Prince in Gujarati Letter by Mitali Hiren Chotaliya books and stories PDF | પ્રિન્સ

Featured Books
Categories
Share

પ્રિન્સ

પ્રિય પ્રિન્સ,

જાણું છું આજે તમને પ્રિન્સ કેહવાનો હક નથી રહ્યો કદાચ મને, પણ આ છેલ્લો પત્ર છે મારો તમને, ત્યાર બાદ હું રાહ જોઇશ એ દિવસ ની જયારે મને ફરી થી આ હક તમે ખુશી ખુશી થી આપશો.

વરસો પેહલા આપણે એક જ નિશાળ માં સાથે ભણ્યા અલગ અલગ વર્ગ માં ત્યારે તો એક બીજા ને ઓળખતા પણ ના હતા,બાદ માં આગળ ભણવા એક જ બસ માં રોજ એક જ સમયે જતા, તમને તો હું યાદ પણ ના હતી કે તમે બસ મને જોઇને દિલ થી મારી સાથે મિત્રતા કરવા માંગતા હતા, પણ કદી તમને વાત કરવાનો મોકો જ ના મળતો, એક દિવસ અચાનક તમે મને રોકી, હું ડરી ગઈ હતી ત્યારે કે પૂરી દુનિયા ની સામે આમ મને શુંકામ રોકી હશે, રોકી ને તમે પૂછ્યું કે મારી સાથે મિત્રતા કરીશ, મને સમજ જ ના પડી, કેમ કે મને તો યાદ હતું કે આપણે એક જ શાળા માં ભણ્યા તા, પણ તમે ભૂલી ગયેલા, ત્યારે મન માં આવ્યું એ મુજબ તમને કહી દીધું કે આપણે એક જ શાળા માં ભણતા, બસ તમે મારું નામ યાદ કરી આપો તો હું તમારી મિત્ર, કેટલું અજીબ હતી મારી એ શરત જયારે કે મિત્રતા માં તો કોઈ શરત જ ના હોય, છતાં પણ તમે મારું નામ ગોતવા મેહનત કરી, ને થોડા દિવસ પછી ફરી મને નામ કીધું, હું એજ પલ એ વારી ગયેલી તમારા પર, એજ પલ એ વિશ્વાસ કરી લીધો કે તમે તમારી મિત્રતા પૂરી રીતે નીભાવશો.

આટલાં વરસો ની મિત્રતા માં મેં તમને બહુ બધો અન્યાય કર્યો છે, તમે મારી હર જરૂરત પર મારી સાથે ઉભા રહ્યા છો, અને હું તમને મારી જરૂરત હોવા પર કદીપણ તમારો સાથ આપી જ ના શકી, હર પલ તમે તમારી મિત્રતા નિભાવી અને મેં હર પલ એ નિભાવવા માં પીછેહઠ કરી છે.

આજે પણ આપણે મિત્રો છીએ ફર્ક બસ એટલો જ છે કે હવે આપણે બંને પેહલા જેવા નહિ રહ્યા, આપણી મિત્રતા માં દરાર આવી ગઈ છે, દુખ છે તો બસ એટલું જ કે આ દરાર એક એવા વ્યક્તિ ને કારણે છે, જેમણે ફક્ત પોતાના સ્વાર્થ ખાતર તમારા સામે ના જાણે કેટલા નાટકો કર્યા હશે, ના જાણે એમને મને તમારા થી દુર કરવા કેટલી રીતો અપનાવી હશે, માન્યું કે તમને એમણે કહ્યું હશે કે એ મારો સાથ તમારી જેમ જ હમેશા આપશે, ઘણા બીજા વાયદાઓ પણ કર્યા હશે તમારા સામે, તો આજે ક્યાં છે એ વ્યક્તિ ક્યાં છે એમના એ વાયદાઓ, શું તમે બને એ ત્યારે મારી જિંદગી નો આટલો મોટો ફેશલો લીધો એ પેહલા તમે ના વિચાર્યું કે શું થશે મારું અગર એ એમના વાયદાઓ નહિ નિભાવે, બસ મન માં આવ્યું ને મને પોતાના થી કોસો દુર કરી દીધી, એક પલ માટે પણ આપણાં આટલાં વરસો ની મિત્રતા નો વિચાર ના આવ્યો તમને ?

આજે પણ તમે હમેશા એમ જ કહો છો કે આપણે હમેશા એવા જ મિત્રો રહેસું, પણ શું આપણે એવા જ મિત્રો છીએ ?

માન્યું એ એક એવો સમય હતો કે એમાં તમે કે હું નહોતા સમજી શકતા કે શું કરવું, તમને સામે વાળા ના વ્યવહાર થી લાગ્યું કે તમારું મારા થી દુર રેહવું એ મારી આગળની જીંદગી માટે સારું રેહશે, પણ એ તમે કેમ માની લીધું કે આજે જે વ્યક્તિ મને તમારા થી દુર કરી ને પોતાની બનાવવા માંગે છે એ સાચું જ હોય ? શું મને પોતાની બનાવવાં માટે એ કોઈ ને કહે કે એ મારા થી દુર ચાલ્યા જાય એ સારું કહી શકાય?

તમે મને ત્યારે કીધું કે એ વ્યક્તિ આપણી મિત્રતા ને સમજી શકશે, પણ આ તો ઉલટું જ થયું ને આજે એ વ્યક્તિ એ પણ મને તરછોડી દીધી અને તમે પણ આપણી મિત્રતા માં દરાર લાવી દીધી.

તમે મને એ નાજુક પલ માં એક સવાલ પૂછ્યો હતો ને કે શું મને તમારા પર વિશ્વાસ નથી કે તમે જે ફેસલો કરશો એ મારા સારા ભવિષ્ય માટે જ હશે ?, પણ એક વાર તમે વિચાર્યું કે તમારા પર ના વિશ્વાસ ને કરને તો હું ત્યારે જે પણ કર્યું એ કરતી હતી.

હવે હું સવાલ કરું છું, શું તમને મારા પર વિશ્વાસ ના હતો, કે હું જે માટે એ વ્યક્તિ ને ના પાડતી હતી તો મેં પણ કંઈક સમજી ને વિચારી ને એ ફેસલો લીધેલો હતો ? શું હું નાદાન હતી કે મારી 5 વરસો ના એ સંબંધ ને હું તોડવા માગતી હતી ને એની જગ્યા એ મને આપણી મિત્રતા જોઈતી હતી? ને તમે મને એ એક ના કરવા બદલ ત્યાં સુધી કહી દીધું કે, મેં તમારો ગુરુર તોડી નાખ્યો, મારા પર મો તમારો ગર્વ તૂટી ગયો, શું આટલી જ હતી આપણી મિત્રતા ? જે આટલા વરસો થી હું તમારો કદમ કદમ પર સાથ ના આપવા છતાં કોઈ સવાલો ના હતા ને તૂટતી ના હતી, એ મિત્રતા ફક્ત એક નાટકબાજ વ્યક્તિ માટે તમે એક જ પલ માં એના પર સવાલો ઉભા થઇ ગયા ને દરાર આવી ગઈ ?

શું ત્યારે જે પણ થયું ને એ પછી આજે જે પણ હાલાત છે એમાં ફક્ત મારો જ દોષ છે ? કેમકે એ એક સંબંધ માટે ત્યારે જે પણ થયું એનાં પછી કોને કેટલું ખોયું ?

ફક્ત મેં મારી જીંદગી ના સૌથી વિશેષ ને મહત્વ ના વ્યક્તિ ને ખોઈ દીધા, છતાં હું એક જ વાત કહીશ, આજે પણ મને તમારા પર એ પેહલા દિવસે જેટલો વિશ્વાસ હતો ને એટલો જ છે, આજે પણ મને વિશ્વાસ છે કે તમે મારા માટે કોઈ દિવસ ખોટો ફેસલો નહિ કરો, તમે જે પણ કરતા હસો એ સારા માટે જ હશે મારા,

એટલે જ આજે તમારી આપણી મિત્રતા માં દુરી લાવવા છતાં પણ હું તમારા સાથે છું, કેમ કે હું તો બસ તમારી પરછાઈ જેવી છું, તમને ના દેખાય ને પણ હર પલ તમારા સાથે જ રહીશ,

ને હમેશા એ પલ નો ઇન્તેઝાર કરીશ કે આપણી મિત્રતા પેહલા જેવી જ થઇ જાય.

બસ એ જ,

તમારી ફક્ત તમારી પ્રિન્સેસ