Prem Amas - 2 in Gujarati Short Stories by yashvant shah books and stories PDF | પ્રેમ અમાસ -૨.

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

પ્રેમ અમાસ -૨.

(પ્રેમ અમાસ- ૧ મા આપણે જોયેલુ કે પુનમ રજની અને અમાસ ત્રણ મિત્રો છે. પુનમની ગેરહાજરીમા રજની અમાસ સાથે મુવિ જોવા જાય છે. પાછા ફરતા વરસાદમા કાર બંધ થઈ જતા રજની અમાસ સાથે તેના ધરે આવે છે અને બન્ને શરાબના નશામાં એકબીજામા ખોવાઈ જઇ સહશયન કરે છે....હવે આગળ.)

રાત્રિના ત્રણેક વાગ્યા હતા. બહાર વરસાદ બિલકુલ બંધ થઈ ગયેલ. એક જોરદાર પવનનો સુસવાટો આવ્યો અને બારી ફડાક કરતી ખુલી ગઇ. બહારની ઠંડી માદક હવા રજનીના અનાવ્રુત દેહને સ્પર્શ થતા જ જાગી ગઇ. પોતે બિલકુલ નિવસ્ત્ર હાલતમા અમાસની બાહોમા હતી. થોડી ક્ષણોમાં આગલી સાંજના બનેલ તમામ બનાવ નજર સમક્ષ આવી ગયા. અમાસને એમ હતુ કે પોતે પોતાના પ્લાનમા સકસેસ ગયો તેથી આજે રજની પોતાની બાહોમા છે. પણ હકીકત કઇંક અલગ જ હતી. લગ્નના ચાર ચાર વર્ષ વિતવા છતાં પોતે મા નહીં બનેલ. તે માટે તેણે અને પુનમે બન્નેએ ડોકટરી તપાસ અને ટ્રીટમેન્ટ કરાવેલ. બન્નેના રિપોર્ટ નોર્મલ હતા. છતા રજનીને પ્રેગનન્સી રહેતી ન હતી. એ માટે શરુઆતમાં તો બન્ને પ્રયત્ન કરતાં રહેલ પરંતુ સફળતા ન મળતાં બન્ને એકબીજાને દોશી ગણવા લાગેલ. વાત એટલી નાજુક હતી કે તેની ચર્ચા તેઓ કોઇની સાથે કરી શકતા નહી. અને પરસ્પર દોશી સમજતા રહેલ. આખરે પોતાને મા બનવા માટે તેણે નજીકના મિત્ર અમાસને જ ટાર્ગેટ બનાવ્યો. અમાસ રજનીને ભોગવીને ખુશ હતો. રજની પોતાના પ્લાનમા સકસેસ જવાથી ખુશ હતી. સવાર પડતાં જ રજની એ સ્ત્રી ચરિત્ર બતાવતા રડતા રડતા બોલવા લાગી તે આ શું કર્યું ..? પોતાના જ મિત્ર સાથે દગો કર્યો. મે મુકેલ તારા પરના વિશ્વાસનો આ બદલો...વગેરે.... વગેરે ઘણું કહી રડવા લાગી. અમાસ પળવાર માટે તો સ્તબધ થઈ ગયો કારણ ગઇ રાત્રે જે કઇ બન્યું તેમા તેણે કોઇ જબરજસ્તી નહિ કરેલ. બધું લગભગ નોર્મલ રીતે જ થયેલ. એકવાર પણ રજનીએ તેનો વિરોધ કે પ્રતિકાર નહિ કરેલ. તેથી તેમાં રજનીની પણ ઇચ્છા છે તેમ માની લીધેલ. અમાસે રજની ને રડ નહીં જે થવાનું હતું તે થઈ ગયું. આ એક અકસ્માત સમજી ભૂલી જવાનુ કઇ આસ્વાસન આપવા તેને નજીક લઇ તેના આંસુને લુચ્છયા. એ જ ક્ષણે રજની ફરી અમાસ ને ભેટી પડી. અંદરથી અમાસના સહવાસથી તે ખુબ ખુશ થયેલ. પરંતુ બહારથી આદર્શ ભારતીય નારી બની રહેવાની આદતથી જાહેરમા તે આ વાત સ્વીકારી શકે તેમ ન હતી. ત્યારે તો વાત એક કપરી ઘડીમા બન્ને એ પોતાનું ભાન ગુમાવી એક ન ભરવાનુ પગલું ભરાય ગયુ એમ ગણી છુટા પડ્યા.

થોડો સમય જતા રજનીને પોતે પ્રેગનન્ટ છે તેવું ફીલ થતા ચેકઅપ કરાવ્યું. તેના આનંદ આશ્ચર્ય વચ્ચે રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સંતાન કોનુ છે તે અગત્યનું ન હતું. પરંતુ ચાર વર્ષની લાંબી પ્રતિક્ષા પછી પોતાને પ્રેગનન્સી રહી તેનો આનંદ અપાર હતો. પુનમ અને રજની બન્ને ખુબ ખુશ હતા. પુનમ પોતે પિતા બનવાથી ખુશ હતો. તો રજની સમજતી હતી કે આ માટે પોતે અમાસે સાથે ગુજારેલ એ રાત્રિનુ પરિણામ છે. પુનમનુ પુણ્ય કહો કે અમાસનુ પાપ કહો તો પાપ. રજનીના ઉદરમા આકાર લેવા લાગ્યું. આ બાજુ રજની પોતાના પ્લાનમા સફળ થઈ તેવુ તેને લાગતા તે અમાસ તરફ વધુ ને વધુ ઢળવા લાગી.

ચાલ રજની ડાર્લિંગ આજે તો આપણે લોંગ ડ્રાઇવ પર જવાના..સાંજના ચારેકવાગે અમાસે પુનમના ઘરમાં પ્રવેશતાં જ કહ્યું. રજની ઓ..કે હુ પુનમને ઓફિસે ફોન કરી કહી દઉ કે ઓફિસથી છુટી વળતા તે મને પીક કરી લે. કહીને રજની એ પુનમ ને ફોન કરી જણાવી દીધું કે પોતે અમાસ સાથે બહાર જાય છે અને ઓફિસથી છુટી રીટ્ર્નમા તે પોતાને ઘરે આવતા પીક કરી લે.

दोस्त दोस्त ना रहा प्यार प्यार ना रहा जिंदगी हमे तेरा एतबार ना रहा...

કાર પુર ઝડપે ચાલી રહી હતી. પુનમના મગજમા વિચારો એનાથી પણ વધારે ઝડપે ચાલી રહ્યાં હતા. આ ગીત જાણે પોતાના માટે જ વાગી રહ્યું હતું. છ માસ પહેલાં પોતે કંપનીની ટુરમા શુ ગયો પાછળથી પોતાનું જીવન જ બદલાય ગયુ. અત્યારે તેને રજનીનો ફોન આવેલ કે મને અમાસના ઘરેથી પીકઅપ કરતો જજે. આોફિસથી છુટીને રજની ને અમાસના ઘરેથી લેવાની હતી. તેથી તે એ બાજુ જઇ રહ્યો હતો.

લગ્નના ચાર વર્ષબાદ પોતે પિતા બનવાનો હતો તેની ખુશી મનાવવી કે દુ:ખ તે જ સમજ નહોતી પડતી. છેલ્લા ઘણાં સમયથી રજની અમાસ સાથે વધુ અને પોતાની સાથે ઓછો સમય પસાર કરતી હતી. કયો પુરુષ પોતાની પત્ની ને બીજા સાથે આ રીતે સહન કરી શકે. અહીં તો પુનમને માત્ર જોઇને સહન જ નહોતું કરવાનુ બલ્કી જાણે પોતે એ બન્નેનો નોકર હોય તેમ તે લોકો ધારે તેમ કરવું પડતુ હતુ. કોઇ પણ પુરુષ માટે આનાથી વધારે અપમાન જનક પરિસ્થિતિ કઇ હોય શકે.? લોકો તેને પીઠ પાછળ પત્નીનો દલાલ તરીકે સંબોધતા હતા .

મોટા ભાગે પુરુષ એમ માનતો હોય છે કે પોતાનું ધાર્યું જ થાય છે. પોતે જે ઇચ્છે તે કરી શકે છે. હકીકત તો એ હોય છે કે સ્ત્રી પોતાનું ધાર્યું કરતી હોય છે. પુરુષ આગળ કરાવતી હોય છે. સ્ત્રીમા એક કળા કહો તો કળા અને એની આવડત કહો તો આવડત તે હમેંશા પોતે ઇચ્છે તેવુ જ કરે છે, કે પુરુષ આગળ કરાવે છે. તેમા તે મોટેભાગે પુરુષને પોતાના પ્રેમથી પીગળાવી દે છે, ને પુરુષ પણ પ્રેમથી હમેંશા સ્ત્રીનુ ધારેલુ કરવા તૈયાર થઈ જાય છે. સ્ત્રીના પ્રેમમા એટલી તાકાત હોય છે કે ભલભલા શક્તિશાળી પુરુષ પણ સ્ત્રીના પ્રેમમા હોસેહોસે સ્ત્રી નુ ધારેલુ કરતાં અચકાતા નથી.

રજનીને હવે પુનમ કરતાં અમાસ વધારે ગમતો હતો. કારણ એક તો તે પુનમ કરતાં વધારે કમાતો હતો પૈસાવાળો હતો. બીજુ તે તેની સાથે વધારે સમય ફાળવી શકતો હતો. તેની પાસે સમય જ સમય હતો ને છેલ્લુ ત્રીજું કારણ તે તેનાથી મા બની છે. તેનામાં પુરષાતન છે તેવુ તે માનતી હતી. તેથી તે ધીમે ધીમે અમાસ તરફ ઢળવા લાગી. અમાસને તો આટલું જ જોઇતુ હતુ. પોતાની પાસે પૈસા સમય બધું જ હતુ અને લગ્ન વગરજ સામેથી રજની જેવી ખુબસુરત સ્ત્રી મળતી હોય તો તે શામાટે અટકે. બન્નેની પ્રણયલીલા આગળ વધવા લાગી. જયારે પુનમને એ વાતની ખબર પડી તો શરુઆતમાં તો રજનીએ એ વાતનો સાફ ઇન્કાર કરી પોતાના અને પોતાના મિત્ર પરજ શક કરવા બદલ પુનમને જેમ તેમ સંભળાવી દીધું. બન્ને વચ્ચે એ બાબત જગડા થતા રહ્યાં. પરંતુ પાપ જાજા દિવસ છુપાયને રહેતું નથી. એક દિવસ પુનમની ગેરહાજરીમા અમાસ તેના ઘરમા જ રજની સાથે રંગરેલીયા કરતો પકડાઈ ગયો. પરંતુ હવે રજની પુરી રીતે અમાસ સાથે હતી. પુરુષ પ્રધાન સમાજમાં હમેંશા સ્ત્રી જ શોસીત થાય છે અને પુરુષ નુ ધાર્યું થાય છે એવુ નથી હોતુ. હકીકતમાં તો બધું ધાર્યું સ્ત્રી નુ જ થતું હોય છે. માત્ર તે એવી રિતે પોતાનું ધાર્યું કરાવી લેતી હોય છે કે કોઇને ખબર પણ ના પડે. એક સ્ત્રી ધારે તે કરી શકે છે. સારું અને ખરાબપણ. બધી સ્ત્રી માત્ર દેવી જ નથી હોતી. જેવી રીતે બધા પુરુષ સારા નથી હોતા. પરંતુ આપણો સમાજ પુરુષ પ્રધાન હોવા છતા તેમાં પુરુષનુ પણ એટલુ જ શોષણ થતું હોય છે. જેટલુ સ્ત્રિનુ થતુ હોય છે. માત્ર તે બહાર નથી આવતુ.

અહીં રજની એ પણ પોતાનું શેતાની દિમાગ લગાવી પોતાની ઇચ્છાપુર્તી માટે એક રસ્તો કાઢ્યો. તેણે પુનમને એમ સમજાવ્યું કે તું પિતા બની શકે તેમ નથી તેવા છેલ્લે આપણે ટેસ્ટ કરાવેલ તેનો તેવો રીપોર્ટ છે. જો તે બહાર પાડી દઇશ તો તું કયાયનો નહિ રહે. અને આમા તને વાંધો શુ છે. સમાજમાં તુ જ મારો પતિ છે અને આવનારા બાળકનો પિતા છે. અમાસ આપણા બન્નેનો મિત્ર છે ને રહેસે. આ રીતે રહેવાથી જ તારી મારી ને આપણી પ્રતિષ્ઠા જળવાઇ રહેસે. અન્યથા તુ મને છોડી દઇસ તો અમાસ તો મને અપનાવી લેસે પણ તારા રિપોર્ટ જો બહારઆવી જશે તો તારી સાથે કોઈ લગ્ન નહીં કરે. તું જીવનમાં એકલો પડી જઇશ. મારે શું. વાત પણ કઇંક અંશે સાચી હતી કે એક વખત પુરુષના પુરષાતન પર આંગળી ચીંધાય પછી તો તેના માટે જીવવુ અઘરું થઈ જાય. તેના માટે કોઇ ટેસ્ટ કે સાબિતી આપવા ના નીકળાય અને જીવન ધૂળ ધાણી થઈ જાય. આ વાતથી પુનમ રજની અને અમાસના શરણે આવી ગયો. સ્ત્રિ પર તો કદાચ શારીરિક બળાત્કાર થાય છે તે સાબિત કરે તો પુરુષને સજા થાય. પરંતુ પુરુષપર થતા રહેતા આ પ્રકારના બળાત્કાર નથી સાબીત થતા કે નથી તેની સજા થ્તી. સમાજમા પોતાની અને ઘરની આબરુ બચાવવા માટે તે બન્નેની વાતમા સહમત થવા સિવાય પુનમ પાસે કોઇ વિકલ્પ ન હતો. આખરે પુનમે રજનીની વાત સ્વીકારવી જ રહી. આમ રજની પુનમ અને અમાસ બન્નેની બનીને રહી ગઇ.