અમદાવાદની ભાગોળે આવેલું 'વાઘેલા વિલા' કોઈ રાજમહેલથી કમ નહોતું. સફેદ આરસપહાણની બનેલી આ હવેલી શંકરસિંહ વાઘેલાના દાયકાઓ જૂના રુઆબની સાક્ષી હતી. પણ આ સુંદર મહેલના પાયામાં આજે ઈર્ષા અને અહંકારનું ઉધઈ લાગી રહ્યું હતું. હવેલીના મુખ્ય હોલમાં ચહલપહલ હતી. રાજ્યના યુવા અને તેજસ્વી પોલિટિશિયન હ્રદયરાજ વાઘેલાની આગામી ચૂંટણીના પ્રચારની તૈયારીઓ ચાલી રહી હતી. તેની બાજુમાં જ બેઠેલી તેની પત્ની રેવા બા, જે માત્ર તેની અર્ધાંગિની જ નહીં, પણ તેની મુખ્ય સેક્રેટરી અને સફળતાનો પાયો પણ હતી. રેવા અત્યંત સુંદર હોવાની સાથે અત્યંત બુદ્ધિશાળી પણ હતી. તેની લેપટોપ પર ફરતી આંગળીઓ હ્રદયરાજની આગામી જીતનું માળખું રચી રહી હતી.
શતરંજ - ભાગ 1
#શતરંજલેખિકાMansi DesaiDesai MansiShastriઅમદાવાદની ભાગોળે આવેલું 'વાઘેલા વિલા' કોઈ રાજમહેલથી કમ નહોતું. સફેદ આરસપહાણની બનેલી આ હવેલી શંકરસિંહ વાઘેલાના દાયકાઓ રુઆબની સાક્ષી હતી. પણ આ સુંદર મહેલના પાયામાં આજે ઈર્ષા અને અહંકારનું ઉધઈ લાગી રહ્યું હતું.હવેલીના મુખ્ય હોલમાં ચહલપહલ હતી. રાજ્યના યુવા અને તેજસ્વી પોલિટિશિયન હ્રદયરાજ વાઘેલાની આગામી ચૂંટણીના પ્રચારની તૈયારીઓ ચાલી રહી હતી. તેની બાજુમાં જ બેઠેલી તેની પત્ની રેવા બા, જે માત્ર તેની અર્ધાંગિની જ નહીં, પણ તેની મુખ્ય સેક્રેટરી અને સફળતાનો પાયો પણ હતી. રેવા અત્યંત સુંદર હોવાની સાથે અત્યંત બુદ્ધિશાળી પણ હતી. તેની લેપટોપ પર ફરતી આંગળીઓ હ્રદયરાજની આગામી જીતનું માળખું રચી રહી હતી."હ્રદય, આપણે ઉત્તરના ...Read More
શતરંજ - ભાગ 2
#શતરંજભાગ 2 અંતિમ ભાગસવારના સાત વાગ્યા હતા. વર્ષોથી મીના બાની આદત હતી કે તેઓ પલંગ પર બેઠા-બેઠા જ રસોડામાં પાડીને ચા મંગાવતા. આજે પણ તેમણે એ જ કર્યું. "એય વહુ! ક્યાં મરી ગઈ? મારી ચા લઈ આવ અને જલ્દી પાનનું નવું બીડું બનાવી દે!"પણ વળતા જવાબમાં રસોડામાંથી કોઈ અવાજ ન આવ્યો. દસ મિનિટ પછી રૂમનો દરવાજો ખુલ્યો, પણ ચા લઈને રેવા નહીં, પણ હવેલીનો નવો સિક્યુરિટી ગાર્ડ આવ્યો હતો. તેના હાથમાં ચાના કપને બદલે એક લોખંડની પેટી હતી."આ શું છે લ્યા?" મીના બાએ આશ્ચર્યથી પૂછ્યું."બા, રેવા બાનો હુકમ છે. હવેથી તમારું પાનનું ડબલું આ પેટીમાં કેદ રહેશે. દિવસમાં માત્ર ...Read More