funeral hadva haiye in Gujarati Comedy stories by Tarulata Mehta books and stories PDF | ફ્યુનરલ હળવા હૈયે

Featured Books
Categories
Share

ફ્યુનરલ હળવા હૈયે

ફ્યુનરલ હળવા હેયે

'મારાં એકપછી એક અંગો કાયમી હળતાલ ઊપર ઉતરી ગયાં પણ મગજ હજી ચાલે છે. હવે ડોકટરોએ હાથ ઘોઇ નાખ્યા, ઓક્સીજનની, પ્રવાહી ફૂડની, યુરીનની ટ્યુબોમાં કપાયેલા પતંગ જેવો હું લટકી રહ્યો છુ. હું મનથી ઘણી બૂમાબૂમ કરું છુ

મને છોડો' છેવટે મણમણની મારી પાંપણને સહેજ ઉચી કરી, ' 'મનન દેસાઈ જાગ્યો' દૂરથી કોઈ અવાજ આવ્યો, 'ડેડી, ડેડી તમારે આમ ટ્યુબો સાથે જીવવું છે?' મનનના મોટા દીકરાએ હતાશાથી પૂછ્યું, છેલ્લા બે મહિનાથી કથળતી જતી એના પિતાની તબિયત માટે એણે દિવસ રાત એક કરી પ્રયત્નો કર્યા હતા. ' મેં નકારમાં ડોકું હલાવી પ્યાલાબરણીવાળી પણ ના લે તેવા જીર્ણ, કાણા પડી ગયેલા વસ્ત્ર (શરીર) સાથે નાતો છોડી દીધો. મારો મૃત્યુનો ધંટ વાગી ગયો, 'હાશ ' કેદમાંથી છુટ્યો, માંદો પડ્યો ત્યારથી આ લબડતી સાંકળોથી બાંધી રાખ્યો હતો, પણ હજી શ્વાસ જવાનું નામ લેતા નથી. '

'તારા ડેડીની ઈચ્છા ઘરેથી જવાની હતી. ' એમ કહી મનનની પત્ની નયનાએ એક કાગળ એના મોટા દીકરાને આપ્યો, મોટો દીકરો દેવેશ પોતે ડોક્ટર હતો, પણ ડેડીની ઈચ્છા આગળ લાચાર હતો. કાગળમાં મનને 'મારા ફયુનરલમાં મને રાજી રાખજો'. એમ કહી ઘણી બધી વાતો એવી લખેલી હતી જે વાંચતા ગમ્ભીર વાતાવરણમાં પણ એનાથી હસી પડાયું, તે બોલ્યો 'ડેડી ઈઝ ઓલ્વેઝ ફ્ની, આઈ કાન્ટ બીલીવ ધીસ '. તેને થયું તેના ડેડીની જીવવાની તેમની પોતાની સ્ટાઈલ હતી. જેની મમ્મી મઝાક કરતી. તેઓ ઘરનું એલારામ સેટ કર્યા પછી બે વાર ચેક કરતા. પેસા આપવામાં ઉદાર પણ હિસાબ કોડીનો બક્ષીસ લાખની એમ માનતા. દર વર્ષે એક વાર કુટુંબ સાથે

વેકેશન લેવાનું જ. વેકેશનમાં કોલેજમાં ભણતા બન્ને દીકરાઓ સાથે ડ્રીક્સ પીતા અને સિગરેટ પણ ફૂકતા, તેઓ ગંભીર વાતને હસી કાઢતા અને હસવાની વાતનો બે દિવસ વિચાર કરતા.

દેવેશે વિચાર્યું ઘેર ગયા પછી સારવાર વિના ડેડી ત્રણ દિવસથી વધુ નહિ કાઢે. એણે એક વીકની રજા મૂકી દીધી. પાસે ઊભેલી એની પત્ની રીનાને ગમ્યું નહિ. કારણ કે દેવેશ એના ડેડી પાસે રહેશે, તો એણે પણ રહેવું પડશે. એની સાસુ નયના બધી વાતે એટલાં સ્માર્ટ હતાં કે એને બે કોડીની કરી મૂકતાં, હોસપિક-કેરની વ્યવસ્થા ડોકટરે કર્યા પછી ફયુનરલ હોમ વિષે વિચારવાનું રહ્યું. અમેરિકામાં બોર્ન અને રેઈઝ દેવેશ માટે ડેડીએ લખેલો તેમના ફયુનરલ વિષેનો કાગળ ડીરેક્શન મેપ જેવો બની ગયો. કારમાં જી. પી. એસના સહારે અજાણી જગ્યાએ નિરાંતે પહોંચી જવાય તેમ ડેડીના કાગળને સહારે તેણે અંતિમક્રિયાના કામો કરવાની મનથી તેયારી કરી.

ડેડીનું નામ મનન એમની ફોઇએ મન દઇને પાડેલું, ફોઇ સ્કૂલમાં ટીચર હતાં, બે વાર વિચારીને બધાં કામ કરવાની એમને ટેવ હતી, એના ડેડી પણ ચાર વાર વિચારી બરોબર પ્લાનીગ કરી બધું કરતા, આમ તો કેમેસ્ટ્રીમાં રીસર્ચ કરી પી. એચ. ડી. કર્યું હતું પણ નાની મોટી બઘી વાતમાં એમને ખાંખાખોળા કરવાની ટેવ હતી. એની મમ્મીના કહેવા પ્રમાણે ડેડીએ બેએક ફયુનરલ હોમ પણ જોઈ રાખેલાં, પણ હજી બધું અધ્ધરતાલ હતું, છતાં ઘરના બધાં માણસો પોતાની રીતે ફયુનરલ માટેની દોડાદોડીમાં પડી ગયાં, મમ્મી,

તથા એની પત્ની રીના વચ્ચે ચડભડ થઈ ગઈ, રીના બ્લેક સૂટ પહેરવાની હતી. જેનો મમ્મીએ સખત વિરોધ કર્યો . તેમણે એક સફેદ પંજાબી ડ્રેસ રીનાના હાથમાં પકડાવી દીધો. સગાઓને તથા મિત્રીને ફોન તો શી રીતે થાય? હજી મનનના શ્વાસ લટકી રહ્યા હતા.

ડેડીની હાલત જોઈ દેવેશને ડૂમો ભરાતો હતો, પણ રડાય કેમ કરીને?હજી તો ડેડીના શ્વાસ છાતીના ઊડા ભોયરામાં આંટા માર્યા

કરે છે, એક, બે.. એ સ્ટેથોસ્કોપથી હાર્ટ બીટ ગણતો હતો, ડેડી ત્રણ દિવસથી વધુ સમય જીવશે તો.. ? રજા બગડશે, ત્યાં લન્ડનથી આવેલી એની માસી બોલી, 'જીજાજીને ગુલાબનાં ફૂલનો બહુ

શોખ હતો. હાર માટે ઓર્ડર કરી દેજો, છેલ્લે દિવસે નહિ મળે. ' નયના બોલી, 'અલી હજી તો તારા જીજાજી જીવે છે. 'એટલામાં બેડની પાસે જ ખુરશીમાં બેસી રામનામની ધૂન કરતાં ધરડાં મા બોલ્યાં, 'મેં યમડાને બચુના માથે ફરતો ભાળ્યો, બચુ એના દાદાને, બાપને, માને જુએ છે, હવે આજની રાત ભારે છે. ' મનનનો પગ જરા હાલ્યો, એટલે મા કહે,

'મનનને 'બચુ 'ના નામે બોલાવતા એ ગમતું નહિ, પણ હું તો તું જઈશ પછી ય બચુ કહી યાદ કરીશ'

અમેરિકામાં આવ્યો એ પહેલાં ઘરનાને અને પારકાને કહી કહીને થાકેલો 'મનન કહેતા શું જોર પડે ?'હાલના તબક્કે એ દૂરના મા 'બચુ 'કહે છે. એણે કાયમની વિદાય લેતાં પહેલાં આ પારકા લોકોનો સિતમ સહી લેવો પડશે. ડો. દેવેશને માની વાત ગમી નહિ, તે

બોલ્યો, 'સૌ સાંભળી લો, મારા ડેડી માનથી જાય તે માટે તેમની પસંદ પ્રમાણે જ કરવાનું. ' મા મોઢું બગાડી 'રામ રામ' કરતાં રસોડામાં જતાં રહ્યાં. 'આમને કોણે બોલાવ્યાં?'દેવેશની પત્ની રીનાને મા દીઠાં ગમતાં નહોતાં, બધી વાતમાં મા કહેતા 'ધરડાં ગાડા વાળે'

નયના કહે ', એ તો આખા શિકાગોના મા છે. બોલાવ્યા વગર આવી જાય. ને પૂછ્યા વગર ડહાપણ ડોળયા કરે, તારા ડેડીએ બધું લખી રાખ્યું છે એટલે સારું, '

વહેલી સવારે ધરડાં માની 'બચુ ગયો'ની ચીસથી ધડ ધડ કરતાં બધાં નાઈટીમાં મનનના બેડ પાસે ધસી આવ્યાં, તેમાં દેવેશની

પત્ની રીનાની નાઈટીના બટન ખૂલી ગયાં. મા તાડૂકી ઉઠ્યા, 'અરે, તારા સસરાની તો લાજ રાખ ' દેવેશ રીનાનો હાથ ઝાલી બેડરૂમમાં જતો રહ્યો. નયના અને એની બહેન સફેદ પંજાબી ડ્રેસ પહેરી થોડીવાર પછી આવ્યાં, ત્યાં સુધીમાં માએ રોકકળ કરી.

'ઘરનાં આઘા રહ્યાં બચુ, લે હું પારકી એકલી તારે માથે બેઠી છું ', નયનાની બહેન માને ઉઠાડીને ડાઈનીગ ટેબલ પાસેની ખુરશીમાં

બેસાડી આવી. નયના રડતાં રડતાં એના બે દીકરાઓની રાહ જોતી હતી. એટલામાં તેયાર થઈને દેવેશ આવ્યો, નયના એના ખભે

માથું મૂકી રડવા લાગી. દેવેશ બોલ્યો, 'મારે ય રડવું છે, પણ ડેડીનું ડેડ બોડી લઈ જાય પછી રડવાનું કાગળમાં લખ્યું છે. નયનાની

બહેન બોલી, દેવેશ તું જીજાજીનો દીકરો પાકો, પોથીનો પંડિત, ' દેવેશને જરા ય ગમ્યું નહીં, તેણે ઈશારાથી ચૂપ રહેવા કહ્યું,

ફ્યુનરલહોમમાં મનનના ડેડ બોડીને સૂટ પહેરાવાશે, એમ વિચારી નયનાએ ઈસ્ત્રી કરી સૂટ તેયાર કર્યો, એટલામાં દેવેશે કાગળ ખોલી વાંચ્યો, 'રેશમી કુરતો અને સરવાર, ખભે દુપટ્ટો, પગમાં મોજડી પહેરાવજો' બીજા બધાં હસી પડ્યાં, નયના છોભીલી પડી ગઈ. એ અકળાઈને બોલી,

'આખી જીદગી તો સૂટ પહેર્યો ને છેલ્લે,' એની બટકબોલી બહેન કહે, 'જીજાજી હવે તમારું કહ્યું સાંભળવાના નથી, '

ધરડાં માએ અતિમસંસ્કાર માટે મહેશ મહારાજને ફોન કરવા કહ્યું, દેવેશે માની વાત અડધેથી કાપી નાખી, બોલ્યો,

'કોઈની જરૂર નથી, ડેડીની ઈચ્છા ગાયત્રીમંડલના શોભાબેનને હાથે અંતિમસંસ્કાર કરાવવાની છે. '

મા બોલી ઊઠ્યા, 'બચુની બુદ્ધિ સાઠે નાઠી, અમારા વખતે બેરાં સ્મશાને જતા નહોતા ' દેવેશ બહાર જતો રહ્યો. નયના કહે, 'આ મનનને શું સૂઝયું?, શોભા સાથે ધર્મની વાત કરતો હતો પણ લોકો શુ કહેશે?' એનો નાનો દીકરો અને બહેન હસવાનું દબાવી શક્યા નહિ બેકયાર્ડમાં છુ થઈ ગયા. નયનાએ ખાલી ઓશીકે જઈ માથું પછાડ્યું, 'મારી ચાકરી પર પાણી ફેરવ્યું, '

દેવેશની પત્ની રીના મનમાં ખુશ થતી હતી, સાસુમા હંમેશા આખા કુટુંબની પાસે પોતાનું ધાર્યું કરાવતા . શાંતિથી સૂતેલા સસરાજીના મોં પર વિજયની ખુશી હતી. કેમ જાણે ખો આપીને દૂર.. દૂર વાદળમાં સન્તાઇ ગયા!! નયના માટે રાખનું રમકડું જેવું શરીર મૂકીને પોતે એ લહેરથી આકાશમાં ઉડતા હતા. નયના હાથમાંથી છટકી ગયેલા ફુગ્ગાને જોતી રડતી રહી ગઈ. દેવેશે પત્નીને કહ્યું : ‘મમ્મીને પાણી આપ. '

રીના: 'લો, 'મમ્મી પાણી પીઓ '

નયનાએ છણકો કરતા કહ્યું :' મારી ચાકરી ધૂળમાં ગઈ, પેલીએ ધરમની વાતો કરી છેલ્લે મનનને પટાવ્યો... '

દેવેશને મમ્મીની વાત ગમી નહિ તે તેનો હાથ પકડી બેડરૂમમાં લઈ ગયો.

દેવેશે કાર્ડ તેયાર કરાવ્યાં તેમાં પણ ગાયત્રીમંત્ર છપાવ્યો હતો, તેણે ડેડી રીટાયર થએલા ત્યારનો ફોટો ફૂનરલહોમમાં મૂક્યો, નયના છેક સુ ધી નારાજ રહી. આમ તો ફયુનરલમાં આવેલા બધા ય ને 'ગમ'. કમ 'ગમ્મત ' વધારે રહી. 'નો સ્લાઈડ શો 'નો રોતલ પ્રશન્શા પ્રશસ્તિ' 'નો ઘસાઈ ગયેલી, ચવાઈ ગયેલી જનમ મરણની ફિલોસોફી, 'શોર્ટ અને સ્વીટ' ફયુનરલથી સૌ વહેલા પરવારી વીકેન્ડ ની મઝા માણવા ઉપડી ગયા. નયનાને રોતી મૂ કી મનન દેસાઈ રાજીના રેડ થઈ ઉપર સીધાવ્યા.

તરુલતા મહેતા