No Return - 2 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન - 2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

નો રીટર્ન - 2

નો રીટર્ન

સસ્પેન્સ થ્રીલર નવલકથા

ભાગ - 2

પ્રવિણ પીઠડિયા

કોન્સ્ટેબલ ઝાલા ઘણા સમયથી બાબુ ઉપર વોચ રાખી રહ્યો હતો. એને એમ હતું કે બાબુને ખ્યાલ જ નથી કે પોતે એક પોલીસવાળો છે અન એની ઉપર વોચ રાખી રહ્યો છે. જ્યારે સામે બાબુને પણ એમજ હતું કે પોતે રાજેશની પાછળ છે એ ઝાલા જાણતો નથી. આમ બંને ભ્રમમાં હતા કે તેઓ એકબીજાને ઉલ્લુ બનાવી રહ્યા છે. અને એકબીજાની હરકતો ઉપર નજર રાખી રહ્યા હતા. આજે ઘણા દિવસો બાદ ઝાલા પર ઓર્ડર આવ્યો હતો કે બાબુને પકડવાનો છે. એના માટે પોલીસ સ્ટેશનથી ચાવડા સાહેબ અને બીજા ત્રણ કોન્સ્ટેબલો સાદા ડ્રેસમાં આવવાના હતા. જરા પણ હો હા કર્યા વગર એકદમ શાંતિથી. કોઈને પણ ખબર ન પડે એવી રીતે આ ઓપરેશન પાર પાડવાનું હતું. ઝાલાએ જ્યારે ઇન્સ. ચાવડાની જીપને દૂર પાર્ક થતી જાઈ એટલે એણે એ તરફ પગ ઉપાડ્યા. બાબુની નજર ઝાલા ઉપર પડી. અને એને દાળમાં કંઈક કાળું હોય એવું લાગતા એ પાનના ગલ્લેથી ઉભો થઈને થોડે દૂર વળાંકમાં એક ઘરના દાદરની આડશમાં ઊભો રહ્યો કે જ્યાંથી એ ઝાલા ૪૨ શું કરે છે એ જાઈ શકે. ઇન્સ.

ચાવડાને એ બહુ જ સારી રીતે ઓળખતો હતો. અને અત્યારે તેને અહીં આવેલો જાઈને એ સતર્ક થઈ ગયો હતો. બાબુના મગજમાં ભયની ઘંટી વાગવા લાગી હતી. એ અત્યારે એવી જગ્યાએ ઊભો હતો કે જ્યાંથી એ તો પેલા લોકોને જાઈ શકે પરંતુ એ લોકોની નજર એના ઉપર ન પડે. ઝાલા જીપ પાસે પહોંચ્યા ત્યારે ચાવડા જીપની નીચે ઊતરીને એની સાથે કોઈ મસલતમાં પરોવાયો. બાકીના ત્રણ કોન્સ્ટેબલો પણ સાદા ડ્રેસમાં જીપમાંથી નીચે ઊતર્યા. બાબુ વિચારી રહ્યો હતો કે જરૂર કંઈક બન્યું હશે. એટલે જ ચાવડા સાદા ડ્રેસમાં આવ્યો છે. ઝાલા વારેવાર પાછળ ફરીને બાબુ જે ગલ્લા ઉપર બેસતો હતો એ ગલ્લા ઉપર નજર કરી રહ્યો હતો.

અચાનક બાબુની નજર તેજ થઈ કે ક્યાંક આ લોકો મારા માટે તો નથી આવ્યા ને ? ઝાલા તો મને જાણતો પણ નથી તો ફછી શું બીજું કોઈ કામ હશે ? થોડીવાર પછી ચાવડાએ સતર્કતાથી બધા કોન્સ્ટેબલોને જુદી જુદી દિશામાં થોડા થોડા અંતરના ગાળામાં ગોઠવી દીધા. અને પોતે રાજેશના ઘર તરફ પગ ઉપાડ્યા. રાજેશના ઘરની સામેજ બાબુની દરરોજની બેઠક હતી એ વાત ચાવડા સારી રીતે જાણતો હતો. એટલે સીધો જ ત્યા ંજવાને બદલે જરા દૂરથી તેણે એ જગ્યા પર નજર કરી. બાબુ ત્યાં આજે નહોતો. ચાવડાએ આજુબાજુમાં નજર ઘુમાવી અનેએક મકાનના વળાંક પર બાબુને સંતાઈને ઉભેલો જાઈ ગયો. બાબુ અને ચાવડાની નજર આપસમાં ટકરાઈ. અચાનક મળેલી નજરને કારણે થોડીવાર સુધી બાબુ અને ચાવડા એકબીજાની સામ ેજાઈ રહ્યા અને અચાનક બાબુને આખી પરિસ્થિતિનો ખ્યાલ આવતા એ સ્પ્રિંગની જેમ ઊછળ્યો. ચાવડા કંઈ સમજે એ પહેલા તો બાબુ ચાવડાથી વિરુદ્ધ દિશામાં સોસાયટીની બહાર જતા મેઇન રોડ તરફ ભાગ્યો. બાજુ સમજી ગયો હતો કે આ તમામ બંદોબસ્ત એના માટે જ કરવામાં આવ્યો હતો અને અનેચાવડા એનેજ પકડવા માટે આવ્યો હતો.

બાબુ પાસે વિચારવાનો સમય નહોતો, ભાગવામાં જ ફાયદો હતો. અનેએ ભાગ્યો. પરંતુ ચાવડાએ તમામ અણધારી પરિસ્થિતિને ખ્યાલમાં રાખીને જ પોતાની જાળ બિછાવી હતી. ચાવડાએ તમામ ગણતરી કરીને પોતાના કોન્સ્ટેબલોને એક એક પોઈન્ટ પર એવી રીતે ગોઠવી રાખ્યા હતા કે બાબુ ગમે એ તરફથી છટકવાની કોશિશ કરે તો ગમે ૪૩ ત્યાંથી એને પકડી શકાય. એ એટલા ઝડપથી ભાગ્યો કે હવે એ ચાવડાના હાથમાં તો આવે એમ જ નહોતો. છતાં ચાવડાએ બાબુની પાછળ દોડ મૂકી. હવે બાબુને પકડવા માટેનો એક જ ચાન્સ હતો બાબુ ઝાલા જ્યાં ઉભો હતો એ તરફ ભાગ્યો હતો. એટલે જા ઝાલા એને ગમે તેમ કરીને અટકાવે તો જ બાબુ પકડાય. નહિંતર જા એના હાથમાંથી છટક્યો હો હાલ પૂરતું તો બાબુ ભાગવામાં સફળ થવાનો હતો. પરંતુ બાબુનું નસીબ આજે એની સાથે નહોતું. એની એક જ ભૂલ એને ભારે પડી કે ઝાલા જે તરફ ઊભો હતો ત્યાં બરાબર એની સામે જ એ દોડ્યો હતો. એ નહોતો જાણતો કે ચાવડાએ શેરીના મુખ્ય મથક પર જ ઝાલાને ગોઠવ્યો હતો.

બાબુ તો બસ જલદીથી ચાવડાની પહોંચથી દૂર નીકળી જવા માંગતો હતો. એટલે જ એ લગભગ આંખો બંધ કરીને મુઠ્ઠીઓ વાળીને દોડી રહ્યો હતો. ગલીના નાકે ઊભેલા ઝાલાએ બાબુને પોતાની તરફ દોડતો આવતો જાયો એટલે એ સતર્ક બની ગયો. તરત જ પોતાની પોઝીશન બદલીને એક ઇલેક્ટ્રિક થાંભલાની આડશે થોડો દબાઈને ઊભો રહી ગયો કે જેથી બાબુ એને જાઈને પોતાની દિશા બદલી ન નાંખે. જેવો બરાબર એકદમ નજીકથી બાબુ પસાર થયો કે તરત જ ઝાલાએ પોતાનો ડાબો પગ વીજળીવેગે બહાર કાઢ્યો અને બાબુના પગમાં ભેરવી દીધો. આવા અણધાર્યા હુમલાની બાબુને ગણતરી નહોતી એટલે એ કંઈ સમજે એ પહેલા તો એણે બે ત્રણ ગુંલાટ ખાઈને રસ્તા પર ઊંધા માથે પટકાયો. ઝાલાએ સમય ન ગુમાવતા ઝડપથી એની પાછળ પહોંચી બાબુને કોલરથી પકડીને એનું મોઢું પોતાના તરફ ફેરવી એક જારદાર ફેંટ એના ચહેરા પર લગાવી દીધી. પ્રહાર એટલો જબરજસ્ત હતો કે બાબુના મોંઢામાંથી એક સાથે બે ત્રણ દાંત તૂટીને લોહીના કોગળા સાથે રોડ ઉપર ઢગલો થઈ ગયા. બાબુ બેહોશ થઈને ત્યાંજ ઢળી પડ્યો.

ઝાલાએ બીજી ફેંટ મારવા ઉગામેલો હાથ બાબુને બેહોશ થતા જાઈને હવામાં જ અધ્ધર રોકી લીધો. અને એનો કોલર છોડી દીધો અને ત્યાંજ ઝાલાથી ભૂલ થઈ ગઈ. કારણ કે એ બેહોશ થવું એ બાબુની ચાલાકી હતી. બાબુને ઝાલાની ફેંટથી તમ્મર જરૂર આવી ગયા હતા પરંતુ હજી એ હોશમાં જ હતો. એણે ફક્ત બેહોશ થવાનું નાટક જ કર્યું હતું. અને જેવો ઝાલાએ એનો કોલર છોડ્યો કે વીજળીવેગે એ ઊભો થયો. અને ઝાલા કંઈક સમજે એ ૪૪ પહેલા તો ઝાલાને ધક્કો મારીને એ ફરી પાછો રોડ તરફ ભાગ્યો. એ ભાગ્યો તો ખરો પરંતુ મોત એનો કાળ બનીને રોડ ઉપર ઈંતેજાર કરી રહ્યું હતું. બાબુ પોતાના મોત તરફ ભયાનક ગતિથી દોડી રહ્યો હતો. જેવો એ રોડ ઉપર આવ્યો કે સામેથી પૂરઝડપે આવતી ટ્રકની અડફેટમાં એ આવી ગયો. ‘ધડામ...’ એક જબરજસ્ત ધડાકા સાથે એ ટ્રકની આગળના ભાગે બરાબર વચ્ચે ભટકાયો. અને એનું શરીર હવામાં ફંગોળાયું ... ત્યાં ને ત્યાં જ એના રામ રમી ગયા. ... ટ્રકવાળાએ જારદાર બ્રેક મારી હતી પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. એની તમામ કોશિશ વ્યર્થ ગઈ.

બાબુ ચત્તોપાટ રોડ ઉપર પડ્યો હતો. એની ખોપડી ફાટી ગઈ હતી અને એમાંથી બધો માવો નીકળીને રોડ ઉપર વિખેરાઈ ગયો હતો. બાબુના તમામ ખરાબ કર્મોની સજા એને એકસાથે મળી ગઈ હતી. ચાવડા અને ઝાલા દોડીને એ જગ્યાએ પહોંચ્યા ત્યારે તેઓ એમ્બ્યુલન્સને ફોન કરવા સિવાય બીજું કંઈ કરી શકે એમ નહોતા. ચાવડાએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને ફોન લગાવ્યો.

***

ગીરીશભાઈ અત્યારે પોલીસ સ્ટેશનમાં ઇન્સ. ચાવડા સામે બેઠા હતા. ચાવડાએ તેમને બોલાવ્યા હતા. બાબુની તમામ મેટર પતતા ત્રણેક દિવસ લાગી ગયા. બાબુની બોડીનું પી.એમ. કરીને લાશ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. બાબુના કપડાની તલાશીમાં કે એના મોબાઈલ ફોનની ડિટેઈલમાંથી કોઈ વિશેષ વિગત ચાવડાને મળી નહોતી. જે છેલ્લો ફોન બાબુ ઉપર આવ્યો હતો એ ફોન પણ અત્યારે બંધ આવતો હતો. છતાં મોબાઈલ કંપનીમાંથી ફોન ટ્રેસ કરતા જે વિગતો મળી એ ઘણી ચોંકવાનારી હતી. એ કોલ દિલ્હીના કર્નાટપ્લેસની નજીકના કોઈ ટાવરનું લોકેશન બતાવતી હતી.

આ વગિતો દિલ્હી પોલીસ ખાતામાં મોકલી આપવામાં આવી હતી અને એની વિગતોની રાહ જાવાઈ રહી હતી. ૪૫ ઇન્સ. ચાવડાએ ગીરીશભાઈને આ બધી વિગતો જણાવવા માટે જ બોલાવ્યા હતા. ચાવડાની વાત સાંભળી ગીરીશભાઈની સ્થિતિ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી. એમને જબરજસ્ત આંચકો લાગ્યો હતો. કે કોઈ એમના છોકરા રાજેશ પાછળ છ મહિનાથી પડ્યું હતું અને જા ચાવડા ન હોત તો અત્યાર સુધીમાં એ વ્યક્તિ રાજેશને મારી ચૂકી હોત.

‘ઇન્સ્પેક્ટર સાહેબ.. તમારો ખૂબ ખૂબ આભાર.’

ગીરીશભાઈ ગળગળા અવાજે ચાવડાને કહી રહ્યા હતા.

‘ક્યા શબ્દોમાં તમારો આભાર હું માનું.... પરંતુ સાહેબ તમે મારા રાજેશને બચાવી લીધો. મારા માટે તો એ જ ઘણું છે. મને તો સમજાતું નથી કે શા માટે લોકો અમારી પાછળ પડ્યા છે.’

‘સમજાતું તો મને પણ નથી કે શા માટે આટલા લાંબા સમય સુધી રાહ જાયા બાદ એકાએક એવું તે શું બન્યું કે એ લોકો અચાનક હરકતમાં આવી ગયા અને રાજેશને મારી નાંખવા માટેનું પગલું ભર્યું.’

ચાવડાએ કંક અસમંજમાં માથું ધુણાવ્યું. ગીરીશભાઈએ પાછલા દિવસોમાં જે બન્યું હતું એની તમામ વિગતો ચાવડાને જણાવી.

‘હંમમ.. એનો મતલબ કે અત્યાર સુધી રાજેશ તરફથી એ લોકોને એવો કોઈ ખતરો નહોતો. પરંતુ જેવા રાજેશના ભાનમાં આવવાની વાત એ લોકોને જાણવા મળી એટલે એ લોકો ગભરાઈ ગયા અને રાજેશ પર હુમલો કરવા માટેની યોજના બનાવી નાખી.’ ચાવડાએ અનુમાન લગાવ્યું. તમારે આ વાત પોલીસને કહેવી જાઈતી હતી. આ તો ઠીક છે કે અમારી સતર્કતાને કારણે અને નસીબજાગે રાજેશ બચી ગયો. નહીંતર તમારે રોવાનો વારો આવ્યો હોત અને ઉપરથી નામ પોલીસનું જ બદનામ થાત.’ ચાવડાના અવાજમાં થોડો ગુસ્સો ભળ્યો હતો.

‘હવે પછી આવી કોઈપણ હરકત થાય તો મને તરત જ જાણ કરજા. અમે પણ આ કેસની જડ સુધી પહોંચવાની તમામ કોશિશો કરી રહ્યા છીએ. આ મામલો થોડો વધુ પેચીદો બનતો જાય છે. જરૂર એવી કોઈ ગંભીર બાબત રાજેશ જાણે છે કે જેના કારણે એના જીવને જાખમ છે. જરૂર કોઈ રહસ્ય તો છે જ કે જે બહાર ન આવે એના માટે રાજેશ પર બીજી વખત હુમલો થવાનો હતો એવું તો ૪૬ શું બન્યું હશે ?’

ચાવડા વિચારમાં પડ્યો. એનું તેજ દિમાગ વિચારે ચડ્યું. અને આંખો ઝીણી થઈ ગઈ.

‘એવું તો શું છે કે જેનો એક છેડો છેક દિલ્હી સુધી લંબાયેલો છે.’ પછીના બે દિવસમાં ચાવડાએ પોતાની તપાસની ગતિ ખૂબ જ ઝડપી બનાવી દીધી હતી. દિલ્હી પોલીસ તરફથી પેલા મોબાઈલની ડિટેઈલ પણ આવી ગઈ હતી. એ ફોન કોઈ સુરેશ પંજવાણીના નામે હતો. અન એ વ્યક્તિને ખુદને પણ કોઈ ખબર નહોતી કે એના નામ પર કોઈ મોબાઈલ પણ છે. એ ફોન કર્નાટપ્લેસની એક ફૂટપાથ પર કચરાના ડબ્બામાંથી તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. સીમકાર્ડ એમાં હતું જ નહીં. કદાચ એ બીજી કોઈ જગ્યાએ ફેંકાયું હતું. લાખ કોશિશ અને જબરજસ્ત જદ્દોજહેત બાદ પણ ચાવડાને કોઈ જ પરિણામ મળ્યું નહોતું. એને નિરાશા જ હાથ લાગતી હતી. અને એ જ્યાં હતા ત્યાંજ આવીને અટકી ગયા હતા. હવે રાજેશ સંપૂર્ણ ભાનમાં આવે અને કંઈ જણાવે તો જ તપાસ આગળ વધે એમ હતું.

***

પૂજાને જાયા બાદ હું રાજેશના ઘર તરફ વધારે ખેંચાયો હતો. રાજેશના ઘરે જવાના હવે મારી પાસે બે કારણો હતા. એક મારું સપનું અને બીજી પૂજા. ભલે મેં પૂજાને ફક્ત એક જ વાર જાઈ હતી છથાં એ મારા દિલો દિમાગ પર કબજા કરી ચૂકી હતી. મારા મનમાં એને જાવાની લાલચે જન્મ લઈ લીધો હતો. એના વિચારો મારો પીછો છોડતા નહોતા. છતાં મેં એવી કોઈ હરકત નહોતી કરી કે જેના કારણે પૂજા મને એના ઘરવાળાઓ સામે મારી ઈજ્જત ઓછી થાય. રાજેશ સાથે હાલમાં જ શું બન્યું હતું એ વિગતોથી હું સાવ અજાણ જ હતો.

હું તો રાજેશ કોઈ બીજી પ્રતિક્રિયા કરે એની રાહ જાઈ રહ્યો હતો. મને એવું લાગી રહ્યું હતું કે જરૂર કંઈક એવી કોઈ કડી છે જે મને અને રાજેશને આપસમાં જાડી રહી છે. કુદરતની ૪૭ આ કરામત મારી સમજમાં નહોતી આવતી. સાવ અણધાર્યું જ આ બધું બની રહ્યું હતું. દરરોજ એ બ્રીજ ઉપરથઈ મારે પસાર થવું જ પડતું એટલે એ ઘટના મને કાયમી તાજી થઈ જતી કે જેના કારણે હું પડ્યો હતો. સાવ અસંભવ ગણી શકાય એવી એ આકસ્મિક ઘટનાએ મારા જીવનમાં ઉથલપાથલ મચાવી રાખી હતી. હું ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવવાવાળો વ્યક્તિ છું એટલે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો હે દિનાનાથ, હું રાજેશના ઘરે ગયો હતો એ પછી રાજેશે જે પ્રતિક્રિયા કરી હતી એ પણ મારા માટે તો અવિશ્વસનીય જ હતી. એ પછી મેં બે ત્રણ વાર ગીરીશભાઈને ફોન કરીને રાજેશની ખબર પૂછી હતી પરંતુ એમના જણાવ્યા પ્રમાણે રાજેશની હાલત પહેલા હતી ફરી પાછી એવી જ થઈ ગઈ હતી. પહેલાની માફક એ જડ બની ગયો હતો.

ક્યારેક એવું મન થતું કે એના ઘરે એક વખત જઈ આવું એ બહાને પૂજાને પણ મળી શકાય પરંતુ પછી ગમે તે કારણ હોય મારા પગ એ ઘર તરફ નહોતા ઊઠતા. ત્યાં રૂબરૂ જવાનું હું માંડી વાળતો. મારા મનમાં - મારા દિલમાં આ બંને ભાઈ બહેને ઘમસાણ મચાવી મૂક્યું હતું. કોઈ અદમ્ય અને અદૃશ્ય શક્તિ મને વારંવાર એમના વિચારોના ચકરાવે ચડાવી મૂકતી હતી. મારી આ વિચારમગ્ન સ્થિતિના કારણે મારા ઘરમાં પણ બધા અકળાઈ ઊઠ્યા હતા. મમ્મીએ તો ઘણીવખત પૂછી પણ લીધું હતુ કે, ‘કેમ તું હમણાંથી બહુ વિચારોમાં ખોવાયેલો રહે છે? તને કોઈ ટેન્શન હોય તો મને કહે.’

પરંતુ હું આ વાત કોઈને કહી શકું એમ નહોતો. નાહકના એમને પણ ઉપાધિમાં શું કામ મૂકવા જાઈએ. એવું વિચારીને મેં કોઈને આ વાત જણાવી નહોતી. સાંજના લગભગ ચારેક વાગ્યાની આસપાસ મારા ફોનની રીંગ વાગી. હું કામમાં હતો. કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવી રહ્યો હતો. મેં ફોન ઉપાડ્યો.

‘હલો. ...’

‘અમીત બોલો છો....?’

આ અવાજ મેં આ પહેલાં ફક્ત એક જ વાર સાંભળ્યો હતો. છતાં ખાતરીપૂર્વક હજારો અવાજાની વચ્ચે આ અવાજ ઓળખી શકું છું. મારા આશ્ચર્યનો પાર નહોતો રહ્યો. કારણ કે સામા છેડે પૂજા હતી. ‘હા...હું અમીત જ છું.’

હું પૂજા બોલું છું. રાજેશની બહેન. મારે તમારું કામ હતું. શું તમે મને મળી શકશો?’

‘હા... કેમ નહીં... ચોક્કસ મળી શકીશ. તમે કહો તો હમણા તમારા ઘરે આવી જાઉં.... શું કંઈ અર્જન્ટ છે?’

‘અરે નહીં.... અર્જન્ટ કંઈ નથી. અને ઘરે પણ મળી શકાય એમ નથી. મારે જે વાત કહેવી છે એ મારા ઘરે કહી શકાય એમ નથી. આપણે એ સિવાય બીજે ક્યાંક મળીએ તો... જા તમને ફાવે તો પીપલોદ રોડ પર કોફીકોર્નર પર મળીએ... ? પૂજાએ કહ્યું. ક્યાં મળવું એ પણ એણે નક્કી કરી રાખ્યું હતું. કદાચ એ જાણતી હશે કે હું ના નહીં પાડું. અને ખરેખર મારા ના પાડવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. સામે ચાલીને મને પૂજાનું સાંનિધ્ય પામવાનો મોકો મળતો હતો.

‘હા... ઠીક છે... ત્યાં ફાવશે... શું કોઈ અગત્યની બાબત છે?’

મારું હૃદય જાર જારથી ધબકવા લાગ્યું હતું.

‘મારે તમને કંઈક કહેવું છે, એ ફોનમાં જણાવાશે નહીં... પ્લીઝ જા તમને તકલીફ ન પડતી હોય તો આજે સાંજે છ વાગ્યે આપણે કોફીકોર્નર પર મળીએ? પૂજાના અવાજ ઉપરથી લાગતું હતું કે એ ઉતાવળમાં હતી અને થોડી ગભરાહટ પણ વર્તાતી હતી. પૂજાને મળવા તો હુંગમે ત્યાં જવા તૈયાર હતો.

‘ઠીક છે... હું રાઈટ છ વાગ્યે ત્યાં પહોંચી જઈશ.’

‘ઓ. કે. થેન્ક્યુ.’

કહીને પૂજાએ ફોન ડિસ્કનેક્ટ કરી નાંખ્યો. હું ક્યાંય સુધી ફોનને એમજ હાથમાં પકડીને ઊભો રહ્યો. મને વિશ્વાસ નહોતો આવતો કે જેને મળવા માટે હું વિહ્વળ હતો એણે સામેથી ફોન કરીને મને બોલાવ્યો હતો. શું હશે એ વાત કે જેના કારણે પૂજાએ એના ઘરને બદલે મને એકલાને કોફી કોર્નર પર બોલાવ્યો હતો. એવું તો શું બન્યું હશે કે એ એના ઘરે કોઈને જણાવી ન શકે અને મને જણાવવા માંગતી હતી.

અમે તો ફખ્ત એક જ વાર મળ્યા હતા અને અમારી વચ્ચે કોઈ વાતચીત પણ નથી થઈ તો પછી શા માટે એ મારા પર આટલો વિશ્વાસ કરીને મને મળવા બોલાવે છે.? મને તો અત્યારે જ ઊડીને કોફીકોર્નર પર પહોંચી જવાનું મન થતું હતું. મેં જલદી જલદી મારા તમામ કાપ પતાવી નાંખ્યા અને દુકાનેથી વહેલો નીકળી કોફીકોર્નરે પહોંચ્યો. હજી તો સાડા પાંચજ થયા હતા. મારે અડધો કલાક પૂજાની રાહ જાવાની હતી. એ પણ મને વધુ લાગતી હતી. મારી ઘણી બધી મિત્રો હતી છતાં હું કોઈના પ્રત્યે આટલું આકર્ષાયો નહોતો. એવું નહોતું કે એ છોકરીઓ સુંદર અને રૂપાળી નહોતી.છતાં મારા દિલમાં કોઈ જગ્યા બનાવી શક્યું નહોતું. જ્યારે અહીં તો પૂજાને મેં ફક્ત એક જ વાર જાઈ હતી અને બસ, હું એને જાતો જ રહી ગયો હતો.

એ પ્રેમ છે કે ફક્ત આકર્ષણ એ હું સમજી શકતો નથી છતાં સાંનિધ્યને હું એના દિલની ગહેરાઈથી ઝંખી રહ્યો હતો. એ હમણાં જ આવતી હશે. મને સમજાતું નહોતું કે ણારે એની સાથે કેવી રીતે વાત કરવી. હું સહજ થવાની કોશિશ કરી રહ્યો હતો છતાં મારું દિલ મારા કાબૂમાં નહોતું. મેં ઘડિયાળમાં નજર નાખી. વધુ પંદર મિનિટ પસાર થઈ ચૂકી હતી. અત્યારે કોફીકોર્નર પર થોડીઘણી ભીડ હતી. લગભગ બધા જ મારી ઊંમરના કોલેજીયન છોકરાઓ છોકરીઓ હતા. આમ પણ આ જગ્યા કોલેજીયનો અને નવા પ્રેમી યુગલોમાં હોટ ફેવરીટ હતી. હું અત્યારે બેધ્યાનપણે આજુબાજુ જાઈ રહ્યો હતો. કે.. સામેથી પૂજા એની સ્કૂટી પર આવતી દેખાઈ.

‘હાય...’ પૂજાએ બરાબર મારા પગ પાસે સ્કૂટીને બ્રેક મારી મારી સામે હાથ લંબાવ્યો.’

‘હાય...’

મેં એના કોમળ મુલાયમ હાથમાં મારો હાથ મૂક્યો. એણે આજે લાઈટ પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો. પિંક કલરમાં એ ખૂબ જ સુંદર દેખાતી હતી. ‘મોડું તો નથી થયું ને...?’

પૂજાએ ગાડી પાર્ક કરતા કહ્યું. ‘અરે નહીં... હું જ થોડો વહેલો આવી ગયો હતો.’ મેં નોટીસ કર્યું કે જેવી પૂજા આવી એ સાથે જ આજુબાજુ ઊભા હતા એ બધાના ધ્યાન એની તરફ ખેંચાયા હતા. અને કેમ ન હોય પૂજા હતી જ એટલી ખૂબસૂરત કે એના તરફ ધ્યાન ખેંચાયા વગર રહે જ નહીં. ‘અંદર બેસીએ.. ?’ એણે પૂછ્યું. એટલે અમે કોફીકોર્નરમાં અંદર ગયા. અંદર વધારે ભીડ નહોતી. એટલે અમે રોડ તરફના કોર્નરના ટેબલ પર ગોઠવાયા. મારી જેમ જ પૂજા પણ મૂંઝવણ અનુભવી રહી હતી કે વાતની શરૂઆત ક્યાંથી કરવી. જુઓ હું નથી જાણતી કે મારે તમને આ વાત કહેવી જાઈએ કે નહીં પરંતુ મને લાગે છે કે તમે જરૂર મને મદદ કરશો.’

‘તમારી વાતો ઉપરથી લાગે છે કે જરૂર કોઈ ગંભીર બાબત લાગે છે. તમે બેફિકરથી મને કહેજા. હું ચોક્કસ તમારી મદદ કરીશ. તમે એવું સહેજ પણ મનમાં ન લાવતા કે એક અજનબીને કેવી રીતે વાત કરવી.’

મેં પૂજા તરફ જાઈને કહ્યું. ‘પરંતુ એ પહેલાં આપણે કંઈક મંગાવીએ... બોલો શું લેશો તમે ?’ ‘એક સિમ્પલ કોફી...’ અહીં સેલ્ફસર્વિસની સિસ્ટમ હતી એટલે હું ઊભો થઈને બે કોફી લઈ આવ્યો. એક કપ પૂજા સામે મૂક્યો. ‘હા તો હવે જણાવો શી મૂંઝવણ છે તમારા મનમાં....?’ ‘તમને અહીં બોલાવીને આ વાત કહેવાનું ખાસ કારણ એ છે કે આ બધાની શરૂઆત તમે અમારા ઘરે આવ્યા ત્યારબાદ જ થઈ છે.

તમે એમ ન સમજતા કે હું તમારા ઉપર કોઈ ઈલ્જામ લગાવી રહી છું. પરંતુ આ હકીકત છે.’ પૂજાએ કોફીનો ઘૂંટ ગળે ઉતારતા કહ્યુ.ં પછી તેણે મને બાબુની તમામ ઘટના કઈ રીતે બની હતી એ વાત કહી. હું કંઈક આશ્ચર્ય અને અવિશ્વાસભરી નજરે પૂજા તરફ જાઈ રહ્યો. એણે જે કહ્યું એ ખરેખર ભયાનક હતું. કોઈ રાજેશ ઉપર ઘણા લાંબા સમયથી વોચ રાખી રહ્યું હતું. અને એના પર હુમલો પણ કરવાની તૈયારીમાં હતા... એ તો સારું થયું કે પેલા ઇન્સ. ચાવડાની સાવચેતી અને સમયસૂચકતાથી એ લોકોનો પ્લાન નિષ્ફળ ગયો, નહિતર કદાચ રાજેશ અત્યારે જીવીત ના હોત. પરંતુ શું કામ? કોઈ રાજેશને મારવા માગતું હતું ? એવું તો શું જાણે છે રાજેશ કે એને ખામોશ કરવા માટે બીજીવાર તેના પર હુમલો થવાનો હતો? હું જેમ જેમ વિચારતો જતો હતો તેમ તેમ આ કોયડો વધુને વધુ ગુંચવાતો જતો હતો.

‘બીજું કંઈ જણાવવા જેવું...? મેં પૂજાને પૂછ્યું. ‘હા.... પરંતુ એ પહેલા તમે મને કહો કે શું તમે ખરેખર રાજેશના મિત્ર છો?’ પૂજાએ મારી આંખોમાં આંખો પરોવીને સીધો જ સવાલ પૂછ્યો. જાણે એ મારી આંખોના હાવભાવ ઉપરથી નક્કી કરી લેવા માંગતી હોય કે હું જૂઠું તો નથી બોલતોને.. હું એની નજર વધારે વાર ન જીરવી શક્યો. પૂજાના સવાલ પરથી મને એક વાત તો નક્કી થઈ ગઈ હતી કે એ જાણે છે કે હું એના ભાઈનો મિત્ર નથી જ. મારી પાસે હવે આ સત્ય ૫૧ સ્વીકારવા સિવાય બીજા કોઈ રસ્તો નહોતો. મારે બધી જ વાત પૂજાને કરવા સિવાય છૂટકો નહોતો અને આમ પણ હું સાચું કહી દઉં તો મારા દિલનો ભાર થોડો હળવો થઈ જાય. ‘તમારું અનુમાન સાચું છે. હું રાજેશને પહેલેથી ઓળખતો નથી. એ દિવસે રાત્રે પહેલીવાર હું તમારા ઘરે આવ્યો હતો. પરંતુ એ સમયે હું કોઈ જ ખોટા ઇરાદાથી તમારી સમક્ષ જૂઠું નહોતો બોલ્યો. હું પોતે જ એટલી ભયંકર મૂંઝવણ અનુભવું છું કે મારી પાસે જૂઠું બોલવા સિવાય બીજા કોઈ રસ્તો નહોતો. હું મારી સમસ્યાનું નિરાકરણ શોધવા તમારા ઘરે આવ્યો હતો. અને અનાયાસ જ મારાથી જૂઠું બોલાઈ ગયું હતું.

‘મને તો એ જ દિવસે ખબર પડી ગઈ હતી કે તમે રાજેશના મિત્ર નહોતા.’ ‘તો પછી તમે એ સમયે જ મને કેમ ન પૂછ્યું?’ ‘એ હું નથી જાણતી. કદાચ હું જાણવા માગતી હતી કે તમે શા માટે અમારે ત્યાં આવ્યા હતા. સૌથી મોટી વાત તો એ છે કે તમારા ગયા પછી ભાઈએ જે રિએક્શન આપ્યું એટલે હું ચૂપ રહી હતી. હું તમારા વિશે ઇન્સ.

ચાવડાને પણ જણાવવા માંગતી હતી છતાં મેં અને ઘરના મારા કોઈએ તમારું નામ એમની સામે લીધું નથી. શું કામ નથી લીધું એ પણ મારી સમજમાં નથી આવતું. અનેસૌથી મોટી વાત તો એ છે કે મને ખબર છે કે તમે ભાઈના મિત્ર નથી તો પણ અત્યારે હું તમારી પાસે બેઠી છું. અને મારા ઘરની તમામ વિગત તમને જણાવી રહી છું. તમે મારા માટે એક અજનબી છો છતાં મેં તમને અહીં મળવા બોલાવ્યા હતા. પણ એક અવિશ્વસનીય બાબત છે અને આવું હું શા માટે કરી રહી છું એ પ્રશ્ન મને પોતાને ક્યારનો સતાવી રહ્યો છે.’

‘હા... બધું જ અવિશ્વસનીય બની રહ્યું છે. મારી લાઈફમાં. તમે જાણવા માંગો છો ને કે હું શું કામ આવ્યો હતો તમારે ત્યાં... તો સાંભળો....’ અને મેં પૂજાને જે જે મારી સાથે બન્યું હતું એ તમામ ઘટનાઓ વિગતવાર જણાવી દીધી. હવે આશ્ચર્યચકિત થવાનો વારો પૂજાનો હતો. એ મારી સામે આંખો ફાડીને જાઈ રહી હતી. ‘આ બધો સિલસીલો પેલા બ્રીજ પાસે રાજેશને ગોળી વાગ્યા પછી જ ચાલુ થયો છે. અને મારા પડવાથી ખતમ થઈ ગયો, હવે મારી પાસે મારી સમસ્યાના નિરાકરણ માટે એક જ ૫૨ રસ્તો બચ્યો હતો અને એ રાજેશ હતો. હવે તમે જ કહો શું મેં કંઈ ખોટું કર્યું છે?’

‘આ સાવ અસંભવ છે, આવું બને જ નહીં. ... હે ભગવાન...’ પૂજાના મોંમાંથી શબ્દો નીકળી પડ્યા. ‘આ સાવ સત્ય વાત છે. આપણે બંને એકબીજાની સામે બેઠા છીએ એટલી સત્ય વાત છે... જા તમને મારા પર વિશ્વાસ હોય તો પ્લીઝ... મને જણાવો કે તમે આ સિવાય બીજું શું મને કહેવા માંગતા હતા. બની શકે કે એમાંથી આપણને કોઈક રસ્તો મળે.’

‘મને તમારા ઉપર વિશ્વાસ છે અને એટલે જ હું અહીં તમારી સામે છું.. જા મને વિશ્વાસ ન હોત તો હું શા માટે તમને અહીં બોલાવું?’ પૂજા થોડીવાર અટકી. એ શબ્દો ગોઠવી રહી હતી કે મને શું અને કઈ રીતે કહેવું. ‘સાંભળો.. પહેલેથી વાત કરું છું. જેથી કરીને તમે આખી વાતનો મર્મ સમજી શકો. હું અને રાજેશ ભાઈ બહેન કરતાં મિત્રો વધુ છીએ. અમારી વચ્ચે એકથી બે વર્ષનું અંતર છે. હું મારી તમામ વાતો ભાઈ સાથે શેર કરું અને ભાઈ એની. નાનપણથી જ અમને ભાઈ બહેનને એકબીજા ઉપર અપાર સ્નેહ છે. મને ભાઈ વગર ઘડીભર પણ ન ચાલે. જાએ ઘરમાં ન હોય તો લાગે કે ઘરમાં કોઈ જ નથી. અમ ેધમાલ મસ્તી પણ એટલી જ કરીએ। ભાઈ ભણવામાં પહેલેથી જ હોંશિયાર. એની સામે મારું ભણતર થોડુંકાચું એટલે એ મને ખૂબ જ હેલ્પ કરે. ભણવાની સાથે એને ફરવાનો પણ ગાંડપણની હદ કહેવાય એટલો જબરજસ્ત શોખ. એને ઇતિહાસમાં ખૂબ જ રસ એટલે એની ફરવાની ફેવરિટ જગ્યાઓમાં જૂના સ્મૃતિચિન્હો, રાજા મહારાજાના મહેલો, એમની એન્ટીક વસ્તુઓ, ખંડહરો, મ્યુઝીયમ અને એવું તો ઘણું બધું હોય જ. વર્ષમાં એક કે બે વાર એ એની રીતે આવી બધી જગ્યાઓએ નીકળી જ પડે. ક્યારેક કોલેજના મિત્રો સાથે તો ક્યારેક અમે બધા ઘરના સભ્યો સાથે હોઈએ. એની નિરીક્ષણ શક્તિ જારદાર એટલે તમામ વસ્તુઓનું બારિકાઈથી નિરીક્ષણ કરે. અને એ વસ્તુને લગતી તમામ વિગતો ભેગી કરી એની ડાયરીમાં ટપકાવે. અમે સાથે હોઈએ તો એ તમામ જગ્યાઓ વિશે વિસ્તારથી અમને કોઈ ગાઈડની અદાથી માહિતી આપે એટલું સચોટ એનું જ્ઞાન. ક્યારેક તો અમે અચંબામાં પડી જઈએ કે ભાઈ ૫૩ આ બધું ક્યાંથી જાણી આવતો હશે. છતાં અમને ખૂબ જ મજા આવતી. ભાઈએ જાણે જાયેલી તમામ જગ્યાઓની નાનામાં નાની વિગતો પણ એની ડાયરીમાં લખતો. એ સ્થળનું મહત્વ કોણે અને કેવી રીતે બનાવી હતી એની આખી જન્મપત્રી એ વિધિસરના મુદ્દા તરીકે લખતો અને જ્યારે એ ફરીને ઘરે પરત આવે એટલે એ તમામ મુદ્દાઓની વિસ્તૃત રીતે જાણકારી, સમજ મને તો જરૂર આપે જ. હું ઘણીવાર એને મજાકમાં કહેતી કે તું ઇતિહાસનો પ્રોફેસર બની જા. અને મારા આશ્ચર્ય વચ્ચે એણે આ વાત સ્વીકારી પણ લીધી હતી. ઇતિહાસના વિષય સાથે એણે પીએચડી કરવાનું પણ નક્કી કરી લીધું હતું.’ એકધારું બોલવાથી પૂજાનું ગળું સુકાય ગયું એટલે એ થોડીવાર માટે અટકી અને ટેબલ ઉપર મુકેલા ગ્લાસમાંથી થોડું પાણી પીધું. હું એના સુરાહીદાર ગળામાંથી પાણીને ઘૂંટડે ઘૂંટડે અંદર ઊતરતું જાઈ રહ્યો.

‘રાજેશ કોઈ પણ જગ્યાની મુલાકાત લીધી હોય તો ઘરે આવીને સૌથી પહેલા મને એની ડાયરી વાંચવા આપે. એની લખવાની રીત થોડી વિચિત્ર અને બધા કરતાં અલગ. એ કોઈ પત્રકારની જેમ વિગતો સળંગ ભાષામાં લખવાને બદલે કામના મેઈન મુદ્દા જ એની ડાયરીમાં ટપકાવે. કોઈપણ વસ્તુનું વાર્તાની જેમ વર્ણન લખવાને બદલે ત્રૂટક ત્રૂટક મુદ્દા લખે. અને પછી એ મુદ્દા ઉપરથી એ સ્થળની તમામ વિગતો મને સમજાવે. ઇતિહાસ વિશેનું એનું જ્ઞાન ખરેખર અદભૂત હતું. એ જે રીતે મને કહેતો, મને તો એવું જ લાગતું કે એ સ્થળ ઉપર હું જાતે જ ફરી રહી છું. અને એનો ઇતિહાસ મારી સામે ફરીથી જીવંત થઈ ગયો હોય. તમે નહીં માનો પરંતુ મને એવું ફિલ થતું કે જાણે હું કોઈ મહાન ઇતિહાસકાર પ્રોફેસરનું લેક્ચર સાંભળી રહી હોઉં. મારો ભાઈ ખરેખર જિનિયસ છે.’ પૂજા અટકી ગઈ. એ લાગણીશીલ બની ગઈ હતી. અને એની કાજળશી ઘેરી આંખોમાં વિષાદના વાદળો ઘેરાઈ ગયા હતા. મને લાગ્યું કે એ હમણાં જ રોઈ પડશે. હું એની ભાઈ પ્રત્યેની એની લાગણીને સમજી શક્યો હતો. એ ખરેખર ભાઈને ખૂબજ ચાહતી હતી. મે એને સાંત્વના આપતા હળવેક રહીને એના હાથ પર મારો હાથ મૂક્યો. એણે સજળ નજર મારી સામે જાયું.

પ્લીઝ....પૂજા... તમે તમારી જાતને સંભાળો. તમારી રાજેશ પ્રત્યેની લાગણીને ૫૪ હું સમજી શકું છું. અને હું જાણું છું કે તમને અત્યારે ખૂબજ તકલીફ થઈ રહી છે. પરંતુ આમ હિંમત હારી ન જવાય. આ દુઃખદ સમય પણ વીતી જશે. અને સૌ સારા વાના થઈ રહેશે. દરેક અંધકારની પાછળ રોશની હોય છે. અને આ દુઃખનો અંધકાર હટતા જ એ રોશની આપણને જરૂર દેખાશે. ભગવાન ઉપર ભરોસો રાખો, બધું પહેલાની જેમ જ ઠીક થઈ જશે. આ મારો વિશ્વાસ છે.

‘સોરી.... પૂજાએ પોતાનો હાથ પાછો ખેંચી પર્સમાંથી રૂમાલ કાઢી આંસુ લુછતાં કહ્યું. હું મારી જાતને કંન્ટ્રોલ ન કરી શકી. તમને થશે કે આ કેવી છોકરી છે કે જે પોતાની જાતને સંભાળી ન શકી. અને જાહેરમાં રોઈ પડી.’

અરે નહીં... તમે એવું ન વિચારો. એક રીતે તો સારી વાત છે કે આંસુ વહી ગયા પછી મન હળવું થઈ જાય છે. અને રહી મારી વાત તો તમે એવું માની શકો છો કે અત્યારે આ તમામ વાતો તમે એક સારા મિત્રને કહી રહ્યા છો.

ઓહ... થેન્ક્યુ. મારી વાત સાંભળી એના ચહેરા પર એક હળવી મુસ્કાન આવી ગઈ. એ મને ખૂબજ ગમ્યું.

‘એક એક કોફી થઈ જાય ?’ મેં વાતાવરણને હળવું કરવાના આશયથી પૂજાને પૂછ્યું.

‘શ્યોર... પરંતુ આ વખતે તમે બેસો. કોફી હું લઈ આવું છું.’ એણે ઉભા થતાં મને કહ્યું.

‘એઝ યુ વીશ...’ મેં સંમતિ આપી. ખરેખર મને અત્યારે પૂજા પ્રત્યે માન થતું હતું. કેટલી સમજદાર અને પ્રેમાળ છોકરી છે એ. આટલી બધી સુંદર હોવા છતાં એના મનમાં કે પછી એની વાતોમાં ઘમંડનો છાંટો પણ ન વર્તાયો. હું મારા ભાગ્યને ધન્યવાદ આપી રહ્યો હતો કે એણે મને પૂજાનો ભેટો કરાવ્યો હતો. મારો એક્સિડન્ટ થયો. અને એ પછી ભયાનક સ્વપ્નો ચાલુ થયા. એ મારું દુર્ભાગ્ય હતું. જે પૂજાના મળવાથી સદભાગ્યમાં પલટાઈ ગયું હોય એવું મને લાગ્યું. જા મારો એક્સિડન્ટ જ ન થયો હોત તો હું ક્યારેય પૂજાને મળ્યો જ ન હોત. લોકો કહે છેકે જે થાય છે એ સારા માટે જ થાય છે. એવો જ કંઈક અનુભવ મને થઈરહ્યો હતો.

પૂજા કોફી લઈને આવી ત્યાં સુધીમાં તો મેં ઘણું બધું વિચારી નાખ્યું. ઘડિયાળનો કાંટો સાત વગાડી રહ્યો હતો. અને બહાર ધીરે ધીરે સાંજનો અંધકાર છવાતો જતો હતો. સ્ટ્રીટલાઈટો ક્યારની ચાલુ થઈ ચૂકી હતી. શિયાળાની સાંજ હતી એટલે ધીમે ધીમે ઠંડી પણ વધતી જતી હતી. મને ઘડિયાળમાં જાતા પૂજા જાઈ ગઈ હતી એટલે તરત મને કહ્યું. ‘જુઓ, તમારે મોડું થતું હોય તો આપણે જઈએ.’

‘બિલકુલ નહીં. હું તો એમ વિચારતો હતો કે કદાચ તમને મોડું થતું હશે.’ હું પૂજાનું સાનિધ્ય ગુમાવવા નહોતો માંગતો. પૂજાના સાનિધ્યના કારણે આજની મારી સાંજ સુધરી ગઈ હતી. અને એટલે જ જલદી ઘરે જવા માંગતો નહોતો. હું તો એવું ઈચ્છતો હતો કે પૂજા મારી સામે બેસીને વાતો કરતી રહે અને હું અપલક દૃષ્ટિએ તેને નિહાળતો રહું. ...

‘ના... મારે પણ મોડું નથી થતું. હું ઘરે મમ્મીને કહીને આવી છું કે મારે આવતા મોડું થશે...’ પૂજાએ કોફી મગ ટેબલ પર મુકતા કહ્યું. અને એ ફરી મારી સામે ગોઠવાઈ.

‘હવે મુખ્ય વાત તમને કહું... ભાઈ જ્યારે છેલ્લીવાર ટુર પતાવીને ઘરે આવ્યો ત્યારે એ ઘણો ચીંતીત હતો. તેના ચહેરાનો રંગ ઊડી ગયો હતો. મને એ દિવસ બરાબર યાદ છે કારણ કે તે દિવસે સાંજે હંમેશની જેમ તેણે તેની ડાયરી મને વાંચવા ન આપી. મને આશ્ચર્ય તો જરૂર થયું. પરંતુ મને લાગ્યું કે એ થાકી ગયો હશે એટલે ડાયરી આપવાં ભૂલી ગયો હશે... એ રાત તો વીતી ગઈ અને એ છેક બીજા દિવસે બપોરે મારી પાસે આવ્યો. તેના હાથમાં તેની ડાયરી હતી. અને ચહેરા પર ખામોશી. એ મારી સામેની ખુરશીમાં બેઠો. મારી તરફ ડાયરી લંબાવીને બોલ્યો... ‘હવેથી આ ડાયરી કાયમ માટેથી તું જ સાચવીને રાખઝે. .. બસ આટલું કહીને એ ચાલતો થયો. હું આશ્ચર્યથી તેને જતો જાઈ રહી. ક્યારેય નહી ને આજે એ ઘણી રુક્ષતાથી મારી સાથે વર્ત્યો હતો. કદાચ એ મજાક કરતો હશે એવું મેં અનુમાન કરી જાયું પરંતુ તેના ચહેરાના હાવભાવ એવા નહોતા. જરૂર એ કોઈ મોટી ઉપાધિમાં હતો, એટલેજ એ મારી સાથે નજર મેળવ્યા વિના જલદી જલદી ચાલ્યો ગયો. મને વિચાર તો આવ્યો કે હું તેને ઊભો રાખું અને પૂછું કે આ બધું શું છે..? પરંતુ પછી વિચાર્યું કે પહેલા જાઈ તો લઉં કે તેણે ૫૬ ડાયરીમાં શું લખ્યું છે? એ ખબર પડે પછી તેની પાસે જઈને તમામ ખુલાસાઓ માંગીશ... પરંતુ અમારી કિસ્મત જ ખરાબ હશે કે મેં હજુ ડાયરી ખોલવા હાથ લંબાવ્યો કે મમ્મીએ રસોડામાંથી મને બુમ પાડી. એ ડાયરીને કાળજીપૂર્વક ડ્રોવરના ખાનામાં મુકી હું રસોડામાં મમ્મી પાસે ગઈ... પછી આખો દિવસ ઘરમાં કામજ એટલું રહ્યું કે મને એ ડાયરી વાંચવાનો ટાઈમ જ ન મળ્યો. સાંજે એટલી થાકી ગઈ કે પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી ગઈ. મારા દિમાગમાંથી ભાઈની એ ડાયરી સાવ જ નીકળી ગઈ હતી. રાત્રે ભાઈ પણ મોડો આવ્યો હતો. સવારે હું જાગી ત્યારે મને એ જાઈને ઘણી નવાઈ લાગી કે ક્યારેય નહીં ને આજે એ વહેલો તૈયાર થઈ ગયો હતો. અને ઉતાવળમાં એ ઘરની બહાર નીકળી એની બાઈક ચાલુ કરતો હતો. મેં મમ્મીને આ વિશે પૂછ્યું તો મમ્મીએ જણાવ્યું કે આજે એના કોઈ મિત્રને સાથે લઈને કોલેજ જવાનો હતો એટલે એ વહેલો જતો હતો. હું પણ તૈયાર થઈને કોલેજ પહોંચી. બપોરે જ્યારે કોલેજથી છૂટ્યા બાદ ઘરે આવી ને જાણવા મળ્યું કે ભાઈ હજુ સુધી ઘરે આવ્યો નહોતો. અમને ત્યારે શું ખબર કે વિધાતાએ અમારી સાથે ક્રૂર રમત આદરી છે. લગભગ સાંજના સમયે કોઈ ડોક્ટર રામાનુજનો ફોન આવ્યો. મમ્મીએ ફોન ઉપાડ્યો અન સામેથી વાત સાંભળીને એના ચહેરાનો રંગ ઊડી ગયો હતો. અમે હાંફળા ફાંફળા થતા બધા હોસ્પિટલ પહોંચ્યા. અને ત્યાં જઈને હકીકત જાણીને અમારા બધા ઉપર તો રીતસરનું આભ જ ફાટી પડ્યું. પપ્પાએ તો ઘણી ધીરજથી કામ લીધું પરંતુ મારી અને મમ્મીની હાલત રોઈ રોઈને બગડી ગઈ હતી. સાવ અણધાર્યું જ બન્યું હતું. અમારા જીવનમાં જેનો દુઃખદ પડછાયો આજ દિન સુધી અમારા માથેથી દૂર થયો નથી.

આજે પણ એ દિવસને યાદ કરતાં અમે અમારા ભાગ્યને કોસી રહ્યા છીએ. એ દિવસ અને આજની ઘડી, ઉપર ઉપરથી તો અમારા ઘરમાં ઘણી શાંતિ છે. પરંતુ અંદર અંદર અમે બધા જ ખૂબ જ વલોવાઈ રહ્યા છીએ. આ બધી ઉપાધિમાં મને ક્યારેય ભાઈની પેલી ડાયરી યાદ નહોતી આવી. પરંતુ જ્યારે પેલા બાબુ નામના ગુંડાનું મોત થયું અને અમને જાણવા મળ્યું કે છેલ્લા ઘણા સમયથી અમારા ઘર ઉપર નજર રાખી રહ્યો હતો ત્યારે મને અચાનક એ ડાયરી યાદ આવ. એ ડાયરી યાદ આવવાનું કારણ એ હતું કે જ્યારે ભાઇ ઉપર ફાયરિંગ થયું એના ૫૭ આગળના દિવસે સાંજે જ ભાઈએ ડાયરી મને આપતાં કહ્યું હતું કે આ ડાયરી કાયમ માટે તું જ રાખજે.’ તો કદાચ એવું બની શકે કે એ ડાયરીમાં જ આ બાબતનું કોઈ રહસ્ય છુપાયેલું હોય. એ ડાયરીમાંથી કંઈક જાણવા મળશે એવા આશયથી મેં ડાયરી ડ્રોઅરમાંથી કાઢી આખી ડાયરી વાંચી હતી છતાં બીજીવાર એ વાંચી. ડાયરીની લગભગ તમામ વિગતો હું જાણતી હતી. કારણ કે ભાઈએ એના વિશે મને વિસ્તારથી બધું સમજાવ્યું હતું. પરંતુ એ ડાયરીના છેલ્લા પાને જે વિગતો લખી હતી એ વાંચતા જ હું ચોંકી ઊઠી. એ લખાણ ભાઈની છેલ્લી ટૂર વિશે જ હતું પરંતુ એ ઘણું જ સંક્ષિપ્તમાં હતું. મને ખબર હતી કે ભાઈ ભલે ટુંકસારના રૂપે એણે જાયેલી વિગતો લખતો હોય પરંતુ તો પણ એનું વર્ણન ઓછામાં ઓછું ત્રણેક પાના ભરાય એ રીતનું જ હોય. જ્યારે આ તો માત્ર અડધા કરતા પણ ઓછા પાનામાં એ લખ્યું હતું. એ વિગતો પણ કેવી હતી ? તદ્દન નાના નના પોઈન્ટમાં અને એ પણ ન સમજાય એવી. મને એ બધું રહસ્યમય લાગ્યું. મને ખ્યાલ જ ન આવ્યો કે એ લખાણનો મતલબ શું થાતો હશે. એક વાત તો ચોક્કસ હતી કે આ તમામ વર્ણન એની છેલ્લી ટૂર વિશે જ હતું. પરંતુ એની બધી વિગતો અટપટી અને અસ્પષ્ટ હતી. પૂજા જે કહી રહી હતી એના લીધે મારી જિજ્ઞાસા પણ વધતી જતી હતી. હું જાણવા તલપાપડ બની ગયો હતો કે એવું તો શું રહસ્યમય અને ન સમજાય એવું રાજેશે એની ડાયરીમાં લખ્યું હતું.

‘મને એ જાણવા મળશે કે એમાં શું લખેલું છે ?’

‘તમને એ જણાવવા માટે જ તો અહીં બોલાવ્યા છે. એ ડાયરી પણ મારી પાસે જ છે. પરંતુ હજી મારી વાત અધૂરી છે....’ પૂજાએ કહ્યું, ‘પહેલા પૂરી વાત સાંભળી લો. પછી એ ડાયરી તમને હું આપીશ. એ ડાયરી વાંચીને મને એ ન સમજાયું કે ભાઈએ એની આખી ટૂરનું વર્ણન માત્ર અડધા પાનામાં જ શા માટે સમાવી લીધું. અને એની વિગતોપણ એટલી અસ્પષ્ટ અને ન સમજાય એવી હતી...આપણને જા એ શબ્દોનો સાચો અર્થ જાણવા મળી જાય તો ઘણી બધી સમસ્યાઓ ઉકલી જાય. એના ઉપરથી કદાચ એ પણ ખ્યાલ આવી શકે કે ભાઈ ક્યા ષડયંત્રમાં ફસાયો હતો. જેના કારણે એના ઉપર ગોળીબાર થયો હશે. મને તો અત્યારે મારી મુર્ખામી ઉપર ખૂબ જ પસ્તાવો ૫૮ થાય છે કે શા માટે તે દિવસે સાંજે જ મેં એ ડાયરી ન વાંચી. અરે, એટલિસ્ટ ત્યારે જ મેં ભાઈના ચહેરા ઉપરની ચિંતાને ગંભીર ગણી એને ઊભો રાખીને બધું પૂછી લીધું હોત તો કમસે કમ આવા દિવસો તો જાવાના ન આવત ને.’ પૂજાના અવાજમાં એક અપરાધભાવ હતો. જાણે કે એ પોતાની જાતને આ બધી બાબતો માટે દોષી ગણી રહી હતી. એની આંખોમાં વિષાદના વાદળો છવાતા જતા હતા. અને રહી રહીને થોડી થોડીવારે એની પલકો ઉપર આંસુના બુંદો ચમકી ઊઠતા હતા. એ પોતાની જાતને સંભાળવાની ઘણી મથામણ કરી રહી હતી છતાં એના અંદરથી ઊઠતા દર્દનો પડઘો ચહેરા સુધી આવી જ જતો હતો.

‘એક વાત પૂછું...... ?’

‘પૂછો....’

‘રાજેશ ક્યાં ગયો હતો અને એની સાથે કોણ હતું ?’

‘એ જ સૌથી મોટી કમનસીબી છે કે આ વખતે એ એકલો ગયો હતો છેલ્લી ઘડીએ એના મિત્રોએ જવાનું કેન્સલ કર્યું એટલે ભાઈ એકલો જ નીકળી પડ્યો. આમ તો એ બે ત્રણ વાર આ પહેલા પણ એકલો ગયો હતો એટલે અમને કંઈ અજુગતું લાગતું નહીં.

‘એ ક્યાં ગયો હતો? મતલબ કે કઈ જગ્યાએ ?’

‘સિક્કીમ.’

‘સિક્કીમ. ??’ મને આશ્ચર્ય થયું. ‘કમાલ છે.’ મારા મોંમાથી અચાનક ઉદગારો સરી પડ્યા. મને આશ્ચર્ય એ વાતનું થયું કે મોટાભાગે જે લોકોને પુરાતન ઇતિહાસમાં રસ હોય એ તો ઇતિહાસમાં પ્રસિદ્ધ હોય એવા સ્થળોએ જ જાય છે. તો પછી રાજેશે સિક્કીમ શું કામ પસંદ કર્યું ? નો ડાઉટ કે સિક્કિમનો પણ એક ભવ્ય ભૂતકાળ છે અને એ હરવા ફરવા માટેની સારી જગ્યા છે. પરંતુ રાજેશ સિક્કિમ ગયો હતો એ સાંભળીને મને થોડું અજુગતું લાગતું હતું. ખબર નહીં કેમ, પરંતુ આ વાત મને ખટકી. કંઈક અજુગતું સાંભળ્યું હોય એવી લાગણી મને ઘેરી વળી. વારેવાર એક જ શબ્દ મારા મનમાં પડઘાવા લાગ્યો.

‘સિક્કિમ.’

શું વિચારમાં ખોવાઈ ગયા ? મને ગહેરા વિચારોમાં ડુબેલો જાઈને પૂજાએ પૂછ્યું.

‘રાજેશ સિક્કિમ ગયો હતો એ મારા મનમાં બરાબર બેસતું નથી. એ ત્યાં શું કામ ગયો હતો? મતલબ કે કોઈ ખાસ કારણ હતું?’

‘એ તો મને પણ નથી ખબર. અમે ક્યારેય એની બાબતમાં દખલ નહોતા કરતા.’

‘હંમ્મ.... મને એ ડાયરી જાવા મળશે?’

‘હા.... કેમ નહીં....’ પૂજાએ પર્સમાંથી ડાયરી કાઢી મારા તરફ લંબાવી. ડાયરી લઈને મેં પાના ફેરવવાનું ચાલું કર્યું.

***

બોસનો ફોન આવી રહ્યો હતો. છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત બોસનો ફોન એકધારા આવી રહ્યા હતા. છતાં જગતાપ એ રિસીવ નહોતો કરતો. જગતાપ સારી રીતે જાણતો હતો કે બોસ શા માટે ફોન કરી રહ્યા છે. બાબુના મોતના સમાચાર એની સુધી પહોંચી ગયા હતા. અને જગતાપને અંદાજ આવી ગયો હતો કે જરૂર એ ખૂબ જ ગુસ્સામાં હશે. પરંતુ જગતાપ ખુદ અત્યારે લાચાર હતો. એને સમજણ નહોતી પડતી કે કેવી રીતે આ કેસમાં પોલીસ ઇન્વોલ્વ થઈ હતી. એણે તો એવી જ ગણતરી મૂકી હતી કે બાબુ આ કામ ચપટી વગાડતાં કરી નાખશે અને બાબુ તાત્કાલિક એક્શનમાં આવ્યો પણ ખરો. પરંતુ એ રાજેશને ખતમ કરે એ પહેલા તો એનો જ ખાત્મો બોલી ગયો હતો. બહુ જ ખરાબ રીતે બાબુ મોતને ભેટ્યો હતો. આ વાત હવે પોલીસખાતામાં ઉપરી સુધી પહોંચી ચૂકી હતી. જગતાપ જાણતો હતો કે પોલીસ ખાતું હવે આ કેસની પાછળ હાથ ધોઈને પડી જશે અને ઇન્સ. ચાવડાની સૌથી વધુ બીક હતી. ચાવડા ક્યારેય કોઈ કામ અધૂરું છોડતો નહીં. જગતાપને બીક લાગવા માંડી હતી. કે ક્યાંક એ ચાવડા એની સુધી ન પહોંચી જાય. જગતાપે થોડા દિવસો માટે પોતાની ટોટલ એક્ટિવીટી અટકાવી દીધી કારણ કે એ જાણતો હતો કે જા એકવાર એ પોલીસની અડફેટે ચડી ગયો એટલે એનું એનકાઉન્ટર થઈ જવાનું અથવા તો પછી આખી જિંદગી જેલના સળિયા ૬૦ પાછળ ધકેલાઈ જાય એ પાકું. એક સાવ તુચ્છ અને સામાન્ય છોકરાને કારણે આજે એ પહેલીવાર મુશ્કેલીમાં મુકાયો હતો. અને આ એના માટે અસહ્ય હતું. એણે એવા લોકોની સોપારી ફોડી હતી કે જેને હાથ લગાવતા સુદ્ધાંનો વિચાર કોઈ કરતું નહોતું. જગતાપ પોતાની તાકાત ઉપર મુસ્તાક હતો. એ એવું જ માનતો હતો કે એજ સર્વશક્તિમાન છે. અને એટલે જ અત્યારે એ જબરજસ્ત ગુસ્સામાં ધુંઆ પુંઆ થઈ રહ્યો હતો. એક સામાન્ય છોકરાને કારણે એણે બાબુ જેવા ખુંખાર માણસને ગુમાવ્યો હતો. અને એ કરતા પણ સૌથી મોટી વાત તો એ હતી કે અત્યારે પોતાને અંડરગ્રાઉન્ડ થઈ જવું પડ્યું હતું.

જગતાપનો ગુસ્સો કેમેય કરીને શાંત નહોતો થતો. અને ઉપરથી બોસનો પોન કોલ ઉપર ફોન કોલ આવી રહ્યા હતા. મનોમન એણે બોસને ઘણીબધી ગાળો ચોપડાવી અને ફોન ઉપાડ્યો. ફોન ઉઠાવતા જ બોસ વરસી પડ્યો.

‘એક વાત કાન ખોલીને સાંભળી લે જગતાપ કે હું જે કામ પાછળ રૂપિયા ખર્ચી શકું છું તો એ રૂપિયા મને વસુલ કરતા પણ આવડે છે. તારી એક નાનકડી ભૂલ અત્યારે આપણને બધાને ભારે પડી રહી છે. જા પેલા હરામી ચાવડા આ કેસમાં સી.બી.આઈની મદદ માંગશે તો આપણા બધાની હાલત ખરાબ થઈ જશે. એ તું બરાબર સમજી લે અને મારો ફોન નહીં ઉપાડીને તું બીજી એક ભયંકર ભૂલ કરી રહ્યો છે એપણ સમજી લે.. મને જવાબ જાઈએ. સમજ્યો ? તું અત્યારે જ જ્યાં હોય ત્યાંથી બહાર નીકળીને મારી ઓફિસે આવી જા. હું આ સમયે જ તને રૂબરૂ મળવા માંગું છું.’ અને જગતાપ સામે કંઈ બોલે એ પહેલા તો બોસે ફોન કાપી નાંખ્યો. હવે, જગતાપને ઓફિસે પહોંચવા સિવાય છૂટકો જ નહોતો.

અડધા કલાક બાદ જગતાપ બોસની ઓફિસમાં હતો. અને એજ કાચની કેબિન... ઓફિસમાં એ બોસની સામે બેઠો હતો. અત્યાર સુધી માત્ર ફોન ઉપર જ વાત થઈ હતી એ બોસ અત્યારે એની સામે પ્રત્યક્ષ હતો. જગતાપે બોસ વિશે જે મનમાં કલ્પના કરી હતી એનાથી તો ક્યાંય વધારે વૈભવશાળી અને ખતરનાક વ્યક્તિત્વનો માલિક હતો. એ પૂરા છફૂટની હાઈટ, પહોળા અને મજબૂત ખભા, એથ્લેટ્‌સને પણ શરમાવે એવું ૬૧ કસાયેલું શરીર, મિલિટરી કટ વાળ અને આંખોમાં જાઈને જ થથરી જવાય એવી ક્રૂરતા એ મિલિટરી બિઝનેસમેન કમ ઓફિસર વધુ લાગતો હતો. એની પર્સનાલિટી સામે જગતાપ પોતે લઘુતાગ્રંથિ અનુભવવા લાગ્યો હતો.

‘જગતાપ,’ બોસનો અવાજ આખી કેબિનમાં ગુંજી ઊઠ્યો. ‘હું તને બરાબર ઓળખું છું. તારા જન્મથી માંડીને આજ સુધીની તારી તમામ જિંદગીનો હિસાબ છે મારી પાસે. આજે હું તારી સામે આવ્યો એનું કારણ એક જ છે કે હવે મને એવું લાગે છે કે તારો અમારી સાથે કાયમી રીતે જાડાઈ જવાનો સમય પાકી ગયો છે. તારામાં એક પ્લસ પોઈન્ટ એ છે કે તું તારા કામમાં ઇમાનદાર છે. તે આજ સુધી જે કામ કર્યા એમાં તે સફળતા જ મેળવી છે. મેં તને આ છોકરાનું કામ પણ એટલે જ સોંપ્યું હતું. મને એમ હતું કે આ મામૂલી કામ તું ચપટી વગાડતાં કરી નાખીશ પરંતુ એવું ન થયું. તું તારા કામમાં ગફલત કરી ગયો.’

‘પરંતુ એમાં મારી કોઈ ભૂલ નથી. મેં બરાબર નિશાન ઉપર ગોળી છોડી હતી. અને હું નિશાન ચૂક્યો પણ નહોતો, હવે એ છોકરાનું નસીબ જ બળવાન સાબિત થયું એમાં હું શું કરું ?’ જગતાપને પોતાને પણ ખબર હતી કે આ ફક્ત એનો લૂલો બચાવ જ હતો.

જગતાપ આ આખું સામ્રાજ્ય મેં કંઈ રમતા રમતા નથી ઊભું કર્યું. એટલે તું મને સમજાવવાની કોશિશ નહીં કર. તારી ભૂલ એમાં હતી જ એ તું પણ જાણે છે. તું એ છોકરાને બે ત્રણ ગોળી એક સાથે મારી શક્યો હોત. પરંતુ તેં એમ ન કર્યું. એ તારી પહેલી ભૂલ, બીજી ભૂલ તે એ કરી કે એ છોકરાને તે છ છ મહિના સુધી જીવતો રહેવા દીધો. અને ત્રીજી અને સૌથી મોટી ભૂલ પેલા તારા માણસ બાબુએ કરી. એ તો કંઈ ઉકાળી ન શક્યો પરંતુ મરતા એ મરી ગયો અને પોલીસને આપણી પાછળ છોડતો ગયો. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તને હું વધુ એક ચાન્સ આપવા માગું છું. અને એના બદલામાં તે કલ્પના પણ ન કરી હોય એટલી રકમ તને આપીશ. એના માટે મારી શરત એટલી જ કે હવેથી તારું દિમાગ બિલકુલ ચલાવવાનું નથી. જેટલું હું કહું એટલું જ કરવાનું. મારે માત્ર અને માત્ર તારી તાકાત જાઈએ છે બાકીનું હું ફોડી લઈશ. બોલ ૬૨ છે મંજૂર...?’

‘જા દલ્લો મોટો મળતો હોય તો આ જગતાપ બધુંજ કરવા તૈયાર છે. હુકમ કરો શું કરવાનું છે?’ જગતાપના કાન મોટી રકમની વાત સાંભળી સરવા થયા.

‘એ બધું હું તને પછી સમજાવીશ. એ પહેલાં તું દસ એવા વ્યક્તિઓને એકઠા કર કે જેની ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય.’

‘બોસ તમે કહો તો એવા માણસોની આખી ફોજ તૈયાર કરી દઉં.’

‘તો પછી અત્યારથી જ મંડી પડ. એવા માણસો જાઈએ કે જે એક જ ઇશારો કરતાં ગમે તેને સાફ કરી નાખે. અને સાથે સાથે થોડી મહેનત પણ કરી શકે. સમજી ગયો ને મારી વાત ?’

સમજી ગયો. પરંતુ સામે મારી પણ એક વાત તમારે માનવી પડશે.’

‘બોલ.’

‘હું પોલીસના હાથમાં પડવા માંગતો નથી. તમારે કંઈક એવું કરવું પડશે કે પોલીસખાતું આ તપાસમાંથી હાથ ખેંચી લે... અને બીજું કે તમે મને ચોખવટ કરો કે મને કેટલી રકમ મળશે?’

‘આ કામ પૂરું થશે એટલે તારી પાસે એટલી બધી રકમ હશે કે તું અને તારા સાથીઓ સાત જન્મો સુધી એશ કરશો તો પણ રૂપિયા નહીં ખૂટે. રહી પોલીસ ખાતાની વાત. તો એનું ટેન્શન તું અત્યારથી જ તારા દિમાગમાંથી કાઢી નાંખ. મારે ઉપર સુધી બધી વાત થઈ ગઈ છે. એટલે થોડા સમયમાં જ એ કેસનું ફીડલું વળી ગયું સમજ.’

‘તો પછી ઠીક છે. હું અત્યારથી જ કામમાં લાગી જાઉં છું. પરંતુ પેલા છોકરાનું શું ?

‘એ બધું હું ફોડી લઈશ. તું જા અને કામે વળગ. આઠ દિવસ આપું છું. તને તૈયારી કરવા માટે.

જગતાપ ઉભો થયો અને નીચે ઉતરીને પાર્કિંગમાં આવ્યો તેનું મગજ ઝડપથી વિચારી રહ્યું હતું એને એટલો તો અંદાજ આવી જ ગયો હતો કે બોસે જે પ્રમાણે વાત કરી એ કામ સામાન્ય તો નહીં જ હોય. એ પહેલીવાર બોસને મળ્યો હતો. જગતાપને સમજમાં આવી ગયું કે બોસને અત્યારે એની જરૂર છે એટલે સામે ચાલીને જ એને આ ૬૩ કામમાં સામેલ કર્યો હતો. જગતાપે પોતે જ પોતાની જાતને શાબાશી આપી અને પોતાની મૂર્ખામીને બિરદાવી કારણ કે જા એણે એ વખતે રાજેશ ઉપર એકને બદલે બે ત્રણ ફાયરિંગ કર્યા હોત તો રાજેશના ક્યારના રામ રમી ગયા હોત અને આ વાત ત્યાંજ પૂરી થઈ જાત. પરંતુ રાજેશ જીવતો બચી ગયો હતો. ભલેને એ કોમામાં હોય તો પણ અત્યારે એની બેહોશીના કારણે જ એને એક મોટું કામ કરવાનું હતું. હવે એણે પોતાની ગેંગમાંથી દસ એવા માણસો શોધવાના હતા કે જે ચૂપચાપ મોં બંધ રાખીને એના તમામ હુકમોનું પાલન કરે એ જરૂર પડ્યે કોઈનું પણ ઢીમ ઢાળી દે.

***

ઘડિયાળનો નાનો કાંટો બે ઉપર આવીને અટકી ગયો. ચારેકોર રાતની નીરવ શાંતિ પથરાયેલી હતી. બધા પોતપોતાના ઘરમાં ઢબુરાઈને સૂઈ ગયા હતા. અમારી સોસાયટીનો ચોકીદાર પોતાની હાજરીની જાણ કરતો વારેવારે એના હાથમાંનો ડંડો પછાડી રહ્યો હતો. મારી આંખોમાં નીંદર નહોતી. હું વિચારોના ધમસાણમાં ગૂંચવાઈ રહ્યો હતો. ઊંઘવાની ઘણી કોશિશો કરી પરંતુ બધું વ્યર્થ.... એકના એક વિચારો મનમાં ઉદભવી રહ્યા હતા કે શા માટે ભગવાને મને આ બધી ઘટનાઓમાં સામેલ કર્યો હતો. જે ઘટનાઓ બની રહી હતી એની સાથે મારે કોઈ જ લેવાદેવા નહોતી છતાં અત્યારે હું જે પરિસ્થિતિમાં હતો એનાથી હું ભાગી શકું એમ નહોતો. મને અત્યાર સુધીમાં જે ઘટનાઓ ઘટી ચૂકી હતી એ તમામ એક પછી એક કોઈ ફિલ્મની જેમ દેખાઈ રહી હતી. બધું જ કોઈ જબરજસ્ત ભેદભરમ જેવું લાગતું હતું. જાણેકે હું કોઈ રહસ્યમય નવલકથા વાંચી રહ્યો હતો. છેલ્લે છેલ્લે પૂજાએ મને જે કહ્યું હતું એના કારણે તો આ રહસ્ય વધું ઘેરુંબની ગયું હતું. આ બધી વાતો યાદ કરીને મારો જીવ ગભરાવા લાગ્યો હતો. અને મેં જબરજસ્તીથી આંખો મીંચીને સુવાની કોશિશ કરી. પરંતુ એમ કંઈ આંખો બંધ કરવાથી મનની ગતિ થોડી શાંત પડવાની હતી ? હું જેમ જેમ આ બધા વિચારોને મારાથી દૂર ભગાવવાની કોશિશ કરતો હતો એમ એમ એ બમણા વેગથી ૬૪ મારા મન ઉપર છવાઈ રહ્યા હતા. એક વખત તો મન મક્કમ કરીને નિર્ણય લઈ લીધો કે હવે આજ પછી મારે આ ઘટનાઓ વિશે બિલકુલ વિચારવું જ નથી. અને કાલ સવારથી જ બધું ભૂલી જઈને નવેસરથી જિંદગી શરૂ કરવી છે. પરંતુ હું આ કરી શકીશ. સૌથી વધુ ખેંચાણ તો પૂજાનું હતું. જે મારા તમામ નિર્ણયોને એના તરફ ખેંચી રહી હતી. પૂજાના ગભરાયેલા ખૂબસૂરત ચહેરો મારા જહેનમાંથી હટતો નહોતો. અને મને એવું લાગી રહ્યું હતું કે એ મને કહી રહી હોય કે પ્લીઝ અમીત... હેલ્પ મી... અને સડક દઈને હું પથારીમાં બેઠો થઈ ગયો.

આજુબાજુની જબરજસ્ત નીરવ શાંતિ મને ખાવા ધસી રહી હતી. ઘરના બધાજ સભ્યો સૂતા હતા. છતાં એવું લાગવા લાગ્યું કે જાણે મારા સિવાય પણ ઘરમાં ઘણા બધાં લોકો જાગી રહ્યા છે. રાતના સૂનકારમાં ઘણા બધા અવાજા પડઘાઈ રહ્યા હોય એવો ભાસ થતો હતો. મારા ચરહેરા ઉપર પસીનાની બૂંદો ચમકવા લાગી. અને એક અજાણ્યો ડર મને વીંટળાઈ વળ્યો. જેના કારણે મારું હૃદય જારજારથી ધબકી રહ્યું હતું. આ સ્થિતિ મારા માટે અસહ્ય હતી. અને આપોઆપ મારાથી હાથ જાડાઈ ગયા અને મનોમન હું મારા ઇષ્ટદેવને યાદ કરવા લાગ્યો કે હે પ્રભુ, તું મને ઉગારી લેજે. હું તારા શરણે આવ્યો છું. તું જ મને કોઈક રસ્તો દેખાડ કે જેથી હું આ ભયંકર યાતનામાંથી બહાર નીકળી શકું. તું તો સર્વશક્તિશાળી છે અને બધું જ જાણે છે કે શું થઇ રહ્યું છે. અને આગળ શું થવાનું છે.... તો હે મારા આરાધ્યદેવ, તું જ કોઈ માર્ગ બતાવ કે હું શું કરું ?’ મારી બંધ આંખોમા ઝળઝળિયા આવી ગયા. અને તન મનથી હું અત્યારે મારા ઇષ્ટદેવના આરાધ્યમાં ડૂબી ગયો હતો. ઘણીવાર સુધી હું એમજ ભાવ વિભોર સ્થિતિમાં એમ જ બેસી રહ્યો. ધીરે ધીરે મારા મનમાં શાંતિ છવાવા લાગી. અને હું એક શૂન્યાવકાશમાં સરી પડ્યો. હું ક્યારે પથારીમાં લાંબો થઈને સૂઈ ગયો એ જ ખ્યાલ ન રહ્યો. હું ગાઢ નિંદ્રામાં સરી પડ્યો અને ઘસઘસાટ ઊંઘી ગયો.

અને... અચાનક મને એક સ્વપ્ન દેખાવા લાગ્યું. એ જ સ્વપ્ન કે જે મને દર મહિનાની પહેલી તારીખે અચૂક આવતું જ... એ જ ભયંકર પાણીની ઊંચી દિવાલ ધસમસતી મારી તરફ આવવા લાગી અને હું ગભરાઈ ગયો... પરંતુ આ શું ? એ પાણીમાં મને ૬૫ રાજેશ અને પૂજા દેખાઈ રહ્યા હતા. એમના ચહેરા ભયાનક પીડાને કારણે પીળા પડી ગયા હતા. અને મને એવું લાગ્યું કે જાણે મને કરગરીને હાથ જાડીને કહી રહ્યા હતા કે ‘પ્લીઝ .. અમીત... અમારી મદદ કરો. અમને બચાવી લો....’ અને જાત જાતામાં તો મારી નજરોની સામે જ એ લોકો એ પાણીમાં અલોપ થઈ ગયા અને ધીરે ધીરે એ પાણીની દિવાલ સ્થિર થઈને એક મોટા સરોવરમાં ફેરવાઈ ગઈ. હું એ સરોવરના કિનારે ઊભો હતો... એ સરોવરનું પાણી શાંત થઈ ગયું હતું. મેં ત્યાં સરોવરના કિનારે ઊભા ઊભા આજુબાજુ દૃષ્ટિ ઘુમાવી અને જે મને દેખાયું એ જાઈને મારા રૂંવાડા થથરી ગયા. એ સરોવરની આજુબાજુની તમામ જગ્યા વેરાન વગડામાં ફેરવાઈ ગઈ હતી. પશુ પંખી તો શું ત્યાં નાના અમથા દેખાતા એ વિસ્તારોમાં હું ઊભો હતો. જાણે કોઈએ શ્રાપ દઈને આખો વિસ્તાર ઊજાડી નાખ્યો હોય એવું એ દૃશ્ય હતું. અચાનક એ વિસ્તારમાં ચારેબાજુથી ‘મારો- કાપો.’ અને ‘બચાવો’ ના અને શસ્ત્રના આપસમાં ટકરાવાના અવાજો આવવા લાગ્યા. .. જાણે કે કોઈ ભયંકર યુદ્ધ ખેલાઈ રહ્યું હોય... એ અવાજા ધીરે ધીરે એટલા તીવ્ર થતા જતા હતા કે મને એવું લાગવા માંડ્યું કે હમણાં જ મારા કાનના પડદા ફાટી પડશે. અને મારું હૃદય બેસી જશે. અચાનક ફરી પાછું બધું બદલાવા લાગ્યું અને એ વગડાની વચ્ચે પૂજા અને રાજેશ ક્યાંયથી પ્રગટ થયા... એ બંને મારી પાસે આવ્યા અને મારો એક એક હાથ પકડીને ચૂપચાપ મને ક્યાંય લઈ જવા લાગ્યા. હું સ્થિતપ્રજ્ઞની સ્થિતિમાં સંમતિ સાથે ખેંચાતો ગયો અને ધીરે ધીરે અમે ત્રણેય હવામાં ઓગળી ગયા.

અને ટનનનન.... ના અવાજ સાથે મારી આંખો ખૂલી ગઈ. મમ્મીએ સવારના છ વાગ્યાનું એલાર્મ મૂક્યું હતું જે વાગી રહ્યું હતું. મેં સવાર સવારમાં ભયાનક સ્વપ્ન જાયું હતું. અને એ પૂરેપૂરું મને યાદ હતું. એ સ્વપ્નાએ મારો નિર્ણય બદલી નાંખ્યો હતો. મારા મનમાં મક્કમતાથી એક વિચાર આકાર લઈ રહ્યો હતો કે હવે ગમે તે થાય, ભયંકરમાં ભયંકર તકલીફ આવે, ભલે આંધી તોફાનનો સામનો કરવો પડે પરંતુ હવે હું આ રહસ્યનો તાગ મેળવીને જ જંપીશ. પૂજા અને રાજેશનો સાથ હું ક્યારેય નહીં છોડું. આ સ્વપ્ન દ્વારા ભગવાને મને રાહ બતાવી હતી અને જ્યારે મારા ઈષ્ટદેવ મારી ૬૬ સાથે હોય તો પછી મારે કોઈનાથી પણ ગભરાવાની જરૂર નહોતી. હું એક અનોખા આત્મવિશ્વાસ સાથે પથારીમાંથી ઊઠ્યો.

હું ઘણો વહેલો ઊઠ્યો હતો. હાથમાં બ્રશ લઈને ગઈકાલે પૂજા સાથે ગાળેલી સાંજને યાદ કરી રહ્યો. લગભગ નવ વાગ્યે અમે છૂટા પડ્યા હતા. એ ત્રણ કલાક મારી જિંદગીનો સૌથી ખૂબસુરત સમય હતો. પહેલીવાર જાઈને જ જેની ચાહતમાં હું પડી ગયો હતો એ હસીન ખૂબસુરત છોકરી પૂજા સાથેનું એ મારું આકસ્મિક મિલન મારા મનને તરબતર કરી ગયું હતું. એની એક એક અદાને હું મનમાં મમળાવી રહ્યો હતો. અને અત્યારે તો સ્થિતિ એવી થઈ ચૂકી હતી કે એનું સ્મરણ માત્ર મને કોઈ સ્વપ્ન સૃષ્ટિમાં પહોંચાડી દેતું હતું

એણે રાજેશની ડાયરી મને આપી હતી. આમ તો જ્યારે એણે સિક્કિમનું નામ લીધું ત્યારે જ મને અપાર આશ્ચર્ય થયું હતું. પરંતુ એ વખતે મેં વધુ કંઈ કહ્યું નહોતું. મોટેભાગે લોકો સિક્કિમ ફરવા ઓછા જતા જ્યારે રાજેશ તો પૂરું એક અઠવાડિયું ત્યાં રોકાયો હતો. એ ક્યાં ક્યાં ગયો હતો અને ક્યા સ્થળોની મુલાકાત લીધી હતી એની પૂરી માહિતી એણે ડાયરીમાં લખી નહોતી. વધુ તો હું ત્યારે ગુંચવાયો જ્યારે મેં રાજેશની ડાયરી વાંચી. એની સિક્કિમ ટૂરનું વર્ણન અડધા કરતા પણ ઓછા પાનમાં લખ્યું હતું. અને એ લખાણ પણ એટલું અસ્પષ્ટ અને ન સમજાય એવું હતું. કે એ વાંચીને એમ જ લાગે કે જાણે બધું કોડવર્ડની ભાષામાં લખેલું છે. મને તો એમાંથી કંઈ જ ના સમજાયું. પૂજા જેવી જ હાલત મારી થઈ. એ પણ સમજી નહોતી શકી કે એના ભાઈએ શું લખ્યું છે.

જા એ લખાણનો મતલબ સમજાય તો ઘણા બધા પ્રશ્નોના જવાબ મળે એમ હતું. પરંતુ સમજાય તો ને... અમે ઘણી મહેનત કરી, ઘણા બધા અર્થો વિચારી જાયા. પરંતુ એનું પરિણામ શૂન્ય હતું. એક બે શબ્દોનું અર્થ ઘટન અમે અમારી રીતે કર્યું પરંતુ એના વિશે અમે ચોક્કસ તો નહોતા જ... આખરે રાત્રે મોડું થવા લાગ્યું એટલે અમે ઊભા થયા હતા. એ ડાયરીમાના લખાણની એક કોપી કરીને મેં મારી પાસે રાખી હતી કે જેથી હું એના વિશે વિચારી શકું.

***

૧૮, ૭૯૮ રવિ- સમાચાર- વિશ્વ- ઉપૂસી - પાંગુસ- નો રીટર્ન- કેન્સર સિંગલ - દાર્જીગંગ - શ્રી નિકેતન- થેંબો- તિબેટન શોધ- હિસ્ટરી ઓફ સિક્કિમ- ૭૮ - ખુરશીદલાચુંગ - નો રીટર્ન - અમોમુખી - ઝાયબન - મંદિર - મુદ્રા - મૃત્યુ - ખતરો - રીટર્ન -

ફરી ફરીને વારેવારે હું આ શબ્દો વાંચી રહ્યો હતો. છેલ્લા બે દિવસની અંદર હજારવાર મેં આ શબ્દો વાંચ્યા હતા. હવ ેતો એ મને યાદ રહી ગયા હતા. એટલે પેલી કાગળની ચબરખી પણ કાઢવાની જરૂર નહોતી પડી કે જેમાં આ શબ્દો મેં લખ્યા હતા. આ એ જ શબ્દો છે કે જે રાજેશની ડાયરીના આખરી પાના ઉપર લખેલા હતા. અને આ જ એની છેલ્લી સફરનો આખો વૃતાંત હતો. .. મને રાજેશ ઉપર ગુસ્સો એ વાતનો આવતો હતો કે એણેપોતાની બધી સફરનું વર્ણન આ રીતે જ લખ્યું હતું બધું જ ઢંગધડા વગરનું. કોઈને પહેલીવાર કાંઈ ન સમજાય એવું. હા.. એક વાત મેં પૂજાની વાતો પરથી તારવી લીધી હતી કે એ બધું સિસ્ટેમેટિક લખતો, મતલબ કે એક ટોપિક પછી બીજા ટોપિક એવી રીતે. બધા જ મુદ્દાને એક પછી એક સાથે જાડો તો આખી સફરનું વર્ણન થઈ જાય એ રીતે. પૂજાએ મને કહ્યું હતું કે, જ્યારે રાજેશ ટૂર પર જઈને પાછો ફરતો ત્યારે એ પૂજાને દરેક ટોપિક વિશે વિગતવાર વર્ણન કરીને સંભળાવતો હતો. પરંતુ અત્યારે તો અને આ શબ્દોના અર્થ સમજાવનાર કોઈ જ નહોતું હું અને પૂજા સાવ હેલ્પલેસ એની ડાયરીની સામે જાઈને મૂંઝવણ અનુભવત બેસી રહ્યા હતા. અને અત્યારે પણ મારી હાલત એવી જ હતી. એક એક શબ્દોના ઘણાબધા અર્થો કાઢીને હું એ સમજવાની કોશિશ કરી રહ્યો હતો છતાં એમાંથી કંઈ જ મને આઈડિયા મળતો નહોતો.

પહેલા શબ્દ ‘૧૮’નો મતલબ તો પૂજાએ જ મને કહ્યો હતો કે ‘૧૮’ એટલે રાજેશની આ અઢારમી સફર. આની પહેલા એ સત્તર વખત અલગ અલગ જગ્યાએ સફર પર જઈ ચૂક્યો હતો. એણે એની દરેક સફરને નંબર આપી રાખ્યા હતા. દરેક સફરની શરૂઆતમાં એણે સૌથી પહેલા ડાબી સાઈડ બીજા બધા મુદ્દાની શરૂઆત કરતા પહેલા આ નંબર લખી રાખ્યા હતા. અને એ ઉપરથી અમારા માટે અનુમાન લગાવવું સરળ થઈ ગયું હતું.

પૂજાની બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી હતી કેરાજેશ ક્યારેય આડું અવળું લખતો નહીં. એના દરેક પોઈન્ટ એકબીજા સાથે સંકળાયેલા રહેતા. મતલબ કે ક્રમવાર એકપછી એક ઘટના જાણકારી પ્રમાણે એ નોંધ ટપકાવતો, મતલબ કે એ સફરમાં જેમ જેમ આગળ વધતો જાય એમ એમ એની નોંધ ક્રમબદ્ધ રીતે ડાયરીમાં લખતો કે જેથી એક સંગતતા જળવાઈ રહે.

‘૭૯૮ રવિ’ એ એનો બીજા શબ્દ હતો. જા આ શબ્દનો મતલબ ખ્યાલ આવી જાય તો એના પછીના શબ્દનો ઉકેલ મળવો સરળ થઈ જાય. મેં આ વિશે ઘણું વિચાર્યું કે ‘૭૯૮ રવિ’ એટલે શું હોઈ શકે ? પહેલા ત્રણ શબ્દો આંકડામાં હતા એટલે એ કોઈ નંબર અથવા તો કોઈ સંજ્ઞા હોઈ શકે. એ પછી રવીનો મતલબ તો સૂર્ય થાય અથવા તો કોઈ વ્યક્તિનું નામ હોઈ શકે. એ બધાના બીજા પણ વિકલ્પો વિચારી જાયા. ‘૭૯૮ રવિ’ ભેગા શબ્દનો પણ વિચાર કરી જાયો. બની શકે કે ‘૭૯૮ નંબરના મકાનમાં કોઈ રવિ નામનો વ્યક્તિ રહેતો હોય. પરંતુ એનો પણ મેળ નહોતો બેસતો. રાજેશે સફર નં. ૧૮ની શરૂઆત જ ‘૭૯૮ રવિ’થી કરી હતી અને એનો મતલબ તો એ થાયકે આ ‘૭૯૮ રવિ’ શબ્દ જ સૌથી મહત્વનો હતો. શરૂઆતના શબ્દની જા કોઈ કડી મળી જાય તો પછી બાકીના તમામ શબ્દોના મણકા એની સાથે જ જાડાયેલા હતા અને એસમજવા સરળ બની જાય. હું ફરીવાર આખો ફકરો સાથે વાંચી ગયો. છેવટે કંટાળ્યો, વિચારી વિચારીને દિમાગનું દહીં થઈ ગયું હતું અને હવે તો એ પણ વિચારવા તૈયાર નહોતું. એકના એક શબ્દો હથોડાની જેમ મગજમાં ઠોકાયા હતા. જેના કારણે મારું મગજ બહેર મા રવા લાગ્યું હતું. ખરું ગણો તો અત્યારે આ સમયે મારી દુનિયા જ આ શબ્દોની આસપાસ ઘુમરાઈ રહી હતી. મને બીજું કંઈ સૂઝતું જ નહોતું. દુકાનમાં કામ કરતાં કરતાં ઘણીવાર આ જ શબ્દો મારા મોંમાતી આપોઆપ સરી પડતા હતા. દુકાનના કામમાં હું બેધ્યાન બનતો જતો હતો. આજે શનિવાર હતો અને આવતીકાલે રવિવારની રજા આવતી હોવા છતાં હું વહેલો રજા લઈને ઘરે જવા નીકળી ગયો.

***

કેમ, દિકરા, આજે વહેલો જાગી ગયો ?’ ગઈકાલની જેમ આજે પણ હું વહેલો ઊઠ્યો હતો. એટલે મમ્મીને આશ્ચર્ય થવું સ્વાભાવિક જ હતું.‘કાલે સવારેય તું પાંચ વાગ્યામાં જાગી ગયો હતો. બરાબર ઊંઘ નથી આવતી કે શું ?’ દરરોજ મમ્મી મને જગાડી જગાડીને થાકી જાય ત્યારે હું ઊઠતો .. અને બે દિવસથી હું વહેલા જાગ્યો એટલે બધાને નવાઈ લાગી હતી. હવે હું મમ્મીને કેમ કરીને સમજાવું કે મને તો રાત્રે પણ બરાબર ઊંઘ નથી આવતી. એટલે જ સવારે વહેલા ઉઠાઈ જવાય છે, છતાં મેં મારો બચાવ કર્યો. ...

અરે.. સાત તો વાગ્યા છે. આને વહેલું થોડું કહેવાય ? મેં પથારીમાંથી બહાર નીકળતાં કહ્યું.

‘કેમ... આજે રજા નથી.?’

‘રજા...? શેની રજા....? મને કંઈ યાદન આવ્યું કે આજે રજા શું કામ હોઈ શકે?’ અને પછી અચાનક મને ખ્યાલ આવ્યો એટલે હસી પડ્યો.

‘હું તો ભૂલી જ ગયો હતો કે આજે રવિવાર છે.’

‘હા... હમણા બે ત્રણ દિવસથી તું સાવ બદલાઈ ગયો હોય એવું મને લાગે છે.’ મને હસતો જાઈને મમ્મીએ પણ હસીને મને કહ્યું હું મારા રૂમની બહાર નીકળ્યો. પેપરવાળો પેપર નાખી ગયો હતો એટલે હું નિરાંતે પેપર હાથમાં લઈને વાંચવા બેઠો. અને આમ પણ આજે રવિવારની રજા હતી એટલે મને થોડી વધુ નિરાંત થઈ.

‘અમીત...’ મમ્મીએ રસોડામાંથી સાદ પાડ્યો. આજે રવિવાર છે તો સાંજે તું મને મંદિરે લઈ જઈશ.? મમ્મીએ મને પૂછ્યું.

‘હા.. લઈ જઈશ.આમ પણ આજે રવિવાર છે એટલે તારા બધા કામનું લિસ્ટ બનાવીને તૈયાર જ હશે એટલે તું મને પૂછીશ નહીં તો પણ હું તૈયાર જ છું. મને ખબર હતી કે આખા અઠવાડિયા દરમિયાન જે કામો એનાથી ના થયા હોય એ રવિવારે મારે કરવાના આવતા. ક્યારેક ક્યારેક તો રવિવારે મને બહુ જ કંટાળો આવતો.

‘હે ભગવાન,... આ રવિવાર... હું મનોમન વિચારતો ગુજરાત સમાચાર હાથમાં લઈને વાંચવા લાગ્યો અને પછી... પછી.. મને અચાનક ઝાટકો લાગ્યો.

‘હેં... આજે રવિવાર...’ મતલબ કે રવિવાર... રવિ... અને ગુજરાત સમાચાર.... એટલે કે... એટલે કે... વાહ વાહ... હું ઝૂમી ઊઠ્યો. મારા રૂંવે રૂંવે આનંદ વ્યાપી ગયો. અને મને નાચવાનું મન થવા લાગ્યું. અચાનક સાવ ઓચિંતા જ વાત એવી બની ગઈ કે હું મારી ખુશીને કંટ્રોલ નહોતો કરી શકતો. આનંદના અતિરેકમાં હું ફોન તરફ દોડ્યો. મારી ઇચ્છા પૂજાને ફોન કરીને આ વાત જણાવવાની હતી એટલે ફોનનું રિસીવર હાથમાં ઉપાડી મેં પૂજાનો નંબર ડાયલ કર્યો અને પછી કંઈક વિચારીને મેં ફોન કટ કરી નાંખ્યો. વહેલી સવારમાં એને ફોન કરવાનું મને ઉચિત ન લાગ્યું. હું ફટાફટ તૈયાર થવા બાથરૂમમાં ઘૂસી ગયો.

જેકપોટ લાગ્યો હતો મને.... નહાતા નહાતા પણ મારા પગ થિરકી રહ્યા હતા. અને ખુશીનો માર્યો હું નાચી રહ્યો હતો. તૈયાર થઈને હું ઘરની બહાર નીકળ્યો ત્યારે હજુ નવ જ વાગ્યા હતા. એવું લાગતું હતું કે આજે સમય ખૂબજ ધીમો થઈ ગયો હતો. કેમેય કરીને મેં દસ વગાડ્યા. અને પછી પૂજાને ફોન કર્યો.

‘હેલો...’ પૂજાએ ફોન ઉપાડી કહ્યું. એનો સુરીલો અવાજ મને વધુ સુરીલો લાગ્યો.

‘અમીત...‘એના સેલમાં મારો નંબર સેવ કરેલો હતો એટલે એ તરત મને ઓળખી ગઈ.

પૂજા... એક ખુશખબર છે‘

‘શું ... ?’

આજે શું વાર છે....?’

‘આજે ... રવિવાર.. છે. કેમ...? કંઈ નવીન છે આજે...’

‘પહેલા મારી વાત સાંભળ... તારા ઘરે ન્યૂઝ પેપર ક્યું આવે છે... ? મને મજા આવતી હતી.

‘એક પણ નહીં. કારણ કે અમે મંગાવતા જ નથી. પરંતુ તમે કેમ પૂછો છો? કોઈ ખાસ વાત છે? આમ પહેલી ન પૂછો. અને પ્લીઝ મને કહો કે શું વાત છે કે તમારા અવાજમાં આટલી ખુશી છલકાય છે. ...’

‘અમારા ઘરે સમાચાર આવે છે. ગુજરાત સમાચાર.’ મેં પૂજાની વાત સાંભળી ન સાંભળી કરતા કહ્યું.

‘હા તો... આજે એમાં કોઈ ખાસ સમાચારા આવ્યા છે? પ્લીઝ અમીત... મને સમજાય એવી વાત કરો. તમારી વાતમાં હું કંઈ સમજતી નથી.’

અરે પૂજાજી.. કંઈક તો સમજા... થોડુંક વિચારો.. આજે વાર છે રવિ. અને મારા ઘરે ન્યૂઝ પેપર આવે છે ગુજરાત સમાચાર. તો હવે તમે રાજેશની ડાયરીના શબ્દો યાદ કરો એમાં આ જ બે શબ્દો લખેલા છે. ‘રવિ’ સમાચાર’ હવે મારા બીજા એક પ્રશ્નનો જવાબ આપો કે રાજેશ એની છેલ્લી સફર પહેલેથી જ પ્લાન કરી હતી કે પછી એનો પ્રોગ્રામ અચાનક જ ગોઠવાયો હતો....?

‘પહેલેથી એ ક્યારેય પ્લાન બનાવતો નહી. અને આ વખતે તો એણે બે ત્રણ દિવસની અંદર જ બધું ગોઠવ્યું હતું. એની આ ઉતાવળને કારણે જ એના મિત્રો એની સાથે જઈ શક્યા નહોતા.’

‘બસ તો પછી તાળો મળી ગયો. રાજેશ રવિવારના ગુજરાત સમાચારમાં કંઈક એવું વાચ્યું હશે જેના કારણે એણે સિક્કિમ જવાનો પ્રોગ્રામ ઘડી નાખ્યો અને સિક્કિમ ગયો પણ ખરો. મારું અનુમાન તો એમ કહે છે કે ત્યાં જરૂર એવું કંઈક હશે કે જેના કારણે એના મિત્રોએ પ્રોગ્રામ કેન્સલ કર્યો છતાં એ એકલો ત્યાં ગયો.’

‘અને પેલા ‘૭૯૮’ એ આંકડાનું શું ?’

એનું અનુમાન પણ મેં લગાવ્યું છે. તું એક કામ કર, ત્યાં તારી આજુબાજુમાં કેલેન્ડર હોય તો હમણાંજ બધું કન્ફર્મ થઈ જસે. જરા ચેક કર કેલેન્ડરમાં તારીખ ૭-૯- ૦૮ને રવિવાર આવે છે કે નહીં ? મારો ઉત્સાહ વધતો જતો હતો. જે સમસ્યાને કારણે મારી રાતોની નીંદર હરામ થઈ ગઈ હતી. એ સમસ્યાનો ઉકેલ હાથવેંતમાંજ હતો જા મારું અનુમાન સાચું હોય તો એ દિવસે તારીખ ૭-૯-૦૮ અને રવિવાર જ હોવો જાઈએ.

એક મિનિટ.. એક મિનિટ.... હું હમણાં જ જાઈને કહું છું.... પ્લીઝ હોલ્ડ અને પૂજાના અવાજમાં પણ ખુશી ભળી ચૂકી હતી. એણે ફોન સાઈડમાં મૂક્યો અને દિવાલ પર લટકતા કેલેન્ડર તરફ દોટ મૂકી. યુ આરરાઈટ અમીત.’ તા. ૭-૯-૦૮ને રવિવાર ૭૨ જ હતો. ‘ઓહ માય ગોડ અમીત...’ યુ આર રિયલી અ જિનીયસ પરસન.’ પૂજા ખુશીની મારી ઊછળી રહી હતી. એને તો વિશ્વાસ જ નહોતો આવતો એનો મતલબ આપણે ભઈની ડાયરીના આગળના એ બે શબ્દોનો ઉકેલ મેળવી લીધો છે એમ જ ને...’

‘હા... બિલકુલ એમજ ...’

‘હું તમને મળવા માગું છું.. બોલો ક્યાં મળીએ? પૂજા ખરેખર વિશ્વાસ નહોતી કરી શકી કે આટલી જલદી એ શબ્દોનો અર્થ મળી ગયો હતો. આ તરફ એવી જ હાલત મારી હતી. આજે સવારે અચાનક જ એ શબ્દોનો ઉકેલ મળી ગયો હતો. કલાક બાદ અમે કોફીકોર્નર પર હતા. પૂજા મારી પહેલા પહોંચી ગઈ હતી. કારણ કે જ્યારે હું પહોંચ્યો ત્યારે એ એની સ્કૂટીને સ્ટેન્ડ કરી એના ઉપર પગ પર પગ ચઢાવીને બેઠી હતી. મને જાઈને એ હસી પડી. એનો ચહેરો ચાડી ખાતો હતો કે એ બહુ જ ખુશ હતી. રવિવારનો દિવસ અને એમાંય સવારનો ટાઈમ હોવાથી અત્યારે ભીડ બિલકુલ નહોતી. હું ગાડી પાર્ક કરી પૂજાની સામે જાઈ રહ્યો. સાવ સાચું કહું તો હું પૂજાને જાઈને બધું જ ભૂલી જતો અને બસ એને જાયે જ રાખતો. આજે પૂજાએ સ્નો વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. વ્હાઈટ કલર એના રૂપને ખૂબ જ સૌમ્ય અને સુંદરતા બક્ષતો હતો. કુદરતની એ બેનમૂન કારીગરીને હું અપલક નજરે નિહાળી રહ્યો હતો. મને આ જ એક ડર લાગતો કે હું એના રૂપમાં ખોવાઈ જતો પછી બીજી કોઈ વસ્તુનું મને ધ્યાન રહેતું નહીં. એના ચહેરામાં એક અજબ શું ખેંચાણ હતું. જેને હું જાયા જ કરતો. એ હસતી ત્યારે એના જમણા ગાલમાં ખંજન પડતું. એ ખંજન અને એના મોતી જેવા સુંદર સફેદ એક પંક્તિમાં ગોઠવાયેલા દાંત એના હાસ્યને એકદમ મોહક બનાવતા હતા. આમ તો એની એક નાની અમથી મુસ્કાન પણ સામેવાળાને સંમોહિત કરવા પૂરતી હતી.

એઈ... આમ ટગર ટગર મારી સામે શું જુઓ છો? પૂજાએ હસીને મને ટપાર્યો. હું અપલક નજરે એને જાઈ રહ્યો હતો એટલે એ શરમાઈ ગઈ. ‘લાગે છે કે આ પહેલા ક્યારેય કોઈ છોકરી જાઈ જ નથી.

‘ઓહ... આઈ એમ સોરી..’ હું છોભીલો પડી ગયો. હવે મારે એને કેમ સમજાવવું ૭૩ કે છોકરીઓ તો ઘણી જાઈ.. પરંતુ આવી બેનમૂન કુદરતની કારીગરીને પહેલીવાર જાઈ રહ્યો છું. મેં એના ચહેરા ઉપરથી નજર હટાવી લીધી. ‘અંદર બેસીએ....?’ શ્યોર પરંતુ આ પહેલા ....’ પૂજાએ મારી સામે હાથ લંબાવ્યા. મેં કંઈક અસમંજસમાં એની સામે જાયું. હું સમજી ન શક્યો કે એ શું કરવા માંગે છે. મેં મારો હાથ એના લંબાયેલા મુલાયમ કોમળ હાથમાં મૂક્યો. એની હથેળીની નરમાશ હું મારા હાથમાં અનુભવી રહ્યો. ‘થેન્ક યુ...’

‘થેન્ક્ યુ શા માટે ?’ મને ન સમજાયું.

‘તમે મારી ખૂબ જ હેલ્પ કરો છો એના માટે હું તમને જેટલી વખત થેન્ક યુ કહું એ ઓછું પડશે. તમે હજી સુધી અમને સરખી રીતે ઓળખતા પણ નથી છતાં તમે મારી ઘણી મદદ કરી રહ્યા છો. અમારા કારણે તમને ઘણી તકલીફ પડતી હશે છતાં તમે અમારા માટે ઘણું કરો છો. મને યાદ છે કે જ્યારે મેં તમને પહેલીવાર ફોન કરીને અહીં મળવા બોલાવ્યા હતા ત્યારે હું નહોતી જાણતી કે શા માટે હું એક અજનબી વ્યક્તિને મળવા જઈ રહી છું. છતાં આપણે મળ્યા. અને મારા દિલથી એવી લાગણી થઈ કે હું તમારી સાથે મારી લાગણીઓ શેર કરું અને એમ જ મેં કર્યું. અત્યારે મને મારા એ ફેંસલા પર જરા પણ અફસોસ નથી થાતો, અરે, ઊલટાની મારી ખુશી બેવડાઈ ગઈ છે કે મને તમારા જેવા એક ખૂબ જ સારા વ્યક્તિની ઓળખાણ થઈ. વન્સ અગેઈન અમીત... થેન્ક યુ સો મચ. શું આપણે સારા મિત્રો બની શકીએ ?’ પૂજાની નજરો મારી નજરો સાથે ટકરાઈ. એની આંખોમાં એક સચ્ચાઈ મને દેખાઈ.

જુઓ.... હું તો ક્યારનો તમને મારા મિત્ર માની ચૂક્યો છું અને મિત્રતામાં નો પ્લીઝ... નો સોરી એન્ડ નો થેન્ક યુ... સાચી મિત્રતાને આ શબ્દોના સહારાની જરૂર હોતી જ નથી. મિત્રતા તો ભાવનાઓ અને એકબીજા પ્રત્યેના આદર અને ઋણાનુબંધનો સંબંધ છે. સારા મિત્રો મળવા એ પણ ભાગ્યની વાત છે. આમ પણ તમે જેવું અનુભવ્યું એવું જ મારા આત્માએ મને કહ્યું હતું. હું કોઈ જ ઓળખાણ વગર મારી સમસ્યાના ઉકેલ માટે તમારા ઘરે આવ્યો હતો, ત્યાં આવીને તમારા દુઃખ અને તકલીફો જાયા ત્યારે મને સમજાયું કે તમારી તકલીફ સામે મારી સમસ્યા તો સાવ તુચ્છ હતી. હું તો તમને ધન્યવાદ આપું છું કે આવી વિકટ અને વિષમ પરિસ્થિતિમાં પણ તમે સ્વસ્થતા જાળવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો.’

મેં કહ્યુ. હવે ચાલો... આપણે અંદર બેસીએ...’

અમે અંદર ગયા. અંદર વાતાવરણ ખુશનુમા હતું. હજી સવારની ભીનાશ અનુભવાતી હતી. અને મારા નસીબજાગે એ ભીનાશમાં તાજગી સમી પૂજા અત્યારે મારી સાથે હતી. અમે એ જ કોર્નર પર ગોઠવાયા જ્યાં અમે પહેલીવાર મળ્યા ત્યારે બેઠા હતા. કોફી કોર્નરની એક ખાસિયત હતી કે તમે અહીં તમારી મરજી મુજબ ગમે તેટલા લાંબા સમય સુધી બેસો તો કોઈ તકલીફ નહોતી અને એના કારણે જ અહીં કાયમ સારી એવી ભીડ રહેતી. આજે રવિવાર હતો. એટલે કાયમ જેટલી ભીડ તો નહોતી છતાં ઘણાં જુવાન છોકરા છોકરીઓ અમારી આસપાસ બેઠા હતા.

એમ સમજા ને કે કોફી કોર્નરનું વાતાવરણ કાયમી રોમેન્ટીક જ રહેતું. ઘણાં ખૂબસૂરત ચહેરા અને લાગણીશીલ દિલોના મિલન અહીં જ થતા હતા.

‘પૂજાજી.. તો આજે શું પીશો ?’

‘એઝ યુઝઅલ... સિમ્પલી કોફી.’

‘ના, આજે કંઈક સ્પેશ્યલ થઈ જાય...’

‘કેમ ? કોઈ ખાસ વાત છે આજે ...?’

‘ખાસ વતા છે. બે અજનબી વ્યક્તિઓ આજે સારા મિત્રો બનવા જઈ રહ્યા છે. એની ખુશીમાં કંઈક તો ખાસ જાઈએ જ ને... બોલો શું ચાલશે...?’

‘હું... કોલ્ડ કોફી વીથ આઈસક્રીમ.’

‘ઓ.કે. મેમ.. આઈ એમ એટ યોર સર્વિસ.... હું હમણાંજ લઈને આવ્યો.’ ઊભો થઈને હું કોફી કાઉન્ટર તરફ ચાલ્યો. આજે મારો મૂડ ખૂબ જ સારો હતો. એનું એકકારણ તો એ હતું કે મને રાજેશની ડાયરીમાં લખેલી પહેલી નોંધનો ઉકેલ સાવ અચાનક જ મળી ગયો હતો અને બીજું કારણ પૂજા હતી. એ મારી સાથે હોય ત્યારે મને ખૂબજ ગમતું. હું મનોમન એને પસંદ કરવા લાગ્યો હતો.એ નખશીખ સુંદરતાની જીવતી જાગતી મૂર્તિ હતી. અને છતાં એકદમ સાફ અને લાગણીશીલ દિલની હતી. ૭૫ અને એની સુંદરતાનું જરાપણ અભિમાન નહોતું કે નહોતો એના વ્યવહારમાં જરાપણ ગરૂર, એ જ વાત એને વધુ સુંદરતા બક્ષતી હતી. એના દિલની લાગણીઓ એના ચહેરાની સુંદરતા વધારતી હતી.

આ તરફ પૂજા પણ અમીત વિશે એવું જ વિચારી રહી હતી. પૂજા અમીતને જાઈ રહી હતી. અમીતની નીલી નીલી આંખો કંઈક અજીબ સંવેદન ઊભું કરતી હતી. અને એના દિલોદિમાગ ઉપર સપ્રમાણ એકવડિયો પણ મજબૂત બાંધો. થોડા પહોળા ખભા, ખભાના પ્રમાણમાં થોડી પાતળી કહી શકાય એવી કમર,ચહેરા ઉપર કાયમ રહેતી આછી મુસ્કુરાહટ અને થોડા નાના પણ વ્યવસ્થિત રીતે ઓળેલા વાળમાં એ સોહામણો લાગતો હતો. ગમે તે છોકરાની કલ્પના કરતા હોઈએ એવી જ પ્રતિકૃતિ હતી અમીતની. પૂજાને જાણ હતી કે અમીતે જ્યારે પહેલીવાર એને જાઈ હતી ત્યારે કોઈ બાઘાની જેમ એ એને જાતો જ રહી ગયો હતો. એસારી રીતે જાણતી હતી કે ત્યારે અમીત એની સુંદરતામાં ખોવાઈ ગયો હતો છતાં એ પછી એણે પોતાની જાતને સંભાળી લીધી હતી. અને એ કાયમ એક સંસ્કારી છારા વ્યક્તિની જેમ જ એની સાથે વર્ત્યો હતો. ક્યારેય એના વાણી કે વર્તનમાં ઉછાંછળાપણું પૂજાને વર્તાયું નહોતું. એ જ ખાસિયત પૂજાના દિલને સ્પર્શી ગઈ હતી. એના પોતાના ગૃપમાં ઘણાંબધા મિત્રો હતા. આજે પહેલીવાર એના દિલની નજીક કોઈ દસ્તક દઈ રહ્યું હતું. અમીત જેવા સારા મિત્રને મેળવીને એ ખુશ હતી.

‘કોફી... શું વિચારમાં ખોવાઈ ગયા ? અમીતે કોફીના મગ ટેબલ પર મૂકતાં કહ્યું. એણે નોટિસ કર્યું હતું કે પૂજા એકધારું એની સામે જાઈને કંઈક વિચારતી હતી.

ઓહ... કંઈ નહીં. પૂજાએ પોતાના ભાવોને છૂપાવવા કોશઇશ કરી.

‘તો આપણે મુખ્ય વાત ઉપર આવીએ....? મેં પૂજાની સામે બેઠક લીધી અને કોફીનો ઘૂંટ ગળા નીચે ઉતાર્યો. પૂજાના જવાબની રાહ જાયા વગર મેં વાત આગળ ચલાવી. ‘મને એવું લાગે છે કે કુદરત આપણી ફેવરમાં જ છે. હજી ગઈકાલ સુધી મુશ્કેલ લાગતી બાબતોને કેટલી સહેલાઈથી આપણને જવાબ મળ ગયો. એક પહેલી જેવું લાગતું હતું એ ચપટી વગાડતાં સરળ થઈ ગયું. હું એ બાબત વિશે જ સવારનો ૭૬ વિચારુ છું અને મારું અનુમાન એમ કહે છે કે તારીખ ૭-૯-૦૮ ના દિવસે, રવિવારે, ગુજરાત સમાચારમાં જરૂર એવું કંઈક હશે જેના કારણે રાજેશ સિક્કિમ જવા પ્રેરાયો હશે. આપણે એ જાણવું બહું મહત્વનું છે કે તે દિવસના ગુજરાત સમાચાર પેપરમાં એવું તે શું હતું ? જા આપણને એ જાણવા મળી જાય તો પછી બાકીના મુદ્દાની જાણકારી મેળવવી સરળ થઈ પડશે માટે સૌથી પહેલા તો આપણે રવિવારનું સમાચાર પેપર શોધીએ.’

‘તમારા ઘરે તો ગુજરાત સમાચાર આવે છે ને ? પૂજાએ મને કહ્યું.

‘આવે તો છે, પરંતુ કદાચ એ પસ્તીમાં અપાઈ ગયા હશે. આમ પણ જા હું સવાર સવારમાં જૂના પેપર ફંફોળવા બેસત. તો મારી મમ્મી એટલા બધા સવાલો કરત કે એના જવાબો આપવામાં જ બપોર પડી જાત. આપણે એક કામ કરીએ. નર્મદ લાઈબ્રેરીમાં જઈએ. આજે રવિવારે લાઈબ્રેરી ખુલ્લી જ હશે. અને ભીડ પણ નહિવત જ હશે.

લગભગ અડધા કલાક પછી અમે લાઇબ્રેરીમાં હતા. ત્યાં ચપરાસીને કહ્યું એટલે એ નવેમ્બર ૦૮ના મહિનાનો આખો બંચ અમાર સામે મૂકી ગયો. નવેમ્બર ૦૮ની સાત તારીખનું પેપર શોધીને એ ખોલ્યું. પહેલા પાનાથી છેલ્લા પાના સુધીની ઈંચેઈચ જગ્યા વાંચી નાંખી. નાનામાં નાની વિગત અરે જાહેરખબર સુધ્ધાં ખોળી નાખી. બે વખત ત્રણ વખત વાંચવા છતાં અમને સિક્કિમ કે એના બીજા કોઈ આર્ટિકલ વિશે જાણવા ન મળ્યું. મને નિરાશા થતી હતી કે આમાં તો કાંઈ હાથ ન આવ્યું. તો શું રાજેશે બીજા કશાક વિશે નોંધ કરી હશે. ? જા આમ જ હોય તો પછી અમે ફરી પાછા હતા ત્યાં ને ત્યં આવીને ઊભા રહી ગયા. મેં પૂજાની સામે જાયું, એ હજી પાના ફેરવી રહી હતી. અને જાણે અચાનક એને કંઈક સૂઝ્યું હોય એમ એણે પેપર બંધ કર્યું એ પછીના એટલે કે સોમવારના પેપરનું પહેલું પાનું ખોલવા લાગી.

‘અમીત... ને ખ્યાલ છે ને કે રવિવારના પેપર સાથે એક્સ્ટ્રા ‘રવિપૂર્તિ’ પણ આવે છે.’ એ મને ક્યારેક તમે તો ક્યારેક તુંકારે બોલાવી લેતી હતી. મેં જવાબ ન આપ્યો અને તે શું કરે છે એના ઉપર ધ્યાન આપ્યું. મારા આશ્ચર્ય વચ્ચે એના હાથમાં રવિવારની પૂર્તિ હતી. એ પૂર્તિ સોમવારના પેપરમાં અટવાઈ ગઈ હતી. જે પૂજાએ શોધી કાઢી હતી. પૂર્તિને એણે ટેબલ પર ફેલાવી અને આંખો ઝીણી કરીને એ વાંચવા લાગી. હું એની તરફ ખસ્યો અને એના ચહેરા ઉપરથી વાંચવાની કોશિશ કરવા લાગ્યો. એ ધ્યાનથી દરેક વિગત એકેએક લેખ તપાસી રહી હતી. અચાનક એ એક જગ્યાએ અટકી. મારી નજર પણ એ જ્યાં અટકી હતી ત્યાં સ્થિર થઈ. એ ‘વિશ્વ’ નામનું આર્ટિકલ હતું. આર્ટિકલના હેડિંગમાં જ અમને અમારી શોધનો અંત થયો હોય એવું લાગ્યું. અમારે જે જાણવું હતું એ તમામ લખ્યું હતું એમાં.

મેં એ આર્ટિકલ ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ હું આર્ટિકલને વાંચતો ગયો. એમ એમ આશ્ચર્ય અને હેરતથી મારું મોં ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું. એવી જ કંઈક પૂજાની હાલત હતી. એ લેખમાં જે વિગતો લખેલી હતી. એ હેરત પમાડે તેવી અને અવિશ્વસનીય હતી. કોઈપણ વ્યક્તિ એ વાંચે તો એને આશ્ચર્ય થયા વિના ન રહે અને એ વિશ્વાસ ન કરી શકે કે આવું પણ આ દુનિયામાં બનતું હશે. એવી જ હાલત મારી અને પૂજા, અમારા બંનેની હતી. અમે માની નહોતા શકતા કે જે વાત આ લેખમાં લખેલી છે એ હકીકત છે કે પછી કોઈ કલ્પના. આવું કેમ બનતું હશે? અમને ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે શા માટે રાજેશ સિક્કિમ જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. આ લેખ વાંચીને કોઈ પણ ઇતિહાસપ્રેમીને એ જગ્યાનું આકર્ષણ, ખેંચાણ થયા વગર ન રહે... અરે. સામાન્ય વ્યક્તિને પણ જરૂર એમાં રસ પડે જ. છથાં એ ખૂબ ભયાનક હતું. સામાન્ય વ્યક્તિ તો ત્યાં જવાની હિંમત કરે જ નહીં. પરંતુ આ રાજેશ હતો, એ એકલો સિક્કિમ ગયો હતો અને એની એણે બહુ ભારે કિંમત ચૂકવવી પડી હતી. એ એક લેખમાંથી અને ઘણા બધા મુદ્દાઓના જવાબ મળી ગયા હતા જે રાજેશે એની ડાયરીમાં લખ્યા હતા. ‘કેન્સલ સિંગલ’ સુધીના ઉકેલો એ લેખમાં જ હતા.

‘વિશ્વ’ મતલબ અમે જે લેખ વાંચી રહ્યા હતા એ લેખનું ટાઈટલ ‘વિશ્વ’ હતું. જ્યારે ‘ઉપૂસિ’નો મતલબ ‘ઉત્તર પૂર્વ સિક્કિમ’ એવો થતો હતો. ‘પાંગુસ’ એ સિક્કિમમાં જ આવેલા એક સરોવરનું નામ હતું અને આ લેખ એની ઉપર જ લખાયેલો હતો. ‘પાંગુસ’ જ આખા લેખનું ભેદભરમવાળું સ્થળ હતું. અને એના ખેંચાણથી જ ૭૮ રાજેશ ત્યાં ગયો હતો. ‘નો રિટર્ન’નો મતલબ તો ‘નો રિટર્ન’ જ થતો હતો. આજ સુધીમાં ઘણા બધા માણસોએ એ ‘પાંગુસ’ સરોવર સુધી જવાની હિંમત કરી હતી. અને એ તમામ લોકો ત્યાંથી પરત ફર્યા નહોતા. મતલબ કે એ બધા જ ‘નો રિટર્ન’ હતા. ગયા તે ગયા. રીટર્ન કોઈ આવ્યું નહોતું. અને જે લોકો ત્યાંથી બેસીને પાછા આવ્યા હતા એમની હાલત અત્યંત કપરી થઈ હતી. જ્યારે ‘કેન્સલ સિંગલ’નો મતલબ એવો થતો હતો કે રાજેશના મિત્રોનું રાજેશ સાથે જવાનું કેન્સલ થયું હતું. એટલે જ એ એકલો ‘સીંગલ’ ત્યાં જવા રવાના થયો હતો.

આ આખો લેખ મારી સમજની બહાર હતો. હું જ વાંચી રહ્યો હતો એ ખરેખર અચરજ પમાડે એવું અને હેરત માંડે તેવું હતું. મને તો એ પણ સમજમાં નહોતું આવતું કે આ લેખમાં સાફ સાફ શબ્દોમાં લખેલું છે કે એ જગ્યાએથી પાછું કોઈ આવ્યું નહોતું. તો શા માટે રાજેશ જેવો હોનહાર છોકરો ત્યાં ગયો હતો.... અને એ પણ પાછો એકલો. મેં ફરીવાર એ લેખ વાંચ્યો. નાનામાં નાની વિગત વાંચી. એ લેખનો સાર કંઈક આ પ્રમાણે હતો....

‘સમસ્ત વિશ્વમાં એવા ઘણાં બધા સ્થળો એવા છે જે વિસ્મયકારક અને અદભૂત છે, અપાર રહસ્યોથી ભરેલા છે. એવુંજ એક સ્થળ આપણા ભારતમાં ઉત્તર પૂર્વ સિક્કિમ રાજ્યમાં આવેલું છે. એ સ્થળે અનેક લોકોનો ભોગ લીધો છે. એ ‘પાંગુસ’ નામનું રહસ્યમય સરોવર છે. એ સરોવર પાસે જનાર વ્યક્તિ ભાગ્યેજ જીવતો રહે છે. અથવા તો સદાયના માટે ગાયબ થઈ જાય છે. અરે.. એક બે વ્યક્તિ નહીં. આખેઆખો સમુદાય આ રીતે ગાયબ થઈ ગયા હોય એવા પણ કિસ્સા બન્યા છે. અને એટલે જ આ સરોવરને ‘અ લેક ઓફ નો રિટર્ન’ કહે છે. હજુ સુધી આ ભયાવહ સરોવર વિશેની પાકી માહિતી મળી શકી નથી. ઘણા બધા લોકોએ આ વિશે જાણવાના પ્રયત્નો કર્યા છે પરંતુ તેમાં એ કદી સફળ થયા નથી. કે નથી એના વિશે વધુ પાકી જાણકારી મેળવી શક્યા.

આ સરોવર અને તેની આસપાસની જગ્યા ભયાનક અને અત્યંત ડરામણી છે. સરોવરની આસપાસનો વિસ્તાર એકદમ વેરાન વગડા જેવો બિહામણો છે. ત્યાં પશુપંખી ૭૯ તો શું જીવજંતુની જાત પણ જાવા મળતી નથી. સરોવરની આસપાસ લગભઘ ઘણા લાંબા વિસ્તાર સુધી કોઈ ગામ કે કસબો કબીલો છે જ નહીં. પણ દૂર દૂર જે કબીલાઓ છે ત્યાંના લોકો પણ આ સ્થળનું નામ પડતાં જ ફફડી ઉઠે છે. ત્યાં જવાની કે એ તરફ જાવાની પણ હિંમત ભાગ્યે જ કોઈ કરે. એ વેરાન વગડા જેવા પ્રદેશમાંથી ત્યાંના ગામવાસીઓને ચિત્ર વિચિત્ર અવાજ સંભળાય છે. કોઈપણ વ્યક્તિ આની તપાસ કરવા જઈ શકતી નથી. અને જાય તો એ પોતે ભારે મુસીબતમાં મુકાઈ જાય છે અને કોઈ તો એ વિસ્તારની ભેદી ચુંગાલમાં ફસાઈને સદાયને માટે ગુમ થઈ જાય છે. લોકવાયકા પ્રમાણે બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનીઓની અને અંગ્રેજાની સૈન્યની આખેઆખી બટાલીયનો આ વિસ્તારમાં પહોંચતા જ ગૂમ થઈ ગઈ હતી. હજી હમણાંજ તો એ લોકો શસ્ત્ર સરંજામ સાથે કૂચ કરી રહ્યા હતા અને ઘડીભરમાં તો તમામે તમામ હવામાં અદૃશ્ય થઈ ગયા હતા. ન મળે સૈનિકો કે ટેન્કો, કે બખ્તરબંદ ગાડીઓની નામોનિશાની. અંગ્રેજા અને જાપાનીઓએ પોતાના લશ્કર વિશે જાણકારી મેળવવા સઘન તપાસ કરાવી પરંતુ એમને ક્યાંય કોઈ સગડ મળ્યા નહીં. એમને શોધવા જનારા પણ કેટલાક ગાયબ થઈ ગયા. એ વિસ્તારની હેલિકોપ્ટર દ્વારા તસવીર લેવાના પણ ઘણા પ્રયાસો થયા પરંતુ ક્યારેય એની તસવીર આવી જ નહીં. પિક્ચર ફ્રેમમાં ખાલી વ્હાઈટ બેકગ્રાઉન્ડ જ આવતું. આવી તો ઘણી બધી વાયકાઓ અને હકીકતો છે એ સરોવર વિશે. આને લીધે ત્યાંના આસપાસના કબીલાવાળા એ જગ્યાને શેતાનનું મુખ કહે છે કે જ્યાંથી કોઈ પાછું ફરતું જ નથી. ત્યાં ગયેલી વ્યક્તિ કે સમુદાયને એ જગ્યા ગળી જાય છે. અરે... કેટલાક તો એવું અનુમાન પણ કરે છે કે એ જગ્યામાં પરગ્રહવાસીઓ રહે છે અને ત્યાં જાય એને ગાયબ કરી દે છે....

આજના આધુનિક સમયમાં પણ એ પાંગૂસ સરોવર એટલું જ રહસ્યમય છે.’

હું એક જબરજસ્ત રહસ્યમય, સસ્પેન્સ, અને ભયાનક સ્ટોરી વાંચી રહ્યો હોઉં એવું મને લાગ્યું. મારું મસ્તિષ્ક આ માનવા તૈયાર નહોતું કે આવી પણ જગ્યા આજે હયાત છે. મેં પૂજા સામે દૃષ્ટિ કરી. મારી જેમ જ એ પણ આશ્ચર્યના મહાસાગરમાં ગરકાવ થઈ ચૂકી હતી. એના ચહેરા પર દુઃખમિશ્રિત અવિશ્વાસના ભાવો રમતા હતા. દુઃખ એ ૮૦ વાતનું હતું કે રાજેશ આવી ખૌફનાક જગ્યાએ ગયો હતો અને અવિશ્વાસ એ હતો કે આવી ભેદ ભરમવાળી જગ્યા પણ હોઈ શકે. થોડીવાર સુધી તો અમને બંનેને કંઈ બોલવાનું ન સૂઝ્યું. અને એકબીજા સામે જાઈ રહ્‌. ‘તને કંઈ ખ્યાલ આવે છે પૂજા....?’ મેં પૂજાને આઘાતમાંથી બહાર લાવવા માટે કહ્યું. ‘જા આ લેખમાં જે લખ્યું છે એ સાચું માનીએ તો તને ખબર પડે છે કે આ કેટલી ગંભીર બાબત છે.? રાજેશ હાથે કરીને મોતના મુખમાં ગયો હતો. છતાં એક વાત વિચારવા જેવી છે કે રાજેશ ત્યાંથી તો સહીસલામત પાછો આવ્યો હતો અને અહીં સુરતમાં એના ઉપર ફાયરિંગ થયું હતું. શા માટે....?’

‘એ જ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે.’

‘એ લેખમાં લખ્યું છે કે પાંગુસ સરોવર સુધી ગયેલો વ્યક્તિ પાછો આવતો નથી. અને રાજેશ આ લેખ વાંચીને જ સિક્કિમ ગયો હતો. મતલબ કે મતલબ કે ...‘હું આખી વાત સમજવાની કોશિશ કરી રહ્યો હતો. એ પાંગુસ સરોવર એક કુદરતી સ્થળ છે. જ્યારે રાજેશ ઉપર ફાયરિંગ કોઈ વ્યક્તિએ કર્યું હતું અને એ પણ અહીં સુરતમાં.

પૂજા... તો પછી આનો મતલબ એવો નીકળે કે રાજેશ એ સરોવર સુધી પહોંચ્યો જ નહીં હોય. નો ડાઉટ એ આ લેખ વાંચીને પાંગુસ સરોવર જવા જ અહીંથી રવાના થયો હતો છતાં મને એવું લાગે છે કે એ સરોવર સુધી પહોંચે એ પહેલા જ એવી કોઈ ઘટના ઘટી હોવી જાઈએ કે જેના કારણે એ પાછો ફર્યો હતો અને પછી અહીં એ જ ઘટનાને કારણે એના પર ફાયરિંગ થયું હતું.’

‘હંમમ.. ઓ.. કે... મને લાગે છે કે હવે આપણે જવું જાઈએ.’ અચાનક પૂજાએ ઊભા થતા કહ્યું. ‘આ પેપરનું કટિંગ અથવા તો એની ઝેરોક્ષ આપણે અહીંથી લેવી રહી.’ એના અવાજમાં ધ્રુજારી અને ચહેરા પર ગભરામણ સ્પષ્ટ વર્તાતી હતી. એ કંઈક વિચારી રહી હતી અથવા તો ભયંકર અસમંજસમાં હતી.

‘એ તો હું મેળવી લઈશ, પરંતુ આમ અચાનક તને શું થયું ?’

‘અમીત... પ્લીઝ મારે ઘરે જવું છે. મને આ બધું ખૂબ જ ભયાનક લાગે છે. અમારી સાથે જે ઘટના બની એ સામાન્ય તો નથી જ અને એના ઉપરથી આ લેખમાં જે લખ્યું છે એ મારું મન તો સ્વીકારે છે કે આ બધું સત્ય જ હોવું જાઈએ. જા આ સત્ય છે તો પછી તું જ વિચાર કે અમે કેવા ભયંકર વમળમાં ફસાયા છીએ. અમારું જીવન એક સામાન્ય કુટુંબ જેવું હોય એનાથી વિશેષ કંઈ નથી. આ બધી બાબતો મારા માટે એક ભયાનક સ્વપ્ન સમાન છે. રાજેશ એક એવી જગ્યાએ ગયો હતો કે જ્યાંથી આ જ સુધી કોઈ પાછું આવ્યું નથી.. એ પાછો તો આવ્યો પરંતુ એની સાથે મુશીબતોને અમારા ઘરનું સરનામું આપીને આવ્યો. એક પછી એક ઘટનાઓ એવી બની છે કે ઉપાધિઓ અમારો પીછો છોડતી નથી. હું મુંઝાઈ રહી છું અમીત... કે અમારું શું થશે? શું અમે આમાંથી ક્યારેય બહાર નીકળી શકીશું? હું અત્યારે ઘરે જવા માગું છું. પ્લીઝ.. તું મને નહીં રોકતો. આપણે પછી ક્યારેક મળીશું...’

‘ઠીક છે.. હું અત્યારે તને નહીં રોકું. તું શાંતિથી બધું વિચારી જા. અને પછી મને ફોન કરજે. બિલકુલ ગભરાયા વગર હિંમતથી આનો સામનો કરવો પડશે. આગળ તો સમય જ આપણને કહેશે કે આપણે શું કરવું. તું એટલો વિશ્વાસ રાખજે કે આમાં તું એકલી નથી. હું પણ હંમેશા તારી સાથે જ છું.

થેન્ક્યુ અમીત...’પૂજાએ પર્સમાંથી ગાડીની ચાવીકાઢી અને બહારની તરફ પગ ઉપાડ્યા. હું તેને જતી જાઈ રહ્યો. એ સાચે જ ગભરાઈ ગઈ હતી. પછી હું એ પેપરની ઝેરોક્ષ મેળવવાની પળોજણમાં પડી ગયો.

***

બીજા દિવસે છેક સાંજે છ વાગ્યે પૂજાનો ફોન આવ્યો, ત્યાં સુધી મેં પણ એને ડિસ્ટર્બ નહોતી કરી. પૂજાએ ને કહ્યું કે આ તમામ વાતો એણે એના ઘરે કહી હતી. કારણ કે હવે આ સંજાગોમાં એના મમ્મી પપ્પા ને આ વાત કહેવી પડે એમ જ હતી. ગીરીશભાઈ અને યશોદાબહેને જ્યારે આ આખી વાત સાંભળી ત્યારે તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા. અને ચિંતીત થઈ ગયા હતા. એ લોકોએ બહુ જ વિચારીને આ આખી વાત ઈન્સ. ચાવડાને કહેવાનું નક્કી કર્યું. એટલે જ પૂજાએ મને ફોન કર્યો હતો. પૂજાની ૮૨ વાત સાંભળીને હું તરત ઊભો થઈ પેલી ઝેરોક્ષ કોપી મારી બેગમાં મૂકી અને બહાર નીકળીને બાઈકને કીક મારી.

વીસ મિનિટની અંદર હું ઇન્સ. ચાવડા સામે પોલીસ સ્ટેશનમાં બેઠો હતો. પૂજા એ તેના મમ્મી પપ્પા મારી પહેલા પહોંચી ચૂક્યા હતા. અને એમણે તમામ વિગતો ચાવડાને જણાવી દીધી હતી. ચાવડાએ મારી પાસે એ પૂર્તિ માંગી એટલે મેં બેગમાંથી પેલી ઝેરોક્ષ કાઢીને એના ટેબલ પર મૂકી. ચાવડા એ ધ્યાનથી વાંચી ગયા. મેં પૂજા સામે જાયું. એ ગઈકાલ કરતાં આજે વધુ ફ્રેશ લાગતી હતી. એણે મારી સામે શાંત રહેવાનો ઇશારો કર્યો. એટલે હું કંઈ બોલ્યા વગર બેસી રહ્યો. ચાવડાએ એ વાંચીને પાછું ટેબલ પર મૂક્યું. એના હાવભાવ પરથી કળવું મુશ્કેલ હતું કે એ શું વિચારતા હતા.

‘હંમમ.. સ્ટોરી તો ઇન્ટરેસ્ટિંગ છે. .. કોઈ સપ્સેન્સ થ્રિલર ફિલ્મ જેવું. એવું લાગ્યું કે જાણે હું કોઈ હોલીવુડ મુવી જાઈ રહ્યો હતો. આ દુનિયામાં ઘણી બધી અજીબોગરીબ જગ્યાઓ છે કે જેના વિશે આપણે જાણતા નથી. આ લેખમાં પણ એવું જ કંઈક છે જે રાજેશે વાચ્યું. વાંચીને એ ખાલી બેસી ન રહ્યો.... પરંતુ એ ત્યાં ગયો. અને એ જગ્યાએ પાછો પણ આવી ગયો. જ્યારે આમાં લખ્યું છે કે એ જગ્યાએ ગયેલું કોઈ પાછું નથી આવ્યું. એટલે એવું માની શકાય કે શક્ય છે કે આ લેખ ખોટો હોય અથવા રાજેશ એ જગ્યાએ પહોંચ્યો જ ન હોય. રાજેશ રીટર્ન આવ્યો અને એના બીજા જ દિવસે એના પર કોઈએ ગોળી ચલાવી.. ગુડ... વેરી ઈન્ટરેસ્ટીંગ... સરસ છે આ બધું. અમારા બધા સામે એ નજર ફેરવતા બોલ્યા... જુઓ ગીરીશભાઈ... અમારું કામ છે લોકોને મદદ કરવાનું. જે અમે કરી રહ્યા છીએ. રાજેશના કેસમાં પણ અમે ઘણી મહેનત કરી છે. અને એટલેજ એક સમયે એનો જીવ બચાવ્યો હતો. મને તમારા પ્રત્યે ઘણી લાગણી છે. એટલે હું જે કહું તે ધ્યાનથી સાંભળો.’ ચાવડાના ચહેરા પર મૂંઝવણના ભાવ ઊપસી આવ્યા હતા. મને એવું લાગ્યું કે એ જરૂર કોઈ ગંભીર વાત કહેવા માંગે છે. અને મારું અનુમાન સાચું નીકળ્યું.

મેં તમને એટલા માટે અહીં બોલાવ્યા છે કે હું માનું છું એના કરતાં ઘણો વધારે ગંભીર છે આ કેસ. આ કેસ દિવસે ને દિવસે વધુ ગુંચવાઈ રહ્યો છે. આજે સવારે જ મને ૮૩ ઉપરથી ઓર્ડર મળ્યો કે મારે આ કેસને સંકેલી લેવો. અને તમામ વિગતો રફેદફે કરી નાખવી. હું આ ઓર્ડર હજુ સાંભળું છું ત્યાં જ તમારો ફોન આવ્યો અને આ બાબત સામે આવી. અહીં ઉપરથી કોઈક એવું ઇચ્છે છેકે આ કેસ બંધ થઈ જય અને એટલે જ મારા ઉપર દબાણ આવ્યું છે. હવે જા હું આ હુકમ નહીં માનું તો મારું ટ્રાન્સફર નક્કી છે અને જે નવો ઇન્સ. આવશે એ એમનો માનીતો જ હશે અને એ ચોક્કસ આ કેસને બંધ કરી દેશે એની મને પૂરેપૂરી ખાતરી છે.’ ‘પરંતુ સર...’ મેં વચ્ચે બોલવા પ્રયત્ન કર્યો પરંતુ ચાવડાએ હાથ ઊંચો કરીને મને રોક્યો.

‘પહેલા મારી વાત પૂરી સાંભળી લો... મેં જે હમણાં કહ્યું એવું ન થાય એ માટે મારે આ કેસને અહીં જ બંધ કરવો પડશે, અને કાયદેસર રીતે આ કેસ બંધ થઈ જાય એમાં જ બધાને ફાયદો છે. કારણ કે મને એવું લાગે છે કે આની પાછળ કોઈ મોટા આદમીનો હાથ છે. એ લોકો ગમે તે કરી શકવા સમર્થ છે. ભવિષ્યમાં એ લોકો મતાર પરિવાર માટે પણ ખતરો બની શકે. મારું એવું માનવું છે કે ઓફિશિયલી રીતે આ કેસને અહીં જ બંધ કરી દેવો હિતાવહ છે. અને ખાનગી રાહે આપણે આની તપાસ ચાલુ રાખીએ.’ ચાવડાએ એની વાત પૂરી કરી અમારી તરફ નજર નાંખી. મને ચાવડાની વાતમાં વિશ્વાસ નહોતો પડ્યો. જા એ પોલીસ ઇન્સ. થઈને કંઈ કરી ન શકે તો પછી ખાનગી રાહે તો શું થઈ શકે ? મને ચાવડાની વાતમાં વિશઅવાસ નહોતો થતો. અમે બધા મૂંઝાઈ ગયા હતા. ચાવડાની વાત સાંભળીને એટલો તો મને ખ્યાલ આવી ગયો કે આ ખૂબ જ ગંભીર બાબત હતી. આની પાછળ કોઈ મોટા ગજાના આદમીનો હાથ હતો. એ કોણ હોઈ શકે ? ચાવડા આમ તો ઇમાનદાર આદમી હતો છતાં અત્યારે એનાથી વિરુદ્ધ રીતે વર્તી રહ્યો હતો.

‘સર... અમારો તો તમારા ઉપર જ આધાર છે. અને હવે જા તમે જ આ કેસ બંધ કરી દેશો તો અમે ક્યારેય નહીં જાણી શકીએ કે રાજેશની આવી હાલત કોણે કરી ?’ ગીરીશભાઈ.

તમે હમણાં જે કહ્યું એ શું ખરેખર સાચું છે કે પછી ...? મારાથી અનાયાસે જ ૮૪ બોલી જવાયું.

જુઓ યંગમેન... મેં તમને જે કહ્યું તે બિલકુલ સાચું છે. મારી વાત ઉપરથી ગમે તે વ્યક્તિને શંકા જાય કે આ કેસને ભીનું સંકેલવા માટે મે રિશ્વત લીધી છે. પરંતુ જા એવું હોત તો મારે તમને આ વાત જણાવવાની જરૂર જ નહોતી. તમારા કરતા પણ મને વધુ રસ છે આ કેસને ઉકેલવામાં. આટલો ગૂંચવણવાલો કેસ મારી જિંદગીમાં પહેલો જ છે. આ કેસને હું કોઈપણ સંજાગોમાં છોડીશ નહીં. કારણ કે હવે તો આ મારા સ્વમાનનો પ્રશ્ન થઈ ગયો છે. મને ઉપરથી ધમકીના સ્વરૂપે ઓર્ડર આપવામાં આવ્યો છે. અને હું ક્યારેય કોઈની ધમકીથી ડર્યો નથી. હું ગમે તે ભોગે એ લોકોને ખુલ્લાં કરીને જ જંપીશ.’ મારી વાત સાંભળીને જરા પણ ગુસ્સે થયા વગર ઇન્સ. ચાવડાએ મને કહ્યું.

એ પછી અમારા વચ્ચે લગભગ એક કલાક ચર્ચા ચાલી. છેવટે ચાવડાએ પોતે ડાયરેક્ટ ઇન્વોલ્વ ન થતાં જગદીશ કરીને એક ડિટેક્ટિવને આ કેસ સોંપવાની ભલામણ કરી કે જે પોતાની રીતે તપાસ કરીને ચાવડાને રિપોર્ટ કરશે. સાથે સાથે એક ન્યૂઝ ચેનલવાળાને પણ કોન્ટેક્ટ કરવાનું નક્કી કર્યું. કે જેથી સીધો જ પબ્લીક સામે આ કેસ ઓપન થાય.

***

ક્રમશ