કાર માં થયેલો બ્લાસ્ટ એટલી હદે ભયાનક હતો કે ઇન્સ્પેક્ટર મેથ્યુઝ ની કાર નો તો કકચરઘાણ કાઢી નાખ્યો પણ આજુ બાજુ પાર્ક કરેલી તમામ કાર ના કાચ ફોડી નાખ્યા। અને ઇન્સ્પેક્ટર મેથ્યુઝ ના સાથે રહેલા પાછળ ની ગાડી માં બેસેલા હવાલદાર અને મકસૂદ ને પણ ઈજાઓ પહોંચી હતી. તરત જ ત્યાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ના લોકો એ આવીને સ્તિથી પર કાબુ મેળવી લીધો. પરંતુ ઇન્સ્પેક્ટર મેથ્યુઝ કાળ નો કોળિયો બની ગયો હતો.
થોડી વાર બાદ ઇન્સ્પેક્ટર મેથ્યુઝ ની બળી ગયેલી લાશ ને બહાર કાઢવામાં આવી અને પોસ્ટમોર્ટમ માટે સરકારી નાયર હોસ્પિટલ માં મોકલી દેવામાં આવી. બધા એટલા સ્તબ્ધ હતા કે કોઈ ને પણ ક્સુ સુજી નહોતું રહ્યું કે આ સ્તિથી ને કેવી રીતે કાબુ માં લઇ શકાય.
"હેલો.. હેલો.. પોસ્ટ ચેક..પોસ્ટ કમિંગ.." બધા પોલીસ પાસે રહેલી વોકી ટોકી માં ઇન્સ્પેક્ટર ત્રિવેદી નો અવાજ સંભળાયો.
ઇન્સ્પેક્ટર ત્રિવેદી નો અવાજ સાંભળતા ની સાથે જ બધા પોલીસ કર્મીઓ ને પોતાની જવાબદારી નું ભાન થયુ અને બધા સાબદા બન્યા.
"હેલો..મકસૂદ કમિંગ સર..ઓવર ટુ યુ સર પર્સનલ આસિસ્ટન્ટ ઓફ ઇન્સ્પેક્ટર મેથ્યુઝ..." મકસૂદે સમજદારી પૂર્વક જવાબ આપ્યો.
"મકસૂદ..બહાર ફિલ્ડ પર ચેક કરો અને કહો કે બહાર સ્તિથી કેવી છે."
"સર સ્તિથી હવે કાબુ માં છે અને ઇન્સ્પેક્ટર મેથ્યુઝ ના પાર્થિવ દેહ ને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા છે" મકસૂદે ધીમા અને રૂદન સ્વરે જવાબ આપ્યો.
મકસૂદ ના અવાજ માં રહેલું દુઃખ પારખતા ત્રિવેદી સાહેબ ને જરા પણ વાર ના લાગી, અને કહ્યું "કંટ્રોલ ઓન યોર ઈમોશન્સ મકસૂદ, આપણે હજુ ઘણું લડવાનું છે આમ હિમ્મત હરવાથી નહિ ચાલે"
"બધા પોતપોતાની પોઝિશન્સ લઇ લો હવે આપણે આરોપી ને જેલ માં શિફ્ટ કરવા જઈ રહ્યા છીએ, તો હવે આપણી કોઈ પણ નાની ભૂલ આપડી ટિમ ને મુશ્કેલી માં મૂકી શકે છે, સો બી એલર્ટ" ત્રિવેદી સાહેબે આખી ટીમ ને સ્ટેન્ડ બાય રહેવા કહી દીધું.
થોડી જ વાર માં આરોપી રમજાન ખાન ને બહાર કાઢવામાં આવ્યો અને સીધો બુલેટપ્રૂફ કાર માં બેસાડી દેવામાં આવ્યો અને ત્રિવેદી સાહેબે તેની સાથે કાર માં મકસૂદ ને બેસવા કહ્યું અને તેને ચેતવણી પણ આપી કે આરોપી ખુબ જ ચાલાક અને કલાકર કિસ્મ નો વ્યક્તિ છે તે ગમે તે બોલે કે ગમે તે કરે તેને કોઈ પણ પ્રતિક્રિયા આપવાની નથી.
મકસૂદે ત્રિવેદી સાહેબ ની હા માં હા ભરી અને કાર માં જઈ ને રમજાનખાન ની સામે ની સીટ પર ચુપચાપ બેસી ગયો.
કાર ધીમે ધીમે જે રીતે વોકી ટોકી પર કલેયરન્સ ના આદેશ મળતા હતા તે પ્રમાણે આગળ જય રહી હતી. કાર માં એક દમ નીરવ શાંતિ હતી.
ત્યાં જ રમજાનખાન જોર જોર થી હસવા લાગ્યો..અને બોલવાનું શરુ કર્યું
"મેં કીધું હતું..ચેતવણી આપી હતી..પણ નહિ દેશભક્તિ.. દેશભક્તિ.. ઈમાનદારી ની પપુડી વગાડવામાં જ રહ્યો અને જુવો હવે શું હાલ થઈ ગયો, જતું રેહવું પડ્યું ને આ દુનિયા છોડી ને" આકાશ તરફ જોતો જોતો ખંધુ સ્મિત ચેહરા પર લાવીને રમજાનખાન બોલી રહ્યો હતો.
"કીધું હતું મેટર પતાવી દઈએ..જોઈએ એટલા પૈસા મળી જશે.. ઐશો આરામ બધું આપવાની મેં વાત કરી હતી, પણ નઈ એક મેડલ અને કાગળ ના ટુકડા માટે પોતાની અને આખા પરિવાર ની કેવી હાલત કરી ને જતો રહ્યો"
'રમજાનખાન ની વાત સાંભળી ને મકસૂદ ના દિમાગ ની ડગલી ખસકી ગઈ અને ત્રિવેદી સાહેબ ની સુફિયાણી સલાહ પણ બે પળ માટે નેવે મૂકીને તેણે રમજાનખાન નો કાંઠલો પકડ્યો અને તેના માથા ને બારી ના કાચ સાથે અફાળ્યો. રમજાનખાન ના માથા માંથી લોહી ની ધાર વહેવા લાગી અને આખું શરીર લોહી લુહાણ થઈ ગયું.
"માંદર.....દ, સાલે સુવર કી ઓલાદ..કપૂત કે જને" તુમ લોગો કી વજહ સે આજ હમારી કોમ બદનામ હે, ઓર તુમ જેસે લોગો કી વજહ સે આજ હર મુસલમાન કો શક કી નિગાહો સે દેખા જતા હે, ઓર રહી બાત ઇન્સ્પેક્ટર મેથ્યુઝ કી મોત કી તો.. મુજે સબ પતા હે યે સબ તેરે બહારવાલે બાપ ને હી કરવાયા હે." મકસૂદ એક દમ આક્રમક બની ને રમજાનખાન પર તૂટી પડ્યો હતો.
ત્યાં હાજર રહેલા બીજા બધા કોન્સ્ટેબલો એ મકસૂદ ના હાથ માંથી રમજાન ખાન ને જેમ તેમ છોડાવ્યો.
"છોડો મુજે।..ઇસ હરામઝાદે કો મેં આજ યહી પે ખત્મ કર દૂંગા" મકસૂદ આવેશ માં આવીને બોલતો હતો.
"હા.હા.હા હા.હા…. ભરીશ…. તું પણ ભરીશ… તારી આ મુર્ખામી નો દંડ તને જરૂર આપીશ, બસ ખાલી આ હાથકડી જે દિવસે ખુલશે તે દિવસ તારી જિંદગી નો છેલ્લો દિવસ હશે" રમજાન ખાન પોતાના હાથ ની હાથકડી મકસૂદ સામે બતાવીને તેને વધુ ઉક્સાવવાનો પ્રયાસ કરતો હોય તેમ તે બોલ્યો.
"મકસૂદ હજુ પોતાના કમર પર રહેલી રિવોલ્વર પાર હાથ નાખી જ રહ્યો હતો ત્યાં જ કાર અચાનક ઉભી રહી ગઈ અને ફટાફટ દરવાજો ખુલ્યો ત્યારે ખબર પડી કે જેલ માં પહોંચી ગયા"
"આજે તારું નસીબ સારું હતું કે તું બચી ગયો બાકી તારું આજે એન્કાઉન્ટર ના બહાને હું તારા મોતની કહાની લખી નાખત" મકસૂદ ગુસ્સામાં પોતાના દાંત પિસ્તો પિસ્તો બોલ્યો.
જેવા તે બહાર નીકળ્યા કે ત્રિવેદી સાહેબ અને તેમનો CBI નો જેલ સ્ટાફ ત્યાં ગેટ પાસે હાજર હતો અને રમજાનખાન ને લોહી લુહાણ હાલત માં જોઈ ને ત્રિવેદી સાહેબ સમજી ગયા કે જે વાત નો ડર હતો તે જ થયું. કેમ કે જયારે રમજાનખાન ની ધરપકડ થઈ હતી અને જયારે તેને પેહલી વખત ઇન્ટરોગેશન કરવામાં આવ્યો હતો રમજાનખાને ખુબ ચતુરતાપૂર્વક રમત રમી ને તેની એકટિંગ ના હુનર નો ઉપયોગ કરીને બધા ઓફિસરો ને ઉઠા ભણાવ્યા હતા. અને આજે મકસૂદ સાથે પણ તે તેજ રમત રમવામાં સફળ રહ્યો હતો. આ જોઈ ને ઇન્સ્પેક્ટર ત્રિવેદી સમજી ગયા હતા કે આ પાક્કો ખિલાડી છે આને બીજી જ રીતે ટેકલ કરવો પડશે.
થોડી જ વાર માં રમજાનખાન ને અંદર આવેલા ક્લિનિક રૂમ માં લઇ જવામાં આવ્યો અને તેની મલમ પટ્ટી કરી ને તેની કોટડી માં મોકલી દેવામાં આવ્યો.
***
રાત્રી ના 3:00 વાગ્યા હતા અને CBI ઇન્સ્પેક્ટર ત્રિવેદી સુતા હતા ત્યાં જ તેમનો મોબાઈલ ફોન રણક્યો, ત્રિવેદી સાહેબે પોતાની આંખ મસળતા મસળતા મોબાઇલ પર નજર કરી તો તેમાં અજાણ્યો નંબર જોયો અને તેમને કોલ રિસિવ કર્યો.
"હલ્લો.."
"હલ્લો..સર હું કબીર બોલું છું" ઘભરાયેલા અવાજે કબીર બોલી રહ્યો હતો.
"કબીર...શું થયું??? અને આટલો બધો ટેંશન માં કેમ બોલે છે"
"સર..હું જયારે રમજાન ખાન ના ફાર્મ હાઉસ પર વૉચ માં હતો ત્યારે મેં એક કાર ને બહાર નીકળતા જોઈ તો મેં તેનો પીછો કરવાનું નક્કી કર્યું, અને મેં તેનો પીછો કરવાનું ચાલુ કર્યું, પણ હું ખોટો પડ્યો..તે લોકો મારી સાથે રમત રમી ગયા અને મને તેમની જાળ માં ફસાવી લીધો, અને ઇન્સ્પેક્ટર ની હત્યા માં પણ આ લોકો નો જ હાથ છે"
"હેલો..કબીર ક્યાં છે તું.. હું હમણાં જ આવું છુ ત્યાં"
"હું અત્યારે..ભીંડીબજાર પાસે આવેલા એક ફૂટપાથ પર નીચે સુતેલા લોકો સાથે છુપાવા માટે સંતાઈ ને સુઈ ગયો છું, અને આ ફોન પણ અહીંયા સુતેલા કોઈ મજૂર નો છે"
"હું હમણાં જ ત્યાં નજીક માં આવેલા સ્ટેશન માં ફોન કરું છું અને મદદ મોકલાવું છું, ખાલી તું થોડી વાર ત્યાં ના હાલાત ને સંભાળી લે"
"હા સર..પણ મને નથી લાગતું કે આ લોકો મને છોડશે..શિકારી કુતરા ની જેમ મને શોધી રહ્યા છે આ લોકો"
"તું કઈ પણ ચિંતા નઈ કર હું હમણાં મદદ મોકલાવું છુ તું ખાલી તારો ફોન ચાલુ રાખજે.."
હલ્લો… હલ્લો… કબીર તને મારો અવાજ આવે છે… હલ્લો...
ઇન્સ્પેક્ટર ત્રિવેદી ફોન માં કબીર ને હલ્લો હલ્લો બોલતા રહ્યા પણ સામે થી કબીર નો અવાજ આવતો બંદ થઈ ગયો.
30 મિનિટ બાદ ભીંડીબજાર પોલીસ સ્ટેશન ના S.I નો કોલ આવ્યો...જે રીતે તે ફોન માં હલો બોલ્યો તે ઉપર થી ઇન્સ્પેક્ટર ત્રિવેદી ને કબીર સાથે કંઈક ગલત થયું હોવાનો અણસાર આવી ગયો હતો.
"સોરી સર..ફિલ્ડ એજેન્ટ કબીર હવે નથી રહ્યા, તેમનું ખુબ જ બેરેહમી પૂર્વક મર્ડર કરવામાં આવ્યું છે"
"જે વાત નો ડર ઇન્સ્પેક્ટર ત્રિવેદી ને હતો તે જ થયું તેમને છેલ્લા બે દિવસ માં પોતાના બે હોનહાર ઓફિસર ગુમાવી દીધા હતા"
આ સમાચાર સાંભળી ને ઇન્સ્પેક્ટર ત્રિવેદી ભાંગી પડ્યા હતા અને થોડા ડિપ્રેઝડ થઈ ગયા. તેમને ટેબલ પર પડેલી વહીસ્કી ની બોટલ માંથી એક 90 ml નો પેગ બનાવ્યો અને પોતાના ડેસ્ક પર જઈને લમણે હાથ રાખી ને બેઠા અને વિચારવાનું શરુ કર્યું.
"કોઈ તો ભૂલ થઇ છે મારા થી અને જે પણ આ રમત રમી રહ્યું છે કા તો તે મારાથી બે ડગલાં આગળ છે, કા તો કોઈ આવી વ્યક્તિ છે જે તેને માહિતી આપી રહ્યું છે, આ બંને સવાલો ના જવાબ મેળવવા ખુબ જ મુશ્કેલ બની રહ્યા છે, જીવનનો આ છેલ્લો કેસ ખુજ અઘરો બની રહ્યો હતો."
"ખુબ વિચાર વિમર્શ કર્યા બાદ ઈન્પેક્ટર ત્રિવેદીને તેની એકેડમી ના પોતાના સ્ટુડન્ટ નું નામ દિમાગ માં આવ્યું અને નક્કી કર્યું કે આ કામ તેના સિવાય બીજું કોઈ નહિ કરી શકે, તેમને તરત જ મોબાઇલ હાથ માં લીધો અને એક નાનકડો મેસેજ ટાઈપ કર્યો અને સેન્ડ કર્યો"
" સામે થી તરત જ OK નો રિપ્લાય આવ્યો"
"સામે થી તરત આવેલો રિપ્લાય જોઈ ને ત્રિવેદી સાહેબ સમજી ગયા કે આ નક્કી કોઈ કેસ માં હોવો જોઈએ, તેમને પોતાનો ફોન બાજુ માં મુક્યો અને પોતાનો પેગ પૂરો કર્યો, અને બેઠા બેઠા ક્યારે ઊંઘ આવી ગઈ તે ત્રિવેદી સાહેબ ને ખબર જ ના રહી"
***
"જુઓ આ મુંબઈ પોલીસ કે જેના માથે આપણા બધા ની સુરક્ષા ની જવાબદારી છે ત્યાં તે ખુદ જ સુરક્ષિત નથી, જી હા આપણે વાત કરી રહ્યા છીએ મુંબઈ પોલીસ ની કે જેમાં ના એક ઇન્સ્પેક્ટર ની કાલે બ્લાસ્ટ માં હત્યા થઈ.. અને હવે બીજા ઓફિસર ની રસ્તા વચ્ચે અડધી રાત્રે હત્યા થઈ ચુકી છે" ફિલ્ડ એજન્ટ કબીર ના ગોઝારા મર્ડર ના સમાચાર સવાર થતા ની સાથે જ આખા મુંબઈ માં ફેલાઈ ગયા, જેમ દર વખતે થતું હતું તેમ અત્યારે પણ બધા નામી અનામી ન્યુઝ ચેનલ ના રિપોર્ટરો ગળા ફાડી ફાડીને TRP માટે કવરેજ કરી રહ્યા હતા, અમુક ચેનલ ના એન્કરો તો જ્યાં ફૂટપાથ પર કબીર સૂતો હતો ત્યાં સુઈ ને રિપોર્ટિંગ કરી રહ્યા હતા. અને આ બધા સમાચારો સવાર ના પહોર માં મુંબઈવાસી ઓ ને નાસ્તા ની સાથે પીરસાઈ રહ્યા હતા.
***
કોણ છે એ કે જે એક પછી એક ઇન્સ્પેક્ટર ત્રિવેદી ના ટિમ ના માણસો ને મારી રહ્યું છે?? ઇન્સ્પેક્ટર ત્રિવેદી એ અડધી રાત્રે કોને મેસેજ કર્યો?? અને શું ખરેખર મીડિયા સાચું કહી રહી છે કે પોલીસ ખુદ સુરક્ષિત નથી?? આ બધા અટપટા સવાલો ના જવાબ જાણવા અને આગળ એપિસોડ માં આ કહાની ના નાયક ને જાણવા માટે વાંચતા રહો શાગિર્દ: ખેલખેલ મેં કોન ખિલાડી.
નોંધ: મિત્રો થોડી શાબ્દિક ભૂલ રહી જાય તો તેના માટે દિલગીર છું, અતિવ્યસ્ત કામ ના લીધે સીધો લખી ને જ અપલોડ કરી રહ્યો છું. આપ સૌ નો સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા સહઃ આપનો: શાગિર્દ