Pruthvivallabh - 10 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પૃથિવીવલ્લભ - 10

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

Categories
Share

પૃથિવીવલ્લભ - 10

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૦. દયા

મૃણાલવતી ત્યાંથી ઝપાટાબંધ મહેલમાં ગઈ. તેના મનની સ્થિતિ કંઈ વિચિત્ર થઈ ગઈ હતી.

તેને લાગ્યું કે પોતે સ્વસ્થ તો હતી, છતાં લોહી ઊકળતું હતું. મનમાં કંઈ અપરિચિત વસ્તુ દાખલ થઈ હતી. મુંજને મળવા ગઈ ત્યારે તે જુદી હતી; હવે તે જુદી લાગી.

તેણે ધાર્યું કે અધમતાના અવતાર સરખા મુજંના સંસર્ગથી પોતાની શુદ્ધિને કલંક લાગ્યું હતું; અને તેથી તેને આમ લાગતું હતું અને પછી શુદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતાં માલવનાથ તરફ પોતાનો તિરસ્કાર વધતો જતો હતો તેથી જ તેના મન આગળ આવતો હતો.

તેણે સંસર્ગદોષ મટાડવા સ્નાન કર્યું અને માનસિક શુદ્ધિ મેળવવા ધ્યાન ધરવા બેઠી. તે મુંજ ઉપર ઘણી ગુસ્સે થઈ હતી; અને તે ગુસ્સો રજોગુણનો આવિર્ભાવ હોવાથી, તેને કાઢવાની મથામણ કરવા તે બેઠી.

તેના જેવી જીવનમુક્તને ગુસ્સો શું ? તેણે તો નિર્વિકાર દૃ,્‌ટિએ તેના પાપપુણ્યનું સરવૈયું કાઢી, તે પ્રમાણે તેને જોડે વર્તવું જોઈતું હતું.

ગુસ્સો અસ્વાભાવિક હતો; તેના કરતાં આ માણસ દયાને પાત્ર વધારે હતો. તેના જેવી જિતેંદ્રિય એની દયા નહિ કહે ? ખરી વાત હતી. ગુસ્સો ઉતારવા માટે મુંજ વિશે જ વિચાર કરી તેના પર કરુણા લાવવી જોઈએ. મુંજ તો ધ્યાન આગળથી ખસતો જ નહોતો એટલે આ વાત તો સેહલ હતી.

તેને પોતાના સંશયનો ખરેખરો ખ્યાલ આવ્યો; ઘણા થોડા વખતમાં તે ગુસ્સો વીસરી ગઈ અને મુંજને દયાની લાગણીથી જોવા લાગી. માત્ર કંઈ ન સમજાય તેવી રીતે હૃદય ચણચણતું હતું.

તે શા માટે ચણચણતું હશે ? વિચાર કરતાં તેનું કારણ જણાયું. આમ દયા કરતાં તે આવા પાપી તરફ પૂરતો ન્યાય થવા દેતી નહોતી. તે પાપી તો હતો, તેના જેવીનું પણ તેણે અપમાન કર્યું હતું. તેને પોતાને તો કંઈ માનઅપમાન જેવું હતું જ નહિ, પણ છતાં પાપની શિક્ષા તો થવી જ જોઈએ.

શી એ માણસની નફ્ફટાઈ હતી ! કેવા પાપના પંકમાં તે પડ્યો હતો કે પોતે ક્યાં હતો તેનું પણ તેને ભાન નહોતું. તેને તેનું ભાન તો કરાવવું જોઈએ - નહિ તો ન્યાય થયો કહેવાય જ નહિ.

શી શિક્ષા કરવી ? એટલામાં જૂની રીત તેને યાદ આવી - તે ન્યાયી લાગી.

હારી ગયેલા રાજાઓને લાકડાનાં પાંજરાંમાં પૂરી રાજમહેલ આગળના ચોકમાં રાખતા અને લોકોની હાંસી ને મશ્કરીમાં તેમનાં ગર્વિષ્ઠ હૃદયનો ગર્વ ગાળવામાં આવતો. શા માટે મુજંને આ શિક્ષા ન થાય ?

તે ઊઠી અને તૈલપરાજ પાસે ગઈ. તૈલપરાજને ગળે તે વાત ઊતરી ગઈ અને સત્યાશ્રયે તૈયાર કરાવેલા કાષ્ઠપિંજરામાં મુંજરાજને પૂરવાનો હુકમ કર્યો.

મૃણાલને શાંતિ વળી - હવે ન્યાય થયો. અંતરમાં સાથે એક વિચાર આવ્યો કે હવે એની પૃથિવીવલ્લભતા ક્યાં રહી ? સાથે એક ઊર્મિ થઈ આવી કે આ આઘાત એ કેમ સહન કરે તે જોવું જોઈએ.

એમાં શું ખોટું હતું ? તે બિચારો હતો તો દયાને પાત્ર, માત્ર ન્યાયબુદ્ધિથી દીધેલી શિક્ષા સહેતો હતો. એવા માણસની શી સ્થિતિ છે એ જોવું એ શું તેના જેવી સુબુદ્ધિવાળાંની ફરજ નથી ?

શા માટે નહિ ?