Karma no kaydo - 29 in Gujarati Fiction Stories by Sanjay C. Thaker books and stories PDF | કર્મનો કાયદો ભાગ - 29

Featured Books
Categories
Share

કર્મનો કાયદો ભાગ - 29

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૨૯

કર્મનો યોગ કેમ બને ?

યોગ શબ્દનો અર્થ વિદ્વાનો યથાયોગ્ય રીતે જોડાવું તેવો કરે છે. વ્યક્તિ જે-જે વિષયવસ્તુ સાથે યથાયોગ્ય રીતે જોડાય ત્યારે તેનો યોગ થાય છે. આપણે ત્યાં યોગ શબ્દને અનેક પ્રકારના વિષયવસ્તુ સાથે જોડીને શબ્દપ્રયોગ થાય છે. જેમ કે જ્ઞાનયોગ, ધ્યાનયોગ, ભક્તિયોગ, અષ્ટાંગયોગ, પ્રેમયોગ, મંત્રયોગ, તંત્રયોગ, હઠયોગ, રાજયોગ, બ્રહ્મયોગ, અભ્યાસયોગ, બુદ્ધિયોગ અને કર્મયોગ. જ્યારે કોઈ વ્યક્તિ કર્મની સાથે યથાયોગ્ય રીતે જોડાય ત્યારે તે કર્મનો કર્મયોગ થયો કહેવાય.

માણસ જે ખાય છે તે બધું પચતું નથી. જેટલું પચે છે તેનો શરીર સાથે યોગ થાય છે. તેવી રીતે માણસ જે કાંઈ કરે છે તે બધું કામમાં આવતું નથી. જેનો યોગ થાય એ જ કામમાં આવે છે. કોઈ બીમાર વ્યક્તિના દર્દનું નિદાન થાય, ડૉક્ટર નિદાન મુજબ સારામાં સારી દવા આપે, દર્દના નિદાન મુજબ આપવામાં આવેલ દવાથી વિશેષ અન્ય કોઈ દવા નથી તેવું નિષ્ણાત ડૉક્ટરો અને વૈદ્યો જણાવી દે, તેમ છતાં તે દવા દર્દીને અસર ન કરે અને દર્દી રોગમુક્ત ન થાય તેમ પણ બની શકે, કારણ કે યોગ્ય દવાનો પણ દર્દીના શરીર સાથે યોગ થવો જરૂરી છે. જો દવાનો યોગ ન થાય તો દવા પણ કામ ન આવે.

કર્મયોગ કઈ રીતે બની શકે તે માટે શ્રીકૃષ્ણે ‘ગીતા’માં જે સૂત્રો આપ્યાં છે તે અત્યંત ઉપયોગી છે. શ્રીકૃષ્ણનાં સૂત્રો બહુઆયામી છે અને તેની ઊંડાઈનો પાર પામવો સરળ નથી, છતાં શેરડીના રાડાને ગમે ત્યાંથી ચાખો, પણ મધુરતાનો સ્વાદ તો મળી જ રહે છે, તેમ આ સૂત્રોની મધુરતા મળી રહે છે, તેમ જ શેરડીના રસમાંથી બનતી સાકર જેમ વિવિધ મીઠાઈઓને મધુર કરે છે, તેમ આ સૂત્રો તેના બહુઆયામીપણાથી વિવિધ ક્ષેત્રોમાં તેમની ઉપયોગિતા સાબિત કરે છે. શ્રીકૃષ્ણનાં સૂત્રો :

૧.‘બ્જીબથ્ધ્ ત્ત્ક્રગઌધ્ ત્ત્ક્રઅૠક્રઌૅ’ : મનસહિત પોતાની જાતને એક ઠેકાણે સ્થિર કરવી.

૨.‘સ્ર્ક્રશ્વટક્રક્રશ્વ ત્ત્બ્ઌન્કદ્ય્દ્ય્ક્રનશ્વભગક્ર’ : કંટાળા વગર પોતાના ચૈતન્યને કામમાં લગાડવું.

૩.‘જીધ્ બ્ઘ્ઽક્ર ત્ત્ઌૐક્રશ્વઙ્ગેંસ્ર્ઌૅ’ : પોતાના પથની દિશા જોવી જરૂરી.

૪.‘સ્ર્ક્રશ્વટક્રઃ ગધ્ર્સ્ર્જીિંભ ઙ્ગેંૠક્રક્રષ્ટદ્ય્ક્રૠક્રૅ’ : યોગ એ કર્મના ત્યાગની કળા છે.

૫.‘ઽક્રઌશ્વઃ ઽક્રઌહ્મન્થ્ૠક્રશ્વઘ્ખ્ક્રળ્રસ્ર્ક્ર’ : ધીરેધીરે બુદ્ધિપૂર્વક આગળ વધવું.

૬.‘સ્ર્ક્રશ્વટક્રઃ ઙ્ગેંૠક્રષ્ટગળ્ ઙ્ગેંક્રહ્મઽક્રૐૠક્રૅ’ : યોગ જ કર્મની કુશળતા છે.

૭.‘ગૠક્રઅધ્ સ્ર્ક્રશ્વટક્ર શ્રહૃસ્ર્ભશ્વ’ : સમત્વ જ યોગ કહેવાય છે.

કર્મના માર્ગ ઉપર યોગ એક સાધના છે. કર્મ કરનારી વ્યક્તિ જ્યારે પોતાના કર્મમાં યોગથી જોડાય ત્યારે તે યોગ તેને કર્મની કુશળતા અપાવે. એક વાર એક કર્મનો યોગ સધાઈ જાય પછી તે યોગથી કર્મકુશળ થયેલી વ્યક્તિ તેના કાર્યને યથાયોગ્ય રીતે પાર પાડી દે તેમાં કોઈ શંકા નથી. વળી કર્મયોગને હાંસલ કરનારો કર્મયોગી કર્મ કરતો રહેવા છતાં કર્મનાં બંધનોથી અલિપ્ત છે તેવો ગીતાકારનો મત છે.

‘બ્જીબથ્ધ્ ત્ત્ક્રગઌધ્ ત્ત્ક્રઅૠક્રઌૅ’ :

કર્મની કુશળતા રોતારોત નથી મળી જતી. પોતાના કર્મમાં ઓતપ્રોત થઈને ગૂંથાઈ જવું પડે. કંટાળો, ઉદાસીનતા, હતોત્સાહ, આળસ જેવાં અનેક વિઘ્નો પાર કરીને જ્યારે કોઈ પોતાના કર્મમાં અડગ ઊભો રહે ત્યારે એક ને એક દિવસ તે કર્મનો યોગ પ્રાપ્ત કરવાનો અધિકારી બને. આજે એક કર્મને હાથ ધરે અને કંટાળી જઈ કાલે બીજા કર્મને પકડે તેવી વ્યક્તિ કર્મનો યોગ હાંસલ નથી કરી શકતી. પ્રથમ સૂત્રમાં કૃષ્ણ ફિઝિકલ અને મેન્ટલ સ્થિરતાની વાત કરે છે.

મારા એક સંબંધીનો દીકરો કોઈ ધંધામાં સેટ જ ન થાય. એકનો એક દીકરો એટલે લાડકો પણ ખરો. બહુ લાડકોડથી એસ.એસ.સી. પાસ થયો ન હતો, પણ નાનપણથી જ મોબાઇલનો શોખીન એટલે મોબાઇલનો આપમેળે જ કારીગર થઈ ગયેલો. લગ્નલાયક ઉંમર થઈ એટલે પિતાને દીકરો કામધંધો કરતો હોવો જરૂરી લાગ્યો. ધંધા માટે દીકરાને પૂછતાં દીકરાના કહેવા મુજબ પિતાએ તેને મોબાઈલની દુકાન કરી આપી.

પરંતુ લાડકોડમાં ઊછરેલું છોકરું જેમ એકના એક રમકડાથી વધારે વાર નથી રમતું, તેમ થોડો સમય થયો એટલે દીકરાએ કહ્યું : “પિતાજી ! આ મોબાઈલના ધંધામાં કંટાળો આપવે છે. હવે હું કરિયાણાની દુકાન કરવા માગું છું, કરિયાણામાં જે નફો છે તેવો આ મોબાઈલના ધંધામાં નથી.” પિતાએ મોબાઇલની દુકાનમાં પડેલા મોબાઇલ ખોટ ખાઈને વેચ્યા અને કરિયાણાની દુકાન કરી આપી.

વળી થોડો સમય વીત્યો એટલે દીકરાએ પિતાને કહ્યું : “પિતાજી ! આ કરિયાણાની દુકાનનો વેપાર બરાબર નથી. આ નાના-નાના વેપારથી શું વળે ? હવે હું હોલસેલનો ધંધો કરવા માગું છું.” બિચારા પિતાએ ખોટ ખાઈને કરિયાણાનો હોલસેલ ધંધો કરાવી આપ્યો. વળી થોડો સમય વીત્યો એટલે દીકરો હોલસેલના ધંધાથી પણ કંટાળ્યો. પિતાને કહ્યું : “આ હોલસેલનો ધંધો બરાબર નથી. આ કરતાં તો એલ.આઈ.સી.ના એજન્ટ થવું સારું. કોઈ રોકાણ વગર નફો જ નફો.” બિચારા પિતાએ હોલસેલનો માલ પણ ખોટ ખાઈને વેચ્યો.

એલ.આઈ.સી.ના એજન્ટ થયાને ચાર મહિના થયા કે પિતાને કહ્યું : “હવે મારે શૅરબજારમાં ઝંપલાવવું છે. કરે કંપનીઓ અને ભરીએ આપણે. નફો કંપની કરે ને ડિવિડન્ડ આપણને.” આવા તર્કો આપી પિતાને રાજી કર્યા અને શૅરબજારમાં રોકાણ કરવાના પાંચ લાખ પણ લઈ ગયો. અગાઉના કરેલ ધંધાઓની દસ લાખની ખોટ અને નવું પાંચ લાખનું રોકાણ. પિતા સરકારી નોકરિયાત એટલે જમા કરેલ મૂડીનેગાયબ થતી જોઈ તેમને ચિંતા સતાવવા લાગી એટલે મને મળ્યા અને બધી હકીકત કહી. મને કહ્યું કે તમે આને કાંઈક સમજાવો અને કહો કે કોઈ એક ધંધો કરે અને ધંધામાં ધ્યાન આપે.

શિખામણોથી કોઈ કાંઈ શીખતું નથી તેવી હકીકત જાણવા છતાં મેં તે સંબંધીના માન ખાતર બીજા દિવસે તેને બોલાવીને ઘણી વાતો કરી. લગભગ ત્રણ મહિના પછી ફરી તે સંબંધી નિરાશ વદને આવેલા જોયા. મેં કહ્યું : “શું થયું ?” તેમણે કહ્યું : “શું કરું ? પાંચ લાખમાં લીધેલા શૅરો આજે ત્રણ લાખ જ આપે છે અને બે લાખની ચોખ્ખી ખોટ દેખાય છે અને છોકરો કહે છે કે હવે આ શૅરબજાર છોડીને મેકડોનાલ્ડના ફાસ્ટફૂડની ફ્રેન્ચાઈઝી લેવી છે.”

મેં તેમને કહ્યું : “હવે એક કામ કરો : તમે છોકરાને કહો કે તારે જે કરવું હોય તે કર, પણ હું તને એક રૂપિયો નહીં આપું. થોડા કડક બનો. તમારો દીકરો જે ધંધો કરે તેની જે કાંઈ મુશ્કેલીઓ આવે તે તેને જ સહેવા દો, નહીંતર તેનું મન એક જગ્યાએ સ્થિર નહીં થાય.”

પિતાએ સહકાર આપવાનો બંધ કર્યો એટલે ફ્રેન્ચાઈઝી લેવાનું માંડી વાળ્યું અને પોતાની આવડત મુજબ એક મોબાઈલ શૉપમાં કામે લાગ્યો. એકાદ વર્ષ પછી પોતાના રળેલા પૈસાથી પોતાની જ મોબાઈલ શૉપ કરી. ‘બ્જીબથ્ધ્ ત્ત્ક્રગઌધ્ ત્ત્ક્રઅૠક્રઌૅ’ - એક જગ્યાએ સ્થિર થવાનું પરિણામ મળ્યું. આજે પણ તેની મોબાઈલ શૉપ સારી ચાલે છે. પિતાના પૈસા વગર છોકરો પોતાનાપગભર છે.

કર્મમાં સ્થિર થઈને મથ્યો રહેનારો જ તેનો યોગ મેળવે છે. દેડકાની જેમ કૂદાકૂદ કરનારને કોઈ યોગ નથી ફળતો. મહાભારતના જે યુદ્ધમાં અર્જુને વિજય પ્રાપ્ત કર્યો તેની શરૂઆત પહેલાં શ્રીકૃષ્ણના મુખે ‘ગીતા’ સાંભળ્યા બાદ અર્જુને કહ્યું હતું : ‘બ્જીબભક્રશ્વશ્ચબ્જીૠક્ર ટક્રભગર્ઘ્શ્વિંદ્યઃ’ અર્થાત્‌ હવે હું સ્થિર થયો છું. સ્થિરતાપૂર્વક કર્મમાં સ્થિતિ કરવી તે યોગનું પ્રથમ લક્ષણ છે.

જો જામેં નિસદિન બસત, સો તામેં પ્રવીન,

સરિતા ગજકો લે બહે, તહ ઉલ્ટા ચાલે મીન.

નદીના વહેતા જળપ્રપાતમાં હાથી તણાઈ જાય, પણ રાત-દિવસ પાણીમાં રહેનારી નાની માછલી તેના ઊલટા પ્રવાહમાં પણ ચાલી શકે. માછલી પાણીમાં રહે છે અને સતત તરતી રહે છે, ઉદ્યમશીલ રહે છે, તેથી ઊલટા પ્રવાહે પણ ચાલી જઈ શકે. જ્યારે દેડકો પણ પાણીમાં રહે છે, પણ દેડકો આળસુની જેમ પડ્યો રહે છે, કૂદકા માર્યા કરે છે અને પાણી સિવાય જમીનનો પણ આક્ષય કરે છે, તેથી પાણીમાં રહીને માછલી જેટલી પ્રવીણ બને છે એટલો પ્રવીણ દેડકો નથી બની શકતો. દેડકાની જેમ એક કામથી બીજા કામ ઉપર છલાંગ લગાવ્યા કરતા લોકો પણ કર્મકૌશલ્ય હાંસલ કરી શકતા નથી.

‘સ્ર્ક્રશ્વટક્રક્રશ્વ ત્ત્બ્ઌન્કદ્ય્દ્ય્ક્રનશ્વભગક્ર’ :

એવું પણ બને કે કોઈ વર્ષો સુધી કોઈ કામમાં લાગ્યો રહ્યો, છતાં તેના કામમાં કોઈ કર્મકૌશલ્ય ન હોય. સૂત્રમાં બે શબ્દો મહત્ત્વના છે : એક ‘ત્ત્બ્ઌન્કદ્ય્દ્ય્ક્ર’ અને બીજો ‘નશ્વભગક્ર’. મૂળ નિર્વાણ શબ્દ ઉપરથી ‘ત્ત્બ્ઌન્કદ્ય્દ્ય્ક્ર’ શબ્દ બન્યો છે. ‘નિર્વાણ’નો અર્થ છે. ‘બુઝાવું’. શ્રીકૃષ્ણ ‘નિર્વાણ’ શબ્દનો વિરુદ્ધાર્થ ‘નશ્વભગક્ર’ શબ્દની આગળ ઉપયોગ કરીને ‘ત્ત્બ્ઌન્કદ્ય્દ્ય્ક્ર’ કહે છે, જેનો અર્થ થાય : નહીં બુઝાયેલી ચેતના. જ્યાંર સુધી કર્મમાં ચૈતન્ય ન જોડાય ત્યાં સુધી યોગની કોઈ સંભાવના નથી બનતી. પ્રજ્વલિત ચેતના જ્યાં જોડાય ત્યાં યોગ રચાય છે.

ઘાણીના બળદની જેમ એકના એક કામમાં લાગ્યા રહેવાથી યોગ ન બને. ચૈતન્યનો પૂરો સહારો હોવો જોઈએ. ખરી હકીકતે યોગ તો ક્ષણભરમાં જ સધાઈ જાય છે. તેના માટે વર્ષો સુધી લાગ્યા રહેવાની જરૂર નથી, પરંતુ વર્ષો સુધી લાગ્યા રહેવાનું કારણ એટલું જ છે કે ચૈતન્ય જોડાય.

મારા એક મિત્રે દસ વખત દસમા ધોરણની એકઝામ આપી, પણ નાપાસનો નાપાસ રહ્યો. હમણાં લગ્ન પછી ફરી એક ટ્રાઇ કરી અને તેમાં પાસ થઈ ગયો, એટલે મને પેંડા આપવા આવ્યો. મેં કહ્યું : “કમાલ છે ! અમે તને સમજાવી-સમજાવીને થાકતા, પણ તું વાચંવામાં ધ્યાન જ આપતો ન હતો અને આજે એવું શું થયું કે લગ્ન પછી તરત પાસ થઈ ગયો ?”

હળવેથી મારી પાસે આવીને કહ્યું : “પત્ની.” હું સમજ્યો નહીં, એટલે મેં પૂછ્યું “શું તારી પત્નીએ તારા બદલે પરીક્ષા આપી ?” તેણે કહ્યું : “ના-ના, વાત તેમ નથી. મારી પત્ની બાર ધોરણ પાસ છે. તેણે બ્રિગેડિઅરની જેમ લેફ્ટ-રાઈટ લેવડાવી મને તૈયાર કર્યો : કેટલું વાંચ્યું ? શું વાંચ્યું ? સમજ્યા કે નહીં ? બસ, આ રીતે ચાર મહિના તૈયારી કરાવી અને બંદા પાસ !”

મેં તેને કહ્યું : “સાચી વાત છે. આપણે સ્કૂલમાં ભણતા હતા તે વખતે તો શિક્ષક સમજાવતા હોય ત્યારે તું શિક્ષકના ચાળા પાડતો, કોઈની નોટબૂકોમાં ચોકડીઓ મારતો અને ખિસ્સામાં લાવેલાં બોર અને ચણા બેન્ચમાં છુપાઈ-છુપાઈને ખાતો. તું સ્કૂલના ક્લાસમાં ભણવા બેસતો, પણ તારું ધ્યાન તો ક્યાંક બીજે જ રહેતું. આજે તારી પત્નીએ તારા ધ્યાનને તારા ભણવા સાથે જોડ્યું તેનું જ આ પરિણામ છે.”

એક ક્લાસમાં પચાસ વિદ્યાર્થી બેઠા હોય છે, બધાને શિક્ષક એક જ પદ્ધતિએ સમજાવતા હોય છે, છતાં બધાને સરખું નથી સમજાતું અને તેથી બધાને સરખા માર્કસ નથી આવતા. શિક્ષકના સમજાવવા સાથે જેનું ચૈતન્ય જોડાય છે એ જ સમજી શકે છે. ‘સ્ર્ક્રશ્વટક્રક્રશ્વ ત્ત્બ્ઌન્કદ્ય્દ્ય્ક્રનશ્વભગક્ર’ સૂત્ર પ્રમાણે જ્યારે કંટાળા વગર કોઈ પોતાના ચૈતન્યને કર્મ સાથે જોડે ત્યારે કર્મનો યોગ રચાઈ શકે.

‘જીધ્ બ્ઽક્ર ત્ત્ઌૐક્રશ્વઙ્ગેંસ્ર્ઌૅ’ :

શ્રીકૃષ્ણ જણાવે છે કે પોતાના પથની દિશા જોવી જરૂરી છે. માણસ જે રસ્તે ચાલે છે તે રસ્તા ઉપર દૃષ્ટિ ન હોય તો ઠેસ લાગવાની અને પડવાની શક્યતા છે. પોતાનો પથ શો છે. પોતાનું ગંતવ્યસ્થાન શું છે, તે જોઈને નહીં ચાલનારો પથિક ભટકે છે. પથભ્રષ્ટ થાય છે અને અકસ્માત નોતરે છે.

કાર અને લકઝરી બસ વચ્ચે અકસ્માતનો કિસ્સો છાપામાં છપાયેલો. ગમખ્વાર અક્માતમાં ચાર જણાનાં મોત નીપજ્યાં હતાં અને એક પરિવાર સાફ થઈ ગયો હતો. એૅક્સિડન્ટ કરનારો લકઝરી બસનો ડ્રાઈવર પકડાયો અને પોલીસે કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું : “સાહેબ ! શું કહું ? મારા મોબાઈલમાં કોલઆવ્યો અને હું જોવા ગયો કે કોનો કોલ છે અને બસ ઍક્સિડન્ટ થઈ ગયો. સહેજ નજર ચુકાણી, ક્ષણભર પથ વીસરાયો અને અકસ્માત થઇ ગયો.”

હું એક ઍક્સિડન્ટ કેસ ચલાવતો હતો. મોટરકારનો ઍક્સિડન્ટ રેલવે ટ્રેન સાથે થયેલો. કાર એક કિલોમીટર ઢસડાઈને ભુક્કો થઈ ગયેલી, પણ સદ્‌નસીબે ચાલક સુરક્ષિત બચી ગયો હતો. ટ્રેન પોતાની પહેલેથી જ સુનિશ્ચિત પાટા પર ચાલે છે, તેથી ટ્રેનને પથભ્રષ્ટ થવાનો પ્રશ્ન નથી, જેથી કાયદા અન્વયે રેલવે સાથેના અકસ્માતમાં ગુનો રેલવે ઉપર નોંધી ન શકાય, સામા ચાલક ઉપર જ નોંધાય છે અને તેમાં બેદરકારીના ગુનાથી બચવાના રસ્તાઓ પણ નહીંવત્‌ રહે છે. જ્યારે બેદરકારી સંબંધે કોર્ટમાં ચર્ચા ચાલી ત્યારે ન્યાયાધીશશ્રીએ કારચાલકને પૂછ્યું : “કેમ આવી બેદરકારી કરી ? સાચેસાચું બતાવો તો છોડી મૂકીશ.”

કારચાલકે કહ્યું : “સાહેબ ! રસ્તા આડે એટલાં બાવળનાં ઝાડ હતાં કે આવતી રેલવે મને ન દેખાઈ.” ન્યાયાધીશશ્રીએ કહ્યું : “કાયદો એવું કહે છે કે જ્યાં માનવરહિત ક્રૉસિંગનું ફાટક આવતું હોય ત્યારે કારચાલકે નીચે ઊતરીને પણ જોઈ લેવું જોઈએ કે પોતાનો પથ સાફ છે કે નહીં.” કર્મમાર્ગના પથિકે પોતાના પથને સતત નિહાળતા રહેવું જરૂરી છે. પોતાના પથનાં ઝાડી, ઝાંખરાં અને કંટકોને જોઈજોઈને આગળ વધવું એ જ પથિકનો ધર્મ છે.

‘સ્ર્ક્રશ્વટક્રઃ ગધ્ર્સ્ર્જીિંભ ઙ્ગેંૠક્રક્રષ્ટદ્ય્ક્રૠક્રૅ’ :

શ્રીકૃષ્ણના મતે યોગ એ કર્મોના ત્યાગનું સાધન છે, જેથી શ્રીકૃષ્ણ યોગ અને સંન્યાસમાં કોઈ ભેદ નથી કરતા. ‘સ્ર્ધ્ ગધ્ર્સ્ર્ક્રિંગબ્ૠક્રબ્ભ ત્ક્રદ્યળ્સ્ર્ક્રશ્વષ્ટટક્રધ્ૠક્ર ભધ્ બ્બ્ર ક્રધ્ભ્ ત્ન’ કહીને યોગ અને સંન્યાસ બંને એક જ છે તેવો પણ સંદેશ આપે છે.

મોટા ભાગે સંન્યાસ એટલે ઘર-સંસાર છોડીને ભેખ સ્વીકારી લેવો અને કોઈ કામધંધો ન કરવો તેવો અર્થ થાય છે. મૂળ શબ્દ ‘ન્યાસ્‌’ છે. તેની આગળ ‘સમ્‌’ શબ્દ જોડીને ‘સંન્યાસ’ શબ્દ રચવામાં આવ્યો છે. ‘ન્યાસ’નો અર્થ ત્યાગ થાય છે. જ્યારે સમ્યક્તાપૂર્વક કોઈ ત્યાગ કરવામાં આવે ત્યારે તેવા ત્યાગને સંન્યાસ કહી શકાય. ઉપનિષદો કહે છે : ‘ભશ્વઌ અસ્ર્ઊેંશ્વઌ ઼ક્રળ્ધ્રુપટ્ટસ્ર્ક્રઃ’, અર્થાત્‌ ત્યાગીને ભોગવો.

ત્યાગ વગરનો ભોગ શક્ય નથી અને ભોગ વગરનો ત્યાગ શક્ય નથી. જ્યાં ત્યાગ અને ભોગની સમ્યકતા રચાય તેને સંન્યાસ કહી શકાય. જેના હાથમાં કાંઈ રહેલું છે તે છોડે નહીં ત્યાં સુધી તે બીજું નહીં પકડી શકે. હીરાની મુઠ્ઠી ભરવી હોય તો પહેલાં હાથમાં રહેલા કાંકરા છોડવા પડે. લાડવા ખાવા માટે પેટ ભૂખથી ખાલી હોવું જોઈએ.

શ્રીકૃષ્ણના આ સૂત્ર પાછળ એક ગૂઢ રહસ્ય છે. જેણે ‘ભગવદ્‌ગીતા’ વાંચી હોય તે સમજી શકે છે કે અહીં માણસ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. લૌકિક દૃષ્ટિએ વિચારીએ તો જ્યારથી મનુષ્યનો જન્મ થાય છે ત્યારથી મૃત્યુપર્યંત કર્મની અવિરત યાત્રા ચાલુ રહે છે. ખરેખર જન્મ અને મરણ તો કર્મપથની યાત્રાના માઇલસ્ટોન છે, અંત નથી.

અહીં શ્વાસોચ્છ્‌વાસ સતત અવિરત રહે છે. હૃદયની ધડકનો, લોહીનું પરિભ્રમણ અને શરીરનું હલનચલન, તે સાથે દિવસ-રાત અવિરત મન પણ દોડતું રહે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની ત્રણેય અવસ્થામાં મન સંકલ્પો અને વિકલ્પો વચ્ચે દોડ્યા જ કરે છે, તેથી શ્રીકૃષ્ણના મતે ‘ઌ બ્દ્ય ઙ્ગેંબ્ભૅ દ્રક્રદ્ય્ક્રૠક્રબ્ પક્રભળ્ બ્ભડ્ઢઅસ્ર્ઙ્ગેંૠક્રષ્ટઙ્ગેંઢ્ઢભૅ’ - કોઈ એક ક્ષણભર પણ કર્મ વગર રહી શકે તેમ નથી. કર્મની સૃષ્ટિમાં કર્મથી અળગા રહેવાનો કોઈને અધિકાર નથી.

આવી સ્થિતિમાં સતત અને અવિરતપણે ચાલી રહેલાં કર્મોનો યથાયોગ્ય રીતે ત્યાગ ન થાય તો બંધન બનીને ગળે પડે છે. જો તે કર્મોનાં બંધનને છોડવામાં ન આવે અને ઉચિત ત્યાગ ન થાય તો અવિરત કર્મપ્રવાહમાં બંધનરૂપ બનેલાં કર્મો બોજ બને છે, જે બોજ તળે દબાયેલી વ્યક્તિ પોતાના કર્મપથની યોગ્ય યાત્રા કરી શકતી નથી. કર્મોની કબજિયાતથી તેની કર્મયાત્રા વિકટ બને છે, તેથી ‘જો બીત ગઈ સોત બીત ગઈ’ની હકીકત ધ્યાને લઈને કર્મની પથયાત્રા અવિરત રાખવી જોઈએ.

વળી એ પણ સત્ય છે કે જે ત્યાગ યોગ વગર કરવામાં આવે છે તે ત્યાગમાં અહંકાર, લોભ, કામ અને મોહ જેવા દોષ શેષ રહી જતા હોવાથી તેવો ત્યાગ પણ કર્મના બંધનથી પૂર્ણપણે છોડાવી શકતો નથી. શ્રીકૃષ્ણ કહે છે : ‘ગધ્ર્સ્ર્ક્રિંગજીભળ્ ૠક્રદ્યક્રખ્ક્રક્રદ્યક્રશ્વ ઘ્ળ્ઃૠક્રક્રતભળ્ૠક્રૅ ત્ત્સ્ર્ક્રશ્વટક્રભઃ ત્ન’ અર્થાત્‌ જે ત્યાગ યોગરહિત થાય છે તે દુઃખદાયક નીવડે છે, જેથી કર્મોના ત્યાગ માટે યોગ એક અનિવાર્ય સાધન છે.

એક ક્રોધી વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી. હત્યા અંગેનો કેસ ચાલ્યો, પણ પુરાવાના અભાવે તે છૂટી ગયો, પરંતુ બાદમાં તેને મનોમન પ્રસ્તાવો થયો : આ મેં શું કર્યું ? તે એક સાચા સાધુ પાસે ગયો અને કહ્યું : “મને દીક્ષા આપો. હું સંસાર છોડીને પ્રભુનું ભજન કરવા માગું છું.” સાધુ સાચો હતો. તેણે ક્રોધીની બધી વાત સાંભળીને કહ્યું : “પહેલાં એક કામ કર. તેં તારી પત્નીની હત્યાનો જે ગુનો કર્યો છે તેને કબૂલી લે અને જે સજા તને મળવી જોઈએ. તે ભોગવી લે. પછી હું તને દીક્ષા આપું.” સાધુની વાત સાંભળતાં જ ક્રોધીને ગુસ્સો આવી ગયો. તેણે સાધુને ગાળો દેતાં કહ્યું : “તું કેવો સાધુ છે ? મારા જેવો નિર્દોષ છૂટી ગયેલો માણસ તારી પાસે દીક્ષા લેવા આવ્યો છે ત્યારે તું મને પાછો ફસાવવાની વાત કરે છે ?” આમ કહીને તે ક્રોધી સાધુ પાસે દીક્ષા લીધા વગર જ ગાળો દેતો જતો રહ્યો.

થોડા સમય પછી તે ક્રોધી એક ઠગ સાધુને મળ્યો. તેણે દીક્ષા આપવા કહ્યું અને પેલા ઠગસાધુએ તરત તેને મૂંડી નાખીને ચેલો બનાવી દીધો. નામ આપ્યું ‘શાંતિનાથ’. દીક્ષા લીધા બાદ આ શાંતિનાથ ગામોગામ ભગવાં વસ્ત્રમાં ફરવા લાગ્યા. લોકો ચરણોમાં પડતા. શાંતિનાથ લોકોને વિવિધ તરેહના આશીર્વાદ આપતા રહેતા. આમ કરતાં તેમનું મોટું નામ થઈ ગયું અને તેમના નામની આગળ પપ્પુ(પ.પૂ.)ની ડિગ્રીઓ લાગવા લાગી.

એક દિવસ જે સાચા સાધુએ ક્રોધી શાંતિનાથને દીક્ષા આપવાની ના પાડી હતી તેણે શાંતિનાથના સત્સંગપ્રવચન માટેનાં મોટાં હૉર્ડિંગ્ઝ જોયાં, તેને થયું કે લાવ, જોઈ જોઉં કે સાચા ત્યાગ વગર શાંતિનાથ શાંતિના સાચા નાથ છે કે એના એ જ ક્રોધના દાસ ?

આમ તો વર્ષો વીતી ગયેલાં એટલે શાંતિનાથ તો સાચા સાધુને ઓળખી શકે તેમ ન હતો. અમસ્તાયે ખોટા લોકો સાચાને ઝટ ઓળખી શકતા નથી, છતાં પરીક્ષા કરવી હતી, તેથી સાચા સાધુએ પોતાની ઓળખાણ આપ્યા વગર જ જઈને પૂછ્યું : “શાંતિનાથ ! કેમ છો ?” શાંતિનાથની અકળામણ તો ત્યાંથી જ શરૂ થઈ ગઈ. પોતાના નામની આગળ પ.પૂ. લગાડ્યા વગર વાત કરનારો આ વળી કોણ ? છતાં દંભપૂર્વક તેણે હસીને ‘મજામાં’ તેવો જવાબ આપ્યો.

સાચા સાધુએ બીજો પ્રશ્ન કર્યો : “શું, શાંતિનાથ ! સંસારત્યાગથી તમને સાચી શાંતિ મળે કે કેમ ?” આટલું સાંભળતાં તો શાંતિનાથ અશાંત થઈ ગયા. ચહેરો ક્રોધથી બળવા લાગ્યો. સેવકોને કહ્યું : “આ મૂઢ અજ્ઞાનીને મારી પાસેથી હટાવો, નહીંતર મારા હાથે આની કરપીણ હત્યા થઈ જશે !” સાચા સાધુએ શાંતિનાથને પોતાની સાચી ઓળખ આપી અને કહ્યું : “શાંતિનાથ ! ખોટા ત્યાગથી શાંતિનાથ નથી થવાનું !” ‘ઘ્ળ્ઃૠક્રક્રતભળ્ૠક્ર ત્ત્સ્ર્ક્રશ્વટક્રભઃ’ યોગ વગર સાચો ત્યાગ શક્ય નથી.

‘ઽક્રઌશ્વઃ ઽક્રઌહ્મન્થ્ૠક્રશ્વઘ્ખ્ક્રળ્રસ્ર્ક્ર’ :

કર્મમાં વ્યક્તિએ ધીરેધીરે બુદ્ધિપૂર્વક આગળ વધવું જોઈએ. એકસાથે પ્રવૃત્તિનો અતિરેક કરી નાખે તે ક્યારેય કર્મનો યોગ સાધી ન શકે. ઘણા લોકો કોઈ પ્રવૃત્તિ શરૂ કરે ત્યારે એટલા જોરશોર અને ઉત્સાહથી શરૂ કરે કે રાત-દિવસનો પણ વિચાર ન કરે. રાતોરાત પ્રવૃત્તિનાં મૂળિયાં ખોદી નાખવાના પ્રયાસો થાય. આવા લોકો હોય તેટલી બધી શક્તિ આરંભે જ ખર્ચી નાખે, તેથી તેના મધ્ય અને અંત સારા ન રહે. ‘આરંભે શૂરા’ની કહેવત જેમ પછીથી તેમની બૅટરી ડિસ્ચાર્જ થઈ જાય.

શિયાળાના દિવસો હતા. અમે થોડા મિત્રોએ જિમમાં જવાનું વિચાર્યું અને જિમ સ્ટાર્ટ કર્યું. એક મિત્રની ફાંદ થોડી વધી ગયેલી અને બ્લડ રિપૉર્ટમાં કોલેસ્ટેરૉલ પણ વધુ આવ્યું હતું, તેથી ડૉક્ટરે તેને એક્સરસાઈઝની સલાહ આપી હતી. તે ફાંદાળા મિત્રને તેની ફાંદ ઘટાડવાનો અતિ ઉત્સાહ હતો. ભાઈ મનમાં સિક્સ પૅક સ્ટમકનાં સપનાં જોતા હતા.

પહેલા દિવસ જિમના સંચાલકે પેટ ઘટાડવા માટે સીટઅપ કરવાનું સાધન બતાવ્યું અને કહ્યું : “નિયમિત થોડા-થોડા સીટઅપ કરવાથી વધેલું પેટ (ફાંદ) બેસી જશે.” સાથેસાથે તેમણે સ્પષ્ટ કહ્યું : “પ્રથમ દિવસે ચારથી પાંચ જ કરજો અને ત્યારપછી ધીરેધીરે એક-બે એક-બે વધારજો.”

પરંતુ ફાંદવાળા મિત્રને જલદી ફાંદ ઘટાડવાની તાલાવેલી લાગેલી, તેથી પ્રથમ દિવસે જ પંદર-વીસ કરી નાખ્યાં. બીજા દિવસે જિમમાં ન આવ્યા એટલે અમે બે-ત્રણ મિત્રો તેમના ઘરે પહોંચ્યા. જઈને જોયું તો પેટ પકડીને પથારીમાં પડેલા. પડ્યા-પડ્યા ‘ઓ-આ’ કરીને કણસતા હતા. અમને જોઈને બોલ્યા : “મરી ગયો બાપ રે ! આખું પેટ દુખે છે ! પંદર-વીસ વાર ટૉઇલેટ જઈ આવ્યો છું, પણ પીડા ઓછી થતી નથી !”

થોડા દિવસો આરામ કરી દવાઓ ખાદા બાદ તે મિત્ર ફરીને સ્વસ્થ થયા, પરંતુ પછીથી જિમમાં ક્યારેય ન દેખાયા. મિત્રો મળીને જિમમાં આવવા કહે તો સ્પષ્ટ ના પાડે અને કહે : “મારું કામ નહીં.” અમે તેને ઘણા સમજાવ્યા કે તમે ધીરેધીરે કરશો તો વાંધો નહીં આવે, પણ તેઓ ફરીથી માન્યા જ નહીં. ઘણા લોકો યોગ-પ્રાણાયામમાં પણ આવું કરે. શરૂશરૂમાં ઓવરડોઝ લઈ લે, જેથી પછી તેમનો હરિરસ ખારો થઈ જાય. ધંધો, અભ્યાસ, દવાઓ - બધી જ પ્રવૃત્તિઓમાં અતિ કરવાની ફાયદાને બદલે નુકસાન જ મળે છે. કર્મની અતિ એક અધોગતિ છે, તેવી જ રીતે ન્યૂનતા પણ કર્મયોગમાં બાધક બને છે.

અમારા શિક્ષક કહેતા કે પરીક્ષા સમયે રાતરાતના ઉજાગરા કરીને વધુ વાંચવા કરતાં નિયમિત થોડું-થોડું વાંચો. અમે જોતા કે એક મિત્ર ખાસ કાંઈ વાંચતો જ નહીં, તેથી અમે અમારા શિક્ષકને ફરિયાદ કરી કે તમે કહો છો, પણ મથુર તમારા કહેવા છતાં કાંઈ વાંચતો નથી. શિક્ષકે મથુરને બોલાવ્યા અને કહ્યું.

શિક્ષક : “મથુર ! તું કાં વાંચતો નથી તેવી ફરિયાદ આવી છે.”

મથુર : “ના, સાહેબ ! તેઓ તો ખોટા છે. તમારા કહેવા મુજબ નિયમિત થોડું-થોડું વાંચું છું.”

શિક્ષક : “સારું, એ બતાવ, આજે તેં શું વાંચ્યું ?”

મથુર : “આજે મેં ઇતિહાસ વાંચ્યો.”

શિક્ષક : “સારું. એ બતાવ, ઇતિહાસમાં તેં શું વાચ્યું ?”

મથુર : “એક હતો અકબર.”

શિક્ષક : “એ તો બધાને ખબર છે કે અકબર હતો, પણ આગળ શું વાંચ્યું ?”

મથુર : “સાહેબ ! આજે તો આટલું જ વાંચ્યું છે. આગળનું હવે કાલે વાંચીશ.”

જો વિદ્યાર્થી આ રીતે વાંચે તો અનેક જન્મે પણ પાસ ન થાય. કર્મ ન અતિ હોવું જોઈએ, ન ન્યૂન. કર્મની દરેક પ્રવૃત્તિમાં એક બૅલેન્સ રહેવું જોઈએ. તો જ યોગ સાધી શકાય તેમ શ્રીકૃષ્ણ કહે છે. આપણાં ઉપનિષદો કહે છે : ‘અતિ સર્વત્ર વર્જયેત્‌’. કોઈ પણ કર્મની અતિ સારી નથી. શ્રીકૃષ્ણ થોડું વધુ કહે છે કે અતિ વર્જ્ય છે, તેમ ન્યૂનતા પણ વર્જ્ય છે.

‘સ્ર્ક્રશ્વટક્ર ઙ્ગેંૠક્રષ્ટગળ્ ઙ્ગેંક્રહ્મઽક્રૐૠક્રૅ’ :

યોગથી કર્મનું કૌશલ્ય હાંસલ થાય છે. કળા અને કૌશલ્ય હાંસલ કરનારાઓને કોઈ ને કોઈ રીતે યોગ સાધવો જ પડે છે. જ્યાં સુધી કર્મના તાર યોગ સાથે ન જોડાય ત્યાં સુધી તે કર્મમાં કલા કે કૌશલ્યનો જન્મ સંભવતો નથી.

કોઈ સર્કસ કે રિઆલિટી શો જોવા જઈએ ત્યારે કલાકારે બતાવેલી કલા પર આપણે તાળીઓ પાડીએ છીએ અને વાહ-વાહ કરીએ છીએ. કલા સહુને ગમે છે, કૌશલ્ય સહુને ગમે છે. અથાગ પરિશ્રમથી હાંસલ કરેલી કળા ઉપર તાળીઓ પડે અને સ્ટૅન્ડિંગ ઓવેશન મળે, પણ યોગ વિના તે સિદ્ધિ હાંસલ નથી થતી.

પૌરાણિક કાળમાં આપણે ત્યાં ચોસઠ કળા બતાવવામાં આવી છે, જેમાં નૃત્ય, સંગીત, ચિત્રકળા, શસ્ત્રકળા, અશ્વકળા, લેખનકલા, વક્તૃત્વકલા વગેરે જેવી કલાઓનો સમાવેશ થતો હતો. તે કલાઓના પણ પેટાવિભાગ કરવામાં આવે તો તેની સંખ્યા હજારોની થાય, જેમ કે સંગીતમાં કંઠ્યસંગીત, લોકસંગીત, વાદ્યસંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે અનેક પેટાવિભાગો પડે છે.

જ્યારે આજના જમાનામાં મોબાઈલ, કમ્પ્યૂટર, ડ્રાઈવિંગ વગેરે હજારો સાધનો ઉમેરાતાં તે-તે કર્મોની કળાઓ ઉમેરવી રહે, તેમ જ તેના પેટાવિભાગો ઉમેરતાં તો તેની સંખ્યા લાખોની થઈ જાય તેમ છે. એકલા કમ્પ્યૂટરમાં જ સો કરતાં વધારે ઑપ્શન મળી રહે છે. જેમ કે ચૅટિંગ, મેસેજિંગ, નેટ-સર્ફિંગ, હૅકિંગ વગેરે...વગેરે.

આ બધી કળા અને તેનાં કૌશલ્યો તે કર્મોનો યોગ સાધનારને મળે છે. કર્મ ગમે તેવું હોય, પણ કર્મ સાથે જ્યારે યોગ ભળે છે ત્યારે તે કર્મનું કૌશલ્ય જન્મ્યા વગર નથી રહેતું. રોજરોજ જુગાર રમનારો જ્યારે ધ્યાનપૂર્વક જુગારની રમત રમતો રહે છે એ મહેનતપૂર્વક યોગ સાધતો રહે છે ત્યારે જુગારના કર્મમાં પણ તેને કૌશલ્ય પ્રાપ્ત થાય છે. શકુનિએ વર્ષોની સાધના કરીને ચોસરની રમતમાં પાસાઓ ફેંકવાની કલા હાંસલ કરી હતી. જો શકુનિ પાસે આ કળા ન હોત તો મહાભારતનો જન્મ ન થાત.

‘ભગવદ્‌ગીતા’ના વિભૂતિયોગમાં ઘોષણા કરતાં કૃષ્ણ જરાય ખચકાયા વિના કહે છે : ‘ઙ્મઠ્ઠભધ્ ન્ૐસ્ર્ભક્રૠક્રબ્જીૠક્ર ઌટ્ટબ્ભથ્બ્જીૠક્ર બ્પટક્રટ્ટબ્ભક્રૠક્રૅ ત્ન’ (દ્યૂત (જુગાર) રમવાવાળાઓની કળા પણ હું છું અને જીત મેળવવા ઇચ્છનારાની નીતિ પણ હું જ છું.) કળા તો કળા છે. જે કર્મનો યોગ સાધે છે તેને તે કર્મના કૌશલ્યની કળા અવશ્ય મળે છે, પછી તે કળાનો શો ઉપયોગ થાય છે તે કળાના ધારક ઉપર આધારિત છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે કર્મનો યોગ સાધનારને કર્મની કળા હાંસલ થાય છે. તેમ જ આ દુનિયા કળાની જ કિંમત કરે છે. શુષ્ક કર્મોની નહીં.

એક મોટા કારખાનામાં વિદેશથી આયાત કરાયેલું મશીન બંધ પડ્યું. મશીન બંધ પડતાંની સાથે જ ફૅક્ટરીનું પ્રોડક્શન બંધ થઈ ગયું. ફૅક્ટરીના માલિકને પ્રોડક્શન બંધ થવાથી રોજના લાખો રૂપિયાની ખોટ પડવા લાગી. માલિકે મશીનના જાણકારોને બોલાવવા શરૂ કર્યા, પણ દેશના કોઈ કારીગરની કારી ન ફાવી. અંતે રોજની લાખોની ખોટ જોઈને માલિકે જે વિદેશી કંપનીનું મશીન હતું તેને જ ફોન લગાડ્યો અને મશીન રિપેર કરી આપવા કહ્યું.

વિદેશી કંપનીએ કહ્યું : “અમારો કારીગર આવે અને ગૅરંટીપૂર્વક તમારું મશીન રિપેર પણ કરી આપે, પરંતુ તે માટે કારીગરનું આવવા-જવાનું પ્લેનનું ભાડું અને કારીગરના મહેનતાણાના બે લાખ રૂપિયા તમારે આપવા પડશે.” માલિક તૈયાર થઈ ગયો. આખરે વિદેશી કંપનીનો કારીગર આવ્યો. તેણે મશીન ફરતું એક ચક્કર લગાવ્યું અને પછી એક જગ્યાએ એક સ્ક્રૂ તેની પાસે રહેલા સ્ક્રૂ-ડ્રાઈવરથી ટાઈટ કર્યો અને મશીન ચાલુ કરવા કહ્યં. મશીન પૂર્વવત્‌ ચાલુ થઈ ગયું.

જે મશીનને બીજા કારીગરો મહિનાઓ સુધી ચાલુ ન કરી શક્યા તે મશીન તેના નિષ્ણાત કારીગરે માત્ર બે મિનિટમાં શરૂ કરી આપ્યું. પરંતુ માલિકના મનમાં પ્રશ્ન થયો કે માત્ર બે મિનિટના બે લાખ રૂપિયા થોડા હોય ? તેણે કારીગરને કહ્યું : “મશીનમાં કોઈ લાંબો ફૉલ્ટ ન હતો અને રિપેર કરતાં જ તમારો કોઈ સમય ગયો છે અને ન તો સાધનો અને ન કોઈ ખર્ચ, જેથી બે લાખને બદલે ઓછી ફી તમારે લેવી જોઈએ.”

કારીગરે કહ્યું : “શેઠ ! એ બતાવો કેઅત્યાર સુધીમાં તમે કેટલા કારીગરો બોલાવ્યા ? કેટલી હેરાફેરી કરી ? કેટલું ખર્ચ કર્યું ?” માલિકે કહ્યું : “અત્યાર સુધીમાં મેં પચાસ કારીગરોને બોલાવ્યા, ચાર લાખ મજૂરી ચૂકવી, પણ પરિણામ તો ન જ મળ્યું.”

કારીગરે કહ્યું : “બસ, શેઠ ! કિંમત ન લાંબા સમયની હોય છે, ન વપરાતાં સાધનોની અને ન તો થતા ખર્ચની. અસલી કિંમત તો કળાની હોય છે.” વળી કારીગરે બહુ સરસ વાત કરી. તેણે કહ્યું : “શેઠ ! તમે તો મારો બે મિનિટનો જ ખેલ જોયો છે, પણ તે બે મિનિટમાં સમગ્ર મશીનની નાડ પારખીને તેને ઠીક કરવાની આ કળા મેં કેટલા પ્રયાસે હાંસલ કરી છે તે નથી જોયું. વર્ષોની મહેનતના અંતે આ કળા સિદ્ધ થઈ છે. તે કળા જ કિંમતી છે.”

આપણો સમાજ કર્મોનો યોગ સાધીને કળા હાંસલ કરનારા કુશળ કારીગરો અને બે ટંકના રોટલા માટે કાળી મજૂરી કરતા શ્રમિકો એવા બે વર્ગમાં વહેંચાયેલો છે. કોઈ રાતદિવસની કાળી મજૂરી કરીને પણ રહેવા માટે સારો ઓટલો અને ખાવા માટેનો સારો રોટલો નથી મેળવી શકતું, તો કોઈ કળાના જોરે સાહ્યબી ભોગવતા દેખાય છે.

સારા ડૉક્ટર, સારા વકીલ, સારા એન્જિનિયરને તગડી ફી ચૂકવીને પણ લોકો તેમની પાસે કામ કરાવે છે અને જેમણે થોથાં ડિગ્રીઓ લીધી છે તેવા ડૉક્ટર, વકીલ કે ઍન્જિનિયરો કામ મેળવવા માટે વલખાં મારતા દેખાય છે.

અસલી કિંમત કળા અને કૌશલ્યની થાય છે, જે કળા અને કૌશલ્ય યોગસાધના વગર નથી મળતાં, જેથી કહી શકાય કે કર્મોમાં યોગની જ કિંમત છે. જે કર્મો યોગ વગરનાં છે તે વ્યવર્થ છે. કર્મો જો પ્રકૃતિ છે તો યોગ આત્મા છે. આંતર ચૈતન્યને કર્મો સાથે યથાયોગ્ય રીતે જોડનારો યોગ છે. જે યોગ ફળે ત્યારે કર્મો પણ કળા અને કૌશલ્યથી નિખરી ઊઠે છે.

‘ગૠક્રઅધ્ સ્ર્ક્રશ્વટક્રઃ શ્રહૃસ્ર્ભશ્વ’ :

શ્રીકૃષ્ણ સમત્વને મહત્ત્વ આપી રહ્યા છે તે ધ્યાનપૂર્વક સમજવા જેવું છે. માણસ પ્રકૃતિથી બનેલો છે અને તે પ્રકૃતિ સત્ત્વ, રજસ અને તમસરૂપી ત્રણ ગુણોવાળી છે. વળી સઘળાં કર્મો પ્રકૃતિના જ નિયંત્રણમાં છે. જન્મ, મરણ, શ્વાસોચ્છ્‌વાસ, ખાવું, પીવું, સૂવું વગેરે તમામ પ્રકૃતિને આધીન છે. માણસ પ્રકૃતિથી વિરુદ્ધ જઈને કોઈ કર્મો યોગ્ય રીતે કરી શકે તેમ નથી, તેથી માણસે પ્રકૃતિના સંતુલનમાં રહીને જ કર્મો કરવાં હિતાવહ છે. પ્રકૃતિએ મનુષ્યનાં કર્મોને સંતુલિત કરવા માટે એવી રચના કરી છે કે કોઈ મનુષ્ય તેના સંતુલનથી બહાર જાય ત્યારે પીડા પામે છે.

મનુષ્યનું જીવન મુખ્યત્વે ચાર સ્તર ઉપર જિવાઈ રહ્યું છે, જેમાં શારીરિક સ્તર (રઅજૈષ્ઠટ્ઠઙ્મ જંટ્ઠખ્તી), માનસિક સ્તર (જઅષ્ઠર્રર્ઙ્મખ્તૈષ્ઠટ્ઠઙ્મ જંટ્ઠખ્તી), બૌદ્ધિક સ્તર (ૈહીંઙ્મઙ્મીષ્ઠેંટ્ઠઙ્મ જંટ્ઠખ્તી) અને ભાવિક સ્તર (ૈર્દ્બર્ૈંહટ્ઠઙ્મ જંટ્ઠખ્તી) નો સમાવેશ થાય છે. મનુષ્ય દ્વારા થતાં કોઈ પણ કર્મો આ સ્તરથી બહાર નથી.

‘ગડ્ડધ્ થ્પજીભૠક્ર શ્નબ્ભ ટક્રળ્દ્ય્ક્રક્રઃ ત્ઙ્ગેંઢ્ઢબ્ભગૠ઼ક્રક્રઃ ત્ન

બ્ઌખ્ક્રર્મિંબ્ર્ભિં ૠક્રદ્યક્રખ્ક્રક્રદ્યક્રશ્વ ઘ્શ્વદ્યશ્વ ઘ્શ્વબ્દ્યઌૠક્રપ્સ્ર્સ્ર્ૠક્રૅ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૪-૫

ઌ ભઘ્બ્જીભ ઢ્ઢબ્બપ્સ્ર્ક્રધ્ ક્ર બ્ઘ્બ્ ઘ્શ્વશ્વળ્ ક્ર ળ્ઌઃ ત્ન

ગડ્ડધ્ ત્ઙ્ગેંઢ્ઢબ્ભપહ્મૠક્રળ્ષ્ટદૃભધ્ સ્ર્ઘ્શ્વબ઼્ક્રઃ જીસ્ર્ક્રઅશ્ક્રબ઼્ક્રટક્રળ્ષ્ટદ્ય્ક્રશ્વઃ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૮-૪૦

શ્રીકૃષ્ણ કહે છે : સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો પ્રકૃતિના છે, જે દેહીને દેહમાં બાંધે છે. પૃથ્વી હોય કે સ્વર્ગ, પરંતુ આ ત્રણ ગુણોથી કોઈ મુક્ત નથી. વિવિધ સ્તરો ઉપર જીવન જીવતા મનુષ્યને આ ત્રણ ગુણોની સમતા વગર અયોગ થાય છે. આ ત્રણ ગુણોનું સમત્વ જ યોગ છે.

શારીરિક સ્તર (રઅજૈષ્ઠટ્ઠઙ્મ જંટ્ઠખ્તી) :

શારીરિક સ્તર ઉપર વાત, પિત્ત અને કફની સમતા વીંખાય તો રોગ થાય છે. આ ત્રણ દોષોના સમત્વ વગર સ્વાસ્થ્ય ઉપલબ્ધ થતું નથી.

બ્ઌઅસ્ર્ક્રઃ ત્ક્રદ્ય્ક્ર઼ક્રઢ્ઢભક્રધ્ ઘ્શ્વદ્યશ્વ ક્રભબ્ડ્ડક્રઙ્ગેંદ્મેંક્રજીશ્ક્રસ્ર્ઃ ત્ન

બ્ઙ્ગેંઢ્ઢભક્રઃ ત્ઙ્ગેંઢ્ઢબ્ભજીબક્ર ક્ર ભક્રઌૅ ખ્ક્રળ઼્ક્રળ્અગશ્વભ બ્દ્ય્ભ્ભક્રઃ ત્નત્ન

આયુર્વેદ કહે છે કે જ્યારે વાત, પિત્ત અને કફ એ પૈકી કોઈ એક દોષ વધે એટલે તેનું પ્રાકૃતિક સંતુલન ખોવાય છે ત્યારે રોગ થાય છે. જેમ રજોગુણ અને તમોગુણ એકબીજાથી વિરુદ્ધ સ્વભાવવાળા છે, તેમ પિત્ત અને કફ પણ એકબીજાથી વિરોધી સ્વભાવના છે. જે દ્રવ્યોથી પિત્ત ઘટે છે તેનાથી કફ વધે છે અને જેનાથી કફ ઘટે તેવાં દ્રવ્યોથી પિત્ત વધે છે. જો આ વધેલા કફ કે પિત્તને સંતુલિત કરવા તત્કાલ પ્રયાસ ન થાય તો વાયુ તેને સ્થાનભ્રષ્ટ કરે છે અને એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં લઈ જઈ રોગ પેદા કરે છે. મનુષ્યને કર્મ સંતુલિત રાખવા જ પ્રકૃતિએ આ રચના ગોઠવી છે. વાત, પિત્ત અને કફરૂપી ત્રણ પ્રાકૃતિક ગુણોનું સંતુલન એ જ શરીરનો સ્વાસ્થ્યયોગ છે.

માનસિક સ્તર (જઅષ્ઠર્રર્ઙ્મખ્તૈષ્ઠટ્ઠઙ્મ જંટ્ઠખ્તી) :

માનસિક સ્તર ઉપર સંકલ્પ, વિકલ્પ અને નિર્વિકલ્પ એમ ત્રણ પ્રાકૃતિક ગુણો કામ કરે છે. માણસનું મન સંકલ્પથી વિકલ્પ તરફ અને વિક્લ્પથી ફરી સંકલ્પ તરફ સતત દોડતું રહે છે. તે કારણે જ વ્યક્તિ વિવિધ પ્રવૃત્તિઓથી ઘેરાયેલી છે. સંકલ્પ અને વિકલ્પમાં જતું મન અનાયાસે જ નિર્વિકલ્પમાં જાય છે. જે રીતે એક ગિઅરમાંથી કારને બીજા ગિઅરમાં જવા માટે ન્યૂટ્‌લ ગિઅરમાંથી પસાર થવું પડે છે, તે રીતે મન પણ નિર્વિકલ્પમાંથી પસાર થાય છે. જો આ સ્થિતિનું પ્રાકૃતિક અસંતુલન પેદા થાય તો મન ઉબાય છે, કંટાળો અનુભવે છે અને કર્મોનો દ્વેષ થાય છે.

બૌદ્ધિક સ્તર (ૈહીંઙ્મઙ્મીષ્ઠેંટ્ઠઙ્મ જંટ્ઠખ્તી) :

માણસના બૌદ્ધિક સ્તરની પણ ત્રણ પ્રાકૃતિક અવસ્થાઓ છે, જેને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ કહેવામાં આવી છે. ‘ભગવદ્‌ગીતા’માં શ્રીકૃષ્ણ આ માટે કહે છે :

‘ઌ નક્રબ્ભ જીતઌઽક્રટ્ટૐજીસ્ર્ પક્રટક્રત્ભક્રશ્વ ઌહ્મ નક્રપળ્ષ્ટઌ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૬-૧૬

જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિરૂપી ત્રણ અવસ્થાનું સંતુલન નહીં કરનારની બુદ્ધિ યોગ્યપણે વિચારી શકતી નથી. આ ત્રણેય અવસ્થાનો અયોગ બુદ્ધિને મંદ અને અંધ બનાવે છે.

ભાવિક સ્તર (ૈર્દ્બર્ૈંહટ્ઠઙ્મ જંટ્ઠખ્તી) :

ભાવનાત્મક સ્તર ઉપર ભાવ, દુર્ભાવ અને સમભાવરૂપી ત્રણ પ્રાકૃતિક ગુણો રહેલા છે. ભાવાવસ્થા મનુષ્યના ચિત્ત સાથે જોડાયેલી છે. ભાવ અને દુર્ભાવની વચ્ચે કેન્દ્રબિંદુરૂપે રહેલા સમભાવને જે વ્યક્તિ પ્રાપ્ત થાય છે તેનો ભાવ યોગમય સ્થિતિમાં રહી શકે છે. સમભાવ વગર ભાવનાત્મક સ્થિતિનો કોઈ યોગ ટકી શકતો નથી, તેથી ભાવ અને દુર્ભાવ એ બેમાંથી કોઈ એક ઉપર જ્યાં સુધી રાગ કે આસક્તિ છે ત્યાં સુધી સમભાવ ઉપલબ્ધ થઈ શકતો નથી. ભાવાવસ્થાનું અસંતુલન ચિત્તને વિક્ષિપ્ત કરે છે અને માણસ અસંતુલિત ભાવચેષ્ટાવાળો થાય છે.

શારીરિક, માનસિક, બૌદ્ધિક અને ભાવિક એ ચારેય સ્તરોની વિસ્તૃત ચર્ચા અંગે જે કોઈ વાચકમિત્રોને રસ હોય તેઓ મારા ૨૦૧૩માં પ્રકાશિત થયેલા ‘કૃષ્ણનો કર્મયોગ’ પુસ્તકમાં વાંચી શકે છે.

શ્રીકૃષ્ણના મતે જીવનના દરેક કર્મમાં સમત્વની સાધના જ યોગ તરફ દોરી જાય છે. સુખ અને દુઃખમાં જે સમતા સાધી લે તે આનંદનો યોગ પામે છે. લાભ અને ગેરલાભમાં જે સમતા સાધે છે તે ત્યાગનો યોગ સાધી લે છે. માન અને અપમાનમાં જે સમતા સાધી શકે તે સ્વમાનનો યોગ પામે છે. જય અને વિજયમાં જે સમતા સાધી શકે તે વિજયયોગનો અધિકારી બને છે. શત્રુ અને મિત્રમાં જે સમતા સાધે છે તે કરુણાના યોગને પામે છે.

ગળ્ઘ્ળ્ઃશ્વ ગૠક્રશ્વ ઙ્ગેંઢ્ઢઅક્ર ૐક્ર઼ક્રક્રૐક્ર઼ક્રક્રહ્મ પસ્ર્ક્રપસ્ર્ક્રહ્મ ત્ન

(ટક્રટ્ટભક્ર : ૨-૩૮)

બ્ગરસ્ર્બ્ગરસ્ર્ક્રશ્વઃ ગૠક્રક્રશ્વ ઼ક્રઠ્ઠઅક્ર ગૠક્રઅધ્ સ્ર્ક્રશ્વટક્ર શ્રહૃસ્ર્ભશ્વ ત્ન

(ટક્રટ્ટભક્ર : ૨-૪૮)

***