Chees - 2 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ-2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ચીસ-2

શબનમ આખી રાત પડખાં ધસતી રહી.

એને હવેલીમાં જે દ્રશ્યો જોયાં હતાં એ તેની આંખોમાં ભમતાં હતાં.

એનુ મન માનવા તૈયાર નહોતુ.

બેબીજી અને છોટે ઠાકૂરની હરકતો જોઈ એમનુ મન શર્મથી ઝૂકી જતુ હતુ.

એક પવિત્ર રીશ્તાને અશ્લિલતાની ઝાળ કેમ લાગી ગઈ હતી..?

એક બીજાને આદર સત્કારથી બોલાવતાં ભાઇ બહેન રાત્રીનો અંધારપટ ઓઢી પ્રેમલો પ્રેમલીની રમતમાં કેમ પડ્યાં હતાં..?

છોટે ઠાકૂર બેબીજીને શાહીન શા માટે કહી રહ્યા હતા..? અને બેબીજી નવાબજાદો..!

પછી એકાએક કોઈ વસ્તુનુ સ્મરણ થઈ આવ્યુ હોય એમ શબનમની આંખો ઝીણી થઈ ગઈ..

એની નજર સમક્ષ અત્યારે જાણે રાજકુમારી શાહીન ઉપસ્થિત હતી એના માથા પર હિરા જડીત તાજની સાથે ડોકમાં અમૂલ્ય અજાયબી જેવો અદભૂત ચમકથી ભભકતો હિરા મોતી મઢ્યો હાર મૌજૂદ હતો. અને એનાં વસ્ત્રો પણ શાહી રાજકુમારીને શોભે એવાં હતાં.

એની પડખેજ નવાબજાદાના રૂપમાં આલમ ઉભો હતો.

એના શરીર પર લદાયેલો શાહી ઠાઠ પણ શબનમને ઉડીને આંખે વળગતો હતો.

આ દ્રશ્ય પચાવવુ એના માટે ભારે હતુ.

જાણે કે એના મનોપ્રદેશને હલબલાવી નાખનારા વિકૃત રહસ્યનો તાગ એ પામી ગઈ હતી..!

જે વિચારની અંત:સ્ફૂરણા જાગી હતી એ જ ધટના ધટી હશે તો ગજબ થઈ જવાનો..

શહેરથી દૂર પહાડીઓમાં એક પુરાતન હવેલી હતી. જે પ્રાચીન અવશેષ હોવાથી કેટલીય વાર પ્રાચિન અવશેષોના સુરક્ષા દળ વિભાગે સમારકામ કરાવેલુ.

એ હવેલીમાં ધણી એવી પ્રાચિન દુર્લભ વસ્તુઓ સચવાયેલી જે આજે નજરે પડવી દુર્લભ ગણાય.. પુરાતન વિભાગ એ હવેલીને સીલ મારી અવશેષોના ખજાનાની રખવાળી કરી રહ્યો હતો.

મજાની વાત એ હતી કે આખા નગરમાંથી એક વ્યક્તિ પણ આ રહસ્યમય હવેલીનો ઈતિહાસ જાણતો નહોતો.

બસ લોક વાયકા હતી કે ભવાનગઢ નગરીના રજવાડા રાજવી સુલેમાન સાળવી એ પોતાની ઐયાશીઓ સંતોષવા પહાડી વિસ્તારમાં આ હવેલી બંધાવેલી..

જેની મુલાકાત ભવાનગઢનો રાજકુમાર નવાબ અને એની મંગેતર પણ ક્યારેક લેતાં.

હવેલીમાં આ રાજવી પરીવારે ઉપયોગમાં લીધેલી ધણી વસ્તુઓ સચવાયેલી હતી.

શબનમ એટલુ જાણતી હતી.

કહેવાય છે કે કોઈ ગોજારી ધટના આ હવેલીમાં બની ત્યાર પછી રાજાએ એ હવેલીને તાળા મરાવી દીધેલા..

શહજાદા નવાબના પૂતળાના માથે એ જ તાજ હતો.. જે રાત્રે આલમના માથે જોયો હતો..

અનુમાન સાચુ હોય તો કોઈ જડબેસલાક રસ્તો શોધવો પડશે.

એમ શબનમે મનોમન નક્કી લીધુ.

પણ હજુ એક વાર એનુ મન પાકી ખાત્રી કરી લેવા માગતુ હતુ.

જીવના જોખમે પણ..

કેમકે એક પવિત્ર રીશ્તા સાથે જો ચેડા થતા હોય.. રમત રમાતી હોય તો એ લોક નજરે ચડે અને ઠાકૂર સાહેબે બાંધેલી ઈજ્જતના લીરા ઉડે એવુ થવા દેવા શબનમનુ મન જરા પણ તૈયાર નહોતુ.

પોતાનાં બન્ને સંતાનો સોહા અને નાઝનિન માટે નાશ્તો રેડી કરી બન્નેને સ્કુલે મોકલ્યાં.

પોતાના ધરનુ કામ ફટાફટ પતાવી એ ઠાકૂર સાહેબની હવેલી પર પહોંચી.

આલમ અને ઈલ્તજા કોઈ વાત પર હસતાં-હસતાં બહાર નીકળ્યાં.

"અસલામોઅલયકૂમ તાઈ જી.. આજ આપ બહોત લેટ હો ગઈ..?"

શબનમ ને જોતાં જ ઈલ્તજાએ આંખોમાં નિર્દોષતા ધરી પૂછ્યુ.

શબનમે કંઈ સાંભળ્યુ જ નહોય એમ બન્નેને આંખો ફાડી ફાડીને એ જોતી રહી..

"તાઈજી..! કહાં ખો ગઈ આપ..?"

આલમે એમના ચહેરા સામે હાથ ઉંચો કરી ચપટી વગાડી.

ત્યારેજ શબનમને પોતાની ભૂલ સમજાઈ.

વા..લેકૂમ અસલ્લામ..!"

એમણે લથડતા સ્વર પર કાબૂ કરવાનો પ્રયાસ કરતાં ઉમેર્યુ.

અરે મેરે બચ્ચો.. સોહા ઓર નાજનિન એક બાત કો લેકર જીદ કર રહીથી.. તો ઉનકો મનાને મે વક્ત લગ ગયા..!"

જૂઠુ બોલવુ નહોતુ ને જે વિચાર આવ્યો એનુ જિક્ર કરવુ નહોતુ.

"ઠીક હૈ આપ ધર સંભાલિયે હમ ઓર દીદી કૉલેજ જા રહે હૈ..!"

બેઉ એન્જિનિયરીંગનાં સ્ટુડન્ટ્સ હતાં એ શબનમ જાણતી હતી. પોતાની સ્વીફ ડીઝાયરને પાર્કીંગમાંથી કાઢી એ કોલેજ નીકળી ગયાં.

શબનબ અવિશ્વાસ ભરી નિગાહે ગાડી અદ્રશ્ય થઈ ત્યાં લગી જોતી રહી.

ઠાકૂર સાહેબ આર્મિ રીટાયર્ડ હતા.

એમની વારસાગત મિલકત પણ ધણી હતી.

આર્મિમા બોર્ડર પર બોમ્બ વિસ્ફોટમાં ધવાયા પછી એમની આંખો જતી રહેલી.

માત્ર ઝાંખા ઉજાસ જેવુ એમને દેખાતુ.

છતાં એમની નિશાને બાજીનો જોટો જડે એમ નહોતો. બંધ આંખે ધાર્યુ નિશાન પાળવાની ખૂબી એમને વારસામાં મળેલી.

જીવ્યા ત્યાં લગી બન્ને બાળકો મહેફૂઝ હતાં.

પણ હવે આવેલી વિપતને પહોંચી વળવા શબનમને કોઈની હેલ્પની જરુર હતી.

શબનમને એક વ્યક્તિનુ સ્મરણ થયુ.

જે એને મદદ કરી શકે એમ હતી.

બિરાદરીમાં કાજી સાહેબનુ એમનુ આગવુ સ્થાન હતુ. એ નેકદિલ ઈન્સાન હતા.

ધણા અકળાવનારા મસલાઓનુ સોલ્યુશન શબનમને એમની જોડેથી મળ્યુ હતુ.

એટલે શબનમ ફટાફટ હવેલીની સાફસફાઈ કરી રસોઈ બનાવી અને કાજી સાહેબને મળવા પહોંચી ગઈ.

"શુ વાત છે આપા.. ખેરીયત તો છેને..?"

ધણા સમય પછી અણધાર્યુ શબનમનુ આગમન થતાં કાજી સાહેબેને કંઈક અધટિત ધટનાની શંકા ગઈ.

"તમારી જરુર ત્યારે જ પડે છે કાજી સાહેબ જ્યારે પાણી આપા બહાર હોય..!"

"આવો.. બેસો..! એમણે શબનમને સોફાપર બેસવા આગ્રહ કર્યો.

કાજી સાહેબનાં વાઈફ સલામ કરી કીચનમાં ગયાં.

"શુ થયુ છે હવે કહો..?મારાથી બનતી તમામ મદદ કરીશ..!"

શબનમને એમની વાતથી રાહત થઈ.

શબનમે મૂળ વાત છૂપાવી કાજી સાહેબને કહ્યુ.

"તમને તો ખબર જ છે ઠાકૂર સાહેબના જન્નતનશીન થયા બાદ હવેલીની હું જ સાર સંભાળ રાખુ છું..!

"હા, જાણુ છુ..!"

"રાત્રે મને એમ લાગ્યુ કે હવેલીમાં કોઈ શૈતાની પ્રેતનો સાયો છે..!"

"યા અલ્લાહ..! પણ એવુ કયા આધારે કહો છો..?"

"મેં મારી સગી આંખે જોયુ છે..!"

"એ પ્રેત જ હતુ ખાતરી છે..!"

પાકી વાત હોય ત્યારે જ તમારા સુધી લાંબી થઈ હોઉને..?

"હમ.. કાજીસાહેબ ઉંડા વિચારમાં પડી ગયા..!"

કાજીસાહેબનાં બેગમ શરબત લાવ્યાં.

શરબતના ધૂંટ ભરતાં ભરતાં શબનમનુ મન ચકરાવે ચડેલુ.

કોઈ અમંગળ ધટના ન ધટે એમ મન વાંછ્તુ હતુ.

"કાજી સાહેબે પોતાના મોબાઈલમા એક કોલ જોડ્યો.

સામે છેડેથી કોલ રીસિવ થતાં જ કાજીસાહેબે અવાજમાં પૂરેપૂરી તહેઝીબ લાવી પૂછ્યુ..

"મૌલાના અસબાબ રાંદેરી કો મીલ સકતે હૈ..?"

બે પળના મૌન બાદ.. કાજી સાહેબે પોતાનો પરીચય આપ્યો અને પરવાનગી મેળવી લીધી.

પછી શબનમ તરફ જોતાં કહ્યુ.

"ચાલો.. હમણાં દૂધનુ દૂધને પાણીનુ પાણી થઈ જશે..!"

કાજી સાહેબ ઝડપથી ધરની બહાર નીકળી ચાલવા લાગ્યા.

શબનમ પણ એમની પાછળ દોરવાઈ.

થોડાંક ધર વટોળી એક નાના મકાનના દરવાજે એમણે દસ્તક દીધી.

દરવાજો ખુલતાં જ શબનમને ભીતર આવવાનો ઈશારો કરી કાજીસાહેબ ધરમાં પ્રવેશી ગયા.

જેવી શબનમે ધરમાં પ્રવેશ કર્યો કે એક મોટી ગાદી પર તકીયાને અઢેલી બેસેલા શ્વેતદાઢીમાં શોભતા નુરાની ચહેરાએ એમની સામે મીટ માંડી.

"બેટી..! વો તો કબસે હવેલી મે પ્રવેશ કર ચૂકે હૈ..!" મૌલાનાએ શબનમને કહ્યુ. શબનમ આવાક બની સાંભળતી રહી.

તુજે અબ પતા ચલા હૈ મગર વહ ખેલ તો કીતને દિનોસે ચલ રહા હૈ..!"

કાજીસાહેબની સમજ બહારની વાત હતી પણ શબનમ સમજી ગઈ.

"કુછ રાસ્તા નહી નિકલ સકતા મૌલાના સાબ..!"

"રાસ્તા હૈ લેકિન કીસિકી ભી જાન જા સકતી હૈ કહા નઈ જા સકતા..!"

ફીલહાલ તૂમ આઈ હો વૈસી હી વાપસ લૌટ જાઔ વરના ઉન પ્રેતાત્માઓ કો માલૂમ હો ગયા તો સબસે પહેલે તુમ્હારી જાન જાયેગી.. મૈ કુછ કરતા હું.. આપ લોગ જાઈએ અભી..!"

શબનમને મૌલાનાની વાત સાચી લાગી.

હાલ પૂરતુ ચૂપ રહેવુ જરૂરી હતુ.

જે કરશે એ મૌલાના કરશે.. કદાચ એમણે બધુ જ જોઈ લીધુ. સમજી લીધુ છે.

( ક્રમશ:)

મૌલાના બચાવી શકશે શૈતાની તાકતો ના પંજામાંથી બે ભાઈ બેનને..?

જાણવા વાંચતા રહો. "ચીસ"

wtsp 9870p63267

-સાબીરખાન પઠાણ..