વીર વત્સલા

(1.6k)
  • 96.9k
  • 155
  • 55.3k

વીર-વત્સલા નવલકથા એક રીતે વત્સલાની વીરતાની કથા છે તો બીજી રીતે વીરસિંહ અને વત્સલાની પ્રેમકથા છે. પ્રથમ વિશ્વયુદ્ધના સમયના રજવાડાંના એક ગામ ચંદ્રપુરની ભોમકા પર આલેખાયેલી આ કથા પ્રેમ, ટેકીલાપણા અને સાહસની ક્લાસિક છતાં લોકભોગ્ય કથા છે. મૂળ એક પ્રાચીન બુદ્ધ જાતકકથાના કથાબીજને ટ્વીસ્ટ આપીને રચાયેલી આ કથામાં એક સૈનિક અને એક ગરીબ પૂજારીની દીકરી વચ્ચે પાંગરેલો પ્રણય કેવી કસોટીમાંથી પસાર થાય છે, એની હૃદયસ્પર્શી અને રસપ્રદ માંડણી સહુને ગમશે.

Full Novel

1

વીર વત્સલા - 1

વીર-વત્સલા નવલકથા એક રીતે વત્સલાની વીરતાની કથા છે તો બીજી રીતે વીરસિંહ અને વત્સલાની પ્રેમકથા છે. પ્રથમ વિશ્વયુદ્ધના સમયના એક ગામ ચંદ્રપુરની ભોમકા પર આલેખાયેલી આ કથા પ્રેમ, ટેકીલાપણા અને સાહસની ક્લાસિક છતાં લોકભોગ્ય કથા છે. મૂળ એક પ્રાચીન બુદ્ધ જાતકકથાના કથાબીજને ટ્વીસ્ટ આપીને રચાયેલી આ કથામાં એક સૈનિક અને એક ગરીબ પૂજારીની દીકરી વચ્ચે પાંગરેલો પ્રણય કેવી કસોટીમાંથી પસાર થાય છે, એની હૃદયસ્પર્શી અને રસપ્રદ માંડણી સહુને ગમશે. ...Read More

2

વીર વત્સલા - 2

ટીલાની નીચેના ભાગે વેગમતી નદી વળાંક લેતી, ત્યાં પથ્થરો ઝાઝા અને પાણી થોડું હોય. દર ચોમાસે વહેણ પાસેના પથ્થરો સુંવાળા થાય. અને પ્રવાહ વધે ત્યારે દૂર કાંઠાના પથ્થરો તૂટીને ખરબચડા થાય. કુદરતની આ ઉલટફેરના સાક્ષી એવાં થોડાં પક્ષીઓ હવે આ વહેળામાં બે જણાની હાજરીથી ટેવાઈ ગયાં હતાં. છેલ્લા દસ માસમાં દરેક ઋતુમાં એમણે ગુફતગૂ કરી હતી. ગઈ હોળીના મેળામાં વીરસિંહ અને વત્સલાની નજરો મળી ત્યારથી રોજ ઢળતી બપોરે વીરસિંહ વત્સલાને મળવા આવતો. વીરસિંહ ચોવીસ વરસનો ફૂટડો યુવાન હતો. પાતળી કટાર જેવી મૂછો અને ઘોડે લટકેલી બેનાળી બંદૂક. બેનાળી જૂની હતી પણ વીરસિંહનું નિશાન પંથકમાં પંકાતું. ...Read More

3

વીર વત્સલા - 3

સાંજ પડતાં પહેલાં તો ચંદ્રપુરના પાદરે જુવાનિયા ભેગા થવા લાગ્યા. આજે તો ઘરડાઓ પણ ખાસા હતા. વાતાવરણમાં ઉશ્કેરાટ હતો. માટે આ ફરમાન રોજગારીની નવી તક બનીને આવ્યું, તો અમુકને માટે આ બસ એક તમાશો હતો. લડાઈની રમ્યકથાઓ અને અફવાઓ તો આમેય રોચક હોય. એક જવાનિયો તો પોતાની બેનાળી લઈને દોડી આવ્યો. ...Read More

4

વીર વત્સલા - 4

મંગુ માસ્તરે પોતાની ડાયરીમાં લખ્યું, “સંવત ઓગણીસો ઈકોતેર ફાગણની બારસ કૃષ્ણપક્ષ” પછી નવા જમાનાની ચાલ પ્રમાણે નીચે ઉમેર્યું, “અંગરેજી મહિનાની બારમી, ઓગણીસો પંદર” એક લીટી છોડી નીચે લખ્યું, “એજન્ટની ઈચ્છા પ્રમાણે પાંચ હજાર સિપાહી તો ન થયા, પણ તોય બસો જેટલાં બળદગાડાં ભરાઈને હજાર ઉપર જવાનિયાઉં નજીકના રેલવે સ્ટેશન વઢવાણ પહોંચ્યા. જતાં શિયાળે વરસાદ લાગે એટલાં આંસુ. ...Read More

5

વીર વત્સલા - 5

પંદર દિવસ પછી માણેકબાપુ જંગલમાં, ચંદ્રપુરથી બાર ગાઉ દૂર પથ્થરના ટીંબા પર બેસી વિચારતા હતા, નિવાસ બદલવાથી કેટલી બધી તફલીફો દૂર થઈ જતી હોય છે! થોડી નવી અગવડો આવે, જો કે! ત્યાં કબૂતરો ઊડતાં, અહીં પોપટનો અવાજ હતો. ત્યાં કાકડીની વેલ, જારનાં ડૂંડાં અને ખીજડાનું ઝાડ હતું, અને માથે સૂરજ તપતો. અહીં આકાશને અડતાં નામ વગરનાં વૃક્ષો હતાં. કાકડીની વેલ રોપી હતી. થોડા દાણાંય જમીનમાં વેર્યાં હતાં, પણ પંદર દિવસમાં કેટલું ઊગે? ...Read More

6

વીર વત્સલા - 6

આજે તો વગડામાં વત્સલા બાપુની રાહ જોઈ રહી હતી. દિવસ ઢળ્યે રાહ બાપુની જ જોઈ શકાય એમ હતું. સપનામાં રાહ જોતી એ વીરસિંહ તો મહાસત્તાઓ વચ્ચેના યુદ્ધનું પ્યાદુ બની ગયો હતો. આવા વખતમાં એના બાપુ જીવન અને મરણ નામની બે મહાસત્તાઓમાંથી જીવનને પડખે રહ્યા એનો આનંદ હતો. ...Read More

7

વીર વત્સલા - 7

સરદારસિંહે હુકમસિંહ સાથે આવીને માણેકબાપુની મઢૂલી પર ઉધમ મચાવ્યો હતો. આટલા ઉત્પાત પછી વત્સલા બહાર ન આવી એટલે માણેકબાપુને થયું મઢૂલીમાં કોઈ નથી. માણેકબાપુએ તોય મઢૂલીને બહારથી આગળો માર્યો, જેથી બહાર કરી એવી તોડફોડ, સરદારસિંહ અંદર ન કરે! જે ખોરડાંને સજાવતાં પંદર દિવસ થયા એને વિખેરવા દોઢ મિનિટ બહુ હતી. દિલીપસિંહ અને તેજલબાની શોધમાં નીકળેલો સરદારસિંહ હવે રઘવાયો થયો હતો. કેમ કે સફળતા હાથવગી હોય અને હાથતાળી આપી જાય, એ એને મંજૂર નહોતું. ...Read More

8

વીર વત્સલા - 8

ખરેખર માણેકબાપુની આ ઝૂંપડી અને આ ઘડી સરદારસિંહ માટે શુકનવંતી હતી. સરદારસિંહ વઢવાણનો હતો, પણ વઢવાણમાં પાંચેક વરસથી એના પાણી હતા. દુર્જેયસિંહના સાસરા સાથે એની દૂરની સગાઈ હતી ખરી પણ એ કંઈ સગાઈના જોરે એને સાથ આપી નહોતો રહ્યો. દિલીપસિંહ અને તેજલબાને જીવતાં અથવા મૂએલાં હાજર કરનારને સો વીઘા જમીન મળવાની હતી. ...Read More

9

વીર વત્સલા - 9

વીરસિંહ પરેશાન હતો. શરૂશરૂમાં તો વત્સલાના ખબરઅંતર મળ્યાં પણ છેલ્લા બે વરસથી વત્સલાના કોઈ સમાચાર ન હતા. બેલ્જિયમના સરહદી યેપ્રીની છાવણીમાં બેઠોબેઠો એ બીમાર ચંદનસિંહની સુશ્રુષા કરી રહ્યો હતો. બન્ને મિત્રો સતત ત્રણ લડાઈ ઘસરકાનીય ઈજા પામ્યા વગર સફળતાથી લડ્યા, પણ ચોથી લડાઈમાં ચંદનસિંહના પગમાં ગોળી વાગી હતી. એને ખભે ઉઠાવીને ગોળીઓની બોછાર વચ્ચે વીરસિંહ ચાર માઈલ દોડ્યો હતો. ચંદનસિંહ આર્મીની હોસ્પીટલમાં ભરતી હતો. ગોળી કાઢ્યા પછી ચંદનસિંહના પગની સારવાર ચાલી રહી હતી. ...Read More

10

વીર વત્સલા - 10

વીરસિંહે હિંદુસ્તાનની ભૂમિ પર પગ મૂક્યો. યુદ્ધમાં જવા ટાણે કંપની સરકારે સિપાહીઓને વઢવાણથી મુંબાઈ મૂકવા માટે ‘પેશ્યલ આગગાડિયું’ની વ્યવસ્થા પણ પરત આવેલા સિપાહીઓ માટે એવી કોઈ વ્યવસ્થા નહોતી. અમુક સિપાહીઓ મોજમજા માટે મુંબાઈ રોકાઈ ગયા. વીરસિંહ દોઢ દિવસની ટ્રેનની મુસાફરી પછી વઢવાણ ઉતર્યો. હવે 40 ગાઉની યાત્રા કરવા માટે એના પગ ઉતાવળા થયા હતા. વત્સલાને મળવાને આડે બસ હવે એક દિવસ જ હતો. ...Read More

11

વીર વત્સલા - 11

ગેમલને માટે આ અનુભવ પહેલીવારનો હતો. એણે સીટી વગાડી, દસેક બહારવટિયા આજુબાજુથી પ્રગટ્યા. સહુ એમના સરદારની આગળ કવચ બની રહી ગયા. અને એક સાથે દસ બેનાળી વીરસિંહની સામે તકાઈ ગઈ. સંખ્યાને પહોંચી વળાય એમ નહોતું એટલે વીરસિંહે ગેમલના અહંકારને લલકારવાનું નક્કી કર્યું. “આમ શિયાળવાની જેમ ગોઠિયાઓની પાછળ છુપાઈ કાં જાય છે! બહાદુર હોય તો સામે આવ!” ...Read More

12

વીર વત્સલા - 12

ગેમલ યમ બનીને વીરસિંહની નજીક આવે એ પહેલા પાછળથી એક હાથ લંબાયો. ગેમલ અટકી ગયો. વીરસિંહે પાછળ જોયું. લંબાયેલા વ્યક્તિ અપરિચિત હતી. ભોંયભેગા થયેલા વીરસિંહની મદદે આવેલો હાથ શિયાળવાના શિકારે નીકળેલા સરદારસિંહનો હતો. મરણિયા થયેલા ગેમલે પંદર હાથ દૂરથી કહ્યું, “આ મારો શિકાર છે! એને છોડી દે!” સરદારસિંહના સાથીઓમાંથી કોઈએ ગેમલને ઓળખ્યો. એના માથા સાટે તો ઈનામ હતું! સરદારસિંહે ગોળીઓની બૌછાર કરી દીધી. ...Read More

13

વીર વત્સલા - 13

વઢવાણ હોસ્પીટલમાં અઠવાડિયા સુધી વીરસિંહ અર્ધબેહોશ રહ્યો. સરદારસિંહના સાથીઓ કહી રહ્યા હતા કે આ અધમૂઆની પાછળ શું દહાડા ખરાબ આને નસીબ પર છોડી ચંદ્રપુર જઈએ. કેટલું કામ પડ્યું છે, જમીનદારીનું. પણ સરદારસિંહે હુકુમસિંહને સંદેશો મોકલ્યો કે એક યારની સેવામાં છું. હું અહીં વઢવાણ છું, એટલો સમય ચંદ્રપુરની જમીનદારી સંભાળી લેજે. વઢવાણમાં તો સરદારસિંહનુ પોતાનું જ ઘર હતું. ન જાણે, કયા સંબંધના આધારે સરદારસિંહે વીરસિંહની સેવા કરવા માંડી. ...Read More

14

વીર વત્સલા - 14

સરદારસિંહની હવેલીમાંથી વીરસિંહ વહેલી સવારે ઘોડો પલાણી નીકળ્યો. એને સમાચાર મળ્યા હતા કે રાતે જ સૈનિકોની બીજી ખેપમાં ચંદનસિંહ આવી ગયો છે. વત્સલાને મળવાય જવું હતું. પણ પહેલા ઘરે જઈ ફોઈફૂઆને મળી, એમને થોડી સોનામહોરો ધરી, પછી આ બન્ને કામ કરવા હતાં. ...Read More

15

વીર વત્સલા - 15

વત્સલાના ધડકતા હૃદયને કેમેય જપ નહોતો. ચંદનસિંહની વાત સાચી હોય તો ત્રણ વરસથી જે પિયુની રાહ જોતી હતી, એ જ હવે બાળકને જોખમ હતું. બાળકને શોધીને રાજને હવાલે કરનારી ટોળકીનો એ સરદાર હતો હવે. માણેકબાપુ અને વત્સલા એમના ખોરડાથી બસો હાથ દૂર વગડામાં એક પહાણાં પર બેઠા. અભયને જાણે દુનિયાની નજરથી બચાવીને બસો ગાઉ દૂર લઈ આવી હોય એમ વત્સલા વિચારી રહી, વગડામાંથી મળેલા અભયની સલામતી વગડામાં જ હતી શું? ...Read More

16

વીર વત્સલા - 16

વીણા અને વત્સલા બન્ને પ્રેમિકાઓ આજે પોતપોતાના પ્રેમીઓને મળી ચૂકી હતી. ઉત્સાહ અને આનંદથી ઘેલી થયેલી વીણા એકધારી પોતાની કથા રહી હતી. વત્સલા બન્ને કાન દઈ ધ્યાનથી સાંભળી રહી હતી. એક કાનને વીણા-ચંદનસિંહના પ્રેમપ્રસંગની જિજ્ઞાસા હતી, પણ બીજો કાન એ વાત પર ચોંટેલો હતો કે વીણાએ અભયની બાબતે ચંદનસિંહને શું કહ્યું? કેમ કે, સાંજ સુધી બન્ને મિત્રોની મુલાકાત નક્કી હતી. ...Read More

17

વીર વત્સલા - 17

બળવાખોરોની માહિતી મેળવી વીરસિંહ પરત થયો. બીજા દિવસે સવારે એ ચંદનસિંહને મળ્યો. બન્ને ઘોડો લઈ નીકળ્યા. વીરસિંહ અને ચંદનસિંહ રવાલ ઘોડા ચલાવતાં, વાત કરતાં કરતાં શિવમંદિર તરફ જઈ રહ્યા હતા. ગઈકાલે વીરસિંહની પ્રેમિકા સાથેની પહેલી મુલાકાત ઉતાવળે પતી, એટલે આજે એણે નિરાંતે વાત કરવી હતી. ત્યાંના યુદ્ધની ઘણીબધી વાતો કરવી હતી. અને અહીં એમને પડેલી તકલીફોની વાત જાણવી હતી. ...Read More

18

વીર વત્સલા - 18

સાંજે ચંદનસિંહ અને વીરસિંહ વગડા તરફ આવી રહ્યા હતા. રસ્તે ચંદનસિંહે વીણા પાસેથી જાણેલી અભય વિશેની બધી વાત વીરસિંહને દીધી. આખા રસ્તે બન્ને ઘોડા રસ્તો ખૂંદી રહ્યા હતા કે પોતાની છાતી, એ વીરસિંહને સમજાયું નહીં. ભગવાનમાં બહુ વિશ્વાસ નહીં છતાં વીરસિંહે ઘડીક ઉપર જોયું, સાંજના આકાશના અજવાળાથી અંજાયેલી નજર સહેજ નીચે ઉતારી ત્યાં ટીંબા ઉપર રાહ જોઈ રહેલી બે સખીઓની આકૃતિઓ દેખાઈ. ...Read More

19

વીર વત્સલા - 19

શાહુકારની પુત્રવધુને સલામત ભાગી જવા દીધી એ પછી વીરસિંહને અનુભવ થયો કે વેર વાળ્યા પછી જેટલો ધરવ થાય છે કરતા વધુ સંતોષ વેર વાળવાની તક આવે અને તમે એ જતી કરો ત્યારે થાય છે. શાહુકારના દીકરાને ક્ષમા કરી શકે એટલું ઠંડુ લોહી એનું નહોતું પણ કોઈની નિર્દોષ પત્ની પર અત્યાચાર ગુજારી વેર વાળે એવી તામસિક વૃત્તિ પણ એનામાં નહોતી. આવેશ પર સમજદારીને સરસાઈ અપાવે એવું ચિત્ત પોતાને આપનાર કુદરતનો એણે આભાર માન્યો. એ જરા સ્વસ્થ થયો. લાગણીના ઝંઝાવાતમાં ડોલી રહેલું મન હવે ઘડીક બધી બાજુથી વિચારી શકે એટલું શાંત થયું. ...Read More

20

વીર વત્સલા - 20

સરદારસિંહે જોયું કે વીરસિંહ વશરામના બાકીના ચાર સાથીઓને પકડીને લાવ્યો હતો. એના મોંથી “શાબાશ”ના ઉદગાર નીકળી ગયા. વશરામે જોયું કે ચાર સાથી બંધક છે. બહુ ઝડપથી એણે પગલું લીધું. પોતાની તલવાર દુર્જેયસિંહના બાવડા પર સહેજ ઊંડો ઘસરકો થાય એ રીતે ફેરવી. દુર્જેયસિંહના મોંથી ચિચિયારી નીકળી ગઈ! રાજના ધણી દુર્જેયસિંહના ખભેથી નીકળતી લોહીની ધાર જોઈ સરદારસિંહ અને એના સાથીઓ કમકમી ગયા. ...Read More

21

વીર વત્સલા - 21

વીરસિંહ સરદારસિંહની હવેલી પર પહોંચ્યો, “સરદારસિંહ! દુર્જેયસિંહને મળવા જવું છે!” “કાલે જઈશું!” બપોરની તંદ્રામાંથી માંડ જાગેલો સરદારસિંહ બોલ્યો. “અટાણે જ જવું વીરસિંહ ભાગ્યે જ આવી જિદ પકડતો. “અરે, એ લોકો દુર્જેયસિંહનો જીવ બચ્યાનું જશન મનાવતા હશે, ઉજવણી હજુ એક બે દિવસ ચાલશે! પછી કાલ-પરમ મળીએ ને!” “કાલપરમ સુધી થોભાય એમ નથી. આજે ન્યાં વિરાટપુરમાં ઉધમસિંહની સેનાએ જુલમ કીધો. ત્રણ બાળકોને રહેંસી નાખ્યા.” ...Read More

22

વીર વત્સલા - 22

ગઈ રાતે વત્સલાના ખોરડાની પાછળની દીવાલ ધસી પડી હતી. દર ચોમાસે નદીના વહેણનો માર વેઠી વેઠીને કમજોર થયેલી દીવાલ તો તૂટવાની જ હતી. તે આજે તૂટી. જતી મોસમનો વરસાદ પવનના સહારે ખુલ્લા ઘરની પછીતથી ઘરમાં ઘૂસી આવતો રહ્યો. અને મોભ પરથી લટકાવેલી અભયની ઝોળી હલાવ્યા વગર હાલી રહી હતી. ચારમાંથી એક દીવાલનો ટેકો તૂટ્યો છતાં ઘર અત્યારે તો સલામત લાગતું હતું. બનેલી અને બનનારી ઘટનાઓથી બેખબર અભય ઝોળીમાં રમી રહ્યો હતો. વરસાદે સહેજ પોરો ખાધો કે તરત માણેકબાપુ કોઈ કડિયા-કારીગરને શોધવા નીકળ્યા. ...Read More

23

વીર વત્સલા - 23

વત્સલા અને વીરસિંહ સામસામે ઊભાં હતાં. વત્સલાના હાથમાં પકડેલી કટારી વીરસિંહની છાતીમાં ખૂંપી રહી હતી. એ ભૂલીને વીરસિંહ બાળકનો લેવા તસુભર આગળ વધી રહ્યો હતો. ચંદનસિંહે ગર્જના કરી એટલે બન્ને અટક્યાં. હતપ્રભ થઈ ગયેલા માણેકબાપાએ બેની વચ્ચેથી અભયને ઉઠાવી ખોળામાં લઈ લીધો. અત્યાર સુધી એ એમ માનતા હતા કે વત્સલાએ અભયનો રસ્તો કરી વીરસિંહને સ્વીકારવો જોઈએ. કયો બાપ એમ ઈચ્છે કે દીકરી સંસાર માંડવાને બદલે એક અનાથ બાળકને ઉછેરવા પાછળ પોતાનો ભવ બલિએ ચડાવી દે? ...Read More