર ધોરણ ની સ્કુલ બનાવવા પણ હું મારી બીજી જમીન દાન મા આપીશ"

" યે હુર્રે " બધા બાળકો ખુશી થી ચીચીયારી ઓ પાડે છે.બધા બાળકો ગોલુ અને તેમની પુરી ટીમ ની પ્રશંસા કરે છે.અને ધન્યવાદ આપે છે.

 માનનીય શિક્ષણમંત્રી પણ તેમના પ્રયાસો ને શાબાશી આપે છે.અને તવ જલ્દી જ આગળ નું કામ શરૂઆત કરવાનું વચન આપી ને જાય છે.

આ વાત ની જાણ મંયકભાઇ ને થતા તે તો મોઢું છુપાવી ને જતા રહે છે.
બધા ના ગયા પછી ગોલુ અને તેમની મિત્રમંડળી ગણેશ અંકલ ને થેંક યુ કહે છે.

ગોલુ અને ગણેશજી તો ઘરે જાય છે.તેઓ તેમના રૂમમાં હોય છે.જયાં ગણેશજી તેમની બેગ લેતા હોય છે.જે જોઇ ને ગોલુ ચિંતા મા આવે છે અને તેમને જઇ ને વળગી જાય છે.

" ગણપતિ બાપા ના જાઓ ને તમારા વગર તો મને ગમશે જ નહી પ્લીઝ" ગોલુ

"ગોલુ મારા વ્હાલા ગોલુ હું તો હંમેશા તારી સાથે જ છું .આંખ બંધ કરી ને મને યાદ કરજે તને રસ્તો મળી જશે.પણ હવે મારે જવું પડશે " ગણપતિબાપા

ગોલુ સમજી જાય છે અને તે તેના પ્રિય ગણપતિબાપા ને પ્રેમ થી વિદાય આપે છે.

પછી તો શું એક વર્ષ મા ત્યાં મોટી સ્કુલ અને કોલેજ બની જાય છે .હવે ત્યાં ના બાળકો ને ભણવા માટે કયાય બીજે જવું પડતું નથી .અને ગોલુ તો રોજ પોતાની બધી વાતો તેના પ્રિય ગણેશજી ને શેર કરે છે.અને હા તે દર વર્ષે ગણપતિબાપા ને દસ દિવસ માટે ઘરે લાવે છે.ગણેશઉત્સવ દરમિયાન.અને ગણેશજી ની ક્રુપા થી બધા ખુશ.

બોલો ગણપતિબાપા મોરયા
મંગલમુર્તી મોરયા
જય શ્રી ગણેશ!