Krushn ane karn in Gujarati Mythological Stories by Priyansh Parmar books and stories PDF | કૃષ્ણ અને કર્ણ

Featured Books
Categories
Share

કૃષ્ણ અને કર્ણ

કૃષ્ણ અને કર્ણ

અહીંયા મેં કર્ણ અને કૃષ્ણ વચ્ચેનો વાત અને વિવાદ દર્શાવ્યો છે. જે સમ્પૂર્ણ રીતે મારી કલ્પના છે. કોઈ ને હાનિ પછાડવાનો મારો હેતુ નથી. આશા રાખું છું કે તમે મારા આ પ્રયતન ને વાંચી ને ન્યાય આપસો.

-પ્રિયાંશ પરમાર

મહાભારત નો સત્તરમોં દિવસ છે. જબરદસ્ત યુદ્ધ જામ્યું છે. બંને બાજુ થી શબ્દ અને બાણો ની વર્ષા થઇ રહી છે. આ યુદ્ધ મહાભારત ના ધર્મયજ્ઞ માં પુર્ણાહુતી નો ફાળો ભજવી રહ્યું છે. સૂર્ય નો પ્રકાશ પણ આજે કુરુક્ષેત્ર પર બહુ છે, અને કેમ ના હોય!!!કયો બાપ પોતાના દીકરા ના સામર્થ્ય જોવા ના આવે. આ યુદ્ધ થઇ રહ્યું છે ગાંડીવધારી અર્જુન અને સૂર્યપુત્ર દાનવીર કર્ણ ની વચ્ચે. વિશ્વ ના બંને ધનુર્ધર યોદ્ધા આજે પોતાનું સામર્થ્ય બતાવી રહ્યા છે. વર્ષો ની આગ આજે બુજાવાની હોય એવું લાગી રહ્યું હતું, પરંતુ આ કોઈ રંગમંચ નથી આતો રણભૂમિ છે. અહીંયા જે મૃત્યુ પામશે એ પરાજય થી સન્માનિત થશે અને જે જીવિત રહેશે એ વિજય અને વિશ્વ ના સર્વશ્રેષ્ઠ ધનુર્ધર તરીકે સન્માનિત થશે.

અચાનક જ, કૃષ્ણ અર્જુન ના રથ નો માર્ગ બદલે છે. અંગરાજ કર્ણ અર્જુન ને યુદ્ધ નું આવાહન કરે છે. પરંતુ કૃષ્ણ રથ રોકતા નથી. ત્યાંજ કર્ણ સારથી ને અર્જુન ના રથ ની પાછળ જવાનું કહે છે. પરંતુ, અંગરાજ કર્ણ ના રથ નું પૈડું જમીન માં ફસાઈ જાય છે. તેને નીકાળવાનો અથાગ પ્રયતન પછી પણ તે પૈડું જમીન ની અંદર રહેવા માંગે છે. ત્યાં જ અર્જુન નું રથ કર્ણ ના રથ ની સામે આવે છે. કૃષ્ણ અર્જુન ને અંગરાજ પર આક્રમણ કરવાનું કહે છે. અર્જુન કહે છે હે કેશવ, તમે જોઈ નથી સકતા કે કર્ણ એ નિશસ્ત્ર છે અને તે તેના રથ પણ નથી. આ તો ધર્મ નથી સારથી. કૃષ્ણ સ્મિત આપી ને કહે છે કે આ યુદ્ધ માં કોણ ધર્મ થી લડયું છે કે તું ધર્મ થી લડવાની ઈચ્છા રાખે છે. આ એજ અંગરાજ છે જે તારા પુત્ર ના મૃત્યુ માં ભાગીદાર હતો. હે પાર્થ વિચારવાનું મૂકી દે અને આ ગાંડીવ ઉઠાવ અને અંગરાજ પર આક્રમણ કર. કર્ણ કૃષ્ણ ને કહે છે, હે મધુસુદન તમે તો ધર્મ ના જાણકાર છો, તો પછી તમે કઈ રીતે અધર્મ કરી રહ્યા છો. કૃષ્ણ કહે છે, અંગરાજ એક નિશસ્ત્ર બાળક પર વાર કરવો એ શુ તમારો ધર્મ છે? કર્ણ કહે છે મેં અભિમન્યુ ને ત્યાં થતા અત્યાચાર માંથી મુક્ત કર્યો છે. એને સારી મૃત્યુ આપવાનો પ્રયાષ કર્યો હતો. હે અર્જુન ઉભો રહે તું અને મને મારુ રથ સુરક્ષિત ભૂમિ પર લાવવાદે અને પછી હું તારી સાથે યુદ્ધ કરીશ. કૃષ્ણ અર્જુન ને કહે છે પાર્થ આક્રમણ કર. કર્ણ બ્રહ્માસત્ર ચલાવાની ની ધમકી આપે છે. પરંતુ, કર્ણ બ્રહ્માસત્ર માટે ની વિદ્યા ભૂલી ગયો છે અને તેને કઈ યાદ આવતું નથી.

ત્યાં જ સૃષ્ટિ જાણે ઉભી હોય તેમ, આકાશ, પાણી બધું સ્થિર થઇ ગયું. મેદાન માં રહેલા બધા યોદ્ધા પોતાની જગ્યા એ સ્થિર થઇ ગયા હતા. સૂર્ય એ પણ પોતાનો પ્રકાશ રોકી રાખ્યો હતો. માત્ર કૃષ્ણ અને કર્ણ જ હલન-ચલન કરી શકે છે. કૃષ્ણ અંગરાજ પાસે જાય છે અને કહે છે.

કૃષ્ણ :: હે અંગરાજ, તમે આ ધર્મયુદ્ધ ના યજ્ઞ ની પુર્ણાહુતી માં શુ કામ બાધારૂપ બનો છો.

કર્ણ :: પરંતુ, હું મારુ કર્તવ્ય કરી રહ્યો છું.

કૃષ્ણ :: તમે સમાજ ના કલ્યાણ માટે થતા આ ધર્મયુદ્ધ ના વિજય ના માર્ગ માં મજબૂત વૃક્ષ ની જેમ ઉભા છો.

કર્ણ :: કેવો સમાજ અને કેવો ધર્મ? આ એજ સમાજ છે જેને એક બાળક ને સુદ પુત્ર હોવાના કારણે શિક્ષા થી વંચિત રાખવાનો પ્રયત્ન કર્યો. આ એજ સમાજ છે જે મને મારા સામર્થ્ય પુરવાર કરવા માટે રોકી રહ્યું હતું. આ જ સમાજ એ મને જાતિ ના નામે અપમાન નું અમૃત આપ્યું હતું. આ જ સમાજ એ જાતિ ના નામ પર કેટલાય લોકો ને શિક્ષા અને સન્માન થી દૂર કરી અધર્મ કર્યો, ત્યારે આ ધર્મ ક્યાં ગયો હતો? હું શુ પૂછી શકું છું તે સમય એ અધર્મ ને રોકવા ધર્મ ક્યાં હતો?

કૃષ્ણ :: ધર્મ હતો જ દાનવીર. તમારા સ્વરૂપે. તમને શિક્ષા થી વંચિત રાખવામાં આવ્યા એ વાત માન્ય છે. પરંતુ, તમે વિદ્યા તો માત્ર વિશ્વ ના સર્વશ્રેષ્ઠ ધનુર્ધર માટે લઇ રહ્યા હતા ને. શુ તમે ક્યારેય તમારા જ્ઞાન ને બીજા ને આપવાનો પ્રયત્ન કર્યો? તમે એ લોકો ને વિદ્યા આપી શક્યા હત જે લોકો ને સમાજ એ વિદ્યા થી દૂર રાખ્યો હતો. તમે તેમની પર થતા અત્યાચાર નો સામનો કર્યો અથવા તેમને અધર્મ નો સામનો કરવા માટે સક્ષમ બનાવ્યા? પરંતુ, તમે તો માત્ર વિશ્વ ના સર્વશ્રેષ્ટ ધનુર્ધર બનવા ઇચ્છતા હતા. હે દાનવીર રાધેય, તમારી પાસે બુદ્ધિ અને સામર્થ્ય બંને હતું તો તમે સમાજ ના કલ્યાણ માટે તેનો ઉપયોગ કેમ ના કર્યો? મહત્વ નું એ નથી કે સમાજ એ તમારી સાથે કેવો વ્યહવાર કર્યો પરંતુ મહત્વ નું એ છે કે તમે સમાજ માટે શુ કર્યું? અહીંયા તમે તો અધર્મ નો સાથ આપી ને દુર્યોધન માટે લડી રહ્યા છો. એ અધર્મી નું કવચ બની રહ્યા છો તમે. તમે તો ધર્મ ના જાણકાર છો.

કર્ણ :: જયારે બધા લોકો મારા સુદપુત્ર હોવાનો ઉપહાસ કરી રહ્યા હતા, ત્યારે દુર્યોધન એ જ મારા સામર્થ્ય પર વિશ્વાસ રાખી ને મારી સાથે મિત્રતા નો હાથ લંબાવ્યો હતો. ભલે દુર્યોધન એ અધર્મ કર્યાં હોય પરંતુ આ તેને ધર્મ તો કર્યો ને હું એનો ઉપકાર જન્મ સુધી નહિ ભૂલું કૃષ્ણ. ત્યારે કેમ પાંડવ મૌન રહ્યા? જયારે સ્વયંવર માં દ્રૌપદી એ મારા સુદપુત્ર હોવાનો ઉપહાસ કર્યો ત્યારે તમે કેમ મૌન રહ્યા? તમે દ્રૌપદી ને કહી શક્યા હોત કે આ યોગ્ય નથી.

મનુષ્ય પોતાના જન્મ થી નહિ પણ કર્મ થી મહાન બને છે.

કૃષ્ણ :: હે દાનવીર કર્ણ, દુર્યોધન ની મિત્રતા માં સ્વાર્થ હતો. તમે એને જન્મ સુધી નો ઉપકાર સમજી બેઠા. તમે એ અધર્મી ના દરેક પાપ માં સાથ આપ્યો. શુ દુર્યોધન એ તમારી પીડા નું માન રાખી ને સુદો નું મદદ કરી? શુ એણે દરેક ને વિદ્યા પ્રાપ્ત કરવાનો અધિકાર આપ્યો? દુર્યોધન એ તેમની સાથે થતા અધર્મ નો સામનો કર્યો? તે લોકો ને સન્માન આપવાનો પ્રયત્ન કર્યો? અંગરાજ એની મિત્રતા માં સ્વાર્થ હતો એણે તમારો ઉપયોગ કર્યો એવું તમને નથી લાગતું? જે મિત્રતા સ્વાર્થી હોય એ મિત્રતા કેવી કર્ણ? હા હું, સ્વયંવર ના સમય એ મૌન રહ્યો. પરંતુ, તમે કેમ? આ મહાભારત નું યુદ્ધ તમારા જેવા બુદ્ધિમાન અને સામર્થ્યવાન લોકો ના મૌન ના કારણે જ થયું છે. દરેક સ્ત્રી નો અધિકાર હોય છે કે પોતાના મનપસંદ પાત્ર સાથે વિવાહ કરે. પરંતુ, દરેક પુરુષ નો એ ધર્મ અને ફરજ છે કે સ્ત્રી ના સન્માન ની હર સમય એ રક્ષા કરે અને તમે તો સ્ત્રી ને વૈશ્યા કહી ને સ્ત્રી નું અપમાન કર્યું છે. તમે એ અપમાન ને રોકી શક્યા હત જો તમે દુર્યોધન ને પહેલા રોક્યો હત અંગરાજ. આ તમારા બિનજરૂરી મૌન નું પરિણામ મહાભારત નું યુદ્ધ છે. કાશ તમે મૌન ના રહ્યા હત તો કદાચ કોઈ સ્ત્રી નું સભા માં અપમાન ના થયું હોત અને આ સમય એ અભિમન્યુ જીવતો હોત. દાનવીર હવે સમય છે કે તમે આ ધર્મયુદ્ધ ની અગ્નિ માં સમાઈ જાવો.

કર્ણ :: હે કૃષ્ણ, મારુ અંતિમ વંદન સ્વીકાર કરો અને હું પૂછું છું કે શુ મારા સામર્થ્ય નો ક્યારેય પરિચય જ નહિ થાય?

કૃષ્ણ :: કર્ણ, શુ આ તમારું સામર્થ્ય નથી કે અમને તમારા મૃત્યુ માટે અધર્મ કરવો પડે છે. આમ કહેતા કૃષ્ણ કર્ણ ને ભેટી પડે છે અને કહે છે તમને મોક્ષ ની પ્રાપ્તિ થાવો સૂર્યપુત્ર.

સમય પાછો યોગ્ય સ્થાન પર આવી ગયો. સૂર્યનો પ્રકાશ તેજ થઇ ગયો. કૃષ્ણ અર્જુન ને કહે છે પાર્થ આ જ સમય છે કર્ણ ને મારવાનો જો કર્ણ ને પોતાની વિદ્યા યાદ આવી ગઈ તો કેટલાય નું બલિદાન વ્યર્થ જશે. કર્ણ અર્જુન ને કહે છે, મારા ભાઈ અર્જુન સૂર્ય અસ્ત થાય એ પહેલા આ સૂર્યપુત્ર ને વિદાય આપ. કૃષ્ણ અર્જુન ને કહે છે, પાર્થ કર્ણ ને અધર્મ માંથી મુક્તિ આપ પાર્થ અને અર્જુન અંજલિઅસ્ત્ર થી કર્ણ પર આક્રમણ કરે છે. સૂર્યના અસ્થ થવાની સાથે જ એ સમય એ સૂર્યપુત્ર કર્ણ નો પણ અસ્થ થાય છે.

સમાપ્ત