Swapn n jade tya sudhi in Gujarati Magazine by gandhi books and stories PDF | સ્વપ્ન ન જડે ત્યાં સુધી - અંક ૬

The Author
Featured Books
  • ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1

    ​પ્રકરણ ૧: રહસ્યમય ટાપુ​પ્રવેશ: આરવ, એક સાહસિક યુવાન, પોતાના...

  • નિર્દોષ - 2

    ​અધ્યાય ૩: શંકાનું બીજ અને બુદ્ધિનો અજવાળ​૩.૧. તર્કની લડાઈ​ઇ...

  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

Categories
Share

સ્વપ્ન ન જડે ત્યાં સુધી - અંક ૬

સ્વપ્ન ન જડે ત્યાં સુધી.

પ્રિય વાચક મિત્રો,

નસીબ?

ભગવાને કોઈનું નસીબ ખોટું લખ્યું નથી....

એતો ખોટા રસ્તે થી પાછા વાળવા માંગતા હોય છે

ઘણી વાર લોકો કહે છે નસીબ માં આવું હતું તેવું હતું પણ ક્યારેય વિચારતા નથી કે પૂરતો પ્રયાસ કર્યો છે કે નહી અને કેટલીક વસ્તુ કે કામ થતાં વાર પણ લાગી શકે યોગ્ય સમયે પણ થઈ શકે માટે ખોટો નસીબ ને દોષ આપવો નહી અને આજે “સ્વપ્ન ન જડે ત્યાં સુધી” નો 6th અંક આપની સમક્ષ મૂકવા જઇ રહ્યો છુ એ પણ આપ સૌનો સહકાર અને નસીબ હોય શકે છે

આભાર....

હાર્દિક ગાંધી

***

અનુક્રમ

પરેશાની : હાર્દિક ગાંધી

એક ક્ષણ : માનસી ગાંધી

સફળતાની જનની : કૌશિકભાઈ પરમાર

જીવન મારું : રજની પરમાર

એન્કર : નરેન્દ્રભાઈ મોઢ

જીંદગી એક પુસ્તક : મીતા વીરપુરા

કયું હશે મારુ ઘર : હાર્દિક સુથાર

***

1. પરેશાની

કોઈ તમને એની પરેશાની કહે તો...

એની વાત દિલ થી સાંભળવી, તમારે એ સમજવું જોઈએ કે તમને એ પોતાના માને છે એટલા માટે જ એ એના દિલ ની વાત કરે છે... નહી તો આ જમાના માં કોણ કોના પર વિશ્વાસ કરે જે પોતાના દિલ ની વાત શેર કરે..??

કોઈ પણ સવાલ નો જવાબ એ કહી દે છે કે સામે વાળા સાથે તમારો સંબંધ કેવો છે..

એક વ્યક્તિ બીજી વ્યક્તિ ને એમ પૂછે કે "કેમ છે"

ત્યારે એ વ્યક્તિ કે વ્યક્તિ ચહેરા પર સ્માઈલ લાઈ ને કહી દે કે "મજા માં છું"

પછી થોડા સમય પછી એજ વ્યક્તિ ને બીજી વ્યક્તિ પૂછે "કેમ છે"??

તો તરત જ એ વ્યક્તિ એમ કહેશે યાર સાચું કહું મજા માં નથી મારે આ તકલીફ છે.. બહુ હેરાની સાથે એના મન નું દુઃખ કહી દે છે..

હવે તમે વિચારો કે આવું કેમ...? બંને એ અલગ અલગ જવાબ કેમ આપ્યા.?

કેમ કે એ વ્યક્તિ ને પહેલા જે મળ્યા એ ખાલી હાઈ હેલો વાળા મિત્રો હતા…

અને જે બીજા મળ્યા એ જ દિલ સાથે જોડાયેલા મિત્રો હતા, વિશ્વાસપાત્ર મિત્રો હતા.. ત્યારે પોતાની અંગત વાત કહી શકે..

એટલે મિત્ર બનો તો એવા બનો કે સામેનું પાત્ર તમારી જોડે એનું દિલ ખોલી શકે… અને હંમેશા બીજા ને સાંભળવા નો પ્રયાસ કરવો જોઈએ.. સામેલા ની તકલીફ માં ઘટાડો થાય છે..

બસ આટલું જ..

***

ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમકે

સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે

સફળતા મળ્યા પછી આખી દુનિયા

તેની સાથે હોય છે

#Hk’s Thoughts

***

એક ક્ષણ

ફક્ત એક ક્ષણ ને બદલાય જાય છે જિંદગી,

જિંદગી એક દોડ છે, ક્યારેક થોભે તો ક્યારેક દોડે છે

રેસ ના ઘોડાની જેમ..

ક્ષણ ને બદલાય જાય છે, સબંધો ની દોર, ,

ક્યાંક તૂટે તો ક્યાંક જોડાય જાય છે આ દોર.

લાગણીઓને ને પણ સહારો સમયનો..

તોય આ સબંધો ની દોર પેહલા જેવી રહી નથી...

માત્ર એક ક્ષણ બદલાય જાય છે જિંદગી

આકાશની ઊંચાઈ સુધી લઈ જાય છે આ જિંદગી

સેકંડમાં જમીન પર લાવી જાય છે.....

દોડાવે છે, ભગાવે છે, ક્યારેક થક્વી નાખે છે આ જિંદગી,

ને સપનાઓ ને તો પાંખો જ રૂપેરી બક્ષે, ,

એ જ સપનાંઓ ના નામે ઘણીવાર રોવડાવે છે આ જિંદગી

દરરોજના નવા નવાં Life lesson સીખવે છે જિંદગી..

ને એક ક્ષણ, ફક્ત એક ક્ષણ બદલાય જાય છે જિંદગી.........

: માનસી ગાંધી

***

ખુશીના કોઈ રસ્તા નથી હોતા

ખુશ રહેવું એ જ રસ્તો છે.

#HK’s Thoughts

***

સફળતાની જનની સંકલ્પ શક્તિ

“ ઉધ્યમેન હિ સિદ્ધયંતી કાર્યાણિ ન મનોરથે,

નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખેમૃગા:”

માનવીય પ્રતિભાના બીજ ઉચા પ્રકારના સંકલ્પોના સ્વરૂપે અંતરાલમાં સમાયેલાછે.જ્યારે સંકલ્પ પ્રગટે છે, ત્યારે પ્રતિભા વિકસવી સંમભાવે છે.આટલા માત્ર થી તો બધુ થઈ જતું નથી. છેવટે બીજ જ પોતાનામાં બધુ નથી હોતું, તેના પુષ્પો આવ્યા કે પલ્લવિત થયા વગર બીજ ની વાસ્તવિક્તા પ્રગટ નથી થઈ શક્તી.

આમ તો મનુષ્યના મનમાં વિચાર ચાલતો રહે છે.પરંતુ આ વિચાર કલ્પના માત્ર છે.આને મનમાં ઉઠનાર તરંગ પણ કહી શકાય છે.આ રીતે સંકલ્પોનું બહાર આવવાનું ની મિશ્રિત ક્રિયાના બળે થાય છે। આને ત્રણેના મંથનનું પરિણામ કહી શકાય છે, મન, બુધ્ધિ, પ્રાણ મંથનનું પરિણામ આગ, જે પોતાના પ્રચંડ સ્વરૂપેકઈ પણ કરવા સમર્થ છે. દાવાનળઅને વડવાનલ પણ એકજ પ્રકાર નામંથન ની ઉપજ છે.ડાહી નેજ્યારે ઝડપ થી વલોવવા માં આવે છે, તો તેનાપરિણામ રૂપે માખણ ઉપર આવે છે. ઠીક આ રીતે મન, બુધ્ધિ, પ્રાણનું જ્યારે લગાતાર મંથન કરવામાં આવે છે, ત્યારે સંકલ્પ સ્વરૂપે માનવીય સત્તામાં સમાયેલી સમગ્રઆંતરિક શક્તિઓ પોતાનસાર સ્વરૂપે પૂર્ણપ્રખરતા, તેજસ્વિતા તેમજ ઉત્કૃષ્ટતા સાથે બહાર આવી જાય છે.

જે લોકો પહેલે થી જ વિચારે છે કે આ કામ બની શકશે કે નહીં, સફળતા મળશે કે નહીં અને સફળતા મળી ગઈ તો મનેકેટલો ભાગ મળશે? આવા શંકાશીલ માણસો થી કોઈ કાર્યસંભવ નથી.

વર્તમાનમાં આપની પાસે જેટલી શક્તિઓ છે સમર્થતા છે, તેના કોઈ પણ અંશ ને સહેજ પણ બચાવ્યા વગર બધુ જ પોતાના કાર્યમાં હોમીદેવું જોઈએ.

જો કોઇની પાસે એક ટૉર્ચ હોય જેનાથી 10, ફૂટનો રસ્તો પ્રકાશિત થતો હોય, અને તેને એક માઈલ જવું હોય તો તો ઉચિત છે, કે ૧૦, ફૂટ ચાલે એટલે ૧૦, ફૂટ રસ્તો પસાર થતાં જ આગળનો ૧૦, ફૂટ પ્રકાશિત થઈ જશે.આ રીતે એક માઈલ પ્રકાશ વાળો રસ્તો પૂર્ણ થઈ જશે, પરંતુ જો વ્યકિત ચાલતા પહેલા જ વિચારવા લાગે કે મારે તો એક માઈલ આધારામાં જવાનું છે,

અને ટૉર્ચ ની ક્ષમતા મર્યાદિત અંતર સુધી પ્રકાશ ફેકી શકવાની છે, તો કેવી રીતે રસ્તો પ્રસાર થાય? આવા વિચાર ને કારણેતે ત્યાનો ત્યાં જ ઊભો રહેશે. એટલું જ નહીં ટોર્ચનો પ્રકાશ પણ ધીમે ધીમે ઘટ તો જશે.માટે સંકલ્પ એ ટોર્ચની માફક છે, આ પ્રક્રિયા ને પરિણામે અંદરની શક્તિ પ્રકાશ રૂપેબહાર આવે છે, આ પ્રકાશ કેટલો છે તેની પરવા કર્યા વગર જો રસ્તે ચાલવામાં આવે તો લક્ષ્ય ની પૂર્તિ થયા વગર રહેતી નથી.

:કૌશિકભાઈ પરમાર

મીણબત્તી ની જેમ ઓગળવાની

કોઇની જરૂરીયાત બનવાની

મજા જ કઈક અલગ છે

#Hk’s Thoughts

જીવન મારું વેરાન થઈ ગયુ

જીવન મારું વેરાન થઈ ગયું,

મારા સમણાની રાખ થઈ ગયું

મળ્યો તો મોકો કંઈક બનવાનો ત્યારે...

ખોટા માર્ગે સાફ થઈ ગયું

સ્વપ્નની દુનિયામાં હું ભમતો રહ્યોને,

જીંદગીનું પુસ્તક સરકી ગયું.

અજાણ્યાની સંગમાં....

મારું સ્વપ્ન ખોવાઈ ગયું.

ઉગતા સુરજ ને આથમતી સંધ્યાએ,

મારી જીંદગીનું પાનું પલટાઈ ગયું.

:રજની પરમાર

દરેક કામ દીલ થી કરો

ભલે તે ગમેતે કામ હોય,

100% સફળ થઈ જશો.

#Hk’s Thoughts

એન્કર

શિશુઅવસ્થામાં મન:ચક્ષુ માં અંકારેલા,

મહાનુભાવો એ જેને આશીર્વચન આપ્યા છે

કઈક કરી બતાવજે તારામાં કૌશલ્ય છે એ,

સરસ્વતી દેવી હમેશા તારા સન્મુખ રહેશે.

કલ્યાણકારી શુભ કાર્યો નો સાક્ષી બનજે તું,

સ્ટેજ પર હમેશા રાહ જોવાય છે,

તારી અસ્ખલીત વાણી સાંભળવા માટે.

તારામાં પ્રચંડ શક્તિ છે

આત્મવિશ્વાસ અને હકારાત્મક ની નવી દિશા આપ સૌને

હું છુ સાથે તારી જીભ પર સવાર છુ.

સંવાદ, સહયોગ, સમાધાન થશે તુજ થકી,

અસ્ખલીત વાણી થકી માન આપજે સૌને

છૂટા પડે સૌ યાદ કરતાં કરતાં તને,

ઉદઘોષક થકી કાર્યક્રમ સફળ રહે સૌનો

કાર્ય કરતો રહેજે હું છુ તારી સાથે..

:- નરેન્દ્રભાઈ મોઢ

***

દુઆ દવા થી ઓછી નથી

છતાં દરેક દુઆ માં દમ નથી

ભગવાન ને પણ કોની દુઆ પસંદ હશે

માટે દરેક માટે દુઆ કરતાં રહો.

#HK’s Thoughts

***

ક્યુ હશે મારુ ઘર????

જન્મતાની સાથે જ,

હાસ્યના કિલકાટથી ભર્યું મે ઘર.

ને એ થયુ #પિયરનુ_ઘર.

***

કંકુવર્ણે પગલે ચાલી,

હાથ ને જાત ઘસી દીપાવ્યુ મે ઘર.

ને એ થયુ #સસરાનુ_ઘર.

***

ઉમંગ અને અરમાનોથી

બાળકોની કાલીઘેલી બોલીથી ભરી દીધુ ઘર.

ત્યા તો પતિ કહે, “ વાહ, શુ સુંદર છે મારુ ઘર.”

ને એ થયુ #પતિનુ_ઘર.

હશે! કદાચ હવે થશે મારુ ઘર,

એમ માની મોટા કર્યા સંતાન.

પુત્ર કહે, ” મમ્મી, તુ આવીશ મારે ઘરે?”

ને એ થયુ #પુત્રનુ_ઘર.

ચારે અવસ્થામા મે વસાવ્યા ચાર ઘરને છતા.......

ક્યુ હશે મારુ ઘર ???

***

હમેશા ચેલેન્જ ને Accept કરો

ચેલેન્જ જ તમને ચેન્જ કરી શકે છે

#HK’s Thoughts

***

જિંદગી એક અજાણ્યું પુસ્તક

ક્યાં પાનાં પર હશે ખુશીઓની રમજ્ટ,

અને ક્યાં પાનાં પર હશે ખારાં આંસુનો દરિયો,

આ છે અજાણી, અવનવી, અસાધારણ ઘટનાઓનો ઘટનાકર્મ

અહિયાં ક્યારે શું થશે? કેવી રીતે થશે?

ક્યારે થશે? કોણ કરશે? કેવું રહેશે ?કહેવું છે મુશ્કેલ?

આ પુસ્તક પહેલેથી જ ભરેલું છે

અને આપણે એના પાત્રો

કે પછી, આ પુસ્તક કોરું કટ?

અને આપણે આના લેખક

આજ દિન સુધી કોઈ ને ખબર નહીં આ પુસ્તક ની સચ્ચાઈ

માણસો પોતાના સમય, વાતાવરણ, મરજી

અનુસાર તોડી-મરોડી લે છે, આ ચોપડી ની વિગતો

શું આ પુસ્તક નાનકડી પોકેટબૂક કે નવલકથા..

શું આ પુસ્તક સાબિત થશે રેકોર્ડબ્રેકર કે ફ્લોપબૂક,

નથી હોતી ખબર કે કઈક નવા પાનાં ઉમેરાશે

કે, પત્તું કપાશે કેટલાક પાનાંનું,

પણ એ તો છે કે પુસ્તક છે આપણું..

પછી ભલે ને આપણે આના માત્ર એક કિરદાર

કે આના એક માત્ર ડિરેક્ટર, ખબર નથી

પણ આ પુસ્તક હશે, અત્યંત રોમાંચક

અત્યંત ખુશાલ, અને એક અતિસુંદર અંત સાથે......

:મીતા વીરપૂરા

***

જે બાબત તમને હેરાન કરે છે

એ તમને કઈક તો આપે જ છે

ક્યારેક અનુભવ કે ક્યારેક શીખ.

#Hk’s Thoughts

***

મિત્રો જો કોઈપણ પોતાની લખેલી કોઈવાત કે લેખ આવનાર અંક માં સામેલ કરવા માંગતા હોય તો

નીચેના Mail પર contact કરવા વિનંતી.

:Gandhihardik06@gmail.com

આભાર......