Safarma madel humsafar - 14 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | સફરમાં મળેલ હમસફર ભાગ-14

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

સફરમાં મળેલ હમસફર ભાગ-14

સફરમાં મળેલ હમસફર

ભાગ - ૧૪

Mer Mehul



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

(પાછળ જોયું)

(કાવેરી અને સાગર વચ્ચે થયેલી મુલાકાતે કાવેરીના દિલમાં સાગરની અલગ છાપ ઉભી કરી હતી, કોઈને ન મળતી કાવેરી જ્યારે ગોધરા બાજુથી નીકળતી ત્યારે સાગરને મળતી જ, મેહુલને કાવેરીનો કેસ એક્સપોઝ કરવાનું મિશન મળે છે, મેહુલ એટલા જ ઉત્સાહથી તે મિશન સ્વીકારે છે, કાવેરીના કેસની ફાઈલો લઈ મેહુલ ફ્લેટ પર આવે છે ત્યારે જિંકલનો ફોન આવે છે જેને મેહુલ એક મહિનાથી નથી મળ્યો, મેહુલ-જિંકલ અને નિખિલ-સુહાની રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવે છે)

***

“બેબી આવે તો અંજલી નામ રાખીશું અને બાબો આવે તો રૂદ્ર.” જિંકલ મેહુલને ભવિષ્યના સપના બતાવતી હતી.

“ના, બેબી આવે તો માહી નામ રાખીશું અને બાબો આવે તો શ્લોક, મારા પાપાના બંગલાનું નામ પણ શ્લોક જ છે.”મેહુલે કહ્યું.

“હા તો તને પહેલી વાત યાદ છે ને?” જિંકલે આંખો પટાવતા કહ્યું.

“કઇ વાત?” મેહુલે પૂછ્‌યું.

“આપણી બંને વચ્ચે એવુ કઈ થશે જ નહિ.” જિંકલે ત્રાસી નજર મેહુલ તરફ ફેંકતા કહ્યું.

“ગાંડી, સાવ ગાંડી જ છો તું” મેહુલે જિંકલને માથે ટપલી મારી.

“એક વાત કહું મેહુલ?” જિંકલે પૂછ્‌યું.

“હા બોલ, બકુ” મેહુલે એટલી જ મીઠાશથી કહ્યું.

“મને ઠંડી લાગે છે, થોડી હૂંફ મળી જાય તો મજા આવી જાય.” જિંકલે ટોન્ટ મારતા કહ્યું.

“કેવી હૂંફ?”મેહુલે પૂછ્‌યું.

જિંકલે એક મુક્કો મેહુલની છાતી પર માર્યો“એક મહિના પછી મળ્યા યાર, તું સાવ ડફોડ જ છો.”

ક્રમશઃ

“તું એક મહિનો ક્યાં હતો?”જિંકલે સવાલ પૂછ્‌યો.મેહુલ ગંભીર થઈ ગયો, બે ઘડી વિચાર કર્યો અને બધી જ વાત જિંકલને જણાવવાનું નક્કી કર્યું.

“જિંકલ મેં તારાથી એક વાત છુપાવી છે.” મેહુલે જિંકલના હાથ પર હાથ રાખતા કહ્યું.

“મને ખબર છે” જિંકલે પણ બીજો હાથ મેહુલના હાથ પર રાખ્યો.

“તને શું ખબર છે?”મેહુલે જિંકલની આંખોમાં આંખ પરોવતા કહ્યું.

“જો બકા, તારી હાફ વાઈફ છું, હવે એટલું ન જાણી શકું તો મારે તારી ગર્લફ્રેંડના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ.” જિંકલે આંખ મારતા કહ્યું.

“તો તે મને ટોક્યો કેમ નહિ?”મેહુલે સવાલ કર્યો.

“યાર તે કંઈક વિચારીને જ વાત છુપાવી હશે ને?”જિંકલે કહ્યું.

“હા, આ વાત હું કોઈને કહી શકું તેમ નહિ માત્ર તને અને મને જ ખબર રહેશે.” મેહુલે ગંભીર અવાજે વાત શરૂ કરી.

“તો થાય છે એમ કે હું તને ટ્રેનમાં મળું છું, તારો પર્સ ચોરી થાય છે અને હું બચાવું છું, હવે ત્યાં સ્ટેશનમાં કોઈ ન હતું તો પણ એક વ્યક્તિ ત્યાં મને જોઈ જાય છે.જે એક ઝ્રૈંડ્ઢ ઑફિસર હોય છે, હવે તે મારો પિછો કરે છે, આપણે બંને જ્યાં જ્યાં મળ્યા ત્યાં ત્યાં તે મને જોવા મળ્યો ઈનફેક્ટ તેની પાસે આપણી બંનેની બધી જ માહિતી હતી, ત્રણ-ચાર વાર પિછો કર્યા બાદ મારૂ ધ્યાન તેના તરફ જાય છે.તને યાદ છે તારા જન્મદિવસના દિવસે હું તને બપોરે ઘરે ડરોપ કરી ગયો હતો.?”

“હા યાદ છે ને!” જિંકલે કહ્યું

“હમમ તે દિવસે હું આ વ્યક્તિને મળવા ગયો હતો, તેણે મને ઝ્રૈંડ્ઢ જૉઇન કરવા ઑફર આપી અને તે જ સમયે નિખિલના કારણે મારો અને સુહાનીનો ઝઘડો થયો.”

“પછી?”સુહાનીએ પૂછ્‌યું.

“મેં ઝ્રૈંડ્ઢ જૉઇન કરી, મેં તને જૉબ વિશે ખોટું કહ્યું હતું હું પંદર દિવસ ટ્રેનિંગ માટે ગયો હતો અને ત્યારબાદ હું એક કેસ હાથમાં લઈ તેની પાછળ લાગ્યો હતો.”

“તારે કેમ ખોટું બોલવું પડયું? અને આ ક્યાં કેસ વિશે તું વાત કરે છો?”જિંકલના મનમાં સવાલો ઉભા થતા જતા હતા, તેમ તેમ તે પૂછતી હતી.

“તારી સેફટી માટે તને કહેવાની ના પાડી હતી પણ હું કોઈ વાત તારાથી છુપાવવા નહિ માંગતો, વાત રહી કેસની તો ટ્રેંનિગમાં મારી પુરી કસોટી લેવાઇ, સવારે પાંચ વાગ્યે જાગીને રનિંગ કરવાનું, આવીને ઠંડા પાણીમાં અડધી કલાક સ્વિમિંગ કરવાનું, પચીસ કિલો વજન ખભે લાદી પથરાળ વિસ્તારમાં દોડવાનું, માત્ર છ કલાકની ઊંઘ, બીજા બધા મહેનતના કામ બધી જ રીતે મારી કસોટી થઈ, મને પંદર દિવસમાં ગન ચલાવતા શીખવ્યું” મેહુલ બોલતો જતો હતો.

“હમમ, મને લાગ્યું જ આ ડોલા-શોલા અને ક્લીન શૅવ કેમ થઈ ગયા બકાને” જિંકલે ટપકું મૂક્યું.

મેહુલે વાત આગળ વધારી“ મારી ટ્રેનિંગ પુરી થાય છે, આઠ-દસ કેસ સ્ટડી કરવા આપે છે, જે ઑલરેડી સોલ્વ થઈ ગયેલા હતા, ત્યાર બાદ મને કોઈ ભી એક એવો કેસ શોધવા કહે છે જે મારી લાઇફ રિલેટેડ હોય, મીન્સ કે મારી લાઈફની એવી ગુંથી જે હું સમજી શકતો ન હોઉં, મેં સુહાનીનો મસલો હાથમાં લીધો, પાંચ દિવસ બધા કેરેક્ટરને શોધવામાં અને તેનો પીછો કરવામાં જ ચાલ્યા ગયા, ત્યારબાદ મને જાણવા મળ્યું કે સસ્પેક્ટ તો કોઈ બીજું જ છે, તેનું નામ રવિ હતું, મેં બધાના મોબાઈલ પર કોઈ બહાને માઈક્રો ચિપ લગાવી દીધી અને સૌના પર નજર રાખી, ત્યારે મને રવિ અને તેના દોસ્તોની વાત જાણવા મળી જે સુહાનીને એકલી બોલાવી તેની સાથે અપકૃત્ય કરવા માંગતા હતા, બિલકુલ તારી બહેન પૂર્વી સાથે થતું હતું તેમ જ થયું.”

“પછી?”જિંકલે પૂછ્‌યું.

“હું ત્યાં પહોંચ્યો અને સૌને ઝૂડી નાખ્યા, એક તો પહેલીથી જ ગુસ્સો હતો અને આ લોકો હાથમાં આવી ગયા.” મેહુલે આટલું કહી એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું “હવે બોલ બકુ, તને કેવી રીતે મળું?”

“આઈ નૉ, હું સમજુ છું પણ જો હું થોડો પણ ગુસ્સો ના કરૂં તો તને લાગે મને તારી પડી જ નહિ અને તને ખબર છે તારા વિના મારી શું હાલત થતી હતી.” જિંકલે સફાઈ આપતા કહ્યું.

“હું પણ સમજી શકું એટલે જ સૉરી હવે પછી આવું નહિ થાય બસ” મેહુલે પ્રોમિસ આપતા કહ્યું.

“ઓકે” જિંકલે કહ્યું.

“તને એક વાતની ખબર છે બકુ?”મેહુલે મસ્કો માર્યો.

“શું?”જિંકલે સીધી ભાષામાં પૂછ્‌યું.

“એક મહિનામાં આટલો સ્ટ્રેસ હતો, પ્રોબ્લેમ હતી તો ભી મેં એક પણ સિગરેટ નહિ પીધી, તારા કારણે!!!”

“કેમ મારા કારણે?”જિંકલે પૂછ્‌યું.

“મેં નક્કી કર્યું હતું કે જયારે પણ સિગરેટની જરૂર પડશે હું તને યાદ કરી લઈશ પણ સિગરેટને તો નહીં જ અડું” મેહુલે સ્મિત આપતા કહ્યું.

“ઓહહ સૉ સ્વીટ તો એક કામ કરજે આજ પછી જમવાનું પણ છોડી દે, જયારે ભૂખ લાગે મને યાદ કરી લેજે, હાહાહા” જિંકલ હસવા લાગી.

“હાહાહા, મજા ના આવી” મેહુલે કહ્યું.

“સારૂં લ્યો” જિંકલે મોં મચકોડયું.મેહુલે જિંકલ સામે ત્રાસી નજરે જોયું, બંને એકબીજા સામે જોઈ હસી પડયા.

“હવે બોલ શું ચાલશે જમવામાં” મેહુલે પૂછ્‌યું.

“આજે ગુજરાતી જમીએ, કેટલો સમય થઈ ગયો ગુજરાતી થાળી જમ્યા નો.” જિંકલે કહ્યું.

“જેમ તું કહે” કહી મેહુલે વૈઈટરને બોલાવ્યો અને ઓળો, રોટલી, છાશ જેવી બધી જ ગુજરાતી થાળીનો ઓર્ડર આપ્યો.બંને જમીને કારમાં બેઠા સામે સુહાની અને નિખિલ વચ્ચે વાતો શરૂ જ હતી.

“એક રોમેન્ટિક લોન્ગડરાઇવ થઈ જાય?”જિંકલે કહ્યું.મેહુલે કાર ચલાવી લીધી.જિંકલે મેહુલનો જે ગિયર પર હાથ હતો તેના પર હાથ રાખ્યો.કારમાં રોમેન્ટિક સોંગ વાગતા હતા, થોડે આગળ જતાં ટ્રાફિક નહિવત હતું તેથી જિંકલે કહ્યું “મેહુલ મને કાર ચલાવવનો શોખ છે, પણ ચલાવતા નહિ આવડતું. મેહુલે કાર રોકી જગ્યા બદલી હવે જિંકલ ડરાઇવિંગ સીટ પર બેઠી હતી.

મેહુલ જેમ સમજાવતો હતો તેમ જિંકલ કરતી જતી હતી, ધીમે ધીમે કાર આગળ વધી અને એક ઝટકો મારી બંધ થયી ગયી, મેહુલે ફરી કાર સ્ટાર્ટ કરી, જિંકલે ફરી ગિયર બદલ્યો અને કાર ધીમે ધીમે આગળ વધી, ફરી એક ઝટકો લાગ્યો અને કાર બંધ થયી ગયી.

“પછી હું તને શીખવીશ લાવ અત્યારે હું ચલાવી લઉં” મેહુલે કહ્યું.

“બસ હવે આગળ નહિ જવું, અહીં જ બેસીએ” કહી જિંકલે કારની ચાવી બહાર કાઢી.

“સાઈડમાં પાર્ક તો કરવા દે બકુ આમ રોડ વચ્ચે સારૂં ના લાગે” મેહુલે કહ્યું.પાછળથી હોર્ન વાગ્યો અટલે મેહુલે જલ્દી ડરાઇવિંગ સીટ પર બેસી કાર સાઈડમાં ચડાવી.બંને કારના બોનેટ પર બેઠા.મેહુલનો હાથ જિંકલના હાથમાં હતો અને જિંકલ મેહુલના ખભા પર માથું ઢાળી એક હાથ મેહુલની કમર પર રાખી બેઠી હતી.

“મેહુલ હવે આગળ?”જિંકલે ધીમેથી મેહુલના કાનમાં કહ્યું.

“શું આગળ?”મેહુલે પૂછ્‌યું.

“તું તારા કામમાં વ્યસ્ત રહીશ, હું કોલેજમાં વ્યસ્ત રહીશ આ રિલેશનને ક્યાં સુધી લઈ જઈએ?”જિંકલે ગંભીર અવાજે કહ્યું.

“આગળ તો મને ખબર નહિ, પણ હું તારાથી એક પણ વાત છુપાવીશ નહિ અને એ સમય પણ આવશે જ્યારે આપણે બંને હંમેશા માટે એક થઈ જશું.” મેહુલે પણ ગંભીર થતા કહ્યું.

“અને એ સમય ક્યારે આવશે?,મમ્મી-પપ્પાનું શું?,મને તો એ વાતનું ટેંશન છે કે ઘરે શું કહેવું?”જિંકલે કહ્યું.

“કેમ તારા પપ્પાએ કઈ કહ્યું?”મેહુલે પૂછ્‌યું.

“હા, તેણે કહ્યું કે તેના એક બાળપણના દોસ્ત છે અને તેના છોકરા જોડે મારો સબંધ નક્કી કરવો છે.” જિંકલ વધુ ઉદાસ થઈ.

“તું શા માટે ચિંતા કરે છો યાર, હું તારા પપ્પા જોડે વાત કરીશ અને મારા પપ્પાને તો હું મનાવી જ લઈશ મને વિશ્વાસ છે.” મેહુલે જિંકલને વધુ બાહોમાં ઝકડતા કહ્યું.

“મારી દીદી જોડે જે થયું તે પછી મારા પપ્પા તારી વાત સાંભળશે?”જિંકલે સવાલ કર્યો.મેહુલે ધીમેથી જિંકલને તેડી લીધી અને તે બોનેટ પરથી નીચે ઉતર્યો.જિંકલને બોનેટ પર બેસારી અને કસીને એક હગ કર્યો.

“બોલ હવે તારે કઈ કહેવું છે?”મેહુલે જિંકલના વાળ પસવારતા કહ્યું.જિંકલે મેહુલના ખભા પર બંને હાથ રાખ્યા અને કહ્યું “આપણે પહેલો બાબો જોઈએ કે બેબી?”

મેહુલ હસી પડયો, સાથે જિંકલ પણ.બંનેની નજર એક ક્ષણ માટે મળી, મેહુલે જિંકલને પોતાના તરફ ખેંચી અને મસ્તક પર એક ચુંબન કર્યું. “જે કોઈ ભી આવે, હું ખુશ જ થઈશ.” મેહુલે કહ્યું.

“બેબી આવે તો અંજલી નામ રાખીશું અને બાબો આવે તો રૂદ્ર.” જિંકલ મેહુલને ભવિષ્યના સપના બતાવતી હતી.

“ના, બેબી આવે તો માહી નામ રાખીશું અને બાબો આવે તો શ્લોક, મારા પાપાના બંગલાનું નામ પણ શ્લોક જ છે.” મેહુલે કહ્યું.

“હા તો તને પહેલી વાત યાદ છે ને?”જિંકલે આંખો પટાવતા કહ્યું.

“કઇ વાત?”મેહુલે પૂછ્‌યું.

“આપણી બંને વચ્ચે એવુ કઈ થશે જ નહિ.” જિંકલે ત્રાસી નજર મેહુલ તરફ ફેંકતા કહ્યું.

“ગાંડી, સાવ ગાંડી જ છો તું” મેહુલે જિંકલને માથે ટપલી મારી.

“એક વાત કહું મેહુલ?”જિંકલે પૂછ્‌યું.

“હા બોલ, બકુ” મેહુલે એટલી જ મીઠાશથી કહ્યું.

“મને ઠંડી લાગે છે, થોડી હૂંફ મળી જાય તો મજા આવી જાય.” જિંકલે ટોન્ટ મારતા કહ્યું.

“કેવી હૂંફ?”મેહુલે પૂછ્‌યું.

જિંકલે એક મુક્કો મેહુલની છાતી પર માર્યો“એક મહિના પછી મળ્યા યાર, તું સાવ ડફોડ જ છો.”

“બોલીશ હવે?”મેહુલે પૂછ્‌યું.

“હું એમપએમ કહેતી હતી કેપકે” જિંકલે મેહુલને પોતાના તરફ ખેંચ્યો, પોતાના હોઠ મેહુલના હોઠ પર મુક્યા, મેહુલ થોડો દૂર ખસી ગયો.

“શું થયું બકા, કેમ આવું કરે છો?”જિંકલે મેહુલ સામે જોઈ કહ્યું.

“કઈ નહિ, તે ઘરની વાત કરી તો મમ્મી-પપ્પા અને દોસ્તની યાદ આવી ગયી, ત્યાં કોઈને બે સિવાય બોલાવતો નહિપક્યાં છે બે તું, જલ્દી આવ બે, મૂડ નહિ બે, સેન્ટી ના થા બેપ.આવા જ બે માં હું ક્યાં ખોવાઈ ગયો ખબર જ ના રહી.” મેહુલે ઉદાસ થતા કહ્યું.

“મેહુલ એક વાત કહું?”જિંકલે બંને હાથ મેહુલના ગાલ પર રાખતા કહ્યું.

“હમમ” મેહુલે ટૂંકમાં કહ્યું.

“જ્યારે આપણે કોઈ નિર્ણય કરીએ છીએ ને ત્યારે એ નહિ વિચારતા કે આગળ શું કરીશું, આપણે બસ નિર્ણય લઈ જ લઈએ છીએ અને પછી તે નિર્ણય પર જે અડગ રહે છે ને તેને જ અંતે સફળતા મળે છે.” જિંકલે મેહુલને સમજાવતા કહ્યું.

“હા બટ તેના માટે કોઈથી રહેવું જ તે જરૂરી તો નહિ ને?”મેહુલે પૂછ્‌યું.

“તું એક મહિનો મારાથી દૂર રહ્યો તો શું હું એમ સમજું કે તું મને પ્રેમ નહિ કરતો?,અરે બકા જેટલી મુસીબત મોટી, તેટલો દ્રઢ વિશ્વાસ અને જેટલો દ્રઢ વિશ્વાસ તેટલી જ મોટી સફળતા, તે પહેલું વાક્ય નહિ સાંભળ્યું?”મેહુલ ધ્યાનથી જિંકલની વાત સાંભળતો જતો હતો.

“જ્યારે વરસાદ આવેને ત્યારે સૌ પક્ષી રહેવા માટે જગ્યા શોધે છે પણ બાજ વાદળો પર ઉડે છે, તેમ જ જ્યારે મુશ્કેલીઓ એક સામટી આવે ત્યારે પરેશાન ન થવાય, નિષ્પક્ષ નિર્ણય લઈ તે મુશ્કેલીને દૂર કરાય, અને બીજી વાત કોઈ પણ કામને પોતાનો એટલો પ્રયાસ આપવો કદાચ નિષ્ફળતા મળેને તો સામેથી નિષ્ફળતા આવીને કહેવી જોઈએ કે “માફ કરજે બકા મજબૂરી હતી.” જિંકલે વાત પૂરી કરી.

મેહુલે જિંકલને પોતાની બાહોમાં જકડી લીધી, આના પહેલા મેહુલને કોઈ દિવસ આવું ફિલ થયેલું જ નહિ, આવી પરિસ્થિતિમાં મેહુલ પહેલીવાર મુકાયો હતો.બે મિનિટના હગ પછી મેહુલે જિંકલ તરફ એક સ્મિત ફેંક્યું જેમાં જિંકલની વાત સમજવાનો અને આભાર માનવાનો ભાવ સ્પષ્ટ દેખાઈ આવતો હતો.મેહુલે જિંકલને પોતાના તરફ ખેંચી પણ જિંકલે આંગળી મેહુલના હોઠ પર મૂકી દીધી અને કહ્યું “ચલ એક ગેમ રમીએ, કિસ કરતા જે લાંબો સમય સુધી શ્વાસ ટકાવી રાખશે તેના કહ્યા મુજબ બાળકના નામ રાખીશું.

“ચાલો જોઈએ” મેહુલે જિંકલના હોઠ પર હોઠ ચાંપી દીધા.એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ સુધી બંનેમાંથી કોઈને પ્રોબ્લેમ ન થઈ, ધીમે ધીમે મેહુલ જોરથી શ્વાસ લેવા માંડયો અને છૂટો પડી ગયો.જિંકલ જોરથી હસવા લાગી.

“કેમ શું થયું બકા, હારી ગયો?”જિંકલે મજાક ઉડાવતા કહ્યું.

“અબે હું કંઈ ઇમરાન હાશ્મી નહિ અને પહેલીવાર આટલું ખેંચ્યું, સારી ટક્કર આપી તને.” મેહુલે કહ્યું.

“હવે મેં કહ્યું તે જ નામ રાખવાના હો” જિંકલે નિખાલસતાથી કહ્યું.

“જેમ તું કહે બકુ” મેહુલે જિંકલના મસ્તક પર ફરી ચુંબન કરતા કહ્યું.મેહુલના ફોનમાં નોટિફિકેશન પૉપ-અપ થયું, સુહાનીનો મેસેજ હતો.

“મેહુલ હવે આવો સમય આવે ત્યારે સિગરેટ પી લેજે, આવા સમયે જોઈએ એટલે.” કારમાં બેસતા જિંકલે કહ્યું.મેહુલે ફરી એક સ્માઈલ આપી, બંને રેસ્ટોરન્ટ પર આવ્યા જ્યાં નિખિલ અને સુહાની બંને રાહ જોઈ રહ્યા.

મેહુલ અને જિંકલ ત્યાંથી નીકળી રેસ્ટોરન્ટ પહોંચ્યા, સુહાની અને નિખિલ વચ્ચે જે ગેરસમજણ થઈ હતી તે દૂર થઈ ગયી છે તે જાણીને મેહુલ અને જિંકલ બંને ખુશ હતા.મેહુલે નિખિલને તેના ઘરે ડરોપ કર્યો, જિંકલથી દુર તો ન’હતું જવું પણ સમય અને સંજોગ જોઈને જિંકલને પણ દિશાના ઘરે ડરોપ કરવી પડી.

“શું કહ્યું નિખિલે?”જિંકલને ડરોપ કરી મેહુલે કાર ચલાવતા કહ્યું.

“તેને કઈ ખબર જ નહિ, તે કાલથી રૂમ બદલી નાખશે” સુહાનીએ કહ્યું.બંને રૂમ પર આવ્યા સુહાનીને આજે મેહુલના ફ્લેટે જ રહેવાનું હતું, તેના ઘરે પણ જાણ કરી દીધી હતી અને તેની સગવડતા માટે મેહુલે સુહાની સાથે અનિતાને પણ ત્યાં સુવા માટે બોલાવવા મોકલી.મેહુલે પેલી ફાઈલો ફરી બહાર કાઢી, એક ફાઇલ હાથમાં લીધી.

“કાવેરી, કોણ છે?,ક્યાં રહે છે?,કેટલા ક્રાઇમમાં તેનો હાથ છે?”તેવા જ પ્રશ્નો તે ફાઈલમાં હતા, ન તો કોઈ ઠોસ ચહેરો, ન તો કોઈ તેના કોન્ટેક્ટમાં રહેનાર વ્યક્તિની ડિટેઇલ, કાવેરી જે પણ ક્રાઈમ કરતી તે ક્રાઇમમાંથી પોતાનું નામ એવી રીતે છુપાવી લેતી જેવી રીતે પાણી અંદર સિલ્કી માછલી પોતાને છુપાવી લે.

મેહુલ એક પછી એક ફાઇલ વાંચતો ગયો, જેમાંથી તેને કઈ જાણવા ન મળ્યું અંતે છેલ્લી ફાઇલ ખોલી જેમાં સાગર નામના છોકરાની માહિતી મળી, સાગર ઘણીવાર કાવેરીને મળ્યો હતો ‘તેના પરથી જ આગળ વધી શકાશે’તેમ વિચારી મેહુલે ફાઇલ બંધ કરી.ફાઇલ બંધ કરતા ફાઇલમાંથી એક ફોટો ફર્શ પર ઊંધો નીચે પડયો, મેહુલે તે ફોટો લીધો અને ફેરવ્યો.

ફોટો જોતા મેહુલના પગ નીચેથી જમીન ખસી ગયી, બધું જ ગોળ ગોળ ઘુમતું હોય તેવું લાગ્યું, મગજમાં ખાલી ચડી ગયી અને વિચારો આવતા જ બંધ થયી ગયા.મેહુલ એક ડગલું પાછળ ગયો પણ ત્યાં જ નીચે પછડાયો અને ત્યાં જ બેભાન થઈ ગયો.

“શું થયું મેહુલ” સુહાનીએ પૂછ્‌યું.મેહુલ ભાનમાં આવ્યો ત્યારે સામે સુહાની હાથમાં પાણીનો ગ્લાસ લઈ ઉભી હતી અને મેહુલ સોફા પર સૂતો હતો.

“કઈ નહિ ચક્કર આવી ગયા” મેહુલે સોફા પર ઉભા થતા કહ્યું.

“પર એસા કેસે હુઆ?”બાજુમાં ઉભેલી અનિતાએ પૂછ્‌યું.

“કુછ સમજ મેં નહિ આયા” મેહુલે કહ્યું.પાણીનો એક ઘૂંટ ગળા નીચે ઉતાર્યો અને ‘હું આવું હમણાં’એમ કહી મેહુ લબહાર નીકળી ગયો.

થોડીવાર પછી મેહુલ આવ્યો તો સુહાની અને અનિતા ત્યાં જ ઉભા હતા.મેહુલ નીચે નજર કરી સીધો ઉપર ટેરેરિસ પર ચડી ગયો.

“મેં દેખતી હું” કહી સુહાની પણ મેહુલ પાછળ પાછળ ગયી.

મેહુલે બહારથી લાવેલ સિગારેટના પાકિટમાંથી એક સિગરેટ કાઢી જલાવી, સામે રિંગ રોડ તરફ નજર કરી મેહુલ વિચારવા લાગ્યો.પાછળથી સુહાની આવી અને મેહુલને ભેટી ગયી.

“શું થયું મેહુલ?”સુહાનીએ એ જ પોઝીશનમાં પૂછ્‌યું, .મેહુલ પાછળ ફર્યો.

“કઈ નહિ યાર, આપણે હજી એક પ્રોબ્લેમમાંથી બહાર આવીએ ત્યાં બીજી પ્રોબ્લેમ સામે આપણી રાહ જોઇને બેઠી જ હોય.” મેહુલે સિગરેટ છુપાવતા કહ્યું.

“લાવ પહેલા મને સિગરેટ આપ” સુહાનીએ મેહુલના હાથમાંથી સિગરેટ છીનવી લીધી અને એક ક્રશ માર્યો.

“હમમ, હવે બોલ શું કહેતો હતો?”સુહાનીએ પૂછ્‌યું.

“હજી જિંકલને મનાવીને આવ્યો જ છું ત્યાં હવે કાલે મારે ગોધરા જવું પડશે, હવે જિંકલને કેવી રીતે સમજાવું?”મેહુલે વાત બદલતા કહ્યું.

“કઈ નહિ, જે કામથી તું જા છો તે સાચું કહી દે તે સમજી જશે.” સુહાનીએ બીજો દમ મારતા કહ્યું.મેહુલે બીજી સિગરેટ સળગાવી અને આગળ વધ્યો “હું કેટલા દિવસ માટે જઉં છું એ મને જ નહિ ખબર તો મારે તેને શું કહેવું, કદાચ મહિનો પણ થાય અને બે મહિના પણ રહેવું પડે.”

“તે સમજી જશે” સુહાનીએ કહ્યું.

“હમમ” મેહુલે કહ્યું.

“હું તને મિસ કરીશ મેહુલ” સુહાનીએ ફરી મેહુલને હગ કર્યો અને મેહુલે એટલા જ વહાલથી સુહાનીના માથા પર હાથ ફેરવ્યો.

“હવે હું નીચે જાઉં?”સુહાનીએ પૂછ્‌યું.

“હા, અને કાલથી અહીંયા કોઈ નહિ તો નિખિલને અહીં રહેવું હોય તો તે રહી શકે છે.” મેહુલે સુજાવ આપતા કહ્યું.સુહાનીએ સ્મિત કર્યું અને ડોકું ધુણાવતી નીચે ઉતરી ગયી.અહીં મેહુલ બાજ બનવાની તૈયારી કરી રહ્યો હતો, સમસ્યા મોટી હતી પણ મેહુલના મક્કમ વિચારોથી મોટી નહિ.એક એક કડી જોડતા મેહુલે પૂરો પ્લાન મગજમાં સેટ કરી લીધો અને નીચે આવી સુઈ ગયો.

***

પછીના દિવસે મેહુલ જિંકલને બધી વાત કરે છે ત્યારે જિંકલે રડતા રડતા કહે છે, “મેહુલ તું કેમ આવું કરે છો?,હજી એક મહિના પછી આપણે કાલે મળ્યા છીએ અને તું આજે એમ કહે છો કે આપણે હવે ક્યારે મળશું તેની ખબર નહિ”

“જિંકલ જોતું આમ રડીશને તો હું જઈ નહિ શકું, તું મારી તાકાત છો, કમજોરી નહિ.” મેહુલે જિંકલના આંસુ લૂછતાં કહ્યું.

“હા પણ તારા વિના એક મહિનો કેવો ગયો હતો એ મને જ ખબર છે અને હવે તું બે મહિનાની વાત કરે છો?”જિંકલ ડૂસકાં ભરવા લાગી.

“ચલ હું નહિ જાતો, તું કહીશ તેમ કરીશ” મેહુલે કહ્યું.જિંકલ મેહુલને ઘુરતી રહી, આંસુ લૂછતાં લૂછતાં કહ્યું “મને મળવા આવીશ કે આ વખતે પણ ભૂલી જ જઈશ?”

મેહુલના ચહેરા પર એક સ્માઈલ ચીપકી ગયી. “આવિશને અને તારા મમ્મી-પપ્પા કહેતા હતાને તને છોકરો જોવા આવવાનો છે તો તું ભી આવી શકે છો વડોદરા, છોકરો ગમે તો લગ્ન પણ કરી લેજે.” મેહુલે આંખ મારતા કહ્યું.

“હા પછી અમે બંને તારા ઘરે કૉફી પીવા આવીશું હો” જિંકલે પણ મજાક કરતા કહ્યું.

“હા હ પણ, જિંકલ મને એક સવાલનો જવાબ આપ તારા બહેનની સગાઈ થયી હતી કે નહિ?”મેહુલે પૂછ્‌યું.

“ના, તું કેમ પૂછે છો?”જિંકલે પૂછ્‌યું.

“તે છોકરાને તું ઓળખે છો?,તે ક્યાં મળશે અત્યારે, કદાચ તારા દીદીને હું ઇન્સાફ અપાવી શકું તે છોકરાને પકડીને.” મેહુલે કહ્યું.

“તે હવે આ દુનિયામાં નહિ, ભગવાને તેના કર્મોની સજા આપી દીધી છે.” જિંકલે ગુસ્સા સાથે કહ્યું.

“કેમ શું થયું તેની સાથે?”મેહુલે પૂછ્‌યું.

“ખબર નહિ, એ તો મેં સમાચારમાં વાંચ્યું હતું અને મારે હવે તેના વિશે વાત નહિ કરવી” જિંકલે કહ્યું.

“છેલ્લો સવાલ, તને હર્ટ કરવા નહિ માંગતો બટ તારા દીદીએ કેવી રીતે સ્યુસાઇડ કર્યું હતું?”મેહુલે અચકાતા અચકાતા પૂછ્‌યું.

“તેઓની સાથે જે ઘટના બની હતી ત્યારબાદ તેઓ રીકવરી માટે સાપુતારા આવી ગયા હતા, એક મહિના પછી સમાચાર આવ્યા કે તેઓએ વહેલા સવારે ત્યાંના શિખર પર ચડી ખાઈમાં કૂદકો લગાવ્યો, તેની ડેડ બૉડી પણ મળી નહિ.” જિંકલની આંખમાંથી અશ્રુધાર થઈ ગયી.આ સમયે મેહુલે જિંકલને રડતા ના રોકી, થોડીવાર પછી જિંકલ જ્યારે શાંત થઈ ત્યારે મેહુલે છેલ્લીવાર ટાઈટ હગ કર્યો, જિંકલની યાદ સાથે લઈ જવા મેહુલે જિંકલની છેલ્લા વર્ષની, જિંકલની ડાયરી, જિંકલ પાસેથી લીધી અને ત્યાંથી નીકળી ગયો, મેહુલ પાછળ ફરી જોવા માંગતો ન હતો પણ તેણે કાચમાંથી જોયું તો જિંકલ કાર તરફ જોઈ રડી રહી હતી, ત્યારે મેહુલની આંખનો ખૂણો પણ ભીનો થઈ ગયો હતો.મેહુલે રણજીતસિંહને કૉલ કરી જણાવી દીધું કે તે ગોધરા જાય છે અને અનિતાને પણ સાથે લઈ જાય છે.

સમય એ જ હતો, તે દિવસે ચાર વાગ્યે મેહુલ અમદાવાદથી મુંબઈ જવા નીકળ્યો હતો તો અત્યારે પણ ચાર જ વાગ્યા હતા, ત્યારે સાથે જિંકલ મળી હતી અને અત્યારે સાથે અનિતા હતી.ત્યારે નક્કી ન હતું કે તેને શું કરવાનું છે અને અત્યારે બધું જ નક્કી છે કે શું કરવાનું છે.ચાર વાગ્યે મેહુલ અને અનિતા ગોધરા જવા માટે નીકળી ગયા.

(ક્રમશઃ)

કોણ છે આ કાવેરી?,ફાઇલમાંથી મળેલ ફોટો જોતા કેમ મેહુલને ચક્કર આવી ગયા હતા?,મેહુલ હવે જિંકલને નહિ મળે?નહિ મળે તો શું જિંકલની લાઈફમાં કોઈ બીજું આવશે?,તમને એક વાત કહી દઉં જિંકલના પાપા જે છોકરાની વાત કરે છે તે મેહુલ જ છે.પણ આ બંને તો એ નહિ જાણતા ને!!!, કેવું કેવું થશે આગળ યાર???,

મને કંઈ નહીં ખબર બૉસ, તેના માટે આવતા અંકની રાહ જોવી જ પડશે.

સૌ વાંચકો તથા મંતવ્યકારનો આભાર માનવાનો સમય આવી ગયો છે.આજ હું મેર મેહુલ(હું જ હો)નો આભાર માનું છું કે જે તમારા સૌની સમક્ષ આવી રચના રજૂ કરવાનો પ્રયાસ કરે છે.સફળતા માટે સેલ્ફ મોટિવેશન સૌથી અસરકારક હથિયાર છે અને એ તમારા થકી જ શક્ય બન્યું છે.- Mer Mehul