મનોયોગ
પતંજલિ યોગદર્શનનાં પસંદગીનાં સુત્રોની સરળ સમજૂતી
- લેખક ડા. પીયૂષ પ્રવિણચંદ્ર ત્રિવેદી
(પી.એચડી. મનોવિજ્જ્ઞાન)
© Copyright 2015 Dr. Piyush Pravinchandra Trivedi
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
૧.ભૂમિકા
૨.લેખક પરિચય
૩.પરંપરાગત યોગશાસ્ત્ર
૪.યોગ ની વ્યાખ્યા
૫.ક્રિયાયોગ
૬.પ્રયોગ-૧
૭.પ્રયોગ-૨
૮.પ્રયોગ-૩
૯.પ્રયોગ-૪
૧૦.પ્રયોગ-૫
૧૧.પ્રયોગ-૬
૧૨.પ્રયોગ-૭
૧૩.પ્રયોગ-૮
ભૂમિકા
પ્રાચીન વૈદિક સાહિત્યમાં યોગનો ઉલ્લેખ હોવા છતાં, પતંજલિ યોગદર્શન વિશેષરૂપે યોગ અંગેનું સૌથી પ્રમાણિત શાસ્ત્ર ગણાય છે. આ ગ્રંથની રજૂઆત સરળ નાના-નાના સુત્રોરૂપે થઈ હોવાથી પતંજલિ યોગ સૂત્ર તરીકે પણ ઓળખાય છે. આજે જ્યારે પૂરી દુનિયા વિશ્વ યોગ દિવસ મનાવી રહી છે ત્યારે ગુજરાતી ભાષામાં યોગ દર્શનનાં કેટલાક સરળ સુત્રો પર પોતાના વિચારો રજુ કરવાનો મને મોકો મળ્યો છે. પોતાના વિચારો રજુ કરતા પહેલા થોડો અભ્યાસ મેં વિભિન્ન પુસ્તકોનો કર્યો. એમાંથી કેટલાક પુસ્તકો આ દિશામાં આગળ વધવા માંગતા લોકો માટે ખુબજ ઉપયોગી લાગ્યા. સ્વામી સત્યપતિ પરિવ્રાજકનું પુસ્તક યોગદર્શનમ, જે આર્યવન રોજડ (ગુજરાત) થી પ્રકાશિત થયેલું છે તે સૌથી વધુ ઉપયોગી લાગ્યું. પતંજલિ યોગદર્શન પર આધુનિક વિસ્તારપૂર્વકની ટીકા ઓશો રજનીશ દ્વારા કરવામાં આવી છે. ષ્ઠૂઆજિ ખ્તજીટ્ઠ કઊદ્ઘ િૂઈખ્તજટ્ઠ ૈટ્ઠિંકઅ ;ાજટ ઙ્મુ= ના નામે આ પુસ્તક પાંચ ભાગોમાં ઉપલબ્ધ છે. કોઈપણ સૂત્ર પર વધારે વિસ્તારપૂર્વક સમજવું હોય તો આ પુસ્તક ઉપયોગી છે. સૌથી સસ્તાં અને સારા પુસ્તકોમાં ગીતાપ્રેસ, ગોરખપુરનું યોગદર્શનનું પુસ્તક પણ ખુબજ ઉપયોગી છે. પતંજલિ યોગદર્શન પર ભૂતકાળમાં અનેક વ્યાખ્યાઓ લખાયેલ છે. જેમકે, પતંજલિ યોગદર્શન પર વ્યાસભાષ્ય, વ્યાસભાષ્ય પર વાચસ્પતિ મિશ્ર ની તત્વવૈશારદી ટીકા, ભોજરાજની રાજમાર્તંડવૃતિ, વિજ્જ્ઞાનભિક્ષુ ની યોગવાર્ત્િાક વગેરે વધુ પ્રચલિત છે. આ બધી વ્યાખ્યાઓનો વિસ્તાર પૂર્વક અભ્યાસ ન કરીએ તો એક નજર તો લગાવીજ શકીએ ને ? ગુજરાતી માં તો કદાચ બધી વ્યાખ્યાઓનું ભાષાંતર ન મળે પણ હિંદીમાં મળી જાય. આ અંગે ચૌખમ્બા સુરભારતી પ્રકાશન, વારાણસીનું યોગદાન નોંધપાત્ર છે. આ પ્રકાશનની એક પુસ્તક પાતંજલયોગદર્શનમ જે ડૉ. સુરેશચંદ્ર શ્રીવાસ્તવ દ્વારા લખાયેલ છે તે પણ વાંચવાલાયક છે. બાબાજીજ ક્રિયા યોગ ટ્રસ્ટની પતંજલિ કે ક્રિયા યોગ સૂત્ર વ અન્ય મહષ્ર્િા પણ વસાવવા લાયક છે કેમકે, આ પુસ્તકમાં દરેક સુત્રનાં અંતે એક અભ્યાસ સુચવેલો છે જે યોગ ના ક્ષેત્રમાં કંઈક કરવાની પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદે પણ આ ગ્રંથ પર પોતાની વ્યાખ્યા લખી છે જે રામકૃષ્ણ મઠ, નાગપુર ના રાજયોગ પુસ્તકનાં અંતે જોવા મળે છે. અંગ્રેજી ભાષામાં ડ્ઢૈદૃૈહી ર્હ્વરજ, ડ્ઢીઙ્મરૈ ની રામા પ્રસાદ ની ્ૐઈ ઁછ્છદ્ગત્નછન્ૈં’જી ર્રૂંય્છ જીેંનછજી પણ વસાવવા લાયક છે. બી.કે.એસ. આયંગારનું આલોક ભાષ્ય પણ પ્રમાણિત ગણાય છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા પ્રકાશિત તથા વિદ્યાસાગર વર્મા દ્વારા રચિત યોગદર્શનની કાવ્ય વ્યાખ્યા ખુબજ રસપ્રદ છે. ઈન્ટરનેટ પર યોગદર્શનનું ગુજરાતી ભાષાંતર રંંઃ//ુુુ.જુટ્ઠખ્તિટ્ઠર્િરટ્ઠહર્.ખ્તિ/ર્અખ્ત-જેંટ્ઠિ/ ઉપલબ્ધ છે. અને છેલ્લે એ વ્યક્તિ ના પુસ્તક ની મારે વાત કરવી છે જેમના ન ફક્ત પુસ્તકનો મને લાભ મળ્યો છે. પરંતુ, તેમના સત્સંગ અને સાનિધ્યનો પણ લાભ મળ્યો છે એવા ડૉ. પ્રણવ પંડયા, જે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ છે. એમનું યોગદર્શનનું પુસ્તક અંતર્જગત કી યાત્રા કા જ્જ્ઞાન વિજ્જ્ઞાન હાલમાં ત્રણ ભાગોમાં ઉપલબ્ધ છે. આવા બીજા થોડા યોગ વિષયક પુસ્તકો ભેગા કરી એક યોગ પુસ્તકાલય બનાવવું જોઈએ એવું મારૂં માનવું છે. હું ઉપરના બધાજ લેખકો અને પ્રકાશકોનો આભારી છું જેમના પુસ્તકો માંથી મને પ્રેરણા મળી. હું મારી પત્ની રાજેશ્વરીનો પણ આભારી છું જેને મને આ પુસ્તક લખવામાં પ્રેરણા આપી. અને સૌથી વધારે આભારી છું હું ઈસ્લામ કુટુંબમાં જન્મેલાં અને યોગનું વૈજ્જ્ઞાનિક જ્જ્ઞાન ધરાવનારા સ્વામી સત્યપતિ પરિવ્રાજક અને ધાર્મિક સહિષ્ણુતાનાં પ્રતિક એવા મારા મિત્ર મોહસીન ગરાણાનો. ઈશ્વર, અલ્લાહ અને ગોડ એ બધા એક જ પરમ પિતાના નામ છે. યોગ માં ક્યાંય પણ હિંદુ કટ્ટરવાદ જોવા નહીં મળે. જેમ આધુનિક જગતના અનેક આવિષ્કારો ખ્રિસ્તી વૈજ્જ્ઞાનિકો દ્વારા લોકો સમક્ષ લાવવામાં આવ્યા છે. પણ એ આવિષ્કારો આધુનિક વિજ્જ્ઞાનના ગણાય છે, ખ્રિસ્તી ધર્મના નહિ. એજ રીતે ચિત્તવ્રૂતિઓનો નિરોધ એ યોગ છે. તેને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી. મોહસીન જેવા મિત્રો સમાજમાં હશે તો આ વિજ્જ્ઞાનનો લાભ લેવાની મારા જેવા અનેક લોકોને વધુ ને વધુ પ્રેરણા મળતી રહેશે એવો મારો વિશ્વાસ છે.
- લી. પીયૂષ
(પ્રથમ વિશ્વ યોગ દિવસ, તા. ૨૧ જૂન ૨૦૧૫)
લેખક પરિચય
નામઃ ડા. પીયૂષ પ્રવિણચંદ્ર ત્રિવેદી
અભ્યાસઃ પી.એચ.ડી. મનોવિજ્જ્ઞાન
વ્યવસાયઃ સહાયક પ્રાધ્યાપક, દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય, હરિદ્વાર
વતનઃ જામનગર
યોગદર્શન નો અભ્યાસઃ છેલ્લા બારેક વર્ષથી
પ્રોફાઈલ માટે અહીં ક્લિક કરો
વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
લેખકનાં ઈન્ટરવ્યુ માટે અહીં ક્લિક કરો
અન્ય પુસ્તકો માટેની લીંકસઃ
દ્ગૈહી ટ્ઠષ્ઠૈંદૃૈૈંીજ ર્કિ ંરી ષ્ઠીઙ્મીહ્વટ્ઠિર્ૈંહર્ ક ્રી ૈંહીંહિટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ઙ્ઘટ્ઠઅર્ ક ર્રૂખ્તટ્ઠ -
"રંંજઃ//ુુુ.જદ્બટ્ઠજર્રુઙ્ઘિજ.ર્ષ્ઠદ્બ/ર્હ્વરજ/દૃૈીુ/૫૪૭૩૭૩"
સ્ટ્ઠર્હેંહહટ્ઠૈં - છ ્ટ્ઠિઙ્ઘૈર્ૈંહટ્ઠઙ્મ ૈંહઙ્ઘૈટ્ઠહ ઉટ્ઠઅ ર્કિ ઈહરટ્ઠહષ્ઠીદ્બીહંર્ ક સ્ીહંટ્ઠઙ્મ ઝ્રટ્ઠટ્ઠહ્વૈઙ્મૈૈંીજ -
"રંંજઃ//ુુુ.જદ્બટ્ઠજર્રુઙ્ઘિજ.ર્ષ્ઠદ્બ/ર્હ્વરજ/દૃૈીુ/૫૧૮૦૮૦"
સ્ીહંટ્ઠઙ્મ ૐીટ્ઠઙ્મંર ઈઙ્ઘેષ્ઠટ્ઠર્ૈંહ ૈહ છહષ્ઠૈીહં ૈંહઙ્ઘૈટ્ઠહ ન્ૈીંટ્ઠિેંિી -
"રંંજઃ//ુુુ.જદ્બટ્ઠજર્રુઙ્ઘિજ.ર્ષ્ઠદ્બ/ર્હ્વરજ/દૃૈીુ/૫૦૨૮૮૯"
૧
દૃહ્લા ;ાજટોૂ’ાાઙ્મેી
હવે (પરંપરાગત) યોગશાસ્ત્ર શરૂ થાય છે
કહેવાય છે કે યોગ અનાદિ છે. મહર્ષિ પતંજલિ પહેલા પણ યોગ નું અસ્તિત્વ હતું જ. એટલે એવા પરંપરાગત યોગ શાસ્ત્ર ના નીતિ-નિયમો ને પોતાની ભાષામાં સમજાવવા માટે મહર્ષિ પતંજલિએ યોગ સુત્રો લખ્યા. એક એવી પણ માન્યતા છે કે મહર્ષિ પતંજલિ એ સૌપ્રથમ પાણીની વ્યાકરણ પર મહાભાષ્ય લખ્યું. ત્યાર બાદ યોગ સુત્રો લખ્યા હશે એટલે હવે યોગ શાસ્ત્ર શરૂ થાય છે એવું લખ્યું હશે. અને પછી પતંજલિ એ જ પોતાના અન્ય નામ ચરક દ્વારા ચરક સંહિતા પણ લખી. આમ, આયુર્વેદ અને યોગ ના પ્રવર્તક એક જ છે એવું જણાય છે. ખાસ મહત્વ ની બાબત એ છે કે હઠયોગ વગેરે શરૂ કરતા પહેલા અથવા યોગ નો કોઈ પણ પ્રકાર નો અભ્યાસ શરૂ કરતા પહેલા યોગ નું મુખ્ય દર્શન શું છે એ જાણી લેવું જોઈએ. પતંજલિ યોગ સુત્રોને પતંજલિ યોગ દર્શન પણ કહે છે. યોગનું અનુશાસન એટલે કે નીતિનિયમ અને યોગનો મુખ્ય ઉદેશ્ય શું છે એ સમજી લેવા અત્યંત જરૂરી છે.
૨
;ાજટક’ર્િ’કકિેદ્ઘાજ/ા%
યોગદર્શન, સમાધિ પાદ, સૂત્ર ૨
ચિત્તની વૃત્તિઓ નો નિરોધ એટલે યોગ
યોગ સુત્રોના અમુક ભાષ્યમાં સમાધિ એટલે યોગ એવું કહેવામાં આવ્યું છે. એનો મતલબ એવો થયો કે એક વસ્તુ કે વિચાર પર જ્યારે ધ્યાન કેન્દ્રિત થઈ જાય અને ધ્યાન કરનાર વ્યક્તિ પોતાનું અસ્તિત્વ પણ ભૂલી જાય અને ધ્યેય માં જ વિલીન થઈ જાય એને યોગ કહેવાય. ઘણા લોકો સમાધિને યોગ નો આઠમો અંગ ગણાવે છે. જે કંઈ પણ હોય પરંતુ કસરત કરવી એ તો યોગ નથી જ. હા, આસન એ યોગ નો જ એક અંગ છે. તેના દ્વારા સ્થિરતા અને સુખ એટલે કે રોગો માંથી મુક્તિ મળે છે એટલે એ યોગ નું એક મહત્વનું અંગ ગણાય. પરંતુ યોગ એટલે ફક્ત આસન નહિ. યોગ એટલે એવી અવસ્થા જ્યારે ચિત્ત ની બધીજ પ્રકારની વૃત્તિઓ શાંત થઈ જાય. એટલે કે ચિત્ત એક ઉચ્ચ અવસ્થા ને પ્રાપ્ત કરે તો યોગ થઈ ગયો કહેવાય. આસન, પ્રાણાયામ વગેરે ની જેમ યમ-નિયમો નું પાલન કરનાર પણ યોગાભ્યાસ કરે છે એમ કહેવાય. ભારતીય શાસ્ત્રોમાં મન અને ચિત્ત શબ્દ એક બીજાના સમાનાર્થી શબ્દો તરીકે પણ વપરાયેલા છે, અને બન્ને જુદા-જુદા અર્થમાં પણ વપરાયેલા છે. આમ, યોગ નો સંબંધ શરીર કરતા મન સાથે વધારે નજીકનો છે.
૩
િૈ% ર્ન/;ા;જર્’દ્ઘબ્ક.ા/ાોાકે કદ્ધ;ા;ાજટ%
- યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૧
તપ + સ્વાધ્યાય + ઈશ્વર સમર્પણ = ક્રિયાયોગ
ઘણા લોકો જીવનમાં ધારેલી સફળતા મેળવવા માટે યોગની મદદ લેવાની સલાહ આપતા હોય છે. અહીં યોગ ના જ એક પ્રકાર ક્રિયાયોગ ની મદદ લેવાની સલાહ આપવામાં આવે છે.
જીવન માં ધારેલી સફળતા મેળવવા માટે કેટલાક કષ્ટો સહન કરવા પડતા હોય છે. આવા કષ્ટો સહન કરવાની ક્રિયા ને તપ કહેવામાં આવે છે.
સારા પુસ્તકો વાંચવાની ક્રિયા ને સ્વાધ્યાય કહેવામાં આવે છે.
કરેલી મહેનત ના ફળ ની ચિંતા કર્યા વગર પોતાની જાત ને ભગવાન ને સોંપી દેવાની ક્રિયા ને ઈશ્વર સમર્પણ કહેવામાં આવે છે.
આ સૂત્ર ના વ્યાસ ભાષ્ય નું અર્થઘટન કરીએ તો એ તારણ નીકળે કે તપ વગર એટલે કે કષ્ટો સહન કર્યા વગર યોગ માં (અને જીવનમાં પણ) ધારેલું પરિણામ મેળવવામાં સફળતા મળતી નથી. પરંતુ એ પણ કહેલું છે કે તપ મનની પ્રસન્નતા ને નષ્ટ કરે એવું ન હોવું જોઈએ. એટલે કે, કોઈપણ માણસને તપ જબરજસ્તી પૂર્વક ન કરાવવું જોઈએ. આમછતાં, એમને તપ નું મહત્વ તો સમજાવવું જ જોઈએ. ખોરાક વગેરે માં ફેરફાર કરી મન ને વધુ સાત્વિક બનાવવા ના પ્રયત્નોથી એ તપના માર્ગ તરફ વળી શકે છે.
ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થી માટે ન ભાવતું હોય તો પણ સાદું અને સાત્વિક ભોજન લેવું એને તપ ગણીને વિદ્યાર્થી ભણવામાં ધારેલી સફળતા મેળવવા માટે પોતાના મનને તૈયાર કરી શકે છે, કારણ કે અન્ન માંથી જ મન બને છે. પરંતુ અહીં એ પણ કાું છે કે તપ કરવામાં મન ની પ્રસન્નતા નષ્ટ ન થવી જોઈએ. શું એનો મતલબ એવો થયો કે સાદું ભોજન ન ભાવતું હોય તો ચટાકેદાર ભોજન શરૂ કરી દેવું જેથી મન ની પ્રસન્નતા નષ્ટ ન થાય ? જો એવો અર્થ કરીએ તો એને તપ કહી શકાય નહિ. તો પછી તપ કોને કહેવાય ? તપ એટલે ઠંડી-ગરમી આદિ કષ્ટો હસતે મોઢે સહન કરવા એને તપ કહે છે. એટલે કે, બહારથી જોતા લોકો ને લાગે કે આ વ્યક્તિ કષ્ટ સહન કરી રહી છે. પરંતુ, એ વ્યક્તિ અંદરથી પ્રસન્ન હોય એને આપણે તપ કહી શકીએ.
પ્રયોગ-૧
ક્રિયાયોગનો આ પ્રયોગ રજા ના દિવસે કરવો. ખુબજ ભૂખ લાગે તો જ ભોજન કરવું અથવા એક દિવસ ભૂખ્યા રહેવું. ભોજન સિવાય અન્ય બીજું કંઈજ ખાવું નહિ. આ તપ થયું ગણાય. સ્વાધ્યાય માટે કોઈ એક યોગ વિષયક પુસ્તક પસંદ કરવું. જેમકે (૧) શ્રી વિશ્વનાથ મુખર્જી નું ભારત કે મહાન યોગી (૨) પરમહંસ યોગાનંદ નું યોગી કથામૃત અથવા અન્ય કોઈ યોગ વિષયક પુસ્તકનું સ્વાધ્યાય કરવું. અડધો કે આખો દિવસ મોબાઈલ બંધ રાખવો. મોબાઈલ બંધ રાખવાથી એવું બને કે કોઈ તમારો સંપર્ક કરવા માંગતા હોય પણ મોબાઈલ બંધ હોવાથી સંપર્ક ન કરી શકે. એજ ઈશ્વર સમર્પણ છે. એક દિવસ પૂરતું બધું જ ભગવાન ભરોસે. આ દિવસ ની તુલના રજા ના બીજા કોઈ દિવસ સાથે કરવી. જો ક્રિયાયોગના આ પ્રયોગથી જીવનમાં કંઈક નવું અને ઉપયોગી જાણવા મળે, મન પ્રસન્ન થઈ જાય તો આ પ્રયોગ ને ફરી વાર કરવો.
ક્રિયાયોગ થી જીવનમાં સફળતા કઈ રીતે મળે છે એની ચર્ચા હવે કરવામાં આવશે.
ઙ્મીાક/ાર્ૐાોાહ્લાઢ% ડ્ઢઅજ’ાિેુઙ્ઘાદ્ઘ.ાાહ્લાઢ’%
- યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૨
ક્રિયા યોગ કલેશો નો નાશ કરીને કે તેમને નબળાં પાડી ને (આપણને) સમાધિ તરફ લઈ જાય છે.
સમાધિ એટલે સુખ માં અને દુઃખ માં સ્થિરતા. તપ, સ્વાધ્યાય અને ઈશ્વર સમર્પણ દ્વારા વ્યક્તિ ગમે તેવા દુઃખ માં પણ સ્થિર રહે છે અને સુખ માં પણ એ વ્યક્તિ સ્થિર રહે છે. એટલે કે, ગમે તેવું દુઃખ આવી જાય એ વ્યક્તિ નિરાશ થતી નથી કે ગમે તેવું સુખ મળે એ વ્યક્તિ છકી જતી નથી. જીવન માં આવી સ્થિરતા મળી જાય તો પછી શું ચિંતા રહે ? મોટા ભાગના લોકો સુખ મેળવવા અને દુઃખ થી બચવા પોતાના બધા જ પ્રયાસો કરતા હોય છે. આવા વ્યક્તિઓ જો સુખ મેળવવામાં સફળ જાય તો છકી જતા હોય છે અને ભવિષ્ય માં દુઃખ આપનારા વટ-વૃક્ષો ના બીયારણનું વાવેતર કરતા હોય છે. જો તેઓ સુખ મેળવવામાં નિષ્ફળ જાય કે બહુ દુઃખી થઈ જાય તો નાસીપાસ થઈ જતા હોય છે. આમ ક્રિયાયોગ માં સફળ વ્યક્તિ જ સુખ અને દુઃખ માં સ્થિર રહીને જીવન ને સાર્થક બનાવી શકે છે.
બુદ્ધિ ને ભ્રમિત કરનારી પાંચ પ્રકાર ની શક્તિઓ ની ચર્ચા હવે કરવામાં આવશે.
દૃર્ક઼ાકન્ીિાદ્ઘાટૠજ"ાાકૐાર્કેજ’ાા% ૈત્ત્શ્ડ્ઢઅજ’ાા%
- યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૩
અજ્જ્ઞાન, અસ્મિતા (એક પ્રકારનું હું પણું), રાગ (આસક્તિ), દ્વેષ (દુશ્મનાવટ) અને મૃત્યુ નો ભય આ પાંચ કલેશ એટલે કે બુદ્ધિ ને અવળા માર્ગે લઈ જતા પરિબળો છે.
પ્રયોગ-૨
યોગ ના સંદર્ભમાં પોતાની જાત ની અજ્જ્ઞાનતા કેટલી છે એનું સ્વ-મૂલ્યાંકન કરો. પોતાની અજ્જ્ઞાનતા ને ૧ થી ૧૦ ની વચ્ચે માંથી કોઈ એક અંક આપો. જો યોગ નું પૂરૂં જ્જ્ઞાન હોય તો ૦ અંક આપો. અને બિલકુલ જ્જ્ઞાન ન હોય તો ૧૦ અંક આપો.
પોતાનામાં હુંપણું કેટલું છે તેનું મૂલ્યાંકન કરો, એટલે કે ધન, અભ્યાસ, સમાજ માં સ્થાન, સુંદરતા વગેરે અંગેનું કોઈપણ પ્રકારનું અભિમાન હોય તો તેનું મૂલ્યાંકન કરો. જો બિલકુલ અભિમાન ન હોય તો ૦ અને ખુબજ અભિમાન હોય તો ૧૦ અંક આપો.
સંતાન પ્રત્યે, જીવનસાથી પ્રત્યે, મિત્રો પ્રત્યે, પાળેલા પ્રાણીઓ પ્રત્યે કેટલી આસક્તિ છે તેનું મૂલ્યાંકન કરો. ખુબજ આસક્તિ હોય તો ૧૦ અંક આપો. બિલકુલ આસક્તિ ન હોય તો ૦ અંક આપો.
કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે કેટલી નફરત છે તેનું મૂલ્યાંકન કરો. જો પોતાની અંદર દ્વેષ ની ભાવના ખુબજ હોય તો ૧૦ અંક આપો. અને દ્વેષ ની ભાવના બિલકુલ ન હોય તો ૦ અંક આપો.
પોતાને અનુભવાતો મૃત્યુનો ભય કેટલો છે તેનું મૂલ્યાંકન કરો. જો મૃત્યુ નો ભય ખુબજ રહેતો હોય તો ૧૦ અંક આપો. જો મૃત્યુ નો બિલકુલ ભય ન હોય તો ૦ અંક આપો.
હવે પાંચેય પ્રકારનાં મૂલ્યાંકનનો સરવાળો કરો.
જો સરવાળો ૦ થી માંડીને ૧૦ સુધીનો હોય તો તમે અષ્ટાંગ યોગ માટે દિવસ નો ફક્ત અડધો કલાક ફાળવો તો પણ ચાલે.
જો સરવાળો ૧૧ થી માંડી ને ૪૦ સુધીનો હોય તો તમારે દિવસમાં ઓછામાં ઓછી ૧ કલાક અષ્ટાંગ યોગ માટે ફાળવવી જોઈએ.
જો સરવાળો ૪૧ થી ૫૦ સુધી થતો હોય તો ઘણી ગંભીર બાબત કહેવાય. કોઈ સારા સંતને કે મનોવૈજ્જ્ઞાનિકને પોતાના કરેલા મૂલ્યાંકન વિશેની વાત કરવી જોઈએ. દિવસમાં ઓછામાં ઓછી ૨ થી ૩ કલાક અષ્ટાંગ યોગ માટે ફાળવવી જોઈએ.
દૃર્ક઼ા માજ=ીૂ્રાદ્ઘજ"ાાટ્ઠ બ્ઙ્મૂૈિંિેૂર્કકઁદ્ગેેંાજહાદ્ઘા.ાાઈા%
- યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૪
આ પાંચ પરિબળો માંથી મુખ્ય પરિબળ અજ્જ્ઞાન છે. અન્ય બધાજ પરિબળો અજ્જ્ઞાન માંથી ઉત્પન્ન થાય છે.
સુંદર વ્યક્તિ ને પોતાના શરીર નું અભિમાન હોય તો એ પોતાની જાતને શરીર સમજી બેસે છે. અને તેથી જ વિચારે છે કે હું બીજા કરતા શ્રેષ્ઠ છું. પોતાને શરીર સમજવાના આ ભ્રમ (અસ્મિતા) નું કારણ એમની ખોટી માન્યતા છે- અજ્જ્ઞાન છે.
એજ રીતે પોતાના સંતાન પ્રત્યે રાગ થઈ ગયો હોય એ પોતાના સંતાનો ના વૈભવ વિલાસ માટે અનીતિ નો સહારો લે છે. અહીં જે રાગ પેદા થયો છે એના મૂળ માં પણ ખોટી માન્યતા (અજ્જ્ઞાન) એ હોય છે કે સંતાનો જ સુખ આપનારા હોય છે.
દરેક મનુષ્યમાં ભગવાનનો વાસ હોવાથી માણસ નહીં પણ એના દુર્ગુણ નફરતને પાત્ર છે. કારણ કે, દરેકમાં ઈશ્વરનો વાસ છે. એનો મતલબ એમ નહિ કે કોઈ ને દંડ ન આપવો કે અનીતિ ને સહન કરવી. પરંતુ, મનમાં નફરત રાખ્યા વગર ધર્મના પાલન માટે દંડ આપવાનો હોય છે. વર્તમાન સમયમાં આ આદર્શ ફક્ત પુસ્તકો પૂરતો જ મર્યાદિત હોય તેમ લોકો એક બીજા ને નફરત કરતા હોય છે. એના મૂળ માં એ ખોટી માન્યતા (અજ્જ્ઞાન) હોય છે કે માણસ સુધરતો નથી હોતો એટલે તે નફરત ને જ લાયક હોય છે.
મૃત્યુ ના ભય ને કારણે પણ વ્યક્તિ ની બુદ્ધિ અવળા માર્ગે જતી હોય છે. અનીતિ-અધર્મ ને પણ માણસો એટલા માટે સહન કરતા હોય છે કે એમને ડર લાગતો હોય છે કે અનીતિ-અધર્મ નો સામનો કરવામાં જીવનથી હાથ ધોવા પડતા હોય છે. મૃત્યુ ના ડર પાછળ પણ એ ખોટી માન્યતા હોય છે કે જીવન નો અંત એટલે જાણે પોતાનો કાયમી અંત. પુનર્જન્મ અને કર્મફળ પર એમને વિશ્વાસ નથી હોતો.
આ રીતે અન્ય ચાર કલેશ ( બુદ્ધિ ને અવળા માર્ગે લઈ જતા પરિબળો ) ની જનની અવિદ્યા એટલે કે અજ્જ્ઞાન જ હોય છે.
પ્રયોગ-૩
એક ડાયરી જોડે રાખી પોતાના શરીર ના દેખાવ ને ૧ થી ૧૦ ની વચ્ચે કોઈ એક અંક આપો. જો પોતાને ખુબજ દેખાવડા માનતા હો તો ૯ કે ૧૦ અને પોતાને જરા પણ સુંદર ન માનતા હો તો ૦ કે ૧ અંક આપવો. જો પાંચ તે તેથી ઓછા અંક આપેલા હોય તો એ વિચારવું કે આપણા કરતા કેટલા બધા લોકો (એટલે કે ૫ અંક વાળા માટે ૬, ૭, ૮, ૯ અને ૧૦ અંક વાળા લોકો) વધુ સુંદર હશે. આ વિચાર થી મન માં કોઈ લઘુતાગ્રંથિ ની ભાવના થતી હોય તો એ ડાયરીમાં લખવી. હવે આ લઘુતાગ્રંથિ ક્રિયાયોગ દ્વારા કઈ રીતે દુર થશે એની આપણે યોજના બનાવવાની છે. સુંદર બનવા માટે થોડા કષ્ટો વેઠીને પણ યોગ અને આયુર્વેદ નો નિયમિત લાભ લઈએ એ તપ થયું ગણાય. સ્વાધ્યાય માટે (૧) પંડિત શ્રી રામ શર્મા આચાર્ય નું પુસ્તક મૈ ક્યાં હું ? અથવા અષ્ટાવક્ર ગીતા નો અભ્યાસ કરવો. જેની મદદ થી આપણી આત્મા ની સર્વોપરિતા પ્રત્યે ની શ્રદ્ધા દ્રઢ થશે. અહીં ઈશ્વર સમર્પણ માટે ગાયત્રી મંત્રનો જપ કરવો. જેથી ભગવાન આપણી બુદ્ધિ ને આ લઘુતાગ્રંથિ માંથી આત્મ સમ્માન રૂપ સન્માર્ગ તરફ લઈ જાય.
જો લઘુતાગ્રંથિ નો અનુભવ ન થતો હોય તો પણ સાવચેતી ના પગલાં રૂપે વધુ સુંદર બનવા માટે થોડા કષ્ટો વેઠીને પણ યોગ અને આયુર્વેદ નો નિયમિત લાભ લેવો. તથા (૧) પંડિત શ્રી રામ શર્મા આચાર્ય નું પુસ્તક મૈ ક્યાં હું ? અથવા અષ્ટાવક્ર ગીતા નો અભ્યાસ કરવો. ઈશ્વર સમર્પણ માટે ગાયત્રી મંત્ર નો જપ કરવો જેથી ભવિષ્ય માં પણ ક્યારેય લઘુતાગ્રંથિ થી પીડાવું ન પડે.
જે લોકો એ ૬ કે વધુ અંક આપેલા છે એ લોકો સ્વ મૂલ્યાંકન કરે કે મને મારા શરીર ના દેખાવનું અભિમાન છે કે નહિ. જો થોડું પણ અભિમાન હોય તો સૌ પ્રથમ એ વિચારવું કે આપણે અભિમાનથી પ્રેરાયને ભૂતકાળમાં કોનું-કોનું અપમાન કર્યું છે ? અભિમાનથી પ્રેરાય ને શું-શું ખોટું કર્યું છે ? આ બધા કર્મો નું પ્રાયશ્ચિત કરવું એટલે તપ કરવું. પ્રાયશ્ચિત રૂપે એવા વ્યક્તિ જો સંપર્કમાં હોય, તો વિનમ્રતા પૂર્વક એમને ફોન કરવો કે રૂબરૂ મળવું. કોઈ પણ જાતનાં કૃત્રિમ વ્યવહાર વગર તથા પોતાના પ્રાયશ્ચિત ના સંકલ્પ ને જણાવ્યા વગર ભવિષ્યમાં સારા સંબંધો જળવાય તેવા પ્રયાસો કરવા.
જે લોકો એ ૬ કે વધુ અંક આપ્યા હોય પરંતુ પોતાને સુંદરતા નું અભિમાન નથી એવું માનતા હોય તેમણે સાવચેતી ના પગલાં રૂપે વાણીનું તપ કરવું. એટલે કે ભૂલથી પણ ક્યારેય પોતાની સુંદરતાનાં જાતે વખાણ ન કરવા. અને જો વખાણ થઈ જાય તો પ્રાયશ્ચિત રૂપે ઓછા માં ઓછા એક વ્યક્તિ ને યોગ ના માધ્યમ થી સુંદરતા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તેનો માર્ગ બતાવવો. એ માટે જો જાણકારી ન હોય તો યોગ ના ગ્રંથો નું સ્વાધ્યાય કરવું. અને જો જાણકારી હોય તો સ્વાધ્યાય રૂપે (૧) પંડિત શ્રી રામ શર્મા આચાર્ય નું પુસ્તક મૈ ક્યાં હું ? અથવા અષ્ટાવક્ર ગીતા નો અભ્યાસ કરવો. ઈશ્વર સમર્પણ માટે ગાયત્રી મંત્ર નો જપ કરવો જેથી ભવિષ્ય માં પણ ક્યારેય પોતાના રૂપ નું અભિમાન ન થાય.
આમ, જે રીતે ગાંધીજીએ પોતાનાં જીવનમાં સત્યનાં પ્રયોગો કર્યા હતા તે રીતે દરેક વ્યક્તિએ ક્રિયાયોગનાં પ્રયોગો કરવા
દૃકેઇ;ા’ાૂકહૂ%ચાોાઇીઙ્મૂ કેઇ;’ાૂકઙ્મૂચાાઇીચ;ાકદ્ઘિર્ક઼ા%
- યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૫
અવિદ્યા (અજ્જ્ઞાન) એટલે કે જે કાયમી નથી તેને કાયમી સમજવું, અશુદ્ધ ને શુદ્ધ સમજવું, દુઃખ ને સુખ સમજવું અને જડ ને ચેતન સમજવું.
આપણું શરીર નાશવંત હોવા છતાં એવી ખોટી માન્યતા થી આપણે બંધાઈ જીએ છીએ કે આપણું અસ્તિત્વ શરીર થી જ છે. અને એથી જીવનભર શરીરને પંપાળતા રહીએ છીએ. જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે સમજાય છે કે, શરીર કાયમી નથી. જ્જ્ઞાન એટલે જે વ્યવહાર માં પણ ઉત્તરે. આપણે ક્યાંક સાંભળ્યું તો હોય કે શરીર નાશવંત છે, લોકો ને મરતા પણ જોયા હોય. આમછતાં, આત્મા ના અસ્તિત્વ વિષે, પુનર્જન્મ વિષે શંકા રહેવાના કારણે આપણે શરીર ને કાયમી સમજી વર્તન કરતા હોઈએ છીએ. આમ, અવિદ્યા એટલે ખોટી માહિતી નહિ પણ મિથ્યા જ્જ્ઞાન અથવા અજ્જ્ઞાન. વ્યવહાર માં જે આપો-આપ આવે એને જ્જ્ઞાન કહેવાય. એક ભણેલ વ્યક્તિ માહિતીથી ભરપૂર હોય શકે પરંતુ જ્જ્ઞાની વ્યક્તિ તે ને જ કહેવાય જેના જીવનમાં પણ એ માહિતી ની અસર પૂરે પૂરી જોવા મળે. આદર્શો ની ફક્ત વાતો ન થતી હોય પરંતુ આચરણમાં પણ આદર્શો દેખાતા હોય.
ફક્ત પોતાનાં સ્વાર્થ નો જ વિચાર કરવો એ અશુદ્ધ આચરણ છે. પરંતુ આજે મોટા ભાગના લોકો ફક્ત પોતાનો જ વિચાર કરીને પર્યાવરણ ને, સમાજ ને ઘણું નુકસાન પહોંચાડી જીવન પસાર કરતા હોય છે. જ્યારે જ્જ્ઞાની માણસ આવું આચરણ નથી કરતો. વધુ પડતાં ભોગ-વિલાસ ખરેખર તો દુઃખ ના પ્રતીક છે. મનુષ્ય જીવન જ્જ્ઞાન મેળવવા માટે છે. પોતાની અંદરનાં ઈશ્વરને સમજવા માટે છે. પરંતુ એ અનુભૂતિ ને બદલે ભોગ-વિલાસ માં મનુષ્ય લિપ્ત થઈ જાય તો ખરેખર એ દુઃખી છે અને ઘણી વખત આ વાત માણસ ને સમજાય પણ જતી હોય છે. ત્યારે તેને જ્જ્ઞાન થયું કહેવાય છે.
મન આપણું જડ છે છતાં જાણે એ ચેતન હોય તેમ આપણે બહાના બનાવતા હોઈએ છીએ કે હું નહિ મારૂં મન જવાબદાર છે. ખરેખર મન તો જડ છે એ જવાબદાર કઈ રીતે હોય શકે ? આપણે જ મન ની ચંચળતા માટે, મન ના કુવિચારો માટે જવાબદાર છીએ.
-ઠહ’ાઢે’ાજ્જશ્;ાજદ્ઘજઙ્ઘાઇીર્જિાકન્ીિા
- યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૬
આત્મા ની સાથે અનાત્મ તત્ત્વ એવા મન, શરીર અને બુદ્ધિ ની એકરૂપતા એટલે અસ્મિતા
ફક્ત આત્મા જ ચેતન છે. મન, શરીર અને બુદ્ધિ ચેતન નથી. મન જે ચેતન લાગે છે એ પણ આત્મા ની જ ચેતના છે. બીજા શબ્દો માં કહીએ તો આપણે આત્મા છીએ પરંતુ શરીર પ્રત્યે, મન પ્રત્યે કે બુદ્ધિ પ્રત્યે જે અહં ભાવ ( હું પણું ) આવી જાય છે તે અસ્મિતા છે.
મોત નો ભય લાગતો હોય ત્યારે પોતાના અસ્તિત્વ નો વિચાર કરવો જોઈએ. આપણે આત્મા છીએ આપણે મરતા નથી. મનુષ્ય જેમ વસ્ત્ર બદલે તેમ આત્મા શરીર બદલે છે. આ પરિવર્તનથી સમજદાર વ્યક્તિએ ગભરાવું ન જોઈએ. પરંતુ જ્યાં સુધી ક્રિયાયોગ (તપ + સ્વાધ્યાય + ઈશ્વર સમર્પણ )નો નિયમિત અભ્યાસ ન હોય ત્યાં સુધી તો અસ્મિતા જ આપણા પર હાવી થવાની છે અને આપણે શરીર, મન કે બુદ્ધિ નો મોહ છોડી શકવાના નથી.
પ્રયોગ-૪
ભૂતકાળ માં આપણા કોઈ નજીક ના સંબંધીનું અવસાન થવાથી પોતાને કેટલો શોક થયો હતો તેનું મૂલ્યાંકન કરો.
જો થોડું રડવું આવ્યું હોય કે થોડા દિવસ શોક થયો હોય તો એ સાધારણ કહેવાય. ચિંતા કરવાની જરૂર નથી. રોજ થોડું સ્વાધ્યાય કરો તો ભવિષ્યમાં પણ વાંધો ન આવે.
ખુબજ રડવું આવ્યું હોય અને અનેક લોકોએ શાંત કરવાના પ્રયાસો કર્યા હોય અથવા ઊંંઘની ગોળીઓ કે ઈન્જેકશન લેવા પડયા હોય તો થોડું ચેતવા જેવું છે. રોજ ભૂલ્યા વગર ૧ થી ૨ કલાક યૌગ્િાક સાહિત્યનું સ્વાધ્યાય કરવું જોઈએ. (કોઈને જો રડવા ને બદલે ખૂબ હસવું આવ્યું હોય તો એ માનસિક રોગ કહેવાય. તેની સારવાર ભૂતકાળમાં કરી જ હશે. વર્તમાન માં પણ રોજ ભૂલ્યા વગર ૧ થી ૨ કલાક આધ્યાત્મિક સાહિત્ય નું સ્વાધ્યાય કરવું જોઈએ.)
ઙ્મૂચાોૂ’ા;ર દ્ઘાટ%
- યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૭
જે કલેશ ( કલેશ = બુદ્ધિ ને અવળા માર્ગે લઈ જતા પરિબળો માનું એક પરિબળ ) સુખ માંથી ઉત્પન્ન થાય છે એ રાગ છે
માણસ ને જેમાંથી સુખ પ્રાપ્ત થાય એનો એને રાગ થઈ જાય છે. જેમકે પુત્ર પ્રાપ્તિથી માણસ સુખ અનુભવે છે, અને પછી પુત્ર પ્રત્યે એ વધુ પડતો આસક્ત થઈ જાય છે. ધનને કારણે સુખનો અનુભવ કરે છે, અને પછી ધનની આસક્તિ ને કારણે અનીતિનો સહારો લે છે. ખરેખર આ રાગ, આસક્તિ કે આંધળો પ્રેમ એ વ્યક્તિ કે વસ્તુ માંથી મળતા સુખ ને કારણે થાય છે. જ્યારે વ્યક્તિ તો જેવી હોય તેવી જ રહે પણ એ વ્યક્તિ માંથી આપણને સુખ મળવાનું બંધ થઈ જાય તો આસક્તિ આપોઆપ દૂર થઈ જાય છે. પરંતુ, ત્યાં સુધી માં ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. કહેવાય છે કે આ બધા વગર પણ આત્મા સુખ નો અનુભવ કરી શકે છે. પરંતુ એની અનુભૂતિ કરવા માટે ક્રિયા યોગનો સહારો લેવાનું મહર્ષિ પતંજલિ એ યોગ દર્શન ના સાધન પાદમાં જણાવ્યું છે.
પ્રયોગ-૫
નીચે પ્રમાણે ના પાંચ ચરણોમાં પોતાનું મૂલ્યાંકન કરો.
પ્રથમ ચરણઃ મન માં ઉત્પન્ન થતી અનેક ઈચ્છાઓના મૂળમાં મુખ્ય કઈ-કઈ ઈચ્છાઓ છે તે નીચેની યાદી માંથી પસંદ કરોઃ
૧. વધુ ને વધુ ધન મેળવવાની ઈચ્છા
૨. જીવનસાથીના સહવાસની ઈચ્છા
૩. સંતાનસુખની ઈચ્છા
૪. જ્જ્ઞાન આપનાર ગુરૂના સાનિધ્યની ઈચ્છા
૫. નાના-મોટા કાર્યો માટે ઉચ્ચ અધિકારીઓ/મંત્રીઓ સાથેના સંબંધો સ્થાપવાની/વિકસાવવાની ઈચ્છા
૬. મનોકામના પૂરી કરનારા ચમત્કારી બાબાઓ સાથેના સંપર્કની ઈચ્છા
૭. વૈભવ-વિલાસ અને સુખ-સુવિધાઓ માટે વિભિન્ન સાધનોની ઈચ્છા
બીજું ચરણઃ આ ઈચ્છાઓની પાછળની મૂળ ઈચ્છાને સમજવાનો પ્રયાસ કરો. જેમકે,
૧. ધન દ્વારા સુખની ઈચ્છા
૨. જીવનસાથીના માધ્યમથી સુખની ઈચ્છા
૩. સંતાનો દ્વારા સુખની ઈચ્છા
૪. ગુરૂના સાનિધ્ય દ્વારા સુખની ઈચ્છા
૫. અધિકારીઓ/મંત્રીઓના સંબંધો દ્વારા સુખ ની ઈચ્છા
૬. ચમત્કારી બાબાઓના આશીર્વાદથી સુખ ની ઈચ્છા
૭. ભોગ-વિલાસના સાધનો દ્વારા સુખ ની ઈચ્છા
ત્રીજું ચરણઃ નીચે મુજબનું તારણ કાઢવાનો પ્રયાસ કરો
૧. અન્ય કોઈ કારણોથી નહિ પણ મને ધન સુખપ્રાપ્તિ માટે પ્રિય છે.
૨. અન્ય કોઈ કારણોથી નહિ પણ મને જીવનસાથી સુખપ્રાપ્તિ માટે પ્રિય છે.
૩. અન્ય કોઈ કારણોથી નહિ પણ મને સંતાનો સુખપ્રાપ્તિ માટે પ્રિય છે.
૪. અન્ય કોઈ કારણોથી નહિ પણ મને ગુરૂનું સાનિધ્ય સુખપ્રાપ્તિ માટે પ્રિય છે.
૫. અન્ય કોઈ કારણોથી નહિ પણ મને અધિકારીઓ ના/મંત્રીઓ ના સંબંધો સુખપ્રાપ્તિ માટે પ્રિય છે.
૬. અન્ય કોઈ કારણોથી નહિ પણ મને ચમત્કારી બાબાઓના આશીર્વાદ સુખપ્રાપ્તિ માટે પ્રિય છે.
૭. અન્ય કોઈ કારણોથી નહિ પણ મને ભોગ વિલાસના સાધનો સુખ પ્રાપ્તિ માટે પ્રિય છે.
ચોથું ચરણઃ સુખપ્રાપ્તિ આપણને પ્રિય છે. આપણે કોણ છીએ એ વિચારીએ. આપણે શરીર કે મન નહિ પણ આત્મા છીએ એ વિશેનું સ્વાધ્યાય કરો અને ત્યારબાદ નીચે મુજબ નું ચિંતન કરો.
૧. હું એટલે કે આત્મા ધન વગર પણ સુખી રહી શકું છું.
૨. હું એટલે કે આત્મા જીવનસાથી વગર પણ સુખી રહી શકું છું.
૩. હું એટલે કે આત્મા સંતાનો વગર પણ સુખી રહી શકું છું.
૪. હું એટલે કે આત્મા ગુરૂ વગર પણ સુખી રહી શકું છું.
૫. હું એટલે કે આત્મા ચમત્કારી બાબાઓ વગર પણ સુખી રહી શકું છું.
૬. હું એટલે કે આત્મા ભૌતિક સાધનો વગર પણ સુખી રહી શકું છું.
પાંચમું ચરણઃ આત્મજ્જ્ઞાન મેળવવું એ જ જીવનનો મૂળ ઉદેશ્ય છે એ તથ્યને સમજી અને ઉપનિષદો વગેરે આત્મજ્જ્ઞાનના ભંડારસમા શાસ્ત્રોના સરળ વ્યાખ્યાનોનું વાંચન કરતા રહેવું.
હૂ%ચાોૂ’ા;ર ૠજ"ા%
- યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૮
જે કલેશ ( બુદ્ધિ ને અવળા માર્ગે લઈ જતા પરિબળો માનું એક પરિબળ ) દુઃખ માંથી ઉત્પન્ન થાય છે એ દ્વેષ છે
સુખ ની જેમ જ માણસ ને જેમાંથી દુઃખ પ્રાપ્ત થાય એના પ્રત્યે એને દ્વેષ ( નફરત-ઘૃણા-દુશ્મનાવટ ) થઈ જાય છે. કોઈ વ્યક્તિએ માણસ ના અભિમાનને ઠેશ પહોંચે એવું વર્તન કર્યું હોય તો, એને કારણે માણસ દુઃખ અનુભવે છે અને એ દુઃખ ના કારણ એવા સામા વ્યક્તિ પ્રત્યે નફરતની ભાવના ઉત્પન્ન થાય છે. દુઃખી થવાને બદલે માણસ પોતાના માન-અપમાન ની પરવા કર્યા વગર અધ્યાત્મ ના માર્ગે આગળ વધે તો દુઃખ ઉત્પન્ન જ ના થાય અને તેને કારણે કોઈ પ્રત્યે નફરત પણ ન થાય. પરંતુ સાધારણ માણસ આવું કરી શકતો નથી અને અનેક લોકો ને, અનેક વસ્તુઓને નફરત કરતો થઈ જાય છે. ક્રિયાયોગ ના નિયમિત અભ્યાસથી આ પ્રકાર ના દુઃખ માંથી છુટકારો મળે છે.
પ્રયોગ-૬
સૌ પ્રથમ પોતાનો આર્થ્િાક સ્થિતિ નો વર્ગ નક્કી કરો. (૧) ગરીબ (૨) મધ્યમ વર્ગ (૩) ધનિક વર્ગ
ગરીબ વર્ગે તપ સ્વરૂપે થોડા કષ્ટો વેઠીને પણ નવો કોઈ રોજગાર શીખવો. જેમકે ગરીબ બ્રાહ્મણ ફક્ત ગોરપદું જ કરતો હોય તો તેને કષ્ટ વેઠીને પણ (ભાગવત સપ્તાહ પોતાના મુખેથી લોકો ને સંભળાવવા માટે અને જ્જ્ઞાન નું આદાન પ્રદાન કરવા માટે) ભાગવત સપ્તાહ કે યોગ-કથા દ્વારા કઈ રીતે પોતાની ગરીબી દુર કરી શકાય તે શીખવાનો પ્રયત્ન કરવો. એ માટે પોતાના માન-અપમાન ની પરવા કર્યા વગર મધ્યમ વર્ગના કે ધનિક વર્ગના કોઈ મિત્ર ની સલાહ લેવી. ફક્ત ભાગવત સપ્તાહ માં અથવા યોગ-કથામાં ઉપયોગી થાય તેવું જ સ્વાધ્યાય કરવું. ઈશ્વર ને પ્રાર્થના કરવી કે ગરીબી દૂર કરવા માટે હું અનીતિ નો સહારો ન લઉં અને ગરીબી દુર કરવાના પ્રયત્નોમાં આળસ ન કરૂં તેવી મને સદબુદ્ધિ આપો. આ માટે ગાયત્રી મંત્ર ના જપ કરવા. કર્મોના ફળ ની ચિંતા ભગવાન પર સોંપી દેવી.
મધ્યમવર્ગના વ્યક્તિ એ કષ્ટ સહન કરીને પણ વધુ બચત કઈ રીતે થઈ શકે તેની યોજના બનાવવી. ભવિષ્ય માં ગરીબી નો સામનો ન કરવો પડે તે માટે શું તપ કરી શકાય તેનું ચિંતન કરવું. વધુ ધન કમાવાની લાલચ ઊંભી ન થાય તે માટે ભૌતિકવાદ થી અધ્યાત્મવાદ તરફ લઈ જતા યોગવાસિષ્ઠ જેવા યૌગ્િાક ગ્રંથોનો અભ્યાસ કરવો. ઈશ્વર ને પ્રાર્થના કરવી કે હું ધનવાન બનવાની ઈચ્છા માટે અનીતિ નો સહારો ન લઉં અને ભૌતિકવાદ ને છોડીને અધ્યાત્મવાદ ને અપનાવવાના પ્રયત્નો માં આળસ ન કરૂં તેવી મને સદબુદ્ધિ આપો. આ માટે ગાયત્રી મંત્ર ના જપ કરવા. કર્મોના ફળની ચિંતા ભગવાન પર સોંપી દેવી.
ધનિક વર્ગે પોતાના ધન-સંચય ના અતિરેકનું પ્રાયશ્ચિત કરવું. એ માટે કષ્ટો વેઠીને પણ દાન માટે યોગ્ય વ્યક્તિની શોધ કરવી. સમ્માનની સાથે એ વ્યક્તિને ધર્મ ના પ્રચાર-પ્રસાર માટે, જ્જ્ઞાન વિજ્જ્ઞાન ના પ્રચાર પ્રસાર માટે, અભ્યાસ માટે કે અન્ય કોઈ સારા ઉદેશ્ય માટે દાન આપવું. ભૌતિકવાદ થી અધ્યાત્મવાદ તરફ લઈ જતા યોગવાસિષ્ઠ જેવા યૌગ્િાક ગ્રંથો નો અભ્યાસ કરવો. ઈશ્વર ને પ્રાર્થના કરવી કે હું અધ્યાત્મવાદ ને અપનાવવાના પ્રયત્નોમાં આળસ ન કરૂં તેવી મને સદબુદ્ધિ આપો. આ માટે ગાયત્રી મંત્રનાં જપ કરવા. કર્મોના ફળ ની ચિંતા ભગવાન પર સોંપી દેવી.
ર્ન્દ્ઘર્ઙ્માખ્તર ર્કહૂ"ાાજકૈ હ્લિાાઃન્કાજકૐાર્કેજ’ા%
- યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૯
મૃત્યુ અંગેનાં સંસ્કારો ( પાછલા જન્મો માં થયેલા મૃત્યુ ને કારણે થતા દુઃખ ના અનુભવ જે ચિત્ત માં પડેલા હોય છે ) ને કારણે સાધારણ લોકો તથા વિદ્વાનોમાં પણ જે મૃત્યુનો ભય હોય છે એને અભિનિવેશ કહેવામાં આવે છે.
મૃત્યુ નો ભય આમ તો જરૂરી પણ હોય છે. કારણ કે, જે શરીરને વિકસિત થતા અનેક વર્ષો લાગેલા હોય છે, જે બુદ્ધિને વિકસિત થવામાં વર્ષો લાગેલા હોય છે એ મનુષ્ય શરીર જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નું સાધન ગણાય છે એની રક્ષા કરવી એ આપણી ફરજ છે. છતાં જ્યારે મૃત્યુ નો ભય એટલે કે એક શરીર નો ત્યાગ ( અને પછી તુરંત કે થોડા સમય બાદ ) બીજા શરીર ની પ્રાપ્તિ માં સમજદાર વ્યક્તિ એ ગભરાવું ન જોઈએ. જો ધર્મ ના પાલન માટે, અનીતિ સામે ના યુદ્ધ માં જો શહીદ થઈ જવું પડે એવી પરિસ્થિતિ સર્જાય જાય તો શરીરની પરવા ન કરવી જોઈએ. આ સમજવામાં સરળ લાગતો સિદ્ધાંત પણ વિદ્વાનો દ્વારા પણ મોટે ભાગે અમલ માં મૂકી શકાતો નથી હોતો અને પૂર્વ જન્મના સંસ્કારોને કારણે હાલમાં જ ઉત્પન્ન થયેલ નાના જીવજંતુ પણ મૃત્યુ ના ભય થી પીડાતા હોય છે.
અભિનિવેશ એટલે કે મૃત્યુ નો ભય બુદ્ધિ ને ભ્રમિત કરે છે. અને માણસ અધ્યાત્મ ના માર્ગે આગળ વધી શકતો નથી. ક્રિયાયોગ ના નિયમિત અભ્યાસથી આ કલેશ નબળો પડે છે અથવા દૂર થાય છે.
ક્રિયાયોગ પછી હવે વાત કરીએ અષ્ટાંગ યોગ ની
;ીકે;ીાઙ્મેબ.ાા;ાીબ્ઇ;ાખ્તાદ્ઘ/ાાદ્ઘ.ાા/;ોઙ્મીા/ા;ાજ"ર્ફાહ્લશ્ટાકે
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૨૯
યમ + નિયમ + આસન + પ્રાણાયામ + પ્રત્યાહાર + ધારણા + ધ્યાન + સમાધિ = અષ્ટાંગ યોગ
પહેલા આપણે ક્રિયાયોગ ની વાત કરી. ક્રિયાયોગના ત્રણેય સાધનોનો નિયમિત અભ્યાસ ચાલુ રાખ્યા પછી જ્યારે એમ લાગે કે યોગના માધ્યમથી જીવન બદલી રાું છે ત્યારે યોગની વધારે વિસ્તૃત સમજ મેળવવા માટે અષ્ટાંગ યોગ વિષે સમજવું જોઈએ.
દૃકખ્તટ્ઠઙ્માઙ્મઇ;ાન્જિ;ષ્ઠડદ્ય;ાઢૈકદ્ઘટડખ્તા ;ીા%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૩૦
અહિંસા + સત્ય + અસ્તેય + બ્રહ્મચર્ય + અપરિગ્રહ = યમ
યોગ ના માધ્યમ થી જીવનના મહત્વપૂર્ણ સુત્રોને સમજવા માટે સૌપ્રથમ પાંચ યમનું મહત્વ સમજવું જોઈએ. જેની ચર્ચા મહર્ષિ એ આગળ કરી છે.
ાંકહિજ’ાઙ્ઘાઅઙ્મીર્;ોકઁદ્ગેેંા% ર્ઙ્માઢૐાાજીા ીર્ખ્તાડિઈા
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૩૧
આ પાંચ યમનું પાલન જાતિ, દેશ, સમય કે વિશેષ નિયમ પૂરતું મર્યાદિત ન હોય એટલે કે સાર્વભોમ હોય ( ેંહૈદૃીજિટ્ઠઙ્મ-દરેક સ્થિતિમાં પાલન થતું હોય ) તો આ વ્રતો સામાન્ય ન રહીને મહાવ્રત બની જાય છે.
કેટલાક લોકો ીખ્તખ્તીંટ્ઠિૈટ્ઠહ એટલે કે ઈંડા સિવાય બીજો કોઈ માંસાહાર નથી લેતા હોતા. અહીં અહિંસા એ વ્રત તો કહેવાય પણ મહાવ્રત ન કહેવાય. મહાવ્રત ત્યારે જ કહેવાય જ્યારે બધી જ પ્રકાર ની હિંસા છોડી દેવામાં આવે. માંસાહારી લોકો પેલા વ્રત કરે અને પછી મહાવ્રત કરે તો યોગ ના માર્ગ પર આગળ વધી શકે. બંગાળી લોકો માછલી સંપૂર્ણ પણે ના છોડી શકે તો સમય મર્યાદિત હિંસા કરે એટલે કે એક અઠવાડિયા માં એક જ વખત માછલી ખાય તો એ વ્રત કહેવાય. ધીરે-ધીરે દરેક પ્રકાર ની હિંસા છોડી દે તો મહાવ્રત કહેવાય.
’ાાજીઙ્મેિંાજ"ાિૈ%ર્ન/;ા;જર્’દ્ઘબ્ક.ા/ાોાકે કે;ીા%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૩૨
શૌચ (આંતરિક તથા બાા પવિત્રતા) + સંતોષ + તપ + સ્વાધ્યાય + ઈશ્વર સમર્પણ = નિયમ
યોગ ના માર્ગ પર આગળ વધવા માટે પહેલા તો એ જ કર્મો કરવા પડે જેને કારણે યમ નો ડંડો આપણા ઉપર નાં પડે. એટલે કે જીવન માં પાપ ખુબજ વધી ન જાય. ત્યાર બાદ નિયમો નું પાલન કરવું એટલે કે યોગ ના માર્ગે એક ડગલું આગળ વધવું.
ર્કઙ્ઘિઢષ્ઠા/ોજ બ્કિૈમાર્ૐાોઈા
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૩૩
મન માં તર્ક વિતર્ક ઉત્પન્ન થાય ત્યારે તેના પ્રતિપક્ષ ની ભાવના કરવી જોઈએ
યમ-નિયમ ના પાલન ની સલાહ આપ્યા પછી મહર્ષિ જણાવે છે કે જો એમના પાલન પ્રત્યે તર્ક વિતર્ક મન માં આવે અને એના પાલન ની ઈચ્છા ન થાય ત્યારે ઊંલટો વિચાર કરવો. દા.ત. મન માં હિંસાનો વિચાર આવે ત્યારે અહિંસા ની ભાવના કરવાની. એટલે કે હું અહિંસા નું પાલન કરૂં તો મને શું ફાયદો થાય એ વારંવાર વિચારવું. બીજા શબ્દો માં એવું વિચારવું કે યોગ ના માર્ગે ચાલવાનો નિર્ણય લીધા બાદ જો હું હિંસા ના છોડી શકું તો હું કુતરાં જેવો ગણાવું. કૂતરો એક વખત ઊંલટી કર્યા બાદ ઊંલટી કરેલું ફરી ચાટે છે.
દૃકખ્તટ્ઠઙ્માબ્કિ"મ;ાટ્ઠ િઇઙ્મકેેં/ાાજીર્ જીદ્ઘઇ;ાટ%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૩૫
અહિંસા મહાવ્રતનું પાલન કરનાર વ્યક્તિના સંપર્ક માં આવીને બીજા લોકો પણ પોતાનું વેર ભૂલી જાય છે.
જે વ્યક્તિ અહિંસા નું સંપૂર્ણપણે પાલન કરે તે વ્યક્તિ નો પ્રભાવ એટલો વધી જાય છે કે તેના સંપર્ક માં આવનાર તેનો દુશ્મન પણ પોતાનું વેર ભૂલી જાય છે. આપણી આક્રમકતા ને કારણે જ સામાવાળા વ્યક્તિ ને પણ ગુસ્સો આવે છે અને વેર વધતું જ જાય છે. હિંસા નો સંપૂર્ણ ત્યાગ કરવો ભલે સરળ નથી પરંતુ જો આપણે તેમાં સફળ જીએ તો એક એવું વાતાવરણ આપણી આસપાસ બનવા લાગે છે જેમાં પ્રવેશ કરતા જ વ્યક્તિ હિંસા છોડવા માટે તૈયાર થઈ જાય છે . આ એક રહસ્યમય સિદ્ધાંત છે અને સાધારણ લોકોની પહોંચ થી ભલે દૂર હોય એવું લાગે છે પરંતુ જેમણે પણ આ સિદ્ધાંત નો લાભ લીધો છે એ ખુબજ શાંતિનો અનુભવ કરી શકે છે. તેના મનમાં ઉકળાટ બિલકુલ રહેતો નથી.
ઙ્મઇ;બ્કિ"મ;ાટ્ઠ કદ્ધ;ાઊઆત્ન;ર્ઇઈા
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૩૬
સત્ય મહાવ્રતનું પાલન કરનાર વ્યક્તિ જે પણ કહે છે એ સત્ય સિદ્ધ થવા લાગે છે
અહીં ભૂલ થી પણ એમ ન સમજવું જોઈએ કે અસંભવ ને પણ યોગી સંભવ કરી બતાવે છે. અહીં સાચો અર્થ એ થયો કે સત્ય મહાવ્રતનું પાલન કરનાર કોઈપણ વ્યક્તિને શું સંભવ છે તે તો ખ્યાલ હોય જ છે ઉપરાંત તે વ્યક્તિ જે થવાનું હોય છે, એને પહેલા જ પારખી લે છે અને જે પણ આશીર્વાદ આપે છે એ પ્રમાણે થવા લાગે છે. વ્યાસ ભાષ્યમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે આવો યોગી ધાર્મિક થાઓ એમ કહે એટલે સામે વાળો વ્યક્તિ ધાર્મિક થઈ જાય છે. અહીં ખાસ સમજવાનું કે આવો સત્યનિષ્ઠ વ્યક્તિ તે ને જ ધાર્મિક થવાનું કહે છે જે ધાર્મિક થવા માટે લાયક તો છે પણ જરૂર ફક્ત આવા સત્યનિષ્ઠ ના આશીર્વાદ ની હોય છે અને સત્યનિષ્ઠ ના આશીર્વાદ મળતા જ લાયક વ્યક્તિ ધાર્મિક બની જાય છે. નાલાયક પણ લાયક બની જાય છે એમ અર્થ કરીએ તો યોગ વિજ્જ્ઞાન ને બદલે અંધશ્રદ્ધા નો પ્રચાર-પ્રસાર થઈ જાય અને લોકો પોતાનો સુધાર કરવાને બદલે આવા ચમત્કારી બાબાઓની ચુંગલમાં ફસાઈ ને પોતાનું જીવન ખર્ચ કરી નાખે.
દૃન્જિ;બ્કિ"મ;ાટ્ઠ ર્ઙ્મઢદ્ઘઇેાજૈન્હ્લાોઈા
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૩૭
ચોરી ન કરવાના મહાવ્રત થી બધા જ રત્નો પ્રાપ્ત થાય છે
આપણે રોજબરોજના જીવનમાં ક્યારેક કોઈ વ્યક્તિની વસ્તુને એમની પરવાનગી વગર લઈ લઈએ છીએ તો ક્યારેક કોઈ વ્યક્તિ ના વિચારોને આપણા વિચાર બતાવીએ છીએ. ક્યારેક કોઈના શબ્દો ને આપણા શબ્દો ગણાવીએ છીએ. આમ આપણે મન, વચન અથવા શરીરથી એક પ્રકારની ચોરી કરીએ છીએ. આવી ચોરીથી એ વસ્તુ કે વિચારોના માલિકને દુઃખ થાય છે. અસ્તેય એટલે ચોરી ન કરવી. સંપૂર્ણપણે ચોરીનો ત્યાગ કરનાર વ્યક્તિ પરમ પુરૂષાર્થ નો ભાગી બને છે, અને ઉત્તમ વસ્તુઓ તથા બીજા લોકોનો સહકાર મેળવે છે.
ષ્ઠડદ્ય;ઢબ્કિ"મ;ાટ્ઠર્ ર;ઢઆૐા%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૩૮
બ્રહ્મચર્ય મહાવ્રત થી વીર્યલાભ મળે છે.
મહર્ષિ વેદ વ્યાસે આ સુત્રનાં ભાષ્યમાં પ્રજનન અંગના સંયમને બ્રહ્મચર્ય કાું છે. સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરવાથી વીર્યલાભ મળે છે. વીર્ય એ ભોજન માંથી બનતી અંતિમ ધાતુ છે. સમગ્ર શરીરમાં હોવા છતાં સંભોગ સમયે પ્રજનન અંગ મારફતે શરીર માંથી નીકળી જાય છે. આ વીર્ય ન કેવળ સંતાન ઉત્પન્ન કરવા માટે જરૂરી છે પરંતુ તે એક જીવની શક્તિ છે અને વ્યક્તિના તેજ, પ્રભાવ, પુરૂષાર્થ માટે જવાબદાર છે. વીર્યલાભ મેળવવાનો અર્થ છે અત્યંત તેજ, પ્રભાવ અને પુરૂષાર્થને પ્રાપ્ત કરવો.
દૃૈકદ્ઘટડખ્તન્હ્લાજી;જઢ ેંીંઙ્ઘહ્લોિંાઙ્મઈષ્ઠાજ/ા%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૩૯
અપરિગ્રહ મહાવ્રત થી વ્યક્તિ ને પોતાનો જન્મ શા માટે થયો છે તે સમજાય જાય છે
અપરિગ્રહ એટલે અલોભ. કોઈ પણ પ્રકારની વસ્તુનો સંગ્રહ ન કરવો તે. આજના સમય માં ખુબજ અઘરૂં લાગે તેવું આ કાર્ય છે. આજકાલ તો ધર્મ ના ઠેકેદાર ગણાતા કહેવાતા બાબાઓ પણ લોભ થી બચી નથી શકતા અને કરોડો ની મિલકતમાં આળોટતા હોય છે. પરંતુ જે વ્યક્તિ કોઈ પણ પ્રકારની વસ્તુઓના સંગ્રહથી સંપૂર્ણપણે દૂર રહે છે તો તે વ્યક્તિ મહાવ્રત પાલન ના ફળ સ્વરૂપે તે વસ્તુઓને બદલે સ્વ નો વિચાર કરતો થઈ જાય છે અને વસ્તુઓની સાચવણી વગેરેની પળોજણ ને બદલે તે પોતાનો જન્મ શા માટે થયો છે તે વિચારતા-વિચારતા તેનું સાચું જ્જ્ઞાન મેળવી લે છે. અને કહેવાય છે કે એ વ્યક્તિ ધીરે-ધીરે પોતાના પાછલા જન્મો નું પણ જ્જ્ઞાન મેળવતો થઈ જાય છે.
’ાાજીાઇર્નહ્લશ્ટૂંટૂૈંઙ્મા ૈદ્ઘજીદ્ઘઙ્મટ્ઠઙ્મટઢ%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૪૦
શૌચ મહાવ્રત નું પાલન કરવાથી વ્યક્તિને પોતાના શરીરનો મોહ નથી રહેતો અને અન્ય સાથેના શારીરિક સંબંધો પણ નથી રહેતા
આંતરિક અને બાા પવિત્રતાના ચુસ્ત પાલનથી વ્યક્તિને પોતાના શરીર ના શણગાર વગેરે નો મોહ નથી રહેતો અને બીજાના શરીર પ્રત્યે પણ કામવાસના નથી ઉત્પન્ન થતી. વાસના નષ્ટ થઈ જવાથી યોગી યોગ ના માર્ગે આગળ વધવામાં કષ્ટ નથી અનુભવતો.
ર્ઙ્મ્ર’ાૂક)ઙ્માજીેન્;જીઙ્ઘાઠ;જઢકેંધ્;ં;ાઇીહ’ાઢે;ાજઠ;ર્ઇાકે
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૪૧
તથા (શૌચ મહાવ્રત નું પાલન કરવાથી) બુદ્ધિની શુદ્ધિ, મન ની પ્રસન્નતા, એકાગ્રતા, ઈન્દ્રિયનિગ્રહ તથા આત્મ સાક્ષાત્કાર જેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
આંતરિક અને બાા પવિત્રતા થી બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે. મન પ્રસન્ન અને એકાગ્ર રહે છે. બધી જ ઈન્દ્રિયો કાબુમાં રહે છે. અને ધીરે-ધીરે આત્મ-સાક્ષાત્કાર થવા લાગે છે. એટલે કે પોતાના શુદ્ધ અસ્તિત્વનો આભાસ થવા લાગે છે.
ઙ્મેિંાજ"ાાહેૂ્રાીઙ્મૂચાઆૐા%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૪૨
સંતોષ મહાવ્રત ના પાલન થી અલૌકિક આનંદ ની પ્રાપ્તિ થાય છે.
ધન થી લૌકિક સુખ મળે છે. શારીરિક સંબંધોથી મળતા સુખને પણ લૌકિક સુખ જ ગણવામાં આવે છે. લૌકિક સુખ અલૌકિક સુખ ની સોળમી કળા જેટલું પણ નથી. બીજા અર્થમાં સાંસારિક સુખથી અનેક ગણું સુખ સંતોષ મહાવ્રતના પાલનથી મળે છે.
ઙ્ઘા;જકેંધ્;કઙ્મક)દ્ઘ’ાૂક)મા;ા્રૌઙ્મ%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૪૩
તપ મહાવ્રત ના પાલન થી જ્યારે અશુદ્ધિઓનો નાશ થાય છે ત્યારે શરીર અને ઈન્દ્રિયો પરિપૂર્ણતા પ્રાપ્ત કરે છે.
તપ મહાવ્રતના પાલનથી શરીર બળવાન બને છે. વાત, પિત્ત, કફ ની વિષમતા દૂર થાય છે. તમોગુણથી ઉત્પન્ન આળસ વગેરે દોષો નાશ પામે છે. દૂર-દૂર સુધી જોવાની તથા દૂર નું સાંભળવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
ર્ન/;ા;ાકહ"ફહર્જિાઙ્મઈબ્;ાજટ%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૪૪
સ્વાધ્યાય મહાવ્રતના પાલનથી ઈષ્ટ દેવતા ના દર્શન થાય છે
મોક્ષ શાસ્ત્રો ના અભ્યાસ થી વ્યક્તિ ને જેના પર શ્રદ્ધા દૃઢ થઈ હોય એવા એમના ઈષ્ટ દેવતા વિષેનું જ્જ્ઞાન એ વ્યક્તિ મેળવી લે છે. અને થોડા સમય પછી એ પોતાના ઈષ્ટ દેવતાના સાક્ષાત દર્શન કરે છે. મનુષ્ય પાસે એક અદભુત શક્તિ છે. તે જે ધારે છે-જેનું તે ચિંતન કરે છે એને તે મેળવી શકે છે. ઈચ્છા શક્તિ દૃઢ હોવી જોઈએ. શાસ્ત્રો ના અધ્યયન થી વ્યક્તિ પોતાના ઈષ્ટ ના દર્શન કરવા માટે તલપાપડ થતો હોય છે. અને એક દિવસ એ પોતાના ઈચ્છિત દેવતાના દર્શન કરે છે.
ઙ્મીાક/ાકઙ્મક)દ્ઘરર્’દ્ઘબ્ક.ા/ાોાઇા
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૪૫
ઈશ્વર પ્રણિધાન મહાવ્રતના પાલનથી સમાધિની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
પોતાની જાતને ઈશ્વર ને સમર્પ્િાત કરી દેવાથી સુખ અને દુઃખમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. વ્યક્તિ ન તો સુખમાં છકી જાય છે કે ન તો દુઃખમાં નાસીપાસ થાય છે.
કન્હ્લાદ્ઘઙ્મૂચાીાઙ્મેઈા
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૪૬
સ્થિરતા અને સુખ આપે તે આસન છે
રોજીંદા જીવનના દરેક મહત્વપૂર્ણ કાર્યો માટે સ્થિરતા અને કષ્ટ રહિતતા એટલે કે સુખ જરૂરી છે. સવારે મળ ત્યાગ કરવામાં, જમવામાં, અધ્યયન કરવામાં, સાધના-ઉપાસના કરવામાં તથા આરામ કરવા માટે એક આસન ની જરૂર હોય છે. વર્તમાન જીવન ની જટિલતા અને આરોગ્ય ની સમસ્યાઓને કારણે લોકો સાધારણ સુખાસન કે પદ્માસન માં પણ બેસી શકતા નથી. મળ ત્યાગ માટે પણ તેમને વેસ્ટર્ન ટોઈલેટની જરૂર પડે છે. જમવામાં અને અધ્યયન કરવામાં પણ ખુરશીની જરૂર પડે છે. એક સ્થિર આસનમાં લાંબો સમય બેસી શકતા ન હોવાથી તેઓ ખાસ સાધના-ઉપાસના કરી શકતા નથી. થોડી વાર કષ્ટ સહન કરી અને એક આસન ધારણ કરવામાં આવે તો ધીરે-ધીરે શરીર અને મન સ્થિર થવા લાગે છે. જો આસન નો અર્થ એવો કરીએ કે એવી જ સ્થિતિ જે આરામદાયક હોય તો આજકાલ લોકો ભાગ્યે જ કોઈ આસન માં સુખપૂર્વક બેસી શકે છે. હઠયોગ ના મહત્વપૂર્ણ ગ્રંથ ઘેરંડ સંહિતામાં બત્રીશ આસનો બતાવવામાં આવ્યા છે. આ દરેક આસન થી શરૂઆત માં કદાચ કષ્ટ થાય પણ અંતે મન અને શરીર ની સ્થિરતા તથા સુખ એટલે કે અનેક રોગો માંથી મુક્તિ મળે છે.
બ્;ઇે’ાજીકહ્લારૂ;ોેંઙ્મિીૌક્રાૐ;ાઈા
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૪૭
શરીર નું હલન-ચલન બંધ કરી દેવાથી અને ઈષ્ટ દેવતામાં મન લગાવવાથી આસન સિદ્ધ થાય છે
આસન દ્વારા સ્થિરતા અને રોગો માંથી મુક્તિ એટલે કે સુખ પ્રાપ્ત કરવા માટે શરીરની ચેષ્ટાઓ જેવી કે હાથ પગ ચલાવવા, વાતો કરવી વગેરે ને બંધ કરી દેવાથી અને ભગવાન માં મન લગાવવાથી આસન સિદ્ધ થાય છે એટલે કે કોઈપણ પરિસ્થિતિ માં (ગરમી કે ઠંડી વગેરેમાં) સ્થિરતા અને સુખ ની પ્રાપ્તિ થાય છે. અહીં એ પ્રશ્ન થાય કે મયૂરાસન જેવા અઘરાં આસનમાં હલન-ચલન કર્યા વગર શી રીતે રહી શકાય ? જવાબ છે પહેલા સરળ આસન કરવા અને ધીરે-ધીરે વ્યવસ્થિત રીતે મયૂરાસન જેવા આસનો તરફ આગળ વધવું. મયૂરાસન ત્યારે જ સિદ્ધ થયું કહેવાય જ્યારે હલન-ચલન વગર તે આસન કરી શકાય.
િિાજ ૠેંૠોકૐા?ાાિ%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૪૮
આસન સિદ્ધ થઈ જવાથી (ઠંડી ગરમી વગેરે) કષ્ટોને સહન કરવું શક્ય બને છે.
યોગી લોકો હિમાલય વગેરે માં પણ નગ્ન રહી શકતા હોય છે. એમની આ ક્ષમતા કોઈ ચમત્કાર થી નહિ પણ હઠયોગ વગેરે ની યુક્તિઓ અને પ્રયત્નો થી થાય છે. આસન પણ તેમાની એક યુક્તિ છે.
પ્રયોગ-૮
શરીરની સ્થિરતા માપવાના આ પ્રયોગ માટે એક સ્ટોપ-વોંચની જરૂર પડશે. આજકાલ મોબાઈલમાં સ્ટોપ-વોંચની એપ્લીકેશન હોય છે. હઠયોગનાં જાણકાર વ્યક્તિ પાસેથી અથવા પુસ્તક માંથી વૃક્ષાસન શીખી લેવું. પ્રથમ વખત વૃક્ષાસનમાં કેટલો સમય રહી શકાય છે તે નોંધવું. થોડા દિવસ વૃક્ષાસનનાં અભ્યાસ પછી ફરી થી સમય નોંધવો. શરીર ની સ્થિરતા કેટલી વધી રહી છે તેનું મૂલ્યાંકન કરતા રહેવું.
કિન્ીેંઙ્મકિ ર્’ાઙ્મબ્ર્’ાઙ્મ;ાજટઢકર્કિઁદ્ગજહ% બ.ાા;ાી%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૪૯
ત્યાર બાદ (આસન સિદ્ધ થયા પછી) શ્વાસ લેવાની તથા શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા ને (થોડા સમય માટે યથાશક્તિ) રોકવાની ક્રિયા ને પ્રાણાયામ કહે છે.
અષ્ટાંગ યોગ ના સૌથી સરળ અને સૌથી મહત્વપૂર્ણ અંગ પ્રાણાયામ ની હવે વ્યાખ્યા કરવામાં આવી રહી છે. સીધા સાદા અર્થ માં પ્રાણાયામ એટલે શ્વાસ ને રોકવો. સસલું નાના-નાના શ્વાસ લે છે. એ ઓછું જીવે છે. હાથી એક સ્વસ્થ મનુષ્યની જેમ એક મિનિટમાં ૧૨-૧૫ શ્વાસ લે છે. તે ૧૦૦ વર્ષ જીવે છે. કાચબો ઓછા શ્વાસ લે છે. એ વધુ લાંબુ જીવે છે. આમ ઊંંડા શ્વાસ લેવા જોઈએ. પ્રાણાયામ થી ચંચલ વાયુ સ્થિર થાય છે. ચંચલ વાયુ સ્થિર થતા ચંચલ મન પણ સ્થિર થાય છે.
ર્
ાદૃાૐ;ેંદ્ઘિન્િઈર્ૐા’ક્રા% હજ’ાઙ્ઘાઅઙ્મહ્લશ્ચ;ાકૐા% ૈકદ્ઘ-"ફાજ હર?ાઢઙ્મુમી%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૫૦
બાાવૃતિ, આભ્યન્તરવૃતિ, સ્તમ્ભવૃતિ, દેશ, કાળ, સંખ્યા દ્વારા નિયમિત અને લાંબો પ્રાણાયામ અને ટૂંકો પ્રાણાયામ એ રીતે ઘણા પેટા પ્રકારો થઈ જાય છે.
શ્વાસ લીધા વગર થોડી વાર રહેવું ( બાાવૃતિ ) અને શ્વાસ લીધા પછી થોડી વાર અંદર રોકી રાખવો (આભ્યન્તરવૃતિ) આ બંને ને પ્રાણાયામ કહે છે. એ સિવાય ત્રીજી રીત પણ છે. જેમાં ન તો ઊંંડો શ્વાસ લઈને પછી રોકવામાં આવે છે, ન તો શ્વાસ બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જ્યાં જે સ્થિતિમાં હોય એ જ સ્થિતિ માં રોકી દેવાને સ્તમ્ભવૃતિ પ્રાણાયામ કહે છે. આ ઉપરાંત દેશ, કાળ, સંખ્યા વગેરે પરિબળો ના આધારે પ્રાણાયામના ઘણા પેટા પ્રકારો થઈ જાય છે.
ર્
ાદૃાૐ;ેંદ્ઘિર્ક"ા;ામાજૈર િૂહ્લાઢ%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૫૧
બહાર અને અંદર શ્વાસ રોકવા સિવાય જ્યારે મન વિષયોથી સંપૂર્ણપણે મુક્ત હોય ત્યારે અંદર આપોઆપ થતો પ્રાણાયામ એ (મુખ્ય ત્રણ પ્રાણાયામ) સિવાય ના ચોથા પ્રકાર નો પ્રાણાયામ છે.
ઉચ્ચ પ્રકારનાં યોગીઓ કે સંતો જ આ પ્રાણાયામ કરી શકતા હશે. એ સિવાય અન્ય સૌ લોકોએ સરળ પ્રાણાયામ કરવા જોઈએ.
િિ% માર;જિ બ્ઙ્ઘાર્’ાાદ્ઘ.ાઈા
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૫૨
તેના દ્વારા (પ્રાણાયામ દ્વારા) પ્રકાશ (એટલે કે જ્જ્ઞાન) ની વચ્ચે આવતો પડદો દૂર થાય છે.
મન ની ચંચળતા સમાપ્ત થઈ જવાથી મન જ્જ્ઞાન મેળવવા માટે એટલે કે સ્વાધ્યાય વગેરે માટે તૈયાર થાય છે, જેના પરિણામ સ્વરૂપે અજ્જ્ઞાનતા દૂર થાય છે.
/ાાદ્ઘ.ાાઙ્મૂ ;ાજઠ;િા ીેઙ્મ%
-યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૫૩
તથા (પ્રાણાયામ દ્વારા) મન ધારણા (ધ્યાન પહેલા ની ક્રિયા) કરવા માટે યોગ્ય બને છે.
પ્રાણાયામ વગર ધ્યાન થઈ શકતું નથી. કારણ કે મનની ચંચળતા ને કારણે મન એક જગ્યાએ સ્થિર થતું નથી. પ્રાણાયામ કરવાથી મન સ્થિર થવા લાગે છે અને કોઈ એક ધારણા કરવા માટે મન ને તૈયાર કરી શકાય છે. (વિજ્જ્ઞાન ભૈરવ નામના યૌગ્િાક ગ્રંથમાં ધારણાનાં ૧૦૦ થી વધુ પ્રકારો ની સમજૂતી આપેલી છે. )
પ્રયોગ-૮
પ્રાણાયામમાં મળેલી સફળતા માપવાના આ પ્રયોગ માટે એક સ્ટોપ-વોંચની જરૂર પડશે. આજકાલ મોબાઈલમાં સ્ટોપ-વોંચની એપ્લીકેશન હોય છે. ઊંંડો શ્વાસ લઈ જ્યારથી શ્વાસ રોકવાની શરૂઆત કરીએ ત્યારથી સ્ટોપ વોંચ માં સમય જોવાનું ચાલુ રાખવું. પ્રથમ વખત શ્વાસ છોડયા વગર કેટલો સમય રહી શકાય છે તે નોંધવું. થોડા દિવસ શ્વાસ રોકવાનાં તથા ઓછામાં ઓછા ૫-૫ મિનીટનાં કપાલભાતિ, અનુલોમ-વિલોમ તથા ભ્રામરી પ્રાણાયામના અભ્યાસ પછી ફરી થી સમય નોંધવો. પ્રાણાયામથી શ્વાસ રોકવામાં કેટલો લાભ મળી રાો છે તે ખ્યાલ આવશે.
ર્ન્ર્ક"ા;ાઙ્મઈબ્;ાજટજ ક્રાન્; ર્ન્ઃૈોૂઙ્ઘાદ્ઘ ર્હ્વજકેંધ્;ા.ાાટ્ઠ બ્ઇ;ાખ્તાદ્ઘ%
- યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૫૪
ઈન્દ્રિયો પોતાના વિષયો માંથી મુક્ત થઈ ને ચિત ના સ્વરૂપ માં એકરૂપ થઈ જાય તેને પ્રત્યાહાર કહે છે
પાંચ ભૌતિક અંગો ને અનુરૂપ પાંચ ઈન્દ્રિયો છે. આંખ ને અનુરૂપ ચક્ષુ ઈન્દ્રિય છે. મન માં વિષયોને અનુરૂપ ચિત્રો આ ઈન્દ્રિય દ્વારા આવતા હોય છે. આંખ બંધ હોય તો પણ મન તેની અદભુત શક્તિ દ્વારા આવા ચિત્રો મેળવી લે છે. પ્રત્યાહાર એટલે આવા કોઈ પણ જાતનાં વિષય વાસના ને લગતા ચિત્રો મન માં ન આવતા હોય, કોઈ ગમતી વાનગી નો સ્વાદ યાદ ન આવતો હોય, કોઈ ગમતા ફૂલની સુગંધ ન આવતી હોય, કોઈ ગમતી વસ્તુ કે વ્યક્તિ ના સ્પર્શ નો અનુભવ ન થતો હોય, કોઈ ગમતી વ્યક્તિ નો અવાજ કે ગમતા ગીત વગેરે ની ધ્વનિ ન સંભળાતી હોય તેવી વિષય વિહીન પરિસ્થિતિ ને પ્રત્યાહાર કહે છે. એક વસ્તુ કે વિચાર ની ધારણા કરવા માટે પહેલા પ્રત્યાહાર ની સ્થિતિ સર્જાવી જરૂરી છે.
િિ% ૈદ્ઘીાર્ ’;જિકેંધ્;ા.ાાઈા
- યોગદર્શન, સાધન પાદ, સૂત્ર ૫૫
તેનાથી ઈન્દ્રિયો એકદમ વશમાં રહે છે.
સામાન્ય રીતે ઈન્દ્રિયો આપણા વશ માં રહેતી નથી કારણ કે આપણે વિષય વાસનાથી પ્રભાવિત થઈને પ્રત્યાહારનો અભ્યાસ કરતા નથી. પરંતુ જો, ઈન્દ્રિયોને વિષયોથી દૂર કરી અંતર્મુખી બનાવવામાં આવે તો તેને પ્રત્યાહાર નો અભ્યાસ કર્યો કહેવાય. પ્રત્યાહાર ના અભ્યાસથી લાંબા સમય સુધી ઈન્દ્રિયો બહિર્મુખી થતી નથી. અને એકદમ આપણા વશ માં રહે છે.
હજ’ાષ્ઠેં/ાક’્રાન્; /ાાદ્ઘ.ાા
- યોગદર્શન, વિભૂતિ પાદ, સૂત્ર ૧
એક સ્થાન, વસ્તુ કે વિચાર પર આપણી ચેતનાને (બીજા શબ્દો માં આપણા ચિત ને) સ્થિર કરવું તે ધારણા છે.
બે આંખોની વચ્ચે અથવા ડૂંટી ઉપર, દિવાની જ્યોત ઉપર, કોઈ એક ચિત્ર ઉપર કે અન્ય કોઈ પણ જગ્યાએ ચિત્તને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો એટલે ધારણા કરવી. વિજ્જ્ઞાન ભૈરવ નામના યૌગિક ગ્રંથમાં ધારણા ના ૧૧૨ પ્રકારોની સમજૂતી આપેલી છે. તેમાંથી કોઈપણ ધારણા પસંદ કરી શકાય. જુદા-જુદા દિવસે જુદી-જુદી ધારણા પણ કરી શકાય. જેથી યોગમાં રૂચી પણ જળવાય રહે અને અનુભવ દ્વારા આપણને અનુકૂળ હોય એવી ધારણા પદ્ધતિઓ પસંદ કરી શકાય.
િ= બ્ઇ;;જીઙ્ઘિોિા /;ોઈા
- યોગદર્શન, વિભૂતિ પાદ, સૂત્ર ૨
તે સ્થાન, વસ્તુ કે વિચાર માં જ ચિત્ત ચોંટેલું રહે તેને ધ્યાન કહે છે.
અષ્ટાંગ યોગના આગળના પગથિયાઓ ચૂકી જીએ અને સીધું જ મનને વિચાર શૂન્ય કરવાની કોશિશ કરીએ તો મન વિચાર શૂન્ય થતું નથી. હા મનની ચંચળતા જરૂર ઓછી થાય છે. અહીં ધ્યાનની સાચી સમજૂતી આપવામાં આવી છે. જો ચિત્ત એક જ સ્થાન, વસ્તુ કે વિચાર માં (અમુક સમય સુધી) ચોંટેલું રહે તો તેને ધ્યાન કહેવાય. ધ્યાન કરવામાં નથી આવતું પરંતુ ધારણા કરવામાં આવે છે. ધ્યાન તો તેની મેળે થઈ જાય છે. મારૂં ધ્યાન લાગી રાું છે કે નહિ જો એ હું જોતો રહું તો ધ્યાન થાય નહિ. ધ્યાન થયું કે નહિ તે ચકાસવા માટે ધારણા કરતા પહેલા સમય નોંધી લેવો. થોડા સમય સુધી ઘડિયાળ સામું જોવું નહિ. ધારણા માં મન લાગે ત્યાં સુધી લગાડવું. ત્યાર બાદ સમય જોવો. ઘડિયાળ સામું જોતા જો આશ્ચર્ય થાય કે ઘણો સમય પસાર થઈ ગયો તો સમજવું કે વચમાં ક્યારેક ધ્યાન લાગી ગયું હશે અને આપણને ખબર નહિ રહી હોય. ટૂંકમાં અનેક વિચારો ની વચમાં ક્યારેક એક વિચાર પર મન ચોંટે અથવા મન વિચાર શૂન્ય બને પણ આપણને એની ખબર રહે નહિ તો એ ધ્યાન છે.
હિર્જાહ્લાઢીા=કેૐાાઢઙ્મટ્ઠ ર્ન્ઃૈ’ાુેં;ર્કી ઙ્મીાક/ા%
- યોગદર્શન, વિભૂતિ પાદ, સૂત્ર ૩
તે ધ્યાન કરતા-કરતા જ્યારે વ્યક્તિ પોતાના સ્વરૂપ રહિત થઈ જાય છે અને તેનું મન ધ્યેય (જ્યાં ધારણા કરવામાં આવી છે તે) માં જ ડૂબી જાય છે ત્યારે તે સ્થિતિ ને સમાધિ કહે છે.
ધ્યાન થી પણ આગળ ની સ્થિતિ છે સમાધિ. સાધારણ રીતે સંતો, યોગીઓ ક્યારેક સમાધિ માં ચાલ્યા ગયા છે તેમ કહેવાય છે. સાંઈબાબા વિષે એવું કહેવાય છે કે તે જ્યારે એક પ્રકારની સમાધિમાં ચાલ્યા ગયા હતા ત્યારે કેટલાક ગામવાસીઓ તેમને મરી ગયા સમજી અને તેમના અંતિમ સંસ્કાર કરવાની ઉતાવળ કરતા હતા. સાંઈબાબા જ્યારે બેઠા થયા ત્યારે ખબર પડી કે તે સમાધિમાં હતા. આમ સમાધિ એ એક ઉચ્ચ અવસ્થા છે. કેટલાક લોકોએ સમાધિને ધ્યાનનો જ એક પ્રકાર ગણી છે. સાધારણ માણસને સમાધિનો અનુભવ થઈ જાય તો તેને સૌથી ધનવાન-સૌથી લોકપ્રિય વ્યક્તિ કરતા પણ પોતાની જાતને નસીબદાર ગણવી જોઈએ. બીજા અર્થમાં સમાધિ એટલે સુખ-દુઃખ માં સમાનતા. ગમે તેવું દુઃખ આવે તો પણ જે માણસ નાસીપાસ ન થાય અને ગમે તેવા સુખ માં પણ છકી ન જાય તો તે સમાધિ માં જ છે તેમ કહેવાય. આવી ઉપલબ્ધિ મળવી એ પણ સામાન્ય માણસ માટે અત્યંત આશ્ચર્યજનક કહેવાય. આમ છતાં, કહેવાય છે કે જીવનમાં કંઈપણ અશક્ય નથી. આપણે પણ સમાધિ નો અનુભવ કરીએ એવી જ પ્રભુ ને પ્રાર્થના કરવી જોઈએ.