Pratishodh ni aag - 3 in Gujarati Fiction Stories by Ratilal chavada books and stories PDF | પ્રતિશોધ ની આગ - 3

Featured Books
Categories
Share

પ્રતિશોધ ની આગ - 3

ચેપ્ટર

આપણે પાછળ ના ભાગ માં જોયું કે કઈ રીતે જય શરાફ આખા શહેર ના મોટા મોટા વગદાર લોકો ના કાળા નાણાં ને બ્લેક માંથી વહાઈટ કરી રહ્યો હતો, હેતલ તેના મિત્ર ચિરાગ સાથે મળી ને આખા સ્કેન્ડલ નો પર્દાફાશ કરવાનું નક્કી કરે છે અને બંને ચિરાગ ના મિત્ર ના પપ્પા કે જે ઈંકમટેક્સ ઓફિસર છે તેને મળવાનું નક્કી કરે છે. અને બાજુ જય શરાફ નું શેતાનિ દિમાગ પણ પેલા ડેટા બ્રીચ ના મેસેજ પાછળ કામે લાગી જાય છે અને પોતાના મોબાઈલ માં એક નંબર ડાયલ કરે છે..હવે આગળ...

રાત્રી ના ૧૧:૦૦ વાગ્યા હતા હેતલ જમી ને ઘર ના બધા કામ પતાવીને પોતાના બેડ ના ગાદલા માં પડી હતી, તેને સુવા માટે ખૂબ પ્રયત્નો કર્યા આમ તેમ પડખા ફર્યા પણ આવતી કાલ ના વિચાર મા તેને નીંદર નહોતી આવી રહી અને તે મુંજવણ અનુભવી રહી હતી કે આવતી કાલે પેલા ઇન્કમ ટેક્સ ઓફિસર ને બધી માહિતી એક સાથે આપવી કે નહિ.

ઘણી બધી ગડમથલ બાદ તેણે નિર્ણય કર્યો કે અત્યારે ફક્ત મોટી માછલી ને જાળ મા ફસવવી છે, જો મોટી માછલી હાથ માં આવી ગઈ તો બાકી નાની મોટી માછલી તો હાથ વેંત મા પકડાઈ જશે.

બધા વિચારો ની આંટીઘૂંટી માંથી મહાપ્રયત્ને તે નીકળી અને ઘડિયાળ માં જોયું તો રાત્રી ના :૦૦ વાગવા આવ્યા હતા, તેને પાણી પીય ને સુઈ જવાનું નક્કી કર્યું અને રસોડા માં તે પાણી ના ફિલ્ટર પાસે પાણી પીવા ઊંભી રહી. પાણી ભરતા ભરતા તેની નજર બારી ની બહાર ગઈ. આખી શેરી માં નીરવ શાંતિ હતી પરંતુ બધા વચ્ચે તેની નજર તેના ઘર સામે પડેલી મારુતિ ની ગાડી પર ગઈ, તેને ગાડી ક્યારેય પોતાના ઘર પાસે નહોતી જોઈ અને તેને થોડો શક ગયો પણ તેને નજરઅંદાજ કરી ને તે સુઈ ગઈ અને આવતી કાલ ના વિચારો મા તેને ક્યારે નીંદર આવી ગઈ તેની તેને ખબર પણ ના પડી.

સવાર ના :૦૦ વાગ્યા હતા અને હેતલ ના ફોન ની રીંગ વાગી અને નીંદર માંથી જાગી ને તેણે જડપભેર ફોન ઉપાડી લીધો, સામે થી ચિરાગ એક દમ મીઠાં સ્વરે બોલતો હતો " ડાર્લિંગ જાગો આજે આપડે વરઘોડા માં ઢોલ વગાડવા ના છે, યાદ તો છે ને".

સામે થી હેતલ બોલી મારા પ્રિયતમ અગર તું કહે તો આજે આપડા બંને ના ઢોલ સહેનાઈ વગાડી દઈએ. હેતલ નો જવાબ સાંભળી ને જાણે ચિરાગ વરરાજા જેવું મેહસૂસ કરવા લાગ્યો અને તેના મન માં ઢોલ નગારા અને લગ્ન નો મંડપ દેખાવા લાગ્યા, તેણે તો મનોમન છોકરા છોકરી ના નામ પણ નક્કી કરી લીધા.

થોડી વારે ચિરાગ કઈ ના બોલ્યો એટલે હેતલ સમજી ગઈ કે સપના જોવા લાગ્યો હશે, હેલ્લો મિસ્ટર હવા માં નઈ ચડી જા ચાલ હવે નીચે આવી જા અને કામ ની વાત કર. ચિરાગ જે સપના જોતો હતો તે બધા સપના પરપોટા ની જેમ ફૂટવા લાગ્યા અને ખોખારો ખાઈ ને પોતાનું ગળું સરખુ કર્યું અને બોલ્યો કે મે વાત કરી લીધી છે અને અંકલે આપડા ને મળવા માટે :૦૦ વાગ્યે બોલાવ્યા છે. તો તું તારું બધું કામ એકાદ વાગ્યા આસપાસ પતાવી લેજે સમજી.

હેતલે તેની હા મા હા ભરી અને એક વાગ્યે સબજેલ પાસે મળવાનું કહી ને ફોન મુક્યો, તેણે પોતાનું ટિફિન પોતાની સુઝુકી એક્સેસ માં મૂક્યું અને પોતાનો દુપટ્ટા થી પોતાની મો બાંધતી હતી ત્યારે તેની નજર કાલે રાત્રે જોયેલી કાર પર ગઈ, કાલે રાત્રે થી કાર અહીં ઊભી હતી, તેને થોડું અજુગતું તો લાગ્યું એક પળ વિચાર્યું કે ત્યાં જઈ ને જોઉં, પણ તેણે ઉતાવળ માં ને ઉતાવળ મા પોતાનું ધ્યાન ઓફિસ પર પહોંચી ને પડતર કામો ને પતાવવામાં કેન્દ્રિત કર્યું.

હેતલ ઓફિસ પર ટાઈમે પહોંચવાની બાબત માં એક દમ ચુસ્ત અને પાબંધ હતી. દરરોજ તે સવારે :૧૫ થાય એટલે પહોંચી જતી. પણ આજે હેતલ ઓફિસ પહોંચી તો માહોલ કંઇક અલગ હતો. આજે જય શરાફ પોતે સૌથી પહેલો આવી ગયો હતો. હેતલ ને કંઇક અજુગતું તો લાગ્યું અને થોડી સતર્ક થઈ ગઈ.

હેતલ સીધી જય શરાફ ના કેબિન માં ગઈ અને બોલી "ગુડ મોર્નિંગ સીર, કેમ આજે આટલા જલ્દી, તમે તો મુંબઈ ક્લાયન્ટ મીટીંગ માં જવાના હતા ને"

'જવાનું તો હતું પણ મારે થોડા ડેટા ની કોપી લેવી હતી દુબઈ ની ઓફિસ માં મોકલવાની હતી એટલે, કેમ કે તમને ખબર તો કે ક્યારે કોમ્પ્યુટર, લેપટોપ આપડા ને દગો આપી દે, પછી ભલે ને ગમે તેટલી મોંઘી કંપની નું ના હોય, જય નો જવાબ સાંભળી ને અંકિતા ના ચેહરા નો રંગ ઊડી ગયો, અને જયે તેના હાવભાવ ને સમજવામાં જરાક પણ વાર ના લાગી.

અંકિતા ને લાગ્યું કે જય તેનું નિરીક્ષણ કરી રહ્યો છે, તેથી તેણે ફટાફટ પોતાના હાવભાવ ને નોર્મલ કરી લીધા અને બોલી "ચાલો સર તો હું વર્ક માં લાગુ હવે" તે ફટાફટ કેબિન માંથી બહાર નીકળી અને પોતાના ડેસ્ક પર જઈને બેઠી. જે બધી ઘટના બે દિવસ થી થઇ રહી હતી તે કોઈ સંજોગ હતો કે કોઈ જાળ ફેલાવવાની કોશીશ કરી રહ્યું હતુ તે સમજમાં નહોતું આવી રહ્યું.

હેતલે ફટાફટ પોતાનું કોમ્પ્યુટર ચાલુ કર્યું અને પોતાના કામ માં લાગી ગઈ ત્યાં અચાનક જય શરાફ પાસે આવી ને ઉભો રહી ગયો, તેને અચાનક પાસે આવેલો જોઈ હેતલ ને ફાળ પડી કે તે પકડાઈ ગઈ શું??

જય બોલ્યો ચાલો મેડમ હું જાઉં છું મારું કામ પતી ગયું અને ડ્રાઇવર પણ આવતો હશે મુંબઈ ની ડીલ કેન્સલ થવા દેવી પોસાય તેમ નથી. આટલું કહી ને જય ફટાફટ જવા માટે નીકળી ગયો. જય ગયો તેની ખાત્રી થતાં હેતલ ખુશ થઈ અને મનોમન માતાજી નો આભાર માન્યો અને ચિરાગ ને કોલ લગાડ્યો.ચિરાગ હું ૧૨:૦૦ વાગ્યા સુધી માં મારું બધુ કામ પતાવી રાખીશ અને હું તને તારા સ્ટુડિયો થી પીક કરી લઈશ ઓકે, ચિરાગ બોલ્યો " પણ આપડી વાત તો સબજેલ પાસે મળવાની થય હતી તો સ્ટોરી માં નવું ટ્વીસ્ટ શું છે??

હેતલે કીધું કોઈ ટ્વીસ્ટ નથી પણ તો એક સાવધાની ના ભાગ રૂપે બોલું છું, અને એમ પણ છેલ્લા બે દિવસ થી મને મારી આજુ બાજુ માં બધું અજીબોગરીબ થતું હોય તેવો આભાસ થાય છે. ચિરાગ ને તેની વાત બરોબર લાગી એટલે કોઈ પણ વાત મા આનાકાની કર્યા વગર તેણે હા મા હા ભણી દીધી.

ચિરાગ ને હેતલે પિક કરી લીધો હતો અને હેતલ ની બાઇક ઇન્કમટેક્સ ઓફિસ મજૂરાગેટ તરફ સરકી રહી હતી, ચિરાગ તેના ફ્રેન્ડ ના પપ્પા ને પૂછી રહ્યો હતો કે "અંકલ અમારે ક્યાં માળ પર આવવાનું છે??, સામે થી જે જવાબ મળ્યો તેમાં ચિરાગ હમમ.. હમમ.. કરતો હતો. ચિરાગ કોલ મુક્યો અને બોલ્યો કે આપડે માં માળ પર જવાનું છે માતાજી.

બંને જણા પાંચમા માળ પર ગયા અને સામે કેબિન. ના દરવાજા પર તકતી મારેલી હતી તેમાં લખેલું હતું યશવંત રાઠોર IPS Batch-1988. નામ વાંચ્યા બાદ બંને ઓફિસ માં પ્રવેશ્યા અને સામે રિવોલવિંગ ખૂરશી પર રાઠોર સાહેબ બેસેલા હતા. હાઇટ ' ફુટ, ઘઉં વર્ણો વાન, ૫૦ વરસ ની ઉંમર હસે તો પણ ૨૫ વરસ ના જુવાનિયાઓને સરમાવે તેવું મજબૂત અને ખડતલ શરીર હતુ.

રાઠોર સાહેબે બંને ને જોયા અને બેસવા કહ્યું, ત્યારબાદ ચિરાગ અને હેતલે આખી વાત તેમને કીધી અને પુરાવા તરીકે જે પેનડ્રાઈવ હતી તે તેમની સામે ટેબલ પર મુકી, રાઠોર સાહેબે તેમની વાત સાંભળ્યા બાદ પેનડ્રાઈવ માં રહેલા પુરાવા પોતાના કમ્પ્યુટર માં ચકાસ્યા બાદ તેમને ધરપત આપી અને એ બધા બ્લેકમની ના સોદાગરો ને તેમના અંજામ સુધી પોહંચાડવાની બાંહેધરી આપી.

ત્યારબાદ હું અને ચિરાગ ત્યાં થી નીકળી ગયા પણ મારી જે એક ચિંતા હતી તે દૂર નહોતી થઇ અને તે હતી પેલી મારુતિ ની કાર. હું રાહી ના શકી અને મેં આ વાત ચિરાગ ને જણાવી તો તેને મને શાંત રહેવા સમજાવ્યું અને તેની પાછળ બાઇક માં ચુપચાપ બેસી જવા ઈશારો કર્યો, પછી તેને ફુલ ઝડપે બાઈક ને હંકારી મૂકી અને પાછળ પાછળ પેલી કાર પણ અમારી પાછળ જ આવતી હતી. તેણે ટ્રાફિક નો લાભ લઇ ને વાયા ચોકબજાર પોતાના સ્ટુડિયો તરફ બાઈક લઇ લીધી, અમે બંને કોઈ ને પણ નું ધ્યાંન ના પડે તે રીતે તેના સ્ટુડિયો માં પ્રવેશી ગયા.

આ રોમાંચક સવારી ના લીધે હું થોડી ગભરાઈ ગઈ હતી અને ચિરાગ ને ગળે વળગી પડી અને આલિંગન આપી દીધું, ત્યારબાદ ચિરાગે પણ મને પોતાના બાહુપાશ માં જકડી લીધી અને તસતસતું ચુંબન મારા ગાલ પર આપી દીધું, હું કઈ સમજી શકી નહિ પણ જે થઈ રહ્યું હતું તેનો અનુભવ કંઈક અલગ જ હતો. ત્યારબાદ અમે બધી હદો તોડી નાખી અને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા અને અમે બંને એ એક બીજા પ્રત્યેના પ્રેમ નો એકરાર કર્યો. અમારો પ્રેમ ચરમસીમા પાર જ હતો ત્યારે મારા મોબાઇલ ની રીગ વાગી અને મે રિસિવ કર્યો તે સામે થી જે સમાચાર મળ્યા તે સાંભળી ને મારા પગ નીચે થી જમીન સરકી ગઈ.

" હેલ્લો...હેતાલ દીદી હું માનસી બોલું છું, ક્યાં છો તમે..તમારા ઘર માં આગ લાગી છે જલ્દી આવો ઘરે" હેતાલે ચિરાગ ને આ વાત કહી અને બંને જવા માટે નીકળ્યા, શેરી ના નાકા પર પહોચી તો ત્યાં તેણે મારુતિ ની કાર જોઈ અને અનુમાન લગાવ્યું કે હોય ના હોય પણ તેના ઘર માં આગ લાગવા પાછળ આ કાર વાળા નો કોઈક તો સબંધ છે જ કેમ કે જે રીતે તે છેલ્લા બે દિવસ થી પીછો કરી રહ્યો છે તે જોતા તેનો શક વધુ મજબૂત બન્યો

તેણે ચિરાગ ને ચેતવ્યો અને તેને સાથે આવવા માટે ના કહ્યું અને તેને સીધા જતા રહેવા કહ્યું, હેતલ તેના શેરી ના નાકા પાસે ઉતરી ગઈ અને ફટાફટ દોડતી દોડતી તેના ઘરે પહોંચી ત્યાં જઈ ને જોયું તો શેરી ના લોકો ભેગા થયા હતા અને બધા હેતાલ ને જોઈ ને સહાનુભૂતિ દાખવી રહ્યા હતા, હેતાલ ને કઈ સમજાયું નહિ અને તેનું ધ્યાન ઓટલા આગળ પડેલી ત્રણ ડેથબોડી પર ગયું, તેની આખો તેના માતા-પિતા અને નાની બહેન ને શોધી રહી હતી પણ તે દેખાઈ નહોતા રહ્યા, અને બાજુવાળા વીણા કાકી આવી ને બોલ્યા " બેટા....આગ એટલી વિકરાળ હતી કે તારા આખા પરિવાર ને ભરખી ગઈ".

અચાનક આવેલા આ દુઃખ ના પહાડે જાણે હેતલ ને તોડી નાખી હતી, અને કઈ પણ સમજે તે પેહલા એક પછી એક ચાલ માં તે માત ખાઈ રહી હતી, પણ આ કોની રમત હતી જેમાં તેને માત મળી રહી હતી તે તેને સમજાઈ નહોતું રહ્યું, ત્યાં જ઼ ચિરાગ નો ફોન આવ્યો અને સામે થી ચિરાગ કોઈ પીડા માં હોય તેવા સ્વરે બોલતો હતો. " તું બની શકે તેટલું જલ્દી આ શહેર છોડી દે..નહિ તો આ લોકો તને જીવતી નહિ છોડે..." આટલું બોલતા ની સાથે જ ચિરાગ નો ફોન કટ થઈ ગયો.

પેહલા પરિવાર અને હવે પ્રેમ હેતલ બધું ધીમે ધીમે ગુમાવી રહી હતી અને તેને ફટાફટ સુરત થી નીકળી જવાનો ઈરાદો બનાવ્યો, તેની આંખ સામે પડેલા પોતાના પરિવાર ના પાર્થિવ દેહ ને પ્રણામ કર્યા અને તેની આંખ સામે પડેલા પોતાના પરિવાર ના પાર્થિવ દેહ ને પ્રણામ કર્યા અને પોતાનો પ્રતિશોધ તે પૂરો કરશે અને કોઈ ને પણ નહિ છોડે તેની કસમ ખાધી અને ફટાફટ ત્યાં થી તે ભાગી અને સીધી રેલવે સ્ટેશન ગઈ.

પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઉભી હતી તો ત્યાં 6-7 લોકો નું ટોળું આવ્યું અને કોઈક પૂછપરછ કરતા હોય તેવું લાગ્યું, બધા પેસેન્જર્સ ને ફોટો બતાવીને પૂછી રહ્યા હતા. હેતલ સમજી ગઈ કે માનો ના માનો પણ આ લોકો તેને જ શોધી રહ્યા છે. તને ફટાફટ પ્લેટફોર્મ નંબર 1 પાર આવેલા સ્ટોલ પાછળ છુપાઈ ગઈ અને ત્યાં એક કલાક સુધી છુપાઈ રહી

થોડી વાર પછી બધા લોકો જતા રહ્યા અને સ્ટોલ વાળા કાકા પાસે આવ્યા અને બોલ્યા " દીકરી મને ખબર નથી કે સુ કામ તે લોકો તારી પાછળ પડ્યા છે, પણ તું કોઈ સારા ઘર ની દીકરી લાગે છે, તું એકલી અહીં શું કરી રહી છે??, હેતલે ત્યાર બાદ રડતા રડતા પોતાની આપવીતી જણાવી અને બોલી, હવે મારા જેને કહી શકું તે કોઈ આ દુનિયા માં નથી રહ્યા.

સ્ટોલ વાળા કાકા બોલ્યા તો હવે વાળું સમય ના બગાડ નહિ તો તે લોકો પાછા આવશે તો તું તકલીફ માં મુકાઈ જઈશ. હમણાં 10 મિનિટ માં કોઇમ્બતુર એક્સપ્રેસ આવવાની છે તું તેમાં બેસી જા. તે સીધી અમદાવાદ ઉભી રહેશે એટલે તને કોઈ તકલીફ પણ નહિપડે. કાકા એ તેને ટિકિટ લાવી આપી અને તેને ટી.ટી સાથે વાત કરીને રિઝર્વેશન ડબ્બા માં બેસાડી દીધી. હેતલે કાકા ને પ્રણામ કર્યા. 5 જ મિનિટ માં કોઇમ્બતુર એક્સપ્રેસ સુરત થી રવાના થઇ.

અમદાવાદ તો જઈ રહી છુ પણ ત્યાં હું કરીશ શું?? ક્યાં રહીશ?? આ બધા વિચારો કરતા કરતા તેની આંખ લાગી ગઈ અને હેતલ સુઈ ગઈ...

(ક્રમશઃ)

શું રાજ હતો મારુતિ કાર નો?? શું આ દાવ જય શરાફે ખેલ્યો હતો?? હેતલ ને ભાગવા માટે ચિરાગે ખુદ કહ્યું હતું કે બીજા કોઈ ના કેહવા પાર બોલતો હતો?? શું ઈંકમટેક્સ ઓફિસર હેતલે આપેલા પુરાવા થી આ બીટકોઈન ના કાળા-ધોળા નો ખેલ ઉઘાડો પાડશે કે કેમ?? જાણવા માટે વાંચતા રહો પ્રતિશોધ ની આગ.

આપના અભિપ્રાયો આપવા માટે આપ વોટ્સઅપ 9904032486 પર અથવા Ratilal013@gmail.com પર ઇમેઇલ પણ કરી શકો છો.