21 mi sadi nu ver - 27 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 27

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

21મી સદીનું વેર - 27

21મી સદીનું વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશન શનિવારે સવારે ઓફિસ પર પહોંચ્યો ત્યારે હજુ નેહા આવી નહોતી. કિશને ઓફિસ ખોલી અને દિવાબતી કર્યા અને પોતાની ચેર પર બેસી કામ કરવા લાગ્યો. થોડીવાર બાદ નેહા આવી અને તેણે કહ્યુ કે “ મે ગણેશભાઇને ફોન કરી આજે આવવાનું કહી દીધુ છે. 11 વાગ્યા સુધીમા તે આવી જશે. અને સુરતથી પણ કન્ફર્મેશનનો મેઇલ આવી ગયો છે તે લોકો આપણને એક વિકમાં માહિતી મોકલશે. ”

“કંઇ વાંધો નહી ચાલ આમ પણ હું આજે અહીજ છું. તુ પહેલા આ બધાજ પેપર્સ તૈયાર કરી નાખ” એમ કહી કિશને નેહાને કાગળ આપ્યા અને પછી ફોન કરી ચા નો ઓર્ડર આપ્યો. કિશનને ચા પીવાની ખુબજ ટેવ હતી. તે હંમેશા કહેતો “ મને ખાલી ચા નો થરમોસ ભરીને આપી દો તો હું સતત 24 કલાક કામ કરી શકું” ચા આવી અને ચા પીતા-પીતા કામ પણ થતુ રહ્યુ. હવે કિશન ધીમે ધીમે એડવોકેટ તરીકે પ્રખ્યાત થઇ રહ્યો હતો. તેથી તેનુ કામ પણ વધી રહ્યુ હતું. અત્યારે એક સાથે તેની પાસે 8 કેસ હતા. અને આવક પણ ધીમે ધીમે વધી રહી હતી. પણ કિશન હમેશા આવક કરતા નીતીને વધુ મહત્વ આપતો. તેણે પાચેક કેસ લડવાની સામેથી ના પાડી દીધી હતી. તે હંમેશા એવુ માનતો કે કોઇ પણ બિઝનેશમાં ઇમાનદારી ન હોય તો તમારી સફળતાનું કોઇ મુલ્ય નથી. અને સાચી સફળતા એનેજ કહેવાય જેના વડે સમાજને ફાયદો થાય. તેથી તેની પ્રગતિ થોડી ધીમી હતી પણ મક્કમ હતી. તેની પાસે એક વાર જે આવે તે કિશન ના સ્વભાવ અને પ્રામાણિકતાથી પ્રભાવિત થયા વિના રહે નહી. અને તેથીજ અત્યારે તેની પાસે સારા એવા કેસ હતા.

કિશન બધા કેસ ના પેપર તૈયાર કરતો રહ્યો અને નેહા તેને કોમ્પ્યુટરાઇઝ કરતી રહી. આમને આમ ક્યારે 11 વાગી ગયા એ તે લોકોને ખબર જ ન પડી. અચાનક કેબીન ના દરવાજા પર ટકોરા પડ્યા એટલે બન્નેનું ધ્યાન તે તરફ ગયું અને જોયુ તો ગણેશ જ ઉભો હતો. ગણેશે કહ્યુ “કિશનભાઇ અંદર આવુ કે?”

કિશને કહ્યુ “આવ આવ ગણેશ. ”

એટલે ગણેશ અંદર આવ્યો અને કિશને બેસવાનુ કહ્યુ એટલે કિશનની સામેની ખુરશી પર બેઠો. કિશને ફાઇલ બંધ કરીને બાજુમાં મુકી અને પુછ્યુ બોલ “શું લઇશ ચા કે કોફી?”

ગણેશે કહ્યુ “અરે, એની કંઇ જરૂર નથી હું હમણા જ ચા પીને આવ્યો છું”

કિશને કહ્યુ “અરે ભાઇ અમારે પણ પીવી છે એટલે તારે પીવી તો પડશેજ” એમ કહી કિશને ફોન કરી ચાનો ઓર્ડર આપ્યો. ચા આવી ગઇ એટલે ચા પીતા પીતા કિશને ગણેશને તેના ઘરના અને મેઘા (તેની બહેન) ના સમાચાર પુછ્યા. અને પછી કહ્યુ “શું કોઇ જોબ મળી કે નહી?”

ગણેશે થોડી નીરાશા થી કહ્યુ “ના, હજુ સુધી તો મળી નથી. પ્રયત્ન કરુ છુ. ”

કિશને કહ્યુ “જો તારી ઇચ્છા હોય તો હું તને કોંટ્રાક્ટ બેઝ પર રાખી શકુ એમ છું. અમે તને કામ આપીશું અને તેના તને પૈસા મળશે. કોઇ ફીક્સ પગાર નહી હોય હમણા. પણ જો અમારી પ્રેક્ટીશ સારી ચાલશે તો આગળ જતા તને કાયમી પણ કરી દઇશું. ”

“કિશનભાઇ તમારી સાથે કામ કરવા મળશે એજ મોટી વાત છે. આ તમારો મારા પર બીજો ઉપકાર છે. એક તો તમે મેઘાનો કેસ મને કોઇ પણ જાતની ફી વગર જ લડી આપ્યો હતો. અને ઉપરથી નોકરી પણ આપી. ” આટલુ બોલતા ગણેશ એકદમ ભાવુક થઇ ગયો એ જોઇ કિશન બોલ્યો. “ અરે એમા ઉપકાર જેવુ કંઇ નથી. અમારે પણ તારી જરૂર છે. આ નેહાને તો તું ઓળખેજ છે. આજે સાંજે આવજે એટલે એ તને બધુ કામ સમજાવી દેશે. અને હા તારે રોજ સવારે ઓફિસ પર એક વાર આવી જવાનું એટલે નેહા તને કામ સોપી દેશે બાકી તારે આખો દિવસ અહી રહેવાની જરૂર નથી. ” એમ કહી કિશને ટેબલના ખાનામાંથી 5 હજાર રૂપિયા કાઢી ગણેશને કહ્યુ “આ રાખ એડવાન્સ પછી આપણે હિસાબ સમજી લેશુ. ”

ગણેશે કહ્યુ “ના કિશનભાઇ એની જરૂર નથી. હમણા તો આર્મીના પેન્સનમાંથી ચાલે છે. ”

ત્યારબાદ ગણેશ “સાંજે ચાર વાગે આવીશ” એવુ કહી નીકળી ગયો.

ગણેશના ગયા પછી નેહાએ કિશનને કહ્યુ “ મારે એને શું કામ સોંપવાનું છે? અને તેને શું સમજાવવાનું છે?”

કિશને કહ્યુ “ કામ તો આપણે તેને સોમવારે સોપીશું. સુરતથી શુ રીપોર્ટ આવે છે તેના પર આધાર રહેશે જો વ્યવસ્થિત નહી લાગે તો ગણેશને ત્યાં મોકલી દઇશું. પણ તું હમણા તેને આપણી બધી જરૂરીયાત સમજાવજે અને તારી રીતે ચેક કરજે કે કેટલો વિશ્વાસુ માણસ છે?”

નેહાએ કહ્યુ “માણસ તો વિશ્વાસુજ લાગે છે પણ છતા હુ જાણી લઇશ. ”

કિશને કહ્યુ “તું એના મોબાઇલ નંબર મારા અને તારા મોબાઇલમાં સેવ કરી દે. અને તારા અને મારા નંબર તેને આપી દેજે. અને કદાચ આજે બપોર પછી હું થોડી ખરીદી કરવા જવાનો છુ એટલે મારે આવતા સાંજ થઇ જશે. આપણા કેસના બધાજ અસીલોને બોલાવી આ કાગળો પર સાઇન લઇ લેજે. બે જણાનું પેમેન્ટ બાકી છે તેને ચેક લઇને આવવાનું કહી દેજે. ”

એકધારી સતત સુચના આપીને કિશન ત્યાંથી નીકળી ગયો.

ત્યાંથી નીકળી કિશન જમવા ગયો અને જમીને રૂમ પર જઇ ઉંઘી ગયો.

ત્યારબાદ કિશને સાંજે સુરત જવા માટે ખરીદી કરી જેમાં કપડા અને બીજી બધી વસ્તુ અને એક ટ્રોલી બેગ લીધી. તેણે ઇશિતા માટે પણ ગીફ્ટ લીધી. આ બધુ લઇને તે રૂમ પર ગયો. રૂમ પર બધુ મુકી તે ઓફિસ જવા નિકળ્યો. રસ્તામાં કાળવા ચોકમાં ડીલક્સ પાન કોલ્ડ્રીંક્સ સેન્ટર પર ઠંડુ પીવા ઉભો રહ્યો. કિશન ની થોડે દુર બીજા ગલ્લા પર બે જણા ગપ્પા મારતા હતા. તેમા એકની પીઠ તેની સામે હતી તેણે બ્લેક ટીસર્ટ અને બ્લ્યુ જીન્સ પહેર્યુ હતુ. કિશન કોલ્ડ્રીક્સ પીતો હતો ત્યાં તે બ્લેક જીન્સવાળો ફર્યો અને જેવુ કિશને તેનું મોઢુ જોયુ એવો કિશન ચોંકી ગયો. કિશને એક બે મિનિટ તેના ચહેરાનું નિરીક્ષણ કર્યુ અને જેવો તેને વિશ્વાસ થઇ ગયો કે તે એજ વ્યક્તિ છે. એવી કિશનની છઠ્ઠી ઇંન્દ્રીય સતેજ થઇ ગઇ. તરતજ કિશને ખીસ્સામાંથી ફોન કાઢ્યો અને ગણેશને લગાડ્યો જેવો સામે છેડે ફોન ઉપાડ્યો કે તરતજ કિશને કહ્યુ “ગણેશ હું કિશન બોલુ છુ તું જલદીથી કાળવાના ડીલકસ પાનની સામે આવ. ”

પાંચ જ મિનિટમાં ગણેશ ત્યાં સામે આવી ગયો. કિશન ગણેશની પાસે ગયો અને કહ્યુ “ જો સામે પેલો બ્લેક ટીશર્ટ અને બ્લ્યુ જીન્સ પહેરેલો યુવાન દેખાય છે. તારે તેનો પીછો કરવાનો છે. મારે કોઇપણ હિસાબે તેના વિશે બધીજ માહિતી જોઇએ છે. તે કોણ છે? ક્યાં રહે છે? કોના માટે કામ કરે છે?. બીજી બધી વાત હું તને સાંજે કરીશ તું પહેલા ત્યાં જઇ તેનો ચહેરો વ્યવસ્થિત જોઇલે. અને કામે લાગીજા. ” એટલુ કહી કિશન ત્યાંથી નીકળી ગયો.

સાંજે ગણેશનો ફોન આવ્યો ત્યારે તેણે માહિતી આપીકે “ પેલો છોકરો તો આજે ગાંધીગ્રામમાં તેના ઘરે જ આખો દિવસ રહ્યો છે તેનુ નામ કાનજી આહિર છે પણ તે કાના આહિર તરીકે ઓળખાય છે. ”

ત્યારબાદ કિશને જે કહ્યુ તે સાંભળી ગણેશે કહ્યુ “કિશનભાઇ તો તો મારે તેની પાસે સતત રહેતી હોય એવી કોઇ વસ્તુમાં સ્પાઇ માઇક્રોફોન અને સ્પાઇ કેમેરા ફીટ કરવા પડશે. ”

આ સાંભળી કિશન બોલ્યો “એ બધુ કયાં મળશે?”

આ સાંભળી ગણેશ બોલ્યો અરે કિશનભાઇ તમે મને હજુ સુધી ઓળખતા નથી. આર્મીમા આજ મારૂ કામ હતું. આ બધુ તો હું જાતે બનાવી લઇશ”

કિશને કહ્યુ પણ “તું તે તેની વસ્તુમાં ફીટ કઇ રીતે કરીશ?”

ગણેશે કહ્યુ “એ બધુ હું કરી દઇશ તમે ચિંતા ના કરો. થોડો સમય લાગશે પણ તમને તમારી માહિતી જરૂર મળશે. ”

કિશને કહ્યુ તે માટે તારે પૈસા જોઇતા હોય તો હું નેહાને કહીશ તે તને આપી દેશે. અને હા એ ખાસ ધ્યાન રાખજે કે તેને થોડો પણ શક ન જવો જોઇએ કે આપણે તેનો પીછો કરીએ છીએ. અને હવે હમણા જ્યાં સુધી તું આ કેસ પર કામ કરે છે ત્યાં સુધી ઓફિસ આવતો નહી. કદાચ કોઇ મારા પર નજર રાખતુ હોય તો તું તેના ધ્યાનમાં આવી જશે તારે પૈસા કે કંઇ પણ જોઇએ એ હું તને બીજી કોઇ પણ જગ્યાએ પહોંચાડી દઇશ. ”

ત્યારબાદ કિશને ફોન કાપી નાખ્યો.

ફોન મુકીને કિશન વિચારમાં પડી ગયો ક્યારેક ઘટનાઓ કેટલી ઝડપથી અને કેવી ક્રમમાં બને છે. આપણને એવુ લાગેકે જાણે આપણે કોઇ નાટકમાં કામ કરીએ છીએ. આજે સવારેજ ગણેશને નોકરી પર રાખ્યો અને સાંજેજ આ મળી ગયો. જેને છેલ્લા ચાર વર્ષથી શોધતો હતો. કિશન આમને આમ વિચારતો વિચારતો સુઇ ગયો.

સોમવાર અને મંગળવાર તો કિશનનો કોર્ટના કામમાંજ જતો રહ્યો. કિશન એક અઠવાડીયાની રજા રાખવાનો હોવાથી તેને તેના બધા જ કેસના કાગળ, કોર્ટની તારીખના કામ અને બીજા ઘણા બધા કામ આ બેજ દિવસમા પુરા કરવાના હોવાથી તે અને નેહા સતત કામમાં વ્યસ્ત રહ્યા. એક બે કેસ ના થોડા પેપર સિવાયનુ બધુજ કામ મંગળવારે પતિ ગયુ હતુ તેથી બુધવારે કિશન થોડુ બાકી કામ પતાવવા માટે કોર્ટ પર ગયો. અને ત્યાં તેના એક બે મિત્ર વકીલને થોડુ કામ સોંપી દીધુ. કિશનનો સ્વભાવ અને મદદ કરવાની ભાવનાને લીધે બધાજ તેને સારી રીતે ઓળખતા થઇ ગયા હતા. તેથી એક બે કામ તેણે બીજા વકીલને સોપી દીધા અને પછી એક અઠવાડીયા માટે રજા લઇ તે કોર્ટ પરથી નીકળી ગયો. કિશન ચાર વાગે ઓફિસ પર પહોંચ્યો ત્યારે નેહા ઓફિસ પર નહોતી. તેથી કિશને ઓફિસ ખોલી અને પોતાની ચેર પર બેઠો. અને વિચારવા લાગ્યો કે નેહા કેમ નથી. તે તો રોજ ત્રણ વાગેજ આવી જાય છે. તો આજે કેમ તે નથી આવી. તે હજુ નેહા ને ફોન લગાવવાજ જતો હતો ત્યાં જ નેહા ઓફિસમાં દાખલ થઇ. નેહા આવીને કિશનની સામેની ખુરશી પર બેઠી અને કહ્યુ “ સુરતથી પેલા લોકોએ માહિતી મોકલી છે તેમાં થોડા ફોટોગ્રાફ્સ હતા એટલે તેની કોપી કઢાવવા માટે પ્લેઝર કલર લેબમાં ગઇ હતી. ” એમ કહી નેહાએ કિશનને થોડા ફોટોગ્રાફ્સ અને એક બે કાગળ આપ્યા જે કિશને જોયા ત્યાં તો તેના ચહેરા પરના હાવભાવ એકદમ બદલાઇ ગયા. ત્યારબાદ તેણે કાગળ લીધો અને વાંચવા લાગ્યો. કિશને વાંચી લીધા બાદ કાગળ નેહાને પાછા આપ્યા.

એટલે નેહાએ કહ્યુ “કિશનભાઇ આ મામલો તો આખો જુદોજ લાગે છે. હવે શું કરશું?”

કિશને કહ્યુ “એક કામ કર આ ફોટો અને આ કાગળની એક હજુ પ્રીન્ટ કઢાવી આવ અને મને તે રાત્રે મહાસાગરની ઓફિસે પહોંચાડી દે જે. અને એક તારી પાસે રાખજે. અને હા મારી ટિકિટ આવી કે નહી?”

નેહાએ કહ્યુ “હા હમણાજ મે જતા પહેલા મેઇલ ચેક કર્યો હતો ત્યારે મહાસાગર ટુર્સ અન્ડ ટ્રાવેલ્સનો ટિકિટનો મેઇલ હતો. ”

કિશને કહ્યુ “ તો તેની પણ પ્રિન્ટ મને આ કાગળ સાથે પહોંચાડી દેજે. ”

નેહાએ કહ્યુ” ગણેશ આજે આવ્યો નથી”

કિશને કહ્યુ “હા મે તેને એક કામ સોપ્યુ છે એટલે તે એના પર રોકાયેલો છે એ કદાચ ક્યારેય પૈસા માગે તો તેને તે કહે તે જગ્યાએ પહોચાડવાની વ્યવસ્થા કરી દેજે. અને હા તું તેને હમણા મળતી નહી. અને એના ખાતામાં નોંધી લેજે. શિખર નો ફોન કે કંઇ આવે તો આ ફોટાવાળી કોઇ વાત હમણા તેને કરતી નહી. હજુ પાકી માહિતી મળે પછીજ આપણે તેને વાત કરશું. અને હા સુરતવાળી પાર્ટીને મેઇલ કરીને કહીદે હજુ વધુ માહિતીની જરૂર છે અને હું તેને બે દિવસ પછી રૂબરૂ મળીશ એવુ પણ કહી દેજે. ત્યાર બાદ કિશન ત્યાંથી રૂમ પર જવા નીકળી ગયો.

રાતે 8-30 વાગે કિશન મહાસાગરની ઓફિસે પહોચ્યો ત્યારે નેહા ત્યાં તેની રાહ જોઇને ઉભી હતી.

નેહાએ કિશનને એક કવર આપ્યુ જેમા સુરતથી મોકલેલા ફોટોગ્રાફ્સ અને કાગળની કોપી હતી. નેહાએ કિશનને તેની ટિકિટની પ્રિન્ટ પણ આપી. અને એક બીજુ પાર્સલ આપ્યુ અને કહ્યુ કે આ એક પાર્સલ મારી એક ફ્રેન્ડ છે સુરતમાં તેને આપવાનું છે. તે મિત્રનું એડ્રેસ અને ફોન નંબર અંદર બોક્સ પર લખ્યા છે. કિશનને આ સાંભળી થોડી નવાઇ લાગી કેમકે નેહા એ આટલા દિવસોમાં ક્યારેય તેની આ ફ્રેન્ડ વિશે કોઇ વાત કરી નહોતી. પણ કિશને કંઇ પુછ્યુ નહી. નેહાએ તે પાર્સલ ની બેગ કિશનની ટ્રોલી બેગમાં મુકી દીધી. ત્યાર બાદ કિશનની બસ આવી જતા કિશન બસમાં બેસી ગયો.

ક્ર્મશ:

હવે કિશને કોની સાથે ફોન પર વાત કરી હતી?સુરતથી આવેલ ફોટોગ્રાફમાં શું હશે? કિશને ગણેશને કોનો પીછો કરવાનું કામ સોંપ્યુ હતુ? શું શિખર કંઇ છુપાવતો હશે ? શિતલે શિખર પર લગાવેલો આરોપ સાચો હશે? કોણે કિશનની મમ્મીનું બીલ ચુકવી દીધુ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami. jnd@gmail. com