Spandan - 2 in Gujarati Poems by VANDE MATARAM books and stories PDF | સ્પંદન-2

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

સ્પંદન-2

જા મારે તને કાય નથી કેહવુ;

તારા કિસ્મત તારી સાથે.

હવે ,

એમ લાગે જિંદગી અધુરી છે,

આપ જેવા દોસ્ત વિના!!

હુ કોઇને નહી પુછુ તુ કેમ છે?

તારી નારાજગી તારી હાલાત બતાવે છે….

મન થાય છે થોડુ રડુ,

મન ચાહે છે થોડુ રમુ,

મન કહે છે થોડુ વિચારુ

પણ

દિલ કહે છે થોડુ હસુ

હવે બોવ થયુ ‘DAKSHA'

જિંદગીને ખેલ નાખવા દે

મેહનત પાસે જીત હંમેશા જુકે છે

ગુજરાતીઓની એક સામાન્ય વાત

કોઇ આખી વાત કહે પછી કે

‘હુ એમ તો કવ છુ’

ગુજરાતીઓની એક આદત

‘હા હો’

ગુજરાતીઓની એક અદા

‘ઇ આપડે નઇ હો ભાઇ’

ગુજરાતીઓની એક વાત

‘તો પછી’

૧૦

ગુજરાતી એટલે ગુજરાતી

‘હો ભાઇ’

‘ભાઇ ભાઇ’

‘પૈસાવાળાની વાતો નો થાય હો ભાઇ’

‘તમારી વાત થાય’

૧૧

થોડુ એવુ લાગે છે અઘરી છે જિંદગી;

આપ યાદ આવતા લાગે છે

ઘણી સહેલી છે જિંદગી.

૧૨

ન હોતુ લાગતુ આપનો સાથ મળશે;

હવે લાગે છે આપનો સહકાર મળશે.

૧૩

જોયુને દગો દઇ દિધો કિસ્મતે

પણ

એ કિસ્મત તુ શુ જાણે

આજ પરિક્ષl છે પોતાનાની.

૧૪

હું જે માગું એ તુ આપે કિસ્મત

તો તુ મારી માતા સમાન છે;

પણ એ કિસ્મત તુ તેને લાયક નથી કે તુ કોઇની માતા બને.

૧૫

ચલો આજનો દિવસ સુધારી એ ''તમને યાદ કરીને''

૧૬

દુનિયા આજે બંધ છે

આધુનિકતામા

લોકો આજે કેદ છે

….

૧૭

થોડીવાર થાય બધુ ભુલી જાવ

પછી એમ થાય

એમ કેમ ભુલુ તમને!!!!!!!!!!

૧૮

આજે તું આવ્યો

ને આંનદ આવ્યો

મન હરખાયુ

તન હરખાયો

વરસાદ તારી હેલી

સાંભળી દિલ હરખાયુ

૧૯

જે સુખ ભગવાને આપ્યુ છે

તે ભોગવવામા ધ્યાન આપવામાં આવે તો હાથમાં જ જન્નત છે

નહીંતર સુખની સપનામાં મન્નત છે

૨૦

એકલુ English જ શું લખવું

કયારેક ગુજરાતી પણ લખાય

૨૧

ન સમજાય એવુ શુ બોલવુ કયારેક

સમજાય તેવુ પણ બોલાય

૨૨

એકધારુ આમ ગુમસુમ શુ રહેવુ??

કયારેક મન મુકીને મસ્તી પણ કરાય..

૨૩

આમ મોટા બની ને શુ ઘુમવુ

કયારેક

નાના બનીને પણ ફરાય…

૨૪

જિંદગીની દેન છે આપ જેવા મિત્ર મળ્યા

બાકી તો થકવી નાખે છે માણસો

કામ કરાવીને!!!!

૨૫

રોજ કટાક્ષમા બોલીએ તેના કરતા

આજ સીધુ જ કહી દઇએ તો કેવુ?

2૬

ભલેને કશુ ના બોલિયે

પણ

આપણે રોજ મળીયે

તો

કેવુ?

૨૭

અઘરા સપના પુરા કરવામા

સાહેબ

સહેલા સપના માણવાનુ જ

ભુલાય જાય છે.

૨૮

બધા મને સારી તો કહે છે

મારા વા’લા

પણ જરુર હોય ત્યારે

૨૯

બધા મારા વખાણ તો કરે છે

મારા વા’લા

પણ જરુર હોય ત્યારે

૩૦

ઉપર છલ્લો જુઓ તો સમુદ્ર ખારો લાગે

મારા વા’લા

તળિયે જનાર મરજીવાને પુછો,

સમુદ્ર કેટલો સોનુ લાગે છે.

૩૧

પાણી તો સમુદ્રનુ ખારુ જ લાગે છે

મારા વા’લા

અગરિયાને પુછો મીઠુ કેટલુ ગળ્યુ લાગેછે

૩૨

દરેક વખતે હુ નમુ છુ

મારા વા’લા

માત્ર સંબંધને

નહી કે તારી જિદને!

૩૩

કોઇના ઘર ભાંગવા સમય જોઇએ

મારા વા’લા

અહીં તો હસવા માટે પણ laughing મા જવુ પડે છે

૩૪

કાળા વાદળો થાય છે

વળી પાછા વિખાય જાય છે

વા’લા

તને પણ પરિચય થઇ ગયો

લાગે છે માણસની જરુરીયાતનો…

૩૫

ગોવર્ધન તો હળવેકથી ઉંચકયો

મારા વા’લા

એકવાર મારા પુત્રનુ બેગ તો ઉચકીજો..

૩૬

તુ ને હુ અને આ દુનિયા જુઠી છે

સાચુ છે માત્ર આ દિલથી થયેલુ દિલનુ બંધન..

3૭

મને તમારા ઘરમા રેહવુ છે

જગા ના હોય તો દિલમા રેહવુ છે

૩૮

મને તમારા ઘર સુધી જવુ છે

રસ્તો ના મળે તો દિલ સુધી જવુ છે

૩૯

સાથે રેહવુ એ ભાવના છે

સહકારથી રેહવુ એ પ્રેમ છે

૪૦

મને તારા દિલ માથી વિશ્વાસ આપ

બીજુ તો નહી મને તારો પ્રેમ આપ

૪૧

જિંદગીની સફર કંઇક અલગ હોત

તમે મારી પાસે કરતા સાથે હોત

૪૨

મારે પણ તારી સાથે ચમકવુ છે;

તારી પાસે ચળકાટ છે?તો આપ!!!

૪૩

કાને રાધાને કહયુ કેમ ચાલે છે જિંદગી?,

રાધા એ કહયુ જિંદગી તો રુકમણિ પાસે છે

મારી પાસે તો યાદ ચાલે છે

૪૪

રાધાઃકાનને હુ રિસાવ તો તુ ન મનાવે?

કાનઃકાનમા.. તુ રિસાય એવુ હુ કશુ કરુ જ નહી

૪૫

દૂરની વ્યક્તિ મેળવવામા

સાહેબ

નજીકની વ્યક્તિને સમજવાનુ

રહી જાય છે

૪૬

રેઇનકોટ પહેરવામા

સાહેબ

ઝરમરની મોઝ લેવાની

રહી જાય છે

૪૭

ધોધમાર વરસાદમા રેઇનકોટ પેહેરવાનો હોય

સાહેબ

આજ કાલ લોકો દિલ પર

રેઇનકોટ પેહેરીને ફરે છે

૪૮

તમે કેવા સુંદર તૈયાર થઇને બહાર નીકલ્યા

વાહ વાહ

તમે કેવા સુંદર તૈયાર થઇને બહાર નીકલ્યા

વાહ વાહ

તમે લપસીને પડયાને અમે તમને જોયા

અબ તુમ બોલો

વાહ વાહ

૪૯

તુ મને નથી સમજતો

કે તુ મને નથી સમજતી

એમ કેહવાને બદલે

આપણે બંને એકબીજાને

સમજીયે તો કેવુ?

૫૦

આપણે રોજ ફરીયાદ કરીએ

તેના કરતા

રોજ એકબીજાને યાદ કરીએ તો

કેવુ?

૫૧

જયારે તુ સાથે હોય છે

ત્યારે દરેક પલ બેહદ ખુશી લાગે છે.

૫૨

તારા હાથમા જયારે મારો હાથ હોય છે

ત્યારે

દુનિયાની તમામ ખુશી મારી સાથે હોય છે

૫૩

આ એક જ ભૂલ થઇ

તારામા મને જોવાની…

૫૪

તુ,

સાથે છો

તો

દુનિયાની તમામ શક્તિ

મારી પાસે છે

૫૫

ભૂલથી

પણ

મને ન ભૂલી જતો

હો

૫૬

પ્રેમ એ બંધન નહી છુટ છે

જયા દિલની બધી વાતો કરાય છે અને પ્રેમથી રેહવાય છે

૫૭

બધા મને સારી તો કહે છે

મારા વા’લા

પણ જરુર હોય ત્યારે

૫૮

અભિમાન તો

મારા વા’લા

સુર્યનુ પણ નથી રહયુ

વાદળ કયારેક જ થાય છે

તેમ છતા સુર્યા ને સંતાવુ પડે છે.

૫૯

કોઇના પગલે હુ ચાલુ

કે મારા પગલે કોઇ

સાથે તુ હોય તો

લાગે મારુ છે કોઇ

૬૦

મારો કેહવાનો અર્થ એ નથી કે

તુ મારી પાસે નથી કે હુ….

મારો કેહવાનો અર્થ એ છે કે

આપણે બંને સાથે નથી…

૬૧

આ તમારા માટે

એમ ના કહુ તને

તુ અઘરો છે

સહેલી છુ હુ

અઘરુ સમજાતુ નથી

૬૨

તકલીફનુ તો શુ છે શહેનશાહ,

તે દુઃખ આપી જતી રહે છે

પણ એ ચોકકસ ”અનુભવ”

આપી જાય છે…

૬૩

દુનિયાનુ તો શુ છે શહેનશાહ,

તે મનફાવે તેમ બોલે

તેના ઉઝરડા તો

આપણા દિલ પર પડે છે.

૬૪

નાનપણમા જયારે પડતાને મા કેહતી કીડીનીમા મરી ગઇને આંસુ બંધ થય જતા

ખરેખર આજે કોઇની યાદ આવે છે પણ એ રીતે આંસુ બંધ નથી થતા

૬૫

નાના હતા ત્યારે ગાડી ફૂલ ગેરમા હોયને મા કેહતી ભપ્પ થઇ જાશને ગાડી અટકી પડતી

પણ

આજે ગાડી હાથમા હોય ત્યારે ખબર જ નથી હોતી કે ગાડી કયા અટકાવવીને કયા ચલાવવી.

૬૬

હે ઇશ્વર!!! તારા દરબારમા ન્યાયની દેર છે પણ અંધેર નથી

મને વિશ્વાસ છે કે તુ ન્યાય જરુર આપીશ અને

હુ તેનો ઇંતઝાર કરીશ

૬૭

ઇશ્વર કોઇને લાકડી લઇને નથી મારતો

તે આપણા સુખને હરે છે ત્યારે એહસાસ થવો જોઇએ આ મારા પાપનુ ફળ છે.

૬૮

રમત જયા સુધી રમત બની રહે ત્યા સુધી સારુ છે

જયારે તે અહમ બને છે ત્યારે વિશ્વાસઘાત બની જાય છે

૬૯

ધરતી એ કહયુ વરસાદ ને હવે તો આવ?

વરસાદે કહયુ રેહેવાનુ પારકુ(વાદળ)ને પડવાનુ પારકુ(ધરતી)

હુ કેમ આવુ?

૭૦

પ્રેમ એ બંધન નહી છુટ છે

જયા દિલની બધી વાતો કરાય છે અને પ્રેમથી રેહવાય છે.

***