Backfoot Panch - 10 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | બેકફૂટ પંચ-૧૦

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

બેકફૂટ પંચ-૧૦

બેકફૂટ પંચ-૧૦

(આગળ ના પ્રકરણ માં આપે વાંચ્યું કે આદિત્ય વર્મા ભારતીય ક્રિકેટ નો સીતારો બની ગયો હતો.પોતાની મા ની માનસિક સ્થિતિ થી પરેશાન આદિત્ય માઈન્ડ ફ્રેશ કરવા લંડન આવે છે જ્યાં સત્યા અને ચીના નામ ના બે કુખ્યાત આતંકવાદી ઓ દ્વારા એનો પીછો ચાલુ હોય છે ત્યારે એક ઘટના ના લીધે આદિત્ય ને જેલ માં જવું પડે છે જ્યાં એના જામીન કોઈ અજાણી વ્યક્તિ કરાવી જાય છે.આદિત્ય પોતાનું ખોવાયેલું પાકીટ આપવા આવેલ લિસા ના પ્રેમ માં પડે છે.બંને પરસ્પર પ્રેમ નો સ્વીકાર કરે છે.આતંક-એ-ઇન્ડિયા ના લોકો આદિત્ય ની રજેરજ ની હરકત થી વાકેફ હતા અને લિસા ને જોઈ એ કોઈ નવી યોજના બનાવે છે. .... હવે આગળ...)

સવારે આંખ ખુલતા આદિત્ય એ સમય જોયો તો ઘડિયાળ માં ૮ વાગ્યા હતા..ગઈ કાલ નો દિવસ એની લાઈફ નો સૌથી શ્રેષ્ઠ દિવસ હતો એવું એ મનોમન વિચારતો હતો!!! બેડ માં થી ઉતરી એ ડાયરેકટ ફ્રેશ થવા બાથરૂમ માં ઘૂસ્યો..ફ્રેશ થઈ ને આદિત્ય એ રૂમ લોક કર્યો અને નીચે આવ્યો.

રેસ્ટોરેન્ટ માં જઇ એને ચા અને નાસ્તા નો ઓર્ડર આપ્યો અને પછી ટોની ને કોલ લગાવ્યો અને રાતે મળવાનું છે એ વાત યાદ કરાવી.નાસ્તો કરી આદિત્ય પોતાની કાર લઈ ઇયાન બોથમ ક્રિકેટ એકેડમી તરફ પ્રેક્ટિસ કરવા નીકળી પડ્યો..ઘણા દિવસ થી હાથ માં બેટ પકડ્યું નહોતું એટલે ચેમ્પિયન ટ્રોફી પેહલા આદિત્ય થોડી ઓન ફિલ્ડ મેહનત કરી લેવા માંગતો હતો.

સાંજ ના પાંચ વાગ્યા સુધી મેદાન પર પરસેવો પાડ્યા પછી આદિત્ય પોતાની કાર ને હંકારી હોટલ તરફ પાછો વળ્યો..હોટેલ માં પહોંચી એ સીધો પોતાના રૂમ માં ગયો..રૂમ માં જઇ એને બાથરૂમ માં શાવર લીધું અને ત્યારબાદ સરસ રીતે તૈયાર થઈ ટોની ને કોલ કરી આવવા કહ્યું.

આજે આદિત્ય એ ગ્રે કલર નો શુટ પહેર્યો હતો.ગ્રે કલર ના શુટ માં આદિ અત્યંત સોહામણો જેન્ટલમેન લાગી રહ્યો હતો.તૈયાર થઈ એ નીચે આવ્યો ત્યારે ૬:૩૦ થઈ ગયા હતા..નીચે આવ્યા ની ૫ મિનિટ માં તો ટોની હોટલ ના પાર્કિંગ માં આવી ગયો..જેવી કાર આવીને ઉભી રહી એવી જ આદિત્ય ની નજર ટોની ની બાજુ વાળી સીટ પર પડી..ત્યાં એક ખુબસુરત મોડલ જેવી છોકરી બેસી હતી..જે માસુમ અને સુંદર લાગી રહી હતી..આદિત્ય એ મનોમન વિચારી લીધું કે આ આદિ ની ગર્લફ્રેંડ નિકી જ છે..

"હેલો ટોની"આદિત્ય એ કાર ની જોડે પહોચી કીધું..

"હેલ્લો બ્રધર, મીટ માય ગર્લફ્રેંડ નિકી"ટોની એ આદિત્ય ને નિકી નો પરિચય આપતા કીધું..

"હેલ્લો નિકી..માય સેલ્ફ આદિ..યુ લૂક પ્રિટી ગુડ લૂક"આદિત્ય એ નિકી જોડે હાથ મિલાવતાં કીધું.

"Mr. cricket.. હવે હાથ છોડો..મારુ ઓલરેડી બુકિંગ કરેલું છે.."ટોની ને પોતાના મજાકિયા અંદાજ માં કીધું.

ટોની ની વાત સાંભળી આદિત્ય અને નિકી ના ચેહરા પર હાસ્ય ફરી વળ્યું..બંને ટોની ના આ સ્વભાવ થી ચિત પરિચિત હતા..ત્યાર બાદ બધા ટોની ની કાર માં ગોઠવાયા..નિકી પાછળ ની સીટ માં બેઠી અને આદિ ટોની ની બાજુ માં આગળ..!!

"હેલ્લો, સ્વીટહાર્ટ"આદિ એ ફોન પર લિસા ને કીધું.

"હેલ્લો, બેબી..તમે નીકળી ગયા?"લિસા એ સવાલ કર્યો..

"હા ડિયર.. અમે ૨૦ મિનિટ માં ગાર્ડન જોડે પહોંચીએ..તું કાલે મળ્યા ત્યાં ઉભી રહેજે.."આદિત્ય એ લિસા ને કહ્યું..

"ઓકે.. સ્યોર ડિયર..આઈ વિલ બી ઘેર ઇન ૧૫ મિનિટ"લિસા એ આટલું કહી કોલ કટ કરી દીધો..

૨૦ મિનિટ માં તો ટોની એ કાર ને નકકી કરેલી જગ્યા એ લાવીને ઉભી કરી દીધી..આદિત્ય એ બહાર નજર કરી પણ કોઈ દેખાયું નહિ, એટલે એને પોતાનો મોબાઈલ કાઢ્યો અને લિસા ને કોલ કરવા જ જતો હતો એટલા માં ટોની બોલ્યો.."આદિ ત્યાં જો..લિસા આવી રહી છે.."

આદિત્ય એ એ તરફ જોયું તો સાચેજ લિસા હતી..એને આશ્ર્ચર્ય થયું કે ટોની કઈ રીતે એને ઓળખી ગયો.

"ટોની તું કઈ રીતે જાણે કે એજ લિસા છે?"આદિ એ મન માં થયેલા સવાલ ને ટોની સમક્ષ મુક્યો..

"મોટા ભાઈ તમે જે રીતે મારી આગળ લિસા ની વાત કરી..એની માથા ના વાળ ની લટ થી લઈ એની ચાલ ની પ્રશંસા કરી એના પર થી એટલી તો ખબર પડે કે આજ લિસા છે..અને મારા ભાઈ તારી પસંદ જેવી તેવી તો ના જ હોય.."ટોની એ આદિત્ય ના વખાણ કરતા કહ્યું..

આદિત્ય ટોની ની વાત સાંભળી મનોમન હસ્યો કેમકે એની વાત અક્ષરશઃ સાચી હતી..એ કાર માં થી નીચે ઉતર્યો અને લિસા ની તરફ હાથ લાંબો કર્યો..લિસા એ પણ સામે મસ્ત મજાની સ્માઈલ આપી અને ઉતાવળા પગલે ચાલી ને આદિત્ય ની નજીક આવી અને એના ગળે વળગી ગઈ..

બંને એક બીજા માં ખોવાઈ જ ગયા હતા અને એકબીજા ના અધર ગાઢ બંધન માં જકડાઈ જવાના જ હતા પણ ટોની એ ખોંખરો ખાતા એ બંને થોડા અળગા થયા.

"રોમિયો અને જુલિયેટ, અમે પણ અહીંયા છીએ..તો થોડો કન્ટ્રોલ રાખો મોટાભાઈ"ટોની પોતાના મૂડ રંગ માં આવી ગયો..

"શરમ જેવું કંઈ છે કે નહીં આદિત્ય ભાઈ"નિકી પણ ટોની ના સુર માં સુર પરોવી રહી હતી..

"નિકી એમાં આદિ નો કોઈ વાંક નથી..જો તો ખરી ભાભી છે જ અપ્સરા થી વધુ સુંદર..સૌંદર્ય ની જીવતી જાગતી પ્રતિમા..! કોઈ ભી એમના પ્રેમ માં પાગલ થઈ આ બધું કરે એમાં આદિ શું કરે..?"

નિકી અને ટોની ની વાત સાંભળી આદિત્ય અને લિસા ના ચેહરા પર શરમ ની લાલિમા એ સ્થાન ગ્રહણ કરી લીધું.

"લિસા આ છે ટોની અને આ એની ગર્લફ્રેંડ નિકી"આદિત્ય એ ટોની અને નિકી નો પરિચય કરાવતા કીધું.

"હેલ્લો ટોની..હલ્લો નિકી.."લિસા એ હાથ મિલાવતાં બંને ને કહ્યું..

"ચાલો હવે નીકળીએ .."ટોની એ ઘડિયાળ માં ટાઈમચેક કરતાં કહ્યું..

"સારું.."આદિ એ કહ્યું..લિસા નિકી જોડે પાછળ ની સીટ પર ગોઠવાઈ ગઈ.

ટોની ગાડી ચલાવી રહ્યો હતો અને આદિ કાર ના મિરર માં પાછળ બેસેલી લિસા ને જોઈ રહ્યો હતો..લિસા એ આજે બ્લેક એન્ડ રેડ કલર નું ઇવનિંગ ગાઉન પહેર્યું હતું..એક તો લિસા હતી ખૂબ દેખાવડી ઉપર થી આ કલર કોમ્બિનેશન એના આકર્ષક શરીર ને જોરદાર ઓપ આપી રહ્યું હતું..એ અત્યારે હોટ એન્ડ સેક્સિ લાગી રહી હતી..આદિત્ય અને લિસા ની નજરો ઘણીવાર ટકરાતી ત્યારે બંને ના ચેહરા પર ખુશી જોવા મળતી..!! ટોની અને નિકી પણ આ ખેલ ચુપચાપ જોઈ રહ્યા હતા..

અડધો કલાક ની સફર પછી એમની ગાડી નોર્થ લંડન થેમ્સ નદી ના વીશાળ તટ પાસે આવીને ઉભી રહી..!! ટોની એ બધા ને નીચે ઉતરવા કહ્યું અને એ પોતે ગાડી ને સાઈડ માં પાર્કિંગ એરિયા માં પાર્ક કરતો આવ્યો..

"ચાલો ત્યારે...સામે દેખાય એ યોટ પર જઈએ.."ટોની એ બધા ને ઉદ્દેશી ને કહ્યું..એની વાત સાંભળી નિકી એ ટોની નો હાથ પકડી લીધો અને લિસા એ આદી નો અને આ યુગલો ચાલી નીકળ્યા યોટ તરફ..

યોટ ખુબજ વિશાળ હતું..નદી માં લાંગરેલું એક જહાજ ની શકલ માં કોઈ તરતી હોટલ જોઈલો..યોટ પર રોશની ની ઝાકમઝોળ હતી અને એના એન્ટ્રી ગેટ ની ઉપર મોટા અક્ષરે BRITISH OCEAN લખેલું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું..આ યોટ નો ઉપયોગ મોટાભાગે પાર્ટી માટે થતો..દારૂ, જમવાનું, સંગીત, સ્વીમીંગ પૂલ, રૂમ બધી જ હોટલ જેવી સુવિધા ધરાવતું જહાજ ખરેખર યંગ કપલ માટે માણવાલાયક સ્થાન હતું એ વાત માં કોઈ શક નહોતો..

"Wow!!!.. ધીસ યોટ ઇસ સો બ્યુટીફૂલ"સિઢીઓ ચડી મેઈન ગેટની અંદર પ્રવેશતા ની સાથે જ લિસા ના મોઢે થી શબ્દો સરી પડ્યા.

અંદર ગેટ પાસે ૨ મજબૂત બોડીબિલ્ડર ટાઈપ ના માણસો ઉભા હતા..ટોની એ પોતાની પાસે રહેલા પાસ એમને આપ્યા અને અંદર પ્રવેશવા માટે બધા ને કીધું..ટોની, નિકી, આદિ અને લિસા ગેટ ની અંદર પ્રવેશ્યા..

અંદર અલગ અલગ પ્રકાર ની સુવિધા ધરાવતી વિશાળ જગ્યા હતી..પ્રાચીન સમય ની કલાત્મક ડિઝાઇન થી આખી જગ્યા ને શુશોભિત કરવામાં આવી હતી...હોટલ લેન્ડમાર્ક ના મેઈન હોલ જેવડી આ જગ્યા હતી...જેમાં ૨ ફ્લોર હતા..નીચે ના ભાગ માં એક સ્ટેજ જેવું હતું જેના પર મ્યુઝીશિયન અલગ અલગ પ્રકારના સોન્ગ વગાડી સૌને મનોરંજન પૂરું પાડી રહ્યા હતા.સ્ટેજ ની આજુ બાજુ ખુલ્લી જગ્યા હતી જ્યાં કપલ ડાન્સ કરી રહ્યા હતા..જુદી જુદી ભાષા ના સોન્ગ વાગતા...ઘણા ને શબ્દો ના સમજાય પણ સુર અને તાલ પર યુવાન હૈયા ડોલી રહ્યા હતા...સ્ટેજ ની જમણી બાજુ પબ હતો જ્યાં દરેક પ્રકાર ની શરાબ મળતી હતી....

બીજા ફ્લોર પર એક રેસ્ટોરેન્ટ હતી જ્યાં લોકો પોતપોતાના પેટ ની ભૂખ શાંત કરવા માટે જતા હતા...આ સિવાય યોટ પર મેઈન ફ્લોર ની નીચેના ભાગ માં રૂમ ની સુવિધા હતી..ઘણા લોકો સમુદ્ર ની નીચે ના આ રૂમમાં રાત પસાર કરવા માટે એડવાન્સ બુકીંગ કરાવી લેતા હતા..ટોની આ યોટ નો રેગ્યુલર કસ્ટમર હોવાથી એને ફોન પર જ ૨ રૂમ નું બુકિંગ કરાવી લીધું હતું...

"ચાલ આદિ કંઈક ડ્રિન્ક કરીએ"ટોની એ આદિ ને પબ તરફ આવવા માટે કહ્યું..

"ના યાર..મારે કંઈ ડ્રિન્ક નથી કરવું..."આદિ એ નકાર માં માથું ધુણાવ્યું..

"શું મોટાભાઈ આ યોટ પર ડ્રિન્ક નહીં કરો તો મજા કઈ રીતે આવશે?"ટોની એ કહ્યું..

"પણ ટોની?"આદિ બોલ્યો..

"પણ બણ કંઈ નહીં...તું કંઇક લાઈટ ડ્રિન્ક લઈ લેજે"ટોની એ આદિ ને અટકાવતા કીધું..

"સારું...લેડીઝ તમારા માટે શું લાવું??"આદિ એ લિસા અને નિકી ને ઉદ્દેશીને કહ્યું..

"ટકીલા... લિસા તારે?"નિકી એ જવાબ આપ્યો..

"આઈ ઑલ્સો ટેક ટકીલા"લિસા એ કહ્યું....

આદિ અને ટોની પબ તરફ આગળ વધ્યા સાથે લિસા અને નિકી પણ એમની પાછળ દોરવાયા..

"૧ પેક સ્કોચ એન્ડ ૩ પેક ટકીલા"ટોની એ પબ પર જઈ ઓર્ડર આપ્યો..

થોડી જ વાર માં એમનો ઓર્ડર આવી ગયો...ટોની એ તો ૧૦ સેકન્ડ માં તો એનો ગ્લાસ ખાલી કરી દીધો અને વન મોર નો ઓર્ડર પણ આપી દીધો...આદિ, નિકી અને લિસા એ પણ ટોની બીજો પેક પૂરો કરે એ પેહલા એમનો ગ્લાસ ખાલી કરી દીધો..એમને જોઈ ટોની એ પોતાની માટે બીજા એક લાર્જ પેક અને બીજા બધા માટે એક ટકીલા ના બીજા પેક માટે કહી દીધું..બધા પોતપોતાનો પેક ખતમ કરી સ્ટેજ ની નજીક આવી ને ઉભા રહ્યા.ટોની આવતા આવતા ચોથો પેક પણ લઈ આવ્યો હતો...

બધા ની આંખો માં ધીરે ધીરે નશો ચડવા લાગ્યો હતો..ટોની ના તો પગ પણ ઠરતા નહોતા...આદી પણ ડ્રિન્ક કરવા ટેવાયેલો ના હોવાથી એને પણ આંખો ભારે ભારે લાગી રહી હતી..અચાનક ટોની એ નિકી નો હાથ પકડ્યો અને એને ડાન્સ ફ્લોર તરફ લઈ ગયો..બીજા કપલ ની માફક એ પણ નિકી ને વળગીને ડાન્સ કરવા લાગ્યો..ઘણીવાર એ બંને એક બીજા ના લીપલોક પણ કરી લેતા...આદિત્ય લિસા ની બાજુમાં ઉભો ઉભો આ બધું જોઈ રહ્યો હતો ...લિસા એ આદિ ને આંખો થી ડાન્સ માટે ની રજુવાત કરી તો આદિ ને સમજતા વાર ના થઇ અને એ લિસા ને લઈ ટોની અને નિકી ની બાજુ માં ડાન્સ ફ્લોર પર પહોંચ્યો..

"જામ પર જામ પીને સે ક્યા ફાયદા, સુબહ હોતે હી સારી ઉતર જાયેગી..

તેરી નજરો સે પી હૈ ખુદા કી કસમ સારી ઉમર નશે મેં ગુજર જાયેગી...

સાકી તેરી આંખે સલામત રહે....""

નુસરત ફતેહ અલીખાન ની ઉપરોક્ત પંક્તિઓ અત્યાર ના પ્રસંગ ને બિલકુલ અનુરૂપ હતી..યુવાન હૈયા ડાન્સ ફ્લોર પર પોતાના તન થિરકાવી રહ્યા હતા...આદિત્ય અને લિસા બંને પર ટકીલા નો થોડો થોડો નશો ચડી રહ્યો હતો..એના કરતાં એ વધુ આદિત્ય અને લિસા ની નજર જ્યારે જ્યારે મળતી ત્યારે નશા ની અસર બેવડાઈ જતી હતી..ડાન્સ માં જોડાયા પછી કોઈને સમય નું ભાન ના રહ્યું..બંને યુગલ એકબીજા ના પ્રિયતમ સાથે પ્રેમ ના ફાગ ખેલી રહ્યા હતા...!!!

"ટોની યાર બહુ ભૂખ લાગી છે"નિકી એ ટોની ના કાન માં કહ્યું..

"હમ્મ..મને પણ લાગી છે...આદિ અને લિસા ને પૂછી લે..એ હા પાડે તો બધા સાથે જ ડિનર લઈએ.."ટોની એ કહ્યું..

ટોની ની વાત સાંભળી નિકી આદિત્ય અને લિસા ની બાજુમાં ગઈ અને એમને હળવેક થી પૂછ્યું.."તમને બંને ને ભૂખ લાગી હોય તો ચાલો સાથે ડિનર માટે"..

આદિ એ લિસા ની આંખ માં જોયું તો લિસા એ ઈશારા થી ડોકું હલાવી હા કહી એટલે આદિ એ નિકી ને કીધું"હા અમને પણ બહુ ભૂખ લાગી છે..અમે પણ ડિનર માટે તમને જોઈન કરીએ.."

"ગુડ..ચાલો ત્યારે ઉપર ના માળે રેસ્ટોરેન્ટ છે ત્યાં"નિકી એ કહ્યું..

ત્યારબાદ બધા ઉપર આવેલી રેસ્ટોરેન્ટ માં જમવા ગયા..ત્યાં ચાઈનીઝ, ઇટાલિયન, મેક્સિકન, કોરિયન, થાઈ અલગ અલગ પ્રકાર ની વાનગીઓ ઉપલબ્ધ હતી..ટોની અહીં રેગ્યુલર આવતો હોવાથી એને બધા માટે ચુનિંદા વાનગીઓ નો ઓર્ડર આપ્યો..ટોની એ ભોજન ની સાથે થોડી વાઈન પણ મંગાવી...ખાવાનું ખરેખર લાજવાબ હતો..એમાં પણ મેક્સિકન ચિકન સિઝલર અને ડક એગ મન્ચુરિયન નો ટેસ્ટ તો વર્ષો સુધી ભુલાય એમ નહોતો...સાથે વાઈન ના ઘૂંટ મારવાની મજા સૌને તરબોળ કરી ગઈ..

"યાર ટોની..બહુ સરસ જમવાનું હતું.."આદિ એ ટોની ના વખાણ કરતા કહ્યું..

"હા ખૂબ સરસ..!!!"લિસા એ પણ આદિત્ય ના સુર માં સુર પરોવ્યો...

"યાર ૧૧ વાગી ગયા..મને હવે ઊંઘ આવે છે"નિકી એ બગાસું ખાતા કહ્યું..

"અરે હજુ વાર છે..હજુ તો યોટ ના તુતક પર વૉકિંગ કરવાની મજા તો લેવાની બાકી છે..આ ઠંડા મોસમ માં એકબીજા ના હાથ માં હાથ નાખી ચંદ્ર ની શીતળતા માં ચાલવાની ખુશી તો માણવી જ પડશે.."ટોની બોલ્યો..

"હા તો ચાલો..તમે પણ આવશો ને"નિકી લિસા અને આદિ ને ઉદ્દેશીને બોલી..

"હા કેમ નહિ.."આદિત્ય ના બોલ્યા પેહલા લિસા બોલી ગઈ..

ત્યારબાદ બધા ઉપર ની બાજુ જહાજ ના તુતક પર ધીરે ધીરે પગ માંડતા ચાલવા માટે નીકળી પડ્યા...ચાલતા ચાલતા યુગલો એકબીજા ના હાથ માં હાથ પરોવી આગળ વધી રહ્યા હતા...મંદ મંદ પવન એમનામાં પ્રેમરૂપી ઉન્માદ માં વધારો કરી રહ્યા હતાં.એક તો એકાંત ઉપરથી નશો ધીરે ધીરે એમના માં અલગ પ્રકાર ની લાગણી ઉતપન્ન કરી રહ્યો હતો જેનું શબ્દો માં વર્ણન કરવું શક્ય નથી..લગભગ અડધો કલાક જેટલું ચાલ્યા પછી ટોની એ આદિત્ય ને કીધું..."ભાઈ ચાલ હવે સુવા માટે જઈએ...મેં આપણા માટે યોટ માંજ અલગ અલગ રૂમ ની વ્યવસ્થા કરેલી છે..."

"અરે પણ..તે કીધું એ નહિ.."આદિ એ આશ્ર્ચર્ય ના ભાવ સાથે કીધું..

"એમાં કહેવાનું શું હોય..આવી હાલત માં લિસા ને ઘરે થોડી મોકલાય..અને mr.cricket તમને જ ખબર નથી બાકી નિકી એ લિસા ને ક્યારનુંય કહી દીધું છે અને લિસા એ એના ઘરે પણ કહી દીધું", ટોની એ બૉમ્બ ફોડ્યો..

"અરે સાવ આવું.."ટોની એ લિસા ની સામે આંખો પહોળી કરી..

"Mr. cricket... ટોની તમે આદિત્ય ને કેમ mr.cricket કીધું..?લિસા એ ટોની નો શબ્દ પકડી પાડ્યો હતો..

"અરે આતો આદિને ક્રિકેટ નો બહુ શોખ છે અને નોલેજ પણ એટલે", ટોની એ વાત સંભાળી લીધી..

"ચાલો હવે જઈએ નીચે પોતાપતાના રૂમ માં", નિકી બોલી એના અવાજ માં થાક વર્તાતો હતો..

ત્યારબાદ બધા નીચેની તરફ આવેલા રૂમ તરફ આગળ વધ્યા..ટોની અને આદિત્ય ના રૂમ પરસ્પર સામસામે ની બાજુએ હતા..એકબીજા ને ગુડનાઈટ કહીને બંને કપલ પોતપોતાના રૂમ માં પ્રવેશ્યા..

રૂમ લોક કરતા ની સાથે જ લિસા એ બેડ પર લંબાવ્યું...એની આંખો માં એક ગજબ નું નિમંત્રણ હતું જે આદિત્ય ને બેચેન કરી રહ્યું હતું..સામે ની તરફ ટોની અને નિકી તો એકબીજા ની અંદર સમાઈ જવા ની મથામણ માં રૂમ આ પ્રવેશતા ની સાથે જ લાગી ગયા હતા..

"આવ ને આદિત્ય.."લિસા એ આદિ નો હાથ પકડી પોતાની તરફ ખેંચ્યો..આદિત્ય લિસા ની આ હરકત થી થોડો આશ્ચર્યચકિત થઈ ગયો..અને એનું ધ્યાન ના હોવાથી એ લિસા ની બાજુ માં જઈને પડ્યો..

"અરે લિસા આ શું કરે છે?તું અત્યારે ભાન માં નથી.."આદિત્ય એ પોતાનો અવાજ થોડો ઊંચો કરી કહ્યું..

"આદિ, હું પુરેપુરી ભાન માંજ છું.. મને ખબર છે હું તારી પાસે શું અપેક્ષા રાખી રહી છું.."લિસા એ શાંત સ્વરે જવાબ આપ્યો..

"પણ લિસા આ બધું લગ્ન પેહલા ...યોગ્ય નથી...મારુ મન આની પરવાનગી નથી આપી રહ્યું"આદિ એ કીધું..

લિસા એ આદિત્ય નો હાથ પોતાના હાથ માં લીધો અને એની આંખો માં આંખો નાખી ને કહ્યું.."આદિત્ય આઈ લવ યુ સો મચ...તું અત્યારે લગ્ન પછી ફીઝીકલ રિલેશન રાખવાની વાત કરી રહયો છે એ એક છોકરી હોવાના નાતે મારે કરવી જોઈએ...સુંદર હોવું એ સારું હોવાની નિશાની નથી..પણ સારું હોવું સુંદરતા નું પ્રમાણપત્ર જરૂર છે..અને આદિ યુ આર ટૂ ગુડ..!! તારા દ્વારા કહેલા આ શબ્દો એ વાત નો પુરાવો છે કે મારી પસંદ કેટલી યોગ્ય છે...અરે લગ્ન તો સામાજિક પ્રણાલી નો હિસ્સો છે...અને આપણે તો આત્મા ના બંધન થી જોડાઈ ગયા છીએ...તું સાચું બોલ તું નથી ઇચ્છતો કે આપણે બંને એકાકાર થઈ જઈએ...!!!

"હા..ડિયર મારા દિલ માં એ એક તોફાન મચેલું છે. ..પણ..."આદિત્ય આગળ બોલવા જતો હતો એ પેહલા લિસા એ એના હોઠ પર પોતાના ગુલાબ ની પાંખડી જેવા હોઠ મૂકી દીધા..અને એના ફરતે હાથ વીંટાળી એને બેડ પર સુવડાવી દીધો...!!!

લિસા ની આ હરકત થી આદિત્ય થોડો બધાઈ જરૂર ગયો પણ તરત એને પોતાની જાત ને તૈયાર કરી દીધી લિસા ના પ્રેમ ના સાગર માં ડૂબકી ખાવા માટે...અને પછી શરૂ થઈ એકબીજા ને પામવાની હરીફાઈ...

"બુંદ બુંદ કરકે મુજમે મિલના તેરા, ઔર મુજમે મુજ સે જ્યાદા હોના તેરા..

ભીગા ભીગા સા મુજકો તન તેરા લાગે..આજા તુઝકો પીલું મન મેરા કહે..

મેં ના બચા મુજ મે થોડા સા ભી.... દેખ તું ના બચા તુજમે ભી....

જલને લગા ગરમ સાંસો સે મેં, .....યું પીઘલને લગા તુજમે હી....."

ગીત ની પંક્તિઓ ની જેમ અત્યારે આદિત્ય અને લિસા જાણે એકબીજા માં ખોવાઈ જવા આતુર હતા...બંને ના હાથ એકબીજા ના શરીર ની ફરતે ધીરે ધીરે મજબૂત પકડ બનાવી રહ્યા હતા...ધીરે ધીરે શરીર પરના દરેક વસ્ત્રો નું આવરણ ક્યારે દૂર થઈ ગયું એ બંને ની જાણ બહાર હતું..આદિત્ય ની કસાયેલી કાયા નો ભરડો અજગર ની માફક લિસા ના માંસલ દેહ ને નિચોડી રહ્યો હતો..લિસા પણ આ પ્રત્યેક ક્ષણ ને માણી લેવા માંગતી હતી..ક્યારેક આદિત્ય લિસા પર હાવી થઈ જતો તો ક્યારેક લિસા આદિત્ય પર...!!!

બંને માટે આ પ્રેમ નો પ્રથમ અનુભવ હતો..આછા ડીમ પ્રકાશ માં લિસા ના સંપૂર્ણ દેહ ને આદિત્ય એ જ્યારે જોયો ત્યારે એને પોતાની ધડકનો પર જાણે કાબુ ગુમાવી દીધો હોય એવું માલુમ પડ્યું...!! જેમ વંટોળીયું આવે ને કોઈ જગ્યા એ ગંભીર રૂપે ઘમરોળી નાખે એવી હાલત અત્યારે બેડ ની થઈ ગઈ હતી...લગભગ ૨ કલાક સુધી પ્રેમ નું આ તોફાન યોટ ના એ રૂમ માં ચાલતું રહ્યું...અને થાકી ગયેલા બંને યુગલ જ્યારે એકબીજા ને લપાઈને સુઈ ગયા ત્યારે શાંત પડ્યું...!!!

સવારે ૮ ક્યારે વાગ્યા એ બંને માંથી કોઈને ખબર ના રહી..બારણે થયેલા નોક નોક ને લીધે એમની આંખો ખુલી..આદિ અને લિસા અત્યારે ધાબળા માં નિવસ્ત્ર હાલત માં હતા..એટલે આદિ એ પૂછ્યું"કોણ???"

"હું નિકી..આપણે ૯ વાગ્યા સુધી રૂમ ખાલી કરવાનો છે તો જલ્દી તૈયાર થઈ જાઓ.."બહાર થી નિકી નો અવાજ આવ્યો..એના અવાજ માં થોડી મસ્તી વર્તાતી હતી..કેમકે એને મનોમન ખબર હતી કે રૂમ ના અંદર શું સ્થિતિ હશે..

"સારું અમે આવીએ "આદિત્ય એ થોડા ઊંચા અવાજે કહ્યું...

"ચાલ લિસા ઉભી થા..."આદિત્ય એ લિસા ને ખભેથી પકડી હલાવતા કહ્યું..

"આદિ નથી જવું..આવ ને મારી પાસે.."લિસા એ અડધી ઊંઘ માં હોય એમ કીધું..

"ઉભી થા હવે નખરા કર્યા વગર મારી મા..."આદિત્ય એ હાથ જોડી કીધું..

"ઓકે.. પણ એક શરતે આપણે શાવર જોડે લઈશું.."લિસા એ કીધું..

"સારું બાપા.. તું જેમ કહીશ એમ"આદિત્ય સ્ત્રીહઠ આગળ ઝૂકી ગયો..

પછી બંને સાથે બાથરૂમ માં પેઠા જ્યાં ગરમ પાણી નીચે બંને એ સાથે શાવર લીધું...આ પ્રત્યેક ક્ષણ બંને ના ચેહરા ને વધુ તાજગી આપી રહ્યા હતા...લિસા એ માટે ખુશ હતી કે આટલો ઈમાનદાર અને સાચા દિલ નો પુરુષ એની જિંદગી માં આવ્યો..અને આદિત્ય માટે લિસા એના સપનાની રાણી બરાબર હતી..બુદ્ધિ અને દેખાવ નો સંપૂર્ણ સમન્વય...બંને એ ત્યારબાદ કપડાં પહેર્યા અને વ્યવસ્થિત થઈ બહાર આવ્યા..ઉપર ટોની અને નિકી એમની રાહ જોઈ પહેલેથી ઉભા હતા...!!

"કેવું રહ્યું ભાઈ...!!??ટોની એ આદિત્ય સામે આંખ મારી કહ્યું..

"આદિત્ય ને શું પૂછે છે..લિસા નો ચેહરો એ વાત ની ચાડી ખાય છે કે કાલે રાતે શું થયું હશે"નિકી એ ફીરકી લેવાના અંદાજ માં વચ્ચે ઝુકાવ્યું..

"વાહ ભાઈ ડબલ સેન્ચુરી કે ટ્રિપલ..."આટલું બોલી ટોની હસી પડ્યો...

"હવે બહુ થયું...ચાલો હવે નીકળીએ"લિસા નો શરમ થી લાલ થઈ ગયેલો ચેહરો જોઈ આદિત્ય એ વાત ને પૂર્ણ કરવાના અંદાજ થી કીધું..

ત્યારબાદ બધા કાર માં ગોઠવાઈ ગયા ..ટોની એ લિસા ને એના ઘર ની નજીક ડ્રોપ કરી અને પછી આદિત્ય ને એના રૂમ સુધી..ત્યારબાદ એ પોતાની કાર લઈને પોતાના ઘર તરફ પાછો વળ્યો...

આદિત્ય એ રૂમ માં જઈ સ્પોર્ટ્સ ડ્રેસ પહેર્યો અને નીકળી પડ્યો પાછો પ્રેક્ટિસ કરવા માટે એકેડમી તરફ..હવે ઇન્ડિયન ટીમ ને આવવામાં ૫-૬ દિવસ નો જ સમય હતો...એટલે એ થોડી પ્રેક્ટિસ કરીને પોતાની જાત ને ચેમ્પિયન ટ્રોફી માટે પ્રીપેર કરી લેવા માંગતો હતો..અહીં બધા આદિત્ય ને ઓળખતા હતા એટલે એને કોઈ તકલીફ નહોતી..મોટાભાગે એ નેટ માં ફાસ્ટ બોલરો સામે પ્રેક્ટિસ કરવા પર વધારે ધ્યાન આપતો..બપોરે હળવું ભોજન કર્યા બાદ આદિત્ય એ સાંજના પાંચ વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી અને પછી પોતાની કાર લઈને રૂમ તરફ પાછો આવ્યો ત્યારે ૬ વાગી ગયા હતા..બપોરે લિસા જોડે વાત થઈ હતી એટલે સાંજે મળવા જવાનું હતું એટલે ફટાફટ રેડી થઈ પાછો નીકળી પડ્યો પોતાની પ્રિયતમ ને મળવા..

આમ પણ પ્રેમ તમને પાગલ ના કરે તો એ પ્રેમ નથી...અને આપણો આ હીરો પણ અત્યારે એવી જ હાલત માં હતો..એને તો હવે બધે લિસા જ દેખાતી હતી..લિસા ને મળવાના ખ્યાલ માત્ર થી એનો બધો થાક ઉતરી ગયો હતો..!!નક્કી કરેલા સમય અને સ્થાને આદિત્ય પહોંચી ગયો..લિસા થોડા સમય માંજ ત્યાં આવી ગઈ..બંને એ સાથે ડિનર લીધું અને પછી મોડે સુધી વાતો કરી અને પછી છુટા પડ્યા..!!

આ એમનો નિયત ક્રમ બની ગયો હતો..બીજા ૨ દિવસ સુધી બંને આમ જ મળતા રહ્યા..આદિત્ય અને લિસા અત્યારે એકબીજા ના રંગે રંગાઈ ગયા હતા..બંને નો પ્રેમ અત્યારે ચરમસીમા એ હતો..આદિત્ય અત્યારે પોતાનું બધું દુઃખ જાણે વિસરી ગયો હતો..લિસા ના પ્રેમ એ એને બધુજ આપી દીધું હતું..

એક વાર આવી જ એક સાંજે આદિત્ય લિસા ને મળવા માટે જવા તૈયાર હતો..એને લિસા ને આવી જવા જણાવી દીધું હતું..એ પોતાની કાર લઈને હોટલ એ થી નીકળી ગયો પણ રસ્તા માં એની કાર ના પાછળ ના ટાયર માં પંચર પડતા એને કાર ને રોકવી પડી..નીચે ઉતરી જોયું તો કાર ના પાછળ ના ટાયર માં થોડી એ હવા નહોતી..એટલે એને લિસા ને કોલ કરી પોતાને આવતા થોડી વાર થશે એમ કહી દીધું...લિસા પહોંચી ગઈ હતી તો એને કીધું વાંધો નહિ હું વેઇટ કરું છું..!!!!

આદિત્ય એ કારનું પંચર ઠીક કરાવી કાર ને ફટાફટ સ્ટાર્ટ કરી હંકારી મૂકી...એ નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયો અને આજુબાજુ નજર દોડાવી પણ લિસા નો ક્યાંય પત્તો નહોતો...એને તરત જ કોલ લગાવ્યો પણ લિસા નો ફોન સ્વીચઓફ આવતો હતો..!!! આદિત્ય એ ઘણીવાર ફોન કરવાનો ટ્રાય કર્યો પણ ફોન બંધ જ હતો..એને આવતા ફક્ત ૨૦ મિનિટ જ મોડું થયું હતું તો એટલી વાર માં લિસા ક્યાં ચાલી ગઈ એ ચિંતા નો પ્રશ્ન હતો..આદિત્ય એ કાર માંથી નીચે ઉતરી આજુબાજુ બધે તપાસ કરી પણ લિસા ક્યાંય જોવા ન મળી..!!!

અચાનક આદિત્ય ના ફોન માં અજાણ્યા નમ્બર પર થી કોલ આવ્યો એને ફોન રિસીવ કર્યો તો સામે કોઈ સ્રી નો અવાજ હતો..

"હેલ્લો mr. cricket લંડન માં કેવું ચાલે છે?"

"ખૂબ સરસ..પણ તમે કોણ?"એક તો લીસા નું આમ અચાનક ગાયબ થવું અને ઉપર થી આ કોલ ના લીધે આદિત્ય એ ઊંચા અવાજે પૂછ્યું..

"મેદાન પર જેટલો શાંત દેખાય છે એટલો શાંત મારી સામે પણ રહેજે..નહિ તો..."સામે થી ધમકીભર્યા સુર માં જવાબ આવ્યો..

"નહિ તો શું કરી લઈશ? આદિત્ય એ ગુસ્સા માં સંભળાવી દીધું..

"તને તો કંઈ નહીં કરું પણ તારી પ્રેમિકા લિસા ને.."આટલું કહી એક અટ્ટહાસ્ય સાંભળવા મળ્યું..

"લિસા...લિસા તારી જોડે છે...એના જોડે મારે વાત કરવી છે..લિસા ને કંઈ પણ ના કરતી..."આદિત્ય ના સુર માં આજીજી હતી..

"સરસ..આ રીતે અમારી વાત માનીશ એ તારી લિસા માટે ફાયદાકારક રહેશે...અને આદિત્ય તું અત્યારે બ્લેક શર્ટ માં બહુ સરસ લાગે છે.."સામે થી અવાજ આવ્યો..

"પણ હું કેવી રીતે માનું લિસા તમારા જોડે છે??"આદિત્ય એ સવાલ કર્યો..

"તું હોટલ માં તારા રૂમ સુધી પહોંચ તને સાબિતી મળી જશે...અને હવે કાર નો ટેકો પડતો મુક અને ગાડી ચાલુ કરી નીકળ તારા રૂમ સુધી...આગળ તારે શું કરવાનું એ તને કોલ પર જણાવીશ.."આટલું કહી કોલ કટ થઈ ગયો..

સામે જે સ્ત્રીનો અવાજ સાંભળ્યો એ આદિત્ય એ પેહલા ક્યાંક સાંભળેલો હતો..બહુ વિચાર્યું પણ યાદ ન આવ્યું..એની વાતો પર થી પુરવાર થતું હતું કે આદિત્ય પર અત્યારે એ નજર રાખી રહી છે..એને આજુબાજુ નજર કરી પણ કોઈ દેખાયું નહીં છેવટે આદિત્ય એ કાર ને હોટલ તરફ મારી મૂકી...

To be continued.......

આ નવલકથા અંગેનો આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો… બેકફૂટ પંચ નો નવો ભાગ આવતા મંગળવારે.. આદિત્ય ની જિંદગી હજુ કેવા રંગ બદલશે એ જાણવા વાંચતા રહો બેકફૂટ પંચ....

-જતીન આર. પટેલ