Dhabkara bole chhe in Gujarati Poems by Mahipalsinh Parmar books and stories PDF | ધબકાર બોલે છે

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ધબકાર બોલે છે

એક જવાબદારી હવે મારા સર પર લઈ લઉં...

એમનાં ખભા પરથી થોડો બોજ લઈ લઉં...

ચાલ્યો હું નાનપણથી પકડીને જેમની આંગળી...

એમના હાથને હું થોડી વાર માટે હાથમાં લઈ લઉં...

જે જમાડતી પ્રેમથી પોતાના હાથેથી...

આજે એને પ્રેમના બે કોળિયા ધરી દઉં...

રોજ વાર્તા સંભળાવીને સુવડાવતા મને...

એમને આ જિંદગીના અગણિત કિસ્સા કહી દઉં...

એક જવાબદારી હવે મારા સર પર લઈ લઉં...

"માહી" થોડો બોજ સ્વજનો પરથી હું લઈ લઉં...


મુક બની વાચા શબ્દોને આપું છું...

કલમ-કાગળ સાથે મહત્વ શબ્દોને આપું છું...

જેમ આકાશમાં આખું વિશ્વ વ્યાપ્યું છે...

એમ દરેક દિલમાં મારા શબ્દોને સ્થાપું છું...

ખારાશ દરિયાની નડે છે ઘણા ને...

બની મીઠાશ ઝરણાંની ભેટ નદીની આપું છું...

તકલીફ દુનિયામાં દરેક સંબંધોથી પડે છે...

શાયદ એટલેજ સંબંધોને માન આપું છું...

નથી જોયા તમને મેં ક્યારેય પ્રભુ...

છતાં "માહી" એના નામનું સત્ જીવનમાં રાખું છું...

વીતી ગયું આખું વરસ, છતાં ઘણા સપના અધૂરા રહ્યા...

એના દુઃખમાં ન રહેતા, જે સાચા થયા એને જોઈને જ ખુશ છું...

કહેવું તો હતું હૈયાને ઘણું,પણ હોઠે સાથ ન આપ્યો...

એના વિચાર માં ન રહેતા, એમને જોઈને જ ખુશ છું...

કરવો હતો દિદાર એમનાં રૂપનો, પણ સમયનો સાથ ન મળ્યો...

એના અભાવમાં ન રહેતા, અંખીનો દિદાર કરીને જ ખુશ છું...

કરતો રહ્યો ઇન્તજાર એ રાહ પર, પણ એ ન આવ્યા એ રાહ પર...

એ રાહ ન છોડતાં , એમનો ઇન્તજાર કરીને જ ખુશ છું...

જીદ પ્રેમરૂપી મોતી પામવાની, પણ એ સાગરમાં ડૂબતા ન આવડ્યું...

એ જીદ છોડતા, એના વિચાર માત્ર થી ખુશ છું...

કરવો હતો પ્રેમ આખી જિંદગી, પણ એમનો સાથ ન મળ્યો...

એંક વિરહમાં ન રહેતા, થોડી પળભર યાદોમાં જ ખુશ છું...

ખ્વાહિશ હતી દરેક દિલમાં સ્થાન મેળવવાની,

"માહી" પણ ઘણા ની સમજ બહાર હતો...

એ ખ્વાહિશ ભુલતાં, મિત્રોના દિલમાં રહીને જ ખુશ છું...

આ હાથમાં ફરી એ હાથ શોધું છું...

ના જાણે કેમ ફરી તારો સાથ શોધું છું...

અરીસામાં દેખાતી હતી જે છબી તારી...

ના જાણે કેમ ફરી આ દિલ પર એ છાપ શોધું છું...

દરેક આંખોમાં એવી એ નજર શોધું છું...

ના જાણે કેમ ફરી આ મન પર થઈ જાય એવી અસર શોધું છું...

તારી એક દુઆથી થઈ જતું એ કામ શોધું છું...

ના જાણે કેમ "માહી" આ ગઝલ પુરી કરવા તારું નામ શોધું છું...

ચાલતા ચાલતા સાથે તારા હોવાનો આભાસ થાય છે...

એકલા આ પગલાં માં તારા ડગનો એહસાસ થાય છે...

વિરહના દરિયા બાદ એક મીઠી નદી વહેતી દેખાય છે...

ક્રિષ્ન એની રાધાને સંભળાવતો વાંસળી દ્રશ્ય એવું સર્જાય છે...

લખતા લખતા મારી કલમ શરમાય છે માહિર...

કહે તું મને ફરી ક્યાં લઈ જાય છે...

એક વિશ્વાસ પ્રભુ તારા પર ફરી અતૂટ થાય છે...

હવે દરેક પગલાં મારા એ હમસ્ફરના પગલાં સાથે થાય છે...


સુખદુઃખ એ જીવનમાં સિક્કાની છાપ છે...

સુખ મળી રહે જીવનમાં બધાને એવી જ આશ છે...

જાણે ના કઈ મળે સુખદુઃખ વગર...

જુઓ મીઠા ઝરણાં પાછળ પણ એક પહાડ છે...

પોતાનાથી ભૂલ થાય તો માફ કરી દેજો...

વિશ્વાસ વગર ન ટકે કોઈ સંબંધ અહીંયા...

મળશે ભગવાન પણ મન હશે જો સાફ...

સાથ નહિ મળશે કોઈનો જો મનમાં હશે પાપ અહીંયા...

થઈ શકે તો કરી લેજો ગરીબની મદદ "માહી"...

દુઆ એ કબુલ થાય છે જેની મદદ કરે એ અહીંયા...


શું તને નથી આવતી યાદ?

શું તને નથી આવતી યાદ?

ચાલતો પહોંચી ગયો હતો દૂર સુધી...

ત્યાં જ તે કરેલો મને સાદ...

શું તને નથી આવતી યાદ?

પંખીનો કલરવ તને મધુર લાગતો...

ગમતી એ વિતાવેલ સાથે સંધ્યાની રાત...

શું તને નથી આવતી યાદ?

એ દરિયાના વહેણ મહીં...

કરેલો એ પ્રેમનો ઈઝહાર...

શું તને નથી આવતી યાદ?


પરોવી શબ્દો એકમેકમાં...

કરી રચના આ ગઝલની...

વરસ્યો વરસાદ ખેતમાં...

કરી રચના એ ફસલની...

પારેવા પરોવી ચાંચ એકમેકમાં...

કરી રચના એણે પ્રેમની...

જોઈ એમને દુઆ એ નીકળી...

કે નઝર ના લાગે પ્રેમની...

જોઈ અરીસામાં ખુદનો ચહેરો...

ઉપસી આવી છબી તારી...

ફરી ખુદા પાસે એક માંગ કરી...

હંમેશ રહે દિલમાં છબી તારી...

ઉમળકો થયો શબ્દોનો એકાએક મનમાં...

કલમ કાગળ આવી ગયા હાથમાં...

એક ચિનગારી ઉઠી છે આજે આ તનમાં...

કહે હૃદય જરૂર તારી મારા જગમાં...

શક્ય એટલું જણાવીશ બધુજ તને હું...

પણ ના રાખીશ તું પણ કંઈક તારા મનમાં...

આપીશ સાથ તને જીવનભર...

પણ ના મુકીશ એકલો મને આ રણમાં...

રાખી યાદ ભૂતકાળને ખપ રહેશે જીવનમાં...

ભૂલો નહિ હજુ ઘણાં પડાવ છે જીવનમાં...

હારી ગયા એક બાજી તો શું...

ભૂલશો તોજ મળશે રાહ નવી જીવનમાં...

જોયું આખું વૃક્ષ મેં કપાતા...

છતાં જીવતું જોયું મેં એને એક પર્ણમાં...

કેમ રહેવું કોઈના ઇન્તજારમાં...

મળે ક્યાંક પ્રેમ તો કરી લેજો પ્રેમ જીવનમાં...

રહેવું હંમેશા ખુશ જીવનમાં...

કારણ હજુ ઘણા પડાવ બાકી આ જીવનમાં...