The Jacket - 4 (The Last Level of Project) in Gujarati Detective stories by Ravi Rajyaguru books and stories PDF | THE JACKET CH.4

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

THE JACKET CH.4


Location : Meera’s home

અંતે એ દિવસ નો સુરજ ઊગ્યો , સવાર પડી ગયું . હું મારા બેડ પરથી ઉઠી આંખો ચોળતા ચોળતા બારીના પડદા ખોલ્યા અને બારી ખોલી . અમારા ઘરના બેઠકરૂમમાથી અવાજો આવતા હતા . ખબર નહીં બધા કોઈકને ત્યાં મેરેજમાં જતાં હોય તેમ તૈયાર થતાં હતા . ખબર નહીં પ્રસંગ શું હશે ?? પણ જે હોય તે મને એમાં કઈ રસ નહોતો એટ્લે હું કિચન માં ગઈ તો ત્યાં મારા ફઇબા ચા બનાવી રહ્યા હતા .

“ લે મીરું ઉઠી ગઈ ?? “ , જાણે હું સાવ નાની હોય એમ ફઇબા એ પૂછ્યું .

હું કઈ પણ જવાબ આપ્યા વગર તેને અવગણી ને બાથરૂમમાં જતી રહી . ત્યાં જય ફટાફટ બ્રશ કરી ફ્રેશ થઈને તૈયાર થઈ ગઈ અને જાણે મારા લગ્ન હોય એમ તૈયાર થઈ રહેલા બધા મહેમાનોને તૈયાર થઈ રહેલા જોઈને મને પ્રશ્નો તો ઘણા થતાં હતા હતા પણ પૂછવું જરૂરી ના લાગ્યું આથી મારા મમ્મી કઈ પણ બોલે એ પહેલાજ એમને

“ મમ્મી , હું કોલેજ જાવ છુ આવતા આવતા કદાચ મોડુ થશે “

એમ કહીને ફટાફટ મારા સેન્ડલ પહેરીને રોજની જેમ મારા લાંબા લાંબા વાળ ને સરખા કરતાં કરતાં અને મોબાઇલ માં અંકિતાને મિસ્ડકોલ કરતાં કરતાં હું ફટાફટ ઘરેથી નીકળી ગઈ.

* * * *

Location : College

રોજની જેમ વાતો કરતાં કરતાં હું અને અંકિતા કોલેજ પહોંચી ગયા . આજે અમને બધા ડિપાર્ટમેંટ ને ઓડિટોરિયમ માં બોલાવવામાં આવ્યા હતા . પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય બાદ આજે અમારા પ્રોજેક્ટ્સ નું રિઝલ્ટ જાહેર થવાનું હતું . મારા હ્રદયના ધબકારા વધી ગયા હતા .

પ્રાર્થના દીપપ્રગટય પછી અમારી કોલેજના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેંટના હેડ સંદીપ સરે એનાઉન્સ કર્યું કે ,

“ સૌ પ્રથમ તો તમને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદ , ગુજરાત અને સમગ્ર દેશમાથી સિલેક્ટ થયેલા પ્રોજેક્ટ્સનું લિસ્ટ આજે જ આવી ગયું છે અને આ ટોપ 10 પ્રોજેક્ટ્સ માં એક પ્રોજેકટ આપની કોલેજ નો પણ છે . ગર્વની વાત તો એ છે કે આ પ્રોજેકટ બનાવનાર એક ‘વિધ્યાર્થિની’ છે . ખરેખર આપણાં સમાજની દીકરી ધારે તો શું કરી શકે તે આ પરથી સ્પષ્ટ જાણી શકાય છે એમના માટે હું આપણી કોલેજ ના ચેરમેન શ્રી અરવિંદ સર ને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને એ વિધ્યાર્થી ને રોકડ પુરસ્કાર થી સન્માનીત કરશે અને હવે હું આ પ્રોજેકટ વિશે વધુ કઈ બોલું એ પહેલા આ પ્રોજેકટ બનાવનાર ને જ સ્ટેજ પર આમંત્રિત કરીશ . તો એ ઘડી આવી ગઈ જેની તમને અને મને બંને ને રાહ હતી .

“ So please warm welcome her the engineer himself the computer mind himself miss meera give her a big hand ladies and gentlemen “

આ સાંભળતા જ મારા હરખનો પાર ના રહ્યો હાથ પગ ધ્રૂજવાના શરૂ થઈ ગયા હતા કારણ કે મારો પ્રોજેકટ ભારતના ટોપ 10 માં સિલેક્ટ થયો હતો . યસ , હું આફ્રિકા માં થનારી આંતરરાષ્ટ્રીય કક્ષાની કોમ્પિટિશન માં ભાગ લેવાની હતી . હું સ્ટેજ પર ગઈ અમારા ટ્રસ્ટી દ્વારા ઈનામ સ્વીકાર્યું . મીડિયા દ્વારા લેવામાં આવી રહેલા ઇન્ટરવ્યુમાં મેં મારી સફળતાનું સંપૂર્ણ શ્રેય મારા મમ્મી-પપ્પા અને સૌથી વધુ મહત્વ તો મારી કોલેજ ના પ્રોફેસર્સને આપ્યું . મારી જીંદગીનો આ સૌથી મહત્વનો દિવસ બની રહ્યો . આટલી ખુશી , આટલો આનંદ લગભગ ક્યારેય અનુભવ નહોતો કર્યો . હવે આ ખુશી મારે મારા મમ્મી પપ્પા સાથે વહેંચવાની હતી .

* * * *

હું ઘરે આવી ગઈ અને સોસાયટી માં પહોંચતા વેત જ જોયું તો મારા મમ્મી પપ્પા અને અમારી સોસાયટી ના બધા પાડોશીઓ મારા સ્વાગત માટે ઊભા હતા કારણ કે કોલેજેથી એમને પહેલા જ જાણ કરી દેવામાં આવી હતી કે મારો પ્રોજેકટ આંતર રાષ્ટ્રીય લેવલ પર સિલેક્ટ થઈ ગયો છે . આ બધાને જોતા જ મારી ખુશી નો પાર ના રહ્યો અને મેં દોડીને જોરથી બૂમ પાડી કે “ આઈ એમ સિલેકટેડ... ” , અને ત્યાં તો તરત જ પપ્પાએ મને ઊંચકી લીધી . પપ્પાની આંખમાં ખુશીના આંસુ હતા . મમ્મી - પપ્પા બન્ને એ મને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું .

તમને ખબર જ હશે આપણાં ગુજરાતમાં આપણે નાનામાં નાની ખુશી પણ આપણે પાડોશીઓ સાથે અને સગા સંબંધીઓ સાથે વહેંચીને માનવીએ છીએ . મારા પિતાએ તેની ઓફિસના બધાજ કર્મચારીઓને ફોન કરીને જણાવ્યુ કે “ મારી દીકરી આફ્રિકામાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પ્રોજેકટ કોમ્પિટિશનમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા આફ્રિકા જવાની છે “. મમ્મી અમારી આખી સોસાયટી “ અભિયાન અપાર્ટમેંટ્સ “ ના અમારા બધા પડોશીઓને રાત્રે સેંટરલ ગાર્ડનમાં જમવા આવવાનું આમંત્રણ પણ આપ્યુ અને ડિનર માં રિંગણનો ઓળો બાજરાના રોટલા અને ખિચડી આવું દેશી જમવાનું રાખ્યું . બહુ જ મજા આવી .

આ સિવાય મારા પિતાએ પૂનમ ના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા નું પણ આયોજન કર્યું ત્યારે બધા સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું . બધાએ મને શુભેચ્છા આપી અને મારી સફળતાને બિરદાવી . મારા નાના કઝીન (પિતરાઇ) ભાઈ-બહેનો એ તો આફ્રિકાથી એમના માટે મારે શું શું લાવવાનું એની ડિમાન્ડ પણ શરૂ કરી હતી .

આવતીકાલ એ દિવસ હતો જ્યારે મને સરકાર તરફથી વિઝા , આફ્રિકાની ટિકિટ અને ત્યાં રહેવા માટેની અન્ય શિષ્યવૃતિ ( સ્કૉલરશિપ ) ના 25 લાખ રૂપિયા મળવાના હતા .

* * * *

Next Day

Location : ABC Auditorium – Ahmedabad

આવતીકાલ એટ્લે કે બીજા દિવસે અમદાવાદનાં “ ABC AUDITORIUM “ માં મને પુરસ્કારથી સન્માનીત કરવામાં આવી . બસ , હવે આ દિવસથી શરૂ થઈ આફ્રિકા જવા માટેની તૈયારીઓ કારણ કે હું પ્રથમ વખત વિદેશ જઇ રહી હતી . હવે અંદાજિત અઠવાડીયા પછી મારે આફ્રિકા જવાનું હતું .

હવે જોઈશું કેવી હશે મીરાની અમદાવાદથી આફ્રિકા સુધીની યાત્રા ??