21 mi sadi nu ver - 20 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 20

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

21મી સદીનું વેર - 20

21મી સદીનું વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશન ઊંઘતો હતો ત્યાં મોબાઇલની રીંગ વાગી. એટલે તેણે બાજુમાં પડેલો મોબાઇલ લઇ આંખો ખોલ્યા વગર જ કોલ રીસીવ કર્યો. મનિષનો જ કોલ હતો. તેણે કહ્યુ એલા કિશન શું ઊંઘ્યા કરે છે? ઊઠ તું તો સેલીબ્રીટી થઇ ગયો. બધાજ ન્યુઝ પેપરમાં તારા જીતના સમાચાર છપાયા છે. આ સાંભળી કિશનની ઊંઘ ઊડી ગઇ. કિશને મનિષને કોલ કરી ગઇકાલે રાતે કેસની જીતના સમાચાર આપ્યા હતા. ત્યાં તો સવારમાંજ તેનો કોલ આવ્યો કે તારી જીત તો બધાજ ન્યુઝ પેપરવાળએ વધાવી છે. ત્યાર બાદ કિશને કોલ પુરો કરી સવારનો નિત્ય ક્રમ પતાવ્યો અને સીધોજ કાળવા ચોકમાં આવેલ ન્યુઝપેપરની દુકાન પર ગયો. કિશને બધાજ ન્યુઝ પેપરની એક એક કોપી ખરીદી લીધી. ત્યાંથી કિશન ગિરનાર રોડ પર આવેલ શિવ ગાઠિયા હાઉસ પર ગયો. અને નાસ્તો કર્યો.

અને ત્યાંથી રવેચી ટી સ્ટોલ પર ચા પીને રૂમ પર ગયો. રૂમ પર આવી તે એકપછીએક એમ બધાજ ન્યુઝ પેપર વાંચતો ગયો. બધાજ ન્યુઝ પેપરમાં તેના જીતના સમાચાર છાપ્યા હતા. એક ન્યુઝ પેપરવાળાએ તો “ એક ઉભરતો વકીલ જેણે કેરીયરના પ્રથમ કેસમાંજ રાજ્યના ખ્યાતનામ વકીલને હાર આપી” એવુ હેડીંગ આપી ન્યુઝ છાપ્યા હતા. કિશન હજુ ન્યુજ પેપર વાંચતો જ હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી. રીંગટોન તરીકે ગીત વાગ્યુ “હમ તુમે ચાહતે હે એસે મરનેવાલા કોઇ જીંદગી ચાહતા હો એસે” એટલે કિશનના મોઢા પર સ્મિત આવી ગયુ. કેમકે આ રીંગટોન તેણે ઇશિતા માટે સેટ કરેલી હતી. કિશને કોલ રીસિવ કર્યો એટલે ઇશિતા એ કહ્યુ મે તને કીધુ હતુ ને કે મારી સાથે રહીશ એટલે તુ સેલીબ્રીટી થઇ જઇશ. મારૂ કીધેલુ સાચુ પડ્યુ ને?

કિશન;- એક મિનિટ એક મિનિટ,તને કેમ ખબર પડી કે મારા ન્યુઝ છપાયા છે?

ઇશિતા ફિલ્મી ડાયલોગ મારતી હોય એ અદામા કહ્યુ બચ્ચુ હમારે જાસુશ હર જગહ મોજુદ હોતે હૈ.

આ સાંભળી કિશને હસતા હસતા કહ્યુ અચ્છા તો આ જાસુશ મનિષનું કામ છે એમને?

ઇશિતા;- હા,કોઇક તો હોય જ ને જે અમને જાણ કરે.

કિશન;- બસ હવે હોશયારી નહી. મને પણ મનિષે જ જાણ કરી અને હજુ હું ન્યુઝ પેપર વાંચતોજ હતો ત્યાં જ તારો કોલ આવ્યો.

ઇશિતા;- એ બધુ જવાદે. તુ મને દરેક ન્યુઝપેપર ના તારા કેસના આર્ટીકલનો ફોટો પાડીને મોકલજે. હુ સાંજે ફ્રી થઇશ ત્યારે બધાજ વાંચીશ. મને ખબર તો પડે કે ન્યુઝ પેપર વાળા મારા કિશન વિશે શુ લખે છે?

કિશન;- એ તો તે મને ના કીધુ હોત તો પણ હું મોકલવાનોજ હતો. તું જ્યાં સુધી નહી વાંચે ત્યાં સુધી આ ન્યુઝ જ નકામા છે.

ઇશિતા;- બસ હવે બહુ મસ્કા ન માર. ચાલ હવે મુકુ છુ. મારે લેટ થાય છે.

કિશન;- ઓકે બાય .

કિશને કોલ કટ કરી બાજુમા મોબાઇલ મુક્યો ત્યાં ફરીથી રીંગ વાગી કિશને જોયુંતો સુનિલનો ફોન હતો. સુનિલ અમદાવાદમાં જી. પી. એસ. સી ની તૈયારી કરતો હતો. ઘણા સમય થી તેની સાથે વાત નહોતી થઇ એટલે કિશને કોલ રિસીવ કરીને કહ્યુ ઓહો તો તને આજે ફોન કરવાનો સમય મળ્યો એમને?

સુનિલ;- તુ હવે બહુ મોટો માણસ થઇ ગયો ભાઇ. અમારે તને વારે વારે ફોન કરીને ડીસ્ટર્બ થોડો કરાય?

કિશન;- બસ હવે રેવાદે એકતો આટલા દિવસ પછી ફોન કર્યો છે અને હવે ખોટી ફેંકવાની રહેવાદે નહીતર મારે ગાળો દેવી પડશે.

સુનિલ;- ઓકે ઓકે સોરી. અને હા કોન્ગ્રેચ્યુલેશન. હમણા જ ઓનલાઇન બધાજ ન્યુઝ પેપર વાંચ્યા મજા આવી ગઇ યાર. તુ તો છવાઇ ગયો યાર.

કિશન;- થેંક્યુ , ચાલ એ બાને તારો ફોન તો આવ્યો.

સુનિલ;- બસ ખાલી થેંક્યુથી કામ નહી ચાલે. એકાદ વિકએન્ડમાં હું જુનાગઢ આવુ છુ. હું અને મન્યો તને પાર્ટી લીધા વગર છોડવાના નથી. પાર્ટીતો આપવી જ પડશે.

કિશન;-તો આવને યાર બધા મળીને જલસા કરીએ. તમે બધા જતા રહ્યા એમા જુનાગઢની મજા પણ જતી રહી. હું અને મન્યો દર વિકેન્ડમાં મળીએ છીએ ત્યારે તમને બધાને યાદ કરીએ છીએ.

સુનિલ;- બધામાં પેલી તમારા બન્નેની હિરોઇન તો દુર છે એટલે તેનો તો મેળ નહી પડે. આપણે ત્રણ મળશું.

કિશન;- તું આવતોય બસ છે આપણે ત્રણેય મજા કરશું. અને તે કોઇ ત્યાં હિરોઇન શોધીકે નહી?

સુનિલ;- એ વાત તમે મળશો ત્યારે કરશું. ઓકે ચાલ હવે હુ આવીશ ત્યારે કોલ કરીશ. બાય

કિશન;- ઓકે બાય.

કિશને કોલ કટ કર્યો અને વિચારવા લાગ્યો શુ સુનિલને કોઇ છોકરી પસંદ આવી હશે? કે પછી એમજ એણે કહ્યુ. ત્યાર બાદ તેણે બાકી રહેલા ન્યુઝ પેપર વાંચવા લાગ્યો. છેલ્લે તેણે સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસ વાંચવા લીધુ. આ છાપામા મેઇન પેઝ પરજ તેનો ફોટો અને મોટો લેખ હતો. કિશન આખો આર્ટીકલ વાંચ્યો. આર્ટીકલમાં કિશનનો પરીચય અને કોલેજ વિશેની માહિતી હતી તથા નુરીના કેસની સરસ રજુઆત પણ કરેલી હતી અને આર્ટીકલને અંતે લખેલુ હતુ કે આજના જમાના પણ જ્યાં સુધી કિશન પંડ્યા જેવા વકીલો છે ત્યા સુધી લોકોને ન્યાય તંત્ર પર વિશ્વાસ હંમેશા ટકી રહેશે.

આ વાંચીને કિશનને સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસના પત્રકાર મોહિત જૈન માટે માન થઇ આવ્યુ. કિશને તરતજ પોતાના પાકિટમાંથી મોહિતે આપેલ કાર્ડ કાઢ્યું અને તેમાંથી નંબર જોઇ કોલ લગાવ્યો. પહેલીજ રીંગે મોહિતે કોલ રિસીવ કરતા કહ્યુ, બોલો બોલો વકીલ સાહેબ કેમ છે? તમે તો છવાઇ ગયા હો બધાજ ન્યુઝ પેપરે તમારી જીતને વધાવી છે.

કિશન;- થેંક્યુ મોહીત. બધા કરતા પણ તમારા ન્યુઝ પેપરમાં તમે મને ફ્રંટ પેઝ પર કવરેઝ આપ્યુ એ માટે ખુબ ખુબ આભાર. તમે મારા માટે ઘણી મહેનત કરી છે.

આ સાંભળી મોહિતે હસતા હસતા કહ્યુ કિશનભાઇ મે તો તમને કાલેજ કહ્યુ હતુ ને કે તમારા જેવા માણસ સાથે મને મિત્રતા કરવી ગમશે. ત્યારથીજ મે તો તમને મારા મિત્ર માની લીધેલા અને મિત્ર માટે આટલુ તો કરવું જ પડે ને.

કિશન;- મોહિત તારા જેવો મિત્ર સામેથી હાથ લંબાવે તો પછી એમા આનાકાની કરવાનો સવાલ જ નથી આવતો. હુ મિત્રો ઓછા બનાવુ છુ પણ બનાવ્યા પછી તેના માટે કાઇપણ કરતા અચકાતો નથી. અને મને પ્રોફેસનલ મિત્રતા બહું ફાવતી નથી. હુ માનુ છુ કે મિત્રતામાં સ્વાર્થ ના હોવો જોઇએ. એટલેજ મે કાલે તમને જવાબ નહી આપેલો. આજે ખુલ્લ દિલથી તમારી મિત્રતાનો સ્વીકાર કરૂ છુ.

મોહિત;- તો પછી પેલી શરત કે તમારે મને તમે નહિ કહેવાનુ મિત્રતામાં તો તુંકારો હોય તો જ મજા આવે.

કિશને હસતા હસતા કહ્યુ એ વાત તને પણ લાગુ પડે છે તારે પણ મને તુંકારે જ કહેવાનું.

મોહિત;- ઓકે તો પાકું આપણી નવી મિત્રતાને સેલીબ્રેટ કરવા આજે સાથે ડીનર લઇએ?

કિશન;- યાર, સોરી, આજે સાંજે મારે એક જગ્યાએ જવાનું છે. પણ કાલે સાંજે પાકુ મળીએ.

મોહિતે હસતા હસતા કહ્યુ આજે શુ ગર્લફ્રેન્ડ સાથે ડીનર લેવાનો પ્લાન છે? તોતો મારે કબાબમાં હડ્ડી નથી બનવું.

આ સાંભળી કિશન ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો. ના ભાઇ એવા ક્યાં નસીબ છે? આતો સાંજે સ્મૃતિ મેડમ સાથે મિટીંગ છે.

મોહિત;- ઓકે તો કાલે ફાઇનલ મળીએ.

કિશન;- ઓકે બાય.

કિશન વિચારવા લાગ્યો કે ભગવાને મને મિત્રો સારા મેળવી આપ્યા છે. આ મોહિતે પણ સામેથી મિત્રતા માટે હાથ લંબાવ્યો. મિત્રતા એ એક એવો સંબંધ છે જેને જ્ઞાતિ, ધર્મ, કે પ્રદેશની કોઇ સીમા નડતી નથી. મિત્રતા માત્ર બે વ્યક્તિની લાગણીથીજ જન્મે છે.

સાંજે કિશન સ્મૃતિ મેડમને મળવા કોર્પોરેશનની ઓફીસે ગયો. તેના ક્લાર્કે પણ કિશનને અભિનંદન આપ્યા. અને કહ્યુ મેડમે બધાજ ન્યુઝ પેપર મંગાવી અને તમારા દરેક સમાચાર વાંચ્યા છે, તે આજે ખુબ ખુશ થયા છે. મેડમે મને પણ બોલાવીને કહ્યુ હતુ કે આ છોકરો ઘણો આગળ જશે. કલાર્ક હજુ વાત કરતો હતો ત્યાં પ્યુને આવીને કિશનને કહ્યુ કે મેડમ તમને બોલાવે છે. એટલે કિશન સ્મૃતિ મેડમની ચેમ્બર માં ગયો. કિશન જઇને સ્મૃતિ મેડમને પગે લાગ્યો. સ્મૃતિ મેડમે તેને અડધે થી જ રોકી લીધો અને હાથ મિલાવી કોન્ગ્રેચ્યુલેશન કહ્યા. ત્યારબાદ કિશને તેના કેસની તમામ વાત સ્મૃતિમેડમને કરી. આ સાંભળી સ્મૃતિ મેડમે કહ્યુ મને તારા પર ખુબજ માન છે કે તે એક છોકરીને તેનો હક અપાવ્યો. અને જે લોકો સાચા માર્ગ પર હિંમતથી ચાલે છે તેને ભગવાન પણ મદદ કરે છે.

આ સાંભળી કિશન બોલ્યો મેડમ આ બધુ તમારા સાથ વગર શક્ય જ ના બન્યુ હોત. તમે મને જોબ આપી એટલે હું આટલા સમય ટકી શક્યો બાકી તો મે ભણવાનું ક્યારનુંય છોડી દીધુ હોત.

આમને આમ વાતો ચાલતી રહી. ત્યાર બાદ સ્મૃતિ મેડમે પ્યુનને મોકલી નાસ્તો મંગાવ્યો, અને બન્ને એ સાથે નાસ્તો કર્યો છેલ્લે કિશને સાથે લાવેલ મિઠાઇનું બોક્સ મેડમને આપ્યુ. ત્યારબાદ કિશન ચેમ્બરમાંથી નીકળ્યો અને પ્યુન તથા ક્લાર્ક અને અન્ય કર્મચારીને પણ મિઠાઇના બોક્સ આપ્યા.

અને ત્યાથી નીકળી ઘરે આવ્યો. ઘરે આવીને તેણે ઇશિતાને કોલ કર્યો તો ઇશિતા એ કહ્યુ, મે બધાજ ન્યુઝ્પેપર બે બે વખત વાંચી લીધા છે. તું યાર હકીકતે ગ્રેટ છો.

કિશન;- એવુ કશુ નથી એ તો જનક દેસાઇને લીધે આટલુ બધુ છપાયુ છે. તેનું એટલુ બધુ મોટુ નામ છે કે તે હારે તે પણ સમાચાર થઇ જાય. અને એમા મારા જેવો નવો નિશાળીયો તેને હરાવી ગયો એટલે તે બ્રેકિંગ ન્યુઝ બની ગયા. એની જગ્યાએ બીજો કોઇ વકીલ હોત તો મારી કોઇએ નોંધ પણ ના લીધી હોત.

ઇશિતા;- એજ તો મજા છે કે જેને કોઇ ન હરાવી શક્યુ તેને તે હરાવી દીધો. હવે તો તારી પ્રેક્ટીસ જોરદાર ચાલવાની. કોન્ગ્રેચ્યુલેશન.

કિશન;-થેંક્સ. એતો હવે જોઇએ શુ થાય છે?

ત્યાર બાદ આડા અવળી વાતો કરી કિશને કોલ કાપી નાખ્યો અને ઉંધવાની તૈયારી કરવા લાગ્યો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી કિશને ઘડીયાળમાં જોયુ તો 11 વાગ્યા હતા કિશને વિચાર્યુ અત્યારે તો ઇશિતા સિવાય કોઇનો ફોન ના આવે તો પછી આ કોનો ફોન હશે?

કિશને જોયુતો કોઇ અજાણ્યા નંબર પરથી કોલ હતો. કિશને કોલ રીસીવ કર્યો તો સામેથી કોઇ સ્ત્રીનો અવાજ આવ્યો તેણે કિશનને કહ્યુ કોન્ગ્રેચ્યુલેશન.

કિશને કહ્યુ આભાર પણ મે તમને ઓળખ્યા નહી તમે કોણ બોલો છો?

તો સામેથી કહ્યુ હું તારી શુભેચ્છક બોલુ છુ એમજ સમજ.

અજાણી સ્ત્રી આ રીતે તુંકારે વાત કરે તે કિશનને ગમ્યુ નહિ. તેથી તેણે કહ્યુ શુભેચ્છકને નામ પણ હોયજ.

સામેથી કહ્યુ નામમાં શું રાખ્યુ છે તને મન ફાવે તે રાખીલે. કામ અગત્યનું છે. અને કામ માટેજ મે તને ફોન કર્યો છે કે તું ખુબ સરસ કામ કરે છે. હજુ થોડો આગળ વધ પછી તને મારે એક કામ સોપવાનું છે. અને એ કામ તારા માટે પણ એટલુ જ અગત્યનું છે. પણ તેના માટે તારી પહોંચ હજુ થોડી ટુંકી પડે છે.

કિશન:- તમારે જે કંઇ કહેવું છે સીધે સીધુ કહો. આમ ગોળ ગોળ વાત કરો નહી.

સામેથી કહ્યુ ચોખુ કહેવાનો હજુ સમય નથી થયો. પણ તુ એટલુ સમજીલે કે તારી પ્રગતિજ તને તારા જીવનના એક રહસ્ય પરથી પરદો ઉઠવવામાં મદદ કરશે. એટલે બેસ્ટ લક માય સન.

કિશન હજુ કાઇ બોલે એ પહેલા ફોન કટ થઇ ગયો.

કિશન વિચારમા પડી ગયો કે આ કોણ હોઇ શકે? જરૂર તે કોઇ મોટી ઉમરની સ્ત્રી હતી. અવાજ પરથી તો એવુજ લાગતુ હતુ. છેલ્લે તેણે કિશનને માય સન કહ્યુ એટલે કિશન વિચારમાં પડી ગયો કે આ કોણ છે? અને મારા જીવનનું કયુ રહસ્ય તે જાણે છે?તે આમજ વિચાર કરતો કરતો સુતો મોડી રાત સુધી તેને ઉંઘ ના આવી. ત્યારબાદ વિચારો નો થાક અને અજંપાને કારણે તે ઉંઘી ગયો. આમ તો તે બપોર સુધી ના ઉઠત પણ સવારે તેના મોબાઇલમાં રીંગ વાગી કિશને કોલ ઉપાડ્યો અને સામેથી જે કહેવાયું તે સાંભળી તે સફાળો બેઠો થઇ ગયો અને તેને વાત સાંભળતો ગયો તેમ તેમ તેના ચહેરા પર ચિંતાના વાદળ ધસી આવ્યા.

ક્ર્મશ:-

કિશન પર કોનો ફોન હતો?અને તેણે કિશનને શું કહ્યુ? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami. jnd@gmail. com