Galaxy Talkies in Gujarati Biography by Bhavya Raval books and stories PDF | ગેલેક્સી ટોકીઝ

Featured Books
  • THE ULTIMATE SYSTEM - 6

    शिवा के जीवन में अब सब कुछ बदल रहा था एक समय पर जो छात्र उसक...

  • Vampire Pyar Ki Dahshat - Part 4

    गांव का बूढ़ा गयाप्रसाद दीवान के जंगल में अग्निवेश को उसके अ...

  • स्त्री क्या है?

    . *स्त्री क्या है?*जब भगवान स्त्री की रचना कर रहे थे, तब उन्...

  • Eclipsed Love - 13

    मुंबई शहर मुंबई की पहली रात शाम का धुंधलापन मुंबई के आसमान प...

  • चंद्रवंशी - अध्याय 9

    पूरी चंद्रवंशी कहानी पढ़ने के बाद विनय की आँखों में भी आँसू...

Categories
Share

ગેલેક્સી ટોકીઝ

ગેલેક્સી ટોકીઝ

ભવ્ય રાવલ

ગેલેક્સી ટોકીઝ : રાજકોટની સિનેમેટિક આન, બાન અને શાન..

ગેલેક્સી સિંગલ સ્ક્રીન મલ્ટી ફિલ્મ ટોકીઝ : પ્રગતિની પડદા પાછળની પેઢી રશ્મીકાંતભાઈ પટેલ

ફિલ્મને ફિલ કરાવતી ટોકીઝ ગેલેક્સી

ગેલેક્સી ટોકીઝ એટલે રાજકોટની સિનેમેટીક આન, બાન અને શાન. મલ્ટીપ્લેક્સ અને ચોવીસ કલાક સિનેમા ચેનલ્સનાં યુગમાં સિંગલ સ્ક્રીન થિયેટરને તાળાઓ લાગવાનો સીલસીલો વણથંભ્યો છે ત્યારે વન સ્ક્રીન સિનેમા ગેલેક્સી ટોકીઝ દર્શકોનાં દિલફાડ પ્રેમની બદોલત છેલ્લાં સાડા ચાર દસકોથી શ્રેષ્ઠ અદ્યતન ટેક્નોલોજી, એક્સલ્યુસિવ પ્રોજેક્શન-સાઉન્ડનાં ઈનોવેશનને કારણે દેશનાં ટોપ ટેન સિનેમા હાઉસમાં ગણના પામે છે. તમને જાણીને આશ્ચર્ય જરૂર થશે કે, રાજકોટની ગેલેક્સી ટોકીઝ સિનેમા શો, સાઉન્ડ ટેકનોલોજી સિવાય ભારતમાં સૌથી વધુ વર્ષ વંદે માતરમ વગાડવાનો વિશ્વ વિક્રમ ધરાવે છે. આરંભથી લઈ આજ સુધી ગેલેક્સી ટોકીઝે વિન્ટેજ સીટિંગ લૂક અને લાર્જ સ્ક્રીન જાળવી અનેક અપગ્રેડેશન અને અવનવા ઈનોવેશન કરી પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડવામાં કશી કસર છોડી નથી ત્યારે આવો જાણીએ ગેલેક્સી ટોકીઝની પડદા પાછળની સુપર-ડુપર હીટ ઓફ સ્ક્રીન કહાની.

આજે જ્યાં રાજકોટનાં રેસકોર્ષ ગાર્ડનની સામે ગેલેક્સી ટોકીઝ આવેલી છે ત્યાં એક જમાનામાં ખેતર હતું. આજથી પાંચ દસક પૂર્વે આ સ્થળે વાલજીભાઈ ભાલોડીયાને પોતાના પિક્ચર પ્રેમનાં પરિણામ સ્વરૂપે સિનેમા હાઉસ કરવાનું સૂઝ્યું. પિતા વાલજીભાઈએ સ્થાપેલી ગેલેક્સી ટોકીઝને દેશભરમાં અવ્વલ બનાવવાનું બીડું આગળ જતા પુત્ર રશ્મીકાંતભાઈ ભાલોડીયાએ ઝડપ્યું અને રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત ભારતનાં થિયેટર જગતમાં ગેલેક્સી સિનેમાનાં ગોલ્ડન પીરીયડની સાથે સિંગલ સ્ક્રીન સિનેમા હાઉસ કલ્ચરનાં ક્રાંતિકારી યુગનો સૂર્યોદય થયો જે સિંગલ સ્ક્રીન સિનેમા હાઉસનો સૂરજ આજે મલ્ટીપ્લેકસ સિનેમા હાઉસની વચ્ચે પણ દબદબાભેર જળહળી રહ્યો છે. આ વાતની સાબિતી એ પરથી આવે કે, બાળકથી વૃદ્ધ આપણા સૌ કોઈનાં જીવનની સિનેમાને લગતી યાદગાર ક્ષણો ગેલેક્સી ટોકીઝ સાથે વણાયેલી છે. આજે પણ દરેકને પોતાની જીવનની સૌ પ્રથમ ફિલ્મ ગેલેક્સી ટોકીઝમાં જોયાનું સ્મરણ હશે.

૨૩ ફેબ્રુઆરી ૧૯૬૯ના રોજ ગેલેક્સી સીનેમા રાજકોટમાં ખુલ્યું તે સમયે ગેલેક્સી રાજકોટની પાંચમી ટોકીઝ હતી અને રાજકોટની વસ્તી ચાર લાખ હતી. ત્યારથી લઈ આજ સુધી રાજકોટમાં ગેલેક્સી સિવાય ઘણી ટોકીઝ ફિલ્મોની જેમ લાગતી (શરૂ) ઉતરતી (બંધ) થતી રહી. ટોકીઝ જ નહીં રાજકોટમાં તો મલ્ટીપ્લેક્સનાં શો ફ્લોપ રહ્યાનાં ઉદાહરણ પણ છે ત્યારે ગેલેક્સી સિનેમાની ન્યુ જનરેશન રશ્મીકાંતભાઈએ ગેલેક્સી થિયેટરનો ડંકો દેશભરમાં ગુંજી ઉઠે એ માટે દેશમાં સૌ પ્રથમ વખત દરેક સમયે વહેલાં અને પહેલા વિદેશોમાંથી ટેક્નોલોજી આયાત કરી દર્શકોને ફિલ્મોનું સાચું ફન કરાવ્યું છે. રશ્મીકાંતભાઈ અને મેનેજમેન્ટ ટીમનાં પ્રત્યનોથી જ ગેલેક્સી ટોકીઝ ગુજરાતનું એકમાત્ર ‘ડોલ્બી ૧૬ ચેનલ’ સાઉન્ડ સીસ્ટમવાળા થિયેટરની નામના અને ચાહના પણ ભોગવી ચૂક્યું છે. આથી ગેલેક્સી ટોકીઝમાં કોઈપણ ફિલ્મનું દ્રશ્ય નિહાળતી વખતી એ દ્રશ્યનો અહેસાસ થયા વિના રહેતો નથી. રશ્મીકાંતભાઈનાં ગેલેક્સી સિનેમાને ઓલ ટાઈમ હીટ બનાવવાનાં સ્વપ્ન તેમજ સતત શોધ-સંશોધનનાં કારણે ગેલેક્સી ટોકીઝમાં ડોલ્બીન ડીઝીટલ સાઉન્ડી ૭.૧ ચેનલ, અલ્ટ્રાજ સ્ટીરીયો, ડીટીએસ, ક્રિસટી લેમ્પી, ફાઇવ પ્લેીટર પ્રોજેકશન અને જે સાધનોનો ગિનેશ બુકમાં સ્થાવન પામેલા છે તે બાર કો ડીપીટુકે ડરબી પ્રોજેકટર કે જે પૃથ્વીસ ઉપરનું સૌથી તેજસ્વીી પ્રોજેકટર ગણાય છે તેમજ ૪૩૦૦૦ લ્યુેમેનસ એટલે કે પ્રકાશ માપવાનું એકમ, કલર-કરેકશન કરોડો રૂપિયા ખર્ચી ગોઠવવામાં આવ્યાં છે. કારણ માત્ર એટલું કે, ગેલેક્સી ટોકીઝનાં સ્થાપક વાલજીભાઈ અને તેમનાં સંતાન એટલે કે, હાલનાં ગેલેક્સી ટોકીઝનાં સંચાલક રશ્મીકાંતભાઈ અને મેનેજેમેન્ટનું એકમાત્ર ધ્યેય ગેલેક્સી ટોકીઝને રાજકોટનું ગૌરવ બનવા સાથે શ્રેષ્ઠ મનોરંજન પીરસવાનું હતું. જ્યારે ગેલેક્સી ટોકીઝની શરૂઆત થઈ ત્યારે વાલજીભાઈએ જણાવ્યું હતું કે, ગેલેક્સી ટોકીઝ રેસકોર્ષ રોડને રાજકોટનું નરિમાન પોઈન્ટ બનાવશે અને પિતાની આ વાતને પુત્ર રશ્મીકાંતભાઈ તેમજ તેમની મેનેજમેન્ટ ટીમેં સાર્થક કરાવી બતાવી. આજે ગેલેક્સી ટોકીઝ એટલે રાજકોટની રોનક, ફિલ્મીસ્તાન ગેલેક્સી ટોકીઝ..

ઈલે. એન્જી.નો અભ્યાસ કરેલાં રશ્મીકાંતભાઈનાં સંચાલનમાં ભારતમાં સૌ પ્રથમ સિનેમાઘર ક્ષેત્રે અદ્યતન વિદેશી સાઉન્ડ સિસ્ટમ લાવવાનો શ્રેય હંમેશા રાજકોટનું ગેલેક્સી ટોકીઝ લેતું આવ્યું છે. તો વળી, ગેલેક્સી ટોકીઝ થકી જ રશ્મીકાંતભાઈએ સૌ પ્રથમ કોમ્પ્યુટરાઈઝ સોફ્ટવેર ડેવલોપ કરવાની પહેલ કરી હતી. ગેલેક્સી ટોકીઝ હાઉસફુલ મનોરંજન કર ભરવાની સાથે ટેકનીકલ ક્વોલિટીમાં પણ મલ્ટીપ્લેકસથી એક કદમ આગળ રહ્યું છે. રંગીલા રાજકોટીયન હોય કે પછી રાજકોટ બહારથી પધારેલા મહેમાનો હોય દરેક પ્રેક્ષક ગેલેક્સી ટોકીઝની સીટ પર બેસી સિનેમા હાઉસનાં અવર્ણીય એટ્મોસ્ફીયરમાં ફિલ્મને ફિલ કરી શકે છે. શ્રેષ્ઠ દ્રશ્ય અને શ્રાવ્ય સાથે સિનેમાનો સાચો અનુભવ થઈ રહે એ માટે ગેલેક્સી સિનેમાનાં દ્રષ્ટિવંત સંચાલક રશ્મીકાંતભાઈએ ગેલેક્સી ટોકીઝની સ્ક્રીનને હજુ પણ મોટી જ રાખી છે કેમ કે, સામાન્ય રીતે હવે ઘરનાં હોમ થિયેટર સિસ્ટમમાં પણ ડોલ્બી ૫.૧ સાઉન્ડ સિસ્ટમ સાથે મધ્યમ કદની સ્ક્રીન હોય છે ત્યારે પિક્ચર જોવાની અસલી મજા તો ડોલ્બી ૧૬ ચેનલ્સથી સુસજ્જ ગેલેક્સી ટોકીઝની લાર્જ સ્ક્રીન પર જ આવે.

થોડાં દસકો પાછળ જઈ જણાવું તો જ્યારે ગેલેક્સી ટોકીઝમાં ૭૦નાં દસકમાં ૭૦ એમએમ પર શક્તિ, કર્મા, સાગર, બદલે કી આગ, ધ બર્નિગ ટ્રેન, અલીબાબા ચાલીસ ચોર અને મિ. ઈન્ડિયા વગેરે જેવી હિન્દી ફિલ્મો તેમજ વેર ઈગલ્સ ડેર, બ્લેક હોલ, એલિયન, ટ્રોન, ટોપગન, સ્ટારવોર્સ, ૭ બ્રીડર્સ ફોર ૭ બ્રધર્સ (પાછળથી આ ફિલ્મ પર સત્તે પે સત્તા મુવી બન્યું) અને બેટમેન વગેરે જેવી અંગ્રેજી ફિલ્મો લાગી હતી ત્યારે બોલીવુડ-હોલીવુડનાં સેવન્ટી-એઈટીનાં એકશન અને ઈમોશન સીનેમાનાં સૂર્યોદયને પ્રેક્ષકોએ સીંગ, સોડા અને સેન્ડવિચ સાથે હાઉસફૂલ માણ્યો છે. સમય સાથે રાજશ્રી પ્રોડક્શનની તમામ પારિવારિક ફિલ્મો જ્યારે ૭૦નાં દાયકાથી જ ગેલેક્સી ટોકીઝમાં આવતી થઈ અને ૨૦ સદીનાં અંત ભાગ સુધીમાં ગેલેક્સી ટોકીઝ રશ્મીકાંતભાઈનાં કુશળ નેતૃત્વમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ સમી પ્રેક્ષકોની લોકપ્રિયતા પામી ચૂક્યું હતું.

ગેલેક્સી ટોકીઝનાં સંચાલક રશ્મીકાંતભાઈ ભાલોડીયાનાં જણાવ્યા અનુસાર ગેલેક્સી ટોકીઝ હંમેશા જૂની અને નવી બંને ટેકનોલોજીનું સમતુલન સાધી આગળ વધતું રહ્યું છે. આજે ગેલેક્સી ટોકીઝ સિદ્ધિ અને સફળતાનાં જે શિખરો સર કરતું આવ્યું છે એ પાછળ પિતા વાલજીભાઈ, તેમનાં ભાગીદારો તથા મેનેજમેન્ટ ટીમ અને પબ્લિકનો સાથ સહકાર રહેલો છે. ગેલેક્સી ટોકીઝ એ પબ્લિક પ્લેસ છે. અહીં પબ્લિકને એન્ટરટેનમેન્ટ પૂરું પાડવામાં આવે છે. આ સિવાય ગેલેક્સી ટોકીઝ અન્ય સિંગલ સ્ક્રીન ટોકીઝની સરખામણીમાં કે મલ્ટીપ્લેક્સની હરિફાઈ વચ્ચે લોકપ્રિય થઈ પ્રેક્ષકોની પહેલી પસંદ બન્યું છે એ પાછળનું કારણ રશ્મીકાંતભાઈ સ્વયં અને પિતા વાલજીભાઈનાં સિનેમા પ્રત્યેનાં શોખને જણાવે છે. રશ્મીકાંતભાઈ કહે છે કે, ફિલ્મો અમારો રસનો વિષય છે. પિતા વાલજીભાઈ અને પોતે ફિલ્મ બનવાથી લઈ દર્શાવવાની સમગ્ર પ્રક્રિયાને બહુ નજીકથી જોઈ અને અનુભવી છે. પ્રેક્ષકોએ ખર્ચેલા નાણાનું પૂરું વળતર આપવાની ગેલેક્સી ટોકીઝની ઉજ્જવળ પરંપરા રહી છે. ગેલેક્સી ટોકીઝ સિંગલ સ્ક્રીનમાં મલ્ટીફિલ્મનાં મનોરંજન માટે કટિબદ્ધ છે.

જી.. હા. આ છે ગેલેક્સી ટોકીઝ અને તેનાં સ્થાપક, સંચાલકની સદાકાળ સફળ કહાનીની.. જે સક્સેસ સ્ટોરીનાં કિરદાર તેનાં પ્રેક્ષકો યાની તમે અને હું પણ છે. અલબત્ત અહીં છેલ્લાં ચાલીસ વર્ષોથી ગેલેક્સી ટોકીઝમાં દરેક ફિલ્મો એડવાન્સ બુકિંગ કરી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોતા સિનેમાપ્રેમી અને ગેલેક્સી ટોકીઝનાં દિવાના પરેશ રાજગોર જેવા મિત્રોનો રોલ પણ અહી કેમ કટ કરી શકાય? જેમની પાસે ગેલેક્સી ટોકીઝની ટીકીટનું કલેશન છે! આવી તો ઘણી બાબતો છે જે ગેલેક્સી ટોકીઝની અન ટોલ્ડ સ્ટોરી ફરી ક્યારેક..

ગેલેક્સી ટોકીઝ : ફેક્ટ ફાઈલસ્થાપના : ૨૩ ફેબ્રુઆરી, ૧૯૬૯સ્થાપક : વાલજીભાઈ પટેલસંચાલક : રશ્મીકાંતભાઈ પટેલ (સીઈઓ, એમડી)સીટિંગ કેપિસિટી : ૮૨૫વિઝન : પ્રેક્ષકોને શ્રેષ્ઠ ટેકનોલોજીનાં માધ્યમથી ફિલ્મની મજા કરાવી સંતોષકારક વળતર આપવું

ગુરુમંત્ર : કેમેરાં અને કોમ્પ્યુટરનાં શોખીન ગેલેક્સી ટોકીઝનાં સંચાલક રશ્મીકાંતભાઈ પટેલ સતત પરિવર્તન સાથે પ્રેક્ષકોને પૂરતું વળતર આપવું, સમયથી આગળ અને હટકે ચાલવાને પોતાનો ગુરુમંત્ર માને છે. સમયની સાથે પુરાતન અને આધુનિક મિશ્રણ કોઈપણ કાર્યની સફળતાનું રહસ્ય છે. ગેલેક્સી ટોકીઝમાં પણ પૂરાતન સિંગલ સ્ક્રીન અને થીમ સાથે આધુનિક ટેકનોલજીનો જે સંગમ થયો તે તેની સફળતાનું સૂત્ર છે. આ સિવાય સિનેમાઘર ક્ષેત્રે સૌ પ્રથમ ટેકનોલોજી લઈ આવવામાં પણ ગેલેક્સી ટોકીઝ શિરમોર રહ્યું જેણે છેલ્લાં સાડા ચાર દસકોથી પ્રેક્ષકોને માત્રને માત્ર મનોરંજન.. મનોરંજન.. અને મનરંજન.. પૂરું પાડ્યું.

બોક્સ : ગેલેક્સીક ટોકીઝમાં સૌ પ્રથમ ફિલ્મ રામાનંદ સાગરની ‘આંખે’ લાગી હતી. ગેલેક્સી સિનેમાનાં ઉદ્દઘાટન વખતે રામાનંદ સાગર ખુદ હાજર રહેલા. કમલા હસનની ફિલ્મ ‘એક દૂજે કે લીયે’ ભારતમાં સૌ પ્રથમ ગેલેકસી ટોકીઝમાં રજૂ કરવામાં આવી હતી. એ સમયે ટીકીટનાં દર ૧, ૨ અને ૩ રૂ. હતા. ‘શોલે’ પિક્ચર ગેલેક્સીમાં બાવન અઠવાડીયા સુધી હાઉસફૂલ રહ્યું હતું તો ‘મૈને પ્યા ર કીયા’નું અંગ્રેજી વર્ઝન ‘વેન પિય કોલ્સલ’ આખા સૌરાષ્ટ્રસમાં એકમાત્ર ગેલેક્સી ટોકીઝમાં જ એક વીક માટે દર્શાવવામાં આવ્યું હતું.

બોક્સ : ગેલેક્સી વન સ્ક્રીન સિનેમા હાઉસ. લોબીમાં સીનેમાનાં આકર્ષક પોષ્ટંર્સને બદલે આધ્યાત્મિક સર્વધર્મ સમભાવનાં પ્રતિકો, સીનેમાના સૂર્વણયુગનાં ઝળહળતા સિતારોના ફોટાઓ, શ્વેત-શ્યાટમથી રંગીનયુગ સુધીના ભારતની પહેલી ફિલ્મ્ ‘આલમ આરા’ની ટીકીટનો નમૂનો અને સિનેમા હોલમાં ટીકીટ કપાવી પ્રવેશતા ગેલેક્સી ટોકીઝની ૭૦ એમએમ સ્ક્રીનનું ઐતિહાસિક પ્રોજેક્ટર સહિત દરેક વર્ગને મનોરંજન પૂરું પાડવાના આશયથી કાર્યરત ગેલેક્સી સિનેમા રાજકોટનું આગવું ગૌરવ છે.

બોક્સ : ‘શોલે’ ફિલ્મ માં અમિતાભ બચ્ચ ન જે સિક્કો ઉછાળે છે તેનો ખણીંગ દેતો અવાજ ગેલેક્સી ટોકીઝમાંની સાઉન્ડ સિસ્ટમ એવી અનુભૂતિ કરાવતી કે જાણે પ્રેક્ષકોને એ સિક્કો પોતાની ખુરશીની બાજુમાં જ પડ્યો છે એવું લાગતું! આજ સુધી વિશ્વસ્તજરીય સાઉન્ડ ટેકનોલોજીને કારણે ગેલેક્સી ટોકીઝ પ્રેક્ષકોમાં ફિલ્મ અને ફિલ્મસ્ટાર કરતાં પણ વધુ અદ્દભૂત ચાહના ધરાવે છે! દર્શકોને મુવી-શો ન ગમવાથી પૈસા પાછા આપ્યા હોય એવી ભારતનાં ફિલ્મ થિયેટર જગતની સૌ પ્રથમ ઘટના ગેલેક્સી ટોકીઝમાં બની છે! ગેલેક્સી ટોકીઝમાં અંગ્રેજી મુવી જોઈ ગુજરાતી પ્રજાનું અંગ્રેજી સુધર્યું હોય એવા પણ કિસ્સા છે!

***