Kitaab - 3 in Gujarati Adventure Stories by Dharmik bhadkoliya books and stories PDF | કિતાબ ભાગ-3

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કિતાબ ભાગ-3

("ધરરર..... જોરથી બરાડી ઉઠ્યુ. અને મને ખાવા માટે મો મારા તરફ કર્યું એનાં મો માંથી મારી છાતી પર લાળ પડતી હતી. ભયંકર પ્રાણી મારી ડોક પકડવા માટે લાંબુ થયું ત્યાં..... (હવે આગળ)

ધડાક..... ગોળી તે પ્રાણીની ખોપરી ને આરપાર થઈ ગઈ.

"તેરે પાપા અભી જીંદા હૈ... મૂવી મા હીરોની જેમ ડેડ ખભા ઉપર ગન રાખી બોલ્યા

"ઓહ..ડેડ"હું ઝડપથી દોડી મારા ડેડ ને વળગી ગયો.

"બેટા અહી આવવાની શી જરૂર હતી" મારા ડેડએ મારા માથા પર હાથ ફેરવતા કહ્યું.

"તમારે પણ અહીં એટલું બધુ શું કામ હતુ વળી" મે મારા ડેડ ને કહ્યું.

"મિસ્ટર હેમંત હજી કહાની પુરી નથી થઈ. તમે બધા ઘરે જાવ હુ એક બે દિવસ મા પરત ફરી. ડેડ હેમંત કાકા તરફ ફરી બોલ્યા.

"ના અંકલ અમે બધા તમારી સાથે જ રહીશું" રવિ એ મારા ડેડ ને કહ્યું હું એની વાત પર સહકાર આપતો હતો.

"બેટા.. ત્યાં ખતરો છે" ડેડ અમને સમજાવતા બોલ્યા.

" અંકલ અમે પણ ખતરો કે ખિલાડી છીએ"

સાગર એ કહ્યું.

ડેડ એ હેમંતકાકા સામે જોયું તેને હરાત્મક માથું ધુણાવ્યુ.

અમે બધા ચાલતા થાય મારા ડેડ પાસે એક મેપ હતો. તેના સહારે અમે ઘણુ બધુ ચાલી ગયા.

રાતે તાપણું કરી અમે બધા મારા ડેડ તે કિતાબ વિશે વાત કરતા હતા તેને શાંતિપૂર્વક સાંભળી રહ્યા હતા. મોડી રાત સુધી અમે વાત સાંભળી પછી બધા સુઈ ગયા.

વહેલી સવાર મા ઝાકળ મા મારી નીંદર ઉડી.

"ચાલો બધા ફાળો ખાય લ્યો બૉપર સુધી ચાલવાનું છે " પપ્પા એ સામે સીતાફળ જેવા ફળો નો ઢગલો કરી બોલ્યા.

"ઓહો.. ડેડ આ કિતાબ મા વળી એવું શું છે ?" હું બગાસું ખાતા બોલ્યો.

"બેટા જો આ કિતાબ નો ખજાનો જંગલી લોકો પાસે આવી જશે તો ખૂબ નુકશાન છે " મારા ડેડ મને સમજાવતા હતા.

"ખેર જવા દે.. કાર્તિક છેલ્લે ખબર પડી જાશે" રવિએ મારા ખભા ઉપર હાથ રાખી કહ્યું.

અમે બધા ચાલતા થયા સૂર્ય માથા પર પોહચી ગયો હતો. અને પાણી પણ નોહતુ ભયંકર સૂર્ય ના તાપ નીચે છેલ્લે અમે તે મૂળ જગ્યા એ પહોંચી ગયા

" બાળકો આ જગ્યા એ ખજાનો હોવો જોઈએ " મારા ડેડ બોલ્યા.

મારા ડેડ એક ઝાડ પાસે થી પંદર ડગલાં ચાલ્યા અને બોલ્યા " મિસ્ટર હેમંત અહીં ખોદીને જોઈએ"

મેનસા અલગ વનસ્પતિ માંથી છાલ લઈ આવ્યો અને તેને ઝડપથી ખોદવાનું શરૂ કર્યું.

"ઓહ.... બાપ રે... આ પેટી નહીં પટારો છે આખો" અંદર મોટો પટારો હતો. અમે બધા જોતા જ રહી ગયા મેનસા એ સીટી વગાડી. અને અમારી પાછળ ઘણા જગલી લોકોએ ભાલાની અણી અમારી તરફ કરી. બીજા અમુક લોકો આવી અમારા હાથ પગ બાંધી દીધા.

છેલ્લે આ બધા નો વિલન મેનસા જ નીકળ્યો.

" હેય... મેનસા તુમ ક્યાં કર રહે હો..." મારા ડેડ ગુસ્સા મા બોલ્યા.

" ચૂપ... વરના હંમેશા કે લિયે મુહ બંધ કરવા દૂગા " બોલ્યો અને પટારો બહાર કાઢવા માટે કહ્યું.

પટારો બહાર કાઢ્યો પણ તેમાં લોક હતો.

મેનસા મારી પાસે આવ્યો અને કહ્યું " બચ્ચે વો તેરે ગલે મે થા વો મુજે દે દે."

"બટા એ દુનિયાની આઠમી અજાયબી પાસે છે તને ના મળે" મે તેને મુહતોડ જવાબ આપી દીધો

" કાનત.. તનાસ "મેનસા એ આદેશ આપ્યો જંગલી લોકો આવી અમારી તલાશી લીધી પણ કાઈ ન મળ્યુ.

" એય બચ્ચે બતા દે વરના તેરે બાપકો માર દુગા " મેનસા એ ગન મારા ડેડ પર તાકી બોલ્યો.

" નહીં બેટા કઈ કહેતો નહી મારા કરતા જળસંપત્તિ અગત્યની છે " મારા ડેડ એ મને કહ્યું.

ધડ.... ગોળીનો અવાજ આવ્યો. મેનસા ની ખોપરી મા સીધી ગોળી ચાલી ગઈ.

"રિટાયડ નેવી ઓફિસર રણજીતસિંહ જાડેજા આપકી સેવા મે હાજીર હૈ" રણજીતસિંહ બોલ્યા

" લ્યો બીજા હીરો ની એન્ટ્રી થઈ " સાગર બોલ્યો.

M4 થી જંગલી લોકો ને ભૂંદી નાખ્યા. રણજીતસિંહ આવી અમને છોડ્યા.

" બેટા તે લોકેટ આપ તો " મારા ડેડ એ હાથ લંબાવી મને કહ્યું.

મેં સાગર સામે જોયુ. સાગરે તેના પેન્ટ ના બટન ની જગ્યા એ રાખી દીધું હતુ તે લોકેટ પટારા નો લોક હતો ચાવી તરીકે પટારો ખોલ્યો. અને અંદર ફૂટબોલ ના દડા જેવા સફેદ ગોળાઓ હતા.

" આ શું આ ખજાનો છે. " મેં આશ્રયથી મારા ડેડ ને પૂછ્યું

મારા ડેડએ રણજીતસિંહ ને ઈશારો કર્યો તેણે જંગલમાંથી કંઈક અલગ ફળો લાવ્યા અને તે પટારા મા નાખ્યા. પછી અમને બધા ને દૂર જવા કહ્યું અને રણજીતસિંહે ગોળીઓ તે પટારા તરફ મારી અને મોટા ધડાકા સાથે બધું ખાખ થઈ ગયુ.

"ડેડ આ આટલી બધી મહેનત નુ કોઈ કારણ ??"મે ગુસ્સા મા પુછ્યું

અમે કિનારે પહોંચ્યા ત્યાં સુધી ડેડ એ બધી વાત કરી " બેટા વર્ષો પહેલા સ્પેનના એક રાજા ના તજજ્ઞ વિજ્ઞાનિકે તે સફેદ ગોળાનુ નિર્માણ કર્યું હતુ. તે ખૂબ કિંમતી છે અને તેના થી ઘણા પૈસા ઉબજી શકે છે પણ તેના થકી જળસંપતિ પર ભારે નુકસાન થાય એમ હતુ"

"તે ખર્ચાળ સુગંધ છે અંકલ તે કઈ સમજાણુ નહી" રવિ એ ઉત્સુકતાથી પૂછ્યુ.

આગળ વાત રણજીતસિંહે માંડી " યસ... તે સફેદ ગોળા વહેલ માછલી ને ખવરાવામા આવે છે અને એ વહેલ ના પેટ માં જતા ની સાથે એ ઉલટી કરે છે. આ ઉલટી માંથી કરોડો રૂપિયાનું અતર બને છે. ઉલટી બાદ વહેલ માછલી મૃત્યુ પામે એ આપણી જળસંપતિ માટે નુકશાનકારક જ છે ને. એને ખવરવાની રીત અને વ્હેલ માટે બીજુ ઘણું તે કિતાબ મા છે તો એ ખર્ચાળ સુગંધ જ થઈ ને. આપણા હિત માટે વ્હેલ માછલી નષ્ટ થાય. કદાચ ભવિષ્ય ની પેઢી ને વહેલ નો ફોટો જ જોવા મળે.

ઘણું બધું અંતર કાપી નાખ્યું હતુ. ગમે એમ કિનારે પોહચવું હતુ. રાત પડે એ પહેલા કિનારે તો પોહચી ગયા.

અમે કિનારે પોહચ્યાં પણ ગંગાવરામ જવા માટે ? મોટો સવાલ અમારી સામે હતો. મેનસા એ લીધી હતી તે ઝાડવા ની છાલા ભેગા કરી લાઈટર થી સળગાવ્યું ઘણો સારો ધુમાડો થયો આકાશ તરફ વધતા ધુમાડા એ દૂરથી આવતી સ્ટીમર અમારા તરફ વળી દોઢેક કલાક મા સ્ટીમર આવી. અમે બધા દોડી ને સ્ટીમર માં ચડી ગયા. તેનો કેપટને અમને દવા અને જમવાનું આપ્યું મારા ડેડ ના ખાસ મિત્ર હોવાથી અમને ઘણી સુવિધા આપી. છેવટે અમે જળસંપતિ બચાવી એનો અમને અનેરો આનંદ થયો અમારી ગહેરી દોસ્તી અને મુસીબતો નો સામનો કરવાની ક્ષમતા ખરેખર અમને ટાપુ પર ઘણી નવી વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળ્યા. અમારી આ સફર આંનદમય રહી.(પૂર્ણ)

***

અહી વાત થઈ એ પ્રમાણે તો એક જનરલ નોલેજ માટે જોઈએ તો વહેલ માછલી ની ઉલટી માંથી કરોડો રૂપિયાનું અતર બને છે. પણ અહીં નવલકથા મા સફેદ ગોળા ખવરાવાથી થાય એ ફક્ત કલ્પિત છે. પણ હકીકત મા તો કુદરતી રીતે ઉલટી કરે છે...

Thank you