Part-12
ત્રણેક કલાક પછી મનન ને કોલ આવ્યો એ પારો નોજ હતો પારો એને ફોન પર પારો ને એના વેરહાઉસ પર આવા કીધું અને એને રસ્તો બતાવ્યો. થોડી વાર માં પારો ની કાર ત્યાં આવીને ઉભી રહી પારો એની પર્શનલ કાર માં આવેલી હતી. એ અંદર આવી અને મને જોઈને ભડકી અને સિંહણ ની માફક તરાડી એને બોલી આ અહીંયા છે તો મને કેમ બોલાવી. જયે વચ્ચે પડી અને એને અમે કીધું એ છોડ અને આ જો અમે ભેગા કરેલા પુરાવાઓ એને બતાવ્યા એ જોઈને પારો ની આંખો ફાટી ગઈ અને મોઢા માંથી નીકળી ગયું સાલો બાવો એની ખેર નથી હવે. એવા માં જય બોલ્યો પારો ચોક્સી હજુ તને પ્રેમ કરે છે. પારો બોલી એમાં હું સુ કરું? હું બોલ્યો રેવાદે જય એ મને મને સમજી શકે. મારા પ્રેમ ને પણ નહીં સમજી શકે રેવતી ની મેં મદદ કરી હતી મને નથી લાગતું કે મેં કઈ ખોટું કર્યું છે. અને પારો ક્યારની લગ્ન કરી સેટ પણ થઈ ગઈ.
એમાં પારો બોલી કે મેં પણ ક્યાં લગ્ન કર્યા છે અને હું પણ એને ચાહતી હતી. એટલે મેં કીધું તો પછી તું ક્યારેય કેમ ના બોલી કે તું મને ચાહે છે. એને રેવતી તો લગ્ન કરી ને સેટ થઈ ગઈ એ મારી બહેન જેવી હતી ને તે આવું મારા વિશે વિચારી લીધું. અને પારો કઈ પણ બોલ્યા વગર દોડી ને મને અલીગન માં લઈને એક દમ તસતસુ ચુમ્મન હોઠ પર આપ્યું અને બોલી આઈ લવ યુ. . . . . . આઈ કાન્ટ લિવ વિધાઉટ યુ. . . . . મને માફ કરીદે મારા ઈગો ના લીધે મારા થી મોટી ભૂલ થઈ ગઈ છે અને એ ખૂબ રડવા લાગી હતી મેં પણ એને કીધું આઈ લવ યુ ટુ. . આજે આ અણધારી અફાટ મારા માટે એક મોટી ખુશી લાવેલી મારી પારો મારી બાહોમાં હતી. અમે બંને ક્યાંય સુધી એક બીજા ના અલીગન માં હતા.
જય, મનન પણ ખુશ હતા અમે બંને આજે એક બીજા ને ઘણા સમય પછી મળ્યા હતા એમે એક મેક માં ખોવાયેલા હતા. એમાં જય બોલ્યો હવે બાકી નું ઘરે જઈને કરજો પેલા આ લોકો નું સુ કરીશુ એ પ્લાન કરીયે. પારો એ મને લીડ કરવા માટે કીધું એને કીધું તારા થી વધારે સારી સ્ટેટર્જી કોઈ બીજું ના કરી શકે એટલે મેં પારો ને કીધું કે આપડે આ ટેપ અને પુરાવાની એક કોપી મીડિયા ને આપવની એ પણ વિશ્વાસુ અને સવારે 8 વાગે એ બતાવાનું પારો એ કીધું મારી એક ફ્રેન્ડ છે આપડે એના પર ભરોસો કરી શકીયે એટલે એને આ બધી વસ્તુ વોટ્સ એપ થી સેર કરી અને કીધું કે આ સવારે 8 વાગે બતાવજે આમ પણ મીડિયા ને તો આવા ગરમ સમાચાર ની જ રાહ જોતા હોય છે.
મેં પારો ને કીધું તું વીસેક જેટલા માણસો અહીંની લોકલ પોલીસ ની મદદ થી ભેગા કરજે અને બરાબર સાત વાગે મદનલાલ ના આશ્રમ પર છાપો મારજે મનન અને જય તારી સાથે રેસે અને તું? પારો એ મારી સામે જોઈને કીધું મેં કીધું હું માયા મેડમ ની થોડી ખાતીર દારી કરી આવીશ ત્યાં સુધી. સવાર ના છ વાગેલા એટલે મેં માયા ને કોલ કર્યો અને મળવા માટે વાત કરી માયા એ મને રોયલ હોટલ માં આવા માટે કીધું. એમાં મને રોયલ હોટલ પણ યાદ આવી એટલે મેં પારો ને કીધું કે તું થોડા માણસો સાદા ડ્રેસ માં રોયલ હોટલ માં પણ મોકલજે આપડે એક સાથે 8 વાગે આ બધી વસ્તુ નું પરદા ફાસ કરીશુ. અને મેં પારો ને એક ગાલ પર ચુંબન કરી ને રોયલ હોટલ તરફ નીકળી ગયો.
માયા ના રૂમ માં હું ગયો માયા એ દરવાજો ખોલ્યો અને મને કીધું આવો ચોક્સી સાહેબ કેમ આવાનું થયું મેં અંદર થી દરવાજો બંધ કર્યો અને માયા સામે જઈને ઉભો રહ્યો અને બોલ્યો માયા ડાર્લિંગ તારો ખેલ આજે પૂરો થયો એટલે એ ચોંકી ને બોલી સેનો ખેલ તો મેં એને કીધુકે મને તારા ને પેલા ઢોંગી બાવા ની અને તારા બધા ધંધા ની મને ખબર છે. માયા એની નજીક પડેલા ડ્રોઅર માંથી ચાકુ કાઢી અને સીધો મારા પર હુમલો કર્યો અચાનક હુમલા ની મને અપેક્ષા નહતી પણ બચાવ માં મેં હાથ ઊંચો કર્યો. અને ચાકુ સીધું મારા હાથ પર લાગ્યું અને દળ દળ કરતું લોહી વહેવા લાગ્યું.
એને એ દરમ્યાન માયા એ મને નીચે પડી દીધો અને મારા પર ચડી ગઈ અને ગાળા પર ચાકુ રાખી ને મને બાંધી દીધો અને ત્યાં હાથ માં ચાકુ રાખી ને મારી સામે જોઈને બોલવા લાગી કે એ બાવો મારો આસિક છે હું મારા પતિને માંડી એ પેહલા એના પ્રેમ માં છે અને મારા લગ્ન અને મારા પતિ ના પરિવાર ને મારી અને બધી સંપત્તિ હડપી લેવાનું કાવતરું એ અમારા બંને નુજ હતું. એના માટે અમારે ઘણા ખૂન કરવા પડેલા. સીમાનો પતિ મહેશ એ મારી વાત જાણી ગયેલો એટલે એને પતાવી દીધો. મોનિકા અહીં ધંધો કરતી હતી અને માંગીલાલ એનો દલ્લો હતો. હું અહીં નહતી ત્યારે બાવા એની પ્યાસ બુઝાવા માટે મોનિકા નેજ બોલાવતો એને એ વધારે ગમતી હતી પણ એક દિવસ એને જ્યારે મદનલાલ ના મોઢે મહેશ ની વાત કરી એટલે એને એની બહેનપણી સીમા ને આ વાત જાણવા માટે કીધું અને બાવા ને ધમકી આપી ને નીકળી ગઈ એટલે એનું ખૂન કરાવી દીધું પણ અમને સક હતો કે કદાચ એ ને સીમા ને કોઈ વાત કરી હશે. એટલે સીમા અહીં આવાની હતી એ ખબર પડતા એને સ્ટેશન પરથી ઉઠવાનો પ્લાન મેજ બનાવેલો એમાં તું વચ્ચે આવી ગયો મોકો મળતા રઘુ એ એને મનન ના ઘરેજ મારી નાખી. હવે તું એક જ આફત છે અમારા માટે તું મારી જાય એટલે પૂરું.
એ દરમિયાન મેં ધીમે ધીમે હાથ છોડી નાખેલા જેવી એ ચાકુ લઈને મારા પર આવી મેં એના પેટ માં એટલી જોર થી લાત મારી કે એના મોં માંથી ખૂન નીકળી ગયું અને એ સીધી દસ ફૂટ દૂર પડેલા પલંગ પર પડી એ બેહોશ થયી ગયેલી હું એની પાસે ગયો સાંસો હજુ ચાલુ હતી. પણ એને ખૂન વધારે નીકળી રહ્યું હતું. મેં પારો ને કોલ કર્યો કે માણસો ક્યાં છે?એને કીધું એ લોકો ત્યાં આવી ગયા છે મેં કીધું એમને માયા ના રૂમ માં મોકલ હવે બધા ત્યાં આવી ગયા અને મેં એક માણસ ને માયા જોડે રેહવા કીધું અને એને ક્યાંય જવા ના દેવા માટે કીધું. અને હું એ બધા ને મેં જોયેલા ખુફિયા દરવાજા તરફ લઈ ગયો. ત્યાં અમે પહેલા તો ત્યાં રહેલા સી સી ટીવી કેમેરા ને થોડી નાખ્યો અને બધા સંતાઈ ગયા થોડી વાર માં બે ચાર માણસો ત્યાં આવ્યા એટલે અમે બધા એ એમાં પર હુમલો કરીને ખુફિયા દરવાજો ખોલવા માટે કીધું. એ લોકો એ અમને દરવાજો ખોલી આપ્યો અને એમને અમે થયા પડેલી કાર સાથે હાથકડી થી બાંધી દીધા અંદર અમે લોકો ગયા તો થોડા માણસો હતો ત્યાં રાત્રેજ કદાચ રમઝટ થતી. અમને જોઈને અંદર રહેલા એક બે લોકો કદાચ એ લોકો હોટલ નાજ હતા આમારા પર ગન થી હુમલો કર્યો સામે મારી સાથે આવેલા પોલીસ વાળા એ પણ પલટ વાર કરેલો થોડી વાર વાતાવરણ ગોળીઓ ના અવાજ થી ધમ ધામી ઉઠ્યું. અને ત્યાં રહેલ એ લોકો માર્યા ગયા ત્યાં તપાસ કરતા મોટા પ્રમાણ માં ડ્રગ નો જથ્થો જપ્ત કર્યો.
હોટલ ના માલિક અને એના સગીરતો ની ધડપકડ કરવામાં આવી હું હવે સીધી બાઈક પર મદનલાલ ના આશ્રમ તરફ ગયો. ત્યાં પારો બહાર ઉભી હતી અને આશ્રમ ની બહાર હજારો માણસો એકઠા થયેલા હતા એ જોતા મને ખ્યાલ આવી ગયો કે મીડિયા એ એનું કામ કરી નાખેલું છે. પારો પાસે આવ્યો ત્યારે એને કીધું પારો એ મારો હાથ જોયો અને કીધું માય ગોડ ચોક્સી આ સુ થયું તને? મેં કીધું હું બરાબર છું તું અહીં સુ થયું એ કહે? અહીં મોટા પ્રમાણ માં ગોળી બારી થઈ અને બાવા ના ઘણા સાગરીતો માર્યા ગયા અને મેં બાવા ને બે ગોળીઓ પગ માં ધરબી દીધી છે એ પડ્યો સાલો ત્યાં પોલીસ વાળાએ ત્યાં મોટો બંદો બસ્ત અગાઉ થી કરી રાખલું એમને આ હોબાળા ની અપેક્ષા પહેલા થીજ હતી. જયે ખુફિયા જગ્યા પણ બતાવી ત્યાં પણ મોટા પ્રમાણ માં ડ્રગ નો જથ્થો માંડી આવેલો. બાવા હવે જનતા સામે ઉઘાડા પડી ગયેલા અને લોકો માં એટલો આક્રોશ હતો કે એ વખતે તો બાવા ને એમને હવાલે કરવમાં આવે તો એ મારી નાખત.
પોલીસ વાળા ઓ એ બધા ને પકડી અને જૈલ માં પૂરી દીધા અને પારો નો ઇન્ટરવ્યૂ મીડિયા વાળા લેતા હતા પારો એ મારા ખૂબ વખાણ કાર્ય આ આખું કાવતરાનો પરદા ફાસ ચોક્સી એ કરેલો છે મેં તો એને ખાલી મદદ કરી છે. હું તો જનતાનો હીરો બની ગયેલો મને લોકો એક ઈજ્જત થી જોવા લાગેલા ચારે બાજુ મારીજ ચર્ચા હતી. પારો ને મેં થેન્ક્સ કીધું અને એને કીધું મારો ધંધો હવે બરાબર ચાલશે. પારો એ કીધું તારે ધંધો કરવાની જરૂર નથી મને હમણાં કમિશનર સાહેબ નો કોલ આવેલ એમને તને અને જાય ને એક સ્પેશ્યલ ટીમ ને લીડ કરવા માટે કીધું છે. જે ગુનાઓ અટકાવા માટે મદદ કરશે અમે તારું ગમતું કામ છે ડિટેકટિવ ચોક્સી સાહેબ. હું આજે ખૂબ ખુશ હતો મારી પારો મારી પાસે હતો મને આજે ઈજ્જત મળી હતી અને મુક્યમંત્રી એ મારા કામ ને બિરદાવ્યું હતું. હું જેને મારા પર અણધારી આફત આવેલી એના માટે ખૂબ ખુશ હતો એ આફત નહતી પણ મારા માટે એ આફત એક સોનેરી સવાર લઈને આવેલું.
***