આ વાર્તામાં પ્રકાશ અને ઊર્જા નવા વર્ષની શરૂઆતમાં બાળકોને એકત્રિત કરે છે અને તેમને એક અઠવાડિયાના ઉજવણીના કાર્યક્રમની જાહેરાત કરે છે. બાળકો ઉત્સાહિત થાય છે અને વિવિધ દિવસોને વિશિષ્ટ નામો આપવામાં આવે છે, જેમ કે સોમવાર સાઈકલ દિવસ, મંગળવાર વૃક્ષ દિવસ, વગેરે. પ્રકાશ અને ઊર્જા નિર્દેશ કરે છે કે તેઓ શહેરમાં ગરીબ બાળકોના વિકાસ માટે કામ કરી રહ્યા છે. અઠવાડિયા દરમિયાન, સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો વિવિધ સ્લોગન સાથે ભાગ લે છે, જે શિક્ષણ, પર્યાવરણ અને સ્વચ્છતાના મુદ્દાઓને પ્રોત્સાહિત કરે છે. સાઈકલના લાભો વિશે વાત કરવામાં આવે છે, જેમ કે આર્થિકતા, પર્યાવરણ સુરક્ષા, અને શારીરિક તંદુરસ્તી. આ રીતે, વાર્તા બાળકોને સકારાત્મક પ્રવૃતિઓમાં સામેલ થવા અને સામાજિક જવાબદારીને સમજાવવાનું પ્રોત્સાહન આપે છે. અમારું અઠવાડિયું by Natvar Ahalpara in Gujarati Children Stories 11 1.6k Downloads 5.6k Views Writen by Natvar Ahalpara Category Children Stories Read Full Story Download on Mobile Description પરી, ઊર્વિ, મિત, ધ્રુવા, કાવ્યા, મલય, પ્રીત, લીલા, મીના, મંજરી, સંજય, કનુ-મનુ સહિત ઝૂપડ પટ્ટીના સૌથી વધુ પાંચથી સાતમાં ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળતો હતો. સૌના મનમાં એક વિચાર ચાલતો હતો કે, આ વર્ષે પ્રકાશસર અને ઊર્જા ટીચર આપણને શું ભેટ આપશે શું શીખવશે બધાજ બાળકો કતારમાં પાથરેલા પાથરણા ઉપર શિસ્તબધ્ધ રીતે બેસી ગયાં હતાં. સરકારી બગીચામાં વૃક્ષોના છાંયા નીચે મંદ મંદ હવાની લહેરખીઓ આવતી હતી. કોયલ, કાબર, કબુતર, ચકલી વ. પક્ષીઓ મુક્ત રીતે ચણ ચણી રહયાં હતાં. પ્રકાશ અને ઊર્જા એ પણ પોતાનું સ્થાન લઈ લીધું હતું. સમૂહપ્રાર્થનાથી પ્રકાશ અને ઉર્જાની બાલસૃષ્ટિએ વાતાવરણ પુલકિત બનાવ્યું હતું. પ્રાર્થના પુરી થયાં બાદ ઊર્જાએ કાલીઘેલી વાણીમાં વાત શરું કરી હતી : ‘મારા, વ્હાલા બાળારાજાઓ . તમને સૌને નવા વર્ષના ખુબ ખુબ અભિનંદન. તમને સૌને આનંદ થાય તેવા સમાચાર આપુ છું. આપણે એક અઠવાડિયું ઉજવવું છે અને અઠવાડિયામાં તમને ગમે તેવી પ્રવૃતિઓ, મોજ-મજા કરવી છે. સૌને ગમશેને ’ ઊર્જાની વાત સાંભળીને તાળીઓ પડી. તાળીઓના ગડગડાટ ક્યાંય સુધી બંધ જ ન થયાં. More Likes This My Hostel Life - 1 by Bindu એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 1 by Amir Ali Daredia હિતોપદેશની વાર્તાઓ - 1 by SUNIL ANJARIA કાઠિયાવાડની સફર - 2 by HARPALSINH VAGHELA વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 2 by Jagruti Pandya બાળપણ ની વાતો - 1 by Jaimini Brahmbhatt Gujarati Story - 1 by Viper More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories